રીલિઝના બીજા જ દિવસે લીક થઈ 'ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર'

PC: dnaindia.com

વિજય ગુટ્ટે નિર્દેશિતમાં બનેલી અનુપમ ખેર સ્ટારર ફિલ્મ 'ધ ઓક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર' રિલીઝના બીજા દિવસે જ ઓનલાઇન લીક થઈ ગઈ છે. આ સંપૂર્ણ ફિલ્મ પાઇરસી વેબસાઇટ તમિલરોકર્સ પર ઉપલબ્ધ થઈ ગઈ છે. પહેલેથી જ અંડર પર્ફોર્મ થઈ રહેલી આ ફિલ્મ લીક થઈ જવાથી તેની કમાણી પર અસર ચોક્કસ પડશે.

થોડા દિવસો પહેલા તમિલરોકર્સે રિલીઝ થયાના થોડાંક કલાકોમાં જ રજનીકાંતની ફિલ્મ 'પેટા', અજિત અને નયનતારા સ્ટારર તામિલ ફિલ્મ 'વિશ્વામ'ને પણ ઓનલાઇન લીક કરી દીધી હતી. આ સાથે નંદામુરી બાલક્રિશ્નન સ્ટારર કથાનાયકુડુ અને રામ ચરન સ્ટારર 'વિનય વિધેયા રામ' નામની તેલુગુ ફિલ્મોને પણ ઓનલાઇન અવેલેબલ કરી દીધી છે. આટલું જ નહીં, તમિલરોકર્સ 'ઠગ્સ ઓફ હિંદુસ્તાન', 'મારી 2' અને 'સરકાર' જેવી ફિલ્મોને પણ ફ્રીમાં ડાઉનલોડ માટે ઉપલબ્ધ કરાવી ચૂક્યા છે.

પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહની લાઇફ પર બનેલી આ ફિલ્મમાં અનુપમ ખેર સિવાય અક્ષય ખન્ના, અર્જુન માથુર, સુઝેન બર્નેટ અને વિપિન શર્માએ પણ મહત્વનો રોલ નિભાવ્યો છે. આ ફિલ્મ મનમોહન સિંહના મીડિયા સલાહકાર રહેલા સંજય બારુના 2014માં આવેલા આ જ નામના પુસ્તક પર આધારિત છે. આ ફિલ્મ 11 જાન્યુઆરીના રોજ રિલીઝ થઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp