આ 8 વસ્તુ શિયાળામાં ફાયદો નહીં નુકસાન પહોચાડે છે તમારા ચહેરા પર

PC: delodom.com

શિયાળાની ઋતુમાં ચહેરા પર સુંદરતા લાવવી ખૂબ જ મુશ્કેલી હોય છે. ડ્રાયનેસના કારણથી ત્વચાની સુંદરતા ઓછી જાય છે. તેની સાથે જ બ્યૂટી સંબંધિત ઘણી સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે. જેથી બચવા માટે યુવતીઓ કેમિકલ યુક્ત બ્યૂટી પ્રોડક્ટથી લઈને ઘરેલુ વસ્તુનો પણ ઉપયોગ કરે છે પરંતુ શું તમે જાણો છો કે કેટલીક વસ્તુ શિયાળાની ઋતુમાં સ્કિનને ખરાબ કરે છે. આવો એવી કેટલીક વસ્તુ વિશે જાણીએ જે શિયાળાની ઋતુમાં ચહેરા પર લગાવવી જોઇએ નહીં.

વેસલીન

શિયાળામાં ડ્રાઇ સ્કિનથી બચવા માટે આપણે વેસલીનનો ઉપયોગ કરીએ છીએ. આ ક્રીમ અને લોશનની તુલનામાં ખૂબ સારી હોય છે. જોકે ચહેરા પર વેસલીનનો ઉપયોગ ન કરો. વેસલીનને ફક્ત હોઠ પર જ લગાવો. ચહેરા પર વેસલીન લગાવવાથી ધૂળની કણી ચહેરા પર ચોટી જાય છે જેથી પોર્સ બંધ થઇ જાય છે. જેમાં સામેલ હાઈડ્રોકાર્બન શરીરના અંદર જઇને ફેટ સેલ્સમાં જમા થાય છે જે અત્યંત હાનિકારક હોય છે.

લીબું

ભોજનનો સ્વાદ વધારવાના સાથે ચહેરો પણ નિખારે છે. તેમાં વિટામિન-સી આવેલુ હોય છે. આ વાળમાં ડૅન્ડ્રફથી લઇને ચહેરાની અલગથી ઓઈલ નીકાળી દે છે. ઠંડીમાં ચહેરા પર લીબુંના ઉપયોથી કરવાથી બચો કારણ કે જેથી તમારી સ્કિન અને વાળ ડ્રાય થઇ શકે છે.

બટાકા

બટાકામા સામેલ બ્લીચિંગ અને સ્કિન લાઈટનિંગ ગુણ તમારા ચહેરાના દાગ-ધબ્બાને દૂર કરે છે પરંતુ શિયાળની ઋતુમાં બટાકાનો ઉપયોગ પોતાના ચહેરા પર બિલકુલ ન કરે. કારણ કે શિયાળામાં આ સ્કિનમાં ડ્રાયનેસ વધારે છે.

વિનેગર

મહિલાઓ ચહેરાના દાઘ-ધબ્બા દૂર કરવા માટે વિનેગરનો ઉપયોગ કરે છે પરંતુ ઘણાં લોકોને તેનો ઉપયોગ કરવાની જાણકારી નથી હોતી. આ કારણથી ખંજવાળની સમસ્યા આવે છે.

ગરમ પાણી

શિયાળો અથવા ઉનાળામાં ગરમ પાણીથી સ્નાન કરવાથી શરીરને નુકસાન પહોચે છે. જેથી ચહેરા પરથી કુદરતી ઓઈલ દૂર થઇ જાય છે એટલા માટે હંમેશા હળવા ગરમ પાણીનો ઉપયોગ કરે.

બોડી લોશન

આમ તો બોડી લોશન લગાવવાથી સ્કિન સોફ્ટ રહે છે પરંતુ તમને જણાવી દઇએ કે તેને ચહેરા પર ભૂલથી પણ ના લગાવો કારણ કે જેથી સ્કિન કાળી પડી જાય છે.

ફુદીનો

કેટલીક મહિલાઓ ચહેરાની સુંદરતા માટે ફૂદીનાની પેસ્ટ બનાવીને લગાવે છે. આ ઋતુમાં તેનો ઉપયોગ ન કરે જેથી ચહેરા પર ખીલ થઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp