હવે માણસોના મગજને વાંચશે ChatGPTના બોસ, સર્જરીની જરૂર નથી

ChatGPT નિર્માતા OpenAIના બોસ સેમ ઓલ્ટમેન હવે નવા પ્રોજેક્ટ્સ પર કામ શરુ કરી રહ્યા છે. તેઓ પોતાનું ધ્યાન હવે મર્જ લેબ્સ પર કેન્દ્રિત કરી રહ્યા છે, જેનો હેતુ એક એવી મગજ કમ્પ્યુટર ચિપ વિકસાવવાનો છે, જે માણસના મગજને વાંચવાનું કામ કરશે, જેના માટે સર્જરી કરવાની જરૂર નહીં પડે. હાલમાં, એલોન મસ્કના ન્યુરાલિંક સ્ટાર્ટઅપ દ્વારા મગજ ચિપનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે. તે ખોપરીનું ઓપરેશન કરીને તેમાં મગજ ચિપને ઇમ્પ્લાન્ટ કરે છે.

ChatGPT નિર્માતા OpenAIના CEO સેમ ઓલ્ટમેન હવે મગજ નામના નવા પ્રોજેક્ટ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. અહેવાલો અનુસાર, OpenAI હવે મર્જ લેબ્સ પર કામ કરી રહ્યું છે, જે મગજ કમ્પ્યુટર ઇન્ટરફેસ (BCI) હશે. આ સિસ્ટમ મગજમાંથી સિગ્નલો અને અવાજ મેળવશે. અત્રે ઉલ્લેખનીય છે કે તેના માટે સર્જરી કરવાની જરૂર નથી.

PpenAI-Mind-Reading-2

સેમ ઓલ્ટમેનનો આ આગામી પ્રોજેક્ટ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ, એલોન મસ્કની ન્યુરાલિંક કંપની સાથે સીઘી સ્પર્ધા કરશે. ન્યુરાલિંક પણ માનવ મગજમાં BCI ચિપ્સ ઇમ્પ્લાન્ટ કરે છે. આ માટે તે તેનું પહેલું સફળ પરીક્ષણ પણ કરી ચૂક્યું છે, જેનાથી વપરાશકર્તાઓ મગજના તરંગો અને ધ્વનિનો ઉપયોગ કરીને કમ્પ્યુટર કર્સર ચલાવી શકે છે.

જ્યારે ન્યુરાલિંકના BCI ચિપ ઇમ્પ્લાન્ટેશન માટે માથાના ઓપરેશનની જરૂર પડે છે, જેના પછી મગજમાં ચિપસેટ ઇમ્પ્લાન્ટ કરવામાં આવે છે, ત્યારે સેમ ઓલ્ટમેન કહે છે કે, તેમના પ્રોજેક્ટમાં સર્જિકલ રીતે ખોપરીને ખોલવાની જરૂર રહેશે નહીં.

PpenAI-Mind-Reading-3

મીડિયા સૂત્રોના અહેવાલો અનુસાર, સેમ ઓલ્ટમેન મર્જ લેબ્સ માટે એક મોટી અને શક્તિશાળી ટીમ ભાડે રાખી રહ્યા છે. આમાં પ્રખ્યાત મોલેક્યુલર વૈજ્ઞાનિક મિખાઇલ શિપારોનો સમાવેશ થાય છે. જો કે, આ વ્યક્તિનું પદ કયું હશે તે અંગે સ્થિતિ હજુ સ્પષ્ટ નથી.

ન્યુરાલિંકની BCI મગજ ચિપ એવા લોકો માટે બનાવવામાં આવી છે, જેઓ લકવાગ્રસ્ત છે. નોલાન આર્બો એવા પ્રથમ વ્યક્તિ છે, જેમના મગજમાં ન્યુરાલિંક ચિપસેટ સફળતાપૂર્વક ઇમ્પ્લાન્ટ કરવામાં આવ્યું છે. તે લકવાગ્રસ્ત છે અને ગરદન નીચે તેઓ પોતાના શરીરને નિયંત્રિત કરવામાં અસમર્થ છે. આવી સ્થિતિમાં ન્યુરાલિંકની મગજ ચિપ તેના માટે અતિ ઉપયોગી સાબિત થઈ છે. તે હવે સ્વસ્થ છે અને મગજ ચિપની મદદથી કમ્પ્યુટર અને લેપટોપ ચલાવવા સક્ષમ છે.

About The Author

Related Posts

Top News

સ્મૃતિ મંધાનાએ પલાશ સાથે લગ્ન કેન્સલ કરી નાખ્યા, પોસ્ટ કરીને કહી દિલની વાત

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઉપ-કપ્તાન (vice-captain) સ્મૃતિ મંધાનાએ (Smriti Mandhana) રવિવારે એક જાહેર નિવેદન બહાર પાડીને સંગીતકાર પલાશ...
Sports 
સ્મૃતિ મંધાનાએ પલાશ સાથે લગ્ન કેન્સલ કરી નાખ્યા, પોસ્ટ કરીને કહી દિલની વાત

કિંજલ દવેએ કરી ધ્રુવિન શાહ સાથે સગાઈ, જાણો કોણ છે કિંજલનો મંગેતર

ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવેએ 6 ડિસેમ્બર 2025ના રોજ એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સગાઈ કરી લીધી છે. કિંજલ...
Entertainment 
કિંજલ દવેએ કરી ધ્રુવિન શાહ સાથે સગાઈ, જાણો કોણ છે કિંજલનો મંગેતર

‘ઓફિસ બાદ બોસનો ફોન ન ઉપાડવાનો હક’, લોકસભામાં રજૂ થયું રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ

એક તરફ દેશમાં 70 કલાક કામ કરવાને લઈને બહેસ ચાલી રહી છે. કેટલાક લોકો તેના પક્ષમાં છે, જ્યારે Gen-Z ...
National 
‘ઓફિસ બાદ બોસનો ફોન ન ઉપાડવાનો હક’, લોકસભામાં રજૂ થયું રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ

કંગના રણૌતે કેમ કહ્યું- રાહુલ ગાંધીએ ભાજપમાં આવી જવું જોઇએ

રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ભારતની મુલાકાતે આવે તે પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક નિવેદન આપ્યુ હતુ કે, સરકાર વિદેશી...
National 
કંગના રણૌતે કેમ કહ્યું- રાહુલ ગાંધીએ ભાજપમાં આવી જવું જોઇએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.