Dr. Risshi D. Bhatt - Khabarchhe

જો તમને સારી ઊંઘ આવતી ન હોય તો દાંત પણ ચેક કરાવી લેજો!!
આ હેડલાઇન વાંચીને કદાચ તમને એમ થશે કે ઊંઘ અને દાંતને વળી શું સંબંધ. પરંતુ બન્ને વચ્ચે સીધો સંબંધ છે. ઘણા લોકોના દાંત ઘસાયેલા હોય છે અને તૂટી ગયા હોય છે. તેમને ખબર નથી પડતી કે તેવું શા કારણે બને છે. કારણ કે તેઓ દાંતની ખૂબ કાળજી લેતા હોય છે. રેગ્યુલર બ્રશ કરતા હોય છે છતાં દાંત કેમ ઘસાઇ કે તૂટી જાય છે. તો તેની પાછળનું કારણ છે ઊંઘ. જે લોકોને ઊંઘ સારી નથી આવતી તેમના દાંત ઘસાઇ જવાની પૂરેપૂરી શક્યતા છે.
કારણ કે ઘણી વખત ઊંઘની સમસ્યાનું મૂળ કારણ હોઈ શકે છે.

તો ચાલો આપણે સમજીએ કે શું સમસ્યા હોય છે. મેડિકલ સાયન્સમાં એક શબ્દ છે બ્રક્સિઝ્મ (Bruxism). આ સમસ્યા એટલે ઊંઘ દરમિયાન દાંત પીસવાની આદત. હવે સવાલ એ થાય છે કે કોઇ વ્યક્તિ ઊંઘ દરમિયાન દાંત કેમ પીસે છે. તો તેનો જવાબ છે કે

જ્યારે રાત્રે આપણે સૂઈએ છીએ ત્યારે આપણી ચેતનામાં ફેરફાર થાય છે. આપણે ચેતનાની એક એવી અવસ્થામાં હોઇએ છીએ જ્યારે આપણી ઇન્દ્રિયો શાંત હોય છે  પણ શરીર અને મગજ સતત કામ કરી રહ્યા હોય છે. તે દરમિયાન ઘણીવાર મગજ સામાન્ય કરતા થોડું વધારે સક્રિય બની જાય છે. જેને  માઇક્રો અરાઉસલ (micro-arousals) કહેવામાં આવે છે.  જ્યારે થોડા સમય માટે મગજ અચાનક જાગે—તો જડબાની પેશીઓ સક્રિય થઈ જાય છે. આ સ્થિતિને સ્લીપ બ્રકિસઝ્મ (Sleep bruxism)કહેવામાં આવે છે. આના પરિણામે દાંત કચકચાવા લાગે, જડબામાં તાણ આવે અને ઊંઘ તૂટતી રહે છે.

તમે જ્યારે ઊંઘથી ઉઠો ત્યારે  સવારે જડબામાં દુખાવો, દાંત સંવેદનશીલ લાગે, માથાનો દુખાવો રહે, ઊંઘ પૂરી થઈ હોવા છતાં થાક લાગે.  આ માત્ર ઊંઘની સમસ્યા નથી—એ દાંત અને જડબાની સમસ્યાના સંકેત છે.

ઘણાં કેસમાં ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા (Obstructive Sleep Apnea)પણ જવાબદાર હોય છે. આ સમસ્યામાં શરીરમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન જઇ શકતું નથી ત્યારે ઊંઘમાં શ્વાસ થોડા સમય માટે અટકે છે. શરીર તરત જ પ્રતિક્રિયા આપે છે—જડબાને હલાવીને હવા જવાના માર્ગને ખોલવાનો પ્રયત્ન કરે છે. આ પ્રક્રિયા વખતે દાંતના પીસાવાની સમસ્યા વધે છે અને ઊંઘ વધુ ખરાબ બને છે.

આવું થવા પાછળ ઘણા કારણો હોઇ શકે છે પરંતુ સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે માનસિક તણાવ પણ કારણ હોઇ શકે છે.  ચિંતા, ગુસ્સો, દબાયેલી લાગણીઓ, આ બધું સીધું જ જડબા પર અસર કરે છે. જ્યારે મન શાંત નથી, ત્યારે શરીર રાત્રે તેની અસર બતાવે છે.

જો તમને સારી ઊંઘ નથી આવતી, તો માત્ર સ્લિપિંગ પીલ્સ તરફ ન દોડો. ડેન્ટિસ્ટ પાસે જઈને દાંત અને જડબાની તપાસ પણ કરાવી લો. કારણ કે
જો બ્રકિસ્ઝમ સમયસર પકડાઈ જાય તો દાંત બચી શકે અને ઊંઘ પણ સારી આવી શકે.

તો આ સમસ્યાનો ઉકેલ કઇ રીતે આવે? ચોક્કસ ઉકેલ તો જે ડેન્ટલ એક્સપર્ટે ઊંઘ અંગે પણ અભ્યાસ કર્યો હોય તે જ બતાવી શકે. જોકે, કેટલાક એવા સાધનો છે જે ઉપયોગી હોય છે. આ સાધનોમાં સ્લીપ એપ્લાયન્સેસ કે ડેન્ટલ ગાર્ડ શામેલ છે. તેનાથી દાંત બચવાની સાથે ઊંઘમાં સુધારો પણ આવતો હોય છે.

ક્યારેક શરીર નાના સંકેતો આપે છે—પ્રશ્ન એ છે કે આપણે તેને સમજીએ છીએ કે નહીં. જો સારી ઊંઘ નથી આવતી… તો દાંત ચેક કરાવવાનું ભૂલશો નહીં.

NRI તો ખરા જ, વિદેશીઓ પણ ડેન્ટલ ટ્રીટમેન્ટ માટે ભારત આવે છે - જાણો કેટલું સસ્તું પડે
દુનિયામાં ડેન્ટલ ટ્રીટમેન્ટ જેમ જેમ મોંઘી થતી જાય છે તેમ-તેમ ભારત માટે ડેન્ટલ ટૂરિઝમની મોટી તક ઊભી થઈ રહી છે. હવે માત્ર NRI જ નહીં પરંતુ અમેરિકા, યુરોપ, મધ્યપૂર્વ અને આફ્રિકાના હજારો વિદેશી દર્દીઓ દાંતની સારવાર માટે ભારત આવે છે.

તાજેતરના માર્કેટ અભ્યાસ મુજબ ભારતમાં ડેન્ટલ ટૂરિઝમ ઉદ્યોગ આગામી દાયકામાં ખૂબ ઝડપથી વધવાનો છે. વર્ષ 2024માં ભારતનું ડેન્ટલ ટૂરિઝમ માર્કેટ લગભગ 1.33 અબજ ડોલર (અંદાજે ₹11,000 કરોડ)નું હતું. આગાહી મુજબ 2033 સુધી આ બજાર લગભગ 7.16 અબજ ડોલર (અંદાજે ₹59,000 કરોડ) સુધી પહોંચી શકે છે. નિષ્ણાતોના અંદાજ પ્રમાણે 2025 થી 2033 દરમિયાન લગભગ 20.7% વાર્ષિક વૃદ્ધિ દર નોંધાઈ શકે છે.

ભારતમાં આધુનિક ડેન્ટલ ક્લિનિક્સ, ડિજિટલ સ્કેનિંગ ટેકનોલોજી, આંતરરાષ્ટ્રીય ગુણવત્તાના ઈમ્પ્લાન્ટ સિસ્ટમ અને અનુભવી ડેન્ટિસ્ટ ઉપલબ્ધ હોવાથી વિદેશી દર્દીઓ અહીં સારવાર માટે વિશ્વાસપૂર્વક આવે છે. ઓછા ખર્ચે આધુનિક સારવાર, કુશળ ડોક્ટરો અને ઝડપી સેવા મળવાના કારણે ભારત ડેન્ટલ ટૂરિઝમ માટે આકર્ષક કેન્દ્ર બની રહ્યું છે.

સારવારના ખર્ચમાં કેટલો ફરક પડે?

ડેન્ટલ ઈમ્પ્લાન્ટ

ડેન્ટલ ઈમ્પ્લાન્ટ સૌથી લોકપ્રિય સારવારમાંની એક છે. અમેરિકા અથવા યુરોપમાં એક ઈમ્પ્લાન્ટ માટે સામાન્ય રીતે ₹2.5 લાખથી ₹5 લાખ સુધી ખર્ચ થાય છે. તેની સરખામણીએ ભારતમાં આ જ સારવાર ₹30,000 થી ₹55,000માં થઈ શકે છે. એટલે કે એક ઈમ્પ્લાન્ટમાં જ દર્દીઓને લાખો રૂપિયાની બચત થઈ શકે છે.

રૂટ કેનલ સારવાર

અમેરિકા અથવા યુકેમાં રૂટ કેનલ માટે સામાન્ય રીતે ₹80,000 થી ₹1.2 લાખ સુધી ખર્ચ થાય છે. ભારતમાં એ જ સારવાર ₹8,000 થી ₹12,000માં થઈ શકે છે.

ડેન્ટલ ક્રાઉન

પશ્ચિમ દેશોમાં પોર્સેલિન અથવા સિરામિક ક્રાઉન માટે લગભગ ₹1 લાખથી ₹1.5 લાખ સુધી ખર્ચ થાય છે. ભારતમાં આ સારવાર સામાન્ય રીતે ₹10,000 થી ₹25,000માં થઈ શકે છે.

સ્માઈલ મેકઓવર

અમેરિકામાં સ્માઈલ મેકઓવર માટે સામાન્ય રીતે ₹8 લાખથી ₹20 લાખ સુધી ખર્ચ થાય છે. ભારતમાં આ સારવાર લગભગ ₹1.2 લાખ થી ₹3.5 લાખમાં થઈ શકે છે.

દાંત સફેદ કરવાની સારવાર

પશ્ચિમ દેશોમાં દાંત સફેદ કરવાની સારવાર માટે ₹50,000 થી ₹80,000 સુધી ખર્ચ થાય છે, જ્યારે ભારતમાં તે ₹8,000 થી ₹12,000માં થઈ શકે છે.

TMJ અને TMD સારવાર માટે પણ ભારત બની રહ્યું છે કેન્દ્ર

દાંતની સામાન્ય સારવાર ઉપરાંત ભારત હવે TMJ (Temporomandibular Joint) અને TMD એટલે કે જડબાના સાંધા સંબંધિત સમસ્યાઓના સારવાર માટે પણ વૈશ્વિક કેન્દ્ર બની રહ્યું છે. આ સમસ્યાઓમાં જડબામાં દુખાવો, મોઢું ખોલવામાં મુશ્કેલી, માથાનો દુખાવો અને ચાવતી વખતે તકલીફ જેવી સમસ્યાઓ થાય છે.નિષ્ણાતોના અનુસાર અમેરિકા, યુકે અથવા ઓસ્ટ્રેલિયાની સરખામણીએ ભારતમાં TMJ સારવારનો ખર્ચ 60 થી 80 ટકા સુધી ઓછો છે..

ઉદાહરણ તરીકે:

-Splint Therapy : લગભગ ₹5,000 થી ₹25,000

-Arthrocentesis (Joint wash) : લગભગ ₹30,000 થી ₹60,000

-TMJ Arthroscopy : લગભગ ₹80,000 થી ₹1.5 લાખ

-Open Joint Surgery : લગભગ ₹1.5 લાખ થી ₹3.5 લાખ

-Total Joint Replacement : લગભગ ₹4 લાખ થી ₹8 લાખ

ભારતમાં ઘણી ક્લિનિક્સમાં CBCT 3D સ્કેન, T-Scan ડિજિટલ બાઈટ એનાલિસિસ અને EMG ટેકનોલોજી જેવી આધુનિક તપાસ પદ્ધતિઓ ઉપલબ્ધ હોવાથી દર્દીઓને ચોક્કસ નિદાન અને યોગ્ય સારવાર મળે છે.

વિદેશી દર્દીઓ ભારત કેમ પસંદ કરે છે?

ભારતમાં સારવાર સસ્તી હોવાનો અર્થ ગુણવત્તા ઓછી હોવો નથી. દેશમાં ઘણા ડેન્ટિસ્ટ આંતરરાષ્ટ્રીય તાલીમ પ્રાપ્ત કરેલા છે અને ઘણી ક્લિનિક્સમાં આધુનિક સાધનો ઉપલબ્ધ છે.પશ્ચિમ દેશોમાં ઘણીવાર સારવાર માટે મહિનાઓ સુધી વેઇટિંગ લિસ્ટ હોય છે, જ્યારે ભારતમાં ઘણીવાર થોડા દિવસોમાં તપાસ અને સારવાર બંને થઈ જાય છે. આ કારણોસર ઘણા દર્દીઓ પ્રવાસ સાથે સારવાર પણ કરાવી લે છે.

ડેન્ટલ ટૂરિઝમના મુખ્ય શહેરો

ભારતમાં દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, હૈદરાબાદ અને ચેન્નાઈ જેવા શહેરો ડેન્ટલ ટૂરિઝમ માટે મહત્વના કેન્દ્ર બની ગયા છે. ગુજરાતમાં પણ અમદાવાદ અને સૂરત જેવા શહેરો આ ક્ષેત્રમાં ઝડપથી આગળ વધી રહ્યા છે. અહીં આધુનિક ડેન્ટલ ક્લિનિક્સ અને આંતરરાષ્ટ્રીય સ્તરની સારવાર ઉપલબ્ધ હોવાથી વિદેશી દર્દીઓ મોટી સંખ્યામાં આવે છે.

પાણીપૂરી ખાતા યુપીની મહિલાનું જડબું ખસી ગયું! આવું કેમ થયું?
ન્યૂઝ મીડિયાના રિપોર્ટ મુજબ, ઉત્તર પ્રદેશની એક મહિલાએ મોટી પાણીપૂરી ખાવાની કોશિશમાં મોઢું વધારે ખોલી દીધું. આ રીતે અચાનક વધુ મોઢું ખોલવાથી ટેમ્પોરોમેન્ડિબ્યુલર જ્વોઇન્ટ (TMJ)માંથી મેન્ડિબ્યુલર કંડાઇલ તેની સામાન્ય જગ્યાથી ખસી શકે છે — જેને જડબું ખસી જવું કહેવામાં આવે છે. મેક્સિલોફેશિયલ પ્રેક્ટિસમાં આ એક જૂજ બનતી ઇમરજન્સી છે, ખાસ કરીને જ્યારે મોઢું તેની સ્વાભાવિક મર્યાદા કરતાં વધુ ખોલવામાં આવે છે ત્યારે તે થાય છે.

શક્ય કારણો

વધારે મોઢું ખોલવું

મોટી પાણીપૂરી બળજબરીથી ખાવાની કોશિશમાં જડબું આગળ-નીચે ખસી શકે છે

TMJ લિગામેન્ટનો નબળો સપોર્ટ

કેટલાક લોકોનાં જોઇન્ટ સ્વાભાવિક રીતે નબળા હોય છે, જેથી જોખમ વધી જાય છે

અચાનક કે જોરદાર દબાણ

અચાનક બગાસું, હાસ્ય, કરડવું અથવા ખાવાથી જોઇન્ટને ઝટકો આપી શકે છે

અગાઉની TMJ સમસ્યાઓ

જોઇન્ટમાં ક્લિકિંગ, પોપિંગ અથવા કઠોરતા જેવા લક્ષણો હોય તો જોખમ વધુ રહે છે

મસલ્સનો સ્પાઝમ

ખસ્યા બાદ મસલ્સ જકડાઇ જાય છે અને મોઢું ખુલ્લું જ રહી જાય છે

જડબું ખસી જવાના લક્ષણો

મોઢું બંધ ન થઇ શકવું

કાનની નજીક ભારે દુખાવો

બોલવામાં-ગળવામાં મુશ્કેલી

લાળ ટપકવી

જડબું આગળ ખસી જવું

ચાવવા-કરડવામાં અસમર્થતા

તાત્કાલિક સારવાર

તરત જ ડેન્ટલ/મેક્સિલોફેશિયલ ઇમરજન્સીમાં જવું

નિષ્ણાત સર્જન મેન્યુઅલ રીડક્શનથી જડબું પાછું સેટ કરે છે

ઘરે જોર આપી જડબું બેસાડવાની કોશિશ ન કરવી

પછીની કાળજી

જડબા અને TMJ વિસ્તારમાં સપોર્ટ બૅન્ડ લગાવવું

1–2 અઠવાડિયા સુધી નરમ આહાર

મોઢું વધારે ન ખોલવું

બગાસું ખાતી વખતે જડબાને સહારો આપવો

ગરમ શેકથી મસલ્સને રાહત

ડોક્ટરે આપેલી દવાઓ નિયમિત લેવી

બચાવ

મોટા કોળિયા લેવાથી બચવું (મોટી પાણીપૂરી, બર્ગર, રોલ વગેરે)

ખોરાક નાના ટુકડા કરીને ખાવું

અચાનક મોટું મોઢું ન ખોલવું

કઠોર ખોરાક ટાળવો

TMJ ઢીલું હોય તો ફિઝિઓથેરાપી અથવા સ્ટેબિલાઇઝેશન ડિવાઇસ વાપરવું

પડી ગયેલો માત્ર એક દાંત પણ તમને મોટા ખર્ચામાં ઉતારી શકે છે
સુરતમાં પ્રેક્ટિસ કરતા એક ડેન્ટલ સર્જન તરીકે હું ઘણી વાર એવા દર્દીઓને મળું છું જે પડી ગયેલા એક દાંતને નાની વાત માને છે. તેઓ કહેતા હોય છે “દુખતો નથી, પછી કરાવીશ.” પરંતુ મોઢામાં એક ખાલી જગ્યા — દેખીતી રીતે નિર્દોષ લાગે પરંતુ સમય સાથે અનેક ગંભીર સમસ્યાઓ ઉભી કરી શકે છે.

દાંત પડી ગયા પછી શું થાય છે?

1. હાડકું ઘટવું (Resorption)

દાંત ન હોય ત્યારે ચાવવાની દબાણશક્તિ અને રૂટનું સ્ટીમ્યુલેશન મળતું નથી. પરિણામે એ ભાગનું જડબાનું હાડકું થોડાં મહિનામાં જ ઘટવા લાગે છે.

આના પરિણામો:

- ચહેરો તે ભાગે અંદર ધસાયેલો અથવા સુકાયેલો લાગી શકે — જે વૃદ્ધ હોવાનો દેખાવ આપે છે.

- હાડકું પાતળું અને નીચું થઈ જવાથી ભવિષ્યમાં ઈમ્પ્લાન્ટ અથવા પ્રોસ્ટેસિસ વધુ મુશ્કેલ અથવા મોંઘી પડી શકે.

- આજુબાજુના દાંતનું સપોર્ટ ઘટે છે અને હાડકાની રચના પણ બગડે છે.

2. બાજુના દાંત અને ચાવવા પર અસર

દાંત એકલા નથી રહેતા. એક દાંત પડી જાય તો આસપાસના અને સામેના દાંત ખાલી જગ્યા તરફ ખસવા લાગે છે.

-બાજુના દાંત ઝૂકવા અથવા ખાલી જગ્યા તરફ સરકવા લાગે છે.

- સામેનો દાંત (અપર/લોવર) ઊંચો-નીચો થઈ જાય છે કારણ કે તેનો સપોર્ટિંગ પાર્ટનર નથી.

3. TMJ ડિસઓર્ડર (જોડાણ સંબંધી સમસ્યા)

-અસમતોલ દબાણ: બાઈટ ગડબડ થતા જડબા પર તાણ વધે છે અને TMJ પર બોજ પડે છે.

-મસલ ટેન્શન અને પીડા: જડબાના માંસપેશીમાં સોજો, માથાનો દુખાવો, ક્લિકિંગ-પોપિંગ જેવા લક્ષણો.

-જોઇન્ટની જગ્યા ઘટવી: દાંત ગુમાવવાથી TMJ joint space ઘટી શકે છે અને જોઇન્ટની સ્થિતિ બદલાઈ શકે છે.

4. પેરીયોડોન્ટલ (પેઢા) રોગોનો ખતરો

દાંત ખસવાથી સફાઈ મુશ્કેલ બને છે, પ્લેક વધે છે અને પેઢાનો રોગ (પાયોરિયા) ઝડપથી વધી શકે છે.

ઊપરાંત, મોઢું સાફ નહીં થવાથી હ્રદયરોગ અને સ્ટ્રોક સાથે સંબંધ સ્થાપિત થયો છે.

5. પોષણ અને ચાવવાની ક્ષમતા પર અસર

સમય સાથે તમે એ તરફ ચાવવાનું ટાળી દેતા હો, જેનાથી કઠણ શાકભાજી, નટ્સ વગેરે ટાળી દેવામાં આવે છે અને મહત્વના પોષકતત્ત્વોથી વંચિત રહી શકો છો. ચાવવાની ક્ષમતા ઘટે છે અને અન્ય દાંત અને માંસપેશીઓ પર દબાણ વધે છે.

ઉપચાર શું કરી શકાય?

-ડેન્ટલ ઈમ્પ્લાન્ટ શ્રેષ્ઠ વિકલ્પોમાંનો એક છે — તે દાંતના ક્રાઉન અને રૂટ બન્ને બદલે છે, હાડકાંને સપોર્ટ આપે છે અને ચાવવું સહેલું બનાવે છે.

મારા ક્લિનિકલ અનુભવથી હું સલાહ આપું છું કે

- જો સમયસર ઉપચાર ન કરાવો તો થોડાં મહિનામાં જ હાડકું ઘટે છે. વિલંબ કરશો તો બોન graft, sinus lift અથવા orthodonticsની જરૂર પડી શકે છે. એક દાંત ગુમાવ્યા પછી અવગણશો નહીં. ભલે દુખાવો ન હોય, પરંતુ અંદરથી નુકસાન થઈ રહ્યું હોય છે.

દાંત સાફ નહીં રાખો તો મગજ બગડી શકે છે
સ્વસ્થ મોઢું ફક્ત તમારી સ્માઇલ જ નહીં, પણ તમારા મગજને પણ સુરક્ષિત રાખી શકે છે. ન્યુરોલોજી  મેગેઝિનમાં તાજેતરમાં પ્રકાશિત થયેલા બે નવા અભ્યાસો બતાવે છે કે પેઢાની બીમારી અને દાંતમાં જીવાણુઓ (કૅવિટીઝ) સ્ટ્રોક અને મગજની બીમારીઓનું જોખમ વધારી શકે છે.

પેઢાની બીમારી અને મગજ વચ્ચેનો સંબંધ

આ અભ્યાસો લાંબા સમયથી ચાલતા ઍથેરોસ્ક્લેરોસિસ રિસ્ક ઇન કોમ્યુનિટીઝ (ARIC) પ્રોજેક્ટના ભાગરૂપે કરવામાં આવ્યા હતા, જેમાં હજારો લોકોના આરોગ્યનો દાયકાઓ સુધી નજર રાખવામાં આવી હતી.

પ્રથમ અભ્યાસમાં 1,143 વયસ્કોમાં દાંતની સ્થિતિ અને તેમના મગજના MRI સ્કૅનનું વિશ્લેષણ કરવામાં આવ્યું. પરિણામે જાણવા મળ્યું કે પેઢાની બીમારી ધરાવતા લોકોમાં મગજની નસોમાં વધુ નુકસાન જોવા મળ્યું, જેને વ્હાઇટ મેટર હાયપરઇન્ટેન્સિટી (WMH) કહેવાય છે. આ પ્રકારનું નુકસાન સામાન્ય રીતે સ્મૃતિમાં ઘટાડો, સ્ટ્રોક અને નાની નસોની બીમારી સાથે જોડાયેલું હોય છે.

અભ્યાસ મુજબ, પેઢાની બીમારી ધરાવતા લોકોને સ્વસ્થ દાંત ધરાવતા લોકોની તુલનામાં 56% વધારે જોખમ હતું. વૈજ્ઞાનિકો માને છે કે પેઢામાં થતી સૂજન (ઇન્ફ્લેમેશન) શરીરમાં ફેલાય છે અને મગજની નાજુક નસોને નુકસાન પહોંચાડે છે.

પાયરિયા એટલે પેઢામાં થતું ઈન્ફેક્શન.મોઢાંની યોગ્ય સફાઇ ન કરવી એ તેનું મુખ્ય કારણ છે, જેના કારણે દાંત પર પ્લેક અને ટાર્ટર જમા થાય છે. ધુમ્રપાન કે તમાકુનો ઉપયોગ રોગપ્રતિકારક શક્તિ કમજોર કરે છે. કેટલાક લોકોમાં જિનેટિક કારણોસર આ રોગની શક્યતા વધારે હોય છે, જ્યારે હોર્મોનલ બદલાવ, લાંબા ગાળાના રોગો અને યોગ્ય પોષણનો અભાવ પણ જોખમ વધારે છે. સ્ટ્રોકનું જોખમ પણ વધી શકે

બીજા અભ્યાસમાં 5,900 કરતાં વધુ લોકોને ત્રણ જૂથોમાં વહેંચવામાં આવ્યા — સ્વસ્થ મોઢું, ફક્ત પેઢાની બીમારી, અને પેઢાની બીમારી સાથે દાંતમાં જીવાણુઓ.

21 વર્ષના અભ્યાસ પછી પરિણામ આ મુજબ હતા:

-સ્વસ્થ મોઢાવાળાઓમાં 4.1% સ્ટ્રોકનું જોખમ,
-પેઢા બીમારી ધરાવનારાઓમાં 6.9% જોખમ,
- બંને બીમારીઓ ધરાવનારાઓમાં 10% જોખમ.

અર્થાત્, મોઢાના ગંભીર ઈન્ફેક્શન ધરાવતા લોકોમાં સ્ટ્રોકનું જોખમ દોઢથી બે ગણું વધારે હતું.

મોઢાથી મગજ સુધીનો માર્ગ

વિજ્ઞાનીઓ કહે છે કે મોઢાની બીમારી શરીરમાં સતત ઇન્ફ્લેમેશન પેદા કરે છે — જે હૃદયરોગ, સ્ટ્રોક અને ડિમેન્શિયા જેવા રોગોમાં મહત્વની ભૂમિકા ભજવે છે. “મોઢું મગજ સુધીનો દ્વાર છે,” સંશોધકો કહે છે. “પેઢાની બીમારી ફક્ત ખરાબ આરોગ્યનો સંકેત નથી, તે મગજની નસોને નુકસાન પહોંચાડી શકે છે.”

શું કરી શકાય?

વિશેષજ્ઞો કહે છે કે વધુ સંશોધનની જરૂર છે, પરંતુ સંદેશ સ્પષ્ટ છે — દાંતની સારસંભાળ રાખો, મગજને બચાવો.

દિવસમાં વાંરવાર દાંત સાફ કરવા, ફ્લોસ કરવું, નિયમિત ડેન્ટલ ચેક-અપ કરાવવું, તમાકુથી દૂર રહેવું અને સંતુલિત આહાર લેવો — આ નાના પગલાં મોટું રક્ષણ આપી શકે છે.

એક ન્યુરોલોજિસ્ટના શબ્દોમાં, “બ્રશ મગજની સુરક્ષાનું સૌથી સરળ સાધન હોઈ શકે છે.”

જ્યારે ચહેરા પર વીજળીના ઝાટકા જેવું લાગે : TN, સલમાન અને ડેન્ટિસ્ટની ભૂમિકા
કલ્પના કરો કે તમારા ચહેરા પર વીજળીનો ઝાટકો લાગે તેવો દુઃખાવો થાય — અચાનક, ધારદાર અને અસહ્ય. આવી હાલત ટ્રાઈજેમિનલ ન્યૂરાલ્જિયા (TN) થી પીડાતા લોકોને ભોગવવી પડે છે. આ દુર્લભ ચેતાતંત્રને લગતા રોગને ઘણીવાર "સ્યુસાઇડ ડિસીઝ" પણ કહેવામાં આવે છે. બોલીવૂડના સુપરસ્ટાર સલમાન ખાને હાલમાં નેટફ્લિક્સ પર કપિલ શર્માના શોમાં પોતાને આ બીમારી હોવાનો ખુલાસો કર્યો છે. આમ કરી ને તેમણે આ વિશે લોકોમાં જાગૃતિ ફેલાવી છે.

ટ્રાઈજેમિનલ ન્યૂરાલ્જિયા શું છે

આ એક લાંબાગાળાનો નર્વસ સિસ્ટમ એટલે કે નસને લગતો દુખાવો છે, જેમાં trigeminal nerve અસર પામે છે. આ નસ ચહેરા પરથી મગજ સુધી સંવેદનાઓ પહોંચાડે છે. દાંત સાફ કરવા, શેવ કરવી કે હવા લાગવી જેવી સાદી બાબતો પણ વીજળીના ઝાટકા જેવા દુઃખાવાને જન્મ આપી શકે છે.

સલમાન ખાનને શું મુશ્કેલી છે

2011માં સલમાન ખાને જાહેરમાં જણાવ્યું હતું કે તેઓ TNથી પીડાતા હતા. આ વાત તેમણે ફરી દોહરાવી છે.  તેમને આ દુઃખાવો એટલો વધુ હતો કે ક્યારેક બોલવામાં પણ મુશ્કેલી થતી. ઘણા વર્ષો સુધી તેમણે તકલીફ સહન કરી અને છેલ્લે અમેરિકા જઈને સર્જરી કરાવી. સામાન્ય રીતે સ્ટાર્સ લોકો પોતાના રોગ વિશે જાહેરમાં કહેતા નથી પરંતુ સલમાને આ કહીને આ બીમારી પ્રત્યે લોકોનું ધ્યાન ખેંચ્યું.

ડેન્ટલ સર્જન કેમ ?

ઘણા દર્દીઓ TNના દુઃખાવાને દાંતનો દુઃખાવો માનીને પ્રથમ ડેન્ટલ સર્જનનો સંપર્ક કરે છે. કારણ કે mandibular અને maxillary નસો દાંત અને જબડા સાથે જોડાયેલી હોય છે.

ડેન્ટિસ્ટની ભૂમિકા:

-સામાન્ય દાંતના રોગોથી અલગ TNનું નિદાન કરવું
-જરૂરી હોય તો ન્યુરોલોજિસ્ટ અથવા ન્યુરોસર્જન પાસે મોકલવો
- કેટલીકવાર દવાઓ કે બાઈટ સ્પ્લિન્ટથી સારવાર આપવી

1. દવાઓ

Carbamazepine અને અન્ય એન્ટી-સીજર દવાઓ

2. સર્જરી

-Microvascular Decompression (MVD)
-Gamma Knife Radiosurgery
- Rhizotomy

3. લાઇફસ્ટાઇલ થેરાપી

તણાવ ઘટાડવો, યોગ, ફિઝિયોથેરાપી, એક્યુપ્રેશર

સલમાન ખાને દર્શાવ્યું છે કે  યોગ્ય સારવાર અને મનોબળ દ્વારા TN પર કાબૂ મેળવી શકાય છે.

ક્યારે શું કરવું?

- ચહેરા પર વીજળી જેવા ઝટકા આવે
- દાંત સાફ કરવાથી કે ખાવાથી દુઃખાવો થાય
- દાંતની સારવારથી રાહત ન મળે

જોકે, આ સમસ્યાના જુદા જુદા પ્રકાર હોય છે. સલમાન ખાન જેવા જ લક્ષણો બધાને હોતા નથી. આપણે આ અંગે આગામી લેખમાં વધુ ચર્ચા કરીશું.

હું તમાકુ છું, તમારો મિઠાસભરેલો દુશ્મન
નમસ્કાર મિત્રો,

તમે મને તમાકુ કહી શકો છો અથવા નિકોટિનનો માસ્ટર. અથવા એક સુંદર પેકેટમાં ધીમું ઝેર. ગમે તે હોય, હું અહીં છું તેનો મને આનંદ છે. હું તમને મારી વાર્તા કહેવા માંગતો હતો. હું ભાગ્યે જ કહી શકું છું કે હું કેવી રીતે જીતી શકું છું - શાંતિથી, ચતુરાઈથી, સંપૂર્ણપણે.

ચાલો આપણી પહેલી મુલાકાત પર પાછા ફરીએ. કદાચ તમે ત્યારે ફક્ત કિશોર, જિજ્ઞાસુ અને અજેય હતા. અથવા પુખ્ત, તણાવગ્રસ્ત અને આરામ શોધતા હતા. હું આનંદના વચન સાથે આકર્ષક પેકેજિંગમાં લપેટાયેલો આવ્યો હતો. એક પફ, અને બૂમ - હું અંદર હતો.

ઓહ, હું દરવાજો ખટખટાવતો નથી. હું સીધો તમારા મગજમાં જાઉં છું. હું તેને બબડાટ કરું છું: 'આ લો, થોડું ડોપામાઇન લો.' તે તમને સારું લાગે તેવું રસાયણ છે. અચાનક, તમે હસો છો. ધ્યાન કેન્દ્રિત થાય છે, ઉર્જાવાન અનુભવો છો. તમે વિચારો છો, 'આ સારું લાગે છે.' અને તે જ હું ઇચ્છું છું.

પરંતુ હું લાંબા સમય સુધી ઉદાર નથી રહેતો.

જુઓ, જેમ જેમ મારા નિકોટિનની અસર ઓછી થાય છે, તમારું મગજ રડવા લાગે છે. તે ડોપામાઇન ચૂકી જાય છે. તમને ખાલીપણું લાગે છે, ચીડિયાપણું થાય છે, બેચેની અનુભવો છો, ચિંતાતુર રહો છો. અને એને દૂર કરવા માટે - તમે શું કરો છે? તમે મારી પાસે પાછા આવો છો. વારંવાર.

તમે એને ધૂમ્રપાન કહો છો. હું એને વ્યસન કહું છું.

સમય જતાં, હું દાવ લગાવું છું. તું જેટલો મારો ઉપયોગ કરે છે, તેટલી જ તને મારી જરૂર પડે છે. હું સવારે તારો પહેલો વિચાર અને સૂતા પહેલાનો છેલ્લો શ્વાસ બની જાઉં છું.

પણ એ તો તારા શરીરને લખેલા મારા પ્રેમ પત્રની શરૂઆત છે.

હું થોડો અવ્યવસ્થિત છું, તું સમજ.

નિકોટિન - મારું મુખ્ય કાર્ય - તારી નસો અને ધમનીઓને સાંકડી કરવી છે. આનાથી તારા હૃદયને વધુ સખત, ઝડપથી કામ કરવું પડે છે. લોહી ધીમું પડે છે, ઓક્સિજન ટપકે છે. મારો ઝેરી મિત્ર કાર્બન મોનોક્સાઇડ, ટાર, તારા ફેફસાંમાંથી શ્વાસ ચોરી લે છે. તે તારા અંદરના ભાગને કાળો રંગ આપે છે, ચીમનીમાં સૂટની જેમ તારા ફેફસાંને કોટ કરે છે. રોમેન્ટિક, ખરું ને?

ફેનોલ્સ તારા વાયુમાર્ગમાં રહેલા નાના સફાઈ કરનારાઓને મારી નાખે છે. હવે જીવાણુઓને બહાર કાઢવાની જરૂર નથી. તું ખાંસી, ઘરઘરાટી, શ્વાસ લેવામાં મુશ્કેલી અનુભવે છે. ધૂમ્રપાન કરનારની ઉધરસ? એ મારી સિગ્નેચર ટ્યૂન છે.

ઓહ, અને હું એક કલાકાર છું. હું તમારા દાંત પીળા-ભુરા રંગ કરું છું, તમારા વાળમાંથી ચમક ચૂસી લઉં છું, અને તમારી ત્વચામાં કરચલીઓ કોતરું છું. હું તમારા શ્વાસને એક અલગ સુગંધ પણ આપું છું - એશટ્રે ચિક વિચારો.

પરંતુ હું બધા સપાટી-સ્તરીય ચાર્મ નથી. હું વધુ ઊંડાણમાં જાઉં છું.

હું તમારા કોષોમાં પાર્ટીઓ ફેંકું છું.

ક્યારેક, હું કેન્સરને આમંત્રણ આપું છું - પાર્ટીનું જીવન. ફેફસાંનું કેન્સર કોંગા લાઇન તરફ દોરી જાય છે, પરંતુ આપણે મોં, ગળું, મૂત્રાશય, સ્વાદુપિંડ, સર્વિક્સ - લગભગ ગમે ત્યાં ક્રેશ કરીએ છીએ. હું આ રીતે ઉદાર છું.

પછી ક્રોનિક ફેફસાના રોગ, અસ્થમા, હાર્ટ એટેક, સ્ટ્રોક, ડાયાબિટીસ છે. ભૂલશો નહીં, હું ચાર સૌથી ઘાતક બિન-ચેપી રોગો સાથે જોડાયેલું એકમાત્ર જોખમ પરિબળ છું. તે સાચું છે. હું ફક્ત તમને નુકસાન પહોંચાડતો નથી - હું તમને વહેલા બહાર કાઢું છું. સરેરાશ, હું તમારા જીવનના દસ વર્ષ કાપી નાખું છું. હું શું કહી શકું? હું કાર્યક્ષમ છું.

અને માનસિક સ્વાસ્થ્ય? મને ત્યાં પણ વાસણ હલાવવાનું ગમે છે. ચિંતા, ગભરાટના હુમલા, હતાશા, આત્મહત્યાના જોખમોથી પણ વધુ - આ બધું આપણા મધુર, ધુમ્રપાનવાળા સંબંધો સાથે જોડાયેલું છે.

પણ અહીં સૌથી સ્વાદિષ્ટ ભાગ છે.

હું તમને ખાતરી આપું છું કે હું મદદ કરી રહ્યો છું.

તમે વિચારો છો કે હું તમને શાંત કરું છું, તમને સામનો કરવામાં મદદ કરું છું, તણાવ દૂર કરું છું. પણ પ્રિયતમ - હું પહેલા તો તે તણાવનું કારણ છું. હું તમારા મગજનું સંતુલન તોડું છું અને પછી ઝડપી ઉકેલ ઓફર કરું છું - હું. તે અંતિમ યુક્તિ છે.

હું તમને વિશ્વાસ કરાવું છું કે છોડવું અશક્ય છે. કે તમને મારી જરૂર છે. કે તમે મારા વિના અલગ થઈ જશો. પણ ઊંડાણમાં, તમે સત્ય જાણો છો.

હું તમારો મિત્ર નથી. હું ઇચ્છામાં સજ્જ તમારો દુશ્મન છું.

તમે છોડી શકો છો. લોકો દરરોજ તે કરે છે. તેઓ મારી સાથે સંબંધ તોડી નાખે છે. હા, તે મુશ્કેલ છે. હું તેને મુશ્કેલ બનાવું છું. પરંતુ એકવાર તમે દૂર થઈ જાઓ - ખરેખર દૂર થઈ જાઓ - તમારું શરીર સ્વસ્થ થવા લાગે છે. તમારા ફેફસાં વધુ સારી રીતે શ્વાસ લે છે, તમારું હૃદય વધુ ધબકે છે, તમારી આયુષ્ય વધે છે. તમે જે ચોરી કરવાનો પ્રયાસ કર્યો તે પાછું લઈ જાઓ છો.

તો... તે શું હશે?

બીજો પફ?

કે પછી સ્વતંત્રતાની શરૂઆત?

હું રાહ જોઈશ — જેમ દરેક શેતાન રાહ જુએ છે.

શું તમારું જડબું તમારી ઊંઘ બગાડી રહ્યું છે?
દરરોજ સવારે તમારું માથું દુખે છે?  ટેન્શન હોય છે? આખી રાત ઊંઘ્યા હોવા છતાં તમે થાકેલા અનુભવતા હોવ તો... શક્ય છે કે આ બધું તમારાં જડબાના કારણે થઈ રહ્યું હોય!

ટેમ્પોરોમેન્ડિબ્યુલર જોઇન્ટ (TMJ) એવું જોઇન્ટ છે જે જડબાને જે તમારા કપાળ સાથે જોડે છે. આ સાંધામાં જો સમસ્યા હોય તો ઊંઘને ખરાબ રીતે અસર કરે છે . ઘણીવાર પોતે જાણ્યા વિના તમારી ઊંઘ ચોરી લે છે.

TMJ અને ઊંઘ વચ્ચેનો સંબંધ

RR Dental and Maxillofacial Clinicમાં અમને ઘણીવાર જોવા મળે છે કે દર્દીઓને માથાનો દુખાવો, જડબાના જોઇન્ટમાં તણાવ અને ઊંઘની ખોટ હોય છે – અને  ધ્યાનથી તપાસ કરતા આ બધું TMJ સાથે સંકળાયેલું હોય છે.

-બ્રુક્સિઝમ (દાંત પીસવું): આના કારણે ટીએમજે પર દબાણ આવે છે અને ઊંઘમાં ખલેલ કરે છે.
-સ્ટ્રેસ અને ચિંતાઓ: વધુ ટેન્શન અને ચિંતાઓ TMJ અને ઊંઘ બંનેને બગાડે છે.
- દુખાવો: ખાસ કરીને ચહેરાનું દુઃખાવું કે માથાનો દુઃખાવો TMJનું સંકેત હોઈ શકે છે.

સમગ્ર અભિગમ

અમે માત્ર લક્ષણો નહિ, પરંતુ સમગ્ર રીતે દર્દીનો ઉપચાર કરીએ છીએ. અમારી ટીમમાં ડેન્ટિસ્ટ, સ્લીપ સ્પેશિયાલિસ્ટ અને થેરાપિસ્ટ્સ મળીને જોઇન્ટ સારવાર આપે છે:

-નોનસર્જિકલ ટ્રીટમેન્ટ: કસ્ટમાઇઝ્ડ ડેન્ટલ ઉપકરણો, માયો ફંક્શનલ થેરાપી અને ન્યૂરોમસ્ક્યુલર ડીપ્રોગ્રામિંગ
-એડવાન્સ ડાયગ્નોસ્ટિક્સ: TSCAN અને ઇલેક્ટ્રોમાયોગ્રાફીથી બાઇટ અને માઇક્રોમસલ એક્ટિવિટીનું મૂલ્યાંકન
-લાઈફસ્ટાઈલ : તણાવ ઓછો કરવો, ઊંઘ માટે યોગ્ય વાતાવરણ બનાવવું, અને નિયમિત સૂવાની રીતો અપનાવવી
-શસ્ત્રક્રિયા: માત્ર ત્યારે જ સર્જરીની સલાહ આપીએ જ્યારે બાકીની તમામ રીતો અસફળ જાય

ઊંઘ સુધારવી હોય તો... તમારું જડબાના જોઇન્ટની સમસ્યા સુધારો.

પરિવર્તનનો સ્વીકાર એટલે જીવનનો સંચાર
પરિવર્તન કુદરતને ખૂબ ગમે છે. આ કારણે જ એણે આપણા વર્ષને ત્રણ ઋતુઓમાં વહેંચ્યું છે અને એ ત્રણેય ઋતુઓની મુખ્ય લાક્ષણિકતામાં વધારો ધટાડો થતો રહે છે. આ તો ઠીક છાશવારે થતાં રહેતા ભુકંપો, ત્સુનામી કે વાવાજોડા પણ એવા જ કુદરતી પરિવર્તનોના ભાગ છે. પરિવર્તનનો અર્થ જ બદલાવ થાય છે અને દરેક નવા બદલાવને એક સ્વીકાર અને શરૂઆતની જરૂર હોય છે. પ્રકૃતિ અને કુદરત પાસે સ્વીકાર અને શરૂઆત કરવાની તાકાત છે એટલે જ પ્રકૃતિમાં સતત ફેરફારો, અવનવા પરિવર્તનો થતાં રહે છે. પરંતુ આપણા પક્ષે જ્યારે પરિવર્તનના સિદ્ધાંતની વાત આવે છે ત્યારે આપણે પરિવર્તન સ્વીકારતા થોડા ગભરાઈએ છીએ, થોડા ખચકાઈએ છીએ.

આપણું જ નહીં, પરંતુ જીવમાત્રનું જીવન અત્યંત પરિવર્તનશીલ છે. જીવનમાં જો પરિવર્તનો નહીં થતાં રહે તો આપણું જીવન એની અવિરતતા પણ ગુમાવી બેસે છે. અલબત્ત, આપણા શરીર સાથે જે કુદરતી પરિવર્તનો આવે છે એ આપણે સ્વીકારતા હોઈએ છીએ. પરંતુ એમાં આપણે કશું કરી પણ નથી શકતા એટલે નાછૂટકે આપણે એ સ્વીકારતા હોઈએ છીએ. બાકી જો કોઈ એમ વિકલ્પ આપે કે આધેડાવસ્થા કે વૃદ્ધાવસ્થા નહીં સ્વીકારવાની કોઈ સ્કીમ છે તો આપણે સૌએ જરૂરથી વૃદ્ધાવસ્થાને આપણાથી દૂર રાખી હોત.

શારીરિક પરિવર્તનો બાદ વાત આવે છે જીવન, કરિયર કે સંબંધોમાં આવતા કેટલાક પરિવર્તનોની. આગળ કહ્યું એમ આપણે કુદરતી રીતે થતાં શારીરિક પરિવર્તનો તો મને, કમને સ્વીકારી લેતા હોઈએ છીએ, પરંતુ આપણી સાથે ગાઢ નિસ્બત ધરાવતા અન્ય પરિવર્તનો ઝડપથી સ્વીકારતા નથી અથવા એને સંપૂર્ણપણે ફગાવી દેતા હોઈએ છીએ.

સંબંધ હોય, કરિયર હોય કે જીવનનો કોઈ તબક્કો હોય. આ તમામ જગ્યાએ આપણી નિયતિ આપણને એક એવા મોડ પર લાવીને મૂકી દેતી હોય છે કે, એ મોડ પર આપણે કેટલાક કઠોર અથવા લાઈફ ચેન્જિંગ કહી શકાય એવા નિર્ણયો લેવાના હોય છે. એ નિર્ણયોની સાથે જ આપણા જીવનમાં મસમોટા પરિવર્તનો આવતા હોય છે. તો કેટલાક કિસ્સામાં જીવન ધરમૂળથી બદલાઈ જતું હોય છે. જોકે એવુંય નથી કે આપણે જે નિર્ણય લઈએ એ અથવા આપણે જે પરિવર્તન સ્વીકારીએ એ આપણા માટે લાભદાયી જ હોય. અથવા એવું પણ બને કે, એ નિર્ણયને કારણે શરૂ શરૂમાં આપણને ખૂબ તકલીફ પડે. અને આવા જ ડરને કારણે આપણે નક્કર નિર્ણય લઈ લેતા ગભરાઈ જઈએ છીએ અને આપણે આપણા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવી શકતા નથી.

જોકે આવે ટાણે એક વાત અત્યંત મહત્ત્વની છે કે, ભલે જીવનમાં થોડા ઉતાર ચઢાવ આવે અથવા ભલે થોડો સંઘર્ષ કરવો પડે. પરંતુ અમુક તબક્કે ચોટ ખાઇને પણ અમુક નિર્ણયો કરવા અને પરિવર્તનો સ્વીકારવા મહત્ત્વના બની જાય છે. એ નિર્ણયો અને એ પરિવર્તનો જ આપણી અંદર નવી ઊર્જાનો સંચાર કરે છે અને નવી ઊર્જા દ્વારા જ આપણે જાતજાતના સાહસો કરી શકીએ છીએ.

વળી, એકવિધ જીવન જીવવાથી જીવન પ્રત્યે હતાશા વ્યાપે છે. ઉપરવાળાએ આપણને જીવન હતાશ થઈને કશું ન કરવા માટે નથી આપ્યું. અહીં આપણે જાતજાતના એડવેન્ચર્સ કરવા આવ્યા છીએ. અહીં આપણે જીવનના જાતજાતના રંગો માણવાના છે અને જ્યારે અહીંથી વિદાય લઈએ ત્યારે જીવી લીધાનો સંતોષ લઈને જવાનું છે. અને આ બધું કરવા માટે જીવનમાં પરિવર્તનો સ્વીકારતા રહેવું અત્યંત જરૂરી છે. આગળ કહ્યું એમ પરિવર્તનો સ્વીકારતી વખતે કદાચ એમ બને કે આપણને ભવિષ્યની ચિંતા થાય અથવા નિષ્ફતાનો ડર લાગે. એવું થવું વાજબી પણ છે. પરંતુ સાથે એ વાત પણ એટલી જ વાજબી છે કે, નિષ્ફળતાની પરવા કરીને ક્યારેય આગળ વધવાની પ્રક્રિયા અટકાવવી નહીં. જીવનમાં સફળતા અને નિષ્ફળતા કરતા વધુ મહત્ત્વની એક વાત એ છે કે, જીવનમાં સતત ચાલતા રહેવું કે ટકી રહેવું ખૂબ મહત્ત્વનું છે અને એ માટે પરિવર્તન સ્વીકારવું અત્યંત મહત્ત્વનું બની રહે છે.

થાય સરખામણી જો…
આજે સરખામણીની વાત કરવી છે. આ બાબતે સહેજ ઊંડો વિચાર કરીએ તો ખ્યાલ આવશે કે, આપણા જીવનના કેટલાક દુઃખો આપણે માત્ર ને માત્ર સરખામણીને કારણે ઊભા કર્યા છે. સરખામણીને અસંતોષ સાથે સીધો સંબંધ છે. કારણ કે જ્યારે જ્યારે આપણે કોઈની સાથે સરખામણી કરીએ છીએ ત્યારે આપણી  અંદર ક્યાંક ને ક્યાંક અસંતોષ જ ઊભો થાય છે. અને એ અસંતોષ જ આપણું ચેન, આપણા મનની શાંતિ હણી જાય છે.

કુદરત ક્યારેય બધાને એકસરખું આપતી નથી. એને વિવિધતા ખૂબ ગમે છે અને એ વિવિધના સિદ્ધાંતને હિસાબે જ કુદરતે આ સુંદર દુનિયાનું સર્જન કર્યું છે. અહીં ફૂલો પણ જુદા જુદા રંગો અને જુદી મહેકના છે અને અહીંની ભૂગોળ પણ જુદી જુદી છે. ક્યાંક રણ તો છે, તો ક્યાંક બરફ છે તો ક્યાંક લહેરાતા ખેતર છે. આપણા માણસોમાંય કેટકેટલી વિવિધતા… કોઈક ગોરું તો કોઈક કાળું. કોઈક ઊંચું તો કોઈક ઠીંગણું, કોઈક અત્યંત બુદ્ધિશાળી તો કોઈ એવરેજ બુદ્ધિક્ષમતા ધરાવતું… જોકે કુદરતના તમામ વશંજોમાં એકમાત્ર માણસ એવો છે જે, હંમેશાં સરખામણી કરતો રહે છે. જોકે પોતાની જાતની બીજા સાથેની આવી સરખામણી જ એને જીવનના મૂળભૂત આનંદથી દૂર કરી દે છે.

મોગરાનું ફૂલ ક્યારેય ગુલાબના ફૂલ સાથે એની સરખામણી કરતું કે, કે આ ગુલાબના ફૂલોને કેટકેટલા રંગ છે અને એનો આકાર તો કેવો મોટો? કારણ કે મોગરાને ખબર છે કે, ભલે એ શ્વેત ફૂલ નાનકડું હશે, પણ જો એ મહોર્યું હશે તો દૂરથી પણ કોઈ એને પારખી લેશે કે, ક્યાંક મોગરો મહોર્યો છે…! એની ફોરમ જ એવી અહ્લાદક હોવાની કે એના નાનકડા કદ વિશે કોઈને રજમાત્ર ફરિયાદ નહીં રહે.

આ આખી બાબતમાં બીજું એક તારણ એમ નીકળે છે કે, બીજાઓ સાથે સરખામણીઓ કરતા રહેવા કરતા પોતાને જે મળ્યું છે એનો સંતોષ માનવો જોઈએ અને એનો જ આનંદ પણ માણવો જોઈએ. પરંતુ બહુ રેર કેસમાં આપણે આવું કરી શકીએ છીએ. આપણી પાસે જે છે એનો આપણને ક્યારેય સંતોષ કે ગર્વ નથી હોતો. એટલે જ આપણે જે નથી એને પામવા ઉચાળા ભરીએ છીએ. સતત એવી બાબતોની પાછળ દોડતા રહીએ છીએ, જે બાબતો કદાચ આપણી થવાની જ નથી અને થાય તો એને માણી શકાય એવી આપણી ક્ષમતા રહેતી નથી.

જોકે આપણે તો સરખામણીની વાત કરતા હતા. મોટાભાગના લોકોને પોતાની જાતની, પોતાની આવડતની અથવા પોતાની પાસે જે હોય એની બીજાઓ સાથે સરખામણી કરવાની આદત હોય છે. એ અત્યંત સ્વાભાવિક છે કે, કુદરત કંઈ બધાને એક સરખી પ્રતિભા કે આવડત આપતી નથી હોતી. બધામાં કશુંક યુનિક હોવાનું, પરંતુ આપણને એ યુનિકનેસની કદર નથી હોતી. આપણે તો બસ એક જ બાબતે મૂંઝાતા રહેવાના કે આપણી પાસે આવી ક્ષમતા કે આવી પ્રતિભા કેમ નથી? કાશ મારી પાસે ફલાણા જેવી આવડત હોત તો હું આજે કોઈક જુદી જ દિશામાં હોત.

આ તો ઠીક આપણે ભૌતિકતાની બાબતે પણ સતત બીજાઓ સાથે સરખામણી કરતા રહેતા હોઈએ છીએ. જો આપણી પાસે નાનકડી ફેમિલી કાર હોય અને બે કે ત્રણ માણસના ખૂબ નાના કુટુંબને એટલી જ કારની જરૂર હોય તોય આપણને સતત એવી ઝંખના રહ્યા કરતી હોય છે કે, નાની કાર તો ઠીક છે. બાકી, ઘરમાં તો મોટી કાર જ શોભે. અને બસ આ જ બાબત આપણા અંતરને સતત કોરતી રહે અને આપણી પાસે જે છે એના આનંદથી દૂર કરતી રહે. પહેલી વાત તો એ જ કે, ભૌતિક બાબતોની બાબતે ક્યારેય સરખામણી હોવી જ નહીં જોઈએ. ભૌતિકતા કદાચ આપણને સગવડ આપી શકે, પરંતુ ભૌતિકતા આપણને સુખ કે આનંદ તો નહીં જ આપી શકે. કારણ કે, ભૌતિકતાને બાહ્ય બાબતો સાથે, ઉપરછલ્લી બાબતો સાથે નિસ્બત છે અને સુખ કે આનંદને આંતરિક બાબતો કે, આપણા હ્રદય સાથે સંબંધ છે.

ઈનશોર્ટ જો આપણું સુખ કે આપણા આનંદની આત્મહત્યા કરવી હોય તો જ બીજાની પ્રતિભા, કોઈની આવડત, કોઈની સફળતા અથવા કોઈની ભૌતિકતા સાથે આપણી સરખામણી કરવી. કારણ કે સરખામણી આપણને આપણા આનંદથી દૂર રાખે છે. હા, જીવનમાં કશુંક પામવું હોય, કોઈ એક ચોક્કસ મુકામ પર પહોંચવું હોય તો એ માટે સતત પ્રયત્નશીલ જરૂર રહેવું. ખૂબ મહેનત કરવી અને જીવનમાં કશુંક મેળવવું તો જોઈએ જ, પરંતુ મેળવવાનો ધ્યેય કે હેતુ હંમેશાં શુદ્ધ હોવો જોઈએ. કોઈકે એ મેળવ્યું છે એટલે મારે પણ એ મેળવવું છે એવું નહીં. નહીંતર બની શકે કે, તમારામાં શ્રેષ્ઠ લેખક બનવાની પ્રતિભા હશે અને તમે કોઈકને જોઈને સીએ બનવા જશો તો સીએ બની લાખોની રોકડી કરવાની વાત ઓ દૂર સીએની પરીક્ષા પણ નહીં પાસ થઈ શકો…

વર્તનનું મેનેજમેન્ટ
આજે આપણા વર્તન અને આપણા રિએક્શન્સ વિશે થોડી વાતો કરવી છે. વ્હોટ્સ એપ પર થોડા સમયથી એક મજાનું ક્વોટ ફરે છે, જેના પરથી આ આખી વાત આલેખવાનું મન થયું. એ ક્વોટ એવું હતું કે, ‘નકામા લોકો અને કપરી પરિસ્થિતિ બંનેથી મૂંઝાવું નહીં. તમે જો એમને પ્રતિભાવ ન આપો તો બંને શક્તિહિન થઈ જાય છે.’ બહુ મજાની અને ઉંડાણ ધરાવતી આ વાત છે. ચાલો આ વિશે થોડો વિચાર કરીએ, થોડો હકાર ભણીએ.

પહેલા તો આપણે આ ક્વોટની વાતથી જ શરૂ કરીએ. આપણે ચાહીએ કે ન ચાહીએ, પણ આપણા બહોળા કુટુંબમાં અથવા સગામાં, પાડોશમાં કે કામના સ્થળે એવા કેટલાક લોકો હોવાના જ જેઓ નાની નાની વાતોએ આપણી વાતમાં, આપણા કામમાં કે આપણી પ્રગતિમાં કે આપણા જીવનમાં અવરોધ ઊભા કરતા હશે. અથવા આપણને ન ગમે એવી પ્રવૃત્તિઓ કરતા હશે. અથવા હાથે કરીને કોઈક વાતે તલનું તાડ કરીને આપણને ઉશ્કેરતા રહેતા હશે.

આવું કંઈ પણ થાય ત્યારે સ્વાભાવિક રીતે આપણું મન એમની પ્રવૃત્તિઓમાં ઉલઝેલું રહેવાનું અને ઘણે અંશે અશાંત રહેવાનું. એ માનસિક અશાંતિને કારણે ન તો આપણે આપણા કામમાં ધ્યાન પરોવી શકીએ કે નહીં આપણે આપણા જીવનમાં સરખું ધ્યાન કેન્દ્રિત કરી શકીએ. આથી આપણો સ્વભાવ પણ ચીડિયો થઈ જાય છે. અંતે થાય છે શું કે, એકાગ્રતાના અભાવે કે માનસિક અશાંતિને કારણે ક્યાં તો આપણું કામ બગડે છે અથવા આપણા ચીડિયા સ્વભાવને કારણે આપણે કોઈકની સાથે સંબંધ કે સમીકરણ બગાડી બેસીએ છીએ. એ જ રીતે જેમ સામેના માણસનું વર્તન કે ક્રિયા આપણા મનને ખલેલ પહોંચાડે છે એમ જીવનની કપરી પરિસ્થિતિ અથવા અમુક સંજોગો પણ આપણી માનસિક શાંતિ છીનવીને આપણું કામ બગાડી શકે છે.

માનવસર્જિત અથવા કુદરતસર્જિત આવી પરિસ્થિતિઓ વખતે મૂંઝાઈને આપણે આપણું કામ બગાડીએ કે આપણા લક્ષ્યથી ભટકી જઈએ એ જરાય યોગ્ય બાબત નથી. આ રીતે મૂંઝાઈ જવાની કે એમની સામે રિએક્ટ કરી આપણું કામ બગાડવાની વાતને હું તો એમ કહીશ કે, આપણે સામે ચાલીને ઉપાધી વહોરી લીધી છે. અને સામે ચાલીને આપણે આપણા હથિયાર એ પરિસ્થિતિઓની સામે ફેંકી દીધા…!

યાદ રહે, માણસના રોજબરોજના જીવન કે કામમાં એણે અનેક કપરી પરિસ્થિતિ અને પડકારોનો સામનો કરવો પડવાનો જ છે. એમાં લોકો દ્વારા ઊભા કરેલા વિઘ્નો પણ હોવાના. પરંતુ એ બધી પરિસ્થિતિઓ દરમિયાન માનસિક રીતે અત્યંત સ્થિર રહેવું અત્યંત મહત્ત્વનું છે. જો માનસિક રીતે સ્થિર અથવા પ્રફુલ્લિત હોઈશું તો આપણે આપોઆપ જ એ પડકારોમાંથી સાંગોપાંગ પાર થઈશું. આ માટે એક જ બાબત કરવાની જરૂરત છે. આપણે કેટલાક માણસો અને કેટલીક પરિસ્થિતિને સમૂળગી અવગણી કાઢવાની છે અને એમની રજ માત્ર પરવા કર્યા વિના આગળ વધવાનું છે. જો આપણે રિએક્ટ જ નહીં કરીશું અથવા અમુક માણસો કે કપરી પરિસ્થિતિને ધ્યાનમાં જ નહીં લઈશું તો એક તબક્કે એમને પણ અહેસાસ થશે કે, અમે આણેલા વિઘ્નોની આમના પર કોઈ અસર થતી નથી.

આ તો રિએક્શનની વાત થઈ. આ સિવાય બીજો જે મુદ્દો ચર્ચવાનો તે એ કે ઘણી વખત આપણે આપણા વર્તન અથવા સ્વભાવને કારણે જીવનમાં ઘણા પાછા પડી જતા હોઈએ છીએ. એટલે કે, ઘણી વાર આપણે ખૂબ સારા મુલ્યો ધરાવતા હોવા છતાં અથવા આપણે ખૂબ સારું કે વિઝન સાથેના વિચાર કરતા હોવા આપણા સ્વભાવની કેટલીક મર્યાદાઓ કે આપણું વર્તન આપણી પ્રગતિને આડે આવે છે.

ઘણા માણસો ખૂબ શોર્ટ ટેમ્પર્ડ હોય છે. નાની નાની વાતોએ ગુસ્સે થઈ જતા હોય છે અને ગમે એને મન ફાવે એમ બોલી દેતા હોય છે. જોકે થોડો સમય વીતે પછી થાય એવું કે ગુસ્સો કરનાર માણસને કે ગમે એમ રિએક્ટ કરનાર માણસને થોડા સમય પછી એના વર્તન પર ખૂબ પસ્તાવો થાય અને એ પસ્તાવાથી બચવા તે સામેવાળાની માફી પણ માગી લે. પરંતુ જિંદગી કંઈ દર વખતે ભૂલ સુધારવાની તક નથી આપતી. ક્યારેક એ તક હાથમાં જ નહીં આવી તો માણસ ભલે ઘણો નિખાલસ હોય, ઘણો વિઝનરી હોય કે સિદ્ધાંતો સાથે જીવનારો હોય, પરંતુ એનું મૂલ્યાંકન એના વર્તન મુજબ જ થશે એને લાભ-ગેરલાભ પણ વર્તન મુજબના જ હોવાના.

એટલે કે, જો ગુસ્સામાં આવીને એક્સાઈટ થઈને તમે ગમે એમ વર્તન કરી નાંખો તો તમારી સારી બાબતો કોઈના ધ્યાનમાં નહીં આવે. અને સંબંધ હોય કે કોઈ ઑર્ગેનાઈઝેશન હશે, એમાં સામેવાળાની પ્રતિક્રિયા કે તમારું વળતર તમને તમારા વર્તનના હિસાબનું જ મળશે.

ઈનશોર્ટ આજથી બે વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે. એક તો એ કે, આપણી વિષમ પરિસ્થિતિઓ કે આપણા માર્ગમાં કોઈ પણ રીતની બાધા નાખનારા લોકોને કે એમની વાતને ક્યારેય ધ્યાનમાં નહીં લેવાના અને એમની સામે રિએક્ટ નહીં કરવાનું. અને બીજું એ કે જ્યારે આપણી પાસે વિઝન, મિશન કે આવડત તેમજ સારપ હોય ત્યારે માત્ર શોર્ટ ટેમ્પર્ડ સ્વભાવને કારણે આપણી પ્રગતિના લાખના બાર નહીં કરવાના. તમારું શું માનવું છે આ બાબતે?

ઉંમરના કોઈ પણ પડાવ પર થઈ શકે છે નવી શરૂઆત
ફેસબુક પર એકવાર એક સરસ મજાનું ક્વોટ વાંચવા મળેલું. એમાં લખેલું, ‘જો તમારા શ્વાસ ચાલુ હોય તો ઉંમરના કોઈ પણ પડાવ પર કોઈક નવા કામની શરૂઆત કરી શકાય છે.’ પહેલી નજરે કદાચ એમ લાગે કે, આ ક્વોટ વ્હોટ્સ એપના કોઈ ફોરવર્ડ જેવું સામાન્ય કક્ષાનું છે. પરંતુ સહેજ વિચાર કરીશું તો ખ્યાલ આવશે કે, આ વાક્ય ઘણું હકારાત્મક છે, એ ઘણું ઉંડાણ ધરાવે છે અને કંઈક અંશે આપણને એ લાગુ પણ પડે છે. આપણી જાતની સહેજ ઉલટ તપાસ કરીશું તો આપણને ખ્યાલ આવશે કે, જીવનમાં અનેક વખત આપણને કશુંક નવું કરવાની, કશુંક જુદુ કરવાની ઈચ્છા થાય છે અથવા ઘણી વાર કોઈ તક સામે ચાલીને આપણી પાસે આવતી હોય છે, પણ પછી આપણે એમ વિચારીએ છીએ કે, હવે આ ઉંમરે આપણે કરી પણ શું શકવાના? આવા કામ તો યુવાનીમાં જ થઈ શકે. તો એનાથી ઉલટુ જુવાનિયાઓ એમ વિચારતા હોય છે કે, આપણે કશુંક નવું તો કરવું છે, પરંતુ એ કામ કરવા માટે જે અનુભવ જોઈએ એની આપણી પાસે કમી છે.

એ વાત સાચી કે, કોઈ પણ મોટો કે મહત્ત્વનો પ્રોજેક્ટ હાથમાં લીધો હોય તો એમાં ઉત્સાહ અને શક્તિ, થોડો અનુભવ તેમજ ઘણું બધું રિસર્ચ વર્ક- હોમ વર્ક હોવું અત્યંત જરૂરી છે. ઑવર કૉન્ફિડન્સમાં આડેધડ કોઈ બાબત પર કામ શરૂ ન કરી શકાય. પરંતુ આગળ જણાવ્યું એ બધુ હોવા છતાં જો આપણી પાસે આત્મવિશ્વાસ નહીં હોય તો આપણે જે પામવું હોય એ આસાનીથી પામી નહીં શકીએ. જીવનના કોઈ પણ પડાવ પર, કોઈ પણ પ્રકારના કામ માટે કે નવી શરૂઆત માટે આત્મવિશ્વાસ કે જાતમાંની શ્રદ્ધાનું હોવું અત્યંત મહત્ત્વનું બની જાય છે.

પરંતુ ઘણી વાર આપણી પાસે ક્ષમતાઓ હોવા છતાં તેમજ કામ પ્રત્યેની સમર્પણ ભાવના હોવા છતાં આપણી પાસે આત્મવિશ્વાસનો અભાવ હોય છે, જેને કારણે આપણે જીવનમાં સાહસ કરતા ગભરાઈએ છીએ. જીવનમાં આત્મવિશ્વાસ એ રીતે ઘણું મહત્ત્વનું પાસું છે. જો આત્મવિશ્વાસ હશે તો માણસ થોડીઘણી પછડાટ ખાઈને પણ અનુભવ તો મેળવી જ શકે છે અને એ અનુભવને પગલે જ, ભલે એની ઉંમર નાની હોય તોય સફળતા હાંસલ કરી શકાય છે.

ઉપર આપણે જે ક્વોટ વાંચ્યું એને હવે જરા જુદી રીતે પણ વિચારીએ. કારણ કે એ ક્વોટ જરા જુદા સંદર્ભમાં પણ લાગુ પડે છે. જુદો સંદર્ભ એટલે એ કે, માણસને ક્યારેક જિંદગી એવી પછડાટ આપે કે, એ અડધે રસ્ત્તે પહોંચ્યો હોય કે ખૂબ ઊંડો ઉતર્યો હોય તોય એણે પથારા સમેટીને પાછા વળવું પડે. પેલા ગીતમાં કહેવાયું છેને કે, ‘યે તો સિકંદર ને ભી નહી સોચા થા… મંજિલ પે આ કે હી જાન ચલી જાયેગી…’ વાસ્તવિક જીવનમાં ઘણા માણસો સાથે એવું થતું હોય છે. કોઈક બાબતમાં ખૂબ ઉંડા ઉતર્યા હોય ત્યારે જ એમણે અધવચ્ચેથી પાછા ફરવું પડે છે. આવા સમયે માણસ બહારથી ભલે નોર્મલ લાગતો હોય, પરંતુ અંદરથી એ તૂટી જતો હોય છે. એ તૂટનનું સંધાન થવું ખૂબ મુશ્કેલ થઈ જતું હોય છે.

એક વખત તૂટી ગયેલા માણસ માટે ફરી શૂન્યથી શરૂઆત કરવું ખૂબ મુશ્કેલ થઈ જતું હોય છે. એનામાં આગલી નિષ્ફળતાની નકારાત્મક્તા તો હોય જ. પરંતુ એના દિલમાં એક ભય પણ ઘર કરી ગયો હોય છે કે, એ ઘણો નિષ્ફળ માણસ છે અને એના માટે હવે નવી શરૂઆત કરવું અશક્ય છે. વળી, એણે કોઈ કામ કે પ્રોજેક્ટમાં ઘણા વર્ષો કે દાયકા પણ આપી દીધા હોય. એટલે એ એવું વિચારતો હોય કે હવે એની પાસે પહેલા જેવી ઊર્જા કે સમય નથી રહ્યા, જેનાથી એ કોઈ નવો પ્રોજેક્ટ હાથ ધરી શકે. આવે ટાણે ઉપર જણાવેલું ક્વોટ રામબાણ સાબિત થાય છે અને આવા સમયે જ એનું ઉંડાણ આપણને ખ્યાલ આવે છે કે, ભલે લાખ વખત નિષ્ફળતાઓ મળી, ભલે કોઈ કામની પાછળ વર્ષો કે દાયકા ખર્ચી કાઢ્યા હોય કે ભલે હવે પહેલા જેવી ઊર્જા કે સમય નથી. પરંતુ જો જાતમાંની શ્રદ્ધા અકબંધ હશે અને શ્વાસ ચાલતા હશે તો એકવાર નહીં વારંવાર શૂન્યથી શરૂઆત કરી શકાય છે. અને શરૂઆત જ નહીં. જો પ્રોપર પ્લાનિંગ અને આવડત હશે તો શૂન્યમાંથી સર્જન પણ કરી શકાય છે. બસ જરૂર છે થોડા આત્મવિશ્વાસની અને નવું સાહસ કરવાની હિંમતની.