#Me Too: રાજૂ હિરાની મામલે બોલી રવીના ટંડન

PC: zeenews.com

#Me Too: અભિયાન બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સંસ્થા cine & Tv Artist Association (CINTAA) યૌન શોષણની તમામ ફરિયાદો પર કામ કરી રહી છે. આ જ કમિટીની સદસ્ય અને એભિનેત્રી રવીના ટંડનને જ્યારે ડાયરેક્ટર રાજકુમાર હિરાની પર લગાવામાં આવેલ આરોપ પર વાત કરવામાં આવી તો રવીનાએ કહ્યુ કે આ સમય તે સિંટાની એ જ કમિટીની મેંબર છે, જ્યાં યૌન શોષણની ફરિયાદો આવી રહી છે, એટલા માટે તે આ સમયે પબ્લિકલી કોઇ નુ નામ લઇને કઇ નથી કહી શકતી. રવીનાએ જણાવ્યુ કે કમિટી હજી સુધી તમામ કેસ પર કામ કરી રહી છે, જલ્દી તેમની મીટીંગ થવાની છે , જેમાં તે હાલમાં સામે આવેલી ફરિયાદો પર વાતચીત કરશે.

રવીના કહે છે કે, 'જેમકે તમને ખબર હશે કે સિંટા ની એડવાઇઝર કમિટીમાં હું છું, એટલા માટે આ વિશે પબ્લિક પ્લેટફોર્મ પર વાત નથી કરી શકતી. આ કેસ બસ હમણા જ બધાની સામે આવ્યો છે. આ બધા કેસને પરખવા માટે જલ્દી અમારી મીટીંગ થવાની છે. અમે છેલ્લા કેટલાક દિવસોમાં સામે આવેલ કેસોમાં એક્શન લીધુ છે. અમે જોઇશુ કે કેશ શુ છે. સિંટા એક એવી બોડી છે જે મહિલાઓને સપોર્ટ કરે છે.'રવીના ટંડન આગળ કહે છે કે, 'એક મહિલા હવાના કારણે મારુ કહેવુ છે કે આપણે યૌન શોષણથી પીડિત મહિલાઓને સપોર્ટ કરવો પડશે. એકવાત એ પણ છે કે #Me Too જેવા ખૂબ મજબૂત અને જરુરી અભિયાનનો ખોટો ઉપયોગ પણ ન થવો જોઇએ, એના માટે આપણે ખૂબ સતર્કતા થી જોવુ સમજવુ પડશે કે કઇ સ્ટોરી સાચી છે અને કઇ ખોટી. કોઇનુ નામ લેતા પહેલા અમારે ફરિયાદની પૂરતી તપાસ અને તેના વિશે બધુ જ જાણવુ ખૂબ જરુરી છે કારણકે દરેક સ્ટોરીમાં કોઇના કોઇની પ્રતિષ્ઠા પણ દાવ પર લાગી જાય છે.

તમને જણાવી દઇએ કે રાજકુમાર હિરાની પર એક મહિલાએ ફિલ્મ 'સંજૂ' ની શુટીંગ દરમિયાન યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. જો કે રાજકુમાર હિરાની અને તેમના વકીલએ આ ફરિયાદને ખોટી ઠેરવી છે. હિરાની કહે છે કે, ' હું ખરેખ હેરાન હતો,જ્યારે બે મહિના પહેલા મારા ઉપર લાગેલા આ આરોપના વિશે ખબર પડી. મેં તુરંત જ કહ્યુ હતુ કે આ મેટરને કોઇ કમિટી અથવા લીગલ બોડીમાં લઇ જવુ જરુરી છે, પરંતુ તેના બદલે આ ફરિયાદને મીડિયામાં લઇ જવામાં આવી. હુ દ્રઢતાની સાથે એ કહેવા ઇચ્છુ છુ કે મારી છબી ખરાબ કરવા માટે, આ એક ખોટી સ્ટોરી બનાવવામાં આવી રહી છે.'

રાજૂ પર લાગેલા આ આરોપ બાદ તેમની આવનાર ફિલ્મ 'મુન્નાભાઇ-3'નુ કામ હોલ્ડ પર કરી દેવામાં આવ્યુ છે. અનિલ કપૂર, સોનમ કપૂર અને રાજકુમાર રાવ સ્ટાર ફિલ્મ 'એક લડકી કો દેખા તો એસા લગા" થી પણ હિરાનીનુ નામ હટાવી દેવામાં આવ્યુ છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp