- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
તારીખ -31-10-2025
વાર શુક્રવાર
મેષ - વિદ્યા અભ્યાસ અંગેના કામમાં સફળતા મળે, નોકરી ધંધામાં લાભની આશા ઠગારી નીકળે, સંબંધોમાં ખટાશ ન આવે ધ્યાન રાખો.
વૃષભ - આજે ધંધાકીય બાબતોમાં નિરાશા રહે, અજાણી વ્યક્તિઓ સાથે પૈસાની લેતી દેતીમાં કાળજી રાખવી, આજે શિવજીનું ધ્યાન અવશ્ય કરો.
મિથુન - હરવા ફરવામાં સાચવવું, હાથ પગના દુખવા જેવી સમસ્યાઓ રહશે, હનુમાનજીનું ધ્યાન આજે અવશ્ય કરો.
કર્ક - માનસિક તણાવ રહે, અકારણ ના જગાડાઓ થઈ શકે છે, નોકરી ધંધામાં મન લાગે નહીં.
સિંહ - માનસિક તણાવોથી બચો, સંબંધોમાં ગેર સમાજ અને મનદુઃખ થઇ શકે છે, આજે બહાર હરિ ફરી સમય વિતાવો.
કન્યા - કફ શરદી તાવ જેવી બીમારીથી સાચવવું, શત્રુઓ તમારો ફાયદો ઉઠાવી શકે છે, મિત્રોની સલાહ અવશ્ય લો.
તુલા - આર્થિક લાભોમાં વૃદ્ધિ થશે, તમારા જ્ઞાનમાં વધારો થશે, સંતાનો બાબતની ચિંતાઓ રહેશે.
વૃશ્ચિક - ઘર પરિવારમાં તણાવ રહે, કામ ધંધા અંગેની ચિંતાઓ પણ રહેશે, ખર્ચાઓ પર કાબુ રાખવો.
ધન - કોઈ પણ સાહસોથી દૂર રહેવું, જરૂરત વગરનું હરવા ફરવાનું ટાળવું, માતાજીની ભક્તિ અવશ્ય કરો.
મકર - ધનની સ્થિતિ કથળી શકે છે, ભાઈ ભાડુંની સહાય મળી રહે, પરિવારના લોકોની સહાય અવશ્ય લો.
કુંભ - કોઈની ઉપર પણ વધારે આશા રાખવાથી દુઃખ થાય, માથાના દુખાવા જેવી તકલીફ રહ્યા કરશે, આજે હનુમાનજીનું ધ્યાન અવશ્ય કરો.
મીન - ખર્ચાઓ વધશે, કોર્ટ કચેરીના કામમાં તકલીફો વધશે, આ બધા વચે તમારો આત્મવિશ્વાસ પણ વધે. દિવ્યાંગ ભટ્ટ. +91 93285 92699

