- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
તારીખ -25-11-2025
વાર- મંગળવાર
મેષ - નોકરી ધંધામાં ઉન્નતિના યોગ બને છે, ઘરમાં આનંદ રહે, વડીલોના આશીર્વાદ લો.
વૃષભ - કામ ધંધા માટે બહાર કે બહારગામ જવાનું થાય, ભાઈ-બહેનોનો સાથ સહકાર મળી રહે, આજે સુગંધિત પદાર્થોનો વપરાશ કરશો.
મિથુન - આર્થિક દૃષ્ટિએ પ્રગતિનો દિવસ, તમારી ધાર્મિકતામાં આજે વધારો થશે, શિવજીનું ધ્યાન આજે ચોક્કસ કરો.
કર્ક - માનસિક તણાવ અને ચિડિયાપણું તમારા પર હાવી થઈ શકે, તમારા પાર્ટનર ઉપર આજે કામ છોડો, માં લક્ષ્મીનું ધ્યાન આજે કરો.
સિંહ - તમારી બચતમાં આજે વૃદ્ધિ થાય, શારીરિક સ્વસ્થતાનો અહેસાસ થાય, બજરંગબલીનું ધ્યાન કરશો.
કન્યા - તમને આજે તમારી મહેનતનું પરિણામ સારું મળશે, વિદ્યા અભ્યાસમાં પ્રગતિ થાય, આજે વિષ્ણુ ભગવાનનું ધ્યાન અવશ્ય કરો.
તુલા - ઘર પરિવારમાં આનંદ રહે, ધંધા નોકરીમાં નવા કામ મળી રહેશે, આજે તમારી કુળદેવીનું ધ્યાન અવશ્ય કરો.
વૃશ્ચિક - આજના દિવસમાં નવા સાહસ વિશે વિચારી શકો, નવા મિત્રો બનાવી શકશો, આજના દિવસમાં લાલ કલરની પેન તમારી પાસે અવશ્ય રાખો.
ધન - ભાવતા ભોજનનો આનંદ માણી શકશો, તમારી ધર્મ કાર્ય માટે આજે શુભ દિવસ, આજના દિવસે તમે કુળદેવીનું ધ્યાન અવશ્ય કરો.
મકર - પતિ પત્ની ના સંબંધ મજબૂત થાય, તમારા પ્રભાવથી તમારી જગ્યા લોકોમાં બનાવી શકશો.
કુંભ - તમારી બચતમાં વૃદ્ધિ થાય, કોર્ટ કચેરીના કામમાં ધ્યાન આપી શકશો, તમે આજે મિત્રવર્ગની સલાહ અવશ્ય લો.
મીન - આજના દિવસમાં તમારી પ્રતિભા સમાજમાં સુધારવાનો પ્રયાસ કરો, તમારી મહેનતનું આજે ચોક્કસ ફળ મળશે, આજે તમે માં સરસ્વતીનું ધ્યાન અવશ્ય કરો.
દિવ્યાંગ ભટ્ટ. +91 93285 92699

