Dr. Dinky Gajiwala - Khabarchhe

કેન્સરને નોટિફાયેબલ (Notifiable) જાહેર કરવા સુપ્રીમે 19 રાજ્યોને કર્યો આદેશ, શું હોય છે આ?
કેન્સર સામેની લડાઈમાં આપણે ઘણીવાર સારવાર, દવાઓ અને ટેક્નોલોજીની વાત કરીએ છીએ. પરંતુ આ લડાઈનું એક અત્યંત મહત્વનું હથિયાર છે—સચોટ ડેટા. આ જ કારણસર સુપ્રીમ કોર્ટે તાજેતરમાં દેશના 19 States અને Union Territoriesને કેન્સરને “Notifiable Disease” જાહેર કરવા કહ્યું છે. કોર્ટને જણાવાયું હતું કે દેશના 36 રાજ્યો અને સંઘપ્રદેશોમાંથી 17માં કેન્સરને પહેલેથી Notifiable Disease તરીકે જાહેર કરવામાં આવ્યું છે. તમને જાણીને ખુશી થશે કે ગુજરાતે વર્ષ 20 મે 2016 એટલે કે 10 વર્ષ પહેલા જ કેન્સરને નોટિફાયેબલ જાહેર કરી દીધું છે.

Notifiable Disease એટલે શું?

સૌથી પહેલાં એક ગેરસમજ દૂર કરવી જરૂરી છે. કેન્સરને Notifiable Disease જાહેર કરવાનો અર્થ એ નથી કે કેન્સર ચેપી રોગ છે. Notifiable Disease એટલે એવી બીમારી કે જેના નવા કેસની માહિતી ચોક્કસ વ્યવસ્થા હેઠળ સરકારી આરોગ્ય તંત્રને આપવી પડે, જેથી સરકાર રોગના ફેલાવા અને પ્રમાણ અંગે સચોટ માહિતી મેળવી શકે.

કેન્સરના કિસ્સામાં તેનો સૌથી મોટો એ ફાયદો હશે કે કયા વિસ્તારમાં કેટલા નવા દર્દીઓ છે અને કયા પ્રકારનું કેન્સર વધી રહ્યું છે તેની વધુ વ્યવસ્થિત માહિતી મેળવવી.

શા માટે જરૂરી છે આ ડેટા?

કેન્સર એક જ પ્રકારની બીમારી નથી.  બ્રેસ્ટ, લંગ, ઓરલ, સર્વાઇકલ, પ્રોસ્ટેસ સહિત અનેક પ્રકારના કેન્સર છે. જો સરકાર પાસે દરેક વિસ્તારનો ચોક્કસ અને સમયસરનો ડેટા હશે તો આપણે જાણી શકીશું કે:

કયા વિસ્તારમાં કયું કેન્સર વધારે છે?

કઈ ઉંમરના લોકો વધુ અસરગ્રસ્ત છે?

પુરુષો અને મહિલાઓમાં કયા કેન્સરનું પ્રમાણ વધારે છે?

કયા વિસ્તારોમાં સ્ક્રીનિંગની વધારે જરૂર છે?

આ માહિતીના આધારે સરકાર અને આરોગ્ય નિષ્ણાતો વધુ ચોક્કસ રોકથામ અને તપાસ કાર્યકર્મ બનાવી શકે છે.

કેન્સરનું સાચું ચિત્ર સામે આવશે

કેન્સર સામેની લડાઈમાં માત્ર દર્દીની સારવાર પૂરતી નથી. વસ્તીના સ્તર પર પણ વિચારવું પડે છે. ધારો કે કોઈ જિલ્લામાં ઓરલ કેન્સરના કેસો સતત વધી રહ્યા છે. જો આ માહિતી સમયસર મળે તો ત્યાં તમાકુ વિરોધી અભિયાન અને જનજાગૃતિ કાર્યક્રમો વધુ અસરકારક રીતે ચલાવી શકાય.
તે જ રીતે કોઈ વિસ્તારમાં મહિલાઓમાં સર્વાઇકલ અથવા બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ વધારે જોવા મળે તો ત્યાં સ્ક્રીનિંગને વધુ મજબૂત બનાવી શકાય.
એટલે કેન્સરની માહિતી માત્ર કાગળ પરની પ્રક્રિયા નથી; તે રોકથામની શરૂઆત બની શકે છે.

વહેલી ખબર એટલે વહેલી સારવાર

કેન્સરમાં વહેલું નિદાન અત્યંત મહત્વનું છે.જ્યારે કેન્સર શરૂઆતના તબક્કામાં ઓળખાય છે ત્યારે ઘણા પ્રકારના કેન્સરમાં સારવાર વધુ અસરકારક બની શકે છે. પરંતુ ઘણા દર્દીઓમાં નિદાન ત્યારે થાય છે જ્યારે બીમારી આગળ વધી ગઈ હોય. આ પાછળનું એક કારણ જાગૃતિનો અભાવ છે, તો બીજું કારણ સ્કિનિંગની અછત છે.

જો સરકાર પાસે વિસ્તાર પ્રમાણે કેન્સરના કેસોનો સચોટ ડેટા હશે તો હાઇ રીસ્ક વિસ્તારો અને હાઇ રીસ્ક પોપ્યુલેશન સુધી સ્ક્રીનિંગ પહોંચાડવાનું આયોજન વધુ અસરકારક બની શકે છે.

હવે સમાજની પણ જવાબદારી

સરકાર કેન્સરને નોટિફાયયેબલ જાહેર કરે તે મહત્વનું પગલું છે, પરંતુ તે પૂરતું નથી. લોકોએ પણ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થવું પડશે. મોઢામાં લાંબા સમય સુધી રહેતો ઘા, શરીરમાં ગાંઠ, અચાનક વજન ઘટવું, અસામાન્ય રક્તસ્ત્રાવ, સતત ઉધરસ જેવા સંકેતોને અવગણવા નહીં.
અને સૌથી મહત્વની વાત—તમાકુ, ગુટખા અને માવાથી દૂર રહેવું.

કેન્સર સામેની લડાઈમાં હોસ્પિટલ છેલ્લો મોરચો છે. પ્રથમ મોરચો છે રોકથામ, જાગૃતિ અને વહેલું નિદાન. સુપ્રીમ કોર્ટની આ દિશા આપણને એક મહત્વનો સંદેશ આપે છે—કેન્સર સામે લડવા માટે માત્ર વધુ હોસ્પિટલ નહીં, પરંતુ વધુ સચોટ ડેટા પણ જોઈએ.કારણ કે જે બીમારીને આપણે યોગ્ય રીતે ઓળખી શકીએ છીએ, તેને રોકવા અને વહેલી તકે પકડી પાડવા માટે વધુ અસરકારક રીતે આયોજન પણ કરી શકીએ છીએ.

ભૂવાએ કેન્સરના દર્દીને દવા બંધ કરી બાધા રાખવા કહ્યું, પકડાયો, લોકો કેમ ફંસાય છે?
શું કોઇ ભૂવો કેન્સર મટાડી શકે. સ્પષ્ટ જવાબ છે ના. પરંતુ લોકો ને છેતરતા ઘણા ભૂવા સક્રિય છે. જ્યારે પોલીસને ખબર પડે ત્યારે તે એક્શન લે છે પરંતુ જ્યાં સુધી લોકો જાગૃત નહીં બને ત્યાર સુધી આવું બનતું જ  રહેશે.

આવા જ એક કિસ્સામાં બનાસકાંઠાના ધાનેરા તાલુકાના હડતા ગામેથી નરેશ નામનો ભુવો ઝડપાયો છે. કેન્સર જેવી ગંભીર બીમારી મટાડવાનો દાવો કરતો આ ભુવો વિજ્ઞાન જાથાની ફરિયાદ પર પોલીસની કાર્યવાહી દરમિયાન ઝડપાઈ ગયો હતો. ત્યારબાદ તેને પૂછપરછ માટે ધાનેરા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો.

ગંભીર વાત તો તે હતી કે  કેન્સરગ્રસ્ત દર્દીને આ ભુવાએ હોસ્પિટલમાં ચાલી રહેલી સારવાર બંધ કરીને માત્ર બાધા રાખવાથી કેન્સર મટી જશે તેવો દાવો કર્યો હતો. દર્દી ત્રીજા સ્ટેજના કેન્સરથી પીડિત હોવાથી પરિવાર ચિંતામાં હતો. આ ચિંતાને કારણે તેઓ ભૂવા પાસે ગયા હતા.

બધા જાણે જ છે કે કેન્સરની ખબર જો શરૂઆતના સ્ટેજમાં પણ પડી જાય તો તેનો અસરકારક ઉપચાર કરી શકાય. પરંતુ જો તે વધી ગયું હોય તો તેની સારવાર અઘરી હોય છે. આ સારવાર લાંબી પણ હોય છે. સારવારનું પરિણામ દર્દીની ઊંમર, કેન્સરના પ્રકાર અને તેની શારીરિક, માનસિક અને આર્થિક સ્થિતિ પર પણ આધાર રાખે છે. ઘણીવાર લાંબી સારવારથી કંટાળીને લોકો આવા ભૂવાઓના ચક્કરમાં પડી જાય છે. લોકોને એવી આશા હોય છે કે કદાચ ચમત્કાર થશે અને સારૂ થઇ જશે. પરંતુ આવું ક્યારેય થતું નથી. અંતે પરિવારજનોએ પોતાના કુટુંબની એક વ્યક્તિ ગુમાવવાનો વારો આવતો હોય છે.

જો ભગવાન પર શ્રદ્ધા કે કોઇ બીજી રીતે કેન્સર મટી જતું હોત તો આપણા દેશના મહાન સંતોનું પણ મટી ગયું હોત. આપણે સ્વામી વિવેકાનંદથી પરિચિત છીએ. તેમના પણ ગુરુ સ્વામી રામકૃષ્ણ પરમહંસને પણ કેંસર હતું. તેમની સારવાર ડોક્ટરોએ જ કરી હતી. તેમનાથી મોટા માતાજીના ભક્ત તો આ દેશમાં કોઇ હશે નહીં પરંતુ તેમણે પણ કોઇ ચમત્કારના આશા રાખ્યા વગર ડોક્ટરો પાસે સારવાર કરાવી હતી. આ ઉપરાંત રમણ મહર્ષિ નામના પ્રખ્યાત સંતને પણ કેન્સર હતું. તેમની સારવાર પણ ડોક્ટરોએ જ કરી હતી. એટલે ભગવાનમાં માનવું અને તેમનામાં શ્રદ્ધા રાખવી એ જુદી વાત છે. પરંતુ ભગવાનના નામે લૂંટતા લોકો પણ વિશ્વાસ કરવા જેવો નથી. જો મહાન સંતો પણ ડોક્ટરની સારવાર પણ ભરોસો કરતા હોય તો આપણે કેમ ન કરીએ.

WHOનું મોટું નિવેદન, 30થી 50 ટકા કેન્સરના કેસો અટકાવી શકાય છે
દર વર્ષે દુનિયામાં કરોડો લોકો કેન્સરનો ભોગ બની જાય છે. પરંતુ એક સારા સમાચાર પણ છે. World Health Organizationના જણાવ્યા અનુસાર લાઇફસ્ટાઇલમાં યોગ્ય ફેરફાર, વેક્સિન અને સમયસરની સ્ક્રીનિંગ દ્વારા 30થી 50 ટકા કેન્સરના કેસો જરૂર અટકાવી શકાય છે.

આનો અર્થ એ છે કે કેન્સર હંમેશા નસીબની રમત નથી. આપણે કેટલા સતર્ક છીએ તે બાબત આપણા કેન્સરના જોખમને નોંધપાત્ર રીતે ઘટાડી શકે છે.

ભારતમાં કેન્સરની સ્થિતિ કેટલી ગંભીર છે?

International Agency for Research on Cancerના GLOBOCAN 2022ના આંકડા મુજબ: 2022માં ભારતમાં 14.61 લાખ નવા કેન્સરના કેસ નોંધાયા. 8.08 લાખ લોકોના કેન્સરને કારણે મોત થયા. દર 9માંથી 1 ભારતીયને જીવનકાળમાં ક્યારે ને ક્યારે કેન્સર થવાનું જોખમ છે. વર્ષ 2025 સુધીમાં ભારતમાં દર વર્ષે 15.7 લાખથી વધુ નવા કેસ નોંધાયા હોવાનો અંદાજ મૂકાયો છે. આ આંકડા સ્પષ્ટ રીતે બતાવે છે કે કેન્સર સામેની સૌથી અસરકારક દવા માત્ર સારવાર નહીં, પરંતુ રોકથામ છે.

WHO અનુસાર કેન્સરથી બચવાના 7 અસરકારક ઉપાય

1. તમાકુનો સંપૂર્ણ ત્યાગ

તમાકુ વિશ્વમાં કેન્સરનું સૌથી મોટું કારણ છે. ભારતમાં મોઢા, ગળા અને ફેફસાના મોટા ભાગના કેન્સર માટે ગુટખા, માવો, સુપારી, બીડી અને સિગારેટ જવાબદાર છે.

2. દારૂનું સેવન ટાળો

દારૂનું નિયમિત સેવન મોઢું, ગળું, લિવર, સ્તન અને આંતરડાના કેન્સરનું જોખમ વધારે છે.

3. સ્વસ્થ વજન અને નિયમિત કસરત

રોજ ઓછામાં ઓછા 30 મિનિટ વ્યાયામ અને સ્થૂળતા ટાળવી અનેક પ્રકારના કેન્સરનું જોખમ ઘટાડે છે.

4. સંતુલિત આહાર

વધુ ફળો, લીલા શાકભાજી, આખા અનાજ અને ફાઇબરયુક્ત આહાર લો. પ્રોસેસ્ડ માંસ, વધારે ખાંડ અને અલ્ટ્રા-પ્રોસેસ્ડ ખોરાક ઓછો કરો.

5. HPV અને હેપેટાઇટિસ-B રસી

HPV રસી ગર્ભાશયના મુખના કેન્સરનું જોખમ ઘટાડે છે, જ્યારે હેપેટાઇટિસ-B રસી લિવર કેન્સર સામે રક્ષણ આપે છે.

6. નિયમિત સ્ક્રીનિંગ

સ્તન કેન્સર માટે મેમોગ્રાફી

સર્વાઇકલ કેન્સર માટે HPV/Pap ટેસ્ટ

મોઢાની તપાસ, ખાસ કરીને તમાકુ વાપરતા લોકોમાં વહેલી ઓળખ સારવારની સફળતા અનેકગણી વધારી દે છે.

7. પ્રદૂષણ અને સૂર્યના હાનિકારક કિરણોથી બચો

વાયુ પ્રદૂષણ અને વધુ પડતા અલ્ટ્રાવાયોલેટ કિરણો પણ કેટલાક કેન્સરનું જોખમ વધારે છે.

ગુજરાતમાં ખાસ કરીને તમાકુ અને સોપારીના વધતા ઉપયોગને કારણે મોઢા અને ગળાના કેન્સરના કેસો ચિંતાજનક પ્રમાણમાં જોવા મળે છે.

કેન્સર સામેની સૌથી મોટી લડાઈ હોસ્પિટલમાં નહીં, પરંતુ આપણા ઘરમાં શરૂ થાય છે. સ્વસ્થ જીવનશૈલી અપનાવવી, તમાકુથી દૂર રહેવું, જરૂરી રસીઓ લેવી અને સમયસર સ્ક્રીનિંગ કરાવવું—આ ચાર પગલાં લાખો લોકોને કેન્સરથી બચાવી શકે છે.

શું લગ્ન કેન્સરથી બચાવે છે? વાયરલ રિસર્ચ પાછળનું સાચું વિજ્ઞાન
હાલમાં એક આંતરરાષ્ટ્રીય સંશોધન ચર્ચાનો વિષય બન્યું છે. અમેરિકાની મિયામી યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે પરિણીત લોકોની સરખામણીએ અપરિણીત અથવા સિંગલ લોકોમાં કેન્સર થવાનું જોખમ વધારે જોવા મળે છે. આ અભ્યાસ ‘Cancer Research Communications’ નામના વૈજ્ઞાનિક જર્નલમાં પ્રકાશિત થયો છે.

આ સમાચાર વાંચ્યા પછી ઘણા લોકોના મનમાં એક સ્વાભાવિક પ્રશ્ન ઉદ્ભવે છે – શું ખરેખર લગ્ન કેન્સર સામે રક્ષણ આપે છે?

એક કેન્સર નિષ્ણાત તરીકે આ વિષયને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમજવાની જરૂર છે.

રિસર્ચમાં શું જાણવા મળ્યું?

રિસર્ચ કરનારાઓએ 2015 થી 2022 દરમિયાન અમેરિકાના 12 રાજ્યોમાં નોંધાયેલા 40 લાખથી વધુ કેન્સરના કેસોનો અભ્યાસ કર્યો હતો. અભ્યાસ દરમિયાન વૈજ્ઞાનિકોએ વ્યક્તિની વૈવાહિક સ્થિતિ અને કેન્સરની ઘટનાઓ વચ્ચેનો સંબંધ તપાસ્યો.

અભ્યાસમાં જાણવા મળ્યું કે પરિણીત લોકોની સરખામણીએ અપરિણીત પુરુષોમાં કેન્સરની ઘટનાઓ લગભગ 68 ટકા વધુ હતી. જ્યારે અપરિણીત મહિલાઓમાં આ પ્રમાણ લગભગ 85 ટકા વધુ જોવા મળ્યું હતું. કેટલાક વિશિષ્ટ પ્રકારના કેન્સરમાં પણ જોખમનું પ્રમાણ વધુ નોંધાયું હતું.

તો શું લગ્ન કેન્સરથી બચાવે છે?

આ પ્રશ્નનો સીધો જવાબ "ના" છે. આ સંશોધન એ સાબિત નથી કરતું કે લગ્ન કરવાથી કેન્સર અટકી જાય છે. વૈજ્ઞાનિક ભાષામાં કહીએ તો આ અભ્યાસ માત્ર એક "સંબંધ" (Association) દર્શાવે છે, કારણ (Cause) નહીં. એટલે કે લગ્ન અને કેન્સર વચ્ચે સંબંધ જોવા મળ્યો છે, પરંતુ એનું કારણ માત્ર લગ્ન છે એવું કહી શકાય નહીં.

તો પછી પરિણીત લોકોમાં જોખમ ઓછું કેમ મળ્યું?

તેની પાછળ કેટલાક મહત્વના પરિબળો જવાબદાર હોઈ શકે છે.

1. સામાજિક અને ઇમોશનલ સપોર્ટ

લાંબા સમય સુધી મળતો ઇમોશનલ સપોર્ટ માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વનો છે. જીવનસાથી ઘણી વખત શરીરમાં થતા ફેરફારો અથવા લક્ષણો ઝડપથી ધ્યાને લાવી શકે છે, જેના કારણે સમયસર તબીબી હેલ્પ મળી શકે છે.

2. નિયમિત હેલ્થ ચેકઅપ

ઘણા પરિણીત લોકો નિયમિત હેલ્થ ચેકઅપ અને સ્ક્રિનિંગ તરફ વધુ ધ્યાન આપતા હોય છે. કેન્સરનું વહેલું નિદાન થવાથી સારવારની સફળતાનો દર નોંધપાત્ર રીતે વધી જાય છે.

3. વધુ સ્વસ્થ જીવનશૈલી

કેટલાક અભ્યાસો દર્શાવે છે કે પરિણીત લોકોમાં ધૂમ્રપાન, દારૂનું અતિશય સેવન અથવા અન્ય જોખમી ટેવોનું પ્રમાણ સરેરાશ ઓછું હોઈ શકે છે.

4. તણાવનો વધુ સારી રીતે સામનો

ક્રોનિક સ્ટ્રેસ શરીરની રોગપ્રતિકારક શક્તિ અને સમગ્ર આરોગ્યને અસર કરી શકે છે. મજબૂત સંબંધો અને પરિવારનો સાથ માનસિક સંતુલન જાળવવામાં મદદરૂપ બની શકે છે.

5. મહિલાઓ માટે બાળકને જન્મ આપવું અને બ્રેસ્ટફિડિંગ કરાવવું તે બ્રેસ્ટ કેન્સર સામે રક્ષણ આપે છે.

azafashions.com

તો અપરિણીત લોકોએ ચિંતા કરવાની જરૂર છે?

બિલકુલ નહીં.

કેન્સરનું જોખમ કોઈ વ્યક્તિ પરિણીત છે કે નહીં તેના કરતાં વધુ પ્રમાણમાં તેની જીવનશૈલી અને આરોગ્ય સંબંધિત આદતો પર આધારિત છે.

આજે પણ કેન્સરના સૌથી મોટા જોખમકારક પરિબળોમાં સામેલ છે:

- તમાકુ અને ધૂમ્રપાન

- દારૂનું વધુ સેવન

- સ્થૂળતા

- કસરતનો અભાવ

-અસંતુલિત આહાર

- HPV અને Hepatitis જેવા વાયરસ

- પારિવારિક કેન્સર ઇતિહાસ

- સમયસર સ્ક્રિનિંગ ન કરાવવું

આ પરિબળો પર નિયંત્રણ રાખવાથી કેન્સરનું જોખમ નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે.

કેન્સર નિષ્ણાત તરીકે મારી સલાહ

આ રિસર્ચનો સાચો સંદેશ લગ્ન કરવાની સલાહ નથી. આ અભ્યાસ આપણને એ સમજાવે છે કે સામાજિક જોડાણ, ભાવનાત્મક ટેકો, સ્વસ્થ જીવનશૈલી અને નિયમિત સ્ક્રિનિંગ આપણા આરોગ્ય માટે કેટલા મહત્વના છે.તમે પરિણીત હો કે અપરિણીત, કેન્સર સામેનું સૌથી અસરકારક હથિયાર છે – જાગૃતિ, સમયસર તપાસ અને સ્વસ્થ જીવનશૈલી.તમારા સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપો, નિયમિત ચેકઅપ કરાવો અને કોઈપણ અસામાન્ય લક્ષણને અવગણશો નહીં. કેન્સર સામેની લડાઈમાં વહેલું નિદાન જ સૌથી મોટી જીત છે.

પૂણેના વૈજ્ઞાનિકોએ બ્રેસ્ટ કેન્સરના કોષોને આડઅસર વગર ખતમ કરી દેતી નવી નેનોમેડિસિન વિકસાવી
આપણા ભારતના પૂણેના  વૈજ્ઞાનિકોએ બ્રેસ્ટ કેન્સરની સારવારમાં મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત કરી છે. પુણે સ્થિત અઘારકર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (Agharkar Research Institute - ARI)ના સંશોધકોએ એવી નવી નેનોમેડિસિન વિકસાવી છે, જે સીધા બ્રેસ્ટ કેન્સરના કોષોને ઓળખીને તેમના વિકાસ અને જીવન માટે જવાબદાર જીન્સને નિષ્ક્રિય કરી શકે છે.

આ સંશોધન ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST) હેઠળ કાર્યરત અઘારકર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના નેનોબાયોસાયન્સ ગ્રૂપ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. આ અભ્યાસના પરિણામો આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક જર્નલ Advanced Healthcare Materials માં પ્રકાશિત કરવામાં આવ્યા છે.

આ રીતે કાર્ય કરે છે નવી ટેક્નોલોજી?

વૈજ્ઞાનિકોએ "MUC1-Targeted Silica Nanocarrier" નામની અદ્યતન નેનોમેડિસિન તૈયાર કરી છે. બ્રેસ્ટ કેન્સરના કોષોની સપાટી પર MUC1 નામનું પ્રોટીન વધુ પ્રમાણમાં જોવા મળે છે. નવી દવા આ પ્રોટીનને ઓળખીને સીધી કેન્સર કોષો સુધી પહોંચે છે.

કેન્સર કોષોની અંદર પહોંચ્યા પછી આ નેનોમેડિસિન MCL-1 અને Survivin નામના બે મહત્વપૂર્ણ જીન્સને નિષ્ક્રિય કરે છે. આ બંને જીન્સ કેન્સર કોષોને જીવંત રાખવામાં અને ઝડપથી વધવામાં મદદરૂપ બને છે. જીન્સ બંધ થતાં કેન્સર કોષો ધીમે ધીમે નાશ પામવા લાગે છે.

આ મહત્વપૂર્ણ સંશોધનમાં વૈજ્ઞાનિકો નીલાદ્રી હલધર, રાજકુમાર સામંત, સુરજીત પાત્રા, દેવયાની સેંગર, સચિન જાધવ અને વિરેન્દ્ર ગજબિયે સહિતની ટીમે યોગદાન આપ્યું છે. સંશોધકોએ જણાવ્યું હતું કે આ ટેક્નોલોજી ખાસ કરીને બ્રેસ્ટ કેન્સરના આક્રમક પ્રકારો સામે અસરકારક સાબિત થઈ શકે છે અને ભવિષ્યમાં વધુ ચોક્કસ સારવાર માટે માર્ગ મોકળો કરી શકે છે.

વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર આ નેનોમેડિસિનનું પરીક્ષણ હાલ પ્રી-ક્લિનિકલ તબક્કામાં સફળ રહ્યું છે. લેબોરેટરી પરીક્ષણો અને પ્રાણીઓ પર કરવામાં આવેલા અભ્યાસમાં હકારાત્મક પરિણામો મળ્યા છે. જોકે માનવ દર્દીઓ પર ક્લિનિકલ ટ્રાયલ્સ હજુ બાકી છે. વિશેષજ્ઞોનું માનવું છે કે જો આગામી વર્ષોમાં માનવ પરીક્ષણો સફળ રહેશે, તો બ્રેસ્ટ કેન્સરની સારવારમાં આ શોધ એક ક્રાંતિકારી પરિવર્તન લાવી શકે છે.

હાલમાં ઉપયોગમાં લેવાતી કીમોથેરાપી ઘણી વખત સ્વસ્થ કોષોને પણ નુકસાન પહોંચાડે છે, જેના કારણે દર્દીઓને વાળ ખરવા, થાક, ઉલ્ટી અને અન્ય ગંભીર આડઅસરોનો સામનો કરવો પડે છે. નવી નેનોમેડિસિન માત્ર કેન્સરગ્રસ્ત કોષોને જ નિશાન બનાવે છે. પરિણામે ભવિષ્યમાં સારવાર વધુ અસરકારક, સુરક્ષિત અને ઓછી આડઅસરવાળી બનવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ શોધ ભારતના બાયોમેડિકલ અને કેન્સર સંશોધન ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન માનવામાં આવી રહી છે અને વૈશ્વિક સ્તરે પણ તેનું વિશેષ મહત્વ છે.

કેન્સરથી પિતાના મોત પછી સુરતમાં દીકરાએ જે કર્યું તેને સલામ કરવી જોઇએ
આજના સમયમાં કેન્સર થવાના કારણોમાં રાસાયણિક ખાતરથી આપણા ખોરાકમાં જતા રસાયણો પણ મોટો ભાગ ભજવે છે. પરંતુ તેનો ઉપાય આજ સુધી આપણે શોધી શક્યા નથી. આપણા દેશની વસ્તીને ધ્યાને રાખતા બધા જ લોકો રાસાયણિક ખાતરનો ઉપયોગ બંધ કરી દે તે શક્ય પણ નથી. શક્ય હોય તેટલા નાના નાના પ્રયત્નોથી આપણે આ સમસ્યાને નિવારી શકીશું. સૂરતમાં આવી એક ઘટના બની છે. કેન્સરથી પિતાના મોત પછી એક દીકરાએ તેની ખેતીમાં રાસાયણિક ખાતર વાપરવાનું જ બંધ કરી દીધું.

આ કિસ્સો છે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સરસ ગામના ખેડૂત કલ્પેશ પટેલનો.  તેમણે વ્યક્તિગત દુઃખને સમાજ માટે પ્રેરણામાં ફેરવી દીધું છે. પિતાના કેન્સરથી થયેલા અવસાન બાદ તેમણે રાસાયણિક ખેતી સંપૂર્ણપણે છોડી કુદરતી ખેતીનો માર્ગ અપનાવ્યો. આજે તેઓ ગુજરાતમાં કુદરતી ખેતીના સફળ ખેડૂત તરીકે ઓળખાઈ રહ્યા છે.

કલ્પેશ પટેલના પિતા રમણભાઈ પટેલ વર્ષો સુધી ખેતરમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરતા હતા. કલ્પેશ જણાવે છે કે પિતાના શરીરમાંથી હંમેશા જંતુનાશકોની ગંધ આવતી હતી. જ્યારે તેમના પિતાને કેન્સર થયું, ત્યારે તેમને સમજાયું કે રાસાયણિક ખેતીના આરોગ્ય પર ગંભીર પ્રભાવ પડી શકે છે. પિતાના અવસાન પછી તેમણે નક્કી કર્યું કે હવે તેઓ ખેતીમાં ઝેરી રસાયણોનો ઉપયોગ નહીં કરે.

વર્ષ 2019માં કલ્પેશે પોતાની જમીન પર કુદરતી ખેતીનો પ્રયોગ શરૂ કર્યો. સુરતની ખાનગી કંપનીમાં કેમિકલ ઓપરેટર તરીકે નોકરી સાથે તેમણે ગુજરાત કૃષિ વિભાગ દ્વારા આયોજિત તાલીમમાં ભાગ લીધો અને જીવામૃત જેવી કુદરતી પદ્ધતિઓ શીખી.

આજે તેઓ લગભગ સાડા ત્રણ બીઘા જમીનમાં 50થી વધુ જાતની કેળાની ખેતી કરે છે. તેમાં પૂવન, રસથાળી, બસરાઈ, લાલ કેળું, એલચી અને આંતરરાષ્ટ્રીય સ્તરે લોકપ્રિય બ્લૂ જાવા જેવી જાતોનો સમાવેશ થાય છે. તેમના ખેતરમાં ઉત્પન્ન થતી કેળાની લૂમો સામાન્ય રીતે 30 કિલોથી વધુ વજન ધરાવે છે. વર્ષ 2025માં તેમના ખેતરમાં 73 કિલો વજનની કેળાની લૂમ ઉત્પન્ન થતાં કૃષિ વૈજ્ઞાનિકો અને દેશભરના ખેડૂતોનું ધ્યાન ખેંચાયું હતું.

કલ્પેશ પટેલના જણાવ્યા મુજબ કુદરતી ખેતી અપનાવ્યા પછી તેઓ દર વર્ષે પ્રતિ બીઘા રૂ. 15 હજારથી 20 હજાર સુધીનો ખર્ચ બચાવે છે. જમીનની ગુણવત્તા સુધરતાં ઉત્પાદન પણ નોંધપાત્ર રીતે વધ્યું છે. હાલમાં તેઓ સાડા ત્રણ બીઘા જમીનમાંથી દર વર્ષે અંદાજે રૂ. 10 થી 12 લાખની આવક મેળવે છે. તેઓ ન વેચાયેલા કેળાંમાંથી વેફર્સ, બનાના પાવડર અને ડ્રાય બનાના ફિગ જેવી પ્રોડક્ટ્સ તૈયાર કરે છે.

કલ્પેશ પટેલનો આ કિસ્સો સમાજ માટે પ્રેરણારૂપ છે. તેમણે બતાવી આપ્યું છે કે માત્ર રસાયણિક ખાતરથી જ સફળ ખેતી થઇ શકે તેમ નથી.

અક્ષય કુમારે પિતા ગુમાવ્યા હતા, પુરુષોને આપી PSA ટેસ્ટની સલાહ
જાણીતા ફિલ્મ અભિનેતા અને હેલ્થ પ્રત્યે સતત જાગૃતિ ફેલાવતા રહેતા અક્ષય કુમારે પોતાના પિતાનો દાખલો આપવા સાથે દરેક પુરુષોને નિયમિત PSA ટેસ્ટ કરાવવાની અપીલ કરી છે.

ભારતમાં પ્રોસ્ટેટ કેન્સર વિશે જાગૃતિનો અભાવ હજુ પણ ગંભીર સમસ્યા છે. તાજેતરમાં બોલીવૂડ અભિનેતા અક્ષય કુમારે પોતાના પિતાના અવસાનનો દાખલો આપતા પુરુષોને નિયમિત PSA ટેસ્ટ કરાવતાર રહેવાની અપીલ કરી છે. તેમનું કહેવું છે કે યોગ્ય સમયે તપાસ નહીં કરાવવાના કારણે તેમના પરિવારને મોટું નુકસાન ભોગવવું પડ્યું છે.

PSA ટેસ્ટ શું છે અને કેમ મહત્વનો છે?

PSA (Prostate-Specific Antigen) એક પ્રકારનું પ્રોટીન છે, જે પ્રોસ્ટેટ ગ્રંથિ દ્વારા બને છે. એક સામાન્ય બ્લડ ટેસ્ટ દ્વારા તેનું સ્તર માપી શકાય છે. આ ટેસ્ટ દ્વારા પ્રોસ્ટેટ કેન્સરનું શરૂઆતના તબક્કામાં જ નિદાન શક્ય બને છે. શરૂઆતના સ્ટેજમાં જો નિદાન થઇ જાય તો તે સારવારની સફળતા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કૅન્સર નિષ્ણાત તરીકે મારું માનવું છે કે પ્રોસ્ટેટ કેન્સર ઘણીવાર શરૂઆતમાં કોઈ લક્ષણ આપતું નથી. તેથી, લક્ષણો દેખાય તે પહેલા સ્ક્રીનિંગ જ જીવન બચાવી શકે છે.

50 વર્ષ પછી ખાસ ધ્યાન કેમ જરૂરી

અભ્યાસો અને ક્લિનિકલ અનુભવ બતાવે છે કે 50 વર્ષથી વધુ વયના પુરુષોમાં પ્રોસ્ટેટ કેન્સરનો જોખમ વધે છે. અક્ષય કુમારે પણ આ જ બાબત પર ભાર મૂક્યો છે કે આ ઉંમર પછી વાર્ષિક PSA ટેસ્ટ કરાવવો જરૂરી છે.જો પરિવારમાં કોઇને કેન્સર હોય, તો તપાસ વધુ વહેલી ઉંમરે શરૂ કરી દેવી જરૂરી છે.

જાગૃતિનો અભાવ – સૌથી મોટો ખતરો

ભારતમાં પુરુષો સામાન્ય રીતે પોતાના આરોગ્યને જોઇએ તેટલું મહત્ત્વ આપતા નથી. ખાસ કરીને પ્રોસ્ટેટ જેવી સમસ્યાઓમાં શરમ, અજ્ઞાનતા અને “કઈ નહીં થાય” જેવી માનસિકતાને કારણે મોડું નિદાન કરાવે છે.

અક્ષય કુમારે જણાવ્યું છે કે જો તેમને સમયસર PSA ટેસ્ટ વિશે જાણ હોત, તો કદાચ તેઓ પોતાના પિતાને બચાવી શક્યા હોત.

આમ એક કૅન્સર નિષ્ણાતની રીતે હું સ્પષ્ટ રીતે કહું છું કે

50 વર્ષ પછી નિયમિત PSA ટેસ્ટ કરાવો

પરિવાર ઇતિહાસ હોય તો વહેલી ઉંમરે સ્ક્રીનિંગ શરૂ કરો

યુરિન સંબંધિત લક્ષણો (વારંવાર પેશાબ, દુખાવો) અવગણશો નહીં

સમયસર નિદાન = વધુ સારું સારવાર પરિણામ

કેન્સરની mRNA વેક્સિન વિશે અફવાઓ કેમ ફેલાય છે?
કેન્સર વેક્સિન એવી સારવાર છે જે શરીરના ઇમ્યુન સિસ્ટમને કેન્સર કોષો ઓળખવા અને નાશ કરવા શીખવે છે. mRNA vaccine ટેક્નોલોજી શરીરમાં એક પ્રકારનો મેસેજ (mRNA) મોકલે છે, જેનાથી શરીર પ્રોટીન બનાવે છે અને પછી રોગ સામે લડવા માટે તૈયાર થાય છે. આ ટેક્નોલોજી COVID-19 દરમિયાન સફળ રહી હતી અને હવે તેનો ઉપયોગ કેન્સર સારવારમાં થઈ રહ્યો છે.

સામાન્ય ભાષામાં કહીએ તો જેમ ઘર બનતા પહેલા શરીરનો એક નક્શો તૈયાર થતો હોય તેના આધારે ઘર બને છે. તે રીતે જ આપણા શરીરમાં ડીએનએ (DNA) હોય છે. આ તેનો નક્શો છે. આ નક્શાના આધારે જ આપણું શરીર વિકસે છે. આ નક્શાની માહિતી આપણા શરીરને એક દૂત મારફતે જાય છે જે RNA કહેવાય છે. આ દૂત જે માહિતી આપે તેના આધારે જ આપણું શરીર નવા કોષો બનાવે છે. હવે જો બાહરથી આપણે આ દૂતમાં એક મેસેજ મૂકીને શરીરને મોકલીએ તો શરીર તેના આધારે કામ કરવા લાગે છે. કેન્સર વખતે શરીરના ચોક્કસ કોષો પોતાની રીતે વર્તવા લાગે છે. તેઓ નિયંત્રણ બહાર થઇ જાય છે. શરીરમાં તેમની સામે લડનારા કોષો પણ હારી જાય છે. આ mRNA દ્વારા કેન્સર સામે લડનારા કોષોને મદદ કરે તેવા મેસેજ હોય છે. તેઓ પાછા લડવા તૈયાર થઇ જાય છે. આમ આ ટેક્નોલોજી ખૂબ જ ઉપયોગી સાબિત થઇ શકે છે.

કેમ આ ક્રાંતિ લાવી શકે?

mRNA વેક્સિન પર્સનલાઈઝ્ડ ટ્રીટમેન્ટ આપી શકે છે (દરેક દર્દી માટે અલગ). આ ઉપરાંત શરીરને સીધું જ કેન્સર કોષો સામે લડવા તૈયાર કરે છે.
ભવિષ્યમાં કેન્સર થતા પહેલા અટકાવવાની શક્યતા પણ ઊભી થાય.આ કારણે તેને મેડિકલ સાયન્સમાં ગેમ-ચેન્જર માનવામાં આવી રહી છે.

ગેર સમજ કેમ ફેલાય છે?

કેન્સર માટેની નવા પ્રકારની સારવારમાં mRNA ટેક્નોલોજી આશાનું કિરણ બની રહી છે. છતાં એક મોટી સમસ્યા ઉભી થઈ રહી છે—અફવાઓ (misinformation). લોકોમાં mRNA વેક્સિન વિશે ભય અને ગેરસમજ વધતી જાય છે. સવાલ એ છે કે જ્યારે વિજ્ઞાન આગળ વધી રહ્યું છે, ત્યારે ખોટી માહિતી કેમ ફેલાય છે?

વિષય નવો છે પરંતુ ડર જૂનો છે

mRNA ટેક્નોલોજી સામાન્ય લોકો માટે નવી છે. જ્યારે કોઈ નવી મેડિકલ ટેક્નોલોજી આવે છે, ત્યારે લોકોમાં સ્વાભાવિક રીતે ભય અને શંકા જન્મે છે. “આ આપણા શરીર પર શું અસર કરશે?” અથવા “શું આ સલામત છે?” જેવા પ્રશ્નો ગેરસમજ માટેની જમીન તૈયાર કરે છે.

સોશિયલ મીડિયા: ઝડપી પ્રસાર, પરંતુ અધૂરી સચ્ચાઈ

આજના ડિજિટલ યુગમાં માહિતી ઝડપથી ફેલાય છે. ખાસ કરીને WhatsApp, Facebook અને YouTube જેવા પ્લેટફોર્મ પર ઇમોશનલ અને ચોંકાવનારી માહિતી ઝડપથી વાયરલ થાય છે. દુર્ભાગ્યે, આ માહિતી હંમેશા સત્ય હોય એવું નથી હોતું.

વિજ્ઞાનની જટિલતા અને સમજણનો અભાવ

mRNA જેવી ટેક્નોલોજી વૈજ્ઞાનિક રીતે જટિલ છે. “જિનેટિક મટિરિયલ” જેવા શબ્દો લોકોને ભયભીત કરે છે. ઘણા લોકો માટે આ બાબતોને સરળ ભાષામાં સમજવું મુશ્કેલ બને છે. ઘણીવાર સમજાવનારા પણ પોતે સમજ્યા વગર જ આ અંગે વાત કરતા હોય છે. જેના કારણે ખોટી અને સરળ સમજણ વધુ વિશ્વસનીય લાગે છે.

વિશ્વાસનું સંકટ

કેટલાક લોકોમાં સરકારો, ફાર્માસ્યુટિકલ કંપનીઓ અથવા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પ્રત્યે અવિશ્વાસ હોય છે. ભૂતકાળના કેટલાક વિવાદો અથવા અફવાઓ આ અવિશ્વાસને વધુ મજબૂત બનાવે છે. પરિણામે, સાચી માહિતી પણ શંકાની નજરે જોવામાં આવે છે.

ફાયદા માટે ફેલાવાતી અફવાઓ

કેટલાક કિસ્સાઓમાં અફવાઓ ઇરાદાપૂર્વક ફેલાવવામાં આવે છે. સોશિયલ મીડિયા પર વધુ વ્યૂઝ, ફોલોઅર્સ અથવા વેપારી લાભ મેળવવા માટે ડર આધારિત વાતો પ્રસારિત કરવામાં આવે છે. આ રીતે ખોટી માહિતીનું બજાર ઉભું થાય છે.

સાંસ્કૃતિક માન્યતાઓ અને મૌખિક પ્રસાર

ભારત જેવા દેશમાં લોકો ઘણીવાર પરિવાર, મિત્રો અથવા સમાજમાં સાંભળેલી વાતો પર વધુ વિશ્વાસ રાખે છે. “કોઈએ કહ્યું છે” જેવી વાતો ઝડપથી ફેલાય છે અને સમય જતાં મિથક બની જાય છે.

ઝડપ સામે વિજ્ઞાન

વિજ્ઞાનને કોઇ પણ વાત સાબિત કરવા માટે સમય જોઈએ—રીસર્ચ, ટ્રાયલ અને પરીક્ષણ. જ્યારે અફવાઓ તો મિનિટોમાં ફેલાઈ જાય છે. આ ગતિના તફાવતને કારણે ખોટી માહિતી ઘણીવાર સત્ય કરતાં આગળ નીકળી જાય છે.

mRNA વેક્સિન વિશે અફવાઓનું મૂળ કારણ ભય, અજ્ઞાનતા અને ઝડપી કોમ્યુનિકેશન છે. આ સમસ્યાનો ઉકેલ માત્ર એક જ છે—સાચી અને સરળ ભાષામાં વૈજ્ઞાનિક માહિતી લોકોને પહોંચાડવી. ડૉક્ટરો, સંશોધકો અને જવાબદાર મીડિયા જો આગળ આવીને જાગૃતિ ફેલાવે, તો ગેરસમજ દૂર કરી શકાય.

મારી લોકોને સલાહ છે કે જ્યારે કોઇ વાત તમારી સમક્ષ આવે ત્યારે સૌથી પહેલા એ ચકાસો કે માહિતી આપનારા તે વિષયમાં નિષ્ણાત છે ખરા. બીજી બાબત એ તપાસો કે શું તેમાં તેમનો કોઇ સ્વાર્થ છે. ત્રીજી એ વાત ચકાસો કે શું તે સામાન્ય જનતાના ભલા માટે છે કે કેટલાક થોડાક લોકોના ફાયદાની વાત છે. આ રીતે તમે સત્યની થોડી નજીક પહોંચી શકો છે.

કેન્સરની ટ્રીટમેન્ટ વખતે પરિવારે પુરુષ કરતા મહિલાઓની સંભાળ વધુ લેવી જરૂરી છે
એક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય અભ્યાસ દર્શાવે છે કે મહિલાઓ કેન્સરની સારવાર પછી પુરુષોની તુલનામાં વધુ સમય સુધી જીવિત રહેવાની સંભાવના ધરાવે છે. જોકે, આ જીવિત રહેવાની લડતમાં તેમને સારવારના વધુ સાઇડ ઇફેક્ટ્સનો સામનો કરવો પડે છે. એટલે કેન્સરની મહિલા દર્દીઓની પરિવારે વિશેષ સંભાળ કરવી જરૂરી છે.

અભ્યાસમાં જાણવા મળ્યું કે મહિલાઓમાં સારવારના ગંભીર સાઇડ ઇફેક્ટ્સનો જોખમ પુરુષોની તુલનામાં લગભગ 34 ટકા વધારે છે. છતાં, સંશોધકોના વિશ્લેષણ મુજબ ઘણા કેસોમાં મહિલાઓ સારવાર પછી સરેરાશ પાંચ મહિના સુધી વધુ જીવિત રહેતી જોવા મળી. એટલે કે, ગંભીર સાઇડ ઇફેક્ટ્સ હોવા છતાં મહિલાઓની જીવિત રહેવાની ક્ષમતા વધારે હોવાનું આ અભ્યાસ સૂચવે છે. પરંતુ તે સમયે તેમની કાળજી ખૂબ જરૂરી છે.

સંશોધકોએ કુલ 2.74 લાખથી વધુ સારવાર સંબંધિત સાઇડ ઇફેક્ટ્સના કેસનું વિશ્લેષણ કર્યું હતું. ખાસ કરીને કેમોથેરાપી, ટાર્ગેટેડ થેરાપી અને ઇમ્યુનોથેરાપી જેવી સારવાર દરમિયાન મહિલાઓમાં ઉલટી, ડાયેરિયા, થાક જેવી સાઇડ ઇફેક્ટસ વધુ જોવા મળી હતી. આ સમયે જો પરિવાર તરફથી તેમને યોગ્ય સપોર્ટ મળે તો તેમનો કપરો કાળ સહેલાઇથી નીકળી શકે છે.

વિજ્ઞાનીઓના જણાવ્યા અનુસાર મહિલાઓમાં દવાઓ શરીરમાં કેવી રીતે કામ કરે છે, હોર્મોનલ તફાવતો અને શરીરની બાયોલોજિકલ રચના જેવા પરિબળો આ પરિણામોને અસર કરી શકે છે. આ કારણોસર મહિલાઓ સારવારને અલગ રીતે પ્રતિસાદ આપે છે—ક્યારેક વધુ સાઇડ ઇફેક્ટ્સ સાથે, પરંતુ કેટલાક કેસમાં વધુ લાંબી જીવિતતા સાથે.

સંશોધકોનું માનવું છે કે આ શોધ કેન્સર સારવારમાં વ્યક્તિગત અને જેન્ડર બેઇઝ્ડ અભિગમ અપનાવવાની જરૂરિયાત તરફ સંકેત આપે છે. ભવિષ્યમાં દર્દી પુરુષ છે કે મહિલા તે આધારે દવાઓની માત્રા, સારવારની પદ્ધતિ અને સાઇડ ઇફેક્ટ્સ મેનેજમેન્ટમાં ફેરફાર કરવામાં આવે તો દર્દીઓના પરિણામો વધુ સારા બની શકે.

આ અભ્યાસ એ પણ દર્શાવે છે કે કેન્સર સામેની લડતમાં માત્ર સારવાર પૂરતી નથી—દર્દીના જીવિત રહેવાના દર અને જીવનની ગુણવત્તા બંને સમાન રીતે મહત્વપૂર્ણ છે. તેથી ખાસ કરીને મહિલાઓ માટે યોગ્ય મોનિટરિંગ, સાઇડ ઇફેક્ટ્સનું સંચાલન અને માનસિક સપોર્ટ સિસ્ટમ વધુ મજબૂત બનાવવાની જરૂર છે.

આ સંશોધન અમેરિકાની SWOG Cancer Research Network દ્વારા કરવામાં આવ્યું છે અને પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક જર્નલ Journal of Clinical Oncologyમાં પ્રકાશિત થયો છે. આ અભ્યાસ Joseph Ungerના વડપણ હેઠળ Fred Hutchinson Cancer Research Center દ્વારા કરાયું છે. સંશોધકોએ 1980થી 2019 દરમિયાન થયેલા 202 ફેઝ-II અને ફેઝ-III કેન્સર ક્લિનિકલ ટ્રાયલ્સના ડેટાનું વિશ્લેષણ કર્યું હતું. કુલ 23,296 દર્દીઓના ડેટામાં આશરે 8,838 મહિલાઓ અને 14,458 પુરુષોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

કેન્સરની ભારતમાં શું છે સ્થિતિ, સરકાર શું કરે છે?
ભારતમાં કેન્સરના કેસોમાં છેલ્લા થોડા વર્ષોમાં ચિંતાજનક વધારો નોંધાઇ રહ્યો છે. હાલ જ સંસદમાં આપવામાં આવેલી માહિતી અનુસાર 2021 પછી દર વર્ષે સરેરાશ આશરે 28,000 નવા કેન્સરના કેસ અને લગભગ 15,000 વધુ મોત નોંધાઈ રહ્યા છે. આ આંકડાઓ દેશના આરોગ્ય ક્ષેત્ર માટે મોટો પડકાર ઉભો કરે છે, પરંતુ સાથે સાથે કેન્દ્ર સરકાર અને આરોગ્ય તંત્ર દ્વારા કેન્સર સામે લડવા માટે અનેક પગલાં પણ લેવામાં આવી રહ્યા છે.

ભારતમાં કેન્સરના વધતા કેસોની પાછળ ઘણા કારણો છે. આરોગ્ય મંત્રાલયે સંસદમાં જણાવ્યું છે કે વધતું આયુષ્ય, વૃદ્ધોની વધતી વસ્તી, નવી તપાસની પદ્ધતિ, અને લોકોમાં આરોગ્ય વિશે વધતી જાગૃતિને કારણે પણ વધુ કેસો આવી રહ્યા છે. એટલે કે ઘણા કેસો હવે સમયસર ઓળખાઈ રહ્યા છે, જે અગાઉ નોંધાતા ન હતા.

સરકારી આંકડાઓ મુજબ દેશમાં 2019માં લગભગ 13.5 લાખ કેન્સરના કેસ હતા, જે 2024 સુધી વધીને 15.3 લાખથી વધુ થઈ ગયા છે. તે જ રીતે કેન્સરથી થતા મૃત્યુ પણ સતત વધી રહ્યા છે. 2023માં લગભગ 8.2 લાખ લોકો કેન્સરના કારણે મૃત્યુ થયા હોવાનો અંદાજ છે.

આ પડકારને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકારે અનેક આરોગ્ય યોજનાઓ અને કાર્યક્રમો શરૂ કર્યા છે. તેમાં સૌથી મહત્વપૂર્ણ યોજના નેશનલ પ્રોગ્રામ ફોર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ કેન્સર, ડાયાબિટીસ, કાર્ડિયોવાસ્ક્યુલર ડિસિઝ એન્ડ સ્ટ્રોક (NPCDCS)છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય કેન્સર સહિતના નોન-કમ્યુનિકેબલ રોગોની રોકથામ, સમયસર તપાસ, સારવાર અને જાગૃતિ વધારવાનો છે.

સરકારના જણાવ્યા અનુસાર આ યોજના હેઠળ અત્યાર સુધી દેશના 700થી વધુ જિલ્લા સ્તરના NCD ક્લિનિકો, લગભગ 268 ડે-કેર સેન્ટરો અને હજારો સમુદાય આરોગ્ય કેન્દ્રોમાં વિશેષ ક્લિનિકો શરૂ કરવામાં આવ્યા છે. આ કેન્દ્રોમાં લોકોને કેન્સર સહિતના રોગોની સ્ક્રીનિંગ, સલાહ અને સારવાર માટે માર્ગદર્શન આપવામાં આવે છે.

કેન્સરની વહેલી ઓળખ થાય તે માટે સરકાર દ્વારા સ્ક્રીનિંગ કાર્યક્રમો પણ શરૂ કરવામાં આવ્યા છે. ખાસ કરીને સ્ત્રીઓમાં જોવા મળતા સ્તન કેન્સર, સર્વાઇકલ કેન્સર અને મોંના કેન્સરની તપાસ માટે ગામ અને શહેર બંને સ્તરે  તપાસ કરવામાં આવે છે. આ કામગીરી નેશનલ હેલ્થ મિશન હેઠળ ચલાવવામાં આવે છે, જેથી સામાન્ય લોકો સુધી આરોગ્ય સેવાઓ સરળતાથી પહોંચે.

સરકાર દ્વારા આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના દ્વારા ગરીબ અને નબળા વર્ગના લોકો માટે મફત અથવા ઓછા ખર્ચે સારવારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ યોજના હેઠળ લાખો લોકો હોસ્પિટલોમાં મોંઘી સારવાર મેળવી શક્યા છે.

તે ઉપરાંત દેશભરમાં આધુનિક કેન્સર સારવાર માટે નવા હોસ્પિટલ અને સંશોધન કેન્દ્રો સ્થાપવાની કામગીરી પણ ચાલી રહી છે. ઘણા સરકારી મેડિકલ કોલેજો અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલોમાં રેડિયોથેરાપી, કીમોથેરાપી અને અન્ય આધુનિક સારવાર સુવિધાઓ વધારવામાં આવી રહી છે.

વિશેષ કરીને મહિલાઓમાં સ્તન કેન્સર, સર્વાઇકલ કેન્સર અને ઓવેરિયન કેન્સરના કેસોમાં વધારો નોંધાયો છે. સરકાર દ્વારા મહિલાઓ માટે ખાસ તપાસ કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે.

કેન્સર સામેની લડતમાં સંશોધન અને ડેટા પણ ખૂબ મહત્વના છે. ભારત સરકાર ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા નેશનલ કેન્સર રજિસ્ટ્રી પ્રોગ્રામ ચલાવે છે, જેમાં દેશભરના કેન્સરના કેસોનો ડેટા એકત્રિત કરવામાં આવે છે. આ ડેટાના આધારે નીતિ નિર્માણ અને આરોગ્ય સેવાઓનું આયોજન કરવામાં આવે છે.

નિષ્ણાતોનું માનવું છે કે કેન્સર સામેની લડતમાં ત્રણ બાબતો સૌથી મહત્વની છે — સમયસર તપાસ, યોગ્ય સારવાર અને લોકોમાં જાગૃતિ. સરકાર આ ત્રણેય ક્ષેત્રમાં કામગીરી વધારી રહી છે, પરંતુ વસ્તીનું કદ અને જીવનશૈલીમાં થતા ફેરફારોને કારણે પડકારો પણ વધી રહ્યા છે.

છોકરીઓને સરકાર કેન્સર વિરોધી HPV વેક્સીન ફ્રી આપશે, PM મોદી 28 તારીખે કરાવશે પ્રારંભ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 ફેબ્રુઆરીએ અજમેરથી દેશભરમાં HPV (Human Papillomavirus) સામે રસીકરણ અભિયાન શરૂ કરાવવાના છે. આનો મુખ્ય હેતુ સ્ત્રીઓમાં થતા સર્વાઇકલ કેન્સર ઘટાડવાનો છે. ભારતમાં સ્ત્રીઓમાં સર્વાઇકલ કેન્સર બીજું સૌથી સામાન્ય કેન્સર છે અને તેના અંદાજે 90% કેસ HPV ચેપના કારણે થાય છે. આ રસી માત્ર સર્વાઇકલ કેન્સર જ નહીં પરંતું એનલ કેન્સર,પેનાઇલ કેન્સર,યોનિ કેન્સર,વલ્વર કેન્સર, ગળાના કેન્સરમાં પણ અસરકારક છે. HPV એક સામાન્ય રીતે ફેલાતો વાયરસ છે, જે મુખ્યત્વે શારીરિક સંપર્ક દ્વારા ફેલાય છે.

અભિયાનની મુખ્ય બાબતો

આ રાષ્ટ્રીય અભિયાન હેઠળ ખાસ કરીને 14 વર્ષની છોકરીઓને એક જ ડોઝની HPV રસી આપવામાં આવશે. દર વર્ષે આશરે 1.15 કરોડ છોકરીઓને આ રસી આપવાનું લક્ષ્ય છે.જો કિશોરાવસ્થામાં  રસી આપવામાં આવે તો વધુ મજબૂત અને લાંબા ગાળાનું રક્ષણ મળે છે.

કંઈ રસી આપવામાં આવશે?

હાલના રાષ્ટ્રીય અભિયાનમાં Gardasil રસીનો ઉપયોગ કરવામાં આવશે.  ભારતમાં વિકસિત Cervavac (Serum Institute) હજી WHOની મંજૂરીની રાહમાં હોવાથી તેનો ઉપયોગ હાલમાં થતો નથી. ભવિષ્યમાં મંજૂરી મળ્યા બાદ તેનો સમાવેશ થઈ શકે છે. GAVI Vaccine Alliance ભારતને 2.6 કરોડ ડોઝ પૂરા પાડશે જેમાંથી 1 કરોડ ડોઝ પહેલેથી જ આવી ચૂક્યા છે.

શું એક ડોઝ પૂરતો છે?

હા. WHOના નિષ્ણાતો અનુસાર 9 થી 20 વર્ષની છોકરીઓ માટે એક ડોઝ પણ અસરકારક રક્ષણ આપે છે.

જ્યારે  21 વર્ષથી ઉપરની મહિલાઓને 2 ડોઝ.  ઈમ્યુનિટી ઓછી હોય તેવી વ્યક્તિઓને 3 ડોઝની સલાહ આપવામાં આવે છે.

શું ભારતમાં આ પહેલીવાર છે, બીજા કોઇ દેશમાં અપાય છે?

ઓસ્ટ્રેલિયામાં HPV રસીકરણ શરૂ થયા બાદ યુવાન મહિલાઓમાં HPV પ્રમાણ 22.7% થી ઘટીને 1.5% થયું. ભારતના કેટલાક રાજ્યો પહેલેથી જ શરૂઆત કરી ચૂક્યા છે. સિક્કિમમાં 2018થી શરૂ કરાયું જેમાં 95% થી વધુ છોકરીઓ આવરી લેવાઇ હતી. જ્યારે પંજાબમાં 2016થી શરૂ કરાયું અને 97 ટકાને વેક્સિન આપી દેવાઇ.

શું છે મલ્ટિપલ માયલોમા? જેને કારણે એક્ટ્રેસ પ્રવીણા દેશપાંડેનું 61 વર્ષની ઉંમરે મૃત્યુ થયું
બોલીવુડ અને ટીવીના સિનિયર અદાકારા પ્રવીણા દેશપાંડેનું મંગળવારે 61 વર્ષની ઉંમરે નિધન થયું. આ માહિતી એક્ટ્રેસના પરિવારે તેમના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આપી. મંગળવારે બપોરે મુંબઈના અંધેરી સ્થિત સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. એક્ટ્રેસ લાંબા સમયથી કેન્સર સામે ઝઝૂમી રહ્યાં હતાં. 2019માં તેમને મલ્ટિપલ માયલોમાનું નિદાન થયું હતું. બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ દરમિયાન તેઓ 17 દિવસ આઇસોલેશનમાં રહ્યા હતા. તેમને કેન્સરનું નિદાન થયું પછી પણ સક્રિય હતા પરંતુ તેમણે જણાવ્યું હતું કે સતત તેમની શક્તિ ઘટી રહી હતી. કામ કરવાની તાકાત રહી ન હતી. અંતે 17 ફેબ્રુઆરીએ તેમનું નિધન થયું છે.

પ્રવીણા દેશપાંડેએ સલમાન ખાનની સુપરહિટ ફિલ્મ ‘રેડી’માં શાલિની ચૌધરીનો રોલ કર્યો હતો. આ ઉપરાંત તેમણે ‘એક વિલન’, ‘ગબ્બર ઇઝ બેક’ અને ‘પરમાણુ: ધ સ્ટોરી ઓફ પોખરણ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. તાજેતરમાં તેઓ ઇમરાન હાશ્મીની વેબ સિરીઝ ‘તસ્કરી: ધ સ્મગલર્સ વેબ’માં કેમિયો રોલમાં જોવા મળ્યા હતા.

શું છે મલ્ટીપલ માયલોમા?

મલ્ટીપલ માયલોમા એ એક પ્રકારનું બ્લડ કેન્સર છે. આ બોનમેરો પ્લાઝ્મા કોષોમાં શરૂ થાય છે. તે સામાન્ય લોહીના કોશોને નષ્ટ કરે છે અને અસામાન્ય પ્રોટીન બનાવે છે. આનાથી હાડકાં નબળા પડે છે. કિડનીને નુકસાન કરી શકે છે. આ એક ગંભીર રોગ છે પરંતુ સારવાર યોગ્ય રોગ છે.  કીમોથેરાપી અને સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા તેની સારવાર થાય છે.

લક્ષણો: કરોડરજ્જુ, છાતી અથવા નિતંબમાં હાડકાનો દુખાવો, થાક, વારંવાર ચેપ, કિડનીની સમસ્યાઓ, અને વજનમાં ઘટાડો.

કારણ અને જોખમ: ચોક્કસ કારણ અજ્ઞાત છે, પરંતુ તે વૃદ્ધ વયસ્ક (60+), પુરુષોમાં વધુ સામાન્ય છે.

નિદાન: બ્લડ યૂરીન ટેસ્ટ (M-spike માટે), બોનમેરો બાયોપ્સી, અને હાડકાના સ્કેન.

વહેલું નિદાન અને નિષ્ણાત ઓન્કોલોજિસ્ટની સલાહ દ્વારા આ રોગનું અસરકારક સંચાલન શક્ય છે.