Dr. Sunil Shah - Khabarchhe

હોમિયોપેથી- સફેદ ગોળિયો ખરેખર કઇ રીતે અસર કરે છે, શું કહે છે વિજ્ઞાન?
હોમિયોપેથીને લઈને વર્ષો જૂનો એક વિવાદ ચાલે છે. શું આ સારવાર પદ્ધતિ ખરેખર અસર કરે છે,  તેમાં વાસ્તવિક કોઇ વૈજ્ઞાનિક અસર પણ છે ખરી? તો આ પ્રશ્નોના જવાબ માટે જોઇએ કે આ અંગે વૈજ્ઞાનિક અભ્યાસો શું કહે છે?

દુનિયાભરમાં કરાયેલા કેટલાક મહત્વપૂર્ણ અભ્યાસોમાં જોવા મળ્યું છે કે હોમિયોપેથીની અસર ઘણા અભ્યાસોમાં  માનસિક કરતા શારિરિક વધુ જોવા મળી. આ તફાવત આંકડાકીય રીતે નોંધપાત્ર હતો. ખાસ કરીને વ્યક્તિગત રીતે આપવામાં આવેલી સારવારમાં સકારાત્મક પરિણામો જોવા મળ્યા.

વિશ્વમાં અત્યાર સુધી 300થી વધુ ક્લિનિકલ ટ્રાયલ્સ અને 100થી વધુ રોગોમાં હોમિયોપેથીનું પરીક્ષણ થઈ ચૂક્યું છે. આમાંના ઘણા અભ્યાસો એલોપેથી દવાઓ બનાવવાની પદ્ધતિઓ જેમ કે રેન્ડમાઇઝ્ડ અને ડબલ-બ્લાઇન્ડ પદ્ધતિથી કરવામાં આવ્યા છે, જે આધુનિક વૈજ્ઞાનિક માપદંડો મુજબ વિશ્વસનીય માનવામાં આવે છે.

જોકે, એલોપેથી અને હોમિયોપેથીમાં મોટો ફર્ક એ છે કે એલોપેથી દરેક દર્દીને એક શરીર તરીકે જૂએ છે. એલોપેથીમાં રોગના લક્ષણોને આધારે દવા આપવામાં આવે છે.  જ્યારે હોમિયોપેથી દરેક દર્દીને એક અલગ વ્યક્તિ તરીકે જૂએ છે.  દરેક દર્દીને વ્યક્તિગત લક્ષણોને આધારે અલગ દવા આપવામાં આવે છે.  એટલે જો એલોપેથીના માપદંડોથી હોમિયોપેથીને ચકાસવામાં આવે તો તે તેના પરિણામો જુદા જ આવશે.

આપણે એક સામાન્ય ઉદાહરણથી સમજીએ. દર્દીઓનું એક જૂથ છે. તમામને એક જ પ્રકારના અસ્થમાની તકલીફ છે. તમામની ઊંમર, વજન અને બીજુ બધું સરખું છે. હવે આમની સારવાર કરવી હોય તો એલોપેથીમાં તમામને લગભગ એક જ પ્રકારની દવા આપવામાં આવશે કારણ કે તમામના લક્ષણો એક જ પ્રકારના દેખાશે. જોકે, હોમિયોપેથીની પદ્ધતિ જુદી છે. હોમિયોપેથી પહેલા તમામ દર્દીઓમાં શું તફાવત છે, એ જોશે. કદાચ તમામ દર્દીઓને જુદી જુદી દવાઓ પણ આપવામાં આવે.

આમ, એલોપેથી અને હોમિયોપેથી બન્ને પદ્ધતિઓ જ જુદી છે. બન્નેની પોતાની ખાસિયતો છે. બન્નેની પોતાની મર્યાદાઓ છે.  જોકે, ડિબેટ વર્ષોથી ચાલી આવી છે. હજુ પણ ચાલશે. અંતે તો દર્દીને પરિણામ શું મળે છે તે જ મહત્ત્વનું છે.જ્યાં હોમિયોપેથી કામ કરે છે ત્યાં તેનો ઉપયોગ કરાય અને જ્યાં એલોપેથી અસરકારક છે ત્યાં એલોપેથીને ઉપયોગમાં લેવાય. ભારત જેવા દેશમાં હોમિયોપેથીથી સારવાર કરાવનારા લાખો લોકો છે. તેમને જો ફાયદો થતો હશે તો જ ઉપયોગ કરતા હશે. આમ, આજના સમયમાં આખી દુનિયામાં ઇન્ટિગ્રેટિવ અપ્રોચ અપનાવાઇ રહ્યો છે. જે પદ્ધતિ જે રોગોમાં વધુ અસરકારક હોય છે તેનો ઉપયોગ કરવાનું વલણ વધી રહ્યું છે.

પોઝિટિવ પેરેન્ટિંગના 6 મહત્ત્વના સૂત્રો-એક ડોક્ટરનો ઊંડાણપૂર્વકનો અનુભવ
પેરેન્ટ બનવું એક મોટી જવાબદારી છે – આ સફર ગર્ભધારણના દિવસથી શરૂ થાય છે અને આખી જિંદગી ચાલે છે.  રજા નામની કોઈ વસ્તુ હોતી નથી.
આ સફર શરૂ થાય, તે પહેલાં માતાપિતાએ પોતાને તૈયાર કરવા જોઈએ.  નવજાત શિશુ માતાપિતાની મંજૂરીથી જ આ દુનિયામાં આવે છે. આજકાલ, માતાપિતા બાળકના જન્મ પહેલાં ઘણી બાબતો પર વિચાર કરે છે – ફાયનાન્સ, એકબીજા સાથે અન્ડરસ્ટેડિંગ, પત્નીનું નવા ઘરમાં સ્થિર થવું વગેરે. પરંતુ પેરેન્ટિંગ શીખવા અંગે ખૂબ ઓછા લોકો વિચારે છે. એટલે, હવે સંપૂર્ણ જવાબદારી માતાપિતાની છે કે તેઓ પેરેન્ટિંગ વિશે શીખે. ગૂગલ પર અનેક જ્ઞાનની વાતો ઉપલબ્ધ છે. આપણા આસપાસના લોકો પણ સલાહ આપે છે. પરંતુ દૈનિક જીવનમાં મેં જે નિરીક્ષણ કર્યું છે અને મારી ડોક્ટર પ્રેક્ટિસે મને જે શીખવ્યું છે, તે હું અહીં શેર કરું છું.

માતાપિતાએ બાળકો પ્રત્યે સ્નેહ અને લાગણી દર્શાવવી જોઈએ; મદદગાર અને સમજદાર બનવું જોઈએ, પણ સાથે સાથે સ્પષ્ટ અપેક્ષાઓ અને મર્યાદાઓ નક્કી કરવી જોઈએ. નિયમો પાછળનું કારણ સમજાવવું અને ખુલ્લી વાતચીત કરવી જોઈએ; આના  સકારાત્મક પરિણામો આવશે અને બાળકને સામાજિક કુશળતા, શૈક્ષણિક સિદ્ધિ અને ઇમોશનલ બેલેન્સ માટે માર્ગદર્શન મળશે.

આજના સમયમાં જોવા મળતી કેટલીક સમસ્યાઓ:

1. બિહેવિયરલ પ્રોબ્લેમ્સ –ઉદ્ધતાઇભર્યું વર્તન:

આવું મોટા ભાગે માતાપિતાના ઝઘડાના પરિણામે થાય છે. ઘરનું વાતાવરણ બાળકના સામાજિક અને ઇમોશનલ વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. ઉદાહરણ તરીકે, જો માતા સાસુ-સસરા વિશે બાળક સામે ફરિયાદ કરતી હોય, તો તે બાળકના મનમાં સ્થિર થઈ જાય છે. જ્યારે બાળક પોતાના માતા-પિતાને દાદા-દાદી વિશે ફરિયાદ કરતાં જૂએ છે, ત્યારે તે માતા-પિતાને ખોટા માને છે અને દાદા-દાદી પ્રત્યે નરમ અભિગમ વિકસાવે છે. આ બાળક જ્યારે મોટું થાય છે, ત્યારે શક્ય છે કે માતાપિતા સાથે ખોટું વર્તન કરે. એટલે, માતાપિતા પોતાના નાના બાળકો સામે કેવું વર્તન કરે છે, તે નક્કી કરે છે કે તેઓ અન્ય લોકો સાથે કેવી રીતે વર્તશે. સાચું કે ખોટું બધું બાળકો ઘરમાં માતાપિતા અને પરિવારજનોના વર્તનથી શીખે છે.

2️. એજ્યુકેશનલ પ્રેશર:

આપણે બાળકો પાસેથી એવી બાબતોની અપેક્ષા રાખીએ છીએ, જે અમે આપણે જિંદગીમાં હાંસલ કરી નથી – પરંતુ ભૂલી જઈએ છીએ કે દરેક વ્યક્તિ અલગ છે. બાળકો પર પોતાની અધૂરી ઇચ્છાઓ લાદવી એ ખોટું છે. તેઓ પોતાની ખાસિયત સાથે આ દુનિયામાં આવ્યા છે. તેમની પોતાની પસંદ-નાપસંદ છે. કેટલાક વિષયો તેમને ગમે છે, કેટલાક સમજવા મુશ્કેલ લાગે છે. ઘણી વાર ડૉક્ટર કે ઇજનેર બન્યા બાદ પણ સફળતા નથી મળતી, કારણ કે તેમણે પોતાના માતાપિતાની પસંદગી અપનાવી, પોતાની નહીં. ત્યારબાદ તેઓ આખી જિંદગી માટે નિષ્ફળતાનો દોષ માતાપિતાને આપે છે.

3️ શિસ્તનો દુરાગ્રહ:

આપણે વારંવાર બાળકો પાસેથી શિસ્ત અને આજ્ઞાપાલનની અપેક્ષા રાખીએ છીએ. પણ આપણે જાતે આપણા માતાપિતાની આજ્ઞાનો આપણા બાળકોની સામે અનાદર કરીએ છીએ, તો તેઓ કેવી રીતે શીખશે? બાળકો હંમેશા માતાપિતાના વર્તનનું અનુસરણ કરે છે. તેથી, તેમને કંઈક શીખવવું હોય, તો આપણે પહેલા પોતે તે કરવું પડશે. જો આપણે આપણા માતાપિતાની આજ્ઞા પાળીએ, તેમને માનથી વાત કરીએ, તો તે સ્વાભાવિક રીતે આપણા બાળકોના વર્તનમાં દેખાશે.

4️ સ્વતંત્રતા ન આપવી:

આપણે ઘણી વાર અપેક્ષા રાખીએ છીએ કે આપણા બાળકો આપણી અપેક્ષાઓ મુજબ જીવે, જે યોગ્ય. બાળકોને તેમની પોતાની મહત્વાકાંક્ષાઓ માટે કામ કરવાની અને પોતાની ઇચ્છા મુજબ જીવન જીવવાની તક મળવી જોઈએ. જો આપણે હંમેશા તેમને કહીએ કે “જેમ અમે કહીએ તેમ કરો” અથવા દરેક નાની બાબતમાં પણ પરવાનગી લેવાની ફરજ પાડીએ, તો તેમનો વિકાસ અટકી જશે. તેમનું નિર્ણય લેવાનું સામર્થ્ય નબળું રહેશે. તેઓ આખી જિંદગી ગૂંચવણમાં રહેશે. કપડાં ખરીદવા જેવી સરળ બાબતો પણ મોટી લાગશે અને તેઓ આખરે બીજા દ્વારા નિયંત્રિત થતી કઠપૂતળી સમાન જીવન જીવશે.

5️ કારણ અને તર્ક:

બાળકોને આપણા આદેશોનું પાલન કરાવતા પહેલા, આપણી સલાહ પાછળનો તર્ક સમજાવવો જોઈએ. ત્યારબાદ, તેમના માટે તે વાતો અનુસરવી સરળ બનશે. તેમની તર્કબુદ્ધિ વિકસશે, યોગ્ય સમયે યોગ્ય નિર્ણયો લઈ શકશે અને આગલી પેઢીને પણ એ જ સમજણથી માર્ગદર્શન આપી શકશે.

6️ સદગુણોની આદતોનું મહત્વ:

પ્રાર્થના, શિસ્ત, પૌષ્ટિક આહાર લેવો અને આલ્કોહોલ, ધુમ્રપાન જેવી ખરાબ આદતોથી દૂર રહેવું – આ બધું સૌપ્રથમ માતાપિતાએ પોતાના જીવનમાં ઉતારવું જોઈએ. માતાપિતાએ યોગ્ય રૂટીન અપનાવવું, શિસ્તબદ્ધ જીવન જીવવું, આરોગ્યદાયક ભોજન કરવું, સમયસર ઊંઘવું – બાળકો આને સહજતાથી અપનાવી લેશે, કારણ કે બાળકો સાંભળીને શીખે તેના કરતાં વધુ જોઇને શીખે છે. દ્રશ્યો મન પર ઊંડો પ્રભાવ પાડે છે.

અંતમાં, ચર્ચા કરવાની ઘણી બાબતો છે, પરંતુ દરેક વાત દરેક માટે લાગુ પડે એવું નથી. જોકે ઉપર જણાવેલા સૂત્રો મોટા ભાગના મામલાઓમાં લાગુ પડે છે.