- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
તારીખ -30-10-2025
વાર - ગુરુવાર
મેષ - નોકરી ધંધાની બાબતોમાં વધારે ધ્યાન આપો, નિરાશાઓથી દૂર રહો, પરિવારના સભ્યોની સલાહ લો.
વૃષભ - આજે કોઈપણ સાહસ વિચારીને કરવાથી સફળતા મળે, ભાઈ બહેનના સંબંધો મજબૂત બને, આર્થિક લાભોમાં વૃદ્ધિ થાય.
મિથુન - ઘરમાં આનંદનું વાતાવરણ રહે, તમારી વાણીથી કામ સરળ બને, એલર્જી જેવા રોગોમાં સાવચેતી રાખવી.
કર્ક - તમારી પ્રતિભા દુનિયાને દેખાશે, નવી ઓળખાણોથી લાભ થશે, પતિ પત્નીના સંબંધો મજબૂત બનાવો.
સિંહ - તમારી બચતમાં વધારો થાય, શત્રુવર્ગથી સાવધાન રહો, મિલકતને લગતા કામ પાછળ ધ્યાન આપી શકો.
કન્યા - તમારા આર્થિક લાભોમાં વધારો થશે, બાળકોનું તમારા પ્રત્યેનું વલણ બદલાય, ભાગીદારીને લગતા કામોમાં પ્રગતિ થશે.
તુલા - ઘર પરિવારની ચિંતા રહ્યા કરશે, કારણના ખર્ચાઓથી બચો, નોકરી ધંધા માટે નવા વિચારો અમલમાં મૂકી શકો.
વૃશ્ચિક - ભાઈ બહેન સાથે સાનુકૂળ દિવસ, સાહસથી સફળતા મળે, આડોશ પાડોશથી સુમેળ રહે.
ધન - આર્થિક સ્થિતિમાં સુધારો આવે, શારીરિક બળ વધે, વધુ આત્મવિશ્વાસથી કામ બગડે.
મકર - આજે તમને દિવસમાં તણાવ મહેસૂસ થશે, ધંધા નોકરીમાં વ્યસ્ત રહો, ભાગીદારની સલાહથી કામ કરો.
કુંભ - તમારી બચતમાં વધારો કરવાના પ્રયાસ કરો, કોર્ટ કચેરીના કામમાં સાચવવું જરૂરી, નોકરી ધંધામાં વધારે ધ્યાન આપો.
મીન - સામાજિક કામોમાં અરુચિ રહેશે, વિદ્યા અભ્યાસની બાબતોમાં ધ્યાન આપી શકશો, વિદેશને લગતા કામ પર વધારે ધ્યાન આપો.
દિવ્યાંગ ભટ્ટ. +91 93285 92699

