બહારની હવા કરતા ઘરની અંદરની હવા 30% વધુ પ્રદૂષિત છે, સરવેમાં મળી માહિતી

PC: smallfootprintfamily.com

ભારતમાં દિન પ્રતિદિન હવા અને પાણીના પ્રદુષણમાં વધારો થતો જાય છે. ઉદ્યોગોના દ્વારા ગંદા પાણી નદીઓમાં છોડવાના કારણે પાણીનું પ્રદુષણ થાય છે. તો વાહનો અને ઉદ્યોગોમાંથી નીકળતા ધૂમાડાના કારણે હવાનું પ્રદુષણ થાય છે. તમને કદાચ ખબર નહીં હોય કે, ઘરની બહાર જેટલુ વધારે હવાનું પ્રદુષણ છે તેના કરતા ઘર, ઓફીસ કે, હોસ્પિટલની અંદર 30% વધારે પ્રદુષણ છે. આ માહિતી તાજેતરમાં ગાંધીનગર અને અમદાવાદમાં થયેલા સરવેમાં જાણવા મળી છે.

એક રિપોર્ટ અનુસાર 17 અને 18 જાન્યુઆરીના રોજ અમદાવાદમાં ઇન્ડિયન સોસાયટી ઓફ હિટિંગ, રેફ્રીજરેટિંગ એન્ડ એરકન્ડિશનિંગ એન્જિનિયર્સ દ્વારા એક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમીનારના દુનિયાભરના નિષ્ણાતો હવાની કથળતી ગુણવત્તા અંગે ચર્ચા કરશે. બે મહિના પહેલાથી આ સંસ્થાઓ દ્વારા એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ પાસે શહેરના 251 બિલ્ડિંગમાં ઇન્ડોર એર ક્વોલિટી ઉપર સરવે કરાવવાની કામગીરી કરાવવામાં આવતી હતી.

બે મહિનામાં હોસ્પિટલ, રેસ્ટોરન્ટ, હોટેલ, કોર્પોરેટ ઓફિસ, હાઉસ તેમજ એજ્યુકેશન સંસ્થાઓમાં સરવેની કામગીરી કરવામાં આવી હતી. આ સરવેમાં 70 ટકા ઓફિસ અને 30 ટકા મકાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સરવેમાં જાણવા મળ્યું હતું કે, બહાર કરતા ઘર, હોસ્પિટલ કે, ઓફિસની અંદર 30% વધારે હવાનું પ્રદુષણ છે. પ્રદુષણ વધારે હોવાનું મુખ્ય કારણ ઈન્ટીરિયર, દીવાલ પરનો પેઇન્ટ તેમજ ACનું ફિલ્ટરમાં ખરાબી હોવાનું જાણવા મળ્યું હતું. આ ઇન્ડોર સરવેમાં જાણવા મળ્યું છે કે, ઈન્ડોર એર ક્વોલિટી ઈન્ડેક્સ 50થી 70 પોઈન્ટ હોવો જોઈએ તેની સામે 100થી વધુ આવ્યો છે.

ઘરની અંદર વઘતા જતા પ્રદુષણને ધ્યાનમાં લઇને રેફ્રીજરેટિંગ એન્ડ એરકન્ડિશનિંગ એન્જિનિયર્સ પ્રેસિડેન્ટપંકજ ધારકરે લોકોને ભલામણ કરી છે કે, અત્યારે લોકો જે ટેમ્પરેચર પર AC ચલાવે છે તેના કરતા એક ડિગ્રી ઓછું કરીને ચલાવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp