વર્લ્ડ બેંકના ચીફની રેસમાં છે આ ભારતીય મહિલા

PC: cnbc.com

વર્લ્ડબેંક ચીફ બનવાની રેસમાં પેપ્સિકોના પૂર્વ CEO ઇન્દ્રા નૂઇનું નામ પણ સામેલ છે. વ્હાઇટ હાઉસ પ્રશાસનના એક અધિકારી પાસેથી મળેલી જાણકારી અનુસાર ઇંદ્રા સિવાય ટ્રેજરી ડિપાર્ટમેન્ટના અધિકારી ડેવિડ માલપાસ અને ઓવરસીજ પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશનના CEO રે વોશબર્નનું નામ પણ આગળ છે.

આ ત્રણેયના નામ ત્યારે સામે આવ્યા છે જ્યારે ચર્ચા ચાલી રહી હતી કે પહેલી ફેબ્રુઆરીએ જિમ યોન્ગ કિમના પદ છોડવાની સાથે જ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની દિકરી ઇવાંકા ટ્રંપ વિશ્વબેંકના નવા અધ્યક્ષ શોધવામાં આગેવાની કરી રહી છે. ઓક્ટોબરમાં ઇંદ્રા નૂઇએ પેપ્સિકો છોડી હતી. માલપાસ વિદેશ મંત્રાલયમાં ટ્રેજરીના અંડર સેક્રોટરી છે. અને વોશબર્ન ઓગસ્ટ 2017થી OPICના CEO છે. તે એવા લોકોમાં છે જેમનું નામ વર્લ્ડબેંક હેડ બનવા માટે સામે આવી રહ્યું છે.

યુનાઇટેડ સ્ટેટ 1949 થી વર્લ્ડબેંકના લિડર અંગે ઇલેક્શન કરતુ આવ્યું છે. કિમે પોતાનો કાર્યકાળ પૂર્ણ થયાના ત્રણ વર્ષ પહેલાજ વિશ્વબેંકના અધ્યક્ષનું પદ છોડવા અંગે નિર્ણય લીધો છે. તેમનો કાર્યકાળ વર્ષ 2022માં પૂર્ણ થઇ રહ્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે ઘણા મામલામાં ટ્રંપ પ્રશાશનની સાથે મતભેદ થવાના કારણે આ નિર્ણય લેવામાં આવેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp