કોરોના ટેસ્ટ માટે અમદાવાદમાં ડોક્યુમેન્ટ ફરજિયાત એના વગર ટેસ્ટ થશે નહીં

PC: khabarchhe.com

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નવો ફતવો બહાર પાડ્યો છે અને કોઇપણ વ્યક્તિને કોવિડ ટેસ્ટ કરાવવો હોય તો એક ડોક્યુમેન્ટ ફરજીયાત કર્યું છે. આ ડોક્યુમેન્ટ બીજું કંઇ નહીં પણ આધાર કાર્ડ છે, કારણ કે તેમાં વ્યક્તનું નામ, સરનામું અને ફોનનંબર સહિતની તમામ માહિતી આવી જાય છે.

અમદાવાદમાં જે કોઇ નાગરિકોએ કોવિડ ટેસ્ટ કરાવવો હોય તો આધાર કાર્ડનો ઓટીપી આપવાનો રહેશે. આ ઓટીપી સિસ્ટમ ફરજીયાત કરવાં આવી છે. આમ કરવાનું કારણ આપતાં કોર્પોરેશનના એક અધિકારીએ કહ્યું હતું કે ઘણીવાર કોવિડ ટેસ્ટ માટે આવતા લોકો ખોટી માહિતી આપે છે. દિવસભરમાં જેટલા ટેસ્ટ થાય છે તે પૈકી 15 ટકા લોકો ખોટી માહિતી આપી રહ્યાં છે. 

આધાર કાર્ડથી કોર્પોરેશનને એ જાણવામાં પણ મદદ મળી રહેશે કે અગાઉના પરિણામો શું હતા. દર્દીની તપાસ કેટલી વખત કરવામાં આવી છે. આવા આધાર ઓટીપીના આધારે કર્ણાટકમાં ટેસ્ટ થાય છે. ટેસ્ટ કરાવનારા દર્દીનો રેકોર્ડ પણ મળી રહે છે અને ખોટા નામ અને સરનામાં રજીસ્ટર્ડ થતાં બંધ થશે. 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વન ટાઇમ પાસવર્જ અને આધાર સિસ્ટમનો અમલ શરૂ કર્યો છે. મોબાઇલ નંબર ઉમેરતાં જ આ સિસ્ટમમાં પાસવર્ડ ઉત્પન્ન થશે અને ત્યારબાદ પરીક્ષણ કરવામાં આવશે. આધાર ઓટીપી વિના હવે અમદાવાદમાં કોઇ કોવિડ ટેસ્ટ થશે નહીં. 

અધિકારીના જણાવ્યા પ્રમાણે આ એક ફુલપ્રુફ ટ્રેકીંગ સિસ્ટમ છે. દર્દીને ગમે ત્યારે શોધી શકાય છે. એક કિસ્સામાં અમદાવાદનું એક દંપત્તિ ટેસ્ટ કરાવીને પૂના ગયું હતું પરંતુ પૂનામાં તેમને શોધવા અધરા પડી રહ્યાં હતા. બીજા એક કેસમાં અમદાવાદની એક મહિલાએ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો અને તેણીને પોઝિટીવ આવ્યો હતો છતાં તે યુએસની ફ્લાઇટમાં સવાર હતી. 

વન અને પર્યાવરણના અધિક મુખ્ય સચિવ રાજીવકુમાર ગુપ્તાએ કહ્યું હતું કે દર્દીના ટ્રેકીંગ માટે આ સિસ્ટમ ખૂબ ઉપયોગી છે. ખોટી માહિતી આપનારા દર્દીની વિગતોના અભાવે તેને શોધી શકાતો નથી તેથી હવે ઓટીપી સિસ્ટમ ફરજીયાત બનાવવામાં આવી છે. ખોટા મોબાઇલ નંબર કે એડ્રેસ વિના કોરોના સંક્રમણ વધવાનો ખતરો છે તેથી આ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp