હાર્દિક-નતાશાએ એવી તસવીર પોસ્ટ કરી ઈન્સ્ટાગ્રામે ડિલીટ કરી, જણાવ્યું આ કારણ

PC: dnaindia.com

ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા અને નતાસા સ્ટેનકોવિક કોઈના કોઇ કારણે ચર્ચામાં બની રહે છે. 30 જુલાઇના રોજ નતાસાએ દીકરાને જન્મ આપ્યો હતો. હવે હાર્દિક IPL 2020 રમવા માટે વિદેશ રવાના થઇ ગયો છે. હાલમાં જ નતાસાએ હાર્દિક પંડ્યાને યાદ કરતા તેની સાથેની એક રોમન્ટિક તસવીર શેર કરી હતી. પણ ઈન્સ્ટાગ્રામે તેમની તે તસવીર ડિલીટ કરી દીધી છે. આ વાત પર નતાસાએ નાખુશતા વ્યક્ત કરી છે.

નતાસાએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક સ્ક્રીનશોટ શેર કર્યો છે. જે ઈન્સ્ટાગ્રામ તરફથી કમ્યુનિટી ગાઈડલાઇન્સનું ઉલ્લંઘન કરવાને લઇ નતાસાને મોકલવામાં આવી હતી. જેના પર લખ્યું છે કે, તમારી પોસ્ટ અમારી કમ્યુનિટી ગાઈડલાઇનના વિરોધમાં છે. અમે આ ગાઈડલાઈનને ઈન્સ્ટાગ્રામ પર અમારી કમ્યુવિટીને સપોર્ટ કરવા અને સુરક્ષિત રાખવા માટે બનાવી છે. આ પોસ્ટ ખોટી અને નુકસાનકારક માહિતીને લીધે હટાવવામાં આવી છે.

આ પોસ્ટને હટાવવાને કારણે નતાસા ખૂબ નાખુશ છે. જેના પર નાખુશતા વ્યક્ત કરતા તેણે લખ્યું, ખરેખર ઈન્સ્ટાગ્રામ!!! જોકે, તે પોસ્ટ ડીલિટ થયા પછી નતાસાએ ફરી તે તસવીર શેર કરી. પણ આ વખતે ઈન્સ્ટાગ્રામે તેને ડિલીટ કરી નથી.

જાણ હોય તો, ગયા અઠવાડિયે જ હાર્દિક પંડ્યાએ તેના દીકરાના નામનો ખુલાસો કર્યો હતો. હાર્દિક પંડ્યાના દીકરા માટે કાર ડીલર કંપની મર્સિડીઝ એએમજી કારના મોડલની ટોય કાર ભેટ કરી હતી. તે કંપનીનો આભાર વ્યક્ત કરતા હાર્દિકે એક પોસ્ટ લખી, જેમાં લખ્યું હતું અગસ્ત્યાની પહેલી AMG માટે આભાર મર્સિડીઝ બેંગલોર.

 
 
 
View this post on Instagram

❤️ #alreadymissyou 🥰🤗 @hardikpandya93

A post shared by Nataša Stanković✨ (@natasastankovic__) on

ઉલ્લેખનીય છે કે, આ વર્ષની શરૂઆતમાં જ હાર્દિક પંડ્યા અને નતાસા સ્ટાનકોવિકે સગાઇ કરી હતી. હાર્દિકે દુબઈમાં નતાસાને પ્રપોઝ કરી હતી અને સગાઈની રિંગ પહેરાવી હતી. બંનેના સગાઇની તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ તેની ગર્લફ્રેન્ડ નતાસા સાથે 1 જાન્યુઆરીના રોજ સગાઇ કરી હતી.

જણાવી દઇએ કે, કોરોના વાયરસ મહામારી દરમિયાન ભારતમાં લાગૂ થયેલા લોકડાઉન દરમિયાન હાર્દિક અને નતાસાએ લગ્ન કર્યા હતા. તેના થોડા જ મહિના પછી બંનેએ જણાવ્યું હતું કે, તેઓ ટૂંક સમયમાં માતા-પિતા બનવા જઇ રહ્યા છે. પ્રેગ્નેંસી સમયમાં નતાસાએ પોતાની ઘણી તસવીરો પડાવી હતી અને લોકડાઉનમાં તેમને સૌથી મોટો ફાયદો એ મળ્યો કે હાર્દિક સતત તેની સાથે હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp