શું છે સ્લીપ ઓર્ગેઝમ અને એ મહિલાઓમાં કેમ થાય છે, જાણો કારણ

PC: PSLove.com

ભલે તમને સાંભળવામાં થોડુ અજીબ લાગે પરંતુ સ્લીપ ઓર્ગેઝમ એક હકીકત છે. જ્યારે છોકરાઓમાં થાય છે તો તેને વેટ ડ્રીમ્સ અથવા સ્વપ્ન દોષ કહેવાય છે, પરંતુ જ્યારે મહિલાઓ તેનો અનુભવ કરે છે તો તેને સ્લીપ ઓર્ગેઝમ કહેવાય છે. હવે તમે વિચારી રહ્યા હશો કે આખરે આ શુ છે? તો અમે તમને જણાવી દઇએ કે સ્લીપ ઓર્ગેઝમ તે સ્થિતિ છે જ્યારે કોઇ વ્યક્તિ ઉંઘમાં ક્લાઇમેક્સનો અનુભવ કરે અને એ જ વખતે તે વ્યક્તિની આંખ ખુલી જાય છે. જો કે આ સ્થિતિ પ્યૂબર્ટી થી પસાર થઇ રહેલ છોકરા અને છોકરીઓમાં વધારે જોવા મળે છે અથવા તો પછી તમે કેટલીક વાર કેટલીક ક્ષણોમાં તે વખતે તમે સેક્સુઅલ અક્ટિવ નથી રહેતા.

સેક્સુઅલ ફિઝિકલ ઓર્ગેજમ જ છે સ્લીપ ઓર્ગેજમ

એક સવાલ એ પણ છે કે શુ સ્લીપ ઓર્ગેઝમ સાચુ હોય છે? એક્સપર્ટની માનીએ તો સ્લીપ ઓર્ગેજમ ખરેખર ફિઝિકલ ઓર્ગેજમ જ હોય છે. તમને જાણીને નવાઇ લાગશે કે તેને અનુભવ કરવાવાળા લોકો ઉંઘ માંથી જાગ્યા બાદ પણ તે ઇરોટિક સપનાને સારી રીતે યાદ કરી શકે છે. જો કે મહિલાઓ પાસે તેમના સ્લીપ ઓર્ગેજમનો કોઇ પુરાવો નથી હોતો એમના માટે આ અનુભવને ફિલ કરવુ થોડુ કન્ફ્યુઝીંગ થઇ શકે છે. જો એ તમારી સાથે થયુ છે તો તમે સારી રીતે જાણી શકશો કે તે ફીલિંગ શુ હતી. તે ફક્ત એક સપનુ હતુ કે પછી તમે ખરેખર ક્લાઇમેક્સ ફિલ કર્યુ.

આ દરમિયાન શરીરમાં થાય છે ફિઝિયોલોજિકલ બદલાવ

સેક્સ રિસર્ચ નામના જર્નલમાં પ્રકાશિત 1986 ની સ્ટડીના પરિણામ જણાવે છે કે લગભગ 37 ટકા મહિલાઓ એવી છે જે પોતાની લાઇફમાં ઓછામાં ઓછુ એક વાર સ્લીપ ઓર્ગેજમનો અનુભવ જરુર કરે છે. 1983માં અનુસંધાનકર્તાએ કેટલીક એવી મહિલાઓની તપાસ કરી જેને ઉંઘમાં ઓર્ગેજમ ફિલ કર્યુ. રિસર્ચ કરવાવાળાએ જાણ્યુ કે એ મહિલાઓના શરીરમાં કેટલાક ફિઝિયોલોઝિકલ બદલાવ નજર આવ્યા. ઉદાહરણ માટે એ મહિલાઓનુ હાર્ટ રેટ 50 થી વધીને 100 બીટ્સ પ્રતિ મિનિટ થઇ ગયુ અને તેની શ્વાસ લેવાની ગતી પણ 12 થી વધીને 22 મિનિટ થઇ ગઇ. સાથે જ વજાઇના બ્લડ ફ્લોમાં પણ વધારો થતો દેખાયો.

આ વિષય પર ખૂબ વધારે રિસર્ચ નથી થયુ

તમને જાણીને હેરાની થશે કે એવી ઘણી મહિલાઓ છે જે હકીકતમાં ઓર્ગેજમ ફિલ નથી કરી શકતી પરંતુ ઉંઘમાં ઓર્ગેજમ મેળવી લે છે. એવુ એટલા માટે થાય છે કારણકે એ મહિલાઓ માટે ઓર્ગેજમ દરમિયાન શારીરિક ઉત્તેજનાની સાથે સાથે માનસિક ઉત્તેજનાનો ઉમેરો થવો પણ જરુરી છે. આ ટોપીક પર ખૂબ વધારે રિસર્ચ નથી થઇ શક્યુ, કારણકે સ્લીપ ઓર્ગેજમ કોઇ એવો વિષય નથી જેની તપાસ લેબમાં સરળતાથી કરી શકાય છે. જે કોઇએ પણ એનો અનુભવ કર્યો છે તે જાણે છે કે સ્લીપ ઓર્ગેજમ પુરી રીતે અપ્રત્યાશિત હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp