ડ્રાય સ્ટેટ ગુજરાતમાં નશામાં ગાડી ચલાવવાના કારણે મોતની સંખ્યામાં 1100%નો વધારો

PC: theeyeofmedia.com

ગુજરાત ભલે એક ડ્રાય સ્ટેટ તરીકે જાણીતું હોય, પરંતુ જો એક્સિડન્ટમાં થેયલા મોતના કેન્દ્ર સરકારના આંકડા પર નજર નાંખીએ તો, એક વર્ષમાં ડ્રાયવિંગ અંડર ધ ઈન્ફ્લુઅન્સના કારણે ગુજરાતમાં થતી મોતની સંખ્યા બાર ગણી વધી ગઈ છે. આંકડાઓ અનુસાર, 2017માં આ કારણે 10 મોત થયા હતા, જ્યારે 2018માં આ આંકડો 122 થઈ ગયો હતો.

નેશનલ ક્રાઈમ રેકૉર્ડ્ઝ બ્યૂરો (NCRB)ના રિપોર્ટ એક્સીડેન્ટલ ડેથ્સ એન્ડ સૂસાઈડ્સ ઈન ઈન્ડિયા 2018માં એવું પણ કહેવામાં આવ્યું છે કે, દારૂ પીને ડ્રાઈવિંગ કરવાના કેસોની સંખ્યામાં લગભગ 5 ગણો વધારો થયો છે. આ સંખ્યા 2017માં 51 હતી, જ્યારે 2018માં તે 300 સુધી પહોંચી ગઈ હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 2018માં દારૂ પીને ગાડી ચલાવીને ઘાયલ થયેલા લોકોની સંખ્યા ગત વર્ષની સરખામણીમાં ચાર ગણી વધી ગઈ છે. આ સંખ્યા 2017માં 67થી વધીને 2018માં 296 સુધી પહોંચી ગઈ છે. ભારત 11થી 17 જાન્યુઆરી સુધી રોડ સેફ્ટી વીક ચલાવી રહ્યું છે. ગુજરાતમાં આ પ્રકારે અધિકાંશ મામલા ગુજરાતના ચાર પ્રમુખ શહેરોની બહારન નોંધાયા છે. 2018માં ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસમાં અમદાવાદમાં બે અને સૂરતમાં એકનું મોત થયું હતું.

રિપોર્ટ અનુસાર, ખતરનાક અને લાપરવાહી સાથે ડ્રાઈવિંગ, ઓવરટેકિંગ, વગેરેના 2018માં 2620 કેસ નોંધાયા હતા, જેમાં 1195 લોકોના મોત થયા હતા. 2017માં આ પ્રકારના કેસોની સંખ્યા 2469 હતી, જેમાંથી 1082 લોકોના મોત થયા હતા. આવા એક્સિડેન્ટલ મોતોમાં એક વર્ષમાં 10.4%નો વધારો થયો છે. શહેરોની વાત કરીએ તો ખતરનાક ડ્રાઈવિંગના કારણે 2018માં અમદાવાદમાં 78, સુરતમાં 44 અને વડોદરામાં 2 લોકોના મોત થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp