Khabar Chhe - Virang - Khabarchhe

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
તારીખ: 31-05-2025

દિવસ: શનિવાર

મેષ: આજે તમારી આવક અને ખર્ચ બંને વચ્ચે સંતુલન જાળવવું તમારા માટે સારું રહેશે. જો તમે બજેટ પ્લાનને અનુસરો છો, તો તમે તમારી પૈસા સંબંધિત સમસ્યાઓ સરળતાથી હલ કરી શકશો. જો તમે લાંબા સમયથી તમારા કોઈ મિત્રને મળવાની કોશિશ કરી રહ્યા છો, તો તે તમારી સામે આવી શકે છે.

વૃષભ: આજે તમારે પૈસાની લેવડ-દેવડમાં સાવધાની રાખવી પડશે. અન્ય લોકો સાથે નિષ્ક્રિય બેસીને સમય પસાર કરવા કરતાં તમે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો તે વધુ સારું છે, તો જ તમે તેને સમયસર પૂર્ણ કરી શકશો. જો તમારા મનમાં કેટલીક સમસ્યાઓ ચાલી રહી છે, તો તમે તમારા પિતાની સલાહ લઈને પણ તેને હલ કરી શકો છો.

મિથુન: જો તમે નવું વાહન ખરીદવા જઈ રહ્યા છો, તો તે તમારા માટે ફાયદાકારક રહેશે. તમારે કોઈને પૈસા ઉધાર આપવાથી બચવું પડશે. અવિવાહિત લોકો માટે સારા લગ્ન પ્રસ્તાવ આવી શકે છે. વાણી પર સંયમ રાખવાથી તમે તમારા ઘણા કામ પૂરા કરી શકશો.

કર્ક: આજનો દિવસ તમારા માટે સંતોષનો દિવસ રહેશે. કોઈપણ કાર્ય પૂર્ણ થવાથી તમારો સ્વભાવ અને વર્ચસ્વ વધશે. તમને સાસરી પક્ષ તરફથી થોડું ટેન્શન રહેતું જણાય છે. જો વ્યવસાયમાં કોઈ સમસ્યા ચાલી રહી છે, તો તેમના માટે કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લેવી વધુ સારું રહેશે.

સિંહ: આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેશે. તમને પૈસા સંબંધિત સમસ્યાઓ થશે. વિવાહિત જીવનમાં લાંબા સમયથી ચાલી આવતી અડચણોનો અંત આવશે. વિદ્યાર્થીઓએ પરીક્ષામાં સફળતા મેળવવા માટે ધ્યાન કેન્દ્રિત કરવું પડશે, તો જ તેઓ સફળતા પ્રાપ્ત કરી શકશે.

કન્યા: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. વ્યવસાય સંબંધિત નજીકના અને દૂરના પ્રવાસ પર જઈ શકો છો. તમને આંખ સંબંધિત કોઈ સમસ્યા થઈ શકે છે. સામાજિક ક્ષેત્રે કામ કરતા લોકોને કેટલીક જાહેર સભાઓ યોજવાની તક મળશે.

તુલા: આજે રોજગારની શોધમાં રહેલા લોકોને કોઈ સારા સમાચાર સાંભળવા મળશે. જો કોઈ પ્રતિકૂળ પરિસ્થિતિ પણ ઊભી થાય તો તમારે તેમાં ધીરજ રાખવી પડશે. જો પરિવારમાં વિખવાદની સ્થિતિ ઉભી થાય તો બંને પક્ષોની વાત સાંભળીને જ નિર્ણય લેવાનો રહેશે.

વૃશ્વિક: આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેશે. કાર્યસ્થળ અને નોકરીમાં સારા કાર્યોને કારણે તમને પ્રમોશન મળશે, જેના કારણે તમારું મનોબળ ઊંચું રહેશે. દરેક સાથે વાત કરતી વખતે તમારે નમ્રતાથી વાત કરવી પડશે, નહીં તો તમે જે જાણતા હોવ તે તમને વસ્તુઓથી પરેશાન કરી શકે છે.

ધન: વેપાર કરતા લોકો માટે આજનો દિવસ સારો રહેશે, કારણ કે તેમને વેપારમાં ઇચ્છિત લાભ મળશે. ખર્ચમાં વધારો થવાને કારણે થોડી સમસ્યા થઈ શકે છે. તમારી વાણીની નરમાઈ તમને માન અપાવશે, તેથી તેને જાળવી રાખવું વધુ સારું રહેશે.

મકર: જે લોકો રોજગારની શોધમાં છે તેમના માટે દિવસ સારા સમાચાર લઈને આવશે, કારણ કે તેમને નવી નોકરી મળી શકે છે. તમે તમારા કોઈ મહત્વપૂર્ણ કામ સાથે પ્રવાસ પર જઈ શકો છો. આજે તમે સારું નાણાકીય આયોજન પણ કરશો.

કુંભ: સ્વાસ્થ્યની દૃષ્ટિએ તમારા માટે આજનો દિવસ હળવો ગરમ રહેશે, કારણ કે તમારી કેટલીક જૂની બીમારીઓ ફરી ઉભરી શકે છે. વ્યવસાયિક યોજનાઓને પ્રોત્સાહન મળશે. નોકરી સાથે જોડાયેલા લોકો કાર્યક્ષેત્રમાં આવી રહેલી મુશ્કેલીઓ માટે તેમના અધિકારીઓની મદદ લઈ શકે છે, જે તેમને સરળતાથી મળી જશે.

મીન: આજે તમારું પારિવારિક જીવન ખુશહાલ રહેશે. તમને સરકાર અને સત્તા તરફથી સંપૂર્ણ સહયોગ મળતો જણાય છે. તમારે લાંબા સમયથી અટકેલા કાર્યોનું પણ ધ્યાન રાખવું પડશે, તો જ તમે તેને સમયસર પૂર્ણ કરી શકશો, નહીં તો તે પછીથી તમારા માટે મુશ્કેલી ઊભી કરશે.

PM મોદી અને શશી થરુર ડંકાની ચોટે દેશ અને વિશ્વમાં પાકિસ્તાનને થપ્પડ મારી રહ્યા છે
(ઉત્કર્ષ પટેલ)

ભારતના રાજકીય ક્ષેત્રે એક ઐતિહાસિક સમય સાબીત થઈ રહ્યો છે જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના નેતા શશી થરુર જેવા પ્રભાવશાળી નેતાઓ દેશ અને વિશ્વના મંચ પર પાકિસ્તાનની આતંકવાદી ગતિવિધિઓનું સત્ય ઉઘાડું પાડી રહ્યા છે. આ બે વ્યક્તિત્વોના સંયુક્ત પ્રયાસ ભારતની એકતા, શક્તિ અને નૈતિક નેતૃત્વના પ્રતીક પુરવાર થઈ રહ્યા છે. પાકિસ્તાનના અંતંકવાદ સંદર્ભે ‘ઓપરેશન સિંદૂર’ જેવી નિર્ણાયક કાર્યવાહી અને વૈશ્વિક સ્તરે સત્યને રજૂ કરવાની કુશળતા દ્વારા ભારત આજે વિશ્વને પોતાની સ્થિતિનો મજબૂત સંદેશ આપી રહ્યું છે. આ નેતૃત્વની જોડીએ ભારતીયોના હૃદયમાં ગર્વ અને સંતોષની લાગણી જગાવી છે.

x.com

પ્રધાનમંત્રી મોદીની નિર્ભીક નેતૃત્વશૈલી...

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નેતૃત્વ ભારતની નવી ઓળખનું પ્રતીક બન્યું છે. ‘ઓપરેશન સિંદૂર’ એ ભારતની આતંકવાદ સામેની ઝીરો ટોલરન્સ નીતિનું જીવંત ઉદાહરણ છે. પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં ભારતે 7 મે, 2025ના રોજ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી ઠેકાણાઓ પર ચોક્કસ અને નિર્ણાયક હુમલો કર્યો જેમાં 100થી વધુ આતંકવાદીઓ ઠાર થયા. આ કાર્યવાહીએ વિશ્વને બતાવ્યું કે ભારત હવે બેસી રહેવાનું રહેવાનું નથી અને આતંકવાદનો જડબાતોડ જવાબ આપશે.

પ્રધાનમંત્રી મોદીએ દેશભરમાં પોતાના પ્રવાસો દરમિયાન આ ઓપરેશનની સફળતા અને ભારતની નીતિને જનતા સમક્ષ રજૂ કરી છે. તેમની સભાઓમાં આપેલા સંદેશાઓ ન માત્ર દેશની જનતાને એકજૂટ કરે છે પરંતુ વૈશ્વિક સમુદાયને પણ ભારતની નિર્ભીકતા અને પ્રતિબદ્ધતાનો પરિચય આપે છે. ભૂજમાં રૂ. 53,400 કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ સ્પષ્ટ કહ્યું કે ‘આતંકવાદ એ વૈશ્વિક ખતરો છે અને ભારતની નીતિ ઝીરો ટોલરન્સની છે.’ તેમના આ શબ્દો દેશના દરેક નાગરિકના હૃદયમાં ગુંજે છે અને ગર્વની લાગણી જગાવે છે.

PIB

શશી થરુરની વૈશ્વિક મંચ પર ભૂમિકા...

બીજી તરફ શશી થરુરની વૈશ્વિક મંચ પરની હાજરી ભારતની કૂટનીતિનું એક શક્તિશાળી ઓળખ બની રહી છે. તેમની વાક્ચાતુર્ય અને વિશ્વભરના નેતાઓ સાથે સંવાદ કરવાની ક્ષમતા ભારતની સ્થિતિને મજબૂત કરે છે. શશી થરુરે ગયાનાના મીડિયા સાથેની વાતચીતમાં પહેલગામ હુમલામાં પાકિસ્તાનની સંડોવણીના પુરાવા રજૂ કર્યા જેમાં લશ્કર-એ-તોઈબાની ફ્રન્ટલ સંસ્થા ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટનો ઉલ્લેખ કર્યો. તેમના આ પ્રયાસોએ પાકિસ્તાનના આતંકવાદી માળખાને વિશ્વ સમક્ષ ખુલ્લું પાડ્યું.

થરુરની આંતરરાષ્ટ્રીય લોબિંગ અને પાકિસ્તાનને આતંકવાદી રાષ્ટ્ર તરીકે ઓળખાવવાના પ્રયાસો ભારતની કૂટનીતિક શક્તિનું પ્રમાણ છે. સોશિયલ મીડિયા પરની પોસ્ટ્સમાં થરુરની આ ભૂમિકાની પ્રશંસા થઈ રહી છે જ્યાં તેઓ વિશ્વભરમાં ભારતનો પક્ષ મજબૂતીથી રજૂ કરી રહ્યા છે. આ બે નેતાઓનું સંયોજન એક એવું નેતૃત્વ રજૂ કરે છે જે દેશની અંદર અને બહાર બંને જગ્યાએ અસરકારક છે.

khabarchhe.com

ગર્વ અને સંતોષનો અનુભવ...

આ બે નેતાઓની સમન્વયથી ભારત આજે વિશ્વમાં એક શક્તિશાળી અને નૈતિક રાષ્ટ્ર તરીકે ઉભરી રહ્યું છે. પ્રધાનમંત્રી મોદીની  નિર્ભીક નીતિઓ અને થરુરની કૂટનીતિક કુશળતા દેશને નવી ઊંચાઈઓ પર લઈ જઈ રહ્યા છે. ‘ઓપરેશન સિંદૂર’ નામ પાછળનું  મહત્વ પણ ભારતની સંસ્કૃતિ અને સંવેદનશીલતાને દર્શાવે છે જે પહેલગામ હુમલામાં પોતાના પતિઓ ગુમાવનાર મહિલાઓને શ્રદ્ધાંજલિ આપે છે.

આ નેતૃત્વથી દરેક ભારતીયના હૃદયમાં ગર્વની લાગણી જન્મે એ સ્વાભાવિક છે. પાકિસ્તાનની આતંકવાદી નીતિઓને ખુલ્લી પાડવાનો આ સમય ભારતની એકતા અને શક્તિનો સમય છે. મોદી અને થરુરની જોડીએ બતાવ્યું છે કે ભારત હવે ન તો ચૂપ રહેશે ન તો ઝૂકશે. પરંતુ વિશ્વને ન્યાય અને સત્યનો માર્ગ બતાવશે.

(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ અને સમાજસેવક છે. લેખમાં વ્યક્ત કરેલા વિચારો તેમના અંગત વિચારો છે.)

પ્રખ્યાત ખગોળ વિજ્ઞાની ડૉ. પંકજ જોશી સાર્વજનિક યુનિવર્સિટીના પદવીદાન સમારોહના મુખ્ય અતિથિ
સુરત: દક્ષિણ ગુજરાતની અગ્રણી સાર્વજનિક યુનિવર્સિટીના આગામી પદવીદાન સમારોહમાં દેશના ખ્યાતનામ ખગોળ ભૌતિકશાસ્ત્રી અને કોસ્મોલોજિસ્ટ ડૉ. પંકજ જોશી મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે.  આ પદવીદાન સમારોહ તા. 21 ફેબ્રુઆરી 2025ના રોજ સાંજે 5.30 કલાકથી યુનિવર્સિટીના કેમ્પસમાં યોજાશે. આ પહેલા 19 અને 20 મી ફેબ્રુઆરીના રોજ કલ્ચરલ અને કાર્નિવલનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ભરત શાહ  જણાવ્યા મુજબ આ વર્ષના પદવીદાન સમારોહમાં જુદા જુદા 37 અંડરગ્રેજ્યુએટ, પોસ્ટગ્રેજ્યુએટ અને પોસ્ટગ્રેજ્યુએટ ડિપ્લોમા કોર્સિસના કુલ 1318 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવશે.

આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે બિનપરંપરાગત એનર્જીના ક્ષેત્રમાં દેશની ખ્યાતનામ કે.પી. ગ્રુપ ઓફ કંપનીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડૉ. ફારૂક પટેલ  અને જાણીતા દાતા અને એમ્પ્રાઇઝ વોયેજર રાજેન શાહ ઉપસ્થિત રહશે

આ પહેલા 19 અને 20મી ફેબ્રુઆરીના રોજ કલ્ચરલ અને કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં યુનિવર્સિટી સંલગ્ન આઠ જેટલી કોલેજોના 8000 થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. આ ઇવેન્ટનું મુખ્ય આકર્ષણ SUMUN એક્ટિવિટી છે. જેમાં વિધાર્થીઓ મોડલ યુનાઈટેડ નેશન રજૂ કરશે એટલે કે પેન ઈન્ડિયામાંથી એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ વિવિધ વૈશ્વિક વિષયો પર ડીબેટ કરશે અને સોલ્યુશન પણ રજૂ કરશે.

ગ્રાહક સુરક્ષાના એડવોકેટ શ્રેયસ દેસાઈનું રોટરી વોકેશનલ એવોર્ડ આપી સન્માન
રોટરી ક્લબ ઓફ સુરત રાઉન્ડ ટાઉન દ્વારા 18 ફેબ્રુઆરી 2025ના રોજ સુરતના જાણીતા ગ્રાહક સુરક્ષાના એડવોકેટ શ્રેયસ દેસાઈનું તેમનાં ગ્રાહક હિતોપલક્ષી નિષ્ઠાપૂર્ણ કાર્યપ્રણાલીને વધાવતા રોટરી વોકેશનલ એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે એડવોકેટ શ્રેયસભાઈએ જણાવ્યું હતું કે શહેરીજનો હવે જાગૃત બને ભારત સરકારે પણ પશ્ચિમી દેશોની જેમ ગ્રાહકના અધિકાર માટે સજાગ બની ગ્રાહક સુરક્ષા કાયદો અમલી બનાવ્યો છે.

રોટરી ક્લબ ઓફ સુરત રાઉન્ડટાઉનના પ્રમુખ ગોપાલ મોદી એ  શ્રેયસભાઈ ને એક એડવોકેટ, રાઈટર, કોલમિસ્ટ.સંગીતપ્રિય, અને ન્યાયપ્રિય, વ્યક્તિની સાથે સાથે ગ્રાહકોના સંકટમોચન પણ ગણાવ્યા હતા.

અહેસાન જાફરીની શાયરી: ઉજળા હુઆ ગાંધી કા ચમન...
28મી ફેબ્રુઆરી 2002ના દિવસે અમદાવાદની ગૂલમર્ગ સોસાયટીમાં એક 73 વર્ષના વૃધ્ધને ટોળાએ જીવતા બાળી મૂક્યા હતા. એ વૃધ્ધ આમ તો રાજકારણી હતા. સાંસદ હતા પરંતુ એમની ભીતરમાં એક કવિ-શાયર પણ ધબકતો હતો. એ વૃધ્ધનું નામ છે અહેસાન જાફરી. આ 28મીએ અહેસાન જાફરીના ઈન્તેકાલને પૂરા પંદર વર્ષ થશે ત્યારે અહેસાન જાફરીની સંવેદનાથી ભરપૂર શાયરી તેમના ગઝલ સંગ્રહ કંદીલમાં મુદ્રીત થયેલી છે.

માના કે ઉસને દીયા હમે રુત્બ-એ-આલી

જન્નત સે નિકાલે ભી તો ઈન્સાન ગયે હૈ

અહેસાન જાફરીનો જન્મ સાહિત્યિક કુટુંબમાં થયો. તેઓ મૂળ મધ્યપ્રદેશના બુરાહાનપુરના હતા. કેટલાક વિપરીત સંજોગોના કારણે તેમને 1929માં અમદાવાદ આવવું પડ્યું.  અમદાવાદના ચમનપુરમાં ડોક્ટર ગાંધીની ચાલમાં રહ્યા. પિતા અલ્લાહ બખ્શ જાફરીની ડિસપેન્સરી હતી. અમદાવાદમાં સ્કુલ અને ગ્રેજ્યુએશન હાંસલ કર્યા બાદ નોકરી કરી, પરંતુ બહુ જ ટૂંકા સમયમાં તેમણે વકીલાત શરૂ કરી દીધી, વકીલાતની સાથો સાથે તેમણે પોતાના દિલને ઉર્દુ સાહિત્ય તરફ વાળી લીધું હતું. તેમને બાળપણથી જ શાયરી તરફ ખાસ્સો લગાવ હતો. શાયરીનો શોખ વધ્યો અને તેમણે પોતાની જાતને શ્રમિક સંગઠન તરફ વાળી. આંદોલનાત્મક કાર્યક્રમો આપતા રહ્યા જેથી કરીને અનેક વખત જેલમાં પણ જવું પડ્યું.

જીને કે લીએ ઉન કા તસવ્વુર હી બહોત હૈ

બે-આસ હમે જી કે દિખાઓ તો બને બાત

આમ તો અમદાવાદમાં વારીસ હુસૈન અલવી, અમીન કુરૈશી, મહોમ્મદ અલવી, અઝીઝ કાદરી, મઝહરૂલ હક અલવી, રૂસ્તમ ખાન શબાબે ઉર્દુ ગઝલ માટે સંસ્થા સ્થાપી તેમાં અહેસાન જાફરી પણ  જોડાયા. કોમી રમખાણોનો ભોગ જાફરી પરિવાર બનતો રહ્યો હતો. 1969માં અમદાવાદમાં થયેલા ભારે કોમી તોફાનો દરમિયાન પણ તેમણે પોતાનું ઘર છોડવું પડ્યું હતું અને શરણાર્થી કેમ્પમાં રહેવું પડ્યું હતું. 1970માં ઈન્દીરા ગાંધીએ ગરીબી હટાવનો નારો આપતા અહેસાન જાફરી કોંગ્રેસમાં જોડાયા અને ત્યાર બાદ તેમણે 1977માં અમદાવાદથી લોકસભાની ચૂંટણી લડી અને જીતી ગયા.

ખંજર સે નિકલે, ન સિકંદર સે નિકલે

ભાગતી સડકોં પે ખંજર નિકલે

યું મસીહાઓં કે દર થે હર-સુ,

દી જો દસ્તક તો સિતમગર નિકલે

અહેસાન જાફરી એક અચ્છા શાયર હતા તે બહુ ઓછા લોકો જાણતા હશે. શાયર કરતાં પણ તેઓ શાયરીના સેવક બનીને વધારે રહ્યા. પોતાના કલામો જાતે ઓછા વાંચ્યા પણ સાથીઓ અને અન્ય શાયરો પાસે વંચાવ્યા જરૂર હતા. તે સમયે સોશિયલ મીડિયા જેવું કોઈ પ્લેટફોર્મ ન હતું કે ચાલો કોઈ બોલાવતું નથી તો ગઝલને સોશિયલ મીડિયા પર પોસ્ટને થોડી ઘણી વાહ-વાહી તો મેળવી લઈએ.

આમ તો ભૂતકાળમાં તેમના ઘરને બે વખત આગ ચાંપવામાં આવી હતી અને એ આગમાં અહેસાન જાફરીની ગઝલો બળી ગઈ. કંદીલમાં એ ગઝલો છે જે હાથવગી થઈ શકી હતી.

હુસ્ને ફર્દા સે ઝમાને કો ઉતારા જાયે

ઈબ્ને આદમ કો સિતારોં સે સજાયા જાયે

હક કી કશ્તી કો હૈ દરકાર લહુ કા દરિયા,

ઈબ્ને હૈદર કો મૈદાં મેં ઉતારા જાયે

અમદાવાદમાં ઉર્દુ શાયરી પરવાન ચઢી તો એમાં નાના-નાના શાયરોનું યોગદાન ભૂલી શકાય એમ નથી. અહેસાન જાફરીએ આ શાયરોની સાથે ગોષ્ઢીઓ કરી અને શાયરીનો વિસ્તાર કર્યો. અહેસાન જાફરીનું નામ નામાંકિત શાયરોમાં નથી લેવાતું પણ કેટલાક શબ્દો શાયરને પોતાની ઓળખ આપી જાય છે અને તેવું જ અહેસાન જાફરીની શાયરી માટે પણ બન્યું. તેમની શાયરીમાં રાજકીય પ્રતિબિંબની વધુ ઝલક જોવા મળે છે.  તેઓ એક સામાન્ય માણસની જેમ જીવન ગાળતા હતા. ગમે તેવા જોખમને ખેડી લેવામાં માનતા હતા.  એટલે જ તેઓ એક શેરમાં કહે છે કે...

હર સિતમ ઝાલીમ કા હમ સેહતે રહે

બાત થી કહેને કી જો હમ કેહતે રહે

અપની કિમત કા લગા લો અંદાઝ

હાકીમે વક્ત સે સૌદા હોગા

જાફરીના આ શેરમાં આપણને સીધી રીતે પોલિટીકલ ટચ જોવા મળે છે. સામ્રાજ્યવાદી શક્તિઓ વિરુધ્ધ એક પ્રતિકારકતા નજરે પડે છે. આ એ સમયગાળો હતો કે જ્યારે મજુરોની ચળવળ ચરમ પર હતી. રોજબરોજ કોઈને કોઈ પ્રદર્શનો થતા રહેતા હતા. મીલોના ગેટ પર ભાષણો થતા. નારાઓની ભરમાર હતી.

સર કશી કી ઈસ સદા મે ઝીંદગી કા રાઝ હૈ

ખામશી લિખી નહી ઈન્સાન કી તાઅમીર મે

આ શેર તેમણે વડોદરા જેલમાં લખ્યો હતો. વર્ષ હતું 1949નું. આંદોલન કરતી વેળા પોલીસે પકડીને અહેસાન જાફરીને જેલામાં પુરી દીધા હતા.

ગીરતી હુઈ દિવાર કા સાયા ન બતાઓ

ફિર એક દિવાર ઉઠાઓ તો બાત બને

અહેસાન જાફરીની શાયરી પ્રગતિશીલ કહી શકાય એવા પ્રકારની હતી.

બિગળા હુઆ દુનિયા કા ચલન દેખ રહા હું

લિપટા હુઆ શોઅલોં મેં વતન દેખ રહા હું

ગાંધી કા વો પૈગામે મહોબ્બ્ત વ ઈખવત

ઉજળા હુઆ ગાંધી કા ચમન દેખ રહા હું

ગુજરાતમાં ઉર્દુ બોર્ડની રચનામાં અહેસાન જાફરીની ભૂમિકા મહત્વની રહી હતી. 1998 સુધીમાં તેમણે જેટલી ગઝલ, નઝ્મ લખી હતી તે તમામને એકત્ર કરી કંદીલ પુસ્તકરૂપે પ્રસિદ્ધ કરવામાં આવી છે. ગુજરાત ઉર્દુ સાહિત્ય અકાદમીના સહયોગથી આ પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું હતું.