મહાનગરપાલિકાની ચૂંટણીમાં હવે કોંગ્રેસનો કોઈ ઉમેદવાર નહીં! નરશી પટોરીયાનો બળવો

PC: dainikbhaskar.com

રાજકોટ વોર્ડ નં.૧૩ની પેટા ચૂંટણીમાં અણધાર્યો વળાંક આવ્યો છે. મહાનગરપાલિકાની પેટા ચૂંટણીમાં ફોર્મ પાછું ખેંચવાના છેલ્લા દિવસે કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પાછું ખેંચીને કેસરિયો રંગ ધારણ કરી લીધો છે. જેના પગલે અત્યારે ભાજપમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને બીજી બાજુ કોંગ્રેસમાં ભૂંકપ આવી ગયો છે. હવે ભાજપના ઉમેદવારની બસપાના એક અને ચાર વિપક્ષ ઉમેદવારની સાથે ચૂંટણીનો જંગ જામશે. જેના પગલે હવે કોંગ્રેસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યાં છે.

કોંગ્રેસમાં અંદરો અંદર ચાલી રહેલી નારાજગીને પગલે કોંગ્રેસના ઉમેદવારો ભાજપમાં જોડાય રહ્યા છે. ત્યારે કોંગ્રેસના નેતાઓ પેટા ચૂંટણીમાં પણ એક સાથે મળીને કામ કરતા ન હોવાને કારણે પટોરિયાએ છેલ્લી ઘડીએ ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવાનો નિર્ણય કર્યો હતો અને ભાજપમાં જોડાયા હતા. તેમણે જણાવ્યું કે, બીજેપીની વિકાસલક્ષી રાજનીતિના લીધે તેઓ ભાજપમાં જોડાયા છે.

ભાજપના ઉમેદવાર નીતિન રામાણી નરશી પટોરિયાના અંગત મિત્ર છે અને આ પહેલાની ચૂંટણીમાં કોંગ્રેસમાં જ્યારે તેમણે ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા ત્યારે પણ તેમણે રામાણીને ટિકિટ આપવાનું કહ્યું હતું અને પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. રામાણી તેમણો ખાસ મિત્ર હોવાથી તે કોર્પોરેટર બને તેવી ઈચ્છા છે. તેમજ બીજેપી સાથે કોઈ પણ પ્રકારનો સોદો કરવામાં આવ્યો નથી. તેઓ કોંગ્રેસથી કંટાળી ગયા હતા તેથી ભાજપમાં જોડાય ગયા.

તેમણે વધુમાં જણાવ્યું કે, ગુજરાતમાં અને કેન્દ્રમાં ભાજપ સરકારના વિકાસલક્ષી કાર્યોના વખાણ કોંગ્રેસના ઉમેદવારો પણ કરે છે. તેમજ કોંગ્રેસના ઉમેદવારો કોંગ્રેસની કામગીરીથી કંટાળી ગયા છે અને તેથી ભાજપ સરકાર જ ફક્ત વિકાસ કરે છે તે વાતનો સ્વીકાર કરીને ભાજપનો ખેંસ ધારણ કર્યો છે. જો કે પ્રદેશ ભાજપમા અગ્રણી નીતિન ભારદ્વાજે કહ્યું કે અમે કોંગ્રેસના ઉમેદવાર નરશી પટોરિયાનું ભાજપમાં સ્વાગત કર્યું છે અને આવનાર સમયમાં રાજકોટમાં વધારે વિકાસ થાય તેવો અમારો ધ્યેય છે.

જો કે ચૂંટણીને લઈને કોંગ્રેસના ઉમેદવારો ભાજપમાં જોડાય જતા કોંગ્રસના આગેવાનો પણ ચિંતામાં મૂકાયા છે. હવે કોંગ્રેસને ભાજપની સામે લડવા માટે અપક્ષની મદદ લે તેવી શક્યતા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp