નામાંકિત કલાકાર ઘનશ્યામ લાખાણી કોંગ્રેસનો સાથ છોડી ભાજપમાં જોડાયા

PC: youtube.com

ભાજપના સદસ્યતા અભિયાન અંતર્ગત હવે ગુજરાતના નામાંકિત કલાકારો એક પછી એક ભાજપમાં જોડાઈ રહ્યા છે. થોડા દિવસ પહેલા ગમન સાંથલ, ઐશ્વર્યા મજુમદાર, કિંજલ દવે સહિતના કેટલાક ગાયક કલાકારો ભાજપમાં જોડાયા હતા અને ત્યારબાદ આજે લોક સાહિત્ય, હાસ્ય કલાકાર અને ગાયક કલાકારો ભાજપમાં જોડાયા છે. આ કલાકારોમાં પ્રસિદ્ધ હાસ્ય કલાકાર સુખદેવ ધામેલિયા, લોક સાહિત્ય અને હાસ્ય કલાકાર ઘનશ્યામ લાખાણી, લોક ગાયિકા ઉર્વશી રાદડિયા, હાસ્ય કલાકાર હિતેશ અંટાળા અને લોક ગાયિકા દેવાંગી પટેલનો સમાવેશ થાય છે. આ તમામ નામાંકિત કલાકારોએ પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની હાજરીમાં કેસરિયો ખેસ ધારણ કર્યો હતો.

જીતુ વાઘાણીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ભારત માતાનો વિચાર, દેશ ભક્તિનો વિચાર એટલે ભારતીય જનતા પાર્ટી અને આપણા સૌની પાર્ટી એમાં અલગ-અલગ ક્ષેત્રના લોકો જોડાઈ રહ્યા છે તેનો મને આનંદ છે. આજે ઘનશ્યામ લાખાણી એટલે સુરતનું અને ગુજરાતનું એક મોટું નામ છે. હાલમાં સુરતમાં તેઓ વ્યવસાય કરે છે. એમને સાંભળવા એક ખૂબ મોટો લ્હાવો છે.

ઉલ્લેખનીય છે કે, ઘનશ્યામ લાખાણી પહેલા કોંગ્રેસની સાથે સંકળાયેલા હતા. કોંગ્રેસના નેતાઓ અને કોંગેસના મોટાભાગના કાર્યક્રમમાં ઘનશ્યામ લાખાણીની ઉપસ્થિતિ જોવા મળતી હતી. ત્યારે હવે તેમણે પણ કોંગ્રેસના અન્ય નેતાઓની જેમ કોંગ્રેસનો સાથે છોડીને પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp