વડોદરામાં બે કાર સાથે રિક્ષાનો વિચિત્ર અકસ્માત થયો, રિક્ષા ચાલકનું મોત

PC: youtube.com

રાજ્યમાં અનલોક બાદ અકસ્માતની ઘટનામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના વડોદરા શહેરમાં સામે આવી છે કે, જેમાં એક રિક્ષાનો વિચિત્ર અકસ્માત થયો હતો. રોડ ક્રોસ કરતી રિક્ષા સામેથી આવી રહેલી કાર સાથે અથડાઈ રોંગ સાઈડમાં ફંગોળાઈ ગઈ હતી અને રોંગ સાઈડમાં પણ એક અન્ય કાર સાથે અથડાઈ હતી. ગંભીર અકસ્માતમાં રિક્ષા ચાલકને વધુ ઇજા થતાં તેનું ઘટના સ્થળ પર જ મોત નિપજયુ હતું. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પોલીસે સમગ્ર મામલે અકસ્માતનો ગુનો દાખલ કરી રિક્ષા ચાલકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

રિપોર્ટ અનુસાર વડોદરાના નવાયાર્ડમાં રહેતો બસીર પઠાણ રિક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ગતરોજ સવારના સમયે બસીર પઠાણ વડોદરાના સમા વિસ્તારમાં L&T સર્કલ પાસેથી 10 વાગ્યે પેસેંજર રિક્ષામાં બેસાડીને પસાર થઇ રહ્યા હતા ત્યારે રસ્તો ક્રોસ કરતા સમયે રિક્ષા સામેથી આવી રહેલી એક કાર સાથે અથડાઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે, રિક્ષા રોંગ સાઈડમાં ફંગોળાઈ ગઈ હતી અને રોંગ સાઈડમાં સામેથી આવી રહેલા એક બોલેરો કાર સાથે ફરીથી રિક્ષા ધડાકાભેર અથડાઈ હતી. રિક્ષાનો જ્યારે અકસ્માત થયો ત્યારે રિક્ષામાં મહિલા અને બસીર સવાર હતો.

ઘટનાની જાણ થતા આસપાસના લોકો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને અકસ્માતની ઘટનામાં રિક્ષામાં સવાર મહિલાનો આકસ્મિક રીતે બચાવ થયો હતો કારણ કે, રિક્ષાની ટક્કર થઇ ત્યારે રિક્ષામાંથી મહિલા બહાર ફંગોળાઇ ગઇ હતી પરંતુ બસીર રિક્ષામાંથી બહાર નીકળી શક્યો ન હતો. જેના કારણે તેને શરીર પર ગંભીર ઇજા થઈ હતી. તેથી લોકોએ બસીરને સારવાર માટે તાત્કાલીક હોસ્પિટલમાં ખસેડ્યો હતો જ્યાં ફરજ પરના ડૉક્ટરે બસીર પઠાણને મૃત જાહેર કર્યો હતો.

અકસ્માતની ઘટનાની જાણ વડોદરાની સમા પોલીસને થતા પોલીસકર્મીઓ ઘટના સ્થળ પર આવ્યા હતા. પોલીસે ઘટના સ્થળે પ્રાથમિક તપાસ કર્યા બાદ બસીરના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી સમગ્ર મામલે અકસ્માતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp