કોંગ્રેસ કે BJP, રાજસ્થાનમાં કોની બનશે સરકાર? સરવેના આંકડામાં થયો મોટો બદલાવ

રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ABPએ C વોટર સાથે મળીને મોટો ઑપિનિયન પોલ કર્યો છે. રાજસ્થાન ચૂંટણીમાં કઈ મોટી પાર્ટી બનીને ઉભરાશે અને કોણ સત્તાની ખુરશી મેળવશે, તેને લઈને કરવામાં આવેલા સર્વેના હેરાન કરનારા પરિણામ સામે આવ્યા છે. સર્વે મુજબ, ભારતીય જનતા પાર્ટી (BJP) રાજસ્થાનમાં ફરી એક વખત જીતનો સ્વાદ ચાખશે અને કોંગ્રેસને 78-88 સીટો પર સંતોષ કરવો પડી શકે છે એટલે કે વર્ષ 2023ની ચૂંટણીમાં કોંગ્રેસને વિપક્ષમાં બેસવું પડી શકે છે.

રાજસ્થાનમાં વિધાનસભાની કુલ 200 સીટો છે. સર્વે મુજબ વિપક્ષી ભારતીય જનતા પાર્ટીને સત્તાનું સુખ ભોગવવાનો અવસર મળી શકે છે. તેને અહી 109-119 સીટો મળી શકે છે, જ્યારે કોંગ્રેસને 78-88 વચ્ચે સીટો મળશે. અન્ય પાર્ટીઓને 105 સીટો મળી શકે છે. ઉલ્લેખનીય છે કે, ભાજપે ગત ચૂંટણીમાં બધી 200 સીટો પર ઉમેદવાર ઉતાર્યા હતા, પરંતુ તે બહુમતનો આંકડો સ્પર્શી શકી નહોતી, જ્યારે કોંગ્રેસને 100 કરતા વધુ સીટો મળી હતી.

વોટ શેર:

ચૂંટણીમાં વોટિંગ ટકાવારીની વાત કરીએ તો અહીં પણ વિપક્ષી પાર્ટી ભાજપ બાજી મારતી નજરે પડી રહી છે. ભાજપને 46 ટકા વોટ મળી શકે છે, જ્યારે કોંગ્રેસનો વોટ શેર 41 રકા રહેવાનું અનુમાન છે, તો 13 ટકા વોટ અન્ય પાર્ટીઓમાં જતા દેખાઈ રહ્યા છે  ABP ન્યૂઝ માટે C વૉટરે રાજસ્થાન ચૂંટણીનું સૌથી મોટું ઑપિનિયન કર્યું છે. આ સર્વેમાં 14 હજાર 85 લોકો સાથે વાત કરવામાં આવી. તેની સાથે જ રાજસ્થાનની રાજનીતિના હાલના મુદ્દાઓ પર તત્કાલીન સર્વે પણ કરવામાં આવ્યો છે, જેમાં 1 હજાર 885 લોકોના મંતવ્યો લેવામાં આવ્યા છે. સર્વે 25 જુલાઇ સુધી કરવામાં આવ્યો છે. તેમાં માર્જિન ઓફ એરર પ્લસ માઇનસ 3 થી પ્લાન્સ મૈયાનસ 5 ટકા છે.

હવે સર્વેમાં ભાજપને સત્તાનું સુખ મળતું તો દેખાઈ રહ્યું છે, પરંતુ છેલ્લા ઘણા મહિનાઓથી રાજસ્થાનમાં ભાજપના મુખ્યમંત્રીના ચહેરાને લઈને ચોતરફ ચર્ચા થઈ રહી છે. હવે જ્યારે મુખ્યમંત્રી ચહેરાને લઈને બધાની નજરો સીકરમાં વડાપ્રધાનની સભા પર હતી તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક મોટો સંકેત આપ્યા છે. તેમણે કોઈનું નામ લીધા વિનાઆ મોટી વાત કહી દીધી. તેમણે પોતાના ભાષણમાં ઘણા નેતાઓનું નામ લીધું. પૂર્વ મુખ્યમંત્રી ભૈરો સિંહ શેખાવત, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું નામ લીધું, પરંતુ પૂર્વ મુખ્યમંત્રીના કાર્યોની ચર્ચા ન કરી નથી.

શેખાવટીમાં ગત ચૂંટણીમાં ભાજપને સૌથી મોટું નુકસાન થયું છે. આ વાતની ચિંતા ભાજપને પણ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ. એટલે શેખાવટીમાં તેમણે ત્યાં, મજબૂત નેતાઓની ચર્ચા કરી, પરંતુ પહેલી વખત ભાજપ સરકારના કામની ચર્ચા ન કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યો. તેમણે કહ્યું કે, આ વખત રાજસ્થાનમાં પડખું પણ બદલાશે અને રાજસ્થાનનું નસીબ પણ. કમળના ફૂલની ચર્ચા કરી, પરંતુ કોઈ નેતાનું નામ ન લીધું, જ્યારે કેટલાક નેતાઓને આશા હતી કે કેટલાક સંકેત મળી શકે છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -14-11-2025 વાર- શુક્રવાર મેષ - પ્રિયજનથી મુલાકાત થાય, સમાજમાં નામ પ્રતિષ્ઠા વધે, બાળકોની બાબતમાં ધ્યાન આપી શકો. વૃષભ -...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

જૂનાગઢની કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થિની રણચંડી બની, બેકાર ભોજન અને ગંદગી સામે અવાજ ઉઠાવ્યો

પાણી અને તેલમાં તરતા બટેકાનું શાક, એમાં પણ અંદર જીવાત અને ઇયળો... આવું જ કાંઈ ભોજન ગઈકાલે જૂનાગઢમાં આવેલ...
Gujarat 
જૂનાગઢની કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થિની રણચંડી બની, બેકાર ભોજન અને ગંદગી સામે અવાજ ઉઠાવ્યો

CMનો મંત્રીઓને કડક આદેશ- સોમ-મંગળવારે જનતાને મળો અને રસ્તાઓ...

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના મંત્રીમંડળની વહીવટી કાર્યશૈલીમાં સુધારો લાવવા માટે કડક સૂચનાઓ જારી કરી છે, જેનો મુખ્ય હેતુ શાસનમાં...
Gujarat 
CMનો મંત્રીઓને કડક આદેશ- સોમ-મંગળવારે જનતાને મળો અને રસ્તાઓ...

ભાવનગરના હીરા ઉદ્યોગની દયનીય સ્થિતિ! દિવાળી બાદ 65-70% કારખાના ખૂલ્યા જ નથી

આ વખતે માવઠાએ ખેડૂતોને રડાવ્યા. સાથે જ ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો પણ છીનવાઇ ગયો. જેના કારણે ખેડૂતોની સ્થિતિ દયનીય બની...
Gujarat 
ભાવનગરના હીરા ઉદ્યોગની દયનીય સ્થિતિ! દિવાળી બાદ 65-70% કારખાના ખૂલ્યા જ નથી
Copyright (c) Khabarchhe All Rights Reserved.