kantibhutt-author - (કાન્તિ ભટ્ટ) - Khabarchhe

હવે પ્રેમમાં પડીને પ્રેમનાં તત્વોનો સાયન્ટિફિક નકશો પણ બનાવી શકાશે!
પ્રેમના પંથને હંમેશાં કાંટાળો કહ્યો છે, પરંતુ પ્રેમીઓ માટે પ્રેમ કે પ્રેમલગ્ન કર્યા પછી રસ્તામાં કંટકો ન આવે અને સુંવાળી સડક જ હોય તેવી વ્યવસ્થા વિજ્ઞાનીઓ કરી શકે છે. “અમેરિકન એસોસિયેશન ફૉર ધ એડવાન્સમેન્ટ   ઑફ સાયન્સ” નામની સંસ્થાની વાર્ષિક બેઠક અમેરિકન શહેર બાલ્ટી મોરમાં મળેલી, તેમાં પ્રેમમાં પડેલાં લોકોની મૂંઝવણોની પણ આ વખતે ચર્ચા થયેલી. લગ્ન કરવા ઈચ્છનારા માટે તાતા કેન્સર હૉસ્પિટલમાં પતિ-પત્નીના લોહીના નમૂના લઈને બન્નેના જિનેટિક નકશા એટલે કે રંગસૂત્રો કે ગુણસૂત્રો જોઈને તેબન્ને થકી થનારું બાળક તંદુરસ્ત અવતરશે કે નહિ તેની તપાસ કચ્છી ડૉ. જયંતી ઊંડેવિયા કરી આપતા. હવે ઘણા ડૉક્ટરો આવો જિનેટિક નકશો તૈયાર કરી આપે છે.

અમેરિકાના વિજ્ઞાનીઓ આનાથી પણ આગળ વધ્યા છે. ધારો કે હેતલ અને હિમાંશુ પ્રેમમાં પડે અને હેતલ બહુ ગરમ નીવડે હિમાંશુ ઠંડો હોય તો? આવી વાતની હનિમૂનને દિવસે કે રાત્રે ખબર પડે છે પણ અમેરિકાની ઓલ્કાહામા યુનિવર્સિટીનાં મહિલા ડૉ. જુડીથ લોટરે આનો લાજ શોધ્યો છે. બન્ને પ્રેમીઓના મિક્સ હોર્મોનનું લગ્ન પહેલાં કે પ્રેમમાં વધુ ઊંડા ઊતરતાં પહેલાં પરીક્ષણ થાય. પ્રેમીઓના લોહીના નમૂનામાંથી જ ખબર પડી જા કે કોના સેક્સ હોર્મોન વધુ જોંસટિયા છે. આ બાબતમાં ડેન્માર્કના પ્રો. હેલમટ નિબોર્ગે પણ હોર્મોન લેવલનો ઊંડો અભ્યાસ કર્યો છે.

તેઓ પુરૂષના લોહીનો નમૂનો લઈને કહે છે કે “આ પુરુષ ખરેખ ભાયડો છે કે નિહ. અગર તો ફુલ બ્લેડેડ પુરૂષ છે કે નહિ.”  તેવી જ રીતે સ્ત્રીમાં ખરેખર સ્ત્રીની જાકત અને ગ્રેસ છે કે નહિ તે પણ જોઈ આપે છે. બન્ને જણમાં જે ટેસ્ટોસ્ટરોન અને ઓસ્ટ્રોજન નામના હોર્મોન હોય છે તેનું પરીક્ષણ કરીને આ વાત અગાઉથી કહી શકાય છે.

આપણા જ્યોતિષીઓ કુંડળી જોયા પછી ગુણાંક મૂકે છે તેમ આ વિજ્ઞાનીઓ સ્ત્રી માટે હોર્મોનની ચકાસણી કરીને ઈ-5થી માંડીને ઈ-1 સુધીના ગુણાંક ગણે છે. પુરુષમાટે હોર્મોનના લેવલ મુજબ એ-5થી એ-1 સુધી ગુણાંક માંડે છે. ડૉ. લોટર કહે છે કે સ્ત્રી કે પુરુષમાં મેઘધનુષ્યની માફક બાયો-કેમિકલ રસાયણોનો એક નકશો હોયછે. હોર્મોન્સના લેવલની મગજ ઉપર અસર થાય છે. હોર્મોનની એક જાતની, કુંભાર માટીના ઘડા ઉપર જે હાથ ફેરવે છે તે જાતની, અસર હોય છે  એટલે કે હોર્મોન પુરુષ કે સ્ત્રીનાં મગજને ઘડે છે.

ઉપરના તારણને હિસાબે બે પ્રેમીઓ વચ્ચેના હોર્મોનની કોકટેલ (મિશ્રણ) કેવી છે તે નક્કી કરી નાખવાથી પ્રેમની બાબતમાં પછીથી પંચાત રહેતી નથી ઉર્દૂ કવિઓ કહે છે કે મહોબ્બતમાં બન્ને બાજુની પ્રેમની આગ એકસરખી બળવી જોઈએ. બિચારા ઉર્દૂ શાયરોએ હોર્મોનની ખબર નહોતી નહિતર કવિતામાં લખત કે “મહોબ્બત મેં હોર્મોન કે લેવલ બરાબર કે હોના ચાહિયે. ઈધર ભી કમ નહીં ઉધર ભી.”

કૉલેજમાં પ્રથમ દ્રષ્ટિનો પ્રેમ થાય છે તે સાવ અવૈજ્ઞાનિક નથી. ધારો કે મીઠીબાઈ કૉલેજમાં તેજલ નામની શ્યામ રંગની છતાં નમણી છોકરી છે. તેને જતીન, સચિન કે સાજન જુએ છે. પણ તેજલ અને મિત્તલ મળી જાય છે.

બન્ને એકબીજાને જોઈને ચિત્ત થઈ જાય છે. શું કામ? પ્રથમ નજરે શું કામ રિજેક્ટ થયેલી તેજલનું આકર્ષણ મિત્તલને થાય છે? એટલા માટે કે બન્નેનું હોર્મોન્સ સ્ટોકરૂમ એટલે કે આકર્ષક તત્વોનો નકશો ફિટ બેસે છે. ટ્રાયેન્ગલ ઉપર ટ્રાયેન્ગલ બેસી જાય છે. બન્નેનાં હોર્મોન્સ વેવલેન્થ એકસરખાં હોય છે.

બન્ને જણ એકબીજા માટે હોર્મોનલી ફિટ છે. જોકે આજકાલ કુંડળીઓ જોવાય છે, પણ હોર્મોન્સ વેવલેન્થ ન મળતાં હોય તેવાં યુગલો પરણે છે પછી પથારીમાં સમસ્યા ઊભી થાય છે.

બાલ્ટી મોરની જોન હોપકિન્સ યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ. જ્યોર્જ લેહન કહે છે કે શરૂ શરૂમાં યુવાન હૈયાંને સેક્સુઅલ આકર્ષણ થાય છે, તેમાં પણ ભૂલભૂલૈયા હોય છે. તે ભૂલભૂલૈયાને બદલે સરળ રાજમાર્ગ થાય તે માટે છોકરા-છોકરીએ પોતાના ખિસ્સામાં વિજ્ઞાનીઓ તૈયાર કરી આપેલો લવ-મેપ તૈયાર રાખવો જોઈએ.

વેલેન્ટાઈન-ડેના દિવસે અખબારમાં કવિતા લખવાને બદલે કહેવું જોઈએ, “ઓ તેજલ, તારું ઈ-પ લેવલ છે અને મારું પણ એ-5 લેવલ છે. હું તને સાયન્ટિફિક લવકરું છું. આવી જા, એટલે આપણે વેવલેન્થ બરાબર માણીએ.”

ડૉ. જ્યોર્જ લેહન કહે છે કે બાળક 8 કે 9 વર્ષનું હોય ત્યાં જ આ લવ-મેપ તૈયાર કરી શકાય છે. બાળક માટે આદર્શ પ્રેમી કોણ હશે તે કહી શકાય છે. કારણકે બચપણમાં પણ બચુડિયો પાડોશની કઈ બેબલી સાથે વધુ સારી રીતે વિડિયો ગેમ્સ રમી શકશે તે લવ-મેપ ઉપરથી નક્કી થઈ શકશે. હવે મા-બાપ કહી શકશે, “જો બાજુની ડિમ્પલ સાથે રમતો નહિ. તેનું હોર્મોન લેવલ તરા લેવલ સાથે મેળ ખાતું નથી, એટલે તેના ઉપર ચોકલેટોનો ખોટો ખર્ચ કરતો નહિ.”

જો કે વિજ્ઞાનીઓ પણ કબૂલ કરે છે કે હૃદયને હોર્મોનનાં બંધન રોકતાં નથી, પરંતુ નસીબ હોય તો લેબોરેટરીની તપાસ વગર જ હોર્મોનના લેવલ મળતાં આવી જાય છે. પતિ-પત્ની બન્નેના મગજમાં તફાવત હોય છતાં બે જણનું કેમ જામે છે? રહસ્ય છે બન્નેનો હોર્મોનનાં લેવલ મળતાં આવી જાય છે. પતિ-પત્ની બન્નેના મગજમાં તફાવત હોય છતાં બે જણનું કેમ જામે છ? રહસ્ય છે બન્નેનો હોર્મોન લેવલનો વિસંવાદ વગરનો મેળાપ. જોકે મગજના તફાવતનો ઈલાજ પણ વિજ્ઞાનીઓએ શોધ્યો છે. તેજલ જો મિત્તલના પ્રેમમાં પડે અને તેજલને શંકા જાય કે મિત્તલનો ઉપલો માળ ખાલી છે, તો બન્નેના બ્રેઈન સ્ટ્રક્ચરનો એક્સ-રે લેવરાવી શકે છે. નવાં ઇમેજિંગ મશીનોમાં તો લાગણીઓ માપી શકાય છે. તેજલને કેટલો વિરહ, કેટલો શોક કે કેટલો આનંદ થાય છે તે માપી શકાય છે. તેમ અમેરિકાની વિસકોનસીન યુનિવર્સિટીના પ્રો. રિચાર્ડ ડેવિડસન કહે છે.

ડૉ. ડેવિડસન તો ઓલિમ્પિક્સ રમતમાં જીતનારાને કેટલો ઘમંડ થયો કે કેટલી બડાઈ મારવાની વૃત્તિ થઈ તે પણ માપી શકે છે. બ્રેઈન-સ્કેનનો આ તદ્દન નવતર ઉપયોગ છે. જોકે ડેવિડસન કહે છે કે પ્રેમમાં પડો પછી તમારે એ પ્રેમનું ફિઝન (વિસ્ફોટ) ચાલુ રાખવું, તેમાં રસાયણની કચકચ ન કરવી. કદાચ પ્રેમ કરતાં કરતાં જ બન્નેનાં હોર્મોન કે મગજનાં લેવલ સરખાં થઈ જાય. વડીલોની ભાષામાં બન્નેની બુદ્ધિ કાં બહેર મારી જાય અગર બન્ને ડાહ્યાં થઈ જાય, એટલે જ ઘણી વખત ચક્રમ છોકરાના મગજનો ઈલાજ ડૉક્ટરો પેસ કરાવવાને બદલે મા-બાપો પોતાની પાગલ કન્યા કે પાગલ મુરતિયાને સારી છોકરીસાથે પરણાવી દે છે.

પેન્સિલવેનિયાના ડૉ. રૂબેન ગુર કહે છે કે સ્ત્રીઓ તેમની લાગણીઓમાં પુરુષ કરતાં વધુ ઝડપી હોય છે. સ્ત્રીઓ પુરુષોના ચહેરા ઉપરની તેની લાગણીને પારખી જાય છે. મુંબઈની ભાષામાં કોઈ છોકરો “લાઈન” મારોત હોય તો સ્ત્રી તુરત પકડી શકે છે.  પુરુષો સ્ત્રીની લાગણીને સમજવામાં બુડથલ અગર ધીમા હોય છે. જોકે પુરુષ સ્ત્રીના ચહેરા ઉપરની સુખની લહેરને જલદી પારખી શકે છે. હીરાની વીંટીથી આ સુરખી જલદી દેખાયછે, પરંતુ સાયન્ટિફિક દ્રષ્ટિએ તકલીફ ત્યારે થાય છે જ્યારે બન્નેનાં મગજના લાગણીના સેન્ટરમાં અસમતુલા હોય છે. લાગણીનું તત્વ તો વારસામાં કે જન્મ સાથે મળે છે. આવા તફાવતને કારણે જ પુરુષ આક્રમક હોય છે. પ્રેમમાં પડે પછી ચુંબનની શરૂઆત પુરૂષ જ કરે છે.

આટલું પિષ્ટપેષણ કર્યા પછી અંતે તો ડૉ. રૂબેન ગુર કહે છે કે, “લવનું સાયન્સ હજી તો પ્રાથમિક સ્ટેજ ઉપર છે. ચાર અબજ વર્ષ પહેલાં આ સૃષ્ટિ સર્જાઈ ત્યારે પ્રેમની રામાયણ આટલી બધી નહોતી, હવે જ સૌથી વધુ પ્રેમના લવારા થાય છે. આ લવારા સાયન્ટિફિક છે કે નહિ તેનાં સંશોધન હવે થાય છે.”

પ્રેમમાં મરવા – જીવવાની વાત
ઉત્કટ પ્રેમની અવસ્થામાં બે પ્રેમીઓ મળે છે અને તેમના પ્રેમ વચ્ચે અવરોધ દેખાતો હોય ત્યાં બન્ને મરવાની વાત કરે છે. પ્રેમની ભાષામાં “હું તારા ઉપર મરું છું” એવો શબ્દપ્રયોગ થાય છે. શું પ્રેમ મરવા માટે છે કે જીવવા માટે છે? પ્રેમ અને મરણનો તાત્ત્વિક દ્રષ્ટિએ પૂરતો સંબંધ છે કે પ્રેમમાં માનવીનો અહમ્, પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ મરી જાય છે. પરસ્પર પ્રેમીઓ એકબીજામાં સમાઈને સમાન ભાગીદારીનું અસ્તિત્વ સ્વીકારે છે.

વિખ્યાત માનસશાસ્ત્રની ફ્રોઈડે મૃત્યુ અને પ્રેમ વચ્ચે કશોક સંબંધ છે તેમ લખ્યું છે. ફ્રેન્ચ ભાષામાં કોર્ટે (MORTE) એટલે મૃતક અને એમોર (AMORE) એટલે પણ મરવું એવા અર્થ થાય છે. ઈટાલિયન ભાષામાં એમોર એટલે પ્રેમ અને પછી મોર્ટે એટલે મરવું એવો અર્થ થાય છે. આમ ભાષાઓમાં પણ મરણ અને પ્રેમ વચ્ચે કોઈ તફાવત દેખાતો નથી.

જગતભરમાં શેક્સપિયરથી માંડીને દોસ્તોવ્સ્કી જેવા રશિયન લેખકોની વાતો, નાટક-સાહિત્યમાં પ્રેમ અને પ્રેમ માટે મરવાની કથાઓ ભરી પડેલી છે. નેપાળનો પાટવી કુંવર દીપેન્દ્ર શાહ દેવ માધવરાવ સિંધિયાની ભાણેજની સ્વરૂપવાન પુત્રીના પ્રેમમાં પાગલ હોય તેમાં નવાઈ નથી. પ્રિન્સેસ ડાયના જ્યારે મોહમ્મદ ફરાદ જેવા બદનામ આરબના પુત્ર સાથે પ્રેમમાં પડી ત્યારથી જ તેણે પોતાને હાથે મોતનું વૉરંટ લખ્યું હતું. લંડન ટાઈમ્સના વિદ્વાન લેખક જેસ્પર ગેરાર્ડ લખે છે કે “ઈન લાઈફ એન્ડ લિટરેચર રોયલ્સ હેવઑલવેયઝ બીન રેડી ટુ શેડ ફેમિલી બ્લડ.” અર્થાત્ સાહિત્યમાં જ નહીં પણ વાસ્તવિક જીવનમાં શાહી કુટુંબના નબીરાઓએ પ્રેમમાં સફળ-નિષ્ફળ જવાથી પ્રેમને લોહિયાળ બનાવ્યો છે. જુલિયસ સિઝરનું ખૂન પ્રેમિકા માટે થાય છે. મેકબેથના નાટકમાં સ્કોટલેન્ડના રાજાનું ખૂન એક મહત્વાકાંક્ષી ચૌધરી કરે છે તે પ્રેમમાં પાગલ હોય છે. ઘણા પોતે જ મરવા જેવા કઠિન નિર્ણય લઈને પ્રેમમાં પડે છે. બ્રિટનની એક જેલમાં ગુનાની સજા ભોગવતા ગુંડા જેવા બ્રિટિશરના પ્રેમમાં સાયરા નામની એક બંગાળી મુસ્લિમ છોકરી પડી છે. તેનું ક્યારે પણ તેનાં માબાપ ખૂન કરી શકે છે પણ તે મોતથી ડરતી નથી. જુલાઈ 2000માં બહેરીનની પ્રિન્સેસ મરિયમ અલખલીફા અમેરિકન સૈનિક લેફ્ટનન્ટ જેસન જોન્સનના પ્રેમમાં પડીને બહેરીનથી અમેરિકા ભાગી જાય છે. બન્નેના શિરચ્છેદની ભરપૂર શક્યતા છતાં પ્રેમ મોતને ગાંઠતો નથી. કવિ મિલ્ટને “પેરેડાઈઝ લોસ્ટ” માં કવિતા લખી છે તેમાં પ્રેમને મોટલ સીન (મોત તરફ દોરનારું થાય) કહેલ છે, તેની કવિતા આવી છે.

Earth Trembled from

Herentrails…

Some sad drops

Went at completing of the

Mortal sin, original…

આદમે ઈવને પ્રેમ કર્યો ત્યારે તેને ખબર નહોતી કે જગતનું પ્રથમ “મૌલિક પાપ” એટલે કે પ્રેમમાં પડવાનું “પાપ” તેણે કર્યું હતું. પ્રેમીઓ વધુ મર્ત્ય – વધુ મોર્ટલ છે. મધમાખીની રાણી સાથે સંભોગ કરીને નરમાંખ મરી જાય છે. કરોળિયા આપસમાં પ્રેમ કરીને મરી જાય છે. એમાં તો માદા કરોળિયા નરને આખેઆખા ખાઈ જાય છે.

આપણે પ્રેમમાં પડવું એવો શબ્દપ્રયોગ કરીએ છીએ. આ પ્રેમમાં પડવાની ક્રિયા પણ મરવા જેવી જ છે. પ્રેમમાં પડો ત્યારે તમારી આસપાસની સૃષ્ટિ બદલાઈ જાય છે. બધું જ પ્રેમના ઝંઝાવાતમાં હલબલી જાય છે. પ્રેમમાં પડો એટલે જાણે મૃત્યુનો પડછાયો આજુબાજુ ફરતો રહે છે. કદાચ કારકીર્દીનું પણ મોત થાય છે. તમારી મહત્વાકાંક્ષાઓનું મત થાય છે. સૌ પ્રથમ તો સપનાઓનું મોત થાય છે. પ્રેમી એકબીજાને મેળવે પછી ખોટું તારણ કાઢે છે કે સપનાંનો રાજકુમાર મળી ગયો, સપનાંની રાજકુમારી મળી ગઈ. કોઈ મળી ગયું તે સપનું મળવા બરાબર છે, ખરેખર તો સપનું જીવવું જોઈએ. જીવે એ જ સપનું છે. સપનું પૂરું થયું એટલે જીવવાની લિજ્જત “મરી” જાય છે.

શેલા નામના અંગ્રેજ માનસશાસ્ત્રી કહે છે કે પ્રેમમાં પડવું તેને મરવા જેવું એટલે કહે છે કે પ્રેમમાં આપણા કેન્દ્રની દોરી બીજાને સોંપી દઈએ છીએ.કોઈ નવી સૃષ્ટિ હાંસલ કરવા જૂનું તમામ સોંપી દઈએ છીએ. નવા અસ્તિત્વ માટે જૂનાને ફેંકી દઈએ છીએ. માબાપને ત્યજીને સાવ અજાણી વ્યક્તિને હવાલે થઈ જઈએ છે. તમે જૂનું છોડો છો અને નવાની તમને કોઈ ખાતરી હોતી નથી. શેલા કહે છે કે આપણે બધું જ સમર્પિત કરીને પ્રેમીમાં આત્મસાત થઈ જઈએ છીએ. જીવનનો દોરીસંચાર અને સંપૂર્ણ લાગણીનું સંચાલન કેન્દ્ર પરસ્પરને હવાલે કરીએ છીએ. આપણું સ્વત્વ આપણને પાછું મળશે કે નહિ તેની કોઈ ખાતરી હોતી નથી.

શરદબાબુની નવલકથામાં, એલેક્ઝાન્ડર ડુમાની વાર્તામાં હીરો પ્રેમમાં પડીને મરી ન જાય તો સતત દેવદાસ બ્રાન્ડનો બીમાર રહે છે. દારૂમાં અસ્તિત્વ ખોઈ નાખે છે જે વ્યક્તિ પ્રેમ કરે છે અને સામેથી તેને પ્રેમનો પ્રતિસાદ મળતો નથી. તેનો પણ જીવનમાંથી રસ ઊડી જાય છે. તેને લાગે છે કે પ્રેમ વગરનું જીવન ખાલી ખાલી છે. જીવવાનો કોઈ અર્થ નથી. આમ જાણે પ્રેમમું પડવું તે મરવાનો બીજો પર્યાય બની જાય છે. રોમેન્ટિક યુગમાં આવા વિચારને પ્રોત્સાહન અપાતું હતું. તેવી જ વાર્તાઓ લખાતી અને ખૂબ વેચાઈ ને વખાણાતી. પ્રેમ કરીને દુઃખી હોવું તે ગૌરવપ્રદ ગણાતું. સરસ્વતીચંદ્ર બાવો બની જાય તે ક્ષમ્ય અપરાધ મનાતો હતો. પ્રેમ મળે તોય મરવાની વાત અને પ્રેમ ન મળે તોયે મરવાની વાત. આમ જાણે કે પ્રેમ બેધારી તલવાર બને છે. રોમેન્ટિક દ્રષ્ટિએ માણસ પ્રેમની વંચિતતાથી કે વધુ પડતા પ્રેમથી પણ મરી જાય છે. મરે નહીં તો માંદો થોય છે. એ માંદગી રોમેન્ટિક યુગમાં ક્ષયની માંદગી બની જતી. ફિલ્મમાં જુઓ છો કે નિષ્ફળ પ્રેમીને ખાંસી આવવા લાગે છે. નિષ્ફળ પ્રેમીને પેટનો દુઃખાવો થતો દેખાડાતો નથી. “હું પ્રેમમાં પડેલો છું તેથી મારા પેટમાં દુઃખે છે.” તે શબ્દપ્રયોગ રોમેન્ટિક નથી. મારી છાતીમાં દુઃખે છે કે હૃદયની પીડા થાય તે વધુ રોમેન્ટિક છે. પ્રેમમાં નિષ્ફળ જનારો છાતીમાં હૃદયની જગ્યાએ હાથ મૂકે છે. તે પ્રેમનું કેન્દ્ર છે. આજે આધુનિક યુગનાં પ્રેમીઓ એકબીજાના પ્રેમમાં પડીને મરતાં નથી. કારણ કે સહેલાઈથી બીજી પ્રેમિકા કે બીજો પ્રેમી મળી જાય છે.

વૉલ્ટર હૉફમેન નામના ફિલસૂફે કહ્યું છે કે જો આપણે તન્મયતાથી અને ઉત્કટ ભાવનાઓ સાથે જ જીવીએ તો રાત્રે સુંદર નિંદ્રા આવી જાય છે. એ નિદ્રાનું સુખ સ્વર્ગના સુખ જેવું હોય છે. આપણે ઉત્કટતાથી કોઈને પ્રેમ કરતા હોઈએ તો એ અવસ્થામાં મરણ આવે ત્યારે આપણને પરમ સુખનો અનુભવ થાય છે.

હૉફમોન આગળ કહે છે..., એટલે જ હું જે જીવન ઈચ્છું છું તે જીવન પ્રેમમય અને ઉત્કટતાવાળું હોય, તે જીવન પીડામય અને સર્જનાત્મક હોય, જેથી કરીને જીવન જીવવા જેવું અને મરણ મરવાં જેવું હોય. આપણને જો સાચો પ્રેમ કરતાં ન આવડે તો જીવતાંય ન આવડ્યું અને મરતાંય ન આવડ્યું. આજે પ્રિન્સ દીપેન્દ્રના ઘાતક પ્રેમની હાંસી થાય છે. ભવિષ્યમાં તેની મહાન પ્રેમકથા લખાશે.

હિન્દુજાબંધુઓનો એક પુત્ર એક અંગ્રેજ છોકરી સાથે પ્રેમમાં પડેલો. એને ખબર હતી કે તેના કટ્ટર હિન્દુ માતાપિતા આ લગ્ન નહિં સ્વીકારે. બન્ને જણ મોરેશિયસ ભાગી ગયાં. એક હૉટેલમાં બન્નેએ સાથે મળીને આપઘાત કર્યો હતો. આ “આત્મહત્યા” એ માત્ર પ્રેમના સાચા સ્વરૂપનો અંતિમ અને કરુણ પરચો છે. આમેય પ્રેમીઓ જીવતાં હોય છતાં બન્ને પરસ્પરનાં અલગ અસ્તિત્વનો, અહમ્નો અને વિશિષ્ટતાનો અંત આણે છે. પ્રેમાં પડવું તે મોટી જોખમની વાત છે. ફકન્સે આલ્બેરાની નામના ઈટાલિયન ફિલસૂફ કહે છે કે તમે પ્રેમમાં પડો છો ત્યારે જબ્બર જોખમ ઉઠાવો છો, તમે પ્રેમમાં પડો ત્યારે કોઈ ગેરંટી નથી કે તે પ્રેમ તમને નવી જિંદગી તરફ લઈ જશે કે નિરાશા તરફ કે મોત તરફ લઈ જશે, માતા અને પુત્ર વચ્ચે પણ પ્રેમ હોઈ શકે છે અને એ પ્રેમ પણ ઘાતક નીવડે છે. લંડનમાં એટન સ્કૂલ જ્યાં નેપાળનો પ્રિન્સ દીપેન્દ્ર અને જવાહરલાલ નેહરુ ભણેલા ત્યાં ભણતો કેશન ગુણવર્દન નામનો વિદ્યાર્થી તેની માતા દિનેશાને ખૂબ જ ચાહતો હતો. તેર વર્ષનો કેશન તેની ક્ષયથી પીડાતી માતા પાસે જ સતત રહેતો હતો. સ્કૂલમાં તે બ્રિલિયન્ટ હતો. બાર વર્ષની ઉંમરે કવિતા લખતા થયેલા કેશનથી તેની માતાની બીમારીની પીડા જોઈ શકાતી નહોતી. ડૉક્ટરોએ આશા છોડી દીધેલી. કેશનને એક કવિતા બદલ ઈનામ મળેલું પણ તે કેશનને ખબર નહોતી. માતા દિનેશા બચે તેવી કોઈ આશા નહોતી. કેશન માતાને એટલો ચાહતો હતો કે તેણે “બોવાઈન ફિલોસોફી” નામની કવિતા લખેલી તેને એટન સ્કૂલમાં ઈનામ મળ્યું. પિતાને આ ખબર મળતાં ખુશી ખુશી ઘરે આવ્યો ત્યારે તેની પત્ની દિનેશા અને કેશન બન્ને મરેલાં પડ્યાં હતાં. માતા જ્યારે છેલ્લા શ્વાસ લેતી હતી તે 13 વર્ષનો કેશન જોઈ ન શક્યો. તેને માતાથી અલગ થવું ન હતું. માતા-પુત્રે પછી સાથે ઝેર ઘોળ્યું!

જ્યારે કોઈ જુવાન છોકરી કે છોકરો કુટુંબને અઘટિત પાત્ર મળે તેવા પ્રેમી સાથે પ્રેમમાં પડે છે ત્યારે તેને સ્કીઝોફ્રેનિયા થયો છે કે ઑબ્સેશન થયું છે કે કશોક વળગાડ થયો છે તેમ મનાય છે. ખરેખર પ્રેમ વળગાડ છે. પણ આર.ડી. લેંગ નામના મહાન મનોવૈજ્ઞાનિકે કહ્યું છે કે પ્રેમમાં આવતું પાગલપણું અને આત્મઘાતક વિચારો કે સ્કીઝોફ્રેનિયાનું સંપૂર્ણપણે અવમૂલ્યન ન કરી શકાય. “ધી પોલિટિક્સ ઑફ એક્સપિરિયન્સ”માં મનોવિજ્ઞાનીએ લખ્યું છે કે સ્કીઝોફ્રેનિયા કે અમુક જાતના પાગલ પ્રેમની જીવનસફર એક પુરાણા દરિયાખેડુની સફર જેવી છે. તે કોઈક અજાણ દિશા તરફ જઈ રહ્યો છે, પણ કદાચ તે “હાયર સ્ટેજ ઑફ ઈવોલ્યુશન”એટલે કે ઉત્ક્રાન્તિના ઊંચા લેવલે પણ જતો હોઈ શકે છે. તેને રોકવો તે ખરેખર ગુનો બને છે. એમ કરવા જતાં મહાન આપત્તિ આવી શકે છે.

દેવદાસનો આત્મહનનનો પ્રેમ
હુશ્ન સે દિલ લગા કે હસ્તી કી

હર ઘડી હમને આતશી કી હૈ

- અનામી

ન શિકવા હૈ કોઈ ન શિકાયત

સલામત રહે તૂ

મેરી યહ દુઆ હૈ.

બહુત હી કઠિન હૈ

મહોબત કી રાહેં

જરા બચકે ચલના

જમાના બૂરા હૈ

મુકદ્દર કી રાહોં અબ

બદલી હુઈ હૈ

કોઈ બૂઝ રહા હૈ

કોઈ જલ રહા હૈ.

યહ સબ ગરદીશેં હે

નસીબોં કે પ્યારે

ન મેરી ખતા હૈ

ન તેરી ખતા હૈ

- ફિલ્મ : અમર

આજથી 2045 વર્ષ પહેલાં બરાબર 20 માર્ચે જેન્યુઅલ રોમેન્ટિક કવિ અને રોમન ફિલસૂફ ટ્યુબિલિયસ ઑવિડસ નાસો જે માત્ર ઑવિડના ટૂંકા નામે આલેખાયા હતા તેમણે પ્રેમમાં પડવાની અને પ્રેમમાં પાડવાની કળા વિષે ત્રણ પુસ્તકો લખ્યાં હતાં. Ars Amoria – A manual of seduction and intrigue for the man નામના પુસ્તકમાં કવિ ઑવિડે, પુરુષોએ પરણેલી સ્ત્રીને કેમ આકર્ષવી તેની કળા શીખવી હતી. બે પ્રેમનાં પુસ્તકો પુરુષો માટે લખ્યા પછી ત્રીજું પુસ્તક સ્ત્રીઓ માટે લખતા હતા. કારણકે તે જમાનામાં ઈટાલીમાં સ્ત્રીઓની જબ્બર ડિમાન્ડ થઈ કે પરણેલી કે કુંવારી સ્ત્રીઓએ પરણેલા પુરુષને પ્રેમમાં કેમ પાડવો તેની કળા શીખવતું પુસ્તક લખો.

પરંતુ આ પુસ્તક લખે તે પહેલાં રોમન શહેનશાહે તેને તડીપાર કરેલા કારણકે ઑવિડ પાદશાહની પરણેલી પૌત્રી સાથે આડા સંબંધમાં ઊતરેલો. આ બે હજાર વર્ષ પહેલાંના ગ્રેટેસ્ટ કવિની પ્રેમકવિતાઓ કવિ ગેટે અને શેક્સપિયર વિદ્યાર્થી હતા ત્યારે પ્રેરણા માટે વાંચવાનું કહેવામાં આવતું. કવિનાં પુસ્તકો જે આડા સંબંધને ઉત્તેજના આપતાં હતાં તે પુસ્તકોને તે જમાનાના શહેનશાહ ઓગસ્ટસે તમામ લાઈબ્રેરીમાંથી નષ્ટ કર્યાં છતાં ઓવિડનાં રોમેન્ટિક પુસ્તકો આજેય વંચાય છે. સ્ત્રીઓને તે સલાહ આપતા કે પુરુષ ઉપર તમે આશિક છો તે દેખાવા દેશો નહીં, નહીંતર પુરુષ તમારું શોષણ કરશે. સૌ પ્રથમ તો તમારા મનપસંદ પુરુષ ઉપર તમે લટ્ટુ છો તેની જલદીથી જાણ થવા ન દો. એ પુરુષ તમને પ્રેમપત્રો લખતો થાય અને કવિતાઓ લખતો થાય ત્યારે દાણો દબાયો છે તેમ જાણો, પરંતુ એ વખતે તમે પુરુષને જીતી લીધો હોય તે પછી એ પ્રેમ ટકી રહેશે જ તે નક્કી નથી. ઑવિડ કહેતો કે love is tricty God. 2045 વર્ષ પહેલાં એ સાચું હતું તે આજેય સાચું છે. પ્રેમ એ પ્રવંચક, પ્રવાચક, છલના કરનારો ઈશ્વર છે, પરંતુ એનો અર્થ એમ નથી કે પ્રેમ કરવાનું છોડી દેવું.

સંજય લીલા ભણસાળી આજે નતાશા સિંઘના યુગમાં પાછી ‘દેવદાસ’ની ફિલ્મ બનાવી ચૂક્યા છે. નતાશા સિંઘની બહેનપણીઓ તેને ઈનક્યોરેબલ રોમેન્ટિક્સ કહે છે. આરબ લોહીવાળી નતાશા સિંઘ નટવરસિંહ જેવા ક્ષત્રિયના પુત્રની સાથે પ્રેમમાં પડી. ભાગીને પરણ્યા પછી નવી દિલ્હીના પ્રોમીસ્ક્યુઅસ – છૂટછાટવાળા વાતાવરણમાં તેનો રોમેન્ટિક સ્વભાવ છોડી શકી નહિ, તેથી દસ વર્ષે નતાશા સિંઘે પ્રેમના નશામાં જાન ગુમાવ્યો છે. આજના જમાનામાં બે સ્ત્રીઓ એક જ દેવદાસને વળગી રહે તે માનવા કોઈ તૈયાર નથી. કમલાદાસ અને શોરમા ડે જેવી હિંમતવાન રોમેન્ટિક યુવતીઓ તેમના રોમેન્ટિક જીવનને પ્રગટ કરે છે પણ અપ્રગટ રીતે દેવદાસને ભૂ પાય તેવી સિરિયલ લવર્સ રાખનારી સ્ત્રીઓ આજનાં સમાજમાં ઠેર ઠેર છે. દેવદાસ જવા દારૂડિયાને ખુશ કરવા બબ્બે સ્ત્રીઓ જીવન બરબાદ કરે તેને આજની સ્ત્રી શીયર વેસ્ટ ઑફ ઈનોશન્સ કરશે. તાજેતરમાં થોમસ કાર્લાઈલ અને જેન કાર્લાઈલ નામના એક સાહિત્યકાર યુગલને લગ્નકથા પ્રગટ થઈ છે. (Thomas & Jane Carlyle Portrait of a marriag – લેખિકા રોઝમેરી એશટન છે.) એમાં લખ્યું છે કે જેન કાર્લાઈલ આવા તરંગી માણસને કેમ પરણી તે જ એક કોયડો છે. જેન 19 વર્ષની હતી. જૈન એક સમૃદ્ધ ડૉક્ટરની પુત્રી હતી. ત્યારે થોમસ કાર્લાઈલ એક અર્ધશિક્ષિત ખેડૂતનો પુત્ર હતો. જેને જખ મારીને પરણવું પડ્યું. જેનને કાર્લાઈલના મિત્ર એડવર્ડ ઇરવિંગનું આકર્ષણ હતું પણ ઈરવિંગે પ્રેમનો પ્રતિભાવ ન આપ્યો ત્યારે તે શોમસ કાર્લાઈલને પરણી ગઈ, પછી પોતાના રોમેન્ટિક સ્વભાવને પતિને ભોગે જીવતો રાખ્યો.

લંડનના “ઑબ્ઝર્વર” નામના પ્રતિષ્ઠિત દૈનિકમાં સામાજિક કટાર લખનારી લેખિકા બાર્બરા એલન લખે છે કે જે સિરિયલ લવર તરીકે પુરુષો કરતાં સ્ત્રીઓની સંખ્યા વધુ છે. કેટલાક મનોવિજ્ઞાનીઓ સ્ત્રીઓ માટે કહે છે કે “ફલાણી સ્ત્રી ઈનક્યોરેબલ રોમેન્ટિક છે.” બાર્બરા એલન આવા વાક્યનો સખત વિરોધ કરે છે. રોમેન્ટિક હોવું અને ક્યોરેબલ હોવું તે વિરોધાભાસી વાત છે. રોમેન્ટિક વ્યક્તિ રોમેન્ટિક જ રહે છે. તેણે શું કામ તેના સતત રોમાન્સમાં પડવાના સ્વભાવને જ કોઈ ખામી માનવી જોઈએ? બાર્બરા એલન કહે છે “પોતે ઈનક્યોરેબલ રોમેન્ટિક છે, મરતાં સુધી રહેવાની છું.”

કવિ ઑવિડ ઈટાલિયન પ્રેમી હતા. ઈટાલીમાં પ્રેમનાં પ્રકરણો સ્ત્રીઓ વધુ કરે છે. સ્ત્રીઓને પતિ ઉપરાંત ઘણા પ્રેમીઓ હોયછે. ઈટાલીની પીસા યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ પ્રેમ વિષે સાયન્ટિફિક સંશોધન કર્યું છે. તમે વિજ્ઞાની પાસે જઈને કહો કે “હું ફલાણી છોકર સાથે પ્રેમમાં છું.” વિજ્ઞાની પૂછે છે “ખરેખર પ્રેમમાં છો?” તમે એક જ સ્ત્રીને મરતાં સુધી વળગી રહેશો?” જો તમે “હા” કહો તો વિજ્ઞાની કહેશે, “તમે પ્રેમમાં નથી. તમે બ્લડ ટેસ્ટ લેવડાવો.” એ પછી બ્લડ સ્ટેટ લેવાય છે. જે સ્ત્રી કે પુરુષ “હું ઉત્કૃષ્ટ પ્રેમમાં છું.” તેમ કહે છે તેના લોહીના બાયોલૉજિકલ ટેસ્ટ લેવાય છે. તેમના મગજના કોષોનો નકશો કઢાય છે. પછી માલૂમ પડે કે તેમના લોહીનું બંધારણ અને મગજના કોષોનો પેટને ઓબ્સેસિવ-કમ્પલઝિવ ડિસઓર્ડરનાં વ્યાધિવાળાં દર્દો જેવો હોય છે, એટલે કે અમુક પ્રોટિનો અને રસાયણોની ખામીને કારણે આ વ્યક્તિ પ્રેમમાં હઠીલો અને અદમ્ય રીતે સતત પ્રેમ ઝંખનારી વ્યક્તિ રહે છે. જો તે કહે છે કે હું પ્રેમ કરનારી વ્યક્તિને જિંદગીભર વળગી રહીશ તો તે સાચો પ્રેમી નથી.

સ્ત્રી-પુરૂષની સમાનતા વધી છે એટલે દેવદાસ બે સ્ત્રીના પ્રેમમાં હોય તેમ એક સ્ત્રી બે, ત્રણ, ચાર પુરુષોના પ્રેમમાં એકસાથે કે ક્રમવાર રહી શકે છે. હવે તો રહે છે. હવેની સ્ત્રી લંડન, પીસા, રોમથી દિલ્હી સુધી એક જ દેવદાસના મોહમાં પડીને જિંદગીમાં પાયમાલ થવામાં માનતી નથી. 2045 વર્ષ પહેલાં કવિ ઑવિડ પણ આવું જ કહી ગયા હતા. તેમણે પુરુષને પ્રેમમાં પાજ્યા પછી પ્રેમમાં નિષ્ફળતા મળે તો શું કરવું તે માટેનું ચોથું પુસ્તક પણ લખેલું. નિષ્ફળ પ્રેમના ઈલાજો લખેલા. તેમાં એક લીટીનો ઈલાજ છે, “પ્રેમમાં નિષ્ફળ ગયા છો? ફરીવાર પ્રેમમાં પડો તે શ્રેષ્ઠ ઈલાજ છે! પ્રેમના આતિશને હર ઘડી જલતો રાખવો જરૂરી છે.”

લવ ઈઝ ધ ડ્રગ : પ્રેમ એટલે ગર્દ?
સર ઝુકાઓગે તો પત્થર દેવતા હો જાએગા,

ઈતના મત ચાહો ઉસે તો બેવફા હો જાએગા,

હમ ભી દરિયા હૈ, હમે અપના હુનર માલૂમ હૈ,

જિસ તરફ ભી ચલ પડેંગે, રાસ્તા હો જાએગા,

કિતની સચ્ચાઈ સે, મુઝસે ઝિંદગીને કહ દિયા,

તૂ નહીં મેરા તો કોઈ દૂસરા હો જાયેગા,

ઝહર ભી ઇસમેં અગર હોગા, દવા હો જાયેગા.

- બશીર બદ્ર

“ઉજાલે અપની યાદોં કે”, સંપાદક : વિજય વાતે

6ઠ્ઠી મે, 2001ના રોજ “ન્યૂ યોર્ક ટાઈમ્સ”ની વેબસાઈટ પર ટૉમ સ્ટોપાર્ડ નામના નાટ્યલેખક અને કલાકાર વાચકો સાથે પ્રેમ વિશે વાર્તાલાપ કરતા હતા. એક જાણકાર યુવાને નાટ્યકારને પૂછ્યું, “એક નાટકમાં મેં સંવાદ સાંભળેલો કે Love is either Virgilian and conquers all or Ovidian and is something we conquers. Would you say you are Virgil the romantic or Ovid the classicist.”

આ બન્ને મહાન રોમન કવિ હતા. વર્જિલ અએ ઑવિડ બંને પ્રેમીઓ હતા. પાંચમી સદી સુધી વર્જિલની કવિતાઓ યુરોપનાં પાઠ્યપુસ્તકોમાં છપાતી. તેમનાં કાવ્યોમાં આદર્શ રોમ નગરનાં સપનાઓમાં એટલા રમમાણ રહેતા કે તેમનો રોમાન્સ તેમના રસના વિષયની આજુબાજુ ચાલતો. તેઓ કદી જ પરણ્યા નહિ. તેમના સપના મુજબની રોજ નગરી રચવા તેમણે શહેનશાહ ઑગસ્ટને કેટલાક પ્રેમનાં સિદ્ધાંત આપ્યા : પ્રજાને પ્રેમ કરો પણ પ્રજા પર પૂર્ણ આધિપત્ય રાખો. તમામને જીતી લો. પણ પછી વેર ન વાળો. બહુ જ ગર્વિષ્ઠ હોય તેને પાડી દો. જગતને જીતી લો. તમે ઈશ્વરના ચાહક છો એટલે તમે આ પૃથ્વીના માસ્ટર પણ છો.

આવો રોમેન્ટિક કવિ ખરેખર ખતરનાક હોવો જોઈએ. વર્જિલના મરણ પછી કવિ ઑવિડે રોમના કાવ્યજગતનો અને કાવ્યના ચાહકોનો કબજો લીધો. તેઓ રોમેન્ટિક કવિ નહિ પણ ક્લાસિસિસ્ટ કવિ અને પ્રેમી હતા. વર્જિલ પરણ્યો નહિ પણ રોમેન્ટિક રહ્યા. ઑવિડે બબ્બે પ્રેમલગ્ન કર્યા. ફોક થયાં. ત્રીજા લગ્નમાં અંતે તેમને પૂર્ણ જીવનસંગિની બને તેવી પત્ની મળી. કવિ ઑવિડ ક્લાસિસિસ્ટ પ્રેમી એટલે કે પાંડિત્યવાદી પ્રેમી હતા. શૃંગારરસથી ભરપૂર હતા.

નાટકકાર સ્ટોપાર્ડ “ન્યૂ યોર્ક ટાઈમ્સ”ના વાચકના પ્રશ્નમાં સપડાઈ ગયા. તેમણે જવાબ આપ્યો, “હું તો રોમેન્ટિક માણસ છું પણ આવી છાપ મારીને તમે વ્યક્તિને ઓળખી ન શકો. બહારથી હું બહુ પ્રેમાળ દેખાતો હોઉં પણ અંદરખાને સખતમાં સખત પણ હોઈ શકું.” તરત બીજા વાચકે પૂછ્યું, “તો શું પ્રેમ વળી બે પ્રકારના હોઈ શકે? પ્રેમના કેટલા પ્રકાર છે?” નાટ્કકાર પણ જવાબ આપવામાં ગોથું ખાઈ ગયા. પછી કહે, “આ પ્રશ્નનો જવાબ આપી જ શકાય. તમે એવો પ્રશ્ન કર્યો છે કે માત્ર સ્માર્ટ જવાબ આપીને તેનો સાચો જવાબ ટાળી શકાય.”

કવિ ઑવિડે એમોર્સ (Amores) નામનું પુસ્તક લખ્યું. એમોર્સ એટલે પ્રેમ. ફ્રેન્ચ ભાષામાં એમોર્સ એટલે મૃતક, મૃત્યુને પાત્ર વગેરે. પ્રેમ કરવો એટલે ફ્રેન્ચની ભાષાની દ્રષ્ટિએ મોતને ભેટવું. નાટકકાર સ્ટોપાર્ડના વાર્તાલાપ પહેલાં “ગાર્ડિયન”માં નિક કેવ નામના અંગ્રેજ કવિ અને નવલકથાકારનાં પ્રેમકાવ્યોની ચર્ચા (તા. 21-4-2001) થઈ હતી. તેનું મથાળું હતું : Love is the Drug. અર્થાત્ પ્રેમ એક ગર્દ છે. પ્રેમનું વ્યસન થઈ જાય છે. આપણા એક જૂના કવિએ ગાયેલું :

“પ્રીતિ નશો આકરો રે મત પી તું ગમાર

સામું પીવાવાળું નહિ મળે તો ખાઈશ મૂંગો માર.”

આવા નશીલા પ્રેમીનું કાવ્ય નિક કેવે લખ્યું છે :

For you dear I was born

For you I was raised up

For you I have lived and for you I will die

For You I am dying now.

You were my mad little Love.

In a world were everybody… (uses)

… everydody else over

Youwho are so

Far from me

Way across some cold neurotic sea.

Far from me.

માફ કરજો, આનો અનુવાદ નહીં કરી શકું. એક પાગલ પ્રેમી તેની પાગલ પ્રેમિકા સાથે અંતરીક્ષ દ્વારા પ્રેમાલાપ કરે છે. ઈટાલિયન અર્થમાં પ્રેમી છે અને ફ્રેન્ચ અર્થમાં પ્રેમનો શહીદ છે. હવે મારે આ પ્રેમના જોખમી વિષયમાં શું કહેવાનું છે? હજી એક છેલ્લો દાખલો આપીને તમે કેવા પ્રેમી છો અને પ્રેમ જેવું કંઈ છે કે નહિ તે તમે જ નક્કી કરજો.

“ન્યૂ સાસન્સ્ટિસ્ટ”ના તા. 14-5-2001ના અંકમાં પ્રેમની ચર્ચા થઈ છે. માનવીના સંબંધોમાં પ્રેમસંબંધ થાય છે ત્યારે પુરૂષ સ્ત્રી સાથે સેક્સ માટે લાંબો સમય રહે છે અને સ્ત્રી મસામતી માટે. લાંબા ગાળાના સંબંધોના સરેરાશ આવા હેતુ બન્નેના હોય છે. હૉલેન્ડ અને સ્વીડનના બે વિજ્ઞીઓએ આ તારણ કાઢ્યું છે. બન્ને કબૂલકરે છે કે એકપત્નીત્વ કે એકપતિત્વ (પતિવ્રતા)ની જે ભાવના છે તેમાં છેતરપિંડી એ બન્ને માટેના ડ્રાઈવિંગ ફોર્સ છે. એકબીજાને વફાદાર રહેવા કરતાં બેવફા રહીને જીવનનું ગ્રાહસ્થ્ય ટકાવી રાખવું એ જ બન્નેના છૂપા કે પ્રગટ સમાન ઉદ્દેશ છે. સ્ત્રી બીજા સંબંધો બાંધે છે, પણ મૂળ પતિ સાથેની સલામતી જોખમાવા દેવા માગતી નથી. પુરૂષ વેરાઈટી માટે બેવફા થાય છે, પરંતુ પત્ની સાથેના રેગ્યુલર અને વ્યવસ્થિત સેક્સમાં જ તેને સામાન્યતઃ વધુ નૈતિક સંતોષ મળે છે.

ઓહ, મને પ્રતીત થયું છે કે પ્રેમ ખરેખર ગર્દ છે, નશો છે. એ બધા માટેની વાત નથી. ઈટ ઈઝ નૉટ એવરીબડીઝ કપ ઑફ ટી. હિન્દીમાં એક કહેવત છે, “યહ મુંહ ઔર મસૂર કી દાલ?” કાઠિયાવાડમાં કહે છે કે, “છોકરાંવથી છાશ્યું પિવાય નહિ.” બાળકો ખાટી છાશ પી શકે નહિ. માત્ર પ્રેમ નહિ, મદિરા, ધૂમ્રપાન એ બધા માટેની ચીજ નથી. જગતના સ્ટેટિસ્ટિશિયનોએ એક કાલ્પનિક ટકાવારી કાઢેલી. જગત પર દસ ટકા બુદ્ધિમંતો, કલાકારો અને રાજકારણીઓ પ્રભુત્વ જમાવે છે. આ દસ ટકાનો આંકડો, પ્રેમ મદિરા અને ધૂમ્રપાનને પણ લાગુ પડે છે. મને પીતાં (બન્ને) આવડતું નથી, પણ કેટલાક પત્રકારમિત્રો ટેસથી ધૂમ્રપાન કરે કે મદિરાની જયાફત ઉડાવે તેની ઈર્ષ્યા આવે છે. મદિરા પીતાં ન આવડવું એ ઊણપ લાગે છે. ઘણા એ બાબતમાં ઢ હોય છે, પણ પછી તેઓ માત્ર ઢીંચે છે અને ફૂંકે છે, માણતા નથી. પ્રેમનું પણ એવું જ છે. મહાન ચીની ફિલસૂફ જેને રજનીશ ટાંકતા તે લાઓ ત્સેએ મદિરા પર આખું પ્રકરણ લખ્યું છે. તેઓ પણ કહે છે કે મદિરા પીવી તે કળા છે. હિટલર, મુસોલિની અને સ્ટેલિન એ ત્રણેય નિર્વ્યસની હતા. તેથી જ ક્રૂર હતા. મોરારજી દેસાઈ પણ એવા ક્રૂર હતા. મદિરા પીવી એ કળા છે. પ્રેમ એક કળા છે. તેમાં દુઃખી થવાનું પણ વડવું જોઈએ. બાકી, તો નેવું ટકાની માફક સંબંધોની છૂપી છેતરપિંડીનો મોટો મારગ ખુલ્લો છે.

મા સરસ્વતી દેવી, કવિ કાલિદાસ, પેન્ટર હુસૈન, ભાવનગરનો હુસૈનિયો અને એન્સાઈક્લોપીડિયા
જૂના ભાવનગર રાજ્ય, ગોંડલ રાજ્ય, ગાયકવાડનું રાજ્ય અને લાઠીમાં દરેક પ્રાથમિક શાળાઓમાં સરસ્વતી દેવીનો શ્વેત વસ્ત્રધારી ફોટો અચૂક રખાતો હતો. મહુવામાં છેક મિડલ સ્કૂલ સુધી પટાવાળો વર્ગ ખોલે એટલે સૌપ્રથમ, "બોલો, સરસ્વતી માતા કી જય" એમ બોલીને જ અમે વર્ગમાં પ્રવેશતા. આ સરસ્વતી માતાની જય મહુવાના સુલેમાન ઘાંચી, પઠાણ દિલીપ પેન્ટર અને ચાઉસના દીકરાઓ પણ બોલતા. એ પછી એકાદ સારા ગળાવાળા વિદ્યાર્થી તરીકે કોઈ પ્રાર્થના ગાય અને બધા વિદ્યાર્થી ઊભા રહે, ટીચર પણ ઊભા રહે. બે હાથ જોડીને સરસ્વતીની પ્રાર્થના થતી. મારા વતનના ગામ ઝાંઝમેરમાં મારા પિતા શિક્ષક હતા. ગામમાં માત્ર કરેણનાં ફૂલ થતાં એટલે સરસવતીને કરેણનો હાર પહેરાવતા. વિદ્યાર્થી સ્કૂલમાં પ્રવેશે એટલે છબી હોય કે ન હોય, સરસ્વતીને માનસિક વંદના કરીને પ્રવેશતા. ભાવનગરમાં આલ્ફ્રેડ સ્કૂલ સામે મારા મામાના ઘરે ભણતો ત્યારે ભાવનગરનો હુસૈનિયો સરસ્વતીની પ્રાર્થના એવા સરસ રાગથી ગાતો કે વિદ્યાર્થીઓ અને માસ્તરાણી કમલાબહેન પણ હુસૈનિયા પર આફરીન થઈ જતી. અમારે ચિત્ર દોરાવવું હોય તો મહુવામાં ગ્લોબ ટૉકિઝમાં ફિલમના બોર્ડ ચીતરતો પેન્ટર દિલીપ પઠાણ અમને સરસ્વતીનું ચિત્ર દોરી દેતો.

આ સરસ્વતીને મુંબઈમાં ઘણા લોકો જાણતા નથી તે સરસ્વતીના ઉપદેશથી વિરુદ્ધ જઈને વાણીવિલાસ કરે છે. તેવી જ રીતે પેન્ટર હુસૈન જો એન્સાઈક્લોપીડિયા બ્રિટાનિકાને પ્રભાણભૂત માનતા હોય તો તે ગ્રંથમાં મા સરસ્વતીનું વર્ણન છે તે વર્ણનની વિરુદ્ધ સરસ્વતીનું નગ્ન ચિત્ર દોરે છે. (મુંબઈના ઘોંઘાટ કરનારા લોકોના કહેવા પ્રમાણે) પેન્ટર હુસૈનને ઠપકો આપવો હોય તો એકાદ નેતાએ જઈને મૃદુ વાણીમાં તેને ઠપકો આપીને આખી વાત ભૂલી જવી જોઈએ. સરસ્વતી અંગેનો આખો ઊહાપોહ કરનારા માટે પેન્ટર હુસૈન માટે તેમ જ મારા પોતાના માટે મા સરસ્વતીને જાણવાનો આ સુંદર મોકો છે.

સરસ્વતી દેવીનું એન્સાઈક્લોપીડિયા પ્રમાણેનું વર્ણન છે તેનું ગુજરાતી ભાષાંતર કરતા પહેલાં તેની મહત્વની લીટીઓ છે તે નીચે મૂળ અંગ્રેજીમાં આપું છું :

She is usually represented in painting and sculpture as GRACEFULL, Fair (especially start white) and DRESSED in garments riding on a swan (or goose) and holding a lute (વીણા) and a manuscript or book.

અર્થાત્ સરસ્વતીનાં જે જે શિલ્પો કે ચિત્રો છે તેમાં તેને શોભાયમાન (ગ્રેસફુલ) રીતે શ્વેત વસ્ત્રધારી અને પૂર્ણ વસ્ત્રધારી તેમજ હંસ ઉપર સવારી કરતાં અને હાથમાં વીણા તેમજ પુસ્તક ધારણ કરેલાં દેખાડવામાં આવેલાં છે. એ હિસાબે જ સરસ્વતીનાં કાલ્પનિક ચિત્રો દોરાવાં જોઈએ. એન્સાઈક્લોપીડિયા બ્રિટાનિકાનું ઉપરનું વર્ણન અમે જે પ્રાર્થના ગુજરાતીમાં ગાતાં હતાં તે પ્રાર્થનાને અનુરૂપ છે. પરાંત કર્મકાંડ, જ્યોતિષ અને પંડિત બનેલાં મુંબઈના વિજ્ઞાની રવીન્દ્રભાઈ શાસ્ત્રીએ કહેલી સંસ્કૃત પ્રાર્થના મુજબનું જ વર્ણન છે તે નીચેની પ્રાર્થના ઉપરથી જણાશે :

યા કુન્દેદુ તુષારહારધવલા

યા શુભ્ર વસ્ત્રાવૃતા

યા વીણા વરદંડ મંડિત કરા

યા શ્વેત પદ્માસના

યા બ્રહ્માચ્યુત શંકરા પ્રભૂતિભિર

દૈવે સદા વન્દિતા

સામામ પાતુ સરસ્વતી ભગવતી

નિઃશેષ જાડ્યા પહાં:

રવીન્દ્રભાઈ શાસ્ત્રીએ ફોન ઉપર આ પ્રાર્થના કહેલી છે એટલે ઉચ્ચારમાં ભૂલ હોય તે વિદ્વાનોએ માફ કરવી. એન્સાઈક્લોપીડિયામાં બાકીનું વર્ણન છે તે આવું છે. સરસ્વતી હિન્દુ દેવી છે. તે વિદ્યા અને કલાનાં દેવી છે. સરસ્વતીનો સાહિત્યમાં પ્રથમ ઉલ્લેખ એક નદીના સ્વરૂપે થયો છે. તેને વાકદેવી પણ કહે છે. પછીના હિન્દુવાદમાં તેમને વેદના કર્તા બ્રહ્માની પુત્રી જેવી ગણી હતી.

એવું કહેવાય છે કે કવિ કાલિદાસે મેઘદૂત, અભિજ્ઞાન શાકુંતલ અને કુમારસંભવ એ ત્રણ મહાકાવ્યો લખ્યાં તે સરસ્વતીની ઉપાસનારૂપે અને પત્નીનાં મહેણાં પછી રચેલાં. સરસ્વતીનું જે મૂળ ચિત્ર છે તેની કલ્પના પણ કવિ કાલિદાસે જ કરેલી. એન્સાઈક્લોપીડિયા કહે છે કે સરસ્વતી દેવી આર્ટ, મ્યુઝિક અને "લેટર્સ" (શબ્દજ્ઞાન)ની પેટ્રોનેસ હતી. જે કોઈ કલાકાર, સંગીતકાર કે ખરો સાહિત્યકાર લખવાનું શરૂ કરે કે શિલ્પકાર શિલ્પ તૈયાર કરે કે ચિત્રકાર ચિત્ર દોરે તે પહેલાં આ બધા કલાકારો મનમાં સરસ્વતીની કલ્પના કરે છે કે તેનું સ્મરણ કરે છે. કવિ કલાપીના લાઠીના મહેલમાં સરસ્વતીની મોટી જબ્બર તસવીર રહેતી હતી. જામનગરના જામ રણજી પણ મહેલમાં સરસ્વતીનો ફોટો રાખતા અને સયાજીરાવ ગાયકવાડ તો ગુજરાતીકરણના પ્રેમી હતા એટલે કોર્ટને ન્યાયમંદિર, ટેકનિકલ કૉલેજને કલાભવન, મ્યુઝિયમને કલામંદિર અને શિક્ષણના સ્થાનને સરસ્વતી મંદિર કહેતા તેમજ મહેલમાં સરસ્વતીની છબી રાખતા.

એન્સાઈક્લોપીડિયા બ્રિટાનિકા લખે છે કે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં વસંત ઋતુ શરૂ થાય ત્યારે સરસ્વતીનો "વરઘોડો" (પ્રોસેશન) નીકળે છે અને વાજતેગાજતે તેની મૂર્તિને નદીકાંઠે લઈ જવાય છે. મુંબઈમાં હિન્દી પુસ્તકભંડાર ચલાવતા રમણ મિશ્રા કહે છે કે અલ્લાહાબાદમાં ઘણા બંગાળીઓ રહે છે તે નવરાત્રિમાં દુર્ગા સાથે સરસ્વતીની પણ પૂજા કરતા અને બંગાળીઓ સરસ્વતીનું મોટું જુલુસ પણ કાઢતા હતા. મહાકાળી, મહાલક્ષ્મી અને મા સરસ્વતી એ ત્રણેય દેવીઓ ત્રિગુણી છે. તેને કર્મકાંડી લોકો સવારે યાદ કરે છે.

ખાસ ધ્યાન રાખે છે કે વિદ્યા તારે છે અને વિદ્યા મારે પણ છે. તેથી જ સરસ્વતી શબ્દ જ્ઞાન કે વિદ્યાની દેવીનો પવિત્ર શબ્દ છે તેમજ ગુજરાતી ભાષામાં કોઈને ગાળ દો તોપણ "સરસ્વતી ચોપડાવી" તેવું કહેવામાં આવે છે. દંતકથામાં સરસ્વતી દેવીને સંસ્કૃત ભાષા અને દેવનાગરી લિપિનાં શોધક કહેવામાં આવ્યાં છે. તેમની છબીમાં કેટલીક વખત પાંચ હાથ દેખાડાય છે. તેમાં પુસ્તક, કલમ, ખડિયો, માળા અને કમંડળ પણ હોય છે. કમંડળ એટલા માટે કે જે જ્ઞાન મેળવો તેને મનમાં સંઘરો અને તેનું વધુ પડતું પ્રદર્શન ન કરો.

સરસ્વતીની છબી સાથે મોરનું ચિત્ર છે, તે પણ કલા અને કલાની જાણકારીનું પ્રતીક છે, પણ તેનું વાહન હંસ છે. સરસ્વતી ત્રણેય લોકમાં વિહરતાં ત્યારે હંસ ઉપર સવારી કરતાં. એન્સાઈક્લોપીડિયા બ્રિટાનિકા છેલ્લી લાઈનોમાં લખે છે કે "સરસ્વતી ઈઝ ઓલ્સો એ પોપ્યુલર ગોડેસ ઈન જૈન એન્ડ બુદ્ધિસ્ટ માયથોલૉજી" અર્થાત્ જૈન અને બુદ્ધના ધર્મગ્રંથોમાં સરસ્વતીને પ્રિય દેવી તરીકે વર્ણવવામાં આવ્યાં છે. રાજસ્થાનમાં મેવાડ ખાતે જૈનોનાં પુરાણા ગ્રંથો કે ચિત્રો છે તેનું નામ પણ "જૈન સરસ્વતી ભવન" રખાયું છે.

જૈન ધર્મના સ્થાપક અને બુદ્ધ ધર્મના સ્થાપકે બ્રાહ્મણવાદનો વિરોધ કરેલો તેથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશમાં જૈનો ન માનતા, પરંતુ સરસ્વતીને જૈનો અને બુદ્ધધર્મીઓ માને છે. ખુદ શંકર ભગવાનને પોતાની પાસે વિદ્યા હતી તે સરસ્વતીને આપેલી.

સરસ્વતીના હાથમાં વીણાનું વાદ્ય છે તે તરંગો અને કલ્પનાશીલતાનું પ્રતીક છે. વસંત ઋતુમાં સરસ્વતીની પૂજા કરનારાની બુદ્ધિ અને કલ્પનાશીલતા ખીલે છે. તાજેતરમાં મુંબઈમાં મેઘવાળ સમાજનો વિદ્યાર્થીઓને ઈનામ આપવાનો તેમજ વસંત પુરાણીના પુસ્તકનો ઉદ્દઘાટન કાર્યક્રમ રાખેલો ત્યારે ત્યાં બાબાસાહેબ આંબેડકર, ગાંધીજી અને ત્રીજી છબી સરસ્વતી દેવીની જ હતી. ગોવર્ધનરામ ત્રિપાઠીએ તેમની ચાર ભાગની નવલકથાના હીરોનું નામ પણ સરસ્વતીચંદ્ર રાખ્યું હતું. મહર્ષિ દયાનંદ સરસ્વતીના નામ સાથે પણ દેવીનું નામ જોડાયું છે. સરસ્વતીતીર્થ નામનું તીર્થ છે. ગુજરાતી સાહિત્ય પરિષદમાં એક વખત કોઈએ ભાષણ કરેલું ત્યારે કહેલું : લેખકો વિદ્યાના પૂજારી છે, તેથી તે સરસ્વતીપૂજક છે.

દિવાળીને દિવસે ચોપડાપૂજન થાય છે ત્યારે લક્ષ્મીપૂજન નામ આપ્યું છે, પણ મૂળ તો સરસ્વતીપૂજન ગણાતું હતું. સરસ્વતીની પૂજાનો ઉત્સવ કાં વસંતપંચમીએ કે આસો માસમાં કરાય છે. બળવંતરાય ક. ઠાકોર જે સંસ્થાઓ શિક્ષણનો પ્રચાર કરે તેને સરસ્વતીપોષક સંસ્થા કહેતા હતા. નર્મદાના દક્ષિણ તટ ઉપર સરસ્વતી પ્રસ્રવણતીર્થ છે. ત્યાં મા સરસ્વતીએ તપ કર્યાની દંતકથા છે. અહીં ઘણા યજ્ઞો થયેલા તેને હોમટેકરી કહે છે. આ સ્થળે વિદ્યાદાન, ગ્રંથદાન અને ગાયત્રીપુરાણ કરાવે તેને ઘણું પુણ્ય મળે છે. આ ત્રણેમાં મને ગ્રંથદાનની વાત ગમી ગઈ છે. કારણ કે આજે પણ લેખકને પુસ્તક ભેટ આપો તો ઓછામાં ઓછું તેનું મન તો પ્રસન્ન થાય છે.

કવિ કાલિદાસે રઘુવંશ કાવ્ય લખવાનું શરૂ કર્યું ત્યારે એક રાત્રે 62 શ્લોક લખ્યા પછી તેને "રાઈટર્સ બ્લોક" આવી ગયો. તે પછી કવિ ઊંઘી ગયા અને મા સરસ્વતીએ આવીને બાકીના 14 શ્લોકો લખેલા તેને સરસ્વતી શ્લોક કહે છે. હવે કયા વિષય ઉપર લેખ લખવો તેની વિમાસણ હતી એટલે પેન્ટર હુસૈન, તેમની સામે રોષે ભરાયેલા લોકો અને મા સરસ્વતીની – એમ ત્રણની કૃપા થતાં આ લેખ પૂરો કરી શક્યો છું.

'પ્રેમ કો પંથ કરાલ યહાં તલવાર કી ધાર પે ઘાવનો હૈ' - પ્રેમ બચ્ચાના ખેલ નથી
સોળમી-સત્તરમી સદી વચ્ચે જન્મેલા કવિ ગંગે તેમની કવિતામાં અનેક વખત પ્રેમ અગર પ્રીતિનો ઉલ્લેખ કર્યો છે. તેની મેં યાદી બનાવી છે. તેમની કવિતામાં કુલ કથનમાં 10 ટકા કવિતામાં પ્રેમની વાત આવે છે.

પ્રીતમ કે પ્રિયતમ સાથે પ્રીતિ લગાવે તો સંસારમાં એ પ્રીત જીવનદાયિની બને છે. પ્રેમ થકી પરસ્પરનું આયુષ્ય વધે છે.

પતિ પરદેશ વસે તો લાંબા વખતે પ્રીત ઘટે છે.

પ્રીતિનું રહસ્ય અતીત લોકો જ જાણે છે એટલે કે ત્યાગી લોકો જાણે છે અને સ્વાર્થમાં રચ્યોપચ્યો રહેનારો સંસાર જાણતો નથી.

‘તારા કિ જ્યોતિમેં ચંદ છિપૈ નહીં પ્રીતિ છિપૈ નહિ પીઠ દીખાએ.’

કવિ ગંગ કહેવા માગે છે કે તારાઓ ગમે તેટલી અબજોની સંખ્યામાં ટમટમ કરે પણ તેમના પ્રકાશમાં ચંદ્ર છૂપો રહેતો નથી તે રીતે તમારા પ્રત્યે જેને પ્રેમ હોય છે તે કોઈ વખત ગુસ્સો કરીને ભયંકર મારામારી કરીને પીઠ ફેરવે તો પણ તેનો પ્રેમભાવ છૂપો રહેતો નથી. પીઠ ફેરવી લેવાથી સાચા પ્રેમીઓ કે બે ભાઈઓ વચ્ચે પ્રેમ છૂપો રહેતો નથી કે નષ્ટ થતો નથી.

‘પ્રીતિ કિયે દુઃખ હોતા હૈ ભારી.’

પ્રેમ કરવાથી ઘણી વખત ભયંકર દુઃખ સહન કરવું પડે છે. નારીની પ્રીતિ પ્રેમકટારી જેવી છે. લોખંડના શસ્ત્રથી ઘા પડે તે દવાથી મટે પણ પ્રેમની કટારીનો સહેજ ઘસરકો પણ ચિરકાળ દુઃખ દે છે. કવિ ગંગ કહે છે કે નારીની પ્રીતિ અંગારાથી પણ વધુ દાહક હોય છે.

કવિ ગંગ કહે છે,

‘બુરો પ્રીતિ કો પંથ બુરો જંગલ કો બાસો.’

‘પ્રીતિ કરો નીત જાન સુજાનસે, ઔર હૈવાનસે પ્રીતિ કહાં.’

હંમેશાં બે હાથે તાળી પડે છે. પ્રેમમાં સામો પ્રતિસાદ આપે તેવા સહૃદયી સાથે પ્રેમ કરવો. એક હાથે તાળી પડતી નથી.

છેલ્લે પ્રેમમાં પડનારાને ચેતવવા માટે ફિલ્મ ‘બંદિની’ના ગીતની પંક્તિ છે :

‘મત ખેલ, મત ખેલ, જલ જાયેગી,

કહેતી હૈ આગ મેરે મનકી...’

આ ગીતમાં સ્વાતંત્ર્ય યુદ્ધમાં જંપલાવનારો અશોકકુમાર કાંટાળા માર્ગ ઉપર ચાલે છે. તેની સાથે પ્રેમ કરવો તે આગની સાથે ખેલવા જેવું છે એમ અશોકકુમાર નૂતનને ચેતવે છે.

ઉપરનાં કવિ ગંગનાં ઉચ્ચારણો તમને સખત ચેતવણી આપે છે કે પ્રેમમાં પડવું તે જેવીતેવી દૂબળા હૃદયની વ્યક્તિનું કામ નથી. વળી આજના 21મી સદીના પ્રચુર માત્રામાં મૂડીવાદથી રંગાયેલા સમાજમાં પ્રેમ કરવો તે ઓર ઉપાધિમાં પડવા જેવી વાત છે. અહીં સુધી આ લેખમાં તમે પ્રેમ સામે લાલબત્તી ધરનારા ટુચકા ધીરજથી વાંચ્યા હોય તો હવે જર્મનીના મનોવિજ્ઞાની એરિક ફોમએ જે વાત પ્રેમ અંગે 44 વર્ષ પહેલાં કહી છે તે તેમને કહેવા માગું છું. એરિક ફોમની વાત ઘણાને ઝટકો આપે તેવી છે. તેમણે ‘ધ આર્ટ ઑફ લવિંગ’ નામનું નાનકડું પુસ્તક લખીને પ્રેમ અંગેની સાવ આખરી અને આકરી વાત કહી દીધી છે, તેવું મને લાગે છે. તેનો સાર એ છે કે આ મૂડીવાદી સમાજમાં જ્યાં દરેક ચીજનું ચારેકોરથી મૂલ્યાંકન કરીને પછી જ તેનો સોદો થાય છે તેવા અર્થપ્રદાન મૂડીવાદી સમાજરચનામાં પ્રેમ એક અતિદુર્લભ કૉમોડિટી બની જવાની છે. પ્રેમ કરનારા વિરલા હશે. અહીં ‘સાચો પ્રેમ’ જેવો શબ્દ વાપરતો નથી. પ્રેમ એ પ્રેમ છે.

એરિક ફોમનો ટૂંકો પરિચય આપું તો તેઓ જર્મીનમાં જન્મીને હિટલરથી ત્રાસીને અમેરિકા આવીને સાઈકોએનેલિસિસ ભણ્યા પછી તેના ગુરુ ફ્રોઈડના વિચારોના જબરા વિરોધી બન્યા હતા. તમણે 45 વર્ષ પહેલાં ‘ધ સેઈન સોસાયટી’ નામનું પુસ્તક લક્યું તેમાં કહેલું કે આધુનિક માનવી માત્ર બીજાઓથી જ નહિ પણ પોતાની જાતતી જ દૂર થતો જાય છે. તે પોતાને પ્રેમ કરતો નથી તો બીજાને શું પ્રેમ કરી શકવાનો છે? હાલની કન્ઝ્યુમરરિએન્ટેડ સોસાયટી જ્યાં ઉપભોગ એ જ મંત્ર છે ત્યાં પ્રેમનું અસ્તિત્વ કઠિન બન્યું છે. આજનો સમાજ તો તમે પ્રેમ કરતા હો તો તમને પાગલ માનશે. તમારા વડીલોને મનોવિજ્ઞાનીઓ આવીને તમારા પ્રેમને ઠંડો પાડવા દવાઓ ખવરાવશે.

એરિક ફોમ માનતા હતા કે માનવીમાં જે ‘ન્યુરોટિક કોનફ્લીક્ટ’ અર્થાત્ અસાધારણ સંવેદન સંપન્ન વ્યક્તિના મનમાં જે સંઘર્ષ જામે છે કે સંવેદનશીલ માનવી મનસ્તાપી બને છે તે આજુબાજુના સ્થાપિત સમાજે જે જડ નિયમો બાંધ્યા હોય છે તેને કારણે તેના મનમાં સંઘર્ષ જામે છે, એટલે હંમેશાં પ્રેમીએ પ્રેમલગ્ન કર્યા હોય તો તેનો સાચો નિર્ણય હોય છતાં સમાજ અને પ્રેમીઓ પોતે પણ મરતાં સુધી માને છે કે પોતે પ્રેમમાં પડ્યા છે તે ઘણું ખોટું કર્યું છે. આ લેખમાં હું એરિક ફોમની ફિલસૂફી પ્રમાણે તમને જે જે પ્રેમમાં પડ્યા હોય કે પ્રેમમાં પડવા માંગતા હોય તેમને ખાતરી આપું છું કે તમે પ્રેમમાં પડો છો તેમાં કશું જ ખોટું નથી. તમારો એ પ્રેમમાર્ગ જીવનપર્યંત કાંટાળો રહેવાનો છે. તેમાં મળનારું સુખ માત્ર આકસ્મિક હશે. પણ પ્રેમમાં પડવું તે અદ્દભુત અનુભવ છે. તમે પ્રેમમાં પડ્યો હો તો વિરલા છો. કુમારમંગલમ્ બિરલા એસ. કુમારવાળાની પુત્રીને પરણ્યા તેવાં મારવાડી સ્ટાઈલનાં મૂડીવાદી લગ્નો છે. અનિલ અંબાણી અને ટીના મુનીમ પ્રેમલગ્ન કરે તે એક જબ્બર અનોખી વાત છે. આ બેમાં તમે અનિલ અંબાણીની ‘જ્ઞાતિ’ ના હો તો આ લેખ તમારે માટે છે.

એરિક ફોમ કહે છે કે ભલે પ્રેમનો પંથ કરાલ (કઠિન) હોય પણ માનવીના અસ્તિત્વ માટે જે જે સમસ્યાઓ ઊભી થાય છે તેનો એક જ ઈલાજ પ્રેમ છે. એ ઈલાજ ભૂલી જવાશે ત્યાં સુધી માનવી દુઃખી રહેશે. આજે માનવીની અંતરાલ જરૂરિયાત, ગહન જરૂરિયાત કે ગહરાઈવાળી જરૂરિયાત હોય તો તે પોતાની જાતથી અને સમાજથી અલગાવ અનુભવવા લાગ્યો છે તેના જલદીથી ઉપાય કરવાની છે. માનવી આજે તેની એકલતામાં કેદ છે. તેને સાચો પ્રેમ કરવો છે પણ આજુબાજુનાં વાતાવરણ તેને સતત ઠોકી ઠોકીને કહે છે કે તું સમાજની રીતરસમોમાં જલ્દી ગોઠવાઈ જા.

આજે શહેરનો માનવ નાઈન-ટુ-ફાઈવનો માણસ બની ગયો છે. તે કાં તો લેબર ફોર્સમાં છે કે બ્યુરોક્રેટિક ફોર્સમાં છે કે મેનેજર છે. તેની પાસે આપસૂઝથી કામ કરવાનો કોઈ મોકો નથી. તેનું પોતાનું કામ કરવાની કોઈ તક નથી, અવકાશ નથી. તે એક સ્થાપિત મૂલ્યનો જંતુ છે. તેને પ્રિસ્ક્રાઈબ્ડ સ્પીડથી અને નક્કી કરેલા સમયમાં ચાલવાનું છે. તેણે કંપનીન4 સેક્રેટરી તરીકે માપસર ચિયરફુલ રહેવાનું છે. તેણે સહન કરવાનું છે. અમુક વિશ્વસનીયત જાળવવાની છે. તે જેટલું આપે છે તેટલું સામેથી તેણે લેવું જ જોઈએ એમ તેના મગજ ઉપર હથોડા મારી મારીને તેને રાજકારણમાં, સમાજાં અને અંગત સંબંધોમાં કહેવાય છે. પત્ની પતિને ઠપકો આપીને કહે છે કે, ‘તારો મિત્ર તારા માટે કંઈ કરતો નથી, તું શું કામ આટલો ઘસાય છે?’ રમૂજ, સંગીત અને મનોરંજન બધું રૂટિન થયું છે. હસવાનું પણ માપસર પેલેટ્સમાં (ટીકડીમાં) મળી રહ્યું છે એટલે હાસ્યની તૈયાર ગોળી ખાવાની છે. શાહબુદ્દીન રાઠેડની જોક વારંવાર અને અપરંપાર વખત ટી.વી.ની 15 મિનિમાં સાંભળવાની છે. તમારા માટેના પુસ્તકની પસંદગી તમે નથી કરતા પણ પુસ્તકની પસંદગી વગર પૈસાની ઉદ્દઘાટનની ધામધૂમવાળી સમાલોચના દ્વારા કરવાની છે. તમને ટી.વી.વાળા દેખાડે તે ફિલ્મ જોવાની છે. તમારા પર્યટન પણ બીજા નક્કી કરે છે. તમે પર્યટન તમારે માટે કરતા નથી, ધકેલાતા ધકેલાતાં ટૂર કરો છો.

આ આખા રૂટિનમાં માણસ ભૂલી જાય છે કે તે ક ધબકતો જીવ છે. એક વ્યક્તિત્વવાળો માણસ છે. તેને મનગમતા પાત્ર સાથે એકાત્મ થઈ શકતો નથી. ખરેખર તેની સમસ્યાનો ઈલાજ છે કે તે બીજી વ્યક્તિ સાથેના ફ્યુઝનમાં ઓગળી જાય, બીજામાં ઓતપ્રોત થઈ જાય. તે કંઈક ગુમાવીને કશુંક મેળવે. સંબંધોમાં સોદો ન કરે. પ્રેમ ના છેતરાય. પ્રેમ એક એક્ટિવિટી છે. દિવ્ય પ્રવૃત્તિ છે. તેમાં તમે પેસિવ ન રહી શકો. પ્રેમમાં પડવાનું નહીં પણ પ્રેમમાં ઊભા રહીને ટકવાનું છે. ટૂંકમાં, પ્રેમમાં મુખ્યત્વે તમારે આપવાનું છે, લેવાનું નથી. પણ આજના માર્કેટિંગ યુગમાં લાવ લાવ છે. તમને એક્ષચેન્જમાં કંઈક મળે તો જ તમે આપો છો. કુમારમંગમલ્ બિરલા તેની પત્નીને કુટુંબનો મોભો આપે છે. એસ.કુમારની પુત્રી સૌંદર્ય, ગૃહિણીપદનું વચન અને જિંદગીભરની વફાદારીની ડુંગરા ખડકી ખડકીને ગેરંટી આપે છે. આજના મૂડીવાદી યુગમાં કશુંય લીધા વગર તમે આપી દો તો તે ચીટિંગ ગણાય છે. પરંતુ પ્રેમમાં તો છેતરાવાની મઝા છે. એ મઝાનું જોખમ જોખમ લેવા ન માગતા હો તો પ્રેમ એ તમારા માટેની ચીજ નથી.

પ્રેમમાં પડ્યા પછી મને કદી જ લાગ્યું નથી કે હું છેતરાયો છું. કદાચ તમે આવું માનતા હો તો એરિક ફોમનું પુસ્તક ‘ધ આર્ટ ઑફ  લવિંગ’ વાંચી જજો. માત્ર 109 પાનાનું પુસ્તક છે અને બહુ સસ્તું છે. આ પુસ્તકમાં ત્રીજું પ્રકરણ બહુ જ મહત્ત્વનું છે. આજે મૂડીવાદી સમાજમાં પ્રેમની જ હાંસી થાય છે. તેના મૂળમાં એરિક ફોમ જાય છે. કોઈપણ મેચ્યો-પરિપક્વ માણસ પ્રેમનું ઉચ્ચારણ કરવાનું જોખમ કરે છે ત્યારે એણે આજુબાજુના સમાજ અને કલ્ચરનો સામનો કરવો પડે છે. આજે બ્રધરલી લવ, મધરલી લવ અને ઈરોટિક લવ (રોમેન્ટિક પ્રેમ)એ બહુ મોંઘી ચીજ બની ગઈ છે. તેની જગ્યા બનાવટી પ્રેમે લઈ લીધી છે.

ફરીથી માનવીની ઉપર મૂડીવાદની કેટલી જકડ છે તે એરિક ફોમે લખ્યું છે, ‘આજનો માનવી પોતે જ એક માર્કેટ ફોર્સની કૉમોડિટી (ચીજ) બની ગયો છે. માનવીનો આખો જીવનનો ફોર્સ જાણે એક લોખંડી યોજનાનું ઈન્વેસ્ટમેન્ટ જેવો બની ગયો છે. તે ઈન્વેસ્ટમેન્ટમાંથી મેક્સિમમ નફો મળવો જોઈએ, એટલે કે માનવના જે જે સંબંધો બંધાય છે તેમાં પરસ્પર તમને પોતાને, તમારી કંપનીને કે તમારાં માતા-પિતાને મહત્તમ લાભ મળવો જોઈએ. તમે લગ્ન કરો ત્યારે મા-બાપને મોભો મળવો જોઈએ. અમુક સમાજમાં વાંકડો મળવો જોઈએ. આમ તમારે બીજા બધા જેવું જ થવાનું હોય છે. તમે અનોખું કરી શકતા નથી. પણ તમે આ ચોકઠામાં ફિટ થઈને બીજા બધા જેવા થાઓ છો તેને કારણે જ તમે એકલા છો. એ માણસ જ એકલો છે જે પ્રેમની અનુભૂતિ કરી શકતો નથી. આપણે બધા આ મૂડીવાદી સમાજના ઑટોમેટિક મશીનના પૂર્જા બની ગયા છીએ. જેન અંગ્રેજીમાં ઑટોમેટોન્સ કહે છે અને તમે કબૂલ કરશો કે ઑટોમેટોન્સ કાંઈ પ્રેમ કરી ન શકે. યંત્રના પૂર્જા એકબીજાને પ્રેમ કરી શકે જ નહિ.’

તમે સમાન સ્થિતિના, સમાન બુદ્ધિના અને સમાન સ્ટેટસના હેપ્પી મેરેજની ફોર્મ્યુલા વાંચીને લગ્ન કરી શકો છો પણ પ્રેમમાં પડવા માટેની કોઈ ચોક્કસ ફોર્મ્યુલા નથી. એ ફોર્મ્યુલા વગરનો પંથ છે. તે પંથમાં કે ખાઈમાં ખાબકવાથી જ તમને આગળના રસ્તા મળે છે પણ એ અંધારા રસ્તામાં તમારી આંગળીએ કોઈ પ્રેમીપાત્ર હોય છે. પરંતુ તમે જે ચોટડુક જ્યોમેટ્રીવાળું લગ્ન કરો છો તે જાણે કોઈ કંપનીના સ્મુથલી ચલાવવા માટે પૂરેપૂરો ક્વૉલિફાઈડ કારકુન રિક્રુટ કરાય છે તેવાં રિક્રુટેડ પતિ-પત્ની હો છો.

આવાં ગોઠવેલાં લગ્નમાં ઘોંચ પડે ત્યારે મેરેજ કાઉન્સેલર સુફિયાણી સલાહ આપે છે. ‘પતિ તરીકે તમારી પત્નીને સમજવા કોશિશ કરવી જોઈએ. હેલ્પફુલ થવું જોઈએ. તમારી પત્ની સારો ડ્રેસ પહેરે તો તેને કૉમ્પ્લીમેન્ટ આપવા જોઈએ. એવી રીતે પત્નીને સલાહ અપાય છે કે પતિ થાક્યાપાક્યા ઘરે આવે ત્યારે તેને ધ્યાનમાં સાંભળવા જોઈએ, વગેરે વગેરે ડાહી વાતો કહેવાય છે. બર્થ-ડેને દિવસે અચૂક હેપ્પી બર્થ-ડે’ કહેવાનું હોય છે. નખરા લાખ્ખો હોય, પ્રેમ છાંટો ન હોય. તમારાથી સંતુષ્ટીવાળું સેક્સ ન થતું હોય તો લગ્ન ભયમાં આવી પડે છે. ઘણા ઉપચારકો કહે છે કે જો બન્ને પાત્રો એકબીજાને પૂર્ણ રીતે સેક્સુઅલી સંતુષ્ટ કરી શકે તો જ પ્રેમ જળવાય છે! કેટલી વાહિયાત વાત છે. પ્રેમ એ તો સતત પડકાર માટેની ચીજ છે. નિત્ય નૂતન થવાની વાત છે. એ કોઈ નિરાંતની વાત નથી. પત્ની ઘરે બેઠી ચરબી વધાર્યે જઈને તમે ગમે ત્યારે પાછા ફરો છો ત્યારે ગેરંટેડ તમારી સેવા કરે તે પ્રેમ નથી. પ્રેમ બહુ જ અસલામતીવાળી ચીજ છે. એ અસલામતીનો આનંદ એટલો જ દિવ્ય હોય છે.

નારીની કામેચ્છાનું લેટેસ્ટ વિશ્લેષણ : શું કામ 43 ટકા સ્ત્રીઓને સેક્સમાં રસ જ રહ્યો નથી
આખા જગતમાં 10માંથી 1 પુરુષને સેક્સુઅલ સમસ્યા હોય છે. તેને કારણે આયુર્વેદ અને એલોપથીના વાયગ્રા જેવી દવાનો અબજો  ડૉલરનો ધંધો વધ્યો છે. પરંતુ 21મી સદીમાં આ સેક્સના પ્રોબ્લેમ સ્ત્રીઓમાં વધુ છે. બ્રિટનની જેસ્સીકા બરેન્સ નામની મહિલા-પત્રકાર જગતભરના ડૉક્ટરો અને બીજી સ્ત્રીઓને મળે છે. તેનો અંદાજ છે કે 43 ટકા સ્ત્રીઓ સેક્સને માણી શકતી નથી. આજે પણ સ્ત્રીની સેક્સવૃત્તિ એક મિસ્ટરી બની રહી છે. સ્ત્રીનાં ગુપ્ત અંગ-ઉપાંગોની તમામ તપાસ થઈ ચૂકી છે. તેની અંદર યંત્રો નંખાયાં છે. ગુપ્ત અંગોના ફોટા લેવાયા છે. પણ હજી યોનિના અંદરના ભાગનો પૂર્ણ નકશો તબીબોને મળ્યો નથી. માત્ર ઑસ્ટ્રેલિયાના યુરોલોજિસ્ટ ડૉ. હેલન ઓ કોર્નેસે શોધ કરી હતી કે સ્ત્રીનો યોનિનો (Clitoris) નામનો ભાગ જેને ગુજરાતીમાં ભગ્ગુટિકા અગર ભગાંકુર, ભગલિંગ, શિશ્નિકા કે યોનિદ્વાર ઉપરનો શિન્ને જેવો ભાગ કહે છે તે સ્ત્રીના શરીરની અંદર સાડાત્રણ ઈંચનો હોય છે, એટલે કે વિજ્ઞાનીઓમાં ઘણા લોકોને કલ્પના નહોતી તેટલો આ ભાગસ્ત્રીના શરીરના ગુપ્ત ભાગમાં લંબાયેલો છે. એ પહેલાં ત્રણ વર્ષ અગાઉ બીબીસી ઉપર એક ડૉક્ટરને ક્લિટોરીસ શબ્દ ન ઉચ્ચારવાનું કહેવામાં આવેલું. મતલબ કે આ શિશ્નિકા એ ગુપ્તમાં ગુપ્ત વસ્તુ છે અને જાહેરમાં ન બોલી શકાય તેટલો શિષ્ટાચાર વિલાયતમાં પણ પળાતો હતો. હવે તેમાં કોઈ છોછ રહ્યો નથી.

ડૉ. હેલન કહે છે કે આ અંગ સ્ત્રીના આનંદ માટે ઈશ્વરે ઘડ્યું છે. તે શિશ્નિકામાં 8000 જેટલા નસોના (નર્વ) છેડા છે. આટલી લાંબી શિશ્નિકા છતાં સ્ત્રીને આનંદ મળે છે? પૂરતો આનંદ મળે છે? 50 ટકા સ્ત્રીઓ ના પાડે છે. 1998માં વાયગ્રાની શોધ પછી ફાયઝર કંપની અબજો રૂપિયા રળી ગઈ. આ દવાની સફળતા થકી માલૂમ પડ્યું કે અમુક કક્ષાની પુરુષની નપુંસકતા કેટલી બધી વ્યાપક છે. અંગ્રેજીમાં જેને ઈરેક્ટાઈલ ડિસફંકશન કહે છે, તે ફરિયાદ જગતભરમાં હતી અને છે. વાયગ્રાની શોધથી ત્રણ વર્ષ પહેલાં ફાયદો એ થયો કે સમાજ સેક્સની બાબતમાં ખુલ્લો થઈ ગયો. પુરુષની કામેચ્છા સંતોષવાની લાચારી ખુલ્લી કરવામાં છોછ ન રહ્યો. હવે બીબીસી ઉપર પણ ક્લિટોરીસ શબ્દ ઉચ્ચારી શકાય છે. હવે સ્ત્રીની કામેચ્છા વિશે ઉગ્ર ચર્ચા ચાલે છે. પહેલાં સ્ત્રીની ઈચ્છા-અનિચ્છાની પરવા જ નહોતી.

એ પછી 1999માં જર્નલ ઓફ ધ મેડિકલ એસોસિયેશને સર્વે કર્યો તે માલૂમ પડ્યું કે પુરુષો કરતાં સ્ત્રીઓની સેક્સુઅલ સમસ્યા વધુ ઘેરી છે. દરેક 10માંથી 4 સ્ત્રી “અસંતુષ્ટ” રહે છે. ટકાવારી તરીકે તે 43 ટકા થાય છે. સ્ત્રીની લીબીડો (કામેચ્છા) મંદ થતી જાય છે. ઓર્ગેઝમ (પરાકાષ્ઠા) થતી નથી. આને કારણે શારીરિક પીડા પેદા થાય છે. ઈમોશનલ એટલે કે લાગણીના પ્રશ્નો ઊભા થાય છે. પછી પતિ-પત્નીના સંબંધોમાં ભંગાણ પડે છે. હવે મેડિકલ ડિક્શનરીમાં નવો શબ્દ આવ્યો છે. “ફિમેલ સેક્સુઅલ ડિસફંકશન” (ટૂંકમાં FSD)

છેલ્લે યુનિવર્સિટી ઑફ લોસ એન્જલસના કેડિકલ સેન્ટરમાં આ બાબતના ઉપાય શોધાયા છે. ત્યાંના યુરોલોજી સેન્ટરમાં બર્મન સિસ્ટર્સ નામની ડૉક્ટરબહેનો કામ કરે છે. લોસ એન્જલસમાં “સોસાયટી ફોર ધ સ્ટડી ઑફ ઈમ્પોટન્સ” છે. મોટી વયના પુરુષોમાં એન્ડ્રોજનની ખામી હોવાથી પુરુષો સેક્સની મજા લઈ શકતા નથી, તેની તે સેન્ટરમાં ચર્ચા થાય છે. યુરોલોજી એટલે મૂત્રાશયના નિષ્ણાતો મોટા ભાગે પુરૂષો જ બનતા હતા પણ હવેતે મહિલાઓ પણ યુરોલોજિસ્ટ તરીકે ઊભી થઈ છે. મહિલા યુરોલૉજિસ્ટો મોટી સંખ્યામાં નથી એટલે અમેરિકાનું ડ્રગ્સ ખાતું સ્ત્રીઓ માટેની વાયગ્રા જલદી મંજૂર કરતું નથી. આજકાલ સ્ત્રીઓની વાયગ્રા માટેની ડિમાન્ડ બહુ છે. જે સ્ત્રી માને છે કે પોતે ”ઠંડી” છે અને સેક્સમાં મજા મળતી નથી તે સ્ત્રી માટે વાયગ્રાની ડિમાન્ડ વધુ છે. વિજ્ઞાનીઓ કબૂલ કરે છે કે સ્ત્રીનાં ગુપ્ત અંગોની ફિઝિયોલૉજી (શરીરરચનાશાસ્ત્ર)ની સાયન્ટિફિક રિસર્ચ બહુ થઈ નથી.

લોસ એન્જલસમાં લોરા બર્મન અને જેનિફર બર્મન એ બે બહેનો પૈકી લોરા સેક્સથેરપિસ્ટ છે અને જેનિફર બર્મન સર્જન છે. જેનિફર બર્મને યુરોલોજીમાં નિષ્ણાત જ્ઞાન મેળવ્યું છે. સર્જન તરીકે તે સ્ત્રીઓની કમર નીચેના પેલ્વીક ભાગનું ઓપરેશન કરતાં હતાં ત્યારે માલૂમ પડેલું કે સ્ત્રીઓમાં સેક્સનો પ્રોબ્લેમ ઘણો વ્યાપક છે. ત્યારે સ્ત્રીની કરોડરજ્જુ, ગર્ભાશય અને યોનિ તેમ જ ક્લિટોરીસ વચ્ચે પરસ્પર શો સંબંધ છે તે ડૉક્ટરોને પૂરી ખબર નહોતી.

જેનિફર બર્મને યોનિ અને ક્લિટોરીસનો તલસ્પર્શી અભ્યાસ કર્યો. અંદરના કયા ભાગને સ્પર્શ કરવાથી સ્ત્રીનો સેક્સુઅલ રિસ્પોન્સ મળે છે તેની જાણ થઈ. બન્ને બહેનો નાની હતી ત્યારે ઘરમાં સેક્સની ચર્ચા ખુલ્લી રીતેથતી. લોરાને ખબર પડી કે જ્યાં સુધી સ્ત્રી કે પુરુષ બંને એકબીજાને તંદુરસ્ત રીતે અને પ્રેમપૂર્વક “મળતાં” ન હોય ત્યાં સેક્સનું સુખ અધૂરું રહે છે. જેનિફર માતાને મજાકમાં પૂછતી, હું કોઈ છાકરાનો “ટેસ્ટ” (Taste) લઈને પછી સેક્સની સંતુષ્ટી જોઈને લગ્ન કરું? માતાએ ના પાડી! માતાએ કહ્યું કે સૌ પ્રથમ તો તું તંદુરસ્ત બન અને પછી પુરુષ સાથે તંદુરસ્ત પ્રકારનો પ્રેમસંબંધ બાંધ. લોરા પછી સેક્સતેરપિસ્ટ બની. ન્યૂ યોર્ડ યુનિવર્સિટીના મેડિકલ સેન્ટરમાં ભણતાં ભણતાં તે વેશ્યાઓ અને બીજા સેક્સ શૉમાં જવા લાગી. એક સ્ત્રી રેડિયો રિપેર કરતી તેને વીજળીના ઝાટકો લાગે તે ગમતું. તેનાતી ઓર્ગેઝમ થતું! આવાં ઘણાં અવલોકનો તેણે કર્યાં. સ્ત્રીઓને વિચિત્ર કક્ષાના સ્પર્શથી ઓર્ગેઝમ થયાનું માલૂમ પડ્યું.

લોરા બર્મને સ્ત્રીઓના સેક્સુઅલ પ્રશ્નો અંગેનું ક્લિનિક 1998માં શરૂ કર્યું. તેની બહેન તેના કામમાં મદદ કરે છે. દર મહિને 40 પેશન્ટ નવા આવે છે. 18થી 80 સુધીનાં સ્ત્રીપુરૂષો હોય છે. આખા અમેરિકાભરથી સ્ત્રીઓ આવે છે. અરે, મુંબઈની સ્ત્રી પણ જાય છે. બંને બહેનોએ “ફૉર વિમેન ઓનલી” નામનું પુસ્તક પણ લખ્યું છે.

સ્ત્રીઓને ચાર પ્રકારના સેક્સ પ્રોબ્લેમ હોય છે. (For Women Only)

(1) એકનું નામ હાઈપોએક્ટિવ સેક્સુઅલ ડિઝાયર ડિસઑર્ડર – એટલે કે સાદી ભાષામાં કહીએ તો સ્ત્રીને સેક્સમાંથી રસ ચાલ્યો ગયો હોય છે કે રસ જ પડતો નથી. આનાં કારણો અનેક હોઈ શકે છે. એન્ટી ડિપ્રેસન્ટ દવા પણ આવી જ ઊંધી અસર કરે છે. આ દવાથી લીબીડો ઓછું થાય છે. કેટલીક વખત કાયમ માટે લાગણી ઘવાતાં આવું થાય છે. કદાચ મોનોપોઝને કારણે યોનિમાં સૂકાપણું આવતાં રસ રહેતો નથી.

(2) બીજો સેક્સુઅલ એરાઉઝેબ-ડિસઓર્ડર છે. આમાં શારીરિક દ્રષ્ટિએ સ્ત્રીના ગુપ્ત ભાગમાં લુબિક્રેશન ઝરતું નથી. લાગણી કે સ્પર્શની ઝણઝણાટી અનુભવાતી નથી. કદાચ યોનિ કે ક્લિટોરીસ સુધી લોહીનો પ્રવાહ ઓછો જતો હોય તેવું બને.

(3) ત્રીજો ઓર્ગેઝમિક ડિસઓર્ડર છે. તેમાં સ્ત્રી પરાકાષ્ઠાનું સુખ બોગવી શકતી નથી. ઘણી ઉત્તેજના તાય પણ ઓર્ગેઝમ થતું નથી. આનાં ઘણાં કારણો છે. તેમાં એક કારણ ટ્રામા-આઘાતનું હઈ શકે. શારીરિક અકસ્માતે કે પુરુષની સ્ત્રી ઉપર થયેલી બળજબરીથી પણ આવું થઈ શકે છે. યોનિના આજુબાજુના ભાગની સર્જરી દરમિયાન ક્યાંક કોમળ અંગોને ઈજા થઈ હોય કે હોર્મોનની ખામી ઊભી થઈ હોય તેવું બની શકે છે.

(4) છેલ્લે “સેક્સુઅલ-પેઈન-ડિસઓર્ડર” એટલે કે સંભોગ કરવા જતાં કે “પ્રવેશ” પછી ભારે પીડા થાય. આમાં પણ ઈમોશનલ કારણ હોઈ શકે અગર તો સર્જરીની કામી હોઈ શકે કે મોનોપોઝ વખતે પણ પીડા થાય.

ટ્રીટમેન્ટમાં ટેસ્ટોસ્ટરોન અને સ્ત્રી માટેના વાયગ્રાના પ્રયોગો થાય છે. બીજું બાળક જન્મ્યા પછી ઘણી સ્ત્રીની સેક્સવૃત્તિ (લીબીડો) મંદ થઈ હોય છે. ઘણી સ્ત્રીઓને ગર્ભપાત પછી ખામી આવે છે. હાર્ટલી નામની એક ઉપચારેક તો ઈન્સ્ટ્રકશનલ વિડિયો તૈયાર કર્યો છે તે લગભગ પોર્નોગ્રાફી જેવો છે. સ્ત્રીએ સંભોગમાં સંતોષ કેમ મેળવવો તેની સૂચના આ ઈન્સ્ટ્રકશનલ વિડિયોમાં છે. ઘણી સ્ત્રી પતિની સાથે સુખ ન મળે ત્યારે સંભોગ વખતે પુરુષમિત્રને કલ્પનામાં લાવે છે. બર્મન સિસ્ટરોનું પુસ્તક લંડનમાં ધૂમ ખપી રહ્યું છે. પુસ્તકનું નામ છે, For women only. The Bermans on the history of sex (ફોર વિમેન ઓન્લી – ધ બર્મન્સ ઑન ધ હિસ્ટરી ઑફ સેક્સ). સ્ત્રીના સેક્સના પ્રશ્નો અને ઉપાયો આ પુસ્તકમાં છે. 14 પૌંડનું પુસ્તક છે. (રૂ. 900). વિરાગો પ્રેસે પ્રકાશિત કર્યું છે.

પ્રેમમાં પીડાયેલા કાફકાની ધગધગતી વાણી
દિલીપ વેંગસરકર કે બીજા ક્રિક્ટેર બેન્ક કે બીજી નોકરીઓ કરતા હોઈ, તેમને પૂર્ણ સમયની ક્રિકેટ રમવા કંપનીવાળા પૂરી છૂટ આપે છે. તે પ્રકારે કોઈ કવિ કે લોકપ્રિય લેખક નોકરી કરતો હોય તો તેને લેખો લખવા કે કવિ સંમેલનોમાં ભાગ લેવા કંપનીઓ રજા આપતી નથી.

વેણીભાઈ પુરોહિત, તારક મહેતા, શાહબુદ્દીન રાઠોડ, કવિ રમેશ પારેખ વગેરે ઘણા સારા કલાકારો કે કવિઓ નોકરીની સાથે સાથે સર્જન કરતા અને તંત્રીઓની ડેડલાઈન સાચવવા કાયા ઘસતા કે ઘસે છે. હાલમાં ફ્રાન્ઝ કાફકા નામન લેખકને યુરોપના લોકો યાદ કરે છે. ફ્રાન્ઝ કાફકા જેવા નવલકથાકાર અને ફિલસૂફ ફ્રાન્સની એક વીમા કંપનીમાં કારકુની કરતા હતા. ફ્રાન્ઝ કાફકાથી નોકરીની ગુલામી સહન થતી નહિ. તેમનું સાહિત્ય આજે 80 વર્ષ પછી પણ વંચાય છે. કાફકા પોતાને “બુદ્ધિના મજૂર” તરીકે ઓળખાવતા. તેમણે કહેલું કે, Intellectual labour tears a man out of human society.

અર્થાત્ બૌદ્ધિક મજૂરી માણસને બીજા માનવીથી અળગો બનાવે છે અને સમાજથી ઉતરડીને તેને દૂર ફેંકી દે છે. ઘણા પત્રકારો કે લેખકોએ ભારતમાં પેટિયું રળવા પી.આર.ઓ. બનવું પડે છે કે જિલ્લા ગ્રામપંચાયતમાં કારકુની કરવી પડે છે. કલાકારોની આ દુર્દશા છે. કાફકા કહે છે કે ‘આપણી રોજિંદી રોટીની ચિંતા આપણા ચારિત્ર્યને કોરી ખાય છે. જીવનની આ એક ક્રૂર વાસ્તવિકતા છે. ખરા અર્થમાં આપણે જીવતા નથી પણ ખડકને શેવાળ વળગે છે તેમ જીવનને વળગી રહ્યા છીએ.’ યુગોસ્લાવિયામાં પાઉલ એડલર નામનો લેખક રહેતો હતો. તેણે “ધ મેજિક ફ્લ્યુટ” નામની નવલકથા લખી અને પંકાઈ ગઈ. તેમણે નોકરી છોડી દીધી. પરણેલો હતો અને બાલબચ્ચાં પણ હતાં. કાફકાના તે મિત્ર હતા. કાફકાએ કોઈને પૂછ્યું, પાઉલ એડલરનો ધંધો શો છે? ત્યારે કાફકાએ કહ્યું કે તેનો કોઈ ધંધો નથી. માત્ર લખવાનો વ્યવસાય છે. તેનાં બાલબચ્ચાં સાથે તે પ્રવાસ કરે છે અને તેના મિત્રો તેનું ભરણપોષણ કરે છે. ગુજરાતમાં ઘણા મિત્રો પાઉલ એડલરને પોષતા હતા. ગુજરાતમાં ઊલટું છે. કોઈ ગુજરાતી પત્રકાર લેખક કે કવિ હોય અને તે સારી સગવડો ભોગવતો હોય તો ઊલટાના તેના મિત્રો તેની ઈર્ષા કરે છે. કોઈ ક્રિકેટર હોય કે ખેલાડી હોય તો કંપનીના કામના કલાકોમાં તેને કન્સેશન મળે, પણ કોઈ લેખક કે કવિ હોય તો નોકરીમાં તેની કોઈ શરત પોષવામાં આવતી નથી. તેણે ગધ્ધાવૈતરું કરવું જ પડે. લેખક કે કવિને દૂર દૂર વસતા વાચકો ચાહે છે, પણ નિકટના લોકો તેની ઈર્ષા કરે છે. કાફકાએ તેના એક મિત્રને કહેલું કે,

“You describe the poet as a great and wonderful man, whose feet are on the ground while his head disappears in the clouds. In fact writer is always much smaller and weater than the social average. Therefore he feels the burden of earthly existence much more intensely and strongly. For him personally, his song is only a scream. Art for the artist is only suffering, through which he releases himself for further sufferin.”

અર્થાત્ કવિ કલ્પનાના આકાશમાં ઊંડે છે ખરો પણ તેણે તેના પગ ધરતી પર રાખવા પડે છે, કારણ કે પેટ ભરવાનું હોય છે. કવિ એક સામાન્ય વ્યક્તિથી પણ સામાન્ય છે. તે નબળો પણ છે, કારણ કે તેનું ગીત તો એક આકાશ જેવું છે. પીડાથી જાણે ચીસ પાડી બેસે છે. તે ચીસ વાચક માટે કવિતારૂપે આવે છે. કલા પણ કલાકાર માટે એક પીડા જેવી છે. આ પીડા દ્વારા તે પોતાના અંતરને પ્રગટ કરે છે અને એમ કરવા જતાં એ વધુ પીડા પેદા કરે છે.

વીમા કંપનીના લેટરપેડ પર કાફકા તેમની પ્રિયતમાને પત્રો લખતા. કાફકા અવારનવાર બીમાર પણ રહેતા હતા. આ બીમારીને કારણે તેઓ ઘણા નબળા રહેતા હતા અને મિત્રોને કહેતા, “હું 1000 વર્ષનો બુસો હોઉં તેવું મને લાગે છે.” તેમની પ્રિયતમા ફાઉલીન બાવુરની સાથે તેમણે ત્રણ વખત સગાઈ કરી અને ત્રણ વખત તોડી નાખી. છેલ્લે સગાઈ તોડી ત્યારે તેમણે પ્રિયતમાને લખ્યું કે : “મારું સ્વાસ્થ્ય માત્ર મારા અસ્તિત્વને ટકાવી રાખે તેટલું જ મજબૂત છે. આ શરીર લગ્ન માટે લાયક નથી.” આટલું લખ્યા પછી કાફકા પોતાની શારીરિક ફરિયાદો લખતા. પેટ અને માથાનો દુઃખાવો અને લોહીની ઊલટીઓની વાત લખતા. છેલ્લે તેમણે આ બધું લખ્યું ત્યારે તેમને આશા હતી કે તેમની પ્રિયતમા તેમના નબળા સ્વાસ્થ્યની દરકાર કર્યા વગર સામેથી લખશે કે “વહાલા કાફકા, તું જેવો હો તેવો મને મંજૂર છે.” પણ એવો કોઈ કાગળ આવ્યો નહીં. કાફકા રાહ જોઈ જોઈને થાક્યા. તે પછી ખબર પડી કે પ્રિયતમાએ એક ધનપતિ સાથે લગ્ન કરી નાખ્યાં છે. ત્યારે કાફકા તૂટી પડ્યા. ફાઉલીન બોવુરની ક્રૂરતાએ કાફકાને ભયંકર પીડા આપી. એ પીડામાં ને પીડામાં કાફકાએ એક અતિકરુણ વાર્તા લખી, જેમાં વાર્તાના હીરોને કોઈ સ્પષ્ટ ગુનો સાબિત ન થયા વગર સજા થાય છે. આ નવલકથામાં કાફકાએ પોતાના મનના આવેગો જ ચીતર્યા છે. ફ્રાન્સના એક પ્રકાશકે ઠંડી ક્રૂરતા સાથે કહ્યું કે, “સારું થયું કાફકાને તેની પ્રિયતમાએ પીડા આપી, નહિતર કાફકા આવું શાશ્વત આપી શકત નહિ.”

(ફ્રાન્ઝ કાફકા જેણે આંતરિક પીડા સહન કરીને જગતને મહાન સાહિત્ય આપ્યું તેની નીચેની નવલકથા જરૂર વાંચજો :

(1) ધમેટામોર્ફોસિસ (2) ધ વરડિક્ટ (3) ધ કન્ટ્રીડૉક્ટર (4) ઈન ધ પેનલ સેટલમેન્ટ

તૂટેલો માણસ પથ પછી ફિલસૂફ બની જાય છે તેની વાતો સાંભળવામાં મીઠાશ આવે છે. આપણે કાફકાની કેટલીક મીઠી મીઠી અને પ્રેરણાદાયક વાતો સાંભળીએ :

કાફકાએ જી.કે. ચેસ્ટરટનનાં બે પુસ્તકો વાંચ્યાં, “ઓર્થોડોક્સી” અને “ધ મેન હુ વૉઝ ધ થર્સડે”. આ વાંચીને કાફકાએ કહ્યું, “આ લેખક એટલો બધો આનંદી રહે છે અને આનંદમાં લખે છે કે જાણે તેને ઈશ્વર મળી ગયો હોય.”

તરત કાફકાને તેનો મત્ર પૂછે છે, “તમારે માટે આનંદ એ એક ધાર્મિક વસ્તુ છે?”

- કાફકાએ કહ્યું, “ના, ના,હાલના ઈશ્વરહીન જીવનમાં માનવીએ આનંદી રહેવું જોઈએ. આનંદી રહેવાની તેની ફરજ છે. તમે જાણો છો કે વિશ્વયુદ્ધમાં “ટિટાનિક” નામનું જહાજ ડૂબી રહ્યું હતું. તે જહાજમાં સાજ-સંગીત વગાડતું 20 માણસનું એક ઑરકેસ્ટ્રા હતું. આ સંગીતમંડળીએ જહાજ ડૂબ્યું ત્યાં સુધી અતિમધુર સંગીત વગાડીને જળસમાધિ લીધી હતી, એટલે માણસે અત્યંત ભયંકર પળે પણ આનંદી રહેવું જોઈએ.”

કાફકાએ એક વખત તેના મિત્રેને કહ્યું, “આ હૃદય એ બે શયનગૃહવાળું નિવાસગૃહ છે. એક ખંડમાં આનંદ રહે છે અને બીજા ખંડમાં પીડા સૂતેલી રહે છે, એટલે માનવીએ એટલા બધા ખડખડાટ અવાજ સાથે હસવું ન જોઈએ કે નજીકના ખંડમાં સૂતેલી પીડા જાગી જાય.”

હિન્દીમાં પણ આ પ્રકારની એક પંક્તિ છે,

“ઓ મેરે સુખ ધીરે ધીરે તું ગા મધુગાન,

કહીં સોઈ હુઈ પીડા ન જાયે જાગ.”

- From Life one can extrack Comparatively so many boots. But from books so little life. કાફકા અહીં કહે છે કે માનવીના જીવનમાંથી અનેક પુસ્તકો લખી શકાય, પણ પુસ્તકમાંથી કોઈ જીવન પ્રાપ્ત થતું નથી! આવી માન્યતાને કારણે કાફકા પોતાનું લેખન પ્રકાશિત થવા દેતા નહિ. ઉત્તમ કૃતિ લખીને પછા ફાડી નાખતા હતા.

- પ્રાર્થના, કલા અને વૈજ્ઞાનિક સંશોધન એ ત્રણ ચીજો જુદી જુદી જાતની આગની જ્વાળા જેવી છે, પણ તે ત્રણેય એક જ ભઠ્ઠીમાંથી નીકળે છે, પરંતુ માણસ તેની મર્યાદા ઓળંગીને કંઈક અનોખી સિદ્ધિ મેળવવા માગે છે. એ દ્રષ્ટિએ કલા અને પ્રાર્થના એ બે બાબતો એવી છે, જ્યાં માનવી અંધારામાં તેના બે હાથ આગળ કરીને પેલે પારથી કંઈક હાંસલ કરવા માગે છે, પરંતુ કલા એવી ચીજ છે, જેમાં બંદગી કરતાં માનવી કંઈક વિશેષ પામે છે. આખો ને આખો માનવી જ કલાકારોને ભેટ મળે છે.

- ડિટેક્ટિવ નવલકથા અંગે અને સસ્તી કક્ષાની વાર્તા પ્રત્યેક કાફકાને ભારે રોષ હતો., “આ પ્રકારની કચરા જેવી વસ્તુને સાહિત્ય કહી શકાય?” વેપાર કરવા માટે જ મહત્ત્વની ચીજ ગણી શકાય. ડિટેક્ટિવ વાર્તાઓ એક જાતના અફીણ જેવી છે અને તેમાં જીવનને ભયંકર રીતે વિકૃત બનાવવામાં આવે છે. હકીકતમાં આપણું રોજિંદું જીવન એક ડિટેક્ટિવ વાર્તા જેવું છે અને એ રોજિંદા જીવનના સંઘર્ષ વિષે બહુ ઓછું લખાય છે.

કાફકા ધન વિષે નીચે મુજબ કહે છે :

“આખરે સંપત્તિ એ શું છે?” કોઈ વળી માત્ર ખમીસ પહેરી શકતો હોય છે તે નગ્ન માણસ માટે ધનિક છે. બીજા માણસો પાસે લાખો રૂપિયાની મૂડી હોય છતાં તે પોતાને ગરીબ ગણે છે. સંપત્તિ હંમેશાં એક સાપેક્ષ ચીજ છે અને તેમાં અસંતોષ ભલ્યો હોય છે. મૂળભૂત રીતે તે એક ખાસ સ્થિતિ છે. સંપત્તિનો અર્થ એટલો જ કે તે તમે જે ચીજની માલિકી ધરાવો ચો તે ચીજના ગુલામ બનો છો અને તે ચીજ ખૂટી જાય તેવો ડર લાગે છે એટલે તેને સાચવી રાખવાની વધુ ગુલામીમાં પડો છો. કાફકા કહે છે :

“Wealth is merey materialized insecurity.”

“સંપત્તિ એ તોહ હીનકક્ષાની અસલામતી છે.”

કાફકાના વાંચવા જેવા પુસ્તકોનાં નામ :

Conversation with Kafk,

લેખક – Gustav Janouch,

પ્રકાશક – ANDRE DEUTSCEH LONDON

કિંમત – Rs. 30.00

જૂનાં રજવાડાંની રાજકુંવરી, રાજકુમારો અને પ્રેમનાં લફરાં
નેપાળના પાટવીકુંવર દીપેન્દ્રદેવ શાહને દેવયાની સાથે પ્રેમ થયો અને એ પ્રેમ ઝનૂની બન્યો. જ્યોતિષી સમાજ અને રાજારાણીએ પ્રેમ આડે અવરોધ નાખ્યો અને આખી ટ્રેજેડી થઈ. એકસો વર્ષ પછી જોજો પ્રિન્સ દીપેન્દ્ર અને દેવયાનીના પ્રેમની ગાથા લખાશે. જીન જેક્સ રૂસો નામના લેખકે લખેલું કે અફસોસની વાત છે કે આપણો સમાજ આપણને સારી રીતે વર્તવા મજબૂર કરે છે જે વર્તણૂક અને સમાજના નિયમો આપણી કુદરતી લાગણીઓને કુંઠિત કરતી હોય. રૂસોએ લખેલું કે શું માનવીએ બાહ્ય રીતે સમાજને સારું સારું લાગે તેવી વર્તણૂક ન કરવી? શું સમાજના નિયમ પાળવા કે હૃદયના નિયમ પાળવા? રૂસોએ 1749માં જીનિવા ખાતે એક સભામાં આવું ભાષણ આપ્યું તે દિવસે જ ઘણા પ્રેમીઓ, માતા-પિતાએ જેના લગ્નનો વિરોધ કરેલો તેઓ ચૂપ બેઠેલા પણ તેમણે રૂસોનું ભાષણ સાંભળ્યું ને પછી એકબીજાને ભગાડીને જીનિવા છોડીને યુરોપનાં બીજાં શહેરોમાં જતાં રહ્યાં.

આજના સમાજને દંભ પોષાય છે. બ્રિટનના ગૃહસચિવ એટલે કે ગૃહપ્રધાન તેની પરણેલી પત્નીને ચાહતા નહોતા એટલે બીજી સ્ત્રી સાથે ઘર માંડ્યું છે. તે બીજી સ્ત્રી સાથે લગ્ન કરવા છૂટાછેડા માગવાની હિંમત કરતા નથી. રૂસોને સમાજની હિપોક્રસી ઉપર ખૂબ જ ગુસ્સો હતો. આજે 250 વર્ષ પછી પણ સમાજે હિપોક્રસી છોડી નથી. લાકડે માકડું વળગાડી દેવાય છે. અનિલ અંબાણીએ મક્કમતા ન રાખી હોત તો તે ટીના મુનીમને પરણી જ શકત નહિ. જો નેપાળનાં રાજારાણીએ કુંવરને દેવયાની સાથે લગ્ન કરતાં રોક્યો પછી કુંવરે ઉઝી મશીનગન લીધી તેમ અનિલ અંબાણી કરત કે નહીં તે જુદી વાત છે. પણ વાણિયા ડાહી કોમ છે એટલે ધીરૂભાઈ અંબાણી દીકરાની જીદ સામે નમી ગયા. ઈંગ્લેન્ડમાં રોયલ કુટુંબમાં આજે હિપોક્રસીને કારણે જ છૂટાછેડાવાળો પ્રિન્સ ગર્લ્સ બીજી છૂટાછેડાવાળી કમિલા પાર્ક નામની તેની પ્રેમિકા સાથે પરણી શકતો નથી અને પ્રેમની લબાડીવાળું જીવન જીવે છે. જીન જેક્સ રૂસો જીવતો હોત તો પ્રિન્સ દીપેન્દ્રને ધન્યવાદ આપત કે દંભ રાખનારા સમાજને તો સામહિક રીતે તે ગોળીએ દીધો છે તે માટે ધન્યવાદને પાત્ર છે. પ્રેમ આડે અવરોધ મુકાતાં આપણા મોટા ભાગનાં પ્રેમીઓ એકલા કે બન્ને આપઘાત કરે કે દારૂની બોટલમાં પોતાના અસ્તિત્વને ડુબાડી દે છે.

કૂચબિહાર એક નાનકડું સ્ટેટ હતું. રાજા રાજેન્દ્ર ઑફ કૂચબિહાર. બંગાળમાં એક નાનકડા સ્ટેટનાં કુંવર હતા. રાજેન્દ્ર પણ ઈંગ્લેન્ડમાં ફર્નબરો એટર્ની અ ઑક્સફર્ડમાં ભણેલા હતા. દીપેન્દ્ર પણ એટન કૉલેજમાં ભણેલા. એક બાજુ તમે તમારા કુંવરને વિલાયતમાં ભણવા મોકલો. વિલાયતમાં 16-17 વર્ષની ઉંમરે રોયલ કુળના નબીરા બીયર-શેમ્પેન પીતા થઈ જાય. બૉલરૂમ ડાન્સ કરતા થઈ જાય. કૂચબિહારના રાજા રાજેન્દ્ર પ્રિન્સ હતા ત્યારે ડિસ્કો હતો નહીં. પણ એક અત્યંત રૂપાળી નાટકની ગોરી એક્ટ્રેસ સાથે પ્રેમ થયેલો.

ભણીગણીને કૂચબિહારના પ્રિન્સ રાજેન્દ્ર બંગાળ આવ્યા. ગોરી પ્રેમિકાને સાથે લઈ આવ્યા. પ્રિન્સને રરોલ્ય રોય ગાડી ખરીદવાની છૂટ હતી પણ ગોરી એક્ટ્રેસને તે પરણી શકતા નહિ. આખરે રાજેન્દ્રએ કોલકત્તાના બ્રહ્મો સમાજના કેશબચંદ્ર સેનની પુત્રી સાથે પરણવું પડ્યું. કેશબચંદ્ર સેનની પુત્રી જોકે સંસ્કારી હતી પણ રાજેન્દ્ર રોમેન્ટિક હતા. જો ગોરી એક્ટ્રેસને પરણે તો માબાપે આપઘાત કરવાની ધમકી આપી. આખરે અણગમતાં લગ્ન કર્યાં. રાજા રાજેન્દ્રને કેશબચંદ્ર સેનની સંસ્કારી કન્યા કરતાં દારૂની બાટલીમાં વધુ રસ પડ્યો. ગોરી પ્રેમિકા સાતે પરણી ન શકવાનો ગમ ભૂલવા માટે તે દારૂ પીને લીવર-કિડની ખરાબ કરીને મરી ગયા.

રાજા રાજેન્દ્રને જિતેન્દ્ર નામનો એક ભાઈ હતો. તેને પણ ઇંગ્લેન્ડમાં ભણવા મળ્યું. તે વખતે મહારાજ ગાયકવાડીની પુત્રી ઈન્દિરા પણ ઇંગ્લંન્ડની ઈસ્ટબોર્નની સ્કૂલમાં ભણતી હતી. બન્નેને પ્રેમ થઈ ગયો. બ્રહ્મો સમાજમાં પરણેલા રાજાને તેનો ભાઈ જિતેન્દ્ર ગાયકવાડ જેને કૂચબિહારના લોકો ભરવાડ કહેતા તેની પુત્રી ઈન્દિરા સાથે ફરે તે બિલકુલ પસંદ નહોતું. તે રીતે કૂચબિહાર તો માત્ર ખોબા જેવડું રાજ હતું અને એવા નાનકડી રાજના કુંવર જે હજી રાજા થવાના નહોતા તેવા જિતેન્દ્ર સાથે પરમે તે ગાયકવાડને પસંદ નહોતું, પરંતુ ઈન્દિરા અને જિતેન્દ્ર બન્ને ઝનૂની રીતે પ્રેમમાં પડ્યાં હતાં. ગાયકવાડે ભયંકર વિરોધ કર્યો. ઈન્દિરા અને જિતેન્દ્રનો રોમાન્સ લાંબો ચાલ્યો. મુંબઈ આવે અને તાજમહેલમાં ગાયકવાડ ઊતરે ત્યારે ઈન્દિરા જિતેન્દ્રને કૂચબિહારથી બોલાવી લે. જિતેન્દ્ર વેશપલટો કરીને તાજમહેલ હોટેલમાં રૂમ ભાડે રાખે. પછી હૉટેલ બૉય દ્વારા પ્રેમપત્રોની આપલે કરે, બે વર્ષ રોમાન્સ ચાલ્યો.

ગાયકવાડને આ રોમાન્સની ખબર પડતાં ઈન્દિરાને ફેમિલી સહિત સ્વિટઝર્લેન્ડમાં સેન્ટ મૉરીટેઝ નામના અતિમોંઘા હિલ સ્ટેશને મોકલી દીધી. જિતેન્દ્રને ખબર પડતાં તેણે સેન્ટ મૉરીટેઝની સુવરેટ્ટા હૉટેલમાં ઈન્દિરાની બાજુમાં જ 121 નંબરનો રૂમ ભાડે લીધો. તેના બે સહાયકોને નામે રૂમ બુક કરાવી પોતે એક બુસા રિટાયર્ડ સોલ્જરનો વેશ પહેરીને જિતેન્દ્ર હૉટલમાં આવ્યો. બન્ને જણ ગાયકવાડને ખર્ચે મોજ કરવા લાગ્યાં.આખરે બન્નેએ ભાગીને લગ્ન કરવાનું નક્કી કર્યું. લંડન પહોંચ્યાં ત્યારે ગાયકવાડે હાથ ધોઈ નાખ્યા. ઈન્દિરાનું સગપણ ત્યારે ગ્વાલિયરના મહારાજા માધવરાવ સિંધિયા (સિનિયર) સાથે થયેલું. ઈન્દિરા કરતાં સિંધિયા16 વર્ષ મોટા હતા. ગ્વાલિયરમાં લગ્નની તૈયારી ચાલતી હતી પણ ઈન્દિરાને તો જિતેન્દ્ર સાથે એકધમ ઝનૂની પ્રેમ હતો. વિધુર થયેલા ગ્વાલિયરના માધવરાવ સિંધિયા સાથે પરણવું નહોતું, એટલે માધવરાવને એક કાગળ લખીને ઈન્દિરાએ વેવિશાળમાંથી તલ્લાક લીધા. ઈન્દિરાએ જિતેન્દ્રને ભગાડી લંડનની વાટ પકડી. ત્યાં બર્કિંગહામ પેલેસ-હૉટેલમાં બ્રહ્મો સમાજની વિધિથી બન્નેએ લગ્ન કર્યા અને પછી સિવિલ લગ્ન કર્યાં.

કૂચબિહારના રાજા રાજેન્દ્ર તેના નાનાભાઈ જિતેન્દ્ર જેવી હિંમત કરી શક્યા નહિ. ગોરી પ્રેમિકાને પરણી શક્યા નહિ અને દારૂડિયા થઈને મરી ગયા. જિતેન્દ્રને રાજા થવાનો કોઈ ચાન્સ નહોતો પણ સમાજનાં બંધનોને તાબે થઈને પોતાની પ્રેમિકાને વફાદાર ન રહ્યો તેથી દારૂમાં ગમ ભૂલીને રાજેનદર્ દુનિયા છોડી ગયો તેથી જિતેન્દ્ર રાજા બન્યો. ગાયકવાડની પુત્રી ઈન્દિરા કૂચબિહારની મહારાણી બની. જિતેન્દ્રએ તેની પ્રેમિકાને ઉત્તમ શહેરી વાતાવરણમાં રાખી. કોલકત્તામાં વુડલેન્ડઝ નામના યુરોપિયન આર્કિટેક્ચરવાળું મહાલય બનાવ્યું.

આ બાજુ બીજી એક લવસ્ટોરી રચાતી હતી. મહારાજા સયાજીરાવ ગુજરી ગયા. તેના વારસ તરીકે પ્રતાપસિંહ ગાયકવાડ ગાદીએ આવ્યા. પ્રતાપસિંહને વારસામાં લક્ષ્મીવિલાસ પેલેસ, બીજા મહેલો અને ઇંગ્લેન્ડમાં પણ મહાલયો મળ્યા. એક જમાનામાં વડોદરાના મહારાજ 30 કરોડ ડૉલરના સ્વામી હતા. જાણે સૂર્ય બારે કળાએ દેદીપ્યમાન હતો, પરંતુ એક વાતની ખોટ હતી. માતા-પિતાએ પ્રતાપસિંહનાં શાંતાદેવી સાથે લગ્ન કર્યાં. શાંતાદેવી કોલ્હાપુરના રૂઢિચુસ્ત સમાજની પ્રિન્સેસ હતી, પરંતુ પ્રતાપસિંહ અત્યંત રોમેન્ટિક અને હોર્સ રેસના પ્રેમી હતા. તેવો જ રસ દાખવનારી સીતાદેવીના પ્રેમમાં પડ્યા. ભારતના રાજાઓમાં સૌપ્રથમ રોલ્સ રોય ખરીદનારા ગાયકવાડ હતા. સીતાદેવી સાથે પ્રેમમાં પડ્યા પછી પ્રતાપસિંહે ઇંગ્લેન્ડમાં હેમ્પશાયર ખાતે ખેતીવાડી કરવા માંડી. લંડનની એક રેસકોર્સમાં સીતાદેવીસાથે મહારાજને પ્રેમ થયો હતો. રાજા તો શાંતાદેવી સાથે પરણેલા હતા. સીતાદેવી પણ પરણેલી હતી. સીતાદેવીએ ઇસ્લામ ધર્મ સ્વીકારીને તેના હિન્દુ પતિથી તલ્લાક લઈને પછી પ્રતાપસિંહ ગાયકવાડ સાથે લગ્ન કરી નાખ્યાં. મહારાજા સયાજીરાવે રાજ્યમાં દ્વિપત્ની નિષેધક ધારો લાગુ કરેલો, છતાં પિતાના કાનૂનને તોડીને પ્રતાપસિંહે સીતાદેવીને બીજી પત્ની તરીકે અપનાવી. તે સમયે પાછો સીતાદેવીએ હિન્દુ ધર્મ અંગીકાર કરી લીધો. સીતાદેવી એકદમ સુંદર હતાં. અમે વડોદરાની પ્રતાપસિંહ કૉમર્સ કૉલેજમાં ભણતા હતા ત્યારે સીતાદેવીને જોયેલાં. રૂપ રૂપનાં અંબાર હતાં. તેને એકદમ લક્ઝરીવાળું જીવન પસંદ હતું. સીતાદેવીના આગ્રહથી ગાયકવાડે વિલાયતમાં ઘોડાના તબેલા લીધા. ડર્બીની રેસમાં પોતાનો ઘોડો બાબુ 1948માં દોડાવ્યો હતો.

કચ્છના મહારાજ ખેંગારજી ત્રીજા બચપણમાં એક છોકરીના પ્રેમમાં પડ્યા હતા, પણ તેના પિતાએ બીજી છોકરી સાથે સગપણ કરેલું ટલે ખેંગારજીએ હિંમત કરીને કહ્યું, “હું બન્ને છોકરીને પરણીશ.” રાજસ્થાનના ડુંગરપુરના મહારવાલનાં લગ્ન પિતાએ પૈસાની તંગી ટાળવા એક રજપૂત કન્યા સાથે કરેલાં. તે ઘણું દહેજ લાવવાની હતી, પરંતુ મહારવાલ પિતાના મરણ પછી રાજા થયા ત્યારે તેણે બીજી મનપસંદ રાણી સાથે લગ્ન કર્યાં હતાં. પ્રિન્સેસ શશી વાલિયાના પિતા દેવાસના રાજા હતા. એક રાજાએ માતા-પિતાની વિરુદ્ધ જઈને ગોવાની કન્યા સાથે લગ્ન કરેલાં. દેવાસના પ્રિન્સ મુંબઈની હૉસ્પિટલમાં હતા ત્યારે આ કન્યાનો મેળાપ થયેલો.

મદ્રાસમાં સ્ટેટ ઑફ પુદુકોટ્ટાઈના મહારાજા એક ઑસ્ટ્રેલિયન સ્ત્રીના પ્રેમમાં પડ્યા હતા. ઑસ્ટ્રેલિયન પત્નીને બધાના વિરોધ વચ્ચે પરણીનેલાવેલા. 1910માં શીખ રાજા જગતજિત સિંઘ એક તવાયફ  - અનીતા દેડગાદાને પરણીને રાણી તરીકે લાવ્યા હતા. એવી જ રીતે મહારાજા યશવંતરાવ હોલકરે 1943માં અમેરિકન લેડીના પ્રેમમાં પડીને બ્રિટિશ સરકાર વિરુદ્ધ જઈને લગ્ન કરેલાં. એ પ્રકારે બ્રિટિશ સરકાર વિરુદ્ધ જઈને પાલનપુરના નવાબે બીજી બેગમ તરીકે ઑસ્ટ્રેલિયન સ્ત્રીને રાખી હતી. બ્રિટિશ જમાનામાં કાઠિયાવાડના બીલખા સ્ટેટના કુંવર નિર્વાણાદેવીને પરણીને લાવ્યા ત્યારે કાઠીઓએ અને બીલખા દરબારની રાજમાતાએ જબરો વિરોધ કરેલો. બીલખાના કાઠીઓ નિર્વાણાદેવીનું માથું વાઢી નાખવા તૈયાર થયેલા પણ બીલખા દરબારે નિર્વાણદેવીને ધરાસર રાણી બનાવ્યાં.

19મી સદીના અંતમાં અને 20મી સદીના રૂઢિચુસ્તસમાજના અને તે સમયના વધુ ઝનૂની મહારાજાનાં સંતાનો પણ પ્રેમ કરીને મનપસંદ પ્રેમિકા કે પ્રેમીને હિંમત કરીને પરણ્યાં છે અને જીવતાં રહ્યાં છે. ભાગીને પણ લગ્ન કર્યાં છે. નેપાળના કુંવર દીપેન્દ્ર દેવ માટે આવા રસ્તા ખુલ્લા હતા. પણ 21મી સદીમાં તમામ છૂટછાટ સાથે ઊછરેલો કુંવર દીપેન્દ્ર જૂના જમાનાની પ્રિન્સેસ ઈન્દિરા કે સીતાદેવી જેવી હિંમત ન કરી શક્યો એ નવાઈની વાત છે. પ્રેમલગ્ન કરવા માટે દીપેન્દ્રએ ખૂનખરાબી કરવી પડે તે બતાવે છે કે તેના ઉપર માતા-પિતાનું પ્રેમનું બંધન કેટલું આકરું હતું. સાથે દેવયાનીનું આકર્ષણ પણ ઝનૂની બન્યું હતું. આખરે મનોવિજ્ઞાનીઓ કહે છે તેમ માનવીમાં દરેક આત્મઘાતક જીન્સ પડ્યા હોય છે અને ઉત્કટ પ્રેમની લાગણીઓ જ્યારે ન સંતોષાય ત્યારે માનવી ઘાતક બને છે, તેમાં આત્મઘાત આવી જાય છે.

પત્નીઓ પતિથી ગળે આવી ગઈ છે?
‘ઈન્દોરમાં એક પ્રતિષ્ઠિત અને પૈસાદાર પતિનો પોતાને બંગલો હતો, સુંદર બાળકો હતાં, પરંતુ પત્નીને પતિ તરફથી પ્રેમ મળતો નહોતો. પ્રેમની વાત જવા દો, પતિ પત્નીની હાજરીમાં જ ઘરમાં બીજી સ્ત્રીઓને અવારનવાર લાવતો. પત્નીની હાજરીમાં જ પતિ પારકી સ્ત્રીઓ સાથે પ્રેમચેષ્ટા કરતો. પત્નીએ ખૂબ સહન કર્યું. ઘણા મહિના સુધી આ બધું ચલાવી લીધું. પત્નીને આશા હતી કે ધીરે ધીરે પતિની સાન ઠેકાણે આવશે પણ પછી પત્ની ગળે આવી ગઈ. પતિની ઘરની સાહ્યબી છોડીને પત્ની ઈન્દોરથી મુંબઈ આવી ગઈ. ભરણપોષણ માટે પતિ પર કેસ પણ ન કર્યો. અત્યારે ઘરે નાસ્તો બનાવીને કે પુસ્તકો કે મેગેઝીનો લઈને સાઈકલ ઉપર આ બાઈ ઘેર ઘેર ફરીને વેચે છે અને પોતાનું ગુજરાન ચલાવીને આત્મસન્માન જાળવે છે... આવી ઘણી પત્નીઓ ભારતમાં છે જેમને પતિ સાથે બનતું નથી. કેટલીક ગળે આવી ગઈ છે છતાં પતિને છોડી શકતી નથી. મારી દ્રષ્ટિએ ભારતની પત્નીઓમાંથી ઘણી પતિથી સુખી નથી...’

ઉપરની હકીકત મુંબઈમાં ‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’ જૂથ તરફથી ચલાવાતા ‘ફેમિના’ નામના મહિલા સાપ્તાહિકના તંત્રી શ્રીમતી વિમલા પાટીલે અમને એક મુલાકાત કહી. આજકાલ અમેરિકામાં શેરે હાઈટ નામની લેખિકાએ ‘વુમન ઈન લવ’ નામનું રૂ. 300ની કિંમતનું પુસ્તક પ્રગટ કર્યું છે, તેના વિષે અમેરિકા અને યુરોપમાં જોરદાર ચર્ચા ચાલે છે. લેખિકા શેરે હાઈટે એક સર્વેક્ષણ કરીને તેના પુસ્તકમાં તારણ કાઢ્યું છે કે અમેરિકન સ્ત્રીઓમાંથી 95 ટકા સ્ત્રીઓને પતિ તરફથી માનસિક ત્રાસ મળે છે. સર્વેક્ષણ પૈકીની 70 ટકા સ્ત્રીઓ જે પાંચ વર્ષથી પરણી છે તેઓ એકરાર કરે છે કે તેઓ પતિ સિવાયના પુરૂષ સાથે શરીરસંબંધ નહીં પણ લાગણીનો સંબંધ રાખતી થઈ ગઈ છે. આ પુસ્તકનો સૂર એ છે કે અમેરિકાની મોટા ભાગની સ્ત્રીઓને પતિ પાસેથી લાગણીની દ્રષ્ટિએ કોઈ સુખ મળતું નથી અને લગ્નજીવનમાં ભારે અસંતોષ સળગી રહ્યો છે.

શેરે હાઈટે બીજું પણ એક તારણ કાઢ્યું છે કે, સ્ત્રીઓની પતિ પાસેની અપેક્ષાઓ વધી ગઈ છે, તે જ રીતે પત્ની પાસે ભણેલા પતિની અપેક્ષા પણ એટલી જ વધી ગઈ છે. દાખલા તરીકે સ્ત્રીએ માત્ર ગૃહિણી જ નહીં પણ પુરૂષને બાળકની જેમ સાચવવા માતાનો રોલ પણ ભજવવો છે. ભણેલી સ્ત્રીને બહાર કામ કરીને તેની વ્યવસાયી કારકિર્દીમાં ઊંચા આવવું છે અને તે પછી રાત્રે તેના પુરૂષને બેડરૂમમાં સંપૂર્ણકક્ષાનું સુખ આપવું છે. પુરૂષ પાસે પણ આવી જ અપેક્ષા રખાય છે કે એ પોતાની પત્નીને બાળકની જેમ કે માતા-પિતાની જેમ સાચવે તેમ જ એ ખૂબ કમાતો હોય અને તેના ધંધા-ઉદ્યોગમાં એક નંબરે હોય અને પછી રાત્રે પત્નીને પૂર્ણ સુખ આપી શકતો હોય. આ પ્રકારે સ્ત્રી અને પુરુષની એકબીજા પાસેની અપેક્ષાનો પારો ઊંચે ચઢી ગયો છે, અને તેમાં મોટે ભાગે બન્ને પાછા પડે છે.

વિમલા પાટીલ સાથે શેરે હાઈટનો રિપોર્ટ અમારે ચર્ચવો હતો. વિમલા પાટીલ પોતે 22 વર્ષથી પત્રકાર અને તંત્રી તરીકે કામ કરે છે. શ્રી પ્રભાકર નામના ઈજનેરને પરણ્યાં છે. શ્રી પ્રભાકર ગેમન ઈન્ડિયા જેવી પ્રતિષ્ઠિત કંપનીમાં સિવિલ ઈજનેર છે. વાલકેશ્વરમાં મુખ્યપ્રધાનના બંગલા સામે એવરેસ્ટ એપાર્ટમેન્ટમાં સુશોભિત ફ્લેટમાં રહે છે. એક પુત્ર ડૉક્ટર છે. વિમાલ પાટીલ તેમની પુત્રીને મહારાષ્ટ્રનાં જુદાં જુદાં ગામોમાં આવેલા આઠ ગણપતિઓનાં દર્શન કરાવીને મુંબઈ આવ્યાં પછી અમને મળ્યાં. મહારાષ્ટ્રિયનોમાં અષ્ટવિનાયકનાં દર્શનનો ભારે મહિમા છે. પતિ-પત્ની અને પુત્રી ખૂબ ભણેલાંગણેલાં છે અને અતિધાર્મિક છે. પતિ-પત્નું 29 વર્ષનું લગ્નજીવન છે. શેરે હાઈટના રિપોર્ટની હકીકતોમાંથી મુંબઇ,, ઈન્દોર, અમદાવાદ કે બીજા શહેરની સ્ત્રીઓને આ સર્વેક્ષણ કેટલું લાગુ પડે છે તે વાત વિમલા પાટીલ પાસેથી જાણવી હતી. એમના પતિ શ્રી પ્રભાકર પણ અમારી સાથે ચર્ચામાં જોડાયા હતા. ઘણી વખત તો ચર્ચા દરમિયાન જ પતિ-પત્ની એકબીજાને નિખાલસતાથી પૂછી નાખતાં હતાં, ‘તમે મને પરણીને સુખી થયા છો?’

વિમલા પાટીલે બે કલાક સુધી ભારતની સ્ત્રીઓ પતિથી સંતુષ્ટ નથી જ એવું તારણ કાઢ્યું. જોકે તેમણે સાવચેતીથી ઉમેર્યું કે મુંબઈ કે કોઈ પણ શહેરની સ્ત્રી પતિથી સર્વ રીતે સુખી નથી છતાં લગ્નો તૂટતાં નથી કારણ કે અમુક બાબતમાં સ્ત્રી બહુ દુઃખી નથી. વિમલા પાટીલને મહિલાતંત્રી તરીકે ઘણી દુઃખી સ્ત્રીઓના ટેલિફોન આવે છે અને પતિ તરફતી થતા ત્રાસની વાતો કરીને આશ્વાસન મેળવે છે. વિમલા પાટીલે શેરે હાઈટના અહેવાલને ધ્યાનમાં રાખીને પોતાના વિચારો અને અનુભવો કહ્યાં :

‘શેરે હાઈટના રિપોર્ટ પ્રમાણે ભારતની 95 ટકા સ્ત્રીઓને અસંતોષ નહીં હોય પરંતુ હવે મુંબઈ અને બીજાં શહેરોમાં ઘેરા અસંતોષનાં લક્ષણો દેખાવા માંડયા છે. માતાઓ પરિણીત પુત્રીઓને લઈને મારે ઘરે આવે છે. તેમના કુટુંબની સમસ્યા કહે છે. એક વખત તો રાત્રે 11 વાગે મહાલક્ષ્મીના મંદિરમાંથી એક ખૂબ ભણેલી સ્ત્રીન ફોન આવ્યો હતો. તેણે ફરિયાદ કરી કે તેના પતિએ તેને ઘરમાંથી કાઢી મૂકી છે.’

વિમલા પાટીલે આગળ કહ્યું :

‘... તમે અખબારોમાં લગ્ન વિષયક જાહેરખબર જુઓ તો ખ્યાલ આવશે કે પતિની પત્ની પાસેથી અપેક્ષાઓ વધી ગઈ છે. મોટા ભાગની જાહેરખબરો કહે છે કે પતિને કમાઉ પત્ની અગર નોકરી કરતી પત્ની જોઈએ છે. મારી પાસે તો એક નવો કેસ છે જેમાં પતિ-પત્ની પાસે રીતસર પચાસ ટકા ઘરખર્ચ માંગે છે અને તેમાં પાઈએ પાઈનો હિસાબ રાખે છે. મહિનાને અંતે પત્નીએ ઘરમાં શું ખર્ચ કરવો અને પતિએ કેટલો ખર્ચ કરવો તેના ભાગલા પાડ્યા છે. સવાર પડે એટલે પતિ ખરીદી માટેનું લિસ્ટ બનાવે છે. તેની કિંમત આંકે છે. તેમાંથી અડધું લિસ્ટ પત્નીને આપે છે. કેળાં, ચેવડો, ફ્રૂટ અને બીજી ચીજોનું લિસ્ટ પત્ની જ્યારે ઑફિસે જાય ત્યારે તેના હાથમાં પકડાવે છે. પત્ની આવા ખર્ચના ધારદાર હિસાબથી એટલી કંટાળી ગઈ છે કે પતિ સવારે લિસ્ટ આપે તે કચરાની ટોપલીમાં નાંખી દે છે...’

વિમલાબહેન આગળ કહે છે :

‘...મને લાગે છે કે લગ્નની સંસ્થા તૂટી નથી પડી પરંતુ તેમાં લૂણો લાગવા માંડ્યો છે. કારણકે સમાજમાં વ્યક્તિ કરતાં પૈસાનું મહત્ત્વ વધ્યું છે. નોકરી કરનારી કેટલીક સ્ત્રીઓ મારી પાસે ફરિયાદ કરે છે કે તેમના પતિ આળસુ થઈ ગયા છે. મારી ઑફિસમાં કામ કરતી એક બહેન ઘરને માટે તમામ ખરીદી કરે છે. બેન્કમાં બચતના પૈસા લેવા-મૂકવા જાયછે. પત્ની સારો પગાર લાવે છે એટલે તેના પતિએ ધંધો છોડી દીધો છે. ઘરે બેઠાં બેઠાં વિડિયો જોયા કરે છે અને દારૂ પીએ છે. તેને કોઈ મહત્ત્વાકાંક્ષા નથી.. બીજી એક કમાતી પત્નીની વાત કરું. એ પત્ની નોકરી કરતી હતી. બીમાર પડી. તેને ઑપરેશન કરાવવાનું થયું. પત્નીની ઑફિસવાળાએ હૉસ્પિટલમાં પથારી અપાવી દીધી. સર્જનની ફી અને દવાદારૂનો ખર્ચ ઑફિસે ઉપાડ્યો. બે મહિના પછી પત્ની હૉસ્પિટલેથી પાછી આવી ત્યારે પતિએ તેની તબિયતના ખબર પૂછવાને બદલે સવાલ કર્યો : ‘હવે તું ઑફિસમાં ફરજ પર ક્યારે હાજર થવાની છે?’ આમ કમાતી પત્નીના પતિને પત્નીના સ્વાસ્થ્યની ફિકર નથી સ્વાસ્થ્યની ફિકર નથી પણને નોકરીએ નહીં જાય તો તેનો પગાર કપાશ, તેની ચિંતા છે...’

‘હમણાં જ એક ટેલિવિઝનનો કાર્યક્રમ આવ્યો હતો, તેમાં ડૉક્ટર, વકીલ, ઈજનેર અને દુકાનદાર પુરુષોના ઈન્ટરવ્યૂ લેવાયા હતાં. તે બધા પુરુષો સવારથી સાંજ સુધી કેટલું કામ કરે છે અને કેટલું કમાય છે તેની વાતો કરતા હતા. પછી ઈન્ટરવ્યૂ લેનારી પત્રકાર પૂછતી હતી, ‘અચ્છા, તમારી પત્ની શું કરે છે?’તો તમામ પતિદેવોએ કહ્યું, ‘અમારી પત્ની કંઈ કરતી નથી. ઘરે બેસે છે...’’ એ પછી ટી.વી. વાળા દરેક પુરૂષને ઘરે ગયા. ત્યાં તે લોકોની પત્નીઓ સવારથી સાંજ સુધી ઘરકામના જે ઢસરડા કરતી હતી તે ટી.વી. પર બતાવ્યું. કોઈ સ્ત્રી સવારથી સાંજ સુધી પગ વાળીને બેસતી નથી. છતાં તે સ્ત્રી કંઈ કામ કરતી નથી તેમ માત્ર પુરુષો જ નહીં પણ સ્ત્રીનાં બાળકો પણ કહે છે. બાળકોને લાગે છે કે પપ્પા જ કામ કરે છે. કારણ કે પપ્પા પૈસા લાવે છે. જે કામનું પૈસા કમાવવામાં પરિણામ આવેતે જ આ સમાજમાં ‘કામ’ ગણાય છે. પૈસાદાર લોકોની પત્ની બહાર કામ કરવા ઈચ્છે તો પતિદેવો ના પાડે છે, કહે છે ‘તારે કમાવાની શું જરૂર છે?’ ક્લબમાં જા, સાડીઓ ખરીદ. તારે કંઈ કરવાની જરૂર નથી.’ આ પ્રમાણએ ભણેલીગણેલી સ્ત્રીને નકામી બનાવી દેવાય છે. મારો પોતાનો જ દાખલો આપું. 29 વર્ષ પહેલાં મેં નોકરી કરવાનો નિર્ણય કર્યો ત્યારે પિયરમાંથી જ વિરોધ થયો. સાસરા પક્ષમાં પણ વિરોધ થયો. નોકરી કરવાથી ઘર નહીં સચવાય, બાળકો બગડશે, તેવો ભય બતાવાયો. સ્ત્રીના મનમાં સમાજ જ આવી ગ્રંથિ ઊભી કરે છે. મેં મારા મનનું ધાર્યું કર્યું આજે મને લાગે છે કે મારો નિર્ણય સાચો જ હતો. જો, મારાં બાળકો બગડ્યાં નથી, મારું ઘર બરાબર છે...’

મેં વચ્ચે પડીને વિમલાબહેનને પૂછ્યું, ‘પણ નોકરી કરવાથી અમુક ભોગ આપવો જ પડ્યો હશે.’ એ સમયે તેમના પતિએ જ કહ્યું, ‘ભોગ તો આપવો જ પડે. ઘણી વખત હું બહારગામ હોઉં અને ઘરે આવું ત્યારે વિમલા તેના કામ માટે બહારગામ ગઈ હોય, પરંતુ અમે એ બાબતથી ટેવાઈ ગયાં છીએ. ગૃહસંસારમાં થોડી ઊણપ રહે છે. સંપૂર્ણ સુખની અપેક્ષા રખાય નહીં...’

વિમલાબહેનના પતિ આવું કહેતા હતા ત્યારે વિમલાબહેને જ પતિને પ્રશ્ન કર્યો, ‘અચ્છા, તો બોલો કે તમે મને પરણીને સુખી છો કે દુઃખીના દાળિયા (મિઝરેબલ) બન્યા છો?’ પ્રભાકરભાઈ થોડા ક્ષોભમાં પડીને અટકી ગયા. વિમલાબહેને ફરીથી કહ્યું, ‘બોલો, બોલો, સુખી છો કે દુઃખી?’ પ્રભાકરભાઈએ કહ્યું, ‘જુઓ, આપણું લગ્ન 29 વર્ષ ટક્યું છે તેથીએ તો પુરવાર થાય છે કે સંપૂર્ણ રીતે દુઃખ તો નથી જ, અમુક ક્ષેત્રમાં પરમ સુખ પણ મળ્યું છે અને અમુકમાં નહીં. સર્વાંગ રીતે સુખની અપેક્ષા કેમ રખાય? વળી સમાજમાં જુદી જુદી દસપંદર જાતનાં દુઃખો હોય છે. લગ્નમાં સુખની ગેરંટી નથી અને ખાસ વાત તો એ છે કે માત્ર તમારા પોતાના સિવાય તમને કોઈ સુખ આપી શકે નહીં. પત્ની કે બીજા પાસેથી તમે સુખની અપેક્ષા રાખી ન શકો. તમારું સુખ તમારી પોતાની પાસે જ હોય છે...’

પ્રભાકરભાઈ ફિલસૂફની જેમ આ વાત બોલી ગયા તેનાથી અનુમાન થાય કે દરેક ધનિક, ઊંચી કારકિર્દીવાળાં કે મધ્યમ વર્ગનાં યુગલોમાં સંઘર્ષ કે ઘર્ષણ હોય છે. એ ઘર્ષણમાંથી સરેરાશ સુખ નીકળે છે કે નહીં તે જોવાનું છે. વિમલાબહેનને મેં પૂછ્યું, ‘પરંતુ જો સરવૈયામાં સુખ નહીં પણ ભારોભાર દુઃખ નીકળે તો શું? સ્ત્રીએ એ લગ્નમાંથી નીકળી જવું ન જોઈએ?’ વિમલાબહેને કહ્યું, ‘જુઓ, આ સમાજ ગમે તેટલો આગળ વધ્યો હશે પણ છૂટાછેડા લીધેલી સ્ત્રીને માનથી જોતો નથી. અતિપૈસાદાર ઘરની પુત્રી પણ પતિથી ત્રાસી જાય તો સાસરું છોડતી નથી કારણકે તેના ધનિક પિતા પણ તેને રાખવા રાજી નથી. પિતા કે માતા માને છે કે ‘અમે પણ જિંદગીભર સંઘર્ષ કર્યો, પુત્રીને ભણાવીને પરણાવી. હવે અમને પણ સુખ જોઈએ છે.’ એટલે પતિથી ત્રાસેલી પુત્રીને રાખવા તેઓ તૈયાર નથી. હું એક એવી સ્ત્રીને ઓળખું છું જે પતિના ત્રાસથી ગળે આવી ગઈ છે છતાં પતિને છોડતી નથી. બીજી એક એવી સ્ત્રી છે જે અપંગ પતિને નિભાવે છે. મોટા ભાગની સ્ત્રીને ઘરમાં એક પુરુષ જોઈએ છે. તેને ગળમાં મંગળસૂત્રની જરૂર છે, મંગળસૂત્ર વગરની કે પુરૂષ વગરની સ્ત્રી સામે સમાજ કુદ્રષ્ટિથી જુએ છે. બીજી પણ એક વાત. મુંબઈ શહેરમાં સેક્સુઅલ રીતે સ્ત્રીઓની ખૂબ જ હેરાનગતિ થાય છે. હમણાં થોડા સમય પહેલાં એક પરણેલી અને સુંદર સ્ત્રી બસમાંથી ઊતરી. તુરંત યાં ઊભેલા ત્રણ છોકરાઓ તેના પર ધસી આવ્યા. તેની છાતી ઉપર નિર્લજ્જ રીતે હાથ નાખીને ચાલ્યા ગયા. બધા જોતાં જ રહ્યા....’

વિમલાબહેને આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું, ‘પુરૂષો સ્ત્રીને નિર્મળ દ્રષ્ટિથી કે માનથી જોતા જ નથી. હમણાં મેં મારવાડી મહિલા સમાજમાં મારવાડી બહેનો સાથે વાર્તાલાપ કર્યો હતો. ધનિક મારવાડી કુટુંબની દીકરી હાવર્ડ યુનિવર્સિટીમાં ભણીને 23 વર્ષની ઉંમરે પરણી જાય છે. પણ પછી એ હાવર્ડની ગ્રેજ્યુએટ કન્યા રસોડામાં ભરાઈ જાય છે. સસરાથી ઘૂંઘટ તાણવાનો હોય છે. મારવાડી સ્ત્રીઓ પ્રગટ રીતે બોલતી નથી પણ મોટા ભાગની મારવાડી પત્નીઓ ખાનગીમાં લગ્નના અસંતોષની લાગણી પ્રગટ કરે છે.’

વિમલાબહેન સાથેની ચર્ચાને થોડી વાર બાજુએ રાખીને આપણે ‘ઓનલૂકર’ ના તંત્રી રજત શર્માનાં પત્ની ગીતાબહેન શર્માને મળીએ. દિલ્હીમાં ઊછરીને યુનિવર્સિટીમાં ભણેલાં ગીતાબહેન મુંબઈમાં કાર્માઈકલ રોડના ધનિક વિસ્તારમાં રહે છે. અમે તેને મળવા ગયા તે પહેલાં એમણે ‘ટાઈમ’ મેગેઝીનમાં શેરે હાઈટનો અમેરિકાની સ્ત્રીઓના અસંતોષ અંગેનો રિપોર્ટ વાંચ્યો હતો. એમણે કહ્યું, ‘હું આ શેરે હાઈટના લખાણ સાથે સો ટકા સહમત છું. ભારતની સ્ત્રીઓને પણ અમેરિકન સ્ત્રીઓના અસંતોષની વાત લાગુ પાડી શકાય. ભારતની પત્નીઓ પણ પૂછવા માંડી છે કે, ‘શું પતિ કહે તે જ સાચું?’ હવે સ્ત્રીઓ આ માનતી નથી કે પતિ કહે તે જ સાચું. હું માનું છું કે પુરુષની વાતને પડકારનારી હિંમતવાળી સ્ત્રીઓ મુંબઈમાં બહુ ઓછી છે. ભારતની સ્ત્રી ગઈ સદીમાં ગુલામ હતી તેટલી જ આજે ગુલામ છે. પગાર વગરની ઘાટણ જેવો તેનો દરજ્જો છે. પુરુષને ઈચ્છા થાય ત્યારે શયનસુખ માગે અને તેને બાળક આપે છે... મારી એક પિતરાઈ બહેન પરણીને દુઃખી થઈ છે. તે સંયુક્ત કુટુંબમાં રહે છે. તેનો પતિ આપખુદ છે તેમ તેને લાગે છે. મારી બે બહેનને લગ્નમાં અસલામતી લાગે છે. ભણેલી સ્ત્રીને પણ તેની સાસુ દહેજની ઓછપ માટે ટોણા મારે છે. પતિ કંઈક દાદ દેતો નથી. મારી બહેન ગૃહિણી તરીકે જ રહી. ખૂબ ત્રાસ સહન કર્યો. ડોક્ટરો કહે છે અતિશય માનસિક ત્રાસને કારણ છેવટે તેને ગર્ભાશયનું કેન્સર થયું છે....’

શેરે હાઈટના રિપોર્ટમાં પરણેલી સ્ત્રીઓના આડા સંબંધોવિષે પણ લખ્યું છે ગીતાબહેને કહ્યું, ‘હું માનું છું કે આડા સંબંધો ભારતીય સમાજમાં અગાઉ પણ હતા. આજે પણ છે. મને લાગે છે કે પાંત્રીસેક ટકા પરિણીત સ્ત્રીઓ છેવટે લાગણીની દ્રષ્ટિએ તો બીજા પુરુષ સાથે સંબંધ ધરાવતી હશે. પતિ સાથે જ્યારે સંવાદિતા હોતી નથી ત્યારે સ્ત્રીઓ બીજામાં સુખ શોધે છે. મોટે ભાગે તો તે બીજી વ્યક્તિ પુરૂષ નહીં પણ સ્ત્રી હોય છે. ઘણી સ્ત્રીઓ પારકા પુરુષ સાથે મનના ખૂણે લાગણી ધરાવતી થઈ છે. પુરુષો માત્ર વેરાયટી ખાતર કે કંટાળો દૂર કરવા માટે બીજી સ્ત્રીનો સંગાથ ઈચ્છે છે. પુરુષને નવું નવું ગમે છે. જોકે, પુરુષો ડરપોક હોય છે. પત્ની આડો સંબંધ શરૂ કરે તો શું થશે તે બાબત પુરુષ કલ્પી પણ શકતો નથી.’

‘ઈવ્ઝ વીકલી’ અને ‘સ્ટાર એન્ડ સ્ટાઈલ’ના તંત્રી ગુલશન ઈવીંગ ભારતભરની અંગ્રેજી વાંચન કરી શકતી સ્ત્રીઓમાં જાણીતા છે. શેરે હાઈટના સર્વેક્ષણની તરફેણ કરતાં ગુલશન ઈવીંગ કહે છે, અમેરિકામાં સ્ત્રીઓની માનસિક સ્થિતિ, ઈચ્છાઓ અને વર્તન વિશે થયેલો આ રિપોર્ટ સનસનાટીવાલો ચોક્કસ છે પણ સ્ત્રીઓની સમસ્યાઓ પત્રકારો વધારે પડતી ચગાવે કે સનસનાટીભરી રીતે છાપે તે સારા માટે છે. બળાત્કાર કે દહેજના કિસ્સા ચગાવવામાં ન આવે તો કોઈના કાને પડતા નથી. જોરશોરથી સ્ત્રીઓની સમસ્યાઓની ચર્ચા થાય છે ત્યારે જ સમાજમાં જાગરૂકતા આવે છે. મંદ ગતિમાં કે બધાને સારું લાગે તે રીતે સ્ત્રીઓના પ્રશ્નોની ચર્ચા થાય તો કોઈ તેના પર ધ્યાન આપતું નથી. શેરે હીટનો રિપોર્ટ ભારતીય સ્ત્રીઓને સંપૂર્ણપણે લાગુ પડતો નથી, છતાં પણ તે ભારતના સંદર્ભમાં સાવ ભૂલી જવાજેવો પણ નથી.

‘સ્ત્રીઓમાં વંચાતા સાપ્તાહિકમાં વર્ષોથી હું તંત્રી છું. મારા અનુભવથી હું અમુક મુદ્દા ચર્ચી શકું. અમેરિકામાં સિત્તેર ટકા જેટલી સ્ત્રીઓ આડા સંબંધ ભલે ધરાવતી હોય, ભારતની વાત અલગ છે. હું ભારતની સ્વતંત્ર મિજાજની સ્ત્રીઓ જાણું છું. એમને મળતી રહું છું. પુરુષ જેટલા હક્કો મેળવવા માટે તે આક્રમક બને છે પણ મોટા ભાગે પરિણીત સ્ત્રી આડેધડ જાતીય સંબંધ રાખતી નથી. હું એ વાત બિલકુલ માનવા તૈયાર નથી કે ભારતીય સ્ત્રીઓમાં આડા સંબંધનું પ્રમાણ ખૂબ વધારે છે. બીજી મહત્વની અને સારી વાત છે કે ભારતીય સ્ત્રી નારીવાદી હશે પણ તો ય તેની સ્ત્રી સહજ નાજુકતા જળવાઈ રહે છે. નારીવાદી વિચારો તેની સ્ત્રૈણતાને કાયમ રાખે છે.’

‘અમેરિકાની સ્ત્રીઓના થયેલા સર્વેક્ષણમાં એક ગંભીર વાત બહાર આવી છે કે પતિ અને પત્ની વચ્ચે માનસિક અંતર વધી ગયું છે, ઘર્ષણ વધ્યું છે. સંવાદિતા ઘટી છે... પરસ્પરની એકરાગિતા ઘટી છે. આ બાબત ભારતીય દંપતીઓને પણ 100 ટકા લાગુ પડે છે. શું સ્ત્રીઓ ત્રાસી ગઈ છે? એવા સીધા સવાલનો જવાબ ‘હા’માં જ આવશે. ભારતીય સ્ત્રીઓ ભારતીય પુરુષો સામે પ્રવૃત્ત થઈ છે?’

‘પતિ-પત્ની વચ્ચેનું કોમ્યુનિકેશન ઘટ્યું છે. પતિ અને પત્નીએ એકબીજાને સાંભળવાનાં હોય છે. પતિ-પત્ની એકબીજાની નાની-મોટી સમસ્યાને કાન ઘરે ત્યારે પ્રેમ પાંગરે છે. પુરુષો સ્ત્રીઓને બિલકુલ સાંભળતા નથી. ઘરમાં નોકર રજા ઉપર હોય કે નોકરાણી ચોખ્ખું કામ કરતી ન હોય તો તે વાત પુરુષે શા માટે કાને ન ધરવી? ઘરમાં સારા નોકર-નોકરાણીની હાજરીથી પુરુષને ફાયદો થતો નથી? તેની સગવડો સચવાતી નથી? ઑફિસમાં કોઈવાર જબરું ટેન્શન ચાલી રહ્યું હોય તેવા સમયે સ્ત્રીએ નાની-નાની વાતો ન કરવીજોઈએ પણ ‘પત્નીની વાતો ઉપર બહુ ધ્યાન ન દેવું.’ તેવી માન્યતા ઘણા પુરુષોના મનમાં દ્રઢપણે છુપાયેલી છે. આ પુરુષો ઘરમાં બેઠેલી સ્ત્રીને અને બહાર દેખાતી સ્ત્રીને અલગ-અલગ માને છે. ઘરમાં રહેતી સ્ત્રી સાથે રોમેન્ટિક પણ ન થવાય કે તોફાની બનીને સેક્સ પણ ન જ માણી શકાય તેવું ભારતીય પુરુષો માને છે. ભારતીય પુરુષો પત્ની સાથે શસ્તભયર્ જાતીય સુખ માણે છે. કમનસીબે પુરુષોની ઊભી કરેલી આ તસવીરમાં ભારતીય પત્ની ફિટ થઈ ગઈ છે. તેણે પણ આ ઈમેજનું મહોરું પહેરી લીધું છે.’

‘હવે હું જોઉં છું કે કુંવારી છોકરીઓ યુવાનોને દેખાડે છે કે તે કેટલી રોમેન્ટિક છે. પરણ્યા પછી પણ આજની યુવતી પતિ કરતાં વધુ રોમેન્ટિક રહે છે. પુરુષોની માન્યતા બદલવાનું કામ ભારતીય સ્ત્રીઓએ શરૂ કર્યું છે. જોકે, નગણ્ય સ્ત્રીઓ આત્મવિશ્વાસથી પતિ સાથે જીવે છે. આપણે આ ચર્યા દિવરાલામાં રૂપકુંવર સતી થઈ છે તે વર્ષે કરીએ છીએ અને સમગ્ર ભારતીય સ્ત્રીસમાજના ભવિષ્યની બાબતે હું નિરાશાવાદી છું. આવતાં દસ વર્ષમાં પત્નીને વધુ માનપૂર્વકનો દરજ્જો મળવાની આશા નથી પણ કેટલીક સ્ત્રીઓનાં મનમાં સળવળાટ થયો ચે. પતિનાં લફરાં અને છુટકલિયાં અડપલાઓ સામે પત્ની સદંતર આંખ આડા કાન નહીં કરે... એ જમાનો હવે ગયો...’

આજની પત્નીઓ લાગણીની દ્રષ્ટિએ બિલકુલ સુખી નથી તેવો સૂર મુંબઈમાં સર્વત્ર જોવા મળે છે. ફરક એટલો છે કે ભણેલી સ્ત્રી મેગેઝીનના તંત્રીને મળે છે અને સમૃદ્ધ ઘરની સ્ત્રી પતિની સુક્ક લાગણીઓનો વિકલ્પ કિટી પાર્ટીમાં પાનાં રમીને કે વારંવાર શોપિંગ કરીને શોધી લે છે. મુંબઈના ઉદ્યોગપતિ મોહનલાલ પટેલનાં પત્ની ચંદાબહેન પટેલે 37 વર્ષ પહેલાં મોહનભાઈ સાથે પ્રેમલગ્ન કરેલાં. તેઓ તેમના લગ્નજીવનમાં પૂર્ણ સંતુષ્ટ છે. તે અંગત વાત કહેતાં નથી પરંતુ તેમણે અમારા પ્રતિનિધિ હેતલ દેસાઈને એટલું જરૂર કહ્યું કે : ‘સ્ત્રીઓ માનસિક રીતે ભાંગી પડે છે ત્યારે બીજા રસ્તા અપનાવે છે. ઘરની બહાર રહેવું, ક્લબ અને પાર્ટીઓમાં હાજરી આપવીવગેરે. આના માટે પુરુષો જવાબદાર છે. કારણકે તેઓ ઘર અને પત્ની તરફ પૂરું ધ્યાન આપતા નથી.’ પ્રાધ્યાપિકા અને લેખિકા ધૈર્યબાળાબેન વોરા કહે છે, ‘ભણેલીગણેલી અને સુખી ઘરની સ્ત્રીઓની સમસ્યા એ છે કે આ પત્નીઓને સ્વાભાવિકતાથી અને ઉપેક્ષાથી લેવામાં આવે છે. પત્નીનું કોઈ અલગ વ્યક્તિત્વ હોઈ શકે એવો વિચાર પતિને આવતો નથી. પત્નીની ખૂબ ઉપેક્ષા થાય એટલે આખરે એ છણકા કરીને, મહેણાં-ટોણાં મારીને કે જિદ્દ કરીને પોતાના તરફ પતિનું ધ્યાન દોરવા પ્રયાસ કરે છે. બીજી રીત એ છે કે તે પતિને પ્રેમ બતાવીને ખુશ કરવાપ્રયાસ કરે છે.’ મુંબઈની મીઠીબાઈ કોલેજના માનસશાસ્ત્રનાં મહિલા પ્રોફેસર રૂપા શાહ કહે છે : ‘સ્ત્રીઓની સૌથી મોટી મુશ્કેલી એ છે કે પુરુષ તરફથી તેમને જરૂરી સંવેદના કે લાગણી મળતાં નથી. પુરુષને એ પણ ખ્યાલ નથી કે સુખચેન કે ખુશ થવાનો અધિકાર જેટલો પુરુષને છે તેટલો જ સ્ત્રીઓને પણ છે. ઉપરાંત જાતીય સુકમાં પૂર્ણ રીતે સંતુષ્ટ થવાનો હક્ક પુરુષને છે તેમ તે માનતો હોય તો તે હક સ્ત્રીઓને છે પરંતુ અસંતુષ્ટ રહે તો તે બીજા રસ્તા શોધે ચે. સ્ત્રી મોટે ભાગે આવું કરતી નથી. તે ધર્મધ્યાન અને બીજા કામમાં મનનો સંતોષ શોધે છે.’

અમે જે પરણેલી સ્ત્રીને મળ્યા તે પોતાના લગ્નજીવનમાં અસંતુષ્ટ છે તેમ કહેવામાગતી નહોતી. બીજી સ્ત્રીઓ વિશે નામ આપીને કે નામ આપ્યા વગર જ વાતો કરતી હતી. ભારતીય સ્ત્રી લગ્નજીવનથી ગળે આવી ગઈ હોય તોપણ ગમે તેમ કરીને અટકાવવા માંગે છે.

અમેરિકામાં આવું નથી. લગ્નમાં અસંતોષ હોય તો તે પ્રગટ રીતે જ બધી વાત કહે છે છતાં ય તે લગ્ન ટકાવવા પતિના સહકાર સાથે માનસચિકિત્સકો કે મેરેજ કાઉન્સિલરો (લગ્નજીવન અંગેના સલાહકારો)ને મળીને પોતાના લગ્નજીવનને પાધરું કરવા માંગે છે.

હવે આપણે શેરે હાઈટે પોતાના સર્વેક્ષણનાં શું તારણ કાઢ્યાં છે તે વિગતથી જોઈએ :

સર્વેક્ષણવાળી 95 ટકા અમેરિકન સ્ત્રીઓને પતિ તરફથી લાગણીની દ્રષ્ટિએ કે માનસિક દ્રષ્ટિએ ત્રાસ મળે છે. જે પુરુષને તે ચાહતી હોય છે તેના તરફથી જ આવો ત્રાસ મળે છે.આ બધી જ સ્ત્રીઓ પોતાના પુરુષ સાથેના પ્રેમસંબંધમાં ક્રાંતિ ઈચ્છે છે.

79 ટકા સ્ત્રીઓએ સમસ્યા વ્યક્ત કરી હતી કે આટલા ત્રાસ પછી હવે પ્રેમના સંબંધમાં તેણે વધુ સહનશક્તિ ખર્ચવી કે નહીં?

98 ટકા સ્ત્રીઓ ઈચ્છતી હતી કે ઓછામાં ઓછા તેમનાપ્રેમી પુરુષ તેની સાથે બોલવામાં વધુ પ્રેમાળ થાય. આ બધી સ્ત્રીઓ કહે છે કે તેમનો પુરુષ પોતે કહે તેના તરફ કંઈ ધ્યાન જ આપતો નથી. આમાંની 71 ટકા સ્ત્રીઓએ તો પુરુષની લાગણી મેળવવાનું કે પોતાના તરફ ધ્યાન દોરવાનું જ છોડી દીધું છે.

છૂટાછેડા લીધેલી 91 ટકા સ્ત્રીઓએ કબૂલ કર્યું કે, છૂટાછેડા લેવા માટેની પહેલ તેમના પ્રેમી પુરુષે નહીં પણ પોતે જ લગ્નના ત્રાસથી કંટાળીને કરી હતી. પરણ્યાને પાંચ વર્ષ થઈ ગયાં હોય તેવી 76 ટકા સ્ત્રીઓએ કહ્યું કે પતિ તરફતી ઉષ્મા ન મળતાં પોતે બેવફા બની છે અને તેનો એમને કોઈ અફસોસ નથી.

87 ટકા સ્ત્રીઓએ કહ્યું કે, પરણેલા પુરુષને બદલે તેમની ઘનિષ્ઠ લાગણીવાળી મૈત્રી બીજા પુરુષ સાથે નહીં પણ બીજી સ્ત્રીમિત્ર સાથે હોય છે.

શેરે હાઈટનો અહેવાલ આવ્યો તે પહેલાં પણ અમેરિકામાં લગ્નજીવનના સુખ અને પ્રેમસંબંધો વિશે અનેક પુસ્તકો લખાયાં છે ‘ઈન્ટિમેઈટ પાર્ટનર્સ’ નામના પુસ્તકની લેખિકાએ કહ્યું છે ‘લગ્નમાં પાંચ કે પંદર વર્ષ પછી તરત પતિ-પત્ની વચ્ચે સમસ્યાઓ પેદા થાય છે. એ સમસ્યાને ઉકેલવા બન્ને જણે સાથે મળીને પ્રયાસ કરવો જોઈએ. જ્યારે વૉશિંગ્ટન યુનિવર્સિટીની એક પ્રાધ્યાપિક કહે છે, ‘હાલનો જમાનો પતિ-પત્ની વચ્ચેના સુખનો જમાનો રહ્યો નથી. લગ્નજીવનમાં તમામ નિયમોને તોડી-ફોડીને ફેંકી દેવાયા છે. દરેક વ્યક્તિએ આવા ભાંગેલા તૂટેલા  લગ્નજીવનને ચાલુ રાખીને પોતાના જ વ્યક્તિત્વની શોધ કરવીપડે છે. કારણકે જૂના જમાનાથી એવો રિવાજ હતો કે લગ્નજીવનમાં પતિ તરફથી દુઃખ મળે ત્યારે પત્નીએ જ સમાધાન કરવાનું. પણ હવેસ્ત્રીની સહનશીલતા ઓછી થઈ છે અને અપેક્ષા વધી છે. તે ઈચ્છે છે કે પતિ પણ સહન કરે અને સમાધાન કરે.’

‘ડોમેસ્ટિક અફેર્સ’ નામના પુસ્તકની લેખિકા જોયસ મેયનાર્ડ લખે છે : ‘સ્ત્રીઓ લગ્નજીવનમાં દુઃખી છે કારણકે આજની સ્ત્રીને પતિ, બાળકો અને ઉજ્જવળ કારકિર્દી એ ત્રણેય ચીજો સાથે જીએ છે અને તે બધું તમામ રીતે સર્વાંગસંપૂર્ણ ચાલવું જોઈએ તેમ ઈચ્છે છે. આને કારણે ઘર્ષણ થાય છે.’

અમેરિકાના ‘વુમન્સ ડે’ નામના મેગેઝીને 60,000 સ્ત્રીઓનું સર્વેક્ષણ કર્યું તો 38 ટકા સ્ત્રીઓએ એકરાર કર્યો કે હવે ફરીથી તેમને પતિ તરીકે કોઈ પુરુષની પસંદગી કરવાની હોય તો હાલના પતિને તો તેઓ પસંદ નહીં જ કરે. ભારતમાં તો જનમોજનમ એક જ પતિ મળે તેવી અબળખા સ્ત્રીઓ રાખતી હતી. મુંબઈમાં પણ હવે એવી સ્ત્રીઓ મળશે કે જે ‘વુમન્સ ડે’ના સર્વેક્ષણ પ્રમાણે કહી દે કે ‘બીજો કોઈ પણ પુરુષ ચાલે પરંતુ આ પુરુષના હવે પનારા ન પડે તો સારું.’

અમેરિકામાં તો હવે એવી ફિલ્મો બહુ લોકપ્રિય થાય છે જેમાં સ્ત્રી તેના પતિ પાસેથી પ્રેમની અપેક્ષા રાખે અને તેમાં ઊણપ રહે તો પતિનો જીવ ખાઈ જતી હોય. ‘ફેટાલ એટ્રેકશન’ નામની હૉલિવુડની ફિલ્મમાં એક પત્ની તેના પતિને એટલી ધિક્કારવા માંડે છે કે તેને પતિનું ગળું દબાવી દેવાનું મન થાય છે. શેરે હાઈટના રિપોર્ટમાં એક પરિણીત સ્ત્રી ફરિયાદ કરતાં કહે છે : ‘દરેક પુરુષ માને છે કે પોતે મેચ્યોર-પીઢ છે પરંતી હકીકતમાં ઊંડે ઊંડે આ પીઢ પુરુષો બાળક જેવા હોય છે. આ બાળક જેવા પતિને લાડકોડ જોઈએ છે. પતિ હંમેસા બાળકની માફક ફરિયાદ જ કરતો હોય છે.’

અમેરિકાના એક માનસશાસ્ત્રી કહે છે : ‘મારા દર્દીઓને જોઈને હું કહી શકું કે આજે પણ અમેરિકામાં સહનશીલ સ્ત્રીઓ છે અને સ્ત્રીઓ પાસે જેટલી અપેક્ષા રખાય તેટલું તે પુરુષને આપે છે. એ સાથે મારે કહેવું જોઈએ કે હવેપુરુષ પણ સુધર્યો છે. સ્ત્રીની અપેક્ષા કરતાં પણ વધુ આપીને એ સ્ત્રીને બહાર જવાદે છે, તેને ઘરકામમાં મદદ કરે છે. પરંતુ અત્યારે તો આ પરિવર્તનનો જમાનો છે. તમામ સ્ત્રીઓ ઘરબહાર કામ કરતી હશે અને પુરુષ પણ ઘરકામમાં મદદ કરતો હશે તેવોજમાનો આવશે ત્યારે પરસ્પર સમાધાનની માત્રા વધશે જ. સાથોસાથ એક વાત ચોક્કસ કે પહેલાં સ્ત્રીઓ જ સમાધાન કરતી હતી, હવે પુરુષોએ પણ લગ્ન ટકાવવું હોય તો સહનશીલ બનીને સમાધાન કરવું પડશે.’ આ પ્રકારના ઘણા ડાહ્યા અભિપ્રાયની વિરુદ્ધનો અભિપ્રાય કેથેરિન હેયબર્ન નામની કલાકાર આપે છે. તે કહે છે : ‘મને તો નવાઈ લાગે છે કે આધુનિક પ્રેમિકા પત્ની બનીને તે પુરુષને ફિટ થશે જ નહીં. સહેલો રસ્તો એ છે કે પરણીને બન્ને જુદા જુદા ફ્લેટમાં રહે અને વારંવાર લાંબે ટૂંકે ગાળે એકબીજાને મળતાં રહે!’

પતિ અને પત્ની વચ્ચેની વાત જવા દઈએ અને સ્ત્રીને માત્ર સ્ત્રી તરીકે લઈએ તો પણ એ ઘણું સહન કરી રહી છે. મુંબઈની એક હૉસ્પિટલમાં 30 વર્ષની એક કુંવારી યુવતી કામ કરે છે. તેની ત્રણેય બહેનો કુંવારી છે. સૌથી મોટી 36 વર્ષની છે. વચલી બહેન 33 વર્ષની છે. તેણે એક મેરેજ બ્યુરોમાં લગ્નના મુરતિયા માટે નામ નોંધાવ્યું છે. એક વખત મેરેજ બ્યૂરોવાળાએ આ યુવતી માટે ક મુરતિયાનો ઈન્ટરવ્યૂ ગોઠવ્યો અને યુવતીને સરનામે પત્ર લખ્યો. પરંતુ એ યુવતી મુરતિયાને જોવા માટે આવી જ નહીં. અઠવાડિયા પછી ખબર પડી કે તે યુવતીને પત્ર મળ્યો જ નહોતો. તેના ભાઈએ આ ઈન્ટરવ્યૂના ખબરવાળો પત્ર વાંચીને ફાડી નાંખ્યો હતો. મેરેજ બ્યૂરોવાળા પાસે હૈયાવરાળ કાઢતાં આ યુવતીએ કહ્યું, ‘હવે મને હૉસ્પિટલને સરનામે જ કાગળ લખજો. હું હૉસ્પિટલના ક્વાટર્સમાં રહેવા ચાલી ગઈ છું. હું પરણી જાઉં તેમાં મારા ભાઈને રસ નથી. હું રૂ. 3,000નો પગાર લાવું છું. મહિનાની પહેલી તારીખે આખો બગાર ખરે આપવો પડે અને મને ફક્ત રૂ. 50 વાપરવા આપે, એટલે હવે હું ઘરમાંથી કંટાળી ગઈ છું. મારી બે બહેનો પણ રૂ. 2,500 અનેરૂ. 4,000 કમાય છે. તે કમાતી હોઈને અમારા ભી અને પિતાને બહેનોનાં લગ્ન કરવામાં રસ જ નથી.’

સમાજનાં મૂલ્યો બદલાઈ ગયાં છે. માનવી કરતાં પૈસાને વધુ મહત્ત્વ અપાય છે. નોબેલ પારિતોષિક વિજેતા સાઉલ બેલો નામના નવલકથાકાર કહે છે : ‘સ્ત્રીઓ પુરુષો કરતાં વધુ વાંચન કરે છે અને તેથી સ્ત્રીઓ વધુ સંવેદના ધરાવે છે... સ્ત્રીઓને પુરુષ તરફથી સંતોષ ન હોય કે પુરુષની સ્ત્રી તરફથી સંતોષ ન હોય તેમાં વ્યક્તિગત કારણો ઉપરાંત હાલનો જમાનો પણ કારણભૂત છે. દરેક ક્ષેત્રમાં સ્પેશ્યલાઈઝેશન થઈ ગયું છે. સૌ પોતપોતાના ક્ષેત્રમાં નિષ્ણાત થયા છે. વકીલો, સર્જનો, ઈજનેરો વગેરે તમામ પોતાની કારકિર્દીને ઉજાળવા તેના વ્યવસાયમાં મહત્તમ શક્તિ ખર્ચે છે. તેને કારણે તેઓ ઘરે આવે છે ત્યારે કોરાધાકોર થઈ જાય છે. વ્યવસાયી કુશળતામાં જ સમગ્ર ધ્યાન અપાતું હોઈને તેમ જ ધન કમાવવામાં જ અતિઉદ્વેગ હોઈને સ્ત્રી અગર પુરુષને તેના અંગત જીવનમાં આત્માને કેળવવાનો સમય રહેતો નથી. આવા વ્યવસાયી નિષ્ણાતો પોતાની કારકિર્દીની ટોચે પહોંચે છે પણ તેમના આત્માના ઊંડાણ સુધી પહોંચતા નથી. આમ બહારના જીવન અને અંદરના (આત્મીય) જીવન વચ્ચે જોડાણ નથી એટલે સ્ત્રી હોય કે પુરૂષ એ બન્ને સાવ જંગલી બની ગયાં છે. ભલે તમે સિવિલાઈઝ્ડ દેખાતા હો પણ અંદરખાનેથી તમે જંગલી બનતા જાઓ છો. સ્ત્રી હોય કે પુરુષ બન્નેએ તેમના બહારના જીવન અને અંદરના જીવનને વ્યક્તિગત રીતે સાંધવું જોઈએ. આટલું કર્યા પછી પતિ-પત્ની ભલે ઝઘડે. સ્ત્રીઓ અત્યારે કડક પ્રકારની બિઝનેસ વુમન બને કે વહીવટકાર બને ત્યારે તે પોતાની સ્ત્રૈણતા ગુમાવે છે. જ્યારે પુરુષ જીવન નિભાવવાનો ખર્ચ પેદા કરે અને પેદા કરે અને સ્ત્રી જીવનને જીવવાલાયક બનાવવા પ્રયાસ કરે ત્યારે જ ગૃહજીવન ચાલે છે. પુરુષ મજબૂત છે અને સ્ત્રીમાં કોમળતા છે.એક ચાવી છે અને એક તાળું છે. બન્ને ભેગાં મળે તો જીવનમાં રહસ્યો ખૂલે પરંતુ પુરુષ તાળું બને અને સાથે સ્ત્રી પણ તાળું બને તો બે તાળાં નકામા બને. એક જણે તો ચાવી બનવું જ પડે.’

ભારતમાં કોઈ પણ ભણેલી સ્ત્રીને મલો તો તે ફરિયાદ કરશે કે તેમના ઉપર પુરુષ આધિપત્ય ધરાવે છે. તેમના વ્યક્તિત્વને પુરુષ સ્વીકારતો નથી. અમેરિકામાં તો આ ફરિયાદ ઘણી જૂની છે. ભણેલ-ગણેલ અને વિચારક હોય, લેખક હોય, ફિલસૂફ હોય છતાં પત્નીને થોડી નીચી ગણે છે. ભણેલો ગણેલો પુરુષ પણ ઘણી વખત પત્નીને શું કામ ધોલધપાટ મારે છે કે લાકડી કે સાણસીથી પણ મારે છે? પ્રેમલગ્ન કરીને પછી એ પ્રેયસીને જ શું કામ ઢોરની જેમ મારે છે? આવા પ્રશ્નોનો જવાબ ‘લવ એન્ડવિલ’ નામના પુસ્તકમાં તેના લેખક રોલોમેએ આપ્યો છે. આ લેખકે તો શરૂઆતમાં જ પ્રેમ વિશે બેધડક કહી આપ્યું છે કે ‘પ્રેમ એ હિંસા આચરવા માટે એક ઢાલ છે. પહેલાનાં જમાનામાં માનવીની સમસ્યા કોઈનો પ્રેમ મળે ત્યારે, ખાસ કરીને પુરુષને સ્ત્રીનો પ્રેમ મળે કે સ્ત્રીને પુરુષનો પ્રેમ મળે ત્યારે, ઊકલી જતી. પરંતુ હવે તો પ્રેમ જ સમસ્યારૂપ બની ગયો છે. સમાજનાં દોરણો બદલાઈ ગયાં છે. પુરુષ અને સ્ત્રી બન્ને પોતાના સંબંધો ટકશે કે નહીં તે બાબત ચિંતિત છે અને છતાં એકબીજાને વળગીને રહે છે. આપણી સંકલ્પશક્તિ કે ઈચ્છાશક્તિ પણ કુંઠિત થઈ ગઈ છે. આપણને ડર લાગે છે કે આપણે એક વ્યક્તિને પસંદ કરીશું તો બીજી વ્યક્તિને ગુમાવી દઈશું, એટલે હવે સ્ત્રીઓ કોઈ ચાન્સ લેવા માંગતી નથી. સલામતી માંગે છે અને આથી જ લાગણીઓ શૂન્ય થઈ ગઈ છે. પ્રેમ અને લાગણી સુકાઈ ગયાં છે. આને કારણે તકલીફ આવે ત્યારે પુરુષ કે સ્ત્રી પોતાની અંદરના આત્માનું પરીક્ષણ કરે છે. પરંતુ પોતે આત્મપરીક્ષણ કરે છે ત્યારે ઊલટાની નવી ઉપાધિ આવે છે. પુરુષ કે આત્મપરીક્ષણ કરે છે ત્યારે તેને લાગે છે કે પોતે તો કંઈ નથી. આ જગતમાં પોતાનું કંઈ મહત્ત્વ નથી. આવું સત્ય પ્રગટ થતાં પુરુષ કે સ્ત્રી ઉદાસીન કે ભાવનાશૂન્ય થઈ જાય છે. અને એ પછી પુરુષ હોય તો તેનામાં હિંસક ભાવ આવે છે. કારણકે લાંબા સમય સુધી પુરુષ કે સ્ત્રી પોતાને બળહીન કે લાચાર જોઈ શકતા નથી. તેથી સ્ત્રી જીભ ચલાવીને હિંસા આચેર છે અને પુરુષ હાથ કે સોટી ચલાવીને હિંસા આચરે છે.’

સ્ત્રી-પુરૂષ આમ પ્રેમનું આવરણ લઈને એકબીજા પર હિંસા કરે છે. ખાસ તો ભારતમાં પુરુષ જ પ્રેમલગ્ન કરીને સ્ત્રી પર પ્રભુત્વ જમાવીને પછી પ્રેમને નામે પત્ની પર હિંસા પણ કરતો હોય છે. આમ શું કામ? આ પ્રશ્નને “ધી ચાર્ચીલ એન્ડ ધી બ્લેડ” નામના પુસ્તકમાં રિયન એસલર નામની લેખિકા બહુ જ ઊંડાણથી ચર્ચે છે. આ પ્રશ્નનો જવાબ આપવા લેખિકા માનવના આખા ઈતિહાસને તપાસે છે :

“અત્યાર સુધી આપણે માનતા હતા કે આ સૃષ્ટિ પેદા થઈ ત્યારે માનવી જંગલી હતો. પરંતુ હાલમાં પ્રાચીનકાળના અવશેષો મળી આવ્યા છે. તે ઉપરથી પ્રતીત થાય છે કે સ્ત્રી અને પુરુષ વચ્ચે લગ્નની પ્રથા શરૂ થઈ તે પછી 20,000 વર્ષ સુધી સ્ત્રી-પુરુષ બન્ને કૂબ જ સુખેથી રહેતાં હતાં. પુરુષ તેની સ્ત્રી પર પ્રભુત્વ રાખતો નહોતો. બન્ને સાથે મળીને સંસાર ચલાવતાં હતાં. તો પછી આ વીસ હજાર વર્ષ પછી સ્ત્રી-પુરૂષ વચ્ચે ભેદભાવ કેમ થયા? તેનું એક મોટું કારણ એ કે યુરોપ અને બીજા દેશોમાં જ્યાં સમાજ યુદ્ધ વગર શાંતિથી અને પ્રેમથી જીવતો હતો તેના ઉપર હૂણ લોકો, રોમનો અને એસિરીય લોકોનો હુમલો થયો. શક્તિ અને લડાયક બળ જ સર્વોપરી થયું. શાંતિથી રહેતા સમાજમાં પુરુષે હુમલા સામે લડવું પડ્યું. ખેતીવાડી કે બીજા વ્યવસાયને છોડીને હુમલા સામેનો પ્રતિકાર કરવા માટે કે અન્યાય સામે પોકાર કરવા પુરુષે મોટા ભાગની શક્તિ ખર્ચવી પડી. સ્ત્રી શારીરિક રીતે નબળી હતી. આમ યુદ્ધ, હિંસા અને હુમલાખોરીને કારણે પુરુષ મહત્ત્વનો બન્યો. આખા સમાજની શાંતિ હણાઈ ગઈ. સ્ત્રી ગુલામ બનતી ગઈ. પુરુષ યુદ્ધ કરીને થાકીને લોથપોથ થઈને આવતો.”

“તે પછી આવા હુમલા બંધ થયા ત્યારે ઔદ્યોગિક ક્રાંતિ આવી. 19મી સદીની આ ઔદ્યોગિક ક્રાંતિમાં પુરુષ કારખાનામાં યંત્રવત કામ કરવા લાગ્યો. કુટુંબ અને પત્નીથી દૂર રહેવા લાગ્યો. તેને કારણે પુરુષ સ્ત્રી પર વધુ પ્રભુત્વ રાખતો થયો. તે પછી સામાજિક પરિવર્તનમાં સ્ત્રી પણ ભણાવ માંડી, કમાવા માંડી, તે દરમિયાન 20મી સદીમાં વ્યાપાર, વ્યવસાયી કુશળતા, ધંધામાં સ્પર્ધા, પત્રકારત્વ, વકીલાત, ફિલ્મ ઉદ્યોગ દરેક ક્ષેત્રમાં ટોચે પહોંચવાની હોડ આવી છે. આને કારણે વધુ ને વધુ સમય સામાજિક કે કૌટુંબિક જીવનમાંથી ઝૂંટવાઈને વ્યવસાયી કુશળતા અને સફળતા હાંસલ કરવામાં ચાલ્યો ગયો છે. માનવજીવનની શરૂઆતમાં 20,000 વર્ષમાં તો પુરુષ ઉપર સ્ત્રીનું સામ્રાજ્ય હતું. સ્ત્રી જ શક્તિ તરીકે પૂજાતી.. પણ યુદ્ધો અને ઔદ્યોગિક ક્રાંતિએ આખો પલટો લાવી દીધો છે. સ્ત્રીશક્તિ અને દેવીઓને બદલે પુરુષના પાળિયા પૂજાવા લાગ્યા. સ્ત્રીઓને તરફદારી કરનારાની કતલ થવા માંડી. શાંતિનો સંદેશો આપનારને ખતમ કરાયા. ઈસુખ્રિસ્ત, સૉક્રેટિસ અને મહાત્મા ગાંધી એ ત્રણેય શાંતિના ચાહક અને સ્ત્રીના ઉદ્ધારક હતા. આ ત્રણેયને મારી નાંખવામાં આવ્યા.”

“આજે યુદ્ધનું આખું કલ્ચર (સંસ્કૃતિ) ઊભું થયું છે. સ્ત્રી તેના ચહેરાનો મેકઅપ વધારીને સૌંદર્યના યુદ્ધે ઢી છે. રાજકારણીઓ અણુશસ્ત્રોનું બળ વધારીને સતત યુદ્ધના મૂડમાં રહે છે. જે ધન કે શક્તિ સમાજકલ્યાણ માટે વાપરવાં જોઈએ તે યુદ્ધ અને સ્પર્ધામાં વપરાય છે. એક જ ઈન્ટરકૉન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલ બનાવવામાં એટલો ખર્ચ થાય છે કે તેટલા પૈસામાંથી પાંચ કરોડ બાળકોને પોષક આહાર આપી શકાય. 16,000 સ્કૂલો બંધાવી શકાય, 30-40 લાખ દવાખાનાં બાંધી શકાય. એક અણુસબમરીન બાંધવામાં એટલો બધો ખર્ચ થાય છે કે એટલી રકમમાંથી 12 કરોડ બાળકો માટે સ્કૂલોનાં મકાન બંધાવી શકાય.”

“આમ જે પૈસા કુટુંબજીવનને શાંતિમય અને પ્રેમમય બનાવવામાં ખર્ચવા જોઈએ તે મિલિટરી પર ખર્ચાય છે. અમેરિકામાં લોકશાહી છે પણ તે લોકશાહી ઉપરછલ્લી છે. કુટુંબજીવનમાં તો ઠેર ઠેર સરમુખત્યારશાહી છે કારણકે પૈસો પ્રધાન થઈ ગયો છે. સમાજમાં બેવડા ધોરણનું અર્થતંત્ર છે. સ્ત્રીને તેના કામ બદલ કંઈ પૈસા મળતા નથી. એ વગર પગારની રસોઈયણ, પ્રજા પેદા કરનારી, ધોબણ અને ઘરકામ કરનારી બાઈ બની છે. નોકરી કરે તો પણ તેને ઓછા પૈસા મળે છે.સંયુક્ત રાષ્ટ્રસંઘે 1985માં સ્ત્રીઓની સ્થિતિ વિષે સર્વેક્ષણ કર્યું તો માલૂમ પડ્યું કે, જગતમાં સ્ત્રીઓની વસતિ 50 ટકા છે પણ કામના કલાકોની દ્રષ્ટિએ જોઈએ તો સ્ત્રીઓ જ 65 ટકા વધુ કામ કરે છે અને આમ છતાં પુરુષો કરતાં દસમા ભાગની જ આવક ધરાવે છે. પુરુષો કરતાં સ્ત્રીઓ 100મા ભાગની મિલકતની માલિક પણ બની શકે છે. ઉપરાંત જગતના અમુક ભાગમાં સ્ત્રીઓને તો તેની મહેનત બદલ કંઈ જ મળતું નથી. આફ્રિકામાં મોટા ભાગનું અનાજ સ્ત્રીઓ ઉગાડે છે. ઘણી જગ્યાએ સ્ત્રીઓ જ હૉસ્પિટલો સંભાળે છે. પરંતુ સ્ત્રીના આ કામને અ તેની પેદાશને રાષ્ટ્રીય પેદાશમાં ગણવામાં આવતી નથી.”

“... તો હવે શું થશે? હવે બે વિકલ્પ છે. કાં તો યુદ્ધની સ્પર્ધાને કારણે અણુયુદ્ધ થતાં આખો સમાજ નષ્ટ થશે. નહીંતર યુદ્ધોથી કંટાળીને રાજપુરુષો શાંતિ સ્થાપશે અને પછી એકબીજાના હુમલાનો ભય નહીં રહે ત્યારે પાછું 20,000 વર્ષ સુધી સ્ત્રીપુરુષ વચ્ચે એકરાગ હતો તે એકરાગ સ્થપાશે. જ્યાં સુધી યુદ્ધ અને આર્થિક ક્ષેત્રમાં પુરુષ સતત લડતો રહેશે ત્યાં સુધી કુટુંબજીનમાં શાંતિ આવવાની નથી.”

પુરાણકાળના ઈતિહાસને ટાંકીને આટલી ઊંડી ચર્ચા કર્યા પછી સ્ત્રી-પુરુષના સંબંધ બાબતમાં જ્યોતિષનો વિષય લાવીશું તે કેટલાક વાચકોને કદાચ નહીં ગમે પણ સ્ત્રી-પુરુષ વચ્ચેના સંબંધો એટલા કટોકટીમાં આવ્યા છે અને આવશે કે આ પ્રશ્નને આપણી પાસેનાં તમામ જ્ઞાન કે જ્ઞાનનાં સાધનોથી તપાસવો જોઈએ.

સરકારી પંચાંગના કર્તા અને જ્યોતિષી જમનાદાસ જીવરાજાણી કહે છે કે “ડિસેમ્બર 1980થી પ્લુટોએ તુલા રાશિમાં પ્રવેશ કર્યો છે અને હવે ડિસેમ્બર 1992 સુધી પ્લુટો આ રાશિમાં રહેશે. પ્લુટોના ગ્રહનું આ રાશિનું ભ્રમણ લગ્ન સસ્થાના પવિત્ર બંધનને લાંછન લગાડે. લગ્ન-સંબંધો ઢીલા પડે. ઉપરાંત આ ગાળામાં ઑક્ટોબર 1980થી ઑક્ટોબર 1987 સુધી હર્ષલ નામનો ગ્રહ ધનુ રિશમાં હતો. ધનુ રાશિ ન્યાય-પ્રતિષ્ઠા-ધર્મ અને કુટુંબ ભાવનાને નીચાં પાડે છે. કોઈ આંખની શરમ રાખતું નથી. એ પરાંત જાન્યુઆરી 1981થી ફેબ્રુઆરી 1995 સુધી નેપ્ચૂન નામનો માદક-મુલાયમ અને દગાખોર ગ્રહ જે ધર્મ-સંપ્રદાય અને નીતિની રાશિ ગણાય છે તે ધનુ રાશિમાં છે. આને કારણે જ ધર્મ-સંપ્રદાયો અને નીતિના આચરણમાં ખરાબી આવે છે.”

જમનાદાસ જીવરાજાણી કહે છે : “... બીજું પણ એક વલણ જ્યોતિષની દ્રષ્ટિએ જોવા મળેલ છે. તે પ્રમાણે કુંવારી યુવતીઓ પરણેલા પુરુષ સાથે સંબંધ બાંધવા આતુર છે. તેમાં ય વૃશ્ચિક અને ધન રાશિનો હર્ષલ તેમજ તુલા અને વૃશ્ચિક રાશિનો નેપ્ચૂન કારણભૂત છે. આને કારણે સમજુ વ્યક્તિઓમાં પણ કુંવારી યુવતી બુદ્ધિમંત હોય તો પણ તેણે પોતાની એ વૃત્તિને નીરખીને ચાલવું જોઈએ અને પરણેલા પુરુષ પ્રત્યેના આકર્ષણને ટાળવું જોઈએ. મારો અનુભવ છે કે કેટલીક કુંવારી કન્યા પરણેલા પુરુષ સાથે પરણવા એટલી બધી આતુર છે કે એ પુરુષ બીમાર પત્ની ક્યારે મરી જશે તે જ્યોતિષીની દ્રષ્ટિએ જાણવા મારી પાસે તેના પ્રેમ પુરુષ અને તેની પત્નીની જન્મકુંડળીઓ લઈને આવે છે.”

જમનાદાસ જીવરાજાણીને અમે અમેરિકાની લેખિકા રેઈની એસલરના પુસ્તકની વાત કરી. તેમાં લખ્યું છે કે : હવે 2,000ની સાલમાં જગતમાં શાંતિ થાય તો ફરીથી સ્ત્રી-પુરૂષ પતિ-પત્ની તરીકે સુખચેનથી જીવશે. જ્યોતિષીની દ્રષ્ટિએ આવી આગાહીનો મેળ ખાય છે?

જમનાદાસભાઈએ કહ્યું, “જ્યોતિષીની દ્રષ્ટિએ લેખિકાની વાત સાચી ઠરે તેમ લાગે છે. નવેમ્બર 1994થી હર્ષલ નામનો કર્મપ્રધાન ગ્રહ મકર રાશિમાં આવશે. 1995થી નેપ્ચૂન પોતાની ભાવુકતા સાથે મકર રાશિમાં આવશે. એ સમયે જ ઑક્ટોબર 1993થી નૂતન ક્રાંતિનો જન્મદાતા પ્લુટો વૃશ્ચિક રાશિમાં આવશે. આમ એક નવા સમાજનો જન્મ થઈ શકશે. સામાજિક જીવન, પતિ-પત્નીનો પ્રેમ અને ખાડે ગયેલી લગ્નસંસ્થા વગેરેનું મૂલ્ય ફરીથી સમજાશે. 21મી સદીમાં સ્ત્રીઓનું સન્માન થશે. ત્યારે વિધવા સ્ત્રીને સતી બનતી અટકાવવાનો પ્રશ્ન નહીં રહે. કારણકે અત્યારે પતિ સાથે જ રહેતી સ્ત્રી એક સતીની માફક બળી બળીને જીવે છે તેને બદલે તે સ્ત્રીશક્તિ તરીકે પાછી પૂજાશે. એ જમાનો જરૂર આવશે.”

મુંબઈની ડાયનાઓની કથા
પ્રિન્સેસ ડાયનાના ડાયવૉર્સની વાત ચમકી ત્યારે એક વકીલે ટીખળમાં કહ્યું કે મુંબઈ શહેરમાં પણ ડાયનાઓ વધતી જાય છે. આજનાં યુવક-યુવતી લગ્નને બહુ જ લાઈટલી લે છે. નાની સરખી વાતમાં વાંકું પડે એટલે અંતિમ પગલું લઈને છૂટાછેડા માટે કોર્ટનાં પગથિયાં ચઢે છે. મલાડ ઈસ્ટમાં રહેતા એક ભાઈ જેમણે સરકારી કંપનીમાં 50 વર્ષની ઉંરરે વૉલન્ટરી રિયાટરમેન્ટ લીધું છે તેમની પત્ની તેમના બે પુત્રોને લઈને અલગ થઈ ગઈ છે. આવા નહિ કમાતા પતિના મકાનને વેચાવીને પતિ પાસેથી રૂ. પાંચ લાખ માગે છે. આ ભાઈ કહે છે કે મારી પત્નીએ ત્રણ વખત ડાયવૉર્સ લીધા છે, એટલે, ઇંગ્લેન્ડની એક્ટ્રેસોને પહોંચી વળવાની હરીફાઈ કરનારી ગુજરાતી સ્ત્રીઓ મુંબઈમાં છે.

દુબઈમાં પરજિયા સોનીની વસતિ વધી ગઈ છે એટલે ત્યાં જ હવે કન્યાને મુરતિયા મળી જાય છે. દુબઈની કન્યાઓ મુંબઈ જેટલી જ ફોરવર્ડ અને આત્મવિશ્વાસવાળી તેમજ ઝી ટીવીની અંતાક્ષરીમાં હોંશે હોંશે ભાગ લેનારી બની ગઈ છે. પરજિયા સોનીમાં કન્યા અને મુરતિયાનું સગપણ થયું તે પછી બન્ને ફરવા ગયાં ત્યારે મુરતિયાએ ખિસ્સામાંથી માવાનું પડીકું કાઢ્યું. તે જોઈને કન્યા ભડકી ગઈ. તેણે બીજે દિવસે પિતાપાસે જીદ કરાવીને સગપણ તોડાવી નાખ્યું છે.

મુંબઈ શહેરમાં ફેમિલી કોર્ટમાં આ પ્રકારનાં નાનાં કારણોસર લગ્ન તૂટવાના કેસો પણ વધી ગયા છે. માત્ર ડાયવૉર્સના નહિ પણ મેટ્રોમોનિયલ એટલે લગ્નને લગતા રોજના 20 કેસોબાંદરાની કોર્ટમાં આવે છે. 1994ને અંતે 6195 કેસો પેન્ડિંગ હતા. 1995ને અંતે 10,000થી વધુ કેસો પેન્ડિંગ છે તેવો અંદાજ છુટાછેડાના નિષ્ણાત વકીલ વસંત પારેખ કાઢે છે. બોરીવલીમાં રહેતા એડવોકેટ હરેન્દ્ર શ્યામાણી પણ ફેમિલી કોર્ટના નિષ્ણાત છે. તેમણે બીજી એક વાત કહી કે મુંબઈમાં પ્રેમલગ્નો અને ભાગેડુ લગ્નો કે તરતિયાં લગ્નો વધી ગયાં છે. બાંદરા પૂર્વમાં મેરેજ શૉપ કહે છે. આમાંની ઘણી લગ્નની ‘દુકાનો’ ‘કહેવાતા લગ્ન’ કરાવી આપે છે. હિન્દુ વિધિથી લગ્ન કર્યા પચી વર, કન્યા અને ગોર મહારાજ ફોર્મમાં સહી કરે છે અને પછી તે લગ્નને રજિસ્ટર કરાવવું પડે છે. બીજી પદ્ધતિ સિવિલ મેરેજની છે. તે સ્પેશિયલ મેરેજ ધારા પ્રમાણે થાય છે. તેમાં રજિસ્ટ્રારને 1 મહિના અગાઉ લગ્નની નોટિસ આપવી જોઈએ.

પરંતુ ભાગેડુ લગ્નોવાળાં યુવાન હૈયાઓ આવી નોટિસ મુકાવતાં ડરે છે. તેનો વિવાહમંડળોએ ઈલાજ શોધ્યો છે. રૂ. 1,000થી રૂ. 1,500 લઈને નોટિસની ઐસીતૈસી કરાવી શકે છે. ઘણી વખત આ ભાગેડુ લગ્નો 1 વર્ષ પચી તૂટે ત્યારે ચાલાક વકીલ ઊંચી ફી લઈને છૂટાછેડાને બદલે આ લગ્ન કાનૂનવાળું જ નહિ અને લગ્ન થયું જ નથી તેવું પુરવાર કરાવી આપે છે.

બાંદરા પૂર્વમાં આવાં ખોટેખોટાં હાલીમળેલાં લગભગ ઘણાં વિવાહમંડલો છે. તેમાં ભાગ્યે જ કોઈ ગંભીરતાથી કાનૂની વિધિ કરાવે છે. હરેન્દ્ર શ્યામાણી કહે છે કે ફેમિલી કોર્ટમાં હવે આડા સંબંધોની આપત્તિ ઉઠાવતી સ્ત્રીઓ જ નહિ, પણ પુરૂષો પણ આવે છે, જેની સંખ્યા વધુ છે અને પત્ની આડા સંબંધોમાં પકડાઈ જતાં સીધા કોર્ટમાં આવે છે.

એડવોકેટ વસંત પારેખ, ‘સમકાલીન’માં છૂટાછેડાના અજીબોગરીબ કિસ્સા લખે છે તે, અમારા મહુવાના સ્કૂલના લંગોટિયા મિત્ર છે, તેમણે કેટલાક અજીબોગરીબ કિસ્સા કહ્યા છે તે સાંભળવા જેવા છે.

એક ભણેલું મહારાષ્ટ્રિયન યુગલ મુંબઈમાં રહે છે. પતિ-પત્ની બન્ને નોકરી કરે છે. પતિને સરકારી નોકરી છે. પત્નીને બેન્કની સારા પગારની નોકરી છે. પતિની ટ્રાન્સફર ઉલ્હાસનગર થાય છે. પતિએ ત્યાં રૂમ લેવી પડી છે. તેનો પતિ શનિ-રવિ રજામાં પત્નીને મળવા આવે છે, પણ પત્ની કહે છે કે ગમે તેમ કરીને ઉલ્હાસનગરની ટ્રાન્સફર કેન્સલ કરાવીને મુંબઈ જ આવો. હું ઉલ્હાસનગર આવવા તૈયાર નથી. પતિ માટે આ અશક્ય છે, તેથી પત્નીએ ડાયવૉર્સ માટે અરજી કરી છે, પણ વસંત પારેખ બન્નેને સમજાવીને આ લગ્ન તૂટતા અટકાવવા પ્રયાસ કરે છે.

મુંબઈ શહેરમાં છોકરીઓ એટલી આઝાદ થઈ ગઈ છે કે એક વખત આ એડવોકેટ લહેર ખાતર ડલબ ડેકર બસમાં પહેલે માળે ચઢ્યા તો બે છોકરા અને છોકરી અંદરઅંદર જે વાત કરતાં હતાં તેનો સાર એ હતો કે છોકરો હિંમત કરતો નથી. છોકરી કહેતી હતી કે ‘હવે તું હિંમત નહિ તો હું તારું કિડનેપ કરાવી દઈશ અને તને પરણી જઈશ.’ મારી પાસે આવેલા બીજા દાખલામાં કોલેજ કન્યાને તેનો બૉયફ્રેન્ડ કહેતો હોય છે કે, ‘તારા પિતા લગ્ન માટે ઉતાવળ કરે છે ને? તો પછી પરણી જા, લગ્ન પછી આપણું ચાલુ રહેશે.’

એક કેસમાં ફેમિલી કોર્ટમાં પતિ-પત્ની આવ્યાં. આધુનિક પત્ની તેના સાદાઈવાળા પતિને સહન કરી શકતી નથી. એડવોકેટ પારેખ ડનહિલ સિગારેટ 30 વર્ષથી પીએ છે, પણ પત્નીએ તેના પતિને કહ્યું, ‘જો, વસંતભાઈ કેવા ટેસથી પુરૂષની માફક સિગારેટ પીએ છે, તારામાં તો વેતા નથી.’

એક કપોળની છોકરીએ સગપણ પછી મુરતિયાને ફરવા બોલાવ્યો. છોકરાએ જે પેન્ટ પહેરેલું તે જૂની ફેશનનું હતું. તેણે ફેશન પ્રમાણે કપડાં પહેર્યાં નહોતાં એટલે કન્યા પાસે રિજેક્ટ થઈ ગયો. આવું જ ઘણી વખત છોકરી માટે પણ થાય છે. છોકરી ફેશન પ્રમાણે કપડાં પહેરતી નથી તે મુરતિયાને ગમતું નથી.

એક ભાઈને એવો શોખ હતો કે તેની પત્ની એક્ટ્રેસ જેવી લાગવી જોઈએ. તે રીતે તેને મેક-અપ, શણગાર કરીને ફરવા લઈ જાય. પછી નાટકના શૉમાં બધા પત્ની સામે જુએ ત્યારે પત્નીથી પણ નજર નાખનારા પરપુરુષ સામે જોવાઈ જાય. એ પછી પત્ની ઘરે આવે ત્યારે પતિને તેને ઝૂડી કાઢે, ‘તું શું કામ બીજા ઉપર નજર નાખતી હતી? તારી સામે બધા કેમ જોયા કરે છે?’

એક કેસમાં દારૂ પીનારા પતિને ઈચ્છા થયા કરે કે તેની પત્ની એટલિસ્ટ બિયર પીએ. પત્ની નાછૂટકે બિયરના બે-ત્રણ ઘૂંટડા લે. પતિ પછી છેતરીને બિયરમાં વ્હિસ્કી ભેળવી દે. એક વખત પત્નીએ આ તિકડમ જોઈ લીધું. પતિની આ ગુસ્તાખી બદલ જ કોર્ટમાં છૂટાછેડાનો કેસ આવ્યો છે. એક છેલ્લા વિચિત્ર કેસમાં પતિ દારૂ પીતો નથી અને પત્ની તેને પરાણે કંપની આપવા વ્હિસ્કી પીવાનું કહે છે. પત્નીની આ દરખાસ્ત પતિ માનતો નથી તેથી છૂટાછેડાની નોબત વાગી છે.

લફરાં કરવાની અધિકૃત રીત
ન્યૂ યોર્ક ‘ટાઈમ’ મેગેઝીનમાં ચોથી માર્ચના અંકમાં પોર્નોગ્રાફી, હિંસા અને બળાત્કારનાં દ્રશ્યો ટેલિવિઝન પર આવે છે તે પ્રોગ્રામો બાળકો ન જુએ તે માટે ટેલિવિઝન સેટમાં ‘વી-ચિપ્સ’ નામની યાંત્રિક ગોઠવણ કરીને આવા કાર્યક્રમો બાળકો ન જુએ તે અંગેના ખબર હતા. આ વાંચીને કોલકત્તાના અચ્યુતાનંદ અવધૂત નામના વાચકે લખ્યું કે, ‘જો તમે લોકો આવાં સેક્સનાં કે રેપનાં દ્રશ્યો ટેલિવિઝનમાં બ્લોક (કરશો) તો બાળકો કરતાં પ્રૌઢ લોકોને વધુ તકલીફ થશે, કારણ કે આવાં સેક્સનાં દ્રશ્યો બાળકો કરતાં 50ની ઉપરની ઉંમરવાળાં જ વધુ જુએ છે. આવા કાર્યક્રમ વગર તો પ્રૌઢોની જિંદગી સાવ સુક્કી થઈ જશે.’

શરાબના શોખીન એક ભાઈએ લખ્યું છે કે ‘જીવનની નીરસતા તેમજ ચિંતાને ટાળવા મેં રેડનાઈટ વ્હિસ્કીથી શરૂઆત કરી. તેના પહેલાં તો બેવડો માંડ માંડ મળતો હતો.’

તે પછી રોયલ ચેલેન્જ વ્હિસ્કી પીવા માંડ્યો. શિવાસ બ્લેક લેબલ પણ પેટીમોઢે ખરીદવા માંડ્યો. એ પછી બ્લુ લેબલની મોંઘી વ્હિસ્કી પીઉં છું. હવે મેં સાંભળ્યું છે કે શાંતાક્રૂઝમાં ડ્યૂટી ફ્રી શોપમાં 750 મિલિલિટરવાળી જ્હોનીવૉકરની બ્રાઉન લેબલની બૉટલ રૂ. 35,000માં મળે છે, તે અજમાવવાનું મન થાય છે.

પ્રૌઢોની ભૂખ સેક્સી દ્રશ્યોવાળી ફિલ્મો જોવામાં વધી છે તે રીતે મોંઘામાં મોંઘો શરાબ પીવાનો ધખારો વધ્યો છે. ઉપરાંત ‘પરિણય’ નામનો મેરેજ બ્યૂરો ચલાવતા તરુણ શ્રોફના ભાગીદાર વિજય રાવળ એક તાજ્જુબ થઈએ તેવી વાત કરે છે. ઘણા સોસાયટીના પુરુષો જેને માત્ર ટીવી જોવાથી ભૂખ ભાંગતી નથી અને એક પત્નીથી સેક્સની ભૂખ ભાંગતી નથી તેઓ મેરેજ બ્યુરોવાળા પાસે સેક્સ પાર્ટનરની શોધ કરે છે. છૂટાછેડાથી કંટાળેલા 8-10 વર્ષથી છૂટાછેડાના કેસો ચાલતા હોય અને પત્નીની નારીહઠને કારણે ‘સ્ત્રીભેગા’ ન થતા હોય તેવા ઘાંઘા પુરૂષોની ટેમ્પરરી જવાબદારીવાળા કે મૈત્રીકરાર કરે તેવી સ્ત્રીસાથીદારની જરૂર છે.

વિજય રાવળ કહે છે, ‘લગ્ન કર્યા વગર સ્ત્રી પોતાની સાથે રહે તે જાતના કાગળો મેરેજ બ્યૂરો ઉપર ગુજરાતમાંથી વધુ આવે છે.’ તેમણે કેટલાક દાખલા કહ્યા :

એક બાવન વર્ષના ભાઈ લકે છે, ‘અમે નાણાકીય રીતે સેટલ છીએ. ભગવાનની મહેરબાની છે, પણ મારી પત્નીને હવે સંભોગમાં રસ રહ્યો નથી એટલે એવું સ્ત્રીપાત્ર શોધી આપો જેને હું ફ્લેટ લઈ આપું અન સપ્તાહમાં 2-3 વખત તેની પાસે જઈ આવું.’ વિજયભાઈ રાવળ જ નહિ, પણ પત્રકારોને આવી ઓળખાણો હોય તેવું ધારી લઈને મીરાં રોડમાં બિઝનેસ ચલાવતા એક ભાઈ જે 49 વર્ષની ઉંમરે વિધુર થયા છે તેને પરણવું નથી પણ ટેમ્પરરી સાથીદાર માટે પત્રકારની મદદ માગે છે.

મસ્જિદ બંદરમાં મોટી દુકાન ધરાવતા એક કચ્છી વેપારી મેરેજ બ્યૂરોમાં ગયા. તે કહે છે, મારા દીકરા પરણઈ ગયા છે. પત્ની ગુજરી ગઈ છે. દીકરાને ઘેર પણ દીકરા છે. પોતાની ઉંમર 58 વર્ષની છે. તેમણે વિધુર થયા પછી આ ઉંમરે સમાજમાં ખરાબ લાગે તે માટે બીજાં લગ્ન કરવાં નથી, કારણકે પોતે દાદા બનીને પાછા માંડવે બેસે તો બેહૂદું લાગે તેવી શરમ છે, એટલે તેમણે સ્પેસિફિકેશન આપીને 40-45 ઉંમરની આકર્ષક દેખાય તેવી સ્ત્રીને ‘રાખવા’ની દરખાસ્ત કરી છે. તેમણે આવી સ્ત્રીને ‘ફ્લેટ’ અને માસિક ઘરખર્ચ આપવાની તૈયારી બતાવી છે.

એક સાપ્તાહિકના સામાજિક કટારમાં એક 32 વર્ષની યુવતીએ જાહેરખબર આપી. આ યુવતીને ડોક્ટરોએ કહી દીધું છે કે તેને સંતાન થવાની કોઈ શક્યતા નથી. આ યુવતીને હવે મોટી ઉંમરે કુંવારો મુરતિયો મળવાની શક્યતા ઓછી છે. તેણે જાહેરખબરમાં લખેલું કે, એકાદ-બે બાળકો હોય તેવા વિધુર કે છૂટાછેડાવાળા પુરૂષ સાથે તે લગ્ન કરવા તૈયાર છે. આ યુવતીની જાહેરખબરના જવાબમાં લગભગ 60 કાગળો આવ્યા હતા. તેમાં બાળકોવાળા, વિધુર કે છૂટાછેડાવાળા પુરુષો જ નહિ, પણ પત્ની જીવતી છે તેવા પુરૂષોએ પણ આ 32 વર્ષની યુવતીને પામવા માટે દરખાસ્ત કરી છે. એક પુરૂષે તો હિંમત કરીને કહ્યું છે કે મારી પત્ની છે અને બાળકો પણ છે, હું બીજી સ્ત્રી સાથે રહું તેમાં મારી પત્નીને વાંધો નથી એટલે યુવતી તૈયાર થાય તો મારી પત્ની તેની સાથે સહકારથી રહેવા તૈયાર છે. માત્ર રૂ. 300ની જાહેરખબરમાં આટલા બધા કાગળો ટપકી પડ્યા હતા.

ભૂલેશ્વરથી એક કાકાનો કાગળ આવ્. તે 60 વર્ષના હતા. તેમણે લખ્યું કે, ‘મને 28 વર્ષની છોકરી શોધી આપો. ભૂલેશ્વરમાં મારી નાની રૂમ છે. પત્ની ગુજરી ગઈ છે તેથી આવી છોકરીને હું મારી સાથે રાખીશ.’ આ 60 વર્ષના ભાઈને ઘરે ફોન કર્યો તો તેમની 38 વર્ષની પુત્રવધૂને ફોન ઉપાડ્યો. તેણે કહ્યું કે ‘મારા સસરાની વાત ઉપર ધ્યાન આપશો નહિ, નવરા બેઠા ટીવી ઉપર સેક્સી ગાયનો જોઈને તે ઉત્તેજિત થાય છે, તેથી સેક્સ મેનિયાક બની ગયા છે.’

કેટલાક ખરેખ ટ્રેજેડીવાળા પુરુષો પણ હોય છે. બાંદરાની ફેમિલી કોર્ટમાં છૂટાછેડાના કેસો 8થી 10 વર્ષથી ઓછા ચાલતા નથી. આવા એક ભાઈએ વિજય રાવળને ફોન કરીને કહ્યું, તેની પત્ની તેને રંજાડીને છૂટાછેડા આપતી નથી. એકલતાથી કે કંટાળ્યા છે એટલે તેમને માટે લગ્ન કર્યા વગર રહી શકે તેવું સ્ત્રીપાત્ર શોધી આપે. આવો એક દાખલો નથી. ઘણા ધનિક પુરૂષો જે છૂટાછેડાના કેસમાં લટકતા રહે છે તે કામચલાઉ સાથીદાર શોધે છે અને આ સાથીદારની તમામ આર્થિક અને નૈતિક જવાબદારી લેવા તૈયાર હોય છે.

નેપિયન સી રોડ પર રહેતા આવા એક ધનિક વેપારીએ તો પત્ની છૂટાછેડા આપતી નથી અને ઉપરાંત ઘરમાં સાથે જ રહે છે તેનો સરસ માર્ગ કાઢ્યો છે. તેમને કોઈએ રસ્તો બતાવ્યો કે તારી પત્ની ભલે વાંધો કાઢે છે. તેમને કોઈએ રસ્તો બતાવ્યો કે તારી પત્ની ભલે વાંધો કાઢે, બીજાં લગ્ન ન કરી શકે તો તારી દ્ધા માતાને કાયમી નર્સ માટે સ્ત્રીની જરૂર છે તેવો દેખાવ કર. આ ધનિક ભાઈ સાથે રહેવા માટે એક યુવતી તૈયાર થઈ. તેમણે ટાઈમ ઓફ ઈન્ડિયામાં બનાવટી જાહેરખબર આપી. 24 કલાક ઘરે રહે તેવી એક નર્સની જરૂર છે.

એ પછી જવાબો નર્સ તરફથી આવેકે ન આવે, તેમણે ફાઈલમાં સાચાં-ખોટાં નામોવાળી નર્સોની અરજીઓ રાખી છે. જે યુવતી સાથે તેમને દિલ ઠરી ગયું હતું તેને હવે પોતાના ફ્લેટમાં રાખી છે. તેની ‘નર્સ’ તરીકેની અરજી પણ ફાઈલમાં રાખી છે. તેના ફ્લેટમાં તે બીજી પત્ની તરીકે જ રહે છે, પણ જો પત્ની આપત્તિ ઉઠાવે તો કાનૂની બચાવ કરવાની આ રીતે તૈયાર રાખી છે. એટલી હદ સુધી કે પછી આ ‘નર્સ’ ને બાળક પણ થાય છે અ એ બાળકને પછી પોતે દત્તક પણ રાખી લે છે. આવા બે-ત્રમ કિસ્સા બન્યા છે. આખરો છૂટાછેડા ન આપનારી પત્ની સમજી જાય છે.

ઢીલી પડતં ડાયવોર્સના સેટલમેન્ટ માટે રૂ. 25 લાખ માગતી હોય તે જરા નીચી આવીને રૂ. 15 લાખમાં કડદો કરવા તૈયાર થાય છે. ધનિક લોકોએ આ ગજબનો રસ્તો કાઢ્યો છે. ‘નર્સ’ના પગાર રૂપે દર મહિને રૂ. 4,500નો ચેક પણ ફાડે છે. ‘નર્સ’નાં પિયરિયાંની બેન્કમાં આ ચેક જમા પણ થાય છે.

મુંબઈમાં પુરૂષોની આ પ્રકારની હિંમત નાણાંના જોરે વધી ગઈ છે. કહો કે મજબૂરી અગર નફ્ફટાઈ વધી ગઈ છે. આવી જ રીતે મુંબઈની ઘણી લટકેલી સ્ત્રીઓ પણ પુરૂષ સાથીદાર શોધતી હોય છે. પણ તે પુરૂષોની માફક માર્ગ કાઢી શકતી નથી. હજી ગુજરાતી યુવતી એટલી હિંમતવાન કે એટલી ઘાંઘી થઈ નથી કે તે ટેમ્પરરી સાથીદાર માટે જાહેરખબર આ. 32 વર્ષની એક યુવતીએ જાહેરખબર આપી તો 60થી 70 પ્રૌઢોની લાઈ ળઆઘઈ ઘઈ હતી તે ઉપર આપણે જોયું.

હવે કદાચ લંડનમાં ‘ન્યૂ સ્ટેટમેન’ નામનું અંગ્રેજી સાપ્તાહિક એક આખું પાનું ‘હાર્ટ સર્ચ’ (હૃદયની શોધ)ને નામે ટચૂકડી જાહેરખબરોથી ભરી દે છે, તેવી જાહેરખબરો પાંચ વર્ષમાં મુંબઈનાં ગુજરાતી સામયિકોમાં સ્ત્રીઓ પણ આપતી થશે. ન્યૂ સ્ટેટમેનના તા. 5-1-96ના અંકમાં 395મે પાને લગભગ 25 ટચૂકડી જાહેરખબરો છે, તેના કેટલકા નમૂના જોવા જેવા છે. એક-બે જાહેરખબર તો હું અહીં અંગ્રેજીમાં જ ટાંકું છું, તેથી જાહેરખબર આપનારની તમન્ના અને નિષ્ઠાનો ખ્યાલ આવે :

I have got everything… except a man of substance. I am seeking someone who knows himself, is capable of an equal relationship and laughs. 40s? London, Artist, musicians, writers, therapists etc. especially welcome, write Heart Search. Box (060) 506.

આ જાહેરખબરનો ભાવાર્થ છે : ‘મારી પાસે બધું જ છે, પણ ખરા જુસ્સાવાળો કે ખરો પુરૂષ નથી. મને એવો પુરૂષ જોઈએ છે જે હસમુખો હોય અ સ્વને જાણતો હોય. મારી સાથે સમાનતાની દ્રષ્ટિએ સંબંધ બાંધવા માગતો હોય. 40 વર્ષની આજુબાજુનો લંડનનો પુરુષ ચાલશે. કલાકાર, સંગીતકાર, લેખક કે ચિકિત્સક હો તો વધુ સારું...’

હાર્ટ સર્ચની કોલમમાં 50ની ઉંમરની અને 65 વર્ષની ઉંમરની સ્ત્રીઓએ પણ ટેમ્પરરી સાથીદાર માટે જાહેરખબર આપી છે. એક 65 વર્ષની સ્ત્રી તો લંડનની યુનિવર્સિટીમાં પ્રોફેસર છે,તેને ચિંતા અને ફિલસૂફ સાથીની જરૂર છે. એક પુરૂષે લખ્યું છે : 21મી સદી સાથે ઊજવી શકે તેવીસેક્સુઅલ એટલે કેવાસનાવાળી સ્ત્રીસાથીદારની જરૂર છે.