ફ્લિપકાર્ટ, અમેઝોન ટૂંક સમયમાં જ કરશે ડ્રોન દ્વારા સામાનની ડિલીવરી

PC: timesnownews.com

અમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી ઇ-કોમર્સ કંપનીઓ ઘરે ઘરે સામાન પહોંચાડવા માટે જલ્દી જ ડ્રોનનો વપરાશ શરૂ કરશે, સરકાર ડ્રોન પોલીસીના બીજા ફેઝમાં તેના પાયલોટની નજરની સામે રહેવાની જરૂરત પૂર્ણ કરી શકે છે. સરકારે મંગળવારે આ યોજનાની જાહેરાત કરી હતી. પોલીસીના ડ્રાફ્ટ રૂલને જલદી જ જાહેર કરવામાં આવી શકે છે. આ પ્રપોઝલ ની જાણકારી ઉદ્યોગ ચેંબર ફિક્કી સાથે સિવીલ એવિએશન મીનીસ્ટ્રી તરફથી આયોજિત બે દિવસના ગ્લોબલ એવિએશન શોમાં આપવામાં આવી

એવિએશન મીનીસ્ટર જયંત સિન્હાના જણાવ્યા અનુસાર પ્રાયોરીટી ઇન્ડિયાને ડ્રોન ઓપરેશન્સમાં લિડરશીપ પોઝીશન્સમાં લાવવાની કમી છે. હુ આશા રાખુ છુ કે ડ્રોન 2.0 જલ્દીજ વપરાશમાં આવશે. તેમણે જણાવ્યુ કે માર્કેટમાં કેટલી ઝડપથી ડ્રોન સિસ્ટમને અપનાવે છે. આ જોવા માટે બસ પબ્લિક પ્લેટફોર્મ બનાવવાની વાર છે. સિન્હાના જણાવ્યા અનુસાર અમને ડ્રોન ઓપરેશન સાથે જોડાયેલ ગંભીર પડકારોને દૂર કરવા માટે તેની પર બારીકીથી કામ કરવાની જરૂર છે. અમને ડ્રોનના સુરક્ષિત અને કાયદાકીય વપરાશ પણ સુનિશ્ચિત કરવાનો રહેશે

જોકે જાહેર કરવામાં આવેલ સમય પર પૂર્ણ રીતે લાગૂ થઇ શકી ન થઈ. પરંતુ સરકારે ડ્રોનનું રજિસ્ટ્રેશન કરવાની પરવાનગી આપી છે. પોલીસીનું રજિસ્ટ્રેશન પ્રોસેસ પૂર્ણ થયા બાદ શરૂ કરવામાં આવશે જોકે સિન્હાએ તેમ પણ જણાવ્યુ કે, ભારતમાં પહેલા જ મોટી સંખ્યામાં ડ્રોનનું રજિસ્ટ્રેશન કરવામાં આવેલ છે. સરકારના એક અનુમાન અનુસાર દેશમાં હાલ સુધીમાં 40000 ડ્રોન છે. જેની સંખ્યા આવનાર પાંચ વર્ષમાં 10 લાખ પાર કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp