એક ચાર્જમાં 200Km રેન્જ, 20 મિનિટમાં ચાર્જ! 8 વર્ષની વોરંટી અને કિંમત...

ચેન્નાઈ સ્થિત ઇલેક્ટ્રિક સ્ટાર્ટઅપ Raptee.HVએ આજે સત્તાવાર રીતે સ્થાનિક બજારમાં વેચાણ માટે તેની પ્રથમ હાઇ-વોલ્ટેજ ઇલેક્ટ્રિક મોટરસાઇકલ લોન્ચ કરી છે. સ્ટાર્ટઅપનું કહેવું છે કે, આ ઈલેક્ટ્રિક બાઇકની ડિઝાઈનમાં દુનિયાભરમાં ઈલેક્ટ્રિક કાર માટે જે ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કંપની એવું પણ માને છે કે, આ બાઇક મોટરસાઇકલ માર્કેટમાં 250-300 cc ICE (પેટ્રોલ) બાઇક સાથે સ્પર્ધા કરવા સક્ષમ છે.

Raptee.HVને કંપનીએ રૂ. 2.39 લાખ (એક્સ-શોરૂમ)ની પ્રારંભિક કિંમતે લોન્ચ કરી છે. ગ્રાહકો તેને સફેદ, લાલ, ગ્રે અને કાળો સહિત ચાર વિવિધ રંગોમાં પસંદ કરી શકે છે. તમામ કલર વેરિઅન્ટની કિંમત એક સરખી છે. કંપનીએ તેનું ઓફિશિયલ બુકિંગ શરૂ કરી દીધું છે, જેને ઓફિશિયલ વેબસાઈટ દ્વારા રૂ. 1,000માં બુક કરાવી શકાય છે. કંપની આવતા વર્ષે જાન્યુઆરીથી પ્રથમ તબક્કાની ડિલિવરી શરૂ કરશે, જેમાં બાઇકની ડિલિવરી બેંગલુરુ અને ચેન્નાઈમાં કરવામાં આવશે. આ પછી, તેને 10 અન્ય શહેરોમાં પણ લોન્ચ કરવાની યોજના છે.

હાઇ-વોલ્ટેજ (HV) ટેક્નોલોજીથી સજ્જ આ બાઇક દેશનું પ્રથમ મોડલ છે, જે યુનિવર્સલ ચાર્જિંગ સિસ્ટમ સાથે આવે છે. જેનો ઉપયોગ ઇલેક્ટ્રિક કારમાં થાય છે. આ બાઇક ઓનબોર્ડ ચાર્જર સાથે આવે છે, જે સમગ્ર દેશમાં CCS2 કાર ચાર્જિંગ સ્ટેશનો પર પણ ઉપલબ્ધ છે. કંપનીનું કહેવું છે કે હાલમાં તેમની સંખ્યા 13,500 યુનિટ છે અને આવનારા સમયમાં તે બમણી થઈ જશે.

દેખાવ અને ડિઝાઇનની દ્રષ્ટિએ તે સ્પોર્ટ્સ બાઇક જેવી જ છે. મોટાભાગની બાઇક કવર કરવામાં આવી છે અને સ્ટાઇલિશ LED હેડલાઇટ સાથે, તેમાં ટચસ્ક્રીન ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર છે. જેમાં બાઇકની સ્પીડ, બેટરી હેલ્થ, ટાઇમ, સ્ટેન્ડ, બ્લૂટૂથ કનેક્ટિવિટી, GPS નેવિગેશન જેવી માહિતી ઉપલબ્ધ છે. આ બાઇક, જે સ્પ્લિટ સીટ સાથે આવે છે, તેના પાછળના ભાગમાં ગ્રેબ હેન્ડલ્સ પણ છે, જે તમને TVS અપાચેની યાદ અપાવી શકે છે.

આ મોટરસાઇકલમાં કંપનીએ 5.4kWh ક્ષમતાની 240 વોલ્ટની બેટરી આપી છે. જે એક જ ચાર્જમાં 200 Kmની IDC પ્રમાણિત રેન્જ સાથે આવે છે. કંપનીનો દાવો છે કે, વાસ્તવિક દુનિયામાં આ બાઇક ફુલ ચાર્જ પર ઓછામાં ઓછી 150 Kmની રેન્જ આપવામાં સક્ષમ છે. આ બાઇકની ઇલેક્ટ્રિક મોટર 22kWની પીક પાવર જનરેટ કરે છે, જે 30 BHP પાવર અને 70 ન્યૂટન મીટર ટોર્કની સમકક્ષ છે.

આ બાઇક પિક-અપના મામલે પણ શાનદાર છે. Raptee.HV માત્ર 3.6 સેકન્ડમાં 0 થી 60 Km પ્રતિ કલાકની ઝડપે ઝડપી શકે છે. તેની ટોપ સ્પીડ 135 Km પ્રતિ કલાક છે. આ બાઇકમાં ત્રણ અલગ-અલગ રાઇડિંગ મોડ છે, જેમાં કમ્ફર્ટ, પાવર અને સ્પ્રિન્ટનો સમાવેશ થાય છે. જેને યુઝર પોતાની રાઈડિંગ કંડીશન પ્રમાણે બદલી શકે છે.

Raptee.HV સાથે કંપની તમામ પ્રકારના ચાર્જિંગ વિકલ્પો ઓફર કરી રહી છે. તેને સામાન્ય ઘરગથ્થુ સોકેટ સાથે જોડીને ચાર્જ કરી શકાય છે. આ સિવાય તેની બેટરીને ચાર્જિંગ સ્ટેશન પર ફાસ્ટ ચાર્જરની મદદથી પણ ચાર્જ કરી શકાય છે. કંપનીનો દાવો છે કે આ ઈલેક્ટ્રિક મોટરસાઈકલની બેટરી માત્ર 40 મિનિટમાં 20 ટકાથી 80 ટકા સુધી ચાર્જ થઈ શકે છે. આ સિવાય ફાસ્ટ ચાર્જરથી બેટરી માત્ર 20 મિનિટમાં એટલી ચાર્જ થઈ શકે છે કે તમને ઓછામાં ઓછી 50 Kmની રેન્જ મળશે. ઈન-હાઉસ ચાર્જરથી તેની બેટરી 1 કલાકમાં 80 ટકા સુધી ચાર્જ થઈ શકે છે.

કંપનીએ આ બાઇકને મજબૂત ફ્રેમ પર બનાવી છે. તેમાં રેડિયલ ટ્યૂબલેસ ટાયરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે હાઈ સ્પીડમાં પણ આરામદાયક અને સુરક્ષિત રાઈડ માટે તૈયાર કરવામાં આવ્યા છે. તેમાં આગળના ભાગમાં 320 mm ડિસ્ક બ્રેક અને પાછળના ભાગમાં 230 mm ડિસ્ક બ્રેક છે. જે ડ્યુઅલ-ચેનલ એન્ટી-લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS)થી સજ્જ છે. આ સિવાય બાઇકના આગળના ભાગમાં 37 mm અપ-સાઇડ ડાઉન (USD) ફોર્ક સસ્પેન્શન આપવામાં આવ્યું છે અને પાછળના ભાગમાં મોનોશોક સસ્પેન્શન આપવામાં આવ્યું છે.

કંપનીએ Raptee.HVમાં IP67 રેટેડ બેટરી પેકનો ઉપયોગ કર્યો છે. જે તેને ધૂળ, સૂર્યપ્રકાશ અને પાણીથી સંપૂર્ણપણે સુરક્ષિત રાખે છે. કંપની આ બાઇકની બેટરી પર 8 વર્ષ અથવા 80,000 Km સુધીની વોરંટી આપી રહી છે. તેમાં અદ્યતન સોફ્ટવેર ફીચર્સ આપવામાં આવ્યા છે, જે સવારીનો અનુભવ સુધારવામાં મદદ કરે છે. તેમાં ઇન-હાઉસ વિકસિત ઇલેક્ટ્રોનિક્સ અને કસ્ટમ બિલ્ટ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે ઓટોમોટિવ-ગ્રેડ લિનક્સ પ્લેટફોર્મ પર આધારિત છે.

Raptee.HVએ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર સ્પેસમાં એક નવું નામ છે અને કંપની દ્વારા રજૂ કરાયેલ પ્રથમ ઇલેક્ટ્રિક બાઇક છે. આ ઇલેક્ટ્રિક મોટરસાઇકલ સ્ટાર્ટઅપ દિનેશ અર્જુન દ્વારા 2019માં શરૂ કરવામાં આવ્યું હતું, જેઓ સહ-સ્થાપક અને CEO છે. આ સ્ટાર્ટઅપ શરૂ કરતા પહેલા અર્જુને વિશ્વની પ્રખ્યાત ઇલેક્ટ્રિક કાર ઉત્પાદક ટેસ્લા સાથે પણ કામ કર્યું હતું.

About The Author

Top News

ગોવામાં આગ લાગવાની ઘટના પર પ્રત્યક્ષદર્શીઓનું નિવેદન; 'ક્લબ મેનેજમેન્ટે ફટાકડા ફોડ્યા અને પછી...'

ઉત્તર ગોવાના અરપોરામાં એક નાઈટક્લબમાં લાગેલી ભીષણ આગમાં 25 લોકોના મોત થયા હતા. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ...
National 
ગોવામાં આગ લાગવાની ઘટના પર પ્રત્યક્ષદર્શીઓનું નિવેદન; 'ક્લબ મેનેજમેન્ટે ફટાકડા ફોડ્યા અને પછી...'

અમિત શાહે કેમ કહ્યું- બહેનોએ જે કર્યું છે તે એક કોર્પોરેટ કંપનીને કરવુ હોય તો તેમને પરસેવો વળી જાય

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 3 દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને શનિવારે તેમણે બનાસ ડેરીમાં કેટલાક ઉદઘાટન પણ કર્યા....
Gujarat 
અમિત શાહે કેમ કહ્યું- બહેનોએ જે કર્યું છે તે એક કોર્પોરેટ કંપનીને કરવુ હોય તો તેમને પરસેવો વળી જાય

શું ગોપાલને જૂતું ફેંકાયું એટલે કેજરીવાલ ગુજરાત દોડી આવ્યા?

જામનગરના ટાઉન હોલમાં એક સભામાં કોંગ્રેસના કાર્યકર છત્રપાલ સિંહ જાડેજાએ જૂતુ મારવાની ઘટનાને કારણે આમ આદમી પાર્ટી એકદમ જોરમાં આવી...
Politics 
શું ગોપાલને જૂતું ફેંકાયું એટલે કેજરીવાલ ગુજરાત દોડી આવ્યા?

‘પુતિન આવ્યા, રશિયાના સૌથી અમીર વ્યક્તિની સહી કરાવી અને બબાલ ખતમ..’, ઈન્ડિગો સંકટ વચ્ચે પુતિનનો 16 વર્ષ જૂનો વીડિયો વાયરલ

બરાબર એજ સમયે ભારતના ઘણા શહેરોમાં ઇન્ડિગોની અવ્યવસ્થા અને 1000થી વધુ ફ્લાઇટ્સ રદ થવાને કારણે હાહાકાર મચી ગયો હતો,...
World 
‘પુતિન આવ્યા, રશિયાના સૌથી અમીર વ્યક્તિની સહી કરાવી અને બબાલ ખતમ..’, ઈન્ડિગો સંકટ વચ્ચે પુતિનનો 16 વર્ષ જૂનો વીડિયો વાયરલ
Copyright (c) Khabarchhe All Rights Reserved.