મથુરા-વૃંદાવન જઇ રહ્યા છો, તો ભૂલથી પણ ન ભૂલો આ અદ્દભુત સ્થળ જોવાનું

PC: oneday.tours

ભગવાન કૃષ્ણના મંદિર આમ તો દેશભરમાં આવેલા છે પરંતુ મથુરા-વૃદાંવનની વાત જ કઇંક અલગ હોય છે. અહીં વર્ષ દરમિયાન પર્યટકોની ભારેભીડ જોવા મળે છે. એવામાં જો તમે પણ નવા વર્ષ દરમિયાન અત્યાર સુધી કયાંય પણ નથી જઇ શક્યાં અને હવે જવાનુ વિચારી રહ્યા છો તો જે માટે આજે અમે તમને કેટલાક ખાસ સ્થળ વિશે જણાવીશું. જ્યાં મથુરા-વૃંદ્ધાવન જવા પર તમે અવશ્ય જાઓ જ્યાં તમને ઘણાં અદ્દભૂત સ્થળો જોવા મળશે.


કુસુમ સરોવર

કુસુમ સરોવર મથુરામાં ગોવર્ધનથી અંદાજે બે કિલોમીટરના અંતર પર રાધાકુંડના નજીક જ આવેલું છે. તેમની સાથે કેટલીક પૌરાણિક વાર્તાઓ જોડાયેલી છે. તેમાંથી એક છે રાધા-કૃષ્ણની કહાની. ભગવાન કૃષ્ણ શ્રીરાધાને આ સ્થાન પર છુપાળને મળતા હતાં. હવે આ સ્થળ પર સરોવર છે, જ્યાં પર્યટકો સ્નાન કરે છે. તે ઉપરાંત અહીંયા આજુ-બાજુ તમને ખૂબ વધુ કમદ વૃક્ષ પણ જોવા મળશે, જે ભગવાન કૃષ્ણને ખૂબ પસંદ છે. તે સિવાય કુસુમ સરોવર પર સાંજે થઇ રહેલી આરતી પણ અદ્દભૂત હોય છે.

કંસ કિલા

ભગવાન શ્રીકૃષ્ણના મામા કંસનો કિલો પણ પર્યટકોની પહેલી પસંદગી છે. અહીં હિન્દુ અને મુગલ બાંધકામની શૈલીનો અદ્દભૂત નમૂના છે. કંસના કિલાને હવે જુનો કિલા અને મથુરાનો જુના કિલાના નામથી ઓળખવામાં આવે છે.


કેસી ઘાટ

યમુના નદીના કિનારે આવેલું કેસી ઘાટ વૃંદાનનુ સૌથી આકર્ષક પર્યટન સ્થળ છે. માન્યતા છે કે ભગવાન શ્રીકૃષ્ણએ આ સ્થાનક પર કેસી નામના રાક્ષકનો વધ કર્યો હતો. જે બાદ આ સ્થળ પર સ્નાન કર્યુ હતાં. તેના બાદ જ આ સ્થળનુ નામ કેસી ઘાટ પડ્યું હતું.


જામા મસ્જિદ

મથુરા-વૃદાંવન જવા પર ફક્ત હિન્દુ મંદિર જ નથી જોવા મળતા પરંતુ જામા મસ્જિદ પણ તમે નિહાળી શકો છો. તેમનું નિર્માણ Abd-un-Nabi Khanએ 1662માં કરાવ્યુ હતુ. તે મુઘલ સમ્રાટ ઔરંગઝેબના લશ્કરી અધિકારી હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp