Mamta Dhiren Jani - Khabarchhe

વિદેશ ભણવા જવું છે? વિદ્યાર્થી અને વાલીઓએ આ બાબતો સમજ્યા પછી જ નિર્ણય લેવો
વિદેશમાં અભ્યાસ આજે પણ સારા શિક્ષણ, આંતરરાષ્ટ્રીય એક્સપોઝર અને વૈશ્વિક કારકિર્દી માટે મહત્વની તક બની શકે છે. પરંતુ હવે વિદેશ ભણવાનો નિર્ણય માત્ર ટ્રેન્ડ જોઈને કે મિત્રો-સગાંના અનુભવના આધારે લેવો યોગ્ય નથી. એક સ્ટુડન્ટ ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ તરીકે મારી સલાહ છે કે વિદ્યાર્થી અને વાલીઓએ સૌથી પહેલાં પોતાની જરૂરિયાત, ક્ષમતા અને ભવિષ્યનું લક્ષ્ય સમજવું જોઈએ.

તાજેતરના સરકારી આંકડા પ્રમાણે અભ્યાસ માટે વિદેશ જતાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા 2023માં 9.08 લાખ હતી, જે 2025માં ઘટીને 6.26 લાખ થઈ છે. આ ઘટાડાને માત્ર વિદેશી શિક્ષણ પ્રત્યેનો રસ ઘટ્યો તરીકે જોવાને બદલે, વિદ્યાર્થીઓ હવે વધુ વિચારપૂર્વક નિર્ણય લઈ રહ્યા છે તેવા સંકેત તરીકે પણ જોઈ શકાય.

સૌ પ્રથમ નક્કી કરો—વિદેશ શા માટે જવું છે?

વિદ્યાર્થીએ પોતાને એક સીધો પ્રશ્ન પૂછવો જોઈએ: “હું વિદેશમાં અભ્યાસ શા માટે કરવા માગું છું?” જો જવાબ માત્ર “બધા મિત્રો જાય છે”, “વિદેશમાં સેટલ થવું છે” અથવા “વિદેશી ડિગ્રી સારી લાગે છે” એટલો જ હોય તો થોડું રોકાઈને વિચારવું જરૂરી છે.

જો વિદ્યાર્થીને ચોક્કસ ક્ષેત્રમાં  સ્પેશિયલાઇઝ્ડ એજ્યુકેશન, રીસર્ચ, ઇન્ટરનેશનલ એક્સપોઝર અથવા પોતાની કારકિર્દી માટે જરૂરી કોઈ વિશિષ્ટ કોર્સ મેળવવો હોય, તો વિદેશી શિક્ષણ યોગ્ય વિકલ્પ બની શકે છે.

પોતાની પ્રોફાઇલ પ્રમાણે કોર્સ પસંદ કરો

મારી સૌથી મહત્વની સલાહ છે કે પહેલા કોર્સ નક્કી કરો અને પછી દેશ તથા યુનિવર્સિટી પસંદ કરો. વિદ્યાર્થીની અગાઉની એજ્યુકેશન પર્ફોમન્સ, અંગ્રેજીની જાણકારી, કામનો અનુભવ કરિયર ઇન્ટરેસ્ટ અને લાંબા ગાળાના લક્ષ્યને ધ્યાનમાં રાખીને કોર્સ પસંદ કરવો જોઈએ.
માત્ર કોઈ કોર્સ સરળ છે, એડમિશન સરળતાથી મળે છે અથવા અન્ય વિદ્યાર્થીઓ એ કોર્સ કરી રહ્યા છે તેથી તેને પસંદ કરવો યોગ્ય નથી.

બજેટ પહેલાં નક્કી કરો

વિદેશ જતાં પહેલાં માત્ર ટ્યૂશન ફીની ગણતરી કરવી પૂરતી નથી.
કુલ ખર્ચમાં સામાન્ય રીતે: ટ્યૂશન ફી, અકોમોડેશનસ, ફૂડ અને ડેઇલી ખર્ચ, હેલ્થ ઇન્શ્યુરન્સ, વિઝાનો ખર્ચ, એર ટિકિટ અને ઇમરજન્સી ફન્ડનો સમાવેશ થાય છે.

વાલીઓ અને વિદ્યાર્થીઓએ કોર્સ પૂરો થાય ત્યાં સુધીનો અંદાજિત કુલ ખર્ચ કાઢવો જોઈએ. લોન લેવાની હોય તો ઇએમઆઇ અને રીપેમેન્ટની પણ અગાઉથી ગણતરી કરવી જોઈએ.

પાર્ટ ટાઇમ જોબ પર જ આધાર ન રાખી શકાય

વિદેશમાં અભ્યાસ દરમિયાન પાર્ટ ટાઇમ કામની તક મળી શકે છે, પરંતુ તેને અભ્યાસના સમગ્ર ખર્ચ માટેની ગેરંટી માનવી યોગ્ય નથી. મારી સલાહ છે કે વિદ્યાર્થીની પ્લાનિંગ એવી હોવી જોઈએ કે પાર્ટટાઇમ ઇન્કમ ન મળે તો પણ અભ્યાસ ચાલુ રાખી શકાય. કોઈ પણ દેશના વિઝા અથવા પોસ્ટ સ્ટડી રૂલ્સને કાયમી માનીને નિર્ણય ન લેવો.નિયમોમાં સમયાંતરે ફેરફાર થઈ શકે છે.

સૌથી મહત્વનું— માત્ર “વિદેશમાં રહેવું” લક્ષ્ય ન બનાવો

વિદેશમાં અભ્યાસનો હેતુ માત્ર ત્યાં રહેવાનો ન હોવો જોઈએ. વિદ્યાર્થીએ વિચારવું જોઈએ:
“આ કોર્સ પૂર્ણ કર્યા પછી મારી પાસે કઈ સ્કીલ હશે?”
“આ સ્કીલથી હું કઈ કરિયર બનાવી શકીશ?”
“જો મને ત્યાં નોકરી ન મળે તો મારી અલ્ટરનેટિવ પ્લાન શું છે?”

આ ત્રણ પ્રશ્નોના જવાબ જેટલા સ્પષ્ટ હશે, તેટલો વિદેશી અભ્યાસનો નિર્ણય મજબૂત બનશે.

વાલીઓએ પણ નિર્ણયમાં સક્રિય રહેવું જોઈએ

વિદેશ જવાનો નિર્ણય માત્ર વિદ્યાર્થીનો કે માત્ર વાલીઓનો ન હોવો જોઈએ. બંનેએ સાથે મળીને ચર્ચા કરવી જોઈએ. ખાસ કરીને લોન લઈને અભ્યાસ કરવાના કિસ્સામાં પરિવારની ખુલ્લી ચર્ચા જરૂરી છે.

મારી વિદ્યાર્થીને એક જ સલાહ છે કે માત્ર વિદેશ જવું એ અંતિમ લક્ષ્ય નથી; સારૂ શિક્ષણ અને મજબૂત કરિયર બનાવવું એ લક્ષ્ય છે.આથી “મને વિદેશ જવું છે”થી શરૂઆત ન કરો.

શરૂઆત કરો—“મારે ભવિષ્યમાં શું બનવું છે?” એક કન્સલ્ટન્ટ તરીકે મારી સૌથી મોટી સલાહ છે—વિદેશ જવાની ઉતાવળ ન કરો, પરંતુ યોગ્ય તક મળે ત્યારે ડરશો પણ નહીં. નિર્ણય લાગણીથી નહીં, માહિતી અને આયોજનથી લો.

નેધરલેન્ડ્સમાં 20 વર્ષમાં પ્રથમવાર વિદેશી વિદ્યાર્થીઓમાં ઘટાડો, છતા ભારતીયો માટે તકો યથાવત
વિદેશમાં હાયર એજ્યુકેશન મેળવવા ઇચ્છતા ભારતીય વિદ્યાર્થીઓ માટે નેધરલેન્ડ્સ છેલ્લા કેટલાક વર્ષોમાં લોકપ્રિય વિકલ્પ બન્યું છે. ગુણવત્તાયુક્ત શિક્ષણ, અંગ્રેજી માધ્યમના પ્રોગ્રામ્સ અને અભ્યાસ બાદ કામ કરવાની તકોને કારણે ભારતીય વિદ્યાર્થીઓનું આકર્ષણ વધ્યું છે. જોકે, 2025/26ના આંકડા દર્શાવે છે કે નેધરલેન્ડ્સમાં 20 વર્ષમાં પ્રથમવાર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે.

આ વર્ષે નેધરલેન્ડ્સની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં કુલ 1,29,764 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ નોંધાયા હતા. ગયા વર્ષની સરખામણીએ આ સંખ્યા 0.1 ટકા એટલે કે 133 વિદ્યાર્થીઓ જેટલી ઘટી છે. ટકાવારીની દૃષ્ટિએ ઘટાડો નાનો છે, પરંતુ સતત બે દાયકાથી વધતી સંખ્યાના ટ્રેન્ડમાં આ મહત્વપૂર્ણ ફેરફાર છે.

આ ઘટાડાનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય બેચલર પ્રોગ્રામ્સમાં નવા પ્રવેશમાં 3.8 ટકાનો ઘટાડો છે. ખાસ કરીને જર્મની અને ચીનમાંથી આવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. ચીનના વિદ્યાર્થીઓમાં આશરે 28 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

પરંતુ ભારતીય વિદ્યાર્થીઓ માટે ચિત્ર થોડું અલગ છે. માસ્ટર્સ સ્તરે પ્રવેશમાં વધારો જોવા મળી રહ્યો છે. ભારતમાંથી આવતા વિદ્યાર્થીઓ ખાસ કરીને ટેક્નિકલ ક્ષેત્રો, ડેટા સાયન્સ, એન્જિનિયરિંગ, બિઝનેસ અને મેનેજમેન્ટ જેવા અભ્યાસક્રમોમાં રસ દાખવી રહ્યા છે. તેથી નેધરલેન્ડ્સ ભારતીય વિદ્યાર્થીઓ માટે હજુ પણ મજબૂત માસ્ટર્સ ડેસ્ટિનેશન છે.

હાઉસિંગ સૌથી મોટો પડકાર

નેધરલેન્ડ્સમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા વધતા છેલ્લા કેટલાક વર્ષોમાં હાઉસિંગ ક્રાઇસિસ મોટો મુદ્દો બની છે. Amsterdam, Rotterdam અને Delft જેવા શહેરોમાં સસ્તું અને યોગ્ય અકોમોડેશન મેળવવું મુશ્કેલ છે. તેથી એડમિશન મળ્યા બાદ હાઉસિંગની શોધમાં વિલંબ કરવો વિદ્યાર્થીઓ માટે જોખમી બની શકે છે.

બીજી તરફ, અંગ્રેજી માધ્યમના કોર્સની સંખ્યા ઘટાડવા અંગે પણ ચર્ચા થઈ હતી. જોકે, આંતરરાષ્ટ્રીય પ્રતિભા જાળવી રાખવા માટે સરકારનો અભિગમ વધુ સંતુલિત રહ્યો છે. ભારતીય વિદ્યાર્થીઓ માટે આ મહત્વપૂર્ણ છે, કારણ કે તેઓ મોટા પ્રમાણમાં English-taught programmes પસંદ કરે છે.

આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ નેધરલેન્ડ્સના અર્થતંત્ર માટે પણ મહત્વપૂર્ણ છે. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ઘણા વિદ્યાર્થીઓ સ્થાનિક લેબર માર્કેટમાં જોડાય છે. ઉપલબ્ધ અંદાજ મુજબ આશરે 50 ટકા આંતરરાષ્ટ્રીય ગ્રેજ્યુએટ્સ નેધરલેન્ડ્સના લેબર માર્કેટમાં રહે છે. ભારતીય વિદ્યાર્થીઓ ખાસ કરીને IT, એન્જિનિયરિંગ અને રિસર્ચ ક્ષેત્રોમાં યોગદાન આપે છે.

ભારતીય વિદ્યાર્થીઓએ શું ધ્યાનમાં રાખવું?

1. યોગ્ય પ્રોગ્રામ પસંદ કરો: માસ્ટર્સ અને સ્પેશિયલાઇઝ્ડ કોર્સમાં તકો વધુ હોવાથી યુનિવર્સિટી સાથે કોર્સની કારકિર્દી સંભાવનાઓ પણ તપાસવી જરૂરી છે.

2. હાઉસિંગનું આયોજન વહેલું કરો: મોટા શહેરોમાં આવાસની અછત હોવાથી એડમિશન મળતાં જ શોધ શરૂ કરવી યોગ્ય છે.

3. ખર્ચનો વાસ્તવિક અંદાજ રાખો: ટ્યુશન ફી સામાન્ય રીતે આશરે 10,000થી 40,000 યૂરો પ્રતિ વર્ષ સુધી હોઈ શકે છે. આ ઉપરાંત રહેવા, વીમા અને અન્ય ખર્ચ પણ ગણવા જરૂરી છે.

4. નીતિમાં થતા ફેરફારો તપાસો: અંગ્રેજી પ્રોગ્રામ્સ, ઇમિગ્રેશન અને વર્ક રાઇટ્સ સંબંધિત નિયમોમાં ફેરફાર થઈ શકે છે. અરજી પહેલાં સત્તાવાર માહિતી તપાસવી જરૂરી છે.

બદલાતું યુરોપિયન શિક્ષણ દૃશ્ય

નેધરલેન્ડ્સમાં 0.1 ટકાનો ઘટાડો ભલે નાનો લાગે, પરંતુ તે યુરોપિયન ઉચ્ચ શિક્ષણમાં બદલાતા અભિગમનો સંકેત છે. હવે દેશો માત્ર વધુ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ આકર્ષવા કરતાં જરૂરી કુશળતા ધરાવતા અને લાંબા ગાળે યોગદાન આપી શકે તેવા વિદ્યાર્થીઓ પર વધુ ધ્યાન આપી રહ્યા છે.

ભારતીય વિદ્યાર્થીઓ માટે આ સ્થિતિ તક અને ચેતવણી બંને છે. નેધરલેન્ડ્સ હજુ પણ ખુલ્લું અને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપતું મજબૂત વિકલ્પ છે, પરંતુ હવે માત્ર વિદેશમાં ભણવાનું લક્ષ્ય પૂરતું નથી. યોગ્ય કોર્સ, યુનિવર્સિટી, બજેટ, હાઉસિંગ અને ભવિષ્યની કારકિર્દી અંગે સ્પષ્ટ આયોજન સાથે નિર્ણય લેવો વધુ મહત્વપૂર્ણ બન્યો છે.

ઓસ્ટ્રેલિયામાં ભણવાનું સપનું જોનારને માત્ર એક ભૂલ ભારે પડી શકે છે
ઓસ્ટ્રેલિયા આજે પણ દુનિયાના સૌથી લોકપ્રિય ભણતરના સ્થળોમાં સામેલ છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ઓસ્ટ્રેલિયન સરકાર દ્વારા વિદ્યાર્થી વિઝા માટેના નિયમો પ્રમાણમાં કડક બનાવવામાં આવ્યા છે. ખાસ કરીને ભારતીય વિદ્યાર્થીઓ માટે અમલી બનેલી નવી ચેંકિગ સિસ્ટમ અને જેન્યુઇન સ્ટુડન્ટના ક્રાઇટેરિયાને કારણે હવે માત્ર સારા માર્ક્સ કે યુનિવર્સિટીનો ઓફર લેટર પૂરતો નથી.

આ પરિસ્થિતિમાં જેમની પાસે અનુભવ હોય અને ભરોસો કરી શકાય તેવા એજ્યુકેશન કન્સલ્ટન્ટની ભૂમિકા અગાઉ કરતાં વધુ મહત્વની બની ગઈ છે.
વિદ્યાર્થી વિઝા માટે અરજી કરતી વખતે ફાયનાન્શિયલ ડોક્ટુમેન્ટ્સ, એજ્યુકેશન લોન, વાલીની આવકના પુરાવા, બેન્ક સ્ટેટમેન્ટ અને અન્ય માહિતીમાં નાની અમથી ભૂલ પણ વિઝા અરજીને અસર કરી શકે છે. જો અરજી નકારવામાં આવે તો માત્ર વિઝા જ નહીં, પરંતુ એપ્લિકેશનની ફી, યુનિવર્સિટીની એડમિનિસ્ટ્રેશન ફી અને બીજા ખર્ચમાં પણ મોટું નુકસાન થઈ શકે છે. એટલા માટે તમામ દસ્તાવેજોની સંપૂર્ણ ચકાસણી અને યોગ્ય રજૂઆત અત્યંત જરૂરી બની ગઈ છે.

ઓસ્ટ્રેલિયાની સરકાર હવે એ પણ તપાસે છે કે વિદ્યાર્થી ખરેખર ભણવા માટે જઈ રહ્યો છે કે નહીં. વિદ્યાર્થીએ પોતાની અગાઉની ડિગ્રી , વધુ ભણવા માટે પસંદ કરેલ કોર્સ અને ભવિષ્યમાં જે કામ કરવાના છે તે તમામ બાબતો વચ્ચે સ્પષ્ટ અને તર્કસંગત સંબંધ રજૂ કરવો પડે છે.

સામાન્ય રીતે ઘણા વિદ્યાર્થીઓ ખૂબ જ સામાન્ય અને અગાઉથી ગોખી રાખેલા જવાબો આપે છે, જેના કારણે તેમની અરજી નકારી દેવામાં આવે છે. જો તેમને યોગ્ય માર્ગદર્શન મળે તો આ ભૂલોથી બચી શકાય છે.

સૌથી મોટી ભૂલ વિદ્યાર્થીઓ એ કરે છે કે માત્ર ઓછી ફી જોઈને કોર્સ પસંદ કરી લે છે. જોકે, હકીકત એ છે કે  દરેક કોર્સ અને દરેક સંસ્થા માટે વિઝા મંજૂરીનો ટ્રેન્ડ અલગ હોઈ શકે છે. અનુભવી કન્સલ્ટન્ટ જ વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રોફાઇલ, બજેટ અને કારકિર્દીના ટારગેટને ધ્યાનમાં રાખીને યોગ્ય યુનિવર્સિટી અને યોગ્ય અભ્યાસક્રમ પસંદ કરવામાં મદદ કરે છે.

કેટલાક વિદ્યાર્થીઓ ઓછી ફીના શોર્ટ ટર્મ કોર્સ પસંદ કરી લે છે. પરંતુ આજની પરિસ્થિતિમાં માત્ર ફીના આધારે લેવાયેલો નિર્ણય ઇમિગ્રેશન માટે જોખમી બની શકે છે. કોર્સની ગુણવત્તા, યુનિવર્સિટીની માન્યતા અને લાંબા ગાળાની કારકિર્દી હંમેશાં પ્રથમ પ્રાથમિકતા હોવી જોઈએ.

વિદ્યાર્થી વિદેશમાં ભણવા માટે લાખો રૂપિયાનું રોકાણ કરતા હોય છે. ઓસ્ટ્રેલિયામાં વીઝાની ફી બીજા દેશો કરતા પ્રમાણમાં ઊંચી છે. અહીં વીઝા માટેની ફી રૂ. 1.70 લાખ હોય છે. જો વીઝા રીજેક્ટ થાય તો ફી તો પાછી મળતી જ નથી પરંતુ બીજીવાર અરજી પણ કરી શકાતી નથી.  આવી સ્થિતિમાં યોગ્ય ડોક્યુમેન્ટેશન, સમયસર અરજી કરવી, યોગ્ય કોર્સની પસંદગી કરવી અને વિઝા પ્રક્રિયાની સમજ વીઝા મેળવવાની શક્યતા વધારવા સાથે સમય, મહેનત અને રૂપિયા પણ બચાવે છે.

આજના સમયમાં એજ્યુકેશન કન્સલ્ટન્ટનું કામ માત્ર એડમિશન અપાવવાનું નથી. એક સારો કન્સલ્ટન્ટ વિદ્યાર્થીની આખી એજ્યુકેશનલ જર્નીનો ગાઇડ બને છે. વિદ્યાર્થી માટે યોગ્ય દેશની પસંદગીથી લઈને યોગ્ય કોર્સ, દસ્તાવેજોની તૈયારી, વિઝા પ્રક્રિયા અને ભવિષ્યની કારકિર્દી સુધી તે મદદગાર સાબિત થાય છે.

કોઇપણ વિદ્યાર્થી માટે વિદેશમાં અભ્યાસ એ જીવનનો એક સૌથી મહત્વપૂર્ણ નિર્ણય છે. તેથી માત્ર સપના જોવાને બદલે, યોગ્ય માહિતી અને અનુભવી માર્ગદર્શક સાથે જ આ દિશામાં આગળ વધવું એ સૌથી સમજદારીભર્યો અભિગમ છે.

ગુજરાતમાંથી વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં કેમ વિદેશ ભણવા જઇ રહ્યા છે
એક અંદાજ મુજબ દર વર્ષે 50,000થી વધુ વિદ્યાર્થીઓ ગુજરાતમાંથી ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવાનું પસંદ કરે છે.  એક સમયે અમેરિકા, બ્રિટન કે ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવો માત્ર પ્રતિષ્ઠાનો વિષય ગણાતો હતો, પરંતુ આજે વૈશ્વિક ડિગ્રી કરિયર માટેની વ્યૂહાત્મક જરૂરિયાત બની ગઈ છે. આપણે એ છણાવટ કરવા માગીએ છીએ કે ગુજરાતમાંથી વિદ્યાર્થીઓ કેમ વિદેશ જઇ રહ્યા છે.

જુદા જુદા આંતરરાષ્ટ્રીય અભ્યાસો દર્શાવે છે કે ભારતીય વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ માટે મુખ્યત્વે ત્રણ કારણોને મહત્વ આપે છે—ગ્લોબલ શિક્ષણ, ઇન્ટરેશનલ વેલ્યૂ ધરાવતી ડિગ્રી અને વધુ ઉજ્જવળ કારકિર્દીની તકો. આજના ઝડપી ગ્લોબલાઇઝેશનના સમયમાં સારા કરિયર માટે માત્ર ડિગ્રી પૂરતી નથી; વૈશ્વિક દૃષ્ટિકોણ, ઉદ્યોગ સાથેનો સંપર્ક, સંશોધનનો અનુભવ અને જુદા જુદા કલ્ચર સાથે કામ કરવાની ક્ષમતા પણ એટલી જ મહત્વપૂર્ણ બની ગઈ છે. કારણ કે આજે દુનિયા ખૂબ નાની બની ગઇ છે.

ગુજરાતીઓ કેમ આગળ છે?

બીજા બાજુ ગુજરાતનો સ્વભાવ જ વૈશ્વિક છે. વેપાર, ઉદ્યોગ અને ઉદ્યોગસાહસિકતામાં ગુજરાત સદીઓથી હંમેશાં આગળ રહ્યું છે. આજે એ જ વિચારસરણી શિક્ષણમાં પણ જોવા મળી રહી છે. ગુજરાતના વિદ્યાર્થીઓ ભણીને માત્ર નોકરી મેળવવા માટે વિદેશ નથી જતા. તેઓ તો વૈશ્વિક કંપનીઓમાં લીડરશીપ, પરિવારના બિઝનેસને આંતરરાષ્ટ્રીય સ્તરે વિસ્તૃત કરવા અને નવી ટેકનોલોજી સાથે જોડાવા માટે ગ્લોબલ ડિગ્રી પસંદ કરી રહ્યા છે.

ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ, સાયબર સિક્યોરિટી, ફિનટેક, ગ્રીન એનર્જી, બિઝનેસ મેનેજમેન્ટ, હેલ્થકેર, ડિઝાઇન અને ક્રિએટિવ આર્ટ્સ જેવા ક્ષેત્રોમાં ગ્લોબલ એજ્યુકેશન વિદ્યાર્થીઓને દુનિયાની સ્પર્ધામાં આગળ રાખે છે.

નવો ફેરફાર શું આવ્યો છે?

ફોરેન એજ્યુકેશનમાં હાલના વર્ષોમાં એક મહત્વપૂર્ણ પરિવર્તન પણ થઈ રહ્યું છે. હવે ગ્લોબલ એજ્યુકેશનનો અર્થ માત્ર ચાર કે છ વર્ષ માટે વિદેશ જવું રહ્યો નથી. હાઇબ્રિડ એજ્યુકેશન, ટ્રાન્સનેશનલ એજ્યુકેશન અને આંતરરાષ્ટ્રીય પાથવે પ્રોગ્રામ્સના કારણે વિદ્યાર્થીઓ ઓછા ખર્ચે અને વધુ ફ્લેક્સિબલ રીતે ગ્લોબલ ડિગ્રી મેળવી શકે છે. આજે ઓસ્ટ્રેલિયા જેવી અનેક યુનિવર્સિટીઓ સાથે જોડાયેલા પાથવે મોડલ્સ દ્વારા વિદ્યાર્થીઓ સિંગાપુર જેવા એશિયન એજ્યુકેશન હબમાં અભ્યાસ શરૂ કરીને આગળ ઓસ્ટ્રેલિયન ડિગ્રી તરફ આગળ વધી શકે છે.ભારતની નવી શિક્ષણ નીતિ (NEP 2020)પણ ઉચ્ચ શિક્ષણના આંતરરાષ્ટ્રીયકરણને પ્રોત્સાહન આપે છે.

On Track Education તરીકે અમારો અનુભવ કહે છે કે આજે વિદ્યાર્થીઓને માત્ર એડમિશનની જરૂર નથી, પરંતુ યોગ્ય દિશાની જરૂર છે. દરેક વિદ્યાર્થી માટે એક જ દેશ કે એક જ કોર્સ યોગ્ય હોઈ શકે નહીં. તેના સપના, ક્ષમતા, બજેટ અને કારકિર્દીના લક્ષ્યોને અનુરૂપ માર્ગ પસંદ કરવો એ જ સાચું કાઉન્સેલિંગ છે.

વેપારમાં પાવરઘા ગુજરાતીઓ માટે ગ્લોબલ ડિગ્રી હવે માત્ર અમીરીનું પ્રતીક નથી, પરંતુ જ્ઞાન, કુશળતા અને વૈશ્વિક તકોમાં કરવામાં આવતું સૌથી મૂલ્યવાન રોકાણ છે. આવનારા દાયકામાં સફળતા તેમની હશે, જેઓ માત્ર ડિગ્રી નહીં, પરંતુ વૈશ્વિક વિચારસરણી સાથે શિક્ષણ પસંદ કરશે.

Australiaની ડિગ્રી, Singaporeનો માર્ગઃ ગુજરાતી વિદ્યાર્થીઓ માટે સ્માર્ટ અને અફોર્ડેબલ વિકલ્પ
દર વર્ષે ગુજરાતમાંથી હજારો ભારતીય વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયામાં હાયર એજ્યુકેશન મેળવવાનું સ્વપ્ન જુએ છે. ગ્લોબલ યુનિવર્સિટીઓ, સંશોધન આધારિત શિક્ષણ, આંતરરાષ્ટ્રીય કરિયરની તકો અને અભ્યાસ બાદ રોજગારની મોટી શક્યતાઓ ઓસ્ટ્રેલિયાને વિદ્યાર્થીઓમાં સૌથી પસંદગીના દેશોમાં સ્થાન ધરાવે છે.

પરંતુ વધતો જતો ખર્ચ, લાંબા સમય સુધી વિદેશમાં રહેવાની જરૂર અને કેટલીકવાર વિઝા સંબંધિત મુશ્કેલીઓને કારણે ઘણા વિદ્યાર્થીઓ માટે સીધું ઓસ્ટ્રેલિયા જવું સરળ નથી. આજના સમયમાં એક નવો અને વધુ સ્માર્ટ ઓપ્શન ઝડપથી લોકપ્રિય બની રહ્યો છે— અને તે છે સિંગાપોર મારફતે ઓસ્ટ્રેલિયન ડિગ્રી મેળવવાનો માર્ગ.

શા માટે સિંગાપોર?

સિંગાપોર આજે એશિયાનું એક મહત્વપૂર્ણ ગ્લોબલ એજ્યુકેશન હબ બની ગયું છે. અહીં અનેક સંસ્થાઓ ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીઓ સાથે ભાગીદારીમાં અભ્યાસક્રમો ચલાવે છે.  વિદ્યાર્થીઓને ઓસ્ટ્રેલિયન ડિગ્રી માટેના Pathway Programmeના ઓપ્શન આપે છે. ઓસ્ટ્રેલિયન સરકાર પણ વિદેશમાં આપવામાં આવતા માન્ય ઓફશોર કોર્સ અને સંસ્થાઓ અંગે સત્તાવાર માહિતી આપે છે. (singapore.embassy.gov.au)

એટલે કે વિદ્યાર્થી પોતાના અભ્યાસનો એક ભાગ સિંગાપોરમાં પૂર્ણ કરીને પછી ઓસ્ટ્રેલિયામાં આગળનું શિક્ષણ મેળવી શકે છે અથવા કેટલીક પરિસ્થિતિઓમાં આખી ઓસ્ટ્રેલિયન ડિગ્રી સિંગાપુરમાં જ પૂર્ણ કરી શકે છે.

વિદ્યાર્થીઓને શું લાભ મળે?

1. ગ્લોબલ ક્વોલિટીનું શિક્ષણ

ઓસ્ટ્રેલિયન ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થા વિશ્વમાં તેની ગુણવત્તા માટે ફેમસ છે. સત્તાવાર રીતે મંજૂર ઓફશોર કાર્યક્રમોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ત્યાં જેવા જ શૈક્ષણિક ધોરણો જાળવવામાં આવે છે. (singapore.embassy.gov.au)

2. ઓછો કુલ ખર્ચ

ઘણા પરિવારો માટે પૂરો અભ્યાસ ઓસ્ટ્રેલિયામાં કરવાને બદલે શરૂઆતના તબક્કામાં સિંગાપોરમાં પૂર્ણ કરવો આર્થિક રીતે વધુ અનુકૂળ બની શકે છે. જોકે ખર્ચ પ્રોગ્રામ અને સંસ્થા પ્રમાણે બદલાય છે, તેથી દરેક વિદ્યાર્થીએ વ્યક્તિગત ગણતરી કરવી જરૂરી છે.

3. ભારતની નજીક

ભારતથી સિંગાપોરનું અંતર ઓછું હોવાથી મુસાફરી સરળ છે. વાલીઓ માટે પણ વિદ્યાર્થીઓને મળવા જવું વધુ અનુકૂળ રહે છે.

4. વૈશ્વિક શૈક્ષણિક વાતાવરણ

સિંગાપોરમાં અભ્યાસ કરતી વખતે વિદ્યાર્થીઓને વિવિધ દેશોના વિદ્યાર્થીઓ સાથે ભણવાની તક મળે છે. આ અનુભવ ભવિષ્યમાં ગ્લોબલ કરિયર માટે ઉપયોગી સાબિત થાય છે.

Pathway Programme શું છે?

ઘણા વિદ્યાર્થીઓ સીધા યુનિવર્સિટીમાં એડમિશન માટે જરૂરી શૈક્ષણિક લાયકાતો પૂર્ણ કરતા નથી. આવી સ્થિતિમાં Foundation, Diploma અથવા અન્ય Pathway Programme દ્વારા તેઓ જરૂરી લાયકાત મેળવીને ઓસ્ટ્રેલિયન ડિગ્રીમાં પ્રવેશ મેળવી શકે છે. કેટલીક Pathway સ્કીમમાં આગળના અભ્યાસ માટે ક્રેડિટ પણ મળે છે.

આ માર્ગ ખાસ કરીને તે વિદ્યાર્થીઓ માટે ઉપયોગી બની શકે છે જેમને વધારાની શૈક્ષણિક તૈયારી અથવા અંગ્રેજી ભાષાની સ્કીલ્સ વિકસાવવાની જરૂર હોય.

યોગ્ય સંસ્થા કેવી રીતે પસંદ કરવી?

વિદ્યાર્થીઓ અને વાલીઓએ માત્ર જાહેરાતો પર આધાર રાખવો જોઈએ નહીં. નિર્ણય લેતા પહેલાં નીચેના મુદ્દાઓ ચકાસવા જરૂરી છે:

- પ્રોગ્રામ ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટી સાથે સત્તાવાર રીતે જોડાયેલો છે કે નહીં.
- ડિગ્રી કોણ આપે છે.
-ક્રેડિટ ટ્રાન્સફરની વ્યવસ્થા શું છે.
- ગુણવત્તા અને માન્યતા અંગે સત્તાવાર માહિતી ઉપલબ્ધ છે કે નહીં.
- ભવિષ્યમાં ઓસ્ટ્રેલિયામાં આગળ અભ્યાસ કરવાની પ્રક્રિયા શું છે.

વિશ્વભરમાં ઉચ્ચ શિક્ષણ ઝડપથી બદલાઈ રહ્યું છે. Hybrid Learning, Transnational Education અને International Pathways જેવા મોડલ વિદ્યાર્થીઓને વધુ ફ્લેક્સિબલ વિકલ્પો આપી રહ્યા છે. ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે સિંગાપોર માત્ર એક ટ્રાન્ઝિટ દેશ નથી, પરંતુ ક્વોલિટી ઇન્ટરનેશનલ એજ્યુકેશન તરફનો સરળ માર્ગ બની શકે છે.

હવે ફર્સ્ટ યર સુરતના વિદ્યાર્થીઓ On track educationમાં ભણ્યા પછી વિદેશ જઇ ડિગ્રી મેળવી રહ્યા છે
આજે ગ્લોબલ એજ્યુકેશનની વ્યાખ્યા ઝડપથી બદલાઈ રહી છે. હવે ગ્લોબલ એજ્યુકેશન હાઇબ્રિડ મોડેલમાં શરૂ થઇ ગયું છે જેમાં તમને ફોરેનની યુનિવર્સિટીમાં પ્રવેશ મળી જાય પછી પહેલું વર્ષ તમારા શહેરમાં રહીને ભણવાનું હોય છે અને પછી બાકીના વર્ષ તમે વિદેશ જઇને ભણી શકો છે. આ પ્રકારનું હાઇબ્રિડ મોડેલ શરૂ થઇ ચૂક્યું છે અને સૂરતમાં ઓન ટ્રેક એજ્યુકેશન (On track education) દ્વારા તે ચલાવાઇ રહ્યું છે. આ મોડલ્સ સરળ સાથે અફોર્ડેબલ પણ છે.

ગુજરાતમાં છેલ્લા ઘણા 27 વર્ષોથી વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ શિક્ષણ માટે માર્ગદર્શન આપતા એક શિક્ષણ સલાહકાર તરીકે હું માનું છું કે ભારતની નવી શિક્ષણ નીતિ (NEP 2020) પછી આ સૌથી મહત્વપૂર્ણ પરિવર્તનોમાંનું એક છે. આ પરિવર્તનને અમે ઓન ટ્રેક એજ્યુકેશન (On track education)માં અમલી બનાવ્યું છે.

અત્યાર સુધી વિદેશી શિક્ષણનો મતલબ હતો કે અમેરિકાની, કેનેડાની, બ્રિટનની કે ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટીમાં જઈને અભ્યાસ કરવો. પરંતુ હવે વિશ્વભરની યુનિવર્સિટીઓ બ્રાન્ચ કેમ્પસ, ડ્યુઅલ ડિગ્રી, જ્વોઇન્ટ ડિગ્રી, ટ્વિનિંગ પ્રોગ્રામ્સ અને ઓનલાઈન-ઓફલાઈન સંયુક્ત અભ્યાસક્રમો દ્વારા દુનિયાભરમાં ગ્લોબલ એજ્યુકેશન પહોંચાડી રહી છે.

સાદી ભાષામાં કહીએ તો હવે માત્ર વિદ્યાર્થી પોતાનો દેશ છોડીને વિદેશ તો જાય છે પરંતુ વિદેશ જતા પહેલા તે ત્યાંની સંસ્કૃતિ, શિક્ષકો, ભાષા વિશે આપણા શહેરમાં જ રહીને જાણકારી મેળવી લે છે. તેની સાથે સાથે એક વર્ષનું એજ્યુકેશન પણ અહીં જ પુરૂં થઇ જાય છે. એટલે પછી જ્યારે તે વિદેશ જાય છે ત્યાં જઇને તેમને ભણવા સાથે ત્યાં રહેવામાં પણ સહેલાઇ રહે છે. આ ઉપરાંત વિદેશોમાં ભણવા સાથે વિદ્યાર્થીઓ કંઇકને કંઇક કામ પણ કરતા હોય છે. એટલે તેમને તેમાં પણ સરળતા રહે છે.

ગુજરાત માટે આ તક કેમ મહત્વપૂર્ણ છે?

ગુજરાત દેશના સૌથી વૈશ્વિક દૃષ્ટિકોણ ધરાવતા રાજ્યોમાંનું એક છે. એક અંદાજ મુજબ દર વર્ષે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને અન્ય શહેરોમાંથી 50,000થી વધુ વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જાય છે.

પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં વિદેશી શિક્ષણનો મોટો ખર્ચ, વિઝા સંબંધિત અનિશ્ચિતતાઓ અને ગ્લોબલ લાઇફસ્ટાઇલ કિંમતને કારણે અનેક પરિવારો માટે વિદેશ અભ્યાસ એક મોટો આર્થિક પડકાર બની ગયો છે. આ પડકાર સામેનો ઉકેલ  હાઇબ્રિડ અને ટ્રાન્સનેશનલ એજ્યુકેશને આપ્યો છે. ખાસ કરીને મધ્યમવર્ગીય પરિવારો માટે આ મોડલ વૈશ્વિક શિક્ષણના નવા દરવાજા ખોલી શકે છે.

ગુજરાતના GIFT Cityમાં પહેલેથી જ ઓસ્ટ્રેલિયાની Deakin University અને University of Wollongong પોતાના કેમ્પસ શરૂ કરી ચૂકી છે. આ ઉપરાંત બ્રિટનની University of Southamptonને પણ ભારતમાં કામગીરી માટે મંજૂરી મળી છે. અમે ઓન ટ્રેક એજ્યુકેશનમાં The World Grad સાથે મળીને આ પ્રકારની ડિગ્રી વિદ્યાર્થીઓને આપી રહ્યા છીએ.

ક્રેડિટ ટ્રાન્સફરઃ ભવિષ્યની ચાવી

નવી શિક્ષણ વ્યવસ્થાનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે ક્રેડિટ પોર્ટેબિલિટી. ભારતે Academic Bank of Credits (ABC) જેવી વ્યવસ્થા શરૂ કરીને વિદ્યાર્થીઓને વિવિધ સંસ્થાઓમાં મેળવેલા ક્રેડિટ્સ એકત્રિત અને ટ્રાન્સફર કરવાની સુવિધા આપી છે. આગામી સમયમાં ભારતીય અને વિદેશી યુનિવર્સિટીઓ વચ્ચે ક્રેડિટ ટ્રાન્સફર વધુ સરળ બનશે. કલ્પના કરો કે કોઈ વિદ્યાર્થી પ્રથમ વર્ષ સૂરત કે અમદાવાદમાં અને પછીનું શિક્ષણ વિદેશની યુનિવર્સિટીમાં પૂર્ણ કરે. આજે આ માત્ર કલ્પના નથી, પરંતુ ઝડપથી હકીકત બની રહ્યું છે.

ગુજરાત જેવા ઔદ્યોગિક રાજ્ય માટે આ ખૂબ મહત્વપૂર્ણ છે. ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ગ્રીન એનર્જી, મેન્યુફેક્ચરિંગ, હેલ્થકેર અને ફાઇનાન્સ જેવા ક્ષેત્રોમાં વૈશ્વિક ધોરણો મુજબ સ્કીલ્ડ મેનપાવર તૈયાર કરવા માટે આવી ભાગીદારીઓ મહત્વની સાબિત થઇ રહી છે.

આગામી પાંચ વર્ષમાં ઉચ્ચ શિક્ષણનું સ્વરૂપ નોંધપાત્ર રીતે બદલાશે. વિદ્યાર્થીઓએ હવે માત્ર “ભારત કે વિદેશ” જેવી પરંપરાગત વિચારસરણીથી આગળ વધવું પડશે.

ભારતની નવી શિક્ષણ નીતિએ ઉચ્ચ શિક્ષણના આંતરરાષ્ટ્રીયકરણનું જે સ્વપ્ન જોયું હતું તે હવે ધીમે ધીમે વાસ્તવિકતા બની રહ્યું છે.