ભારતીય સૈન્યમાંથી થઈ શકે છે 27000 હજાર સૈનિકોની છટણી

PC: http://ddnews.gov.in/

સૂત્રો દ્વારા એવી ખબર મળી રહી છે કે ઈન્ડિયન આર્મી 27000 સૈનિકોની છટણી કરવાનું વિચારી રહી છે. જે સૈનિકોની છટણી કરવામાં આવશે તેઓ રેગ્યુલર ફિલ્ડ ફોર્મેશન અને લશ્કરના યુનિટનો હિસ્સો નથી. આ સૈનિકો માત્ર સંગઠનના સ્તરે જ કામ કરે છે અને જો આ સૈનિકોની છટણી થશે તો સૈન્યની 1600 કરોડ રૂપિયાની બચત થશે.

તમને જણાવી દઈકે હાલમાં સૈન્યમાં સાડાબાર લાખથી વધુ સૈનિકો અને અધિકારીઓ કાર્યરત છે. પરંતુ હવે એવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કે સૈન્યનું મેનેજમેન્ટ સરખી રીતે થાય અને સૈન્ય વધુ મજબૂત બની એ માટે બજેટ વધારવામાં આવે. અને જો આ રીતે સંગઠન સ્તરના હજારો સૈનિકોને રૂખસદ અપાય તો સૈન્યના વિકાસમાં વધુ પૈસા વાપરી શકાય છે.

હાલમાં મિલિટ્રી એન્જિનિયર સર્વિસ, નેશનલ કેડેટ ફોર્સ, બોર્ડર રોડ્સ ઓર્ગેનાઈઝેશન અને ટેરિટોરિયલ આર્મી જેવા અનેક યુનિટ્સ છે, જેમાં પોણા બે લાખ સૈનિકો કાર્યરત છે. આ સૈનિકો સ્ટેન્ડિંગ આર્મીનો હિસ્સો નથી અને તેઓ બીજી નોન કોર એક્ટિવિટિઝ સાથે સંકળાયેલા છે.

સૈન્યના ઉચ્ચઅધિકારીઓ હાલમાં એ યુનિટ્સના સૈનિકોની છટણી કરવાનું વિચારી રહ્યા છે અને આ અંગેનો એક રિપોર્ટ સંરક્ષણ મંત્રલયમાં મોકલી પણ અપાયો છે. કહેવાઈ તો એમ પણ રહ્યું છે આવનારા પાંચ-છ વર્ષોમાં આવા યુનિટ્સમાંથી દોઢેક લાખ જેટલા સૈનિકોને સેવામુક્ત કરવાનો સૈન્યનો વિચાર છે, જેથી છથી સાત કરોડ રૂપિયાની વાર્ષિક બચત કરી શકાશે અને એ પૈસાનો સૈન્યને વધુ મજબૂત કરવામાં કરી શકાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp