staff - Khabarchhe

ગળામાં ચેન બાંધીને બનાવ્યા સંબંધ અને પછી મહિલાએ પ્રેમીનું માથું કાપી નાખ્યું
નશો જીંદગીને તબાહ કરી નાખે છે પછી તે દારૂનો નશો હોય કે પછી ડ્રગ્સ કે અન્ય વસ્તુનો હોય. નશામાં વ્યક્તિ પોતાનું ભાન ભૂલી જાય છે અને પછી પોતે શું કરે છે તેનું ભાન પણ હોતું નથી. ક્યારેક નશામાં વ્યક્તિ કોઈકને ઢોર માર મારીને હત્યા પણ કરી નાખે છે તો ત્યારેક નશાના કારણે જીવ ગુમાવવો પણ પડે છે. હાલમાં જ એક એવી ઘટના સામે આવી છે જ્યાં એક મહિલાએ ડ્રગ્સના નશામાં પુરુષ સાથે પહેલા તો શારીરિક સંબંધ બનાવ્યા અને પછી તેને મોતને ઘાટ ઉતારી દીધો. આ બધુ તેણે નશાની હાલતમાં કર્યું.

એક મહિલાએ શારીરિક સંબંધ બનાવ્યા બાદ પોતાના પાર્ટનરના ગળામાં લાગેલી ચેનથી તેનું ગળું દબાવી દીધું. મોત બાદ મહિલાએ પાર્ટનરના શરીરના ટુકડા કરી નાખ્યા. તેનું માથું ડોલમાં નાખી છોડી દીધું અને શહેરના બાકી ભાગને અલગ અલગ જગ્યાએ છુપાવી દીધા. આ પહેલા કપલે ડ્રગ્સ લીધું હતું અને નશામાં જ બંનેએ ગળામાં ચેન પણ બાંધી લીધી હતી. ચાલો તો આ આર્ટિકલમાં જોઈએ કે આખરે આ ઘટના ક્યાંની છે. આ ઘટના અમેરિકાના વિસ્કોન્સિન રાજ્યની છે.

અહીં ગ્રીન બે શહેરની પોલીસે એક 24 વર્ષીય મહિલાની ધરપકડ કરી છે. આરોપી મહિલાનું નામ ટેલર એસ છે. મહિલા પર જાણીજોઇને હત્યા કરવા, શવને ખરાબ રીતે નષ્ટ કરવા અને થર્ડ ડિગ્રી સેક્સુઅલ હેરેસમેન્ટનો કેસ દાખલ કર્યો છે. પોલીસને પીડિતનું શવ ગ્રીન બેનાં એક ઘરમાંથી મળ્યું હતું. ગુપ્ત પોલીસે કહ્યું કે છલ્લી વખત પીડિત સાથે જો નજરે પડી હતી. તો પોલીસે કહ્યું કે જ્યારે તેમણે મહિલાને પહેલી વખત જોઈ ત્યારે તેના કપડાં અને હાથ પર લોહી લાગેલું હતું.

મળેલી ફરિયાદના મુજબ જ્યારે પોલીસે ટેલરની ગાડીની તપાસ કરી તો તેમને પીડિતના પગ અને શરીરના બીજા કેટલાક ભાગ પણ મળ્યા. ઘટનાવાળી જગ્યા પર ડ્રગ્સનો ઉપયોગ અને લોહી સાફ કરવાના પુરાવા મળ્યા છે. જ્યારે પોલીસ ટેલરને પૂછ્યું કે શું થયું છે? આ સાવલના જવાબમાં મહિલાએ કહ્યું કે આ સારો સવાલ છે. ટેલરે પોલીસને કહ્યું કે તે નશામાં હતી. પોલીસનું માનવું છે કે મહિલાએ પીડિત સાથે મેથામફેટામાઇન નામનું ડ્રગ્સ લીધું હતું. ત્યારબાદ પીડિટે પોતાના ગળામાં ચેન બાંધી લીધી અને બંનેએ શારીરિક સંબંધ બનાવ્યા ત્યારબાદ મહિલાએ નશાના કારણે પાર્ટનરની હત્યા કરી નાખી.

આ હૉટલમાં લાલટેનમાં બંધ કરીને પીરસવામાં આવે છે ભોજન, આ છે કારણ
કોરોના વાયરસે આખી દુનિયાની દિશા અને દશા બદલી નાખી છે. લોકોને અલગ પ્રકારે જીવવા મજબૂર કરી દીધા છે. પહેલા જ્યાં લોકો ખુલ્લેઆમ હજારો લોકો વચ્ચે સમારોહ કે તહેવારોનું સેલિબ્રેશન મનાવી રહ્યા હતા તો હવે અમુક સંખ્યામાં જ લોકો સમારોહ કે તહેવારોમાં ભેગા થઈ શકે છે. કોરોનાના વધતા કેસોને જોઈને હૉટલો, રેસ્ટોરાં માટે પણ પ્રતિબંધ કે ટેકઅવે જેવા નિયમો લાગુ કરવામાં આવે છે. કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે જાપાનની રાજધાની ટોક્યોની એક હૉટલમાં અનોખી રીત જોવા મળી રહી છે.

આ હૉટલે ખાસ પ્રકારના બોક્સ ડિઝાઇન કર્યા છે જે કોરોના સંક્રમણ ફેલાવાના જોખમને ખૂબ ઓછું કરી દે છે. કોરોના વાયરસના વધતા જોખમ વચ્ચે હૉટલની આ ક્રિએટિવિટીને લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. જાપાનના લોકો હવે પોતાના મિત્રો અને પરિવાર સાથે બહાર ભોજન કરવાની મજા ઉઠાવી શકે છે અને એ પણ માસ્ક પહેર્યા વિના. ન્યૂઝ એજન્સી Reutersના રિપોર્ટ મુજબ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીર વાયરલ થઈ છે. આ તસવીરમાં હૉટલના કર્મચારી ‘Lantern Dining Exprience’નું પ્રદર્શન કરતા નજરે પડી રહ્યા છે.

ટૉક્યોના હોશિનોયા ટોક્યો’માં શરૂ થયેલી આ સુવિધા કોરોના વાયરસના સંક્રમણથી પોતાને બચાવતા બહાર ખાવાનો લુપ્ત ઉઠાવવાની એક ખૂબ જ અનોખી રીત છે. હૉટલમાં આવનારા કસ્ટમર્સને લાલટેનના આકારના પારદર્શી બોક્સોમાં ઢાકવામાં આવે છે. આ બોક્સોને જાપાનના પારંપરિક શિલ્પકારોએ બનાવ્યા છે. રિપોર્ટ્સમાં બતાવવામાં આવ્યું છે કે હૉટલમાં રહેનારા મહેમાન 30 હજાર યેન એટલે કે 19 હજાર રૂપિયાની ચુકવણી કરીને અન્ય લોકોને પાર્ટિશન સુવિધા હેઠળ પોતાની સાથે ભોજન કરવા માટે આમંત્રિત કરી શકે છે.

જાપાનમાં કોરોના વાયરસના કેસોમાં ઝડપથી વધારો જોવા મળી છે. રિપોર્ટની શરૂઆત સુધી જ્યાં દૈનિક કેસો માત્ર સેકડોમાં હતા જે હવે વધીને લાખોમાં પહોંચી ગયા છે. 1 ફેબ્રુઆરીના રોજ જાપાનમાં 1.42 લાખ કેસ સામે આવ્યા હતા. બુધવારે ટોક્યોમાં પહેલી વખત 20 હજારથી વધારે કેસ નોંધાયા હતા. એવામાં કોરોના વાયરસથી સુરક્ષા આપનારી હૉટલને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

શું ખરેખર ટૉલ ગેટ પર 10 સેકન્ડથી વધુ સમય લાગે તો નથી આપવા પડતા પૈસા?
હવે ભારતમાં GNSSના માધ્યમથી પણ ટૉલ કલેક્શન સિસ્ટમ લાગૂ થઇ ગઇ છે. ત્યારબાદ ટૉલ ગેટ પર રોકાવું નહીં પડે અને સેટેલાઇટ સિસ્ટમના માધ્યમથી જ ટૉલ આપવો પડશે. ટૉલ ગેટ સાથે જોડાયેલી નવી સિસ્ટમ બાદ હવે એ નિયમની વાત થઇ રહી છે, જેના દ્વારા 100 મીટર લાંબી લાઇન કે 10 સેકન્ડથી વધુ વિકેન્ડ ટાઇમ થવા પર ટૉલ ફ્રી કરી દેવામાં આવે છે, પરંતુ ઘણા લોકોનું માનવું છે કે, એવો કોઇ નિયમ નથી અને આ નિયમનો ક્યારેય ફાયદો મળતો નથી. તો ચાલો આ આર્ટિકલમાં જાણીએ આખરે આ નિયમની શું છે કહાની.

શું છે એ નિયમ?

રાષ્ટ્રીય રાજમાર્ગો પર ટૉલ ગેટ સાથે જોડાયેલા આ નિયમની ખૂબ ચર્ચા થાય છે અને તમે પણ ઘણી વખત તેની બાબતે વાંચ્યું હશે. આ નિયમના હિસાબે કોઇ પણ ગાડીને ટૉલ આપવામાં 10 સેકન્ડથી વધુ સમય લાગવો ન જોઇએ. જો એમ થાય છે તો પાછળની ગાડીને ટૉલ આપ્યા વિના જવાની મંજૂરી હોય છે. તેની સાથે જ એક નિયમ એવો પણ છે કે કોઇ પણ કારણે ટૉલ ગેટ પર 100 મીટરથી વધુ લાંબી વાહનોની લાઇન ન હોવી જોઇએ. તેના માટે ટૉલ ગેટ પર 100 મીટર દૂર એક પીળી લાઇન પણ હોય છે.

જો વાહનોની લાઇન આ પીળી લાઇનથી પાર થઇ જાય તો ટૉલ ગેટ પર વાહનોને ટૉલ આપ્યા વિના જવાની મંજૂરી હોય છે એટલે કે જો લાઇન લાંબી છે તો ટૉલ આપ્યા વિના પણ તમે જઇ શકો છો, પરંતુ તમે નોટિસ કર્યું હશે કે આ નિયમ કદાચ જ કોઇ ટૉલ પર સારી રીતે લાગૂ કરવામાં આવે છે. તો જાણીએ આ નિયમની વાસ્તવિકતા શું છે?

શું છે આ નિયમની વાસ્તવિકતા?

તમને જણાવી દઇએ કે NHIએ 2021માં તેના માટે એક નોટિફિકેશન જાહેર પણ કરી હતી અને આ નિયમ લાગૂ પણ કર્યો હતો, પરંતુ તેમાં એક ફેક્ટ એ છે કે આ નિયમ બધા ટૉલ માટે નથી. આ નિયમ માત્ર એ ટૉલ માટે હતો, જે વર્ષ 2021 બાદ નવા ડિવિઝન તરફથી બન્યા છે. મે 2021માં હાઇવે ઓથોરિટીએ આ પ્રાવધાનને એ પ્રોજેક્ટ્સ માટે શરૂ કર્યું હતું, જ્યાં પ્રોજેક્ટ રિપોર્ટ પ્રોગ્રેસમાં હતો અને ટૉલ પ્લાઝા માટે જમીન એક્વાયર કરવાની હતી. એવામાં આ નિયમ માત્ર થોડા જ ટૉલ માટે લાગૂ કરવામાં આવ્યો હતો.

હવે નથી આ નિયમ:

ગયા મહિને જ આ નિયમને લઇને વધુ એક અપડેટ આવ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ, હવે આ નિયમને પૂરી રીતે હટાવી દેવામાં આવ્યો છે એટલે કે હવે કોઇ પણ ટૉલ પર ટાઇમ લાગવા કે લાંબી લાઇન થવાની સ્થિતિમાં ફ્રીમાં જવાની મંજૂરી આપવામાં નહીં આવે. NHAIએ આ પોલિસીને પોતાની ટૉલ મેનેજમેન્ટ ગાઇડલાઇન્સથી હટાવી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ નિયમને લઇને લઇને લોકોમાં ખૂબ કન્ફ્યૂઝન હતું, ત્યારબાદ તેને હટાવી દેવામાં આવ્યું છે.

તેને લઇને NHAIને ખૂબ ફરિયાદ મળી હતી, પરંતુ નિયમોમાં કંઇક ક્લોઝ થવાના કારણે લોકોને તેનો ફાયદો મળતો નહોતો. સાથે જ NHAIનું કહેવું છે કે NHAI ફ્રી રૂલ્સ 2008માં તેનો કોઇ ઉલ્લેખ નહોતો. NHAIએ હવે ટૉલ પ્લાઝા પર ટ્રાફિકની દેખરેખ માટે એક લાઇવ ફીડ સિસ્ટમ શરૂ કરી છે. તેમાં વેઇટિંગ ટાઇમને 5 મિનિટ માનવામાં આવ્યો છે. જો કોઇને તેનાથી વધુ ટાઇમ ટૉલ ગેટ પર લાગે છે તો તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે અને તેની દેખરેખ હંમેશાં રાખવામાં આવશે. અત્યારે આ સિસ્ટમ કેટલાક જ ટૉલ ગેટ પર શરૂ થઇ ગઇ છે.

સાયલેન્સર ચોરી કરી તેમાંથી આ વસ્તુ કાઢી લેતા અને વેચી દેતા, 4 પકડાયા
વાપીના ડુંગરા પોલીસ હદ વિસ્તારમાં આવેલ છીરી સાંઇ રેસીડેન્સીમાં રહેતા મુસીર અહેમદ ઇમરાન શેખએ શુક્રવારે ડુંગરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, ગુરૂવારે રાત્રે તેઓ પોતાની ઇકો કાર ઘર બહાર પાર્ક કર્યા બાદ સુઇ ગયા હતા. સવારે કાર ચાલુ કરતા જતા કારનું સાયલેન્સર ન હોવાનું જાણવા મળ્યું હતું. તે જ સમયે છરવાડાના હાર્દિક પ્રકાશ દલવી, છીરીના ઇમરાજ જાકીર ખાન, છીરીમાં રહેતા રૂપાલીબેન હરિશચંદ્ર પાટીલ અને છીરીના અબ્દુલ કાદરી અબ્દુલ અજીજ મલીકની કારમાંથી પણ સાયલેન્સર ચોરાયા હોવાની જાણ થઇ હતી.

એક સાથે 5 કારના સાયલેન્સર ચોરતા જિલ્લા પોલીસવડાએ આરોપીઓને ઝડપવાના આદેશ કર્યા હતાં. જેથી વિનંતી નાકા ત્રણ રસ્તા ઉપર વાહન ચેકિંગમાં રહેલ પોલીસ ટીમને ડુંગરી ફળિયા તરફથી અર્ટીગા કાર નં.HR-4-A-4774 આવતા જોઇ તેને અટકાવી કારમાં ચકાસણી કરતા કેથલીક કન્વર્ટર (સાયલેન્સર) નંગ-5 કિં.રૂ.1,25,000 તથા ગ્રે કલરનો ટુકડા વાળો પદાર્થ કિં.રૂ.60,000 અને ડીશમીશ, બોક્ષ પાના, ટી કનેક્શન પાના તેમજ 5 ફોન તથા રોકડા રૂ.10,100 મળી કુલ રૂ.3.50 લાખનો મુદ્દામાલ કબજે લઇ 4 આરોપીઓની ધરપકડ કરાઇ હતી.

પોલીસ પૂછપરછમાં તેમણે કબૂલાત કરી હતી કે, આ સાયલેન્સરની ચોરી તેમણે રાત્રિ દરમિયાન છીરી વિસ્તારથી કરી હતી. તેમજ આ ઉપરાંત પુના તથા મહારાષ્ટ્ર ખાતેથી પણ પાંચ સાયલેન્સરની ચોરીની કબૂલાત કરી હતી. પોલીસે આરોપી નફીસ ઝફરૂ મોમઢન, મહમદ ઇર્શાદ ફકરૂદ્દિન દગંણ, ઇરશાદ અલી મોહમદ, ઇર્શાદ રહીશ ખાન પકડી તપાસ ડુંગરા પોલીસને સોંપી છે. આ સાયલેન્સરમાં કૈટેલિટિક કન્વર્ટર લગાવેલ હોય છે. જે પ્લેટિનમ ગ્રુપ ઓફ મેટલ્સ (પીજીએમ) દ્વારા બનાવેલ હોય છે. પ્લેટિનમ, પૈલેડિયમ અને રોડિયમને સંયુક્ત રીતે પીજીએમ કહેવાય છે. જેની કિંમત સોના કરતા વધુ હોય છે.

સાયલેન્સરની ચોરી બાદ આ મેટલ ડસ્ટને સુરત અને અમદાવાદ જેવી જગ્યાએ હેવી ઇંડસ્ટ્રીને વેચી દેવાય છે. 10 ગ્રામ મેટલ ડસ્ટની કિંમત 3 હજારથી લઇ 6 હજાર સુધીની હોય છે. એટલે વધુ કમાણીની લાલચમાં આ ચારેય ઈસમો કારના સાયલેન્સરની ચોરી કરતા હતા. આરોપીઓ અર્ટીકા કાર લઇને હરિયાણાથી નીકળી રાત્રીના સમયે વાપી જેવા શહેરી વિસ્તારમાંથી ઇક્કો ગાડીના સાયલેન્સર પાના વડે ખોલી કારમાં લઇ રસ્તામાં સાયલેન્સરમાંથી પાવડર કાઢી લઇ તેને રસ્તામાં ગમે તે જગ્યાએ ફેંકી દેતા હતા. અંદરથી કાઢેલા પાવડર હરિયાણા ખાતે વેંચી દેતા હતા.

માફી ન માગનારને કંઈ રીતે માફ કરવા, ભૂલી જાવ અને માફ કરો
ભુલી જાવ અને માફ કરો. બીજાના દોષને સહન કરો, કારણકે એ લોકો તમારા દોષને સહન કરે છે. માફ કરવું હમેશા બીજા માટે નથી હોતું. જ્યારે આપણે લોકોને માફ કરીએ છીએ ત્યારે તે આપણા માટે હોય છે. તમને ખબર પડે કે ન પડે પણ જ્યારે તમે કોઈ વાતને પકડી રાખો ત્યારે તમે ભtતકાળમાં જીવતા થઈ જાવ છો. જ્યારે આપણે વર્તમાનમાં આ ઘડીમાં જીવીએ છીએ ત્યારે કોઈ ભૂતકાળ વચ્ચે નથી આવતું. અને કોઈ આપણને દુઃખી નથી કરતું.

આપણે કોઈને ત્યારે માફ કરીએ છીએ જ્યારે કોઈ આપણી પાસે માફી માંગે. પણ જે માફી જ ન માંગે તેનું શું કરવું? મોટા ભાગે લોકો સમજશે કે તેમને માફીની જરૂર નથી અને તે દુઃખ સાથે આગળ વધશે. છતાં એવા ઘણા રસ્તાઓ છે જેથી આપણે તેમને માફ કરી શકીએ. માત્ર તેમની માટે નહીં પણ આપણા માટે.

માફી ન માગનારને આ 6 રીતે માફી આપો

બીજા કરતા પોતાના પર ધ્યાન આપો

માફ કરવું એટલે બીજાએ કરેલા ખોટા કામ ભુલવા. પણ જ્યારે તમે કોઈ બીજા પરથી તમારા પર ધ્યાન દેવા લાગો છો ત્યારે તમે અંદરથી હીલ થવાનું શીખો છો. તમને પોતાને કઈ રીતે સારું ફીલ થાય છે તેમ વિચારવાથી તમે કોઈને માફી આપશો જેથી તમને મેન્ટલ શાંતિ મળે. જ્યારે તમે માફી આપવાનું નક્કી કરો છો ત્યારે તમારી અંદર રહેલા ગુસ્સાને તમે છોડો છો. તમે તેમાંથી શીખવાનું નક્કી કરો છો. ગુસ્સાને પકડી રાખવાથી આપણે જ દુખી થઈએ છીએ એ પણ એવા વ્યક્તિના કારણે જે માફી પણ નથી માંગતું. જ્યારે કંટ્રોલની વાત આવે ત્યારે તમારે માત્ર તમારા પર અજ ફોકસ કરવાનું હોય છે.

તમારી લાગણીની જવાબદારી લો

બીજા લોકોનો તમારા પર પાવર ન હોઈ શકે. તેમના શબ્દો અને વર્તન આપણને અસર કરે છે પણ અંતે આપણે કેવું ફીલ કરવા માંગીએ છીએ તેના પર માત્ર આપણો કંટ્રોલ હોય છે. પોતાની ફીલીન્ગની જવાબદારી લેવાથી આપણે બીજા પર દોષ ઠાલવવાનું ભુલી જઈએ છીએ અને આગળ વધીએ છીએ. જ્યારે આપણે બીજાથી દુખી થતા અટકાઈએ છીએ ત્યારે આપણે દોષ અને જજમેન્ટથી પોતાની જાતને બાંધી નથી રાખતા.પોતાની જાતને બદલવાથી એક નવી બ્રાઈટ દુનિયા જોઈ સકો છો તમે. તમને ખબર પડી જશે કે કઈ રીતે માફ કરીને જતું કરવું જોઈએ.

યાદ રાખજો કે તમારી ફીલીન્ગ્ઝ પર કંટ્રોલ રાખવા વાળા માત્ર તમે જ છો અને એવું કરવાથી પોતાની જાતને નેગેટીવિટીથી મુક્ત કરો છો.

જવાબદારી સ્વીકારો

બધું એક તરફી નથી હોતું. કારણકે આપણે બધું આપડી નજરથી જોઈએ છીએ માટે આપણે પોતાને સાચ્ચા અને બીજાને ખોટા માનીએ છીએ. આપણે એ નથી જોઈ શક્તા કે કદાચ આપણે પણ તેમને ઉક્સાવવા માટે કંઈક કર્યું હશે. કોઈ પણ દલીલમાં પોતાના દોષ માનવાથી તમે સામે વાળા વ્યક્તિનું જતું કરો છો. તમે સમાધાન કરવાનું પણ વિચાર કરો છો અને જો એ તરફ કોશિશ કરો તો કદાચ સામે વાળો પણ સમાધાન કરવા આગળ વધશે.

ભૂતકાળમાં રહેવાનું બંધ કરો

જ્યારે કોઈ ગુસ્સાને છોડવા તૈયાર ન થાવ ત્યારે તમે વર્તમાનમાં જીવી નથી શક્તા. તમને લાગશે કે જે લોકોએ તમને દુખ પહોંચાડ્યું તે વિશે તમે હંમેશા વિચારતા રહો છો જે તમને દુખી કરે છે. રીસર્ચ પ્રમાણે જે લોકો વિતેલી વાતોને ભુલીને માફી નથી આપી શક્તા તેઓ સ્ટ્રેસમાં રહે છે જે તેમની ઈમ્યુનિટીને ઓછી કરે છે માટે તેમને રોગ સામે લડવાની તાકાત ઓછી થઈ જાય છે. ખરાબ વિચારોની શરીર પર ખરાબ અસર પડે છે. માફી તમને બધી વસ્તુઓ પર્સનલી લેવા પર મજબૂર નથી કરતી અને એક્સેપ્ટ કરતા શીખવાડે છે.

દુઃખી થવા તરફ ધ્યાન ન આપો

ઘણી વાર આપણે હાથે કરીને છેતરામણી ફીલ કરવા માંગીએ છીએ. સાચો ગુસ્સો કોઈ વાર સારો લાગે છે અને આપણે એવા લોકોને જાણીએ છે જેને આ ફીલીન્ગની આદત હોય. પણ લાઈફને જ છેતરપીંડીની રીતે જોવાથી કોઈને માફી આપી શકાતી નથી જે આપણી જ લાઈફ ખરાબ કરે છે. નાની નાની બાબતો મન પર ન લઈને જતું કરશો તો તમે માફી પણ જલ્દી આપી શકશો.

જીવનને પ્રેમ ભરી નજરથી જોવો

તેનો મતલબ એ નથી કે તમારે ખરાબ વસ્તુઓને પણ પ્રેમથી જોવાની છે પણ,તમારી લાઈફમાં જે કંઈ પણ થાય તેને એક પાઠ તરીકે લઈને તેમાંથી શીખો. માફ કરવાથી તેની કડવાશ ઓછી નથી થતી. એક હીલ થયેલી મેમરી એટલે ભુસી નાખેલી મેમરી નથી. પણ જેને આપણે નથી ભુલી શક્તા એવી વાતને માફ કરવી એ તેને યાદ રાખવાની નવી રીત છે. આપણે આપણા ભૂતકાળને ભવિષ્યની એક આશા તરીકે જોઈએ છીએ. માફ કરવું એટલે પોતાના ઈમોશન્સને દાવ પર રાખીને બીજાને માફ કરવું નથી હોતું. પણ માફ કરવું એટલે મને પોતાને વર્તમાનમાં જીવતા શીખવાડવું. જ્યારે કોઈ તમને સોરી ન કહે છતાં તમે તેને માફ કરો તો તમે તમારા માઈન્ડ અને સોલને હીલ કરો છો.

શું ફ્રૂટ ખાધા બાદ પાણી પીવું જોઈએ, જાણો આયુર્વેદનું શું કહેવું છે
સ્વસ્થ રહેવા માટે લીલા શાકભાજી અને ફળ ખાવા જોઈએ. ફળ અને લીલા શાકભાજી ખાવાથી હેલ્થ સારી રહે છે. પણ ફળ અને શાકભાજી ખાતા પહેલા અને પછી કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. નહીં તો નુકસાન પણ થઈ શકે છે. પણ આજે અમે આપને જણાવીશું કે ફળ ખાધા પછી પાણી પીવું જોઈએ કે નહીં. ફળ ખાવા માટે એક ચોક્કસ સમય હોય છે. ઘણા ફળ એવા હોય છે કે તે રાતે ખાવા જોઈએ નહીં આ સાથે જ ઘણા ફળ ખાધા પછી પાણી ન પીવાની પણ સલાહ આપવામાં આવે છે.

ઘણા લોકો કહે કે ફળ ખાધા પછી પાણી પીવાથી કંઈ ન થાય પણ ઘણા લોકો એવા પણ છે કે જે કહે છે કે ફળ ખાધા પછી પાણી પીવાથી કેટલીક સમસ્યા પણ આવે છે. ત્યારે આજે અમે આપને જણાવીશું કે ફળ ખાધા પછી ખરેખર પાણી પીવું જોઈએ કે નહીં અને આ સમગ્ર મામલે આયુર્વેદ શું કહે છે તે પણ જાણીએ.

કહેવામાં આવે છે કે ફળ ખાધા બાદ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. જ્યારે વડીલો ફળ ખાધા પછી પાણી પીવાનું ના પાડે છે. સવાલ એ થાય છે કે આખરે ફળ ખાધા પછી પાણી આખરે પાણી ક્યારે પીવુ જોઈએ. ફળ ખાવું આપણા સ્વાસ્થય માટે ખુબ સારૂ છે. ફળમાં વિટામિન, મિનરલ્સ અને ઘણા ન્યુટ્રિશિયન હોય છે. જે હેલ્થ માટે ખુબ ફાયદાકારક હોય છે. જે લોકો ડાયટ કરતા હોય છે. તે લોકો પણ ડાયેટમાં ફળોને જરૂર સામેલ કરે છે. પણ ફળ ખાધા પછી પાણી પીવાને લઈને ઘણી બધી વાતો કહેવામાં આવી છે. ફળમાં ખાંડ અને યિસ્ટની માત્રા વધુ હોય છે. જે એસિડ બનાવે છે.

ઘણા ફળ એસિડ બનાવે છે. જેથી પેટમાં પાણીની માત્રા વધી જાય છે. એવામાં જો તમે ફળ ખાધા પછી પાણી પીવો છો તો તમારે કેટલી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ફળ ખાધા પછી પાણી પીવામાં આવે તો પાચન ક્રિયા નબળી પડી જાય છે અને પેટ સાથે જોડાયેલી સમસ્યા ઉભી થાય છે. આ સાથે જ એસિટીડીની સમસ્યા વધી જાય છે અને છાતીમાં બળતરા થાય છે. જેથી ફળ ખાધાના 1 કલાક પછી પાણી પીવું જોઈએ. જેથી કોઈ સમસ્યા ઉભી ન થાય.

'અંગુરી ભાભી'એ આ એક જ શરતે ઈન્ટીમેટ સીન આપવા તૈયાર હોવાનું કહ્યું
કોમેડી ટીવી સીરિયલ 'ભાભી જી ઘર પર હૈ'માં 'અંગૂરી ભાભી'ના પાત્રથી દર્શકોના દિલ પર રાજ કરનાર અભિનેત્રી શુભાંગી અત્રેએ ઈન્ટીમેટ સીન ફિલ્માવવા અંગે મોટું નિવેદન આપ્યું . આ સિરિયલમાં શુભાંગી 'અંગૂરી ભાભી' બનીને પોતાની નિર્દોષતાથી બધાને પ્રભાવિત કરે છે, તેથી તેને બોલ્ડ પાત્રમાં જોવી એ ચાહકો માટે કોઈ ટ્રીટથી ઓછી સાબિત થશે નહીં.

ઈન્ટીમેટ સીન આપવા પર આ વાત . એક ઈન્ટરવ્યૂમાં શુભાંગી અત્રેને પૂછવામાં આવ્યું હતું કે શું તે ઓનસ્ક્રીન ઈન્ટીમેટ સીન આપવામાં કમ્ફર્ટેબલ છે? આ સવાલના જવાબમાં શુભાંગી અત્રેએ કહ્યું હતું કે, 'મને ઈન્ટિમેટ સીન આપવામાં કોઈ વાંધો નથી, બસ એ સીન યોગ્ય રીતે શૂટ કરવા જોઈએ અને આ સીન જોઈને મારી દીકરીના મનમાં એવો સવાલ ન આવે કે મા શું કરી રહી છે.'

દીકરીના ઉછેર માટે ગંભીર છે

શુભાંગીના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે તે પોતાની કારકિર્દીની સાથે સાથે પુત્રીના ઉછેરને લઈને ખૂબ જ ગંભીર છે. તમને જણાવી દઈએ કે શુભાંગી પહેલા આ પાત્ર અભિનેત્રી શિલ્પા શિંદે ભજવ્યું હતું.

શિલ્પા શિંદેની બદલી

એવું કહેવું ખોટું નહીં હોય કે શિલ્પાના કારણે જ અંગૂરીનું પાત્ર ઘર-ઘર લોકપ્રિય બન્યું હતું. જોકે, ફીને લઈને મેકર્સ સાથે વિવાદ થતાં શિલ્પાએ આ ટીવી સિરિયલ છોડી દીધી હતી. આ પછી, વર્ષ 2016 માં, સિરિયલમાં અંગૂરી ભાભીનો રોલ કરવા માટે શિલ્પાની જગ્યાએ શુભાંગી અત્રેને લાવવામાં આવી.

વાસ્તવિક જીવનમાં ખૂબ જ બોલ્ડ

શુભાંગી સોશિયલ મીડિયા પર પણ તેના ફેન્સ સાથે જોડાયેલી રહે છે. હવે જેઓ તેને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે તેઓ સારી રીતે જાણતા હશે કે અભિનેત્રી વાસ્તવિક જીવનમાં ઘણી બોલ્ડ છે. ઘણીવાર તેનો સિઝલિંગ લુક તેની પોસ્ટ્સમાં જોઈ શકાય છે.

અમેરિકન કંપની ફેક્ટરીમાં બનેલા અબજો મચ્છરો કેમ છોડવા જઈ રહી છે?
આખી દુનિયા મચ્છરોથી પરેશાન છે એ ખોટું નથી. દર વર્ષે વિશ્વમાં લાખો લોકો મચ્છરજન્ય રોગોનો શિકાર બને છે. અમેરિકામાં મચ્છરોની સારવાર માટે ખાસ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ માટે પર્યાવરણ સુરક્ષા એજન્સી (યુએસ એન્વાયર્નમેન્ટલ પ્રોટેક્શન એજન્સી)એ અબજો ખાસ પ્રકારના મચ્છરોને મોટા પાયે છોડવાની પરવાનગી આપી છે. આ મચ્છરો એડીસ ઈજિપ્તી પ્રજાતિના છે જે ઝિકા, યલો ફીવર અને ડેન્ગ્યુ જેવા રોગો ફેલાવે છે. આ જિનેટિકલી મોડિફાઈડ મચ્છરો અમેરિકન કંપની ઓક્સિટેક દ્વારા વિકસાવવામાં આવ્યા છે.

મચ્છરોની સંખ્યાને નિયંત્રિત કરવામાં આવશે

ઓક્સિટેકને કેલિફોર્નિયા અને ફ્લોરિડામાં 2.4 બિલિયન મચ્છરો છોડવાની પરવાનગી મળી છે. એડીસ ઇજિપ્તી મચ્છર એ કરડતો ન હોય એવો નર મચ્છર છે જે સમાન મચ્છર પેદા કરી શકે છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ યોજના રોગ ફેલાવતા એડીસ ઇજિપ્તીની સંખ્યાને રોકવાની છે.

માદા મચ્છર મરી જશે

માદા મચ્છરોના કરડવાથી મચ્છરજન્ય રોગો ફેલાય છે. આ પ્રયોગથી માદા મચ્છર મરી જશે જ્યારે નર મચ્છરોનું પ્રજનન થશે, જેનાથી મચ્છરોની વસ્તીમાં ઘટાડો થશે. કેલિફોર્નિયામાં મચ્છરો રોગ ફેલાવતા નથી.

સરળતાથી ઉપલબ્ધ

કંપનીનું કહેવું છે કે અમેરિકામાં મચ્છરોના કારણે વધી રહેલા જોખમોને ધ્યાનમાં રાખીને એવી ટેક્નોલોજી પર કામ કરવામાં આવ્યું હતું જે સરળતાથી ઉપલબ્ધ છે અને સરળતાથી પહોંચી શકાય છે. આ પાયલોટ પ્રોગ્રામમાં કંપનીએ વિવિધ આબોહવાની પરિસ્થિતિઓમાં ટેક્નોલોજીની અસરકારકતા એવી રીતે દર્શાવી છે કે તે તેનું કામ કરવા સક્ષમ છે.

આ મચ્છરોમાં આનુવંશિક માર્કર હશે જેથી તેઓ મચ્છરોની વસ્તીમાં જ તેમને સરળતાથી ઓળખી શકશે. કંપનીનું કહેવું છે કે આ પ્રયોગ એ પાયલોટ પ્રયોગનું વિસ્તરણ છે જેને વર્ષ 2020માં EPA દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. 2021માં જ ઓક્સિટેને ફ્લોરિડાના વિસ્તારોમાં 144 હજાર આનુવંશિક રીતે સંશોધિત મચ્છરો છોડ્યા હતા. ત્યારપછી તેને બ્રાઝિલમાં છોડવામાં આવ્યા જેના 31-અઠવાડિયાની ક્લાઉડ ટેક્નોલોજીએ એડિસ ઇજિપ્તીને 95 ટકા વટાવી દીધી.

આ પ્રયોગના ટીકાકારો કહે છે કે તેઓને ખાતરી નથી કે મચ્છર સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે. ફૂડ એન્ડ ટેક્નોલોજી પ્રોગ્રામ મેનેજર ડાના પર્લ કહે છે કે વિજ્ઞાન 100% અસરકારક નથી. છતાં લોકોને Oxitec ના પ્રયોગો પર વિશ્વાસ કરવા કહેવામાં આવે છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે એક પણ માદા મચ્છર બચશે નહીં, પરંતુ તે કેવી રીતે જાણી શકાય છે.

શું માદા મચ્છરોના મૃત્યુની ખાતરી છે?

આ ઉપરાંત એ પણ પૂછવામાં આવી રહ્યું છે કે ખેતીમાં વપરાતી ટેટ્રાસાઇક્લિન જેવી દવાઓના સંપર્કથી મચ્છર કેવી રીતે બચી શકશે, જેના કારણે માદા મચ્છર જીવિત રહી શકશે. પરંતુ તેનું સમર્થન કરનારા નિષ્ણાતો કહે છે કે મચ્છરો 500 ફૂટથી વધુ દૂર જઈ શકતા નથી, તેથી આ મચ્છરો માત્ર એવી જગ્યાએ જ છોડવામાં આવશે જ્યાં આવા મચ્છરો જોવા મળે.

લો ઓફ અટ્રેક્શન તમારા પર કામ કરે છે તેના આ છે 7 સંકેતો
નવો કોન્સેપ્ટ લો ઓફ અટ્રેક્શન એટલે કે તમે દુનિયામાં જે એનર્જી નાંખો તે તમને મળે છે. તમે જે પ્રકારના વિચારો વારંવાર તમારી એનર્જીમાં નાંખો તેવા અનુભવો તમને થશે કારણ કે તમે જ તે વિચારોનું સર્જન કર્યું છે. કોઈપણ વસ્તુ પોસિબલ કરવા માટે તમારે તેને પહેલા પોતાના વિચારોમાં લાવવી પડશે, જે વિઝનમાં બદલાશે અને પછી તેના પર કામ શરૂ થશે.

માટે તમે જો નેગેટિવ વ્યક્તિ કે વિચારો પર ફોકસ કરશો તો તમને નેગેટિવ અનુભવો થશે. પણ જો તમે તમારું ફોકસ પોઝીટિવ વસ્તુઓ પર રાખો તો તમને દેખાશે કે તમારી સાથે બધું પોઝીટિવ થવા લાગશે. આ કોન્સેપ્ટ ફેમસ બુક અને ફિલ્મ ‘ધ સિક્રેટ’ પરથી પ્રચલિત થયો છે. બ્રહ્માંડના સત્ય પર પ્રકાશ નાંખ્યાની સાથે સાથે કઈ રીતે તેને મેળવી શકાય તેના પર ઘણા પ્રશ્નો પણ ઊભા થયા છે.

આ લો કામ કરે છે કે નહીં તે જાણવા આ પોઈન્ટ્સ પર ધ્યાન આપોઃ

તમે બધી વસ્તુઓને વધુ ફાસ્ટ જોવો છો

લાઈફ પાસેથી તમને જે આશા છે તે બાજુ તમે જોવા લાગશો તો તમને ગમતી વસ્તુઓ તમારી સામે આવશે. તમારા મગજની નેગેટીવિટી તરફ વળતી બારી જો તમે બંધ કરી દીધી હોય અને પોઝીટિવિટીનો દરવાજો ખોલ્યો હોય તો તમે આ ટેકનિકનું એક પગલું ભરી લીધું છે. તમારી લાઈફ પાસેની વસ્તુઓ પર જેમ તમે વધુ ફોકસ રાખવા માંડો છો તે વસ્તુ તેટલી જ જલ્દી તમારી સામે આવતી દેખાય છે. ધીરે-ધીરે બધું જ થાળે પડતું દેખાય છે.

બદલાવ માટે તમે તૈયાર છો

તમે કોઈ વ્યક્તિ કે પરીસ્થિતિથી ભાગવાની કોશિશ કરશો તે તેટલું જ વધુ તમારી સામે આવશે. તમે જ્યાં સુધી નીડર બની તેનો સામનો નહીં કરો ત્યાં સુધી એ તમારી પાછળ ફર્યા કરશે. આપણે બધા જ આ દુનિયામાં પોતાના સોલને વધુ ઉચ્ચ બનાવવા આવ્યા છીએ અને તે ત્યારે જ બનશે જ્યારે આપણે આપણા જુના વિચારો ભૂલીને આગળ વધીશું. માટે જે આવે તેનો સામનો કરીને તેની સાથે સાથે વહેવાની કોશિશ કરો. ડર, હાર, અનિશ્ચિતતા બધાનો સ્વીકાર કરો કારણ કે આગળ જઈને તમને જે જોઈએ છે તે મેળવવાના રસ્તામાં આ બધાનું જ્ઞાન કામ લાગશે.

તમારું ધ્યાન વર્તમાનમાં રાખો

મોટાભાગે આપણે જીવનમાં એવું જ માનીએ છીએ કે ભવિષ્ય ખુબ મહત્ત્વ ધરાવે છે, જ્યારે વર્તમાનનું કોઈ મહત્ત્વ નથી. જો તમે તમારે લાઈફને સાચી દિશા બતાવી હશે તો તમને ખબર પડશે કે તમે હવે વર્તમાનમાં જીવવાનું શરૂ કર્યું છે. દરેક ક્ષણમાં જીવો અને તેમાંથી મળતી શીખને સાથે લઈને ચાલો.

હવે તમને જ્યારે પણ ભવિષ્યના વિચારો આવે તો તેને વાળીને વર્તમાનમાં લઈ જવાનું તમને આવડે છે.

તમે શું ઈચ્છો છો તે ભ્રહ્માંડને કહેતા ડરતા નથી

તમે પરી, આત્મા, પરમાત્મા જેમાં પણ વિશ્વાસ રાખતા હોવ પણ હવે તમે ભ્રહ્માંડને કહેતા ડરતા નથી કે તમને શું જોઈએ છે અને તમે તેના પર કામ કરો છો. જીવનમાં કંઈક ખોટું થઈ રહ્યું છે તેમ તમને લાગે તો તમે ગાઈડન્સ માંગો છો. તમે જેમ પોતાની સાથે કે તમારી પરી સાથે વધુ ઉંડાણમાં વાત કરશો તેમ તમારા જીવનનો રસ્તો ક્લીયર થતો જશે.

વધુ પોઝીટિવ એનર્જી અનુભવો છો

તમારા દિલમાં જે કંઈ પણ નેગેટીવિટીનો ભાર હતો તે ઓછો થઈ ગયો છે. જે વસ્તુઓ તમને પહેલા સતાવતી હતી તે જતી રહી છે. સવારે ઉત્સાહ સાથે ઉઠો છો. તમને ખબર છે કે ભ્રહ્માંડ તમારી પાછળ રક્ષા માટે છે માટે કોઈપણ નેગેટિવીટી વગર તમારો દિવસ પસાર કરો છો.

તમે શાંતિ અનુભવો છો

તમારી આસપાસ ભલે જે કંઈ પણ થઈ રહ્યું હોય, તમે તમારી લાઈફમાં શાંતિ અનુભવો છો. તમે તમારી અંદર એટલું સારું ફીલ કરો છો કે બાહરી વાતો તમને હલાવી નથી શકતી. તમારી લાઈફમાં તમને બેલેન્સ મળી ગયું છે. તમારું કંઈક છુટી રહ્યું છે તેવું તમને નથી લાગતું અને બ્રહ્માંડ સાથે તમારું કનેક્શન વધી રહ્યું છે, જે તમારી લાઈફમાં ખુશી લાવે છે. આખરે જીવન સારું છે તેવું તમે કહી શકો છો.

તમારી સાથે બધું સારું થયા કરે છે

પોતાની અંદર જોઈને તમે શા માટે દુનિયામાં આવ્યા છો તે જોયા પછી તમને બધું સહેલું લાગે છે. તમે સાચા સમયે સાચા લોકોને મળો છો, તમને સ્પીરિચ્યુઅલી આગળ વધારે તેવી જગ્યાએ તમે જાવ છો, તમે હેલ્ધી બનો છો, ફાઈનાન્શિયલી પણ આગળ વધો છો વગેરે. જોકે સાચો માર્ગ તકલીફો વગરનો હોય છે તેવું નથી પણ ખરાબ કરતા સારું વધુ થાય છે.

પુત્ર અભિષેકની ફિલ્મોની સ્ક્રિપ્ટ અમિતાભ બચ્ચનને જોવાનું પસંદ નથી, આ છે કારણ
અભિષેક બચ્ચન એક ફિલ્મના પ્રમોશન માટે 'ધ કપિલ શર્મા શો'માં પહોંચ્યો હતો. હવે આ શોનો એક પ્રોમો વીડિયો સામે આવ્યો હતો, જે ઘણો ફની છે. શો દરમિયાન, કપિલ શર્મા અભિષેક બચ્ચનને પૂછે છે કે શું તે ક્યારેય તેના પિતા અમિતાભ બચ્ચન સાથે તેની ફિલ્મોની સ્ક્રિપ્ટ પર ચર્ચા કરે છે. શું તેઓ એવું નથી કહેતા કે 'માફ કરજો, અમે પોતે બહુ વ્યસ્ત છીએ. બીજા કોઈને સંભળાવો. કપિલની આ વાતો સાંભળીને અભિષેક બચ્ચન હસવા માંડે છે. આ પછી અભિષેક કહે છે, 'તેણે (અમિતાભ બચ્ચન) હંમેશાં આ સ્વતંત્રતા આપી છે કે ભાઈ, તમારે જે પણ ભૂલ કરવી હોય, તે જાતે કરો. હું તમને કેમ માર્ગદર્શન આપું?' તમને જણાવી દઈએ કે ફિલ્મ 'દસવી'માં અભિષેક બચ્ચનના અભિનયના ખૂબ વખાણ થઈ રહ્યા છે.

ખબર છે કે અમિતાભ બચ્ચન છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર અભિષેક બચ્ચનની ફિલ્મ 'દસવી'નું જોરદાર પ્રમોશન કરી રહ્યા છે. રિલીઝના દિવસે કેટલાક યુઝર્સે ફિલ્મના પ્રમોશન માટે અમિતાભ બચ્ચનને ટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો હતો, જેનો તેમણે યોગ્ય જવાબ આપ્યો હતો. ટ્વીટના જવાબમાં તેણે લખ્યું, 'હા સર, હું કરું છું: અભિનંદન, પ્રચાર, આમંત્રણ, તમે શું કરશો?'

નોંધપાત્ર રીતે, ફિલ્મ 'દસમી' 7 એપ્રિલ, 2022 ના રોજ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ કરવામાં આવી હતી, જેમાં અભિષેક બચ્ચને સીએમ ગંગારામ ચૌધરીની ભૂમિકા ભજવી હતી. ફિલ્મનું બેકગ્રાઉન્ડ હરિયાણાના સેટ પર કરવામાં આવ્યું છે. નિમરત કૌરે અભિષેકની પત્નીનો રોલ કર્યો છે. તે જ સમયે, યામી ગૌતમે જેલરની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મનું નિર્દેશન તુષાર જલોટાએ કર્યું છે.

ઓક્સીટોસિન લવ હોર્મોનઃ આ રીતે રીલેશનશિપમાં મોટો ભાગ ભજવે છે
ઓક્સિટોસિન હાઈપોલેમસમાં પ્રોડ્યુસ થતું એક હોર્મોન છે. જે આપણા મગજમાં ન્યૂરોટ્રાંસમીટરનું કામ કરે છે. સ્ત્રીઓના શરીરમાં લેબર વખતે તે ખુબ અહમ ભાગ ભજવે છે. આ હોરમનને લવ હોર્મોન કહેવાય છે કારણકે છે સ્પર્શથી વધે છે. આ હોર્મોન રીલેશનશિપમાં મોટો ભાગ ભજવે છે.

આ રીતે તમે શરીરમાં ઓક્સિટોસિન લેવલ વધારી શકો

સ્પર્શ દ્વારા

હગ, કિસ અને એકબીજાની નજીક આવવાથી ઓક્સિટોસિન લેવલ વધે છે. એક રીસર્ચ દ્વારા પુરૂષ ઓક્સિટોસિન પર કેવી રીતે રીએક્ટ કરે છે તેમાં જાણવા મળ્યું કે ઓક્સિટોસિનની અસર હેઠળ મગજના બે ભાગ રીવોર્ડ અને પ્લેઝર જાગ્યા જ્યારે તેમણે તેમના પાર્ટનરના ચેહરાને જોયા ત્યારે. પણ બીજી સ્ત્રીઓને જોવા પર તેમાં ઓપોઝિટ ઈફેક્ટ આવે. જેમાં પ્લેઝરને દબાવવામાં આવ્યું. જ્યારે આપણે પ્રેમ ભરી રીલેશનશિપમાં હોઈએ ત્યારે ઓક્સિટોસિન વધે છે. સ્પર્શથી તે વધુ ફાસ્ટ વધે છે.

પ્રેરણા ભર્યા શબ્દો દ્વારા

જ્યારે આપણે આપણા વખાણ સાંભળીએ છીએ ત્યારે આપણે સારું ફીલ કરીએ છીએ. આપણે પ્રેમ અને માન અનુભવીએ છીએ. ઓક્સિટોસિન આ લેવલ પર પણ કામ કરે છે. આપણું ફીલ ગુડ હોર્મોન વધે છે જ્યારે કોઈ આપણી કેર કરે. જ્યારે આપણે કોઈની કેર કરીએ કે પછી કોઈના વખાણ કરીએ ત્યારે પણ આપણું ઓક્સિટોસિનનું લેવલ વધે છે.

સાંભળવું

બધાને સમ્માન જોઈએ છીએ. આપણને બધાને જાણવું છે કે આપણને લોકો કેટલું સાંભળે છે અને સ્વીકારે છે. સાંભળવુંએ ઓક્સિટોસિન વધારવાનો એક ખુબ સારું માધ્યમ છે. જ્યારે તમે કોઈ બીજામાં હોવ ત્યારે તમને કનેક્શન ફીલ થાય છે. ધ્યાનથી સાંભળો. તમારો ફોન નીચે રાખો. લેપટોપ બંધ કરી દો. માત્ર એક બીજામાં ધ્યાન રાખો. તમને એવું લાગશે જાણે તમે કંઈક મેળવી લીધું હોય. જ્યારે આપણે સંગીત સાંભળીએ છીએ ત્યારે પણ થોડી માત્રમાં આ હોર્મોન છુટે છે.

હસો

બાળકો કઈ રીતે રમે છે તેના પર ક્યારેય ધ્યાન આપ્યું છે? તેઓ ખુબ હસે છે. તેઓ જ્યારે પણ હસે છે ત્યારે ઓક્સિટોસિન છોડે છે. સ્મિત ફેલાય તેવું હોય છે. જ્યારે કોઈ તમારી સામે હસે ત્યારે તમે આપોઆપ હસીને તેને ગ્રીટ કરો છો. હસીથી ઘણા સાઈકોલોજીકલ ચેઈન્જીસ આવે છે. મોટા ભાગે તે અજાણ્યામાં થાય છે. ખુશ લોકો ખુશ મોમેન્ટ્સ માટે જીવે છે. માટે તેમનું ઓક્સિટોસિન લેવલ સતત વધે છે.

ધ્યાન અને પૂજા કરો

જ્યારે તમારૂં મગજ અશાંત હોય ત્યારે તમારા હોર્મોન્સનું બેલેન્સ બરાબર હોય છે. જ્યારે આપણે ઝઘવાના મુડમાં ન હોઈએ ત્યારે આપણું ઓક્સિટોસિન લેવલ વધે છે. ધ્યાન અને પૂજા મગજમાંથી સ્ટ્રેસ દૂર કરે છે. તે બ્લડ પ્રેશર લો કરીને શરીરને બેલેન્સ્ડ રાખે છે. શરીર, મગજ અને સ્પીરીટ કનેક્ટ થાય છે. માટે તેના માટે દિવસમાં થોડો સમય ફાળવો. તમે ગમે તે જગ્યાએ 5 મીનીટ માટે પણ ધ્યાન કે પૂજા કરી શકો.

કસરત કરો

કરસરત કરવાથી એન્ડોર્ફિન અને ઓક્સિટોસિન રીલીઝ થાય છે. ઓક્સીજન મગજ અને બીજા શરીરના ભાગો સુધી જાય છે. કસરત ખાલી તમારા શરીરને ફિટ રાખવા માટે નથી. બ્રેઈન સુધી જતી હોર્મોન્સના લેવલમાં પણ વધારો થાય છે. તમારે જીમ જવાની જરૂર નથી. પણ તમારી ઘરની આસપાસ ચાલવા કે પછી  ઘરમાં જ યોગા કરવાથી પણ ફાયદો થાય છે.

રડવાથી

રીસર્ચ મુજબ તમારી ફિલીન્ગને દબાવવાથી પણ ઓક્સિટોસિન લેવલ ઘટે છે. ફિલીન્ગને કંટ્રોલ કરવાથી તમારા મગજમાં સ્ટ્રેસ પેદા થાય છે અને શરીરમાં બીજા ફીઝીકલ પ્રોબલેમ્સ પણ આવે છે. આંસું છોડવાથી શરીર અને મગજ હલ્કું પડી જાય છે અને ગુસ્સો અને ફ્રસ્ટ્રેશન દૂર થાય છે.

આપવું

આપણે કંઈક આપીએ ત્યારે આપણે સારું ફીલ કરીએ છીએ. માટે ગીફ્ટ આપો, તમારો સમય આપો,કોઈનો આભાર માનો કે પછી ચેરીટી કરો. તમારી જાતને લોકો માટે આપો અને જોવો તમને કેવું ફીલ થાય છે. ઓક્સિટોસિન બીજા સાથે હળવા મળવાની ફિલીન્ગ આપે છે. આપવું એ હ્યુમન બોન્ડીંગની એક રીત છે. બીજાની મદદ કરવા એ ઓક્સિટોસિન વધારવાનો એક નેચરલ રસ્તો છે.

ક્રીએટિવ બનો

ક્રીએટિવીટી મગજને સ્ટ્રેસ માંથી મુક્ત કરે છે. જયારે તમે કંઈક ક્રીએટિવ રહો છો ત્યારે તમે ડરતા નથી. જ્યારે તમે પેઈન્ટ કરો, લખો, ગાઓ, ઈન્સ્ટ્રુમેન્ટ વગાડો કે એવું કંઈ પણ કરો ત્યારે તમે તમારા હોર્મોનને સારી ફિલીન્ગ બાજુ લઈ જાવ છો. એન્ડોરફિન રીલીઝ થાય છે અને ઓક્સિટોસિન ચાર્જ થાય છે. તમારી ટેલેન્ટ માટે સમય કાઢવો એટલે તમારી ખુશી માટે સમય કાઢવો.

પાળતુ પ્રાણી લાવો

જાનવરો આપણને એક રીતે રીલેક્સ કરે છે. તમે ઘરમાં આવો કે તરત તમારું ડોગ કે કેટ તમને વેલ્કમ કરવા દોડીને આવશે. બીજાને અડવાથી ઓક્સિટોસિન જે કામ કરે છે તે જ તમારા પાળતુ પ્રાણીને વ્હાલ કરવાથી કરશે. રીસર્ચ મુજબ તમારા પેટને ટચ કરવાથી તમારું બ્લડ પ્રેશર ઓછું થાય છે અને ઓક્સિટોસિન લેવલ વધે છે.

તમે પણ જાણી લો, સુખી લગ્નજીવનની 5 ચાવીઓ
સુખી લગ્ન જીવનની ચાવી યોગ્ય પાર્ટનર શોધવામાં છે. જો તમને પોતાના પાર્ટનર સાથે રહેવું ગમતું હોય તો એ તમારા માટે પરફેક્ટ છે.

રીસર્ચ સાઈકોલોજીસ્ટ અને રીલેશનશિપ એક્સપર્ટ જોન ગોટમેન તેની બુક વોટ મેક્સ લવ લાસ્ટમાં કહે છે કે, વિશ્વાસ અને કમિટમેન્ટ એ સુખી લગ્ન જીવન માટે સૌથી અગત્યના છે.

કોઈપણ પરીણિત તમને કહેશે કે લગ્ન જીવન સુખી રાખવું ખુબ અઘરું છે. માત્ર લાંબા સમય સુધી ડેટ કરવા કરતા આમાં ઘણું વધુ કમિટમેન્ટ આપવું પડે છે. જ્યારે તમે હંમેશાં માટે કોઈને પોતાના જીવનમાં લાવો છો તો તેની સાથે થોડી તુતુ-મેમે પણ થશે જ. લગ્ન જીવન અઘરું હોય તેનો મતલબ એ નથી કે લગ્ન ન કરવા જોઈએ. લગ્ન એ તમારી લાઈફનો સૌથી સુંદર ટાઈમ હોઈ શકે જેમાં ઘણી મીઠી યાદો ભેગી કરી શકાય છે.

લગ્ન એકબીજાને સપોર્ટ આપે છે જે કદાચ એકલા અલગ રહીને નથી મળતો. જોકે બધા મેરેજ સક્સેસફુલ નથી હોતા. લગ્ન ટકાવવા માટે બંનેએ પૂરતી મહેનત કરવી પડે છે. રીલેશનશિપ એક્સપર્ટ કહે છે કે, લગ્ન જીવન ટકાવી રાખવા શું કરવું જોઈએ.

એકબીજાને સ્પેસ આપો

તમારા પાર્ટનર માટે કોઈ સૌથી સારી ગિફ્ટ હોય તો તમને મિસ કરવાનો ચાન્સ છે. હનીમુન પીરિયડ પછી તમને તમારા પાર્ટનર સાથે 24 કલાક સાથે જ રહેવું નથી ગમતું. હંમેશાં એકબીજાની આસપાસ રહેવાથી ગુસ્સો આવે છે અને રીલેશનશિપ બોજારૂપ લાગવા માંડે છે.

બંને પાર્ટનરને પોતાના માટે સમય મળવો જરૂરી છે. માટે તમારા પાર્ટનરને તમને મિસ કરવાનો ચાન્સ આપો. લગ્નજીવન બે જીંદગીને સાથે લાવે છે, બે જીંદગીને એક નથી બનાવતી, તમારા બંનેના કોમન શોખ અને મિત્રો સિવાય તમારા પોતાના પણ શોખ અને મિત્રો હોવા જોઈએ.

સાંભળવામાં સહેલું લાગે છે પણ જ્યારે આપણે સાથી રહીએ ત્યારે ઘણીવાર ન કહેવાની વાતો પણ કહી દઈએ છીએ. માટે એકબીજા સામે દયા અને પ્રેમભાવ રાખવો જરૂરી છે. માટે તમે તમારા પાર્ટનર સાથે સહમત ન પણ હોવ છતાં તેનું વિચારીને પછી કંઈ શાંત મગજે બોલો.

કોમ્પ્રોમાઈઝ

દલીલ કરવી અને એકબીજા સાથે સહમત ન હોવા છતાં જતું કરીને ફરી એકસાથે થવાથી તમારું રીલેશન 10 ગણું વધુ મજબૂત બને છે. પ્રેમ માત્ર કનેક્શનની વાત નથી, પણ સારી રીલેશનશિપ સ્કીલ હોવાની પણ છે અને સૌથી મોટી સ્કીલ એ છે કે તમે એકબીજા સાથે ખુલ્લા મને વાતચીત કરી શકો. નાની-નાની વાતોમાં તમારા પાર્ટનર સાથે નેગોશિયેટ કરશો તો એકબીજાનો ટ્રસ્ટ મેળવશો અને પછી જ્યારે કોઈ મોટી તકલીફ આવે ત્યારે ખુલ્લા મન સાથે એકબીજા સાથે ચર્ચા કરી શકશો.

સાંભળતા શીખો

તમારા પાર્ટનરના મનમાં શું છે તે કહેવાનો મોકો આપો. જો આર્ગ્યુમેન્ટ ક્યાંય ન જઈ રહી હોય તોય બંનેને પોતાની વાત કહેવાનો મોકો મળવો જોઈએ. તમારા પાર્ટનર માટે સ્ટ્રેસફુલ હોઈ એવી વાતો પર ફોકસ કરો, તેમને સાંભળો, તેમની મદદ કરો અને તેમને સપોર્ટ કરો. ઘણીવાર લોકોને પ્રોબ્લેમનું સોલ્યુશન નહીં પણ કોઈ સાંભળવા વાળું જ જોઈએ છીએ.

કોઈ બોલતું હોય તેમાં પોતાની વાત વચ્ચે નાંખવા બધા તાત્પર હોય છે, પણ તેવું કરવાથી તમે સામેવાળાને સાંભળી નથી શકતા. એકબીજાની વાત કાપીને પોતાનું જસ્ટીફિકેશન આપવું ન જોઈએ. પૂરી વાત સાંભળવાથી જ સાચુ કમ્યુનિકેશન થાય છે.

એકબીજા પ્રત્યે લાગણી રાખો

તમારા પાર્ટનર તમને કંઈ કહેતા હોય તે ન સમજાય તો શાંતિથી પુછો કે મને સમજવામાં મદદ કરશો? કોઈકવાર જરૂર પડે તો માફી પણ માગી લેવી. લાગણીનો મતલબ માફી માગવી, માફ કરવું અને આર્ગ્યુમેન્ટમાંથી સમાધાન શોધવું છે.

સાથે મજા કરો

તમારે એકબીજા સાથે જીંદગીની મજા લેવી હતી માટે જ તમે લગ્ન કર્યા છે તે ન ભુલશો. એકબીજા સાથે મજા કરવાથી રીલેશનશિપ સ્ટ્રોંગ બનશે. સીરિયસ થવાનો પણ ટાઈમ આવે છે અને મજા કરવાનો પણ ટાઈમ આવે છે અને એક મજબૂત લગ્નમાં બંનેનું બેલેન્સ જળવાય છે. ફિઝીકલી ઈન્ટીમેટ રહેવું પણ એક અહમ ભાગ છે. રોમેન્ટિક લાઈફ માટે થોડો સમય ફાળવો. એક હોલીડે કે ડિનર બુક કરો. જે પણ કરો એકબીજા સાથે પહેલા જેવી પળો ફરી જીવવાના પ્રયત્ન કરો.

લગ્નની નાવ હંમેશાં સીધી નથી ચાલતી પણ તમે તેને તરતી રાખી શકો છો. એકબીજા સાથે ખુલ્લા મનથી વાત કરવી અને એકબીજાને સમજવાથી તમે ગમે તે તોફાનમાંથી પાર થઈ શકશો.