Dr. Dipti Patel - Khabarchhe

સુરતમાં 200 કિલો નકલી પનીર પકડાયું , એક ડોક્ટર તરીકે મારી સલાહ જાણી લો
સુરત પોલીસએ તાજેતરમાં એક જાણીતી ડેરી માંથી 200 કિગ્રા નકલી પનીર જપ્ત કર્યું. આ માત્ર મિલાવટનો કેસ નથી — પણ એક ગંભીર  જોખમ છે, જેને દરેક પરિવારે ગંભીરતાથી લેવું જરૂરી છે.

એક ડૉક્ટર તરીકે, હું રોજ જોઊં છું કે મિલાવટવાળી ડેરી પ્રોડક્ટ્સ શરીર પર કેટલું નુકસાન કરતી હોય છે. પનીર આપણા રસોડામાં સામાન્ય છે, પરંતુ જ્યારે તેમાં ડિટર્જન્ટ, સ્ટાર્ચ, સિન્થેટિક મિલ્ક, હાઇડ્રોજનેટેડ ફેટ અથવા યુરિયા વપરાય છે — ત્યારે તે ધીમે ધીમે ઝેર બની જાય છે.

આ ઘટના યાદ કરાવેછે કે નકલી પનીર માત્ર નાની છેતરપિંડી નથી — પરંતુ જીવલેણ છે.

નકલી પનીર કેમ નુકસાનકારક છે?

1. પેટ અને આંતરડાની ગંભીર સમસ્યાઓ

નકલી પનીરમાં ડિટર્જન્ટ, સ્ટાર્ચ, બગડેલું દૂધ અથવા ઘાટ માટે વપરાતા કેમિકલ્સ હોય છે.

લક્ષણો:

- ઊલટી
- પેટમાં દુખાવો
- દસ્ત
- ફૂડ પોઈઝનિંગ, કેટલીક વખત હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર

2. કિડની પર ભાર અને લાંબાગાળાનું નુકસાન

યુરિયા અથવા સિન્થેટિક દૂધથી બનેલું પનીર કિડની પર વધુ દબાણ ઊભું કરે છે.

તે કારણે:

કિડનીમાં સોજો
ડિહાઈડ્રેશન
બાળકો અને વૃદ્ધોમાં લાંબા ગાળે કિડનીને નુકસાન

3. હોર્મોનલ અસંતુલન અને પ્રજનન સમસ્યાઓ

મિલાવટવાળી ડેરીમાં રહેલા કેમિકલ્સ:

- હોર્મોનલ સંતુલન બગાડી શકે
- માસિક ચક્રને અસર કરી શકે
- સ્ત્રી-પુરુષ બન્નેની પ્રજનન ક્ષમતા ઘટાડે

4. એલર્જી અને ત્વચા સમસ્યાઓ

ડિટર્જન્ટ મિશ્રિત પનીરથી થઈ શકે:

- સ્કિન રેશ
- મોંમાં ચબકારા
- ગળામાં ઈરિટેશન
- એલર્જિક રિએક્શન

5. ઇમ્યુનિટી નબળી પડે છે

લાંબા સમય સુધી નકલી પનીર ખાવાથી શરીરમાં ઝેરી પદાર્થો ભેગા થાય છે અને ઇમ્યુન સિસ્ટમ નબળી પડે છે—ખાસ કરીને બાળકોમાં.

ઘરે નકલી પનીર ઓળખો

- ટેક્સ્ચર ટેસ્ટ

સાચું પનીર નરમ અને થોડું દાણા વાળું હોય છે
-નકલી પનીર ખૂબ ચીકણું અને રબર જેવું લાગે છે

- ગરમ પાણી ટેસ્ટ

10 મિનિટ સુધી પનીર ગરમ પાણીમાં મૂકો:

સાચું પનીર નરમ થઈ જાય
નકલી પનીર રબર જેવું કઠોર થઈ જાય અથવા સ્ટાર્ચ હોવાથી તૂટી પડે

- સુગંધ તપાસો

સાબુ, કેમિકલ અથવા ખાટ્ટા દૂધ જેવી ગંધ આવે તો તરત ફેંકી દો.

- તેલ છોડે છે કે નહીં

નકલી પનીર ગરમ કરતાં તેલ છોડે છે.

- ખૂબ સસ્તું પનીર

બજાર ભાવ કરતા બહુ ઓછી કિંમતનું પનીર મોટાભાગે મિલાવટયુક્ત હોય છે.

ભારતના 50 ટકા લોકોમાં વિટામિન D ની ઉણપ- સંતાન ન થવા પાછળ પણ એક મોટું કારણ
છેલ્લાં થોડાં વર્ષોમાં ભારતમાં  સંતાનહીનતાના કેસો ઝડપથી વધી રહ્યા છે — હવે દરેક છ દંપતીમાંથી એકને આ સમસ્યા છે. સામાન્ય રીતે આપણે તેનું કારણ તણાવ, મોડાં લગ્ન કે જીવનશૈલીના ફેરફારોને માનીએ છીએ, પરંતુ એક  શાંત શત્રુ છે જેને ઘણા લોકો અવગણે છે — વિટામિન D ની ઉણપ.

હા, એ જ “સનશાઇન વિટામિન” જે હાડકાંને મજબૂત રાખે છે, ફર્ટિલિટી માટે પણ એટલું જ મહત્વનું છે — સ્ત્રીઓ અને પુરુષો બન્ને માટે. આશ્ચર્યજનક વાત એ છે કે ભારતના લગભગ 50% લોકોમાં વિટામિન D ની ઉણપ છે, અને એ સંતાન પ્રાપ્ત કરવાની શક્યતા ઘટાડી શકે છે.

વિટામિન D અને ફર્ટિલિટી

વિટામિન D શરીરમાં  હોર્મોનનું સંતુલન જાળવે છે, અંડાણુ (egg)ની વૃદ્ધિમાં મદદ કરે છે, અને ગર્ભાશયને ઈમ્પ્લાન્ટેશન માટે તૈયાર કરે છે.
પુરુષોમાં તે શુક્રાણુની સંખ્યા, ચપળતા અને ગુણવત્તા સુધારે છે.

વિશ્વભરના સંશોધનો — જેમ કે 2018નો  Reproductive Medicine Networkનો અભ્યાસ અને 2025નો Frontiers in Endocrinologyનો અભ્યાસ —સાબિત કરે છે કે જે સ્ત્રીઓમાં વિટામિન D ની ઉણપ હોય છે, તેઓને ગર્ભ ધારણ કરવામાં મુશ્કેલી પડે છે અને સ્વસ્થ ગર્ભ ધારણ ટકાવવું મુશ્કેલ બને છે.

ખાસ કરીને PCOS ધરાવતી સ્ત્રીઓમાં ઓવ્યુલેશન ઓછું થાય છે અને બાળકને જન્મ આપવાની શક્યતા 40% જેટલી ઘટી જાય છે.

ભારતનો “સનશાઇન પેરાડોક્સ

ભારત સૂર્યપ્રકાશથી સમૃદ્ધ દેશ છે, છતાં અહીં વિટામિન D ની ઉણપ સામાન્ય છે. કારણ  છે શહેરી જીવન, પ્રદૂષણ અને ઘરમાં અથવા ઓફિસમાં વધુ રહેવાની ટેવ, જેના કારણે સૂર્યપ્રકાશ શરીર સુધી પહોંચી શકતો નથી. શહેરી લોકો દિવસનો મોટો ભાગ અંદર વિતાવે છે, જેના કારણે વિટામિન D નું સ્તર 30 ng/mL થી નીચે ઉતરી જાય છે।

ઉણપ દૂર કરવાની સરળ રીતો

સારા સમાચાર એ છે કે વિટામિન D ની ઉણપ ઓળખવી અને સુધારવી બહુ સરળ છે.
સંતાન પ્લાન કરતા દંપતીએ આ પગલાં લેવા જોઈએ —

1. બ્લડ ટેસ્ટ કરાવો: વિટામિન D નું સ્તર જાણી શકાય છે
2. સવારના તાપમાં બેસો:રોજે સવારે 8 થી 10 વચ્ચે 20 મિનિટ સૂર્યપ્રકાશ લો.
3. આહારમાં વિટામિન D વધારો: સેલ્મોન, સારડિન જેવી માછલી, મશરૂમ, ફોર્ટિફાઇડ દૂધ અને ઈંડાનો પીળો ભાગ ખાઓ
4. ડૉક્ટરની સલાહથી સપ્લિમેન્ટ લો: ઘણીવાર સાપ્તાહિક કે માસિક વિટામિન D3 કૅપ્સ્યુલ આપવામાં આવે છે.

સતત 6–8 અઠવાડિયા સુધી આ પગલાં લીધા બાદ સ્તર સામાન્ય થઈ જાય છે — અને ફાયદો ફક્ત ફર્ટિલિટી પૂરતો નથી, પણ હોર્મોન બેલેન્સ, હાડકાંની તંદુરસ્તી અને મેટાબોલિઝમ પણ સુધરે છે.

મોંઘા ફર્ટિલિટી ટ્રીટમેન્ટ્સ પર જવા પહેલાં તમારું વિટામિન D ચેક કરાવો. ક્યારેક માતા-પિતા બનવાનો રસ્તો કોઈ જટિલ સારવારમાં નહીં, પરંતુ થોડા સનશાઇનમાં પણ છુપાયેલો હોઇ શકે છે.

જો તમને પિરિયડ્સ દરમિયાન આ 8 લક્ષણો દેખાય તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરો
માસિક સ્રાવ વિશે ઘણી ગેરમાન્યતાઓ છે. જો તમને આ વિશે યોગ્ય માહિતી ન હોય અથવા યોગ્ય સલાહ ન મળે, તો ભવિષ્યમાં મોટી સમસ્યા ઊભી થઈ શકે છે, તેથી પહેલા આપણે જાણીએ કે માસિક સ્રાવ સંબંધિત સમસ્યાઓ ક્યારે ઉદ્ભવે છે અને તેના કારણો શું છે. તમારે કયા સમયે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

તો ચાલો પહેલા જાણીએ કે અનિયમિતતાના કારણો-

-ગર્ભાવસ્થા અથવા સ્તનપાન

માસિક સ્રાવની ગેરહાજરી એ ગર્ભાવસ્થાનું પ્રારંભિક લક્ષણ હોઈ શકે છે. સ્તનપાન સામાન્ય રીતે ગર્ભાવસ્થા પછી તમારા માસિક સ્રાવ પાછા આવવામાં વિલંબ કરે છે.

-ખાવાની વિકૃતિઓ, વધુ પડતું વજન ઘટવું અથવા વધુ પડતી કસરત

ખાવાની વિકૃતિઓ - જેમ કે એનોરેક્સિયા નર્વોસા - વધુ પડતું વજન ઘટવું અને વધુ પડતી શારીરિક પ્રવૃત્તિ તમારા માસિક સ્રાવમાં દખલ કરી શકે છે.

-પોલિસિસ્ટિક અંડાશય સિન્ડ્રોમ (PCOS)

આ સામાન્ય વિકૃતિથી પીડિત લોકો અનિયમિત માસિક સ્રાવ અનુભવી શકે છે. તેમનું અંડાશય પણ મોટું થઈ શકે છે, જેમાં દરેક અંડાશયમાં પ્રવાહીનો નાનો સંગ્રહ હોય છે - જેને ફોલિકલ્સ કહેવાય છે. આ ફોલિકલ્સ અલ્ટ્રાસાઉન્ડ ટેસ્ટ દરમિયાન જોઈ શકાય છે. PCOS ધરાવતા લોકોના અંડાશયમાં અન્ય લોકો કરતા વધુ ફોલિકલ્સ હોય છે.

-પ્રીમેચ્યોર અંડાશય નિષ્ફળતા.

પ્રીમેચ્યોર અંડાશય નિષ્ફળતા એટલે 40 વર્ષની ઉંમર પહેલા સામાન્ય અંડાશય કાર્ય ગુમાવવું. જે લોકોને આ સ્થિતિ હોય છે, જેને પ્રાથમિક અંડાશય નિષ્ફળતા પણ કહેવાય છે, તેમને વર્ષો સુધી અનિયમિત અથવા ભાગ્યે જ માસિક સ્રાવ થઈ શકે છે.

-પેલ્વિક ઇન્ફ્લેમેટરી ડિસીઝ (PID)

પ્રજનન અંગોના આ ચેપથી માસિક રક્તસ્રાવ અનિયમિત થઈ શકે છે.

-ગર્ભાશય ફાઇબ્રોઇડ્સ.

ગર્ભાશય ફાઇબ્રોઇડ્સ એ ગર્ભાશયમાં વૃદ્ધિ છે જે કેન્સરગ્રસ્ત નથી. તે ભારે અને લાંબા માસિક ચક્રનું કારણ બની શકે છે.

અનિયમિતતાને રોકવા માટે હું શું કરી શકું?

કેટલીકવાર, જન્મ નિયંત્રણ ગોળીઓ અનિયમિત માસિક ચક્રને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.

પ્રોજેસ્ટિન ધરાવતા સ્તનપાન ઉપકરણો માસિક ચક્રને ઓછું ભારે બનાવી શકે છે અને ખેંચાણ ઘટાડી શકે છે.

વધુમાં તમારા ડૉક્ટર સાથે વાત કરો જો:

1. તમારું માસિક ચક્ર અચાનક 90 દિવસથી વધુ સમય માટે બંધ થઈ જાય - અને તમે ગર્ભવતી નથી.

2. નિયમિત થયા પછી તમારા માસિક અનિયમિત થઈ જાય છે.

3. તમને સાત દિવસથી વધુ સમય સુધી રક્તસ્ત્રાવ થાય છે.

4. તમને સામાન્ય કરતાં વધુ રક્તસ્ત્રાવ થાય છે અથવા દર એક કે બે કલાકે એક કરતાં વધુ પેડ અથવા ટેમ્પનનો ઉપયોગ થાય છે.

5. તમારા માસિક સ્રાવમાં 21 દિવસથી ઓછા અથવા 35 દિવસથી વધુ સમયનો તફાવત હોય છે.

6. તમને માસિક સ્રાવ વચ્ચે રક્તસ્ત્રાવ થાય છે.

7. તમારા માસિક સ્રાવ દરમિયાન તમને ખૂબ દુખાવો થાય છે.

8. ટેમ્પનનો ઉપયોગ કર્યા પછી તમને અચાનક તાવ આવે છે અને બીમારીનો અનુભવ થાય છે.

સુનીલ-અથિયા વિવાદ: કુદરતી ડિલિવરી, સીઝેરિયન કરતા શ્રેષ્ઠ હોવાની માન્યતા ખોટી છે
તાજેતરમાં અભિનેતા સુનીલ શેટ્ટી તેની દીકરી અથિયા શેટ્ટીના કુદરતી ડિલિવરી વિશે આપેલા નિવેદનને કારણે વિવાદમાં આવી ગયા હતા. તેમના નિવેદનને ઘણા લોકોએ સીઝેરિયન (C-section) ડિલિવરી કરાવનારી માતાઓને નીચું દેખાડવાનું હોય તેવું માન્યું. જોકે, વિવાદ ઊભો થતા સુનીલ શેટ્ટીએ માફી માંગતા જણાવ્યું કે તેમનો ઉદ્દેશ કોઈ મહિલાના માતૃત્વના અનુભવને ઓછું દેખાડવાનો નહોતો.

આ ઘટના એક મોટા સામાજિક મુદ્દા તરફ ધ્યાન ખેંચે છે  —ઘણા લોકો કુદરતી ડિલિવરીને ઉત્તમ માને છે અને સીઝેરિયનને નબળું માનવાની માનસિકતા ધરાવે છે. જોકે, આ બન્ને પ્રકારની માન્યતા ધરાવનારાઓમાંથી મોટા ભાગના લોકો તેની પાછળની જટિલતાઓથી અજાણ હોય છે. આવી માન્યતાઓની અસરથી ઘણીવાર ગર્ભવતી મહિલાઓ ઉપર અણધાર્યો માનસિક દબાણ સર્જાય છે.

તબીબી નિષ્ણાતોની ભૂમિકા મહત્વપૂર્ણ

પ્રસવ એક જટિલ તબીબી પ્રક્રિયા છે. તેની પદ્ધતિ શું હોય એ નિર્ણય gynecologist અને obstetrician જેવા લાયક તબીબો દ્વારા લેવો જોઈએ. તેઓ માતા અને બાળકની તબિયત, સંભવિત મુશ્કેલીઓ વગેરેને ધ્યાનમાં રાખીને સૌથી સુરક્ષિત રીત પસંદ કરે છે. સ્ત્રીઓની પસંદગીઓ મહત્વની છે પણ તે તબીબી સલાહ સાથે સંતુલિત હોવી જોઈએ.

માતાઓ માટે માહિતી મહત્વપૂર્ણ છે

સ્ત્રીઓને ડિલિવરી પહેલા તેમની પાસે રહેલા વિકલ્પો વિશે પૂરી માહિતી હોવી ખૂબ જરૂરી છે. એવી માહિતી તેમને તબીબો સાથે ખુલ્લી ચર્ચા કરીને યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરે છે. છતાં, અમુક વખતે પરિસ્થિતિમાં ફેરફાર આવતા પોતાને ગમતા નિર્ણયથી હટવું પડે — એટલે ફ્લેક્સિબલિટી જરૂરી છે.

સામાજિક માન્યતાઓથી દૂર થવું પડશે

કુદરતી ડિલિવરી સીઝેરિયન કરતાં શ્રેષ્ઠ જ છે —એવી માન્યતાઓ ખોટી અને નુકસાનકારક છે. C-section એ એક મોટી સર્જરી છે અને ઘણીવાર જીવન બચાવનારી સાબિત થાય છે. એનો નિર્ણય કોઇ ખાસ પરિસ્થિતિમાં જ લેવાય છે. ખરેખર એ માતાના સમર્પણ કે શક્તિને નાપવાનો માપદંડ જરાય નથી. આપણે સમાજમાં પ્રવર્તતી માન્યતાઓથી દૂર રહેવું જોઇએ. નહીં તો નુક્સાન કરી બેસીશું.

દરેક માતા માટે પ્રસવ એક જુદો  અનુભવ છે. એના નિર્ણયનો આધાર સમયની માગ અનુસાર ડોક્ટરની સલાહ અને માતાને અપાતી યોગ્ય માહિતી પર હોવો જોઈએ, ન કે સામાજિક માન્યતાઓથી ઊભા થતા દબાણ પર. તબીબી નિષ્ણાતોની સલાહનું માન રાખીને અને માતાઓના વ્યક્તિગત અનુભવને સન્માન આપીને જ આપણે એક વધુ સમજદારીભર્યો દૃષ્ટિકોણ વિકસાવી શકીશું.

શિક્ષિકા અને સગીર વિદ્યાર્થી વચ્ચે સંબંધ ઘોર અનૈતિક: હદો નક્કી કરવાનો સમય આવી ગયો
તાજેતરમાં સુરતમાં એક ખૂબ જ હચમચાવનારી ઘટના સામે આવે — જ્યાં 23 વર્ષની એક મહિલા શિક્ષિકા અને 13 વર્ષના વિદ્યાર્થી વચ્ચે શારીરિક સંબંધ બંધાયા. ત્યારપછી શિક્ષિકા ગર્ભવતી થઈ — આ આપણા સમાજ માટે અતિ ગંભીર અને ચિંતાનો વિષય છે. આ ઘટના માત્ર એક કાનૂની મુદ્દો નથી, પણ તેની પાછળ માનસિક, સામાજિક અને શૈક્ષણિક અનેક પ્રશ્નો છુપાયેલા છે જે અંગે હવે ગંભીર વિચાર કરવો જરૂરી બની ગયો છે.

સૌપ્રથમ તો 13 વર્ષનો વિદ્યાર્થી કાનૂની રીતે બાળક ગણાય છે. ભારતીય કાનૂન અનુસાર, 18 વર્ષથી નીચેના વ્યકિત સાથે થતી કોઈ પણ જાતની શારીરિક સંબંધ—એકબીજાની મરજીથી હોય તો પણ—અપરાધ ગણાય છે. આ કિસ્સામાં વિદ્યાર્થીની સંમતિ હોવા છતાં શિક્ષિકા પર પોક્સો (POCSO – Protection of Children from Sexual Offences) કાયદા હેઠળ કેસ ચલાવાઇ રહ્યો છે. આ કાયદો બાળકના શારીરિક અને માનસિક રક્ષણ માટે લાવવામાં આવ્યો છે. આ કિસ્સામાં શિક્ષિકા સામે ગંભીર કાનૂની કાર્યવાહી થશે. જો આરોપ સિદ્ધ થાય, તો તેને લાંબી સજા થઈ શકે છે. જોકે, બીજી બાજુ એક વાત અંગે પણ વિચાર કરવાની જરૂર છે કે બાળક ભલે સામાજિક કે માનસિક રીતે પુખ્ત નથી પરંતુ તે શરીર સંબંધ બાંધવા અંગે તો પુખ્ત થઇ જ ગયો છે. આ વાતને ધ્યાને લેતા જાતિય પુખ્તતા અને કાયદાની જોગવાઇ અંગે ફેર વિચારણા કરવાની જરૂર તમને નથી લાગતી?

આવી ઘટનાના કારણો સમજવા માટે આપણે કાયદા ઉપરાંત માનસિક અને સામાજિક પરિપ્રેક્ષ્ય પર પણ ધ્યાન આપવું પડશે. શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો સંબંધ ખાસ હોય છે અને તે વિશ્વાસ પર આધારિત હોય છે. શિક્ષકનો ધ્યેય માત્ર જ્ઞાન આપવો નહીં, પણ શિસ્ત, નૈતિકતા અને સંસ્કાર આપવા પણ હોય છે. જ્યારે શિક્ષક પોતે જ પોતાની સત્તાનો દુરુપયોગ કરે છે, ત્યારે આ આખા વ્યવસાયને કલંકિત કરે છે. અહીં શિક્ષિકા દ્વારા બાળકના ભવિષ્ય તરફ જોયા વગર તેમની ઉપર મૂકેલા વિશ્વાસને તોડ્યો છે. સત્તાનો અત્યંત ઘાતકી દુરુપયોગ કર્યો છે. આવી ઘટનાઓ દીકરીઓ સાથે તો સતત બનતી હોય છે પરંતુ દીકરા સાથે બની એટલે સમાજ એકાએક જાગ્યો છે.

આવા બનાવો પાછળ ઘણાબધા કારણો જવાબદાર હોય છે પરંતુ એક મુખ્ય કારણ છે સોશિયલ મિડિયાનો દુરૂપયોગ. ઘણી વાર શાળાની બહાર પણ શિક્ષક-વિદ્યાર્થી વચ્ચે "ફ્રેન્ડલી" સંબંધ બાંધવામાં આવે છે. જે બાદમાં દિશા ભટકી શકે છે. હવે સમય આવી ગયો છે કે શિક્ષકો માટેના કોર્સમાં નૈતિક ગાઇડલાઇન લાગુ કરવામાં આવે.  બાળકો સાથે વ્યવહારની સીમાઓ અંગે નિયમો બનાવવા આવશ્યક બની ગયા છે.

આ ઘટનાની સમાજ પર પણ મોટી અસર થાઇ છે. માતા-પિતા હવે શાળાઓમાં પોતાના બાળકોની સુરક્ષાને લઈને ચિંતિત થઈ રહ્યા છે. શિક્ષણ વ્યવસ્થાની પ્રતિષ્ઠા પર પણ મોટો ડાઘ લાગ્યો છે. આથી શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓએ વધુ જાગૃત અને જવાબદાર બનવાની જરૂર છે. બાળકોના મનોવૈજ્ઞાનિક વિકાસ માટે સલામત અને નૈતિક વાતાવરણ પૂરું પાડવું એ આજે સમયની સૌથી મોટી માગ છે.

આ ઘટનાને આપણે માત્ર એક "સંવેદનશીલ સમાચાર" તરીકે નહીં, પણ બાળક સુરક્ષા, શિક્ષણ વ્યવસ્થા અને સમાજના નૈતિક તાણાવાણાની ઊંડી સમસ્યા તરીકે જોવી જોઈએ. આવા કિસ્સાઓથી આપણું ધ્યાન એક મોટા પ્રશ્ન તરફ જાય છે: શું આપણે આપણા શિક્ષકોને યોગ્ય રીતે પસંદ કરી રહ્યા છીએ? શું શિક્ષકોને યોગ્ય મનોવૈજ્ઞાનિક અને નૈતિક તાલીમ આપવામાં આવી રહી છે?

જવાબદારી હવે માત્ર કાનૂન પર નહીં, પણ દરેક શૈક્ષણિક સંસ્થા, માતાપિતા અને સમગ્ર સમાજ પર છે — બાળકોની સુરક્ષા અને વિકાસને સૌથી પહેલાં રાખીને આપણે તત્કાળ જાગૃત થવાની જરૂર છે. અગાઉના સમયમાં કોમ્યુનિકેશનના સાધનો ઓછા હોવાથી આવી ઘટનાઓ બનવાની શક્યતાઓ ઓછી હતી. પરંતુ હવે તે વધી ગઇ છે.  ભવિષ્યમાં તે વધવાની પૂરેપૂરી શક્યતા છે. વાલીઓએ એ ખાસ ધ્યાન આપવાની જરૂર છે કે જ્યારે તમારૂં સંતાન શિક્ષક કે શિક્ષિકા સાથે લાગણીશીલ બનીને વર્તતું હોય ત્યારે તમારે તરત જ તેને અટકાવવાના ઉપાય કરવા પડશે.  બધાએ સાથે મળીને આ અંગેની કોઇ ગાઇડલાઇન નક્કી કરવી જોઇએ જો આવું કરીએ તો શિક્ષક અને વિદ્યાર્થી બન્ને માટે ભવિષ્યમાં મોટા પ્રશ્નો ઊભા નહીં થાય.