જમ્મુ-કાશ્મીર મુદ્દે જાણો ચીને પાકિસ્તાનને શું કહ્યું

PC: financialexpress.com

કાશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાનમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ચીને શાંતિની અપીલ કરી છે. ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે મુકાલાક દરમિયાન ચીની વિદેશ મંત્રી વાંગ યીએ કહ્યું કે, કોઈપણ દ્વિપક્ષીય મતભેદ વિવાદનું કારણ ન બનવું જોઈએ. ચીને કહ્યું કે, ભારત અને પાકની વચ્ચે ચાલી રહેલા તણાવ પર તે ઝીણવટભરી નજર રાખી રહ્યું છે. આ સાથે જ ચીને ભારત પાસે આ મામલે સકારાત્મક પ્રયાસ કરવાની પણ આશા વ્યક્ત કરી છે.

ચીનનું આ નિવેદન એક પ્રકારે પાક માટે ઝટકા સમાન છે. કાશ્મીર મુદ્દાના લઈને હાલમાં જ પાકના વિદેશ મંત્રી શાહ મેહમૂદ કુરેશી ચીનના પ્રવાસે ગયા હતા. કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવાયા બાદ પાકિસ્તાનને ચીન તરફથી કોઈ કડક નિવેદન કે પછી દખલની આશા હતી, પરંતુ ચીને દ્વિપક્ષીય મામલાને શાંતિથી હલ કરવાની વાત કહીને દૂરી બનાવવાનો પ્રયત્ન કર્યો છે.

પોતાના પ્રવાસ પર વિદેશ મંત્રી એસ. જયશંકરે ચીની વિદેશ મંત્રી વાંગ યી ઉપરાંત ઉપરાષ્ટ્રપતિ વાંગ કિશાન સાથે પણ મીટિંગ કરી હતી. ત્યારબાદ બંને દેશો વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની વાચતીચ પણ થઈ. લાંબા સમય સુધી ચીનમાં રાજદૂત રહેલા એસ. જયશંકરનું સ્વાગત કરતા વાંગ યીએ કહ્યું કે, ભારત અને ચીનના ક્ષેત્રીય શાંતિ અને સ્થિરતામાં મહત્ત્વનું યોગદાન હોવું જોઈએ. તેમણે વધુમાં કહ્યું હતું કે, ભારત અને પાકિસ્તાનની વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે અમારી તેના પર નજર છે. આશા છે કે, ભારત પણ શાંતિ અને સ્થિરતાને ધ્યાનમાં રાખીને સકારાત્મક પગલાં લેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp