- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
તારીખ 03-11-2025
વાર- સોમવાર
મેષ - તમારી તબિયતની ખાસ કાળજી લેવી, તમારા શત્રુઓ તમારા પર હાવી થઈ શકે છે સાવચેતી રાખવી, આજે માં કુળદેવીના મંત્રનો જાપ અવશ્ય કરો.
વૃષભ - આજે બાળકો સાથે સંયમ પૂર્વક કામ લેવું, તમારી આવકમાં વૃદ્ધિ થાય, આજે માતાજીની કૃપા મેળવવા સફેદ પુષ્પ અર્પણ કરો.
મિથુન - આજે તમે કામ ધંધામાં પૂરતુ ધ્યાન આપો, ઘરમાં કોઈપણ પરિવર્તન લાવતા પહેલા વિચારજો, આજે માતાજીને સુગંધિત વસ્તુ અર્પણ કરો, સુખ સંપતિમાં વધારો થશે.
કર્ક - આજે હરવા ફરવામાં આનંદ રહે, કોઈથી પણ વિવાદ ટાળો, આજે માતાજીનું ધ્યાન કરતા મીઠાઈ અર્પણ કરો, ધનમાં વૃદ્ધિના યોગ બનશે.
સિહ - તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનાવો, વાણી પર નિયંત્રણ રાખવુ જરૂરી, આજે માતાજીના મંદિરે અવશ્ય જવું, તમારા બળમાં વધારો થશે.
કન્યા - આજના દિવસે માનસિક શાંતિમાં વધારો થાય તે કામો પર ધ્યાન આપો, સંબંધોને મજબૂત બનાવો, આજે માતાજીને દીપ અર્પણ કરો તમારી પ્રસિદ્ધિમાં વધારો થશે.
તુલા - તમારા ખર્ચાઓ પર કાબુ રાખવો, કોર્ટ કચેરીના કામમાં સાવધાની રાખવી, મહાકાળી માતાના મંત્રના જાપ કરો.
વૃશ્ચિક - સંતાન બાબતે ધીરજ રાખી કામ લેવું, કરેલા કર્મના લાભ લેવામાં વિલંભ થાય, આજે તમારી કુળદેવીનું સ્મરણ નિરંતર કરવું, ધારેલા ફળની પ્રાપ્તિ થશે.
ધન - ધંધા નોકરીમાં કામમાં વધારો થશે, ઘર પરિવારમાં આનંદ રહે, માતાજીને લીલી વસ્તુ અર્પણ કરવાથી માનસિક શાંતિ મળશે.
મકર - કોઈપણ સાહસ સાચવીને કરવું, હરવા ફરવામાં આજે આનંદ રહેશે, આજે માતાજીને દર્શન કરવા અવશ્ય જવું.
કુંભ - બહાર કે તીખા તળેલા આહારથી દૂર રહો, ધનમાં હાનિના યોગ છે, માતાજીને આજે મીઠી વસ્તુ અર્પણ કરો.
મીન - કોઈને પણ વાત વિચારીને કરવી, સંબંધો સુધારવા મહેનત કરવી, આજે માંની સેવામાં ધૂપ દીપ અવશ્ય કરો. દિવ્યાંગ ભટ્ટ. +91 93285 92699

