- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
તારીખ - 13-10-2025
વાર- સોમવાર
મેષ - બહારના કામોમાં વધારે ધ્યાન આપી શકશો, ભાગીદાર સાથે બુદ્ધિમતાથી કામ લેવું, ભાઈ બહેનોની સલાહથી ચાલો.
વૃષભ - તમારા પ્રભાવથી આજે ધારેલું કામ પાર પડે, શત્રુઓની પીછે હઠ થાય, કોઈને પણ ખોટા વાયદા આપવા નહીં.
મિથુન - આજે તમે બધી બાજુથી પ્રગતિ કરી શકશો, ભાગીદારીમાં નવા કામ શરૂ થાય, નવું કામ આજે શરૂ કરી શકો.
કર્ક - શારીરિક સ્વસ્થતામાં વૃદ્ધિ થાય, ખર્ચાઓ પર કાબુ રાખવો જરૂરી, આજે શિવજીનું ધ્યાન અવશ્ય કરો.
સિંહ - આર્થિક લાભો માટે પ્રયાસો વધારો, બાળકો સંબંધી બાબતોમાં પ્રગતિનો દિવસ, આજે સામાજિક કાર્યોથી દૂર રહો.
કન્યા - નોકરી ધંધામાં ભરપૂર મહેનતનો દિવસ, ઘર પરિવારમાં આનંદ રહે, આજે ઉપરી વર્ગની મદદ જરૂર લો.
તુલા - આજે લાંબી મુસાફરી ટાળવી, ભાઈ બહેનો સાથે સંબંધ સુધરે, કોઈપણ કામમાં અરુચિ ન લાવો આજે.
વૃશ્ચિક - તમારા ધનમાં આજે વૃદ્ધિ થશે, આરોગ્ય સાચવવું, આજે પાણી વધારે માત્રામાં પીવો.
ધન - તમારી જાત પર આજે વધારે ધ્યાન આપો, બાળકો પાછળ ખર્ચ વધે, પતિ કે પત્નીની સલાહ આજે અવશ્ય લો.
મકર - નોકરી ધંધામાં શત્રુઓ વિઘ્ન નાખી શકે છે, તમારી બચતમાં વધારો થાય, કોઈ પણ નવું કામ સલાહ વગર શરૂ ન કરો.
કુંભ - વિદ્યા અભ્યાસ માટે પ્રગતિનો દિવસ, સામાજિક કામોમાં ખર્ચ થાય, ગુરુજનોની સલાહ અવશ્ય લો.
મીન - નોકરી ધંધા માટે પ્રગતિનો દિવસ, આરોગ્યની બાબતોમાં વધારે ધ્યાન આપો, આજે રાધા કૃષ્ણાની ભક્તિ અવશ્ય કરો. દિવ્યાંગ ભટ્ટ. +91 93285 92699

