રિયા ચક્રવર્તીની એટલી ઔકાત નથી કે તે CM પર ટિપ્પણી કરે, SC ચૂકાદા પછી બિહાર DGP

PC: opindia.com

સુશાંત સિંહ રાજપૂત કેસમાં સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારને ઝટકો આપતા મામલાની તપાસ કેન્દ્રીય તપાસ એજન્સી CBIને સોંપી દીધી છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય પર બિહારના ડીજીપી ગુપ્તેશ્વર પાંડેએ કહ્યું કે, હવે જે પણ હકીકત હશે તે બહાર આવશે. તેમણે કહ્યું કે, બિહાર પોલીસની તપાસથી ઘણાં લોકોને ડર હતો, તેની પાછળનું કારણ હતું કે કદાચ તેમની પોલ ન ખુલી જાય. પત્રકારોના સવાલના જવાબ આપતા ગુપ્તેશ્વર પાંડેએ કહ્યું કે, રિયા ચક્રવર્તીની એટલે ઔકાત નથી કે તે બિહારના મુખ્યમંત્રી પર ટિપ્પણી કરે.

બિહાર પોલીસ પ્રમુખ ગુપ્તેશ્વર પાંડેએ સુપ્રીમ કોર્ટના ચૂકાદા પછી બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની ખૂબ પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે, બિહારના મુખ્યમંત્રીને કારણે આ જે કેસ CBIની પાસે પહોંચ્યો છે. તેમનું કહેવું છે કે, બિહાર પોલીસ જે પણ કરી રહી હતી તે બંધારણીય રીતે કરી રહી હતી. બિહારના મુખ્યમંત્રીને કારણે આજે સુશાંતનો કેસ ન્યાયને નજીક આવીને ઊભો છે.

કેસનું પરિણામ સામે આવવામાં કેટલો સમય લાગશે, તેનો જવાબ આપતા તેમણે કહ્યું કે, કેસની પ્રકૃતિ અને તેના અનુસંધાનના હિસાબે તેને ઉકેલવામાં સમય લાગે છે પણ આ એક ખૂબ જ હાઈપ્રોફાઇલ કેસ છે અને પૂરા દેશની નજર તેના પર છે. માટે આશા છે કે તેનો ઉકેલ સમય રહેતા આવી જશે.

જણાવી દઇએ કે, સુપ્રીમ કોર્ટે સુશાંત સિંહ રાજપૂતનો કેસ CBIના હવાલે કરી દીધો છે. એક્ટરના મોતને મામલે પટનામાં દાખલ કેસ મુંબઈમાં ટ્રાન્સફર કરવા માટે રિયા ચક્રવર્તીની અરજી પર સુપ્રીમ કોર્ટે ચૂકાદો આપતા કહ્યું કે, મામલાની તપાસ CBI કરશે. કોર્ટે તેમના ચૂકાદામાં પટનામાં દાખલ FIRને યોગ્ય ગણાવી છે. કોર્ટે કહ્યું કે આ FIR પણ યોગ્ય હતી અને બિહાર સરકાર તરફથી CBIની માગ પણ યોગ્ય હતી. કોર્ટે કહ્યું કે, વર્તમાન મામલામાં મુંબઈ પોલીસે FIR વિના ધારા 174ને વધારવાની કોશિશ કરી છે અને માટે જેવું પ્રતીત થાય છે મુંબઈ પોલીસ દ્વારા ગુનાની કોઇ તપાસ કરવામાં આવી નથી. હિતધારકો દ્વારા નિષ્પક્ષ તપાસની આશંકા જોતા આ મામલાની તપાસ એક સ્વતંત્ર એજન્સી દ્વારા કરવામાં આવે. જે બંને રાજ્ય સરકારો દ્વારા નિયંત્રિત ન હોય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp