H1B વીઝાની નવી પોલીસીથી IT કંપનીઓનો નફો ઘટશે

PC: immigrationimpact.com

અમેરીકા દ્વારા H1B વિઝા આપવા માટે હાલમાં પોલીસીમાં કરવામાં આવેલ ફેરફારથી ITને ખાસ્સુ મોટુ નુકશાન ઉઠાવવું પડી શકે છે. નવી પોલીસી અંતર્ગત ગ્રેજ્યુએટ અને તેના ઉપરની ડિગ્રી રાખનારને જ H1B વિઝા માટે પ્રાથમિકતા આપવાનો પ્રસ્તાવ કરવામાં આવેલ છે. જેનાથી H1B વિઝા મેળવનારની સંખ્યામાં ઘટાડો કરવામાં આવી શકે છે.

ડિસેમ્બર 2018માં યુનાઇટેડ સ્ટેટ્સ સિટીઝનશીપ એન્ડ ઇમીગ્રેશન સર્વિસીસે h1B વિઝા માટે પ્રક્રિયાને ફેરવવા અવે તેમાં અંડરવાસ ડિગ્રી હોલ્ડર્સને પ્રાથમિકતા આપવા અંગે પ્રસ્તાવ મૂકવામાં આવેલ છે.

ક્રેડિટ રેટિંગ એજન્સી ઇક્રાના જણાવ્યા અનુસાર તેનાથી રગ્યુલર એપ્લિકેન્ટ્સ માટે H1B વિઝા મેળવનારની સંખ્યા 10 ટકા સુધી ઘટી શકે છે. રેટિંગ એજન્સીના જણાવ્યા અનુસાર વધુ સેલરી પર અમેરીકાના ઉમેદવારોની ભરતીની સાથે કમોડિટાઇઝ્ડ સર્વિસીસ પર પ્રાઇસિંગ પ્રેશર, વેજ ઇન્ફ્લેશન અને આવક વૃધ્ધીમાં કમી જેવા કારક આગળ ચાલી કંપનીઓના પ્રોફીટ પર નકારાત્મક અસર નાખશે.

કંપનીઓની પાસે જોકે આ અસરને ઓછી કરવા માટે અન્ય કારક પણ છે. પરંતુ તેમ છતા પરિચાલન લાભના નાણાકીય વર્ષ 2017-18ના 22.1 ટકાથી ઘટીડીને નાણાકીય વર્ષ 2020-21માં 20.8 ટકા રેહવાની આશા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp