Prashant Dayal - Khabarchhe

બાજપાઈએ કહેલુ આંબાને કેરી લાગે એટલે તે નમી પડે છે, સત્તાના ઝાડનું પણ કંઈક આવુ છે
(પ્રશાંત દયાળ) પહેલા જનસંઘ અને પછી ભાજપ પાસે અટલબિહારી બાજપાઈ જેવા એક કદાવર નેતા હતા, જેમને આખો દેશ તો ઠીક પણ વિરોધ પક્ષના લોકો માત્ર પ્રેમ કરે નહીં તેમન આદર આપવાની ફરજ પડે તેવુ વ્યકિત્વ હતું. 1995માં ગુજરાતમાં ભાજપને પહેલી વખત વિધાનસભામાં સત્તા મળી. ગાંધીનગરના ટાઉનહોલમાં એક ભવ્ય સમારંભ રાખવામાં આવ્યા હતો. જેમાં પ્રદેશના નેતા સહિત અટલબિહારી બાજપાઈ પણ આવ્યા હતા. સમારંભમાં બાજપાઈએ નોંધ્યુ કે રાજયના નાનાથી લઈ પ્રદેશ કક્ષાના તમામ લોકોમાં એક પ્રકારનો ઉત્સાહ અને જુસ્સો છે. જયારે મંચ ઉપરથી જાહેરાત કરવામાં આવી હતી બાજપાઈજી આપણને સંબોધીત કરશે ત્યારે ભાજપના કાર્યકરોઓએ તાળીઓ સુત્રોચ્ચારથી તેમનું અભિવાદન કર્યુ.

અટલબિહારી એક સારા વકતા હતા, તેઓ જયારે બોલવા ઉભા થાય ત્યારે શ્રોતામાં એટલી શાંતિ છવાઈ જતી કે ટાંકળી પડે તો પણ અવાજ આવે, આવી જ સ્થિતિ ગાંધીનગર ટાઉનહોલની હતી. બાજપાઈએ પહેલા તો ચુંટણી જીતવા માટે ગુજરાતના નાના મોટા તમામ નેતાઓને અભિનંદન આપ્યા અને કહ્યુ હવે જ ખરો સમય આવ્યો આપણને સત્તા મળી ગઈ પણ આપણે કેટલીક બાબતની તકેદારી રાખવાની છે. તેમણે ઉદાહરણ આપતા કહ્યુ આંબાને ઝાડને જયાં સુધી કેરીઓ લાગતી નથી ત્યાં સુધી આંબો ટટ્ટાર ઉભો રહે છે, પણ જેવી કેરીઓ લાગવા માંડે આંબા નીચે નમવા લાગે છે, આપણે સ્થિતિ પણ આવી છે, જયાં સુધી આપણે સત્તામાં ન્હોતા, ત્યાં સુધી આપણે ટટ્ટાર ઉભા હતા પણ હવ આપણા વૃક્ષને સત્તા રૂપી કેરીઓ લાગી છે, આપણે આંબાની જેમ નમ્ર થવાની જરૂર છે.

આપણી નમ્રતાનો અહેસાસ આપણા કાર્યકરથી લઈ સામાન્ય લોકોને થવો જોઈએ કારણ સત્તામાં આપણે છકી જઈશુ તેવો મને ભય લાગે છે, બસ આજના પ્રસંગે મારે એટલુ જ કહેવુ છે, સત્તા મળ્યા પછી આપણે વધુ નમ્ર થઈએ, જો કે કદાચ બાજપાઈએ ટાઉનહોલ છોડયો પછી તરત જ તેમના નેતાઓ અને કાર્યકર બાજપાઈની સલાહ ભુલી ગયા હોય તેવુ લાગે છે, ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી જયારે ગુજરાતના બાળકોના અભ્યાસક્રમમાં જયારે ગીતા સામેલ કરવામાં માગે છે પરંતુ લાગે છે ગીતાનો સાર તેવો સમજયા નથી, ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાના મુદ્દે જે ટીકા થઈ રહી છે તેવા પ્રસંગે તેમણે બાજપાઈની સલાહ પ્રમાણે કહેવુ જોઈએ કે અમારી ભુલ હશે તેને સુધારી વધુ સારૂ કરવાનો પ્રયાસ કરીશુ, પરંતુ તેમણે તો ટીકાકારોને ગુજરાત અને દેશ છોડી દેવાની સલાહ આપી દીધી.
ગત સરકારમાં જેઓ મંત્રી હતા તેમની વાણી અને વ્યવહાર પણ કઈક જીતુ વાઘાણી જેવો હતો, તેઓ પોતાની સત્તાને અમર સમજતા હતા, પણ એક જ ક્ષણમાં તેમના અભિમાનના વિમાન ધરતી ઉપર આવી ગયા, સત્તા આવતી જતી હતી, પ્રજા સાલસ લોકોને જ યાદ રાખે છે, સત્તાના સિહાસન ઉપર બેસવુ સહેલુ છે પણ લોકાના દીલમાં રાજ કરવુ અધરૂ છે, સમય બદલાતા વખત લાગતો નથી, શિક્ષણ મંત્રી જો નમ્રતા રાખે નહીં તો ગુજરાતના બાળકો પાસે આપણે શુ અપેક્ષા રાખીશુ, જીતુ વાઘાણી સાથે મારો વ્યકિતગત પરિચય નથી, સ્વભાવીક છે તેઓ અન્ય નેતાઓ મંત્રીની જેમ મને પસંદ કરતા નહીં હોય પણ પત્રકાર કોઈને રાજી કે દુખી કરવા લખતો નથી, રાજી અને દુખી થવુ તે સમાચારની બાય પ્રોડકટ છે.

જીતુ વાઘાણીના શબ્દોમાં તો ઠીક પણ તેમના વ્યવહાર સત્તાનો મદ છલકે છે, રોજ સવારે તમારો ચહેરો ટીવી ઉપર દેખાતો હોય ત્યારે આવી ભુલ થવાની શકયતા છે, પણ આ ટીવી વાળા પણ તમારી પાસે સત્તા છે ત્યાં સુધી આવશે સત્તા ગયા પછી ભુત ભાઈ પણ પુછવા આવતા નથી, એટલે કેમેરા, બુમ, રોલ કેમેરા સાંભળી આપણે રોલ થઈ જવુ જોઈ નહીં, આવી સમસ્યા માત્ર જીતુ વાઘાણીને છે તેવુ નથી આવી ભુલો આપના પ્રદેશ નેતા ગોપાલ ઈટાલીયા પણ કરે છે, તેમની સામે પણ કેમેરા આવી જાય છે ત્યારે પ્રમાણભાન જતુ રહે છે, પહેલા હાર્દિકે પટેલે પણ આવો જ પ્રકાર અનેક વખત કર્યો હતો પણ હવે સમયની સાથે તેમા બદલાવ જોવા મળે છે, કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર સાથેની મુલાકાતમાં તેમણે પણ કબુલ્યુ કે જાહેર મંચ ઉપરથી કયારેક એવુ બોલાઈ જાય છે પછી લાગે છે આવુ ના થયુ હોત તો સારૂ હતું.

જયારે કોઈ જાહેર જીવનમાં છે ત્યારે કામ અને બોલવામાં ભુલ થવાની જ છે, પણ જીવનમાં એક સેલ્ફ કરેકશન પણ થવુ જોઈએ, ભાજપના નેતાઓ બાજપાઈ જેવા ચારિત્રમાં ભલે કદાવર થાય નહીં પણ બાજપાઈના પગલે થોડાક ડગલાં પણ ચાલી શકે તેવા પ્રયાસ જરૂર થવો જોઈએ.

પાટીદાર એવા ભૂપેન્દ્ર પટેલ CM બનતા નીતિન પટેલની બાદબાકી થશે? શું છે સંભાવના?
(પ્રશાંત દયાળ). 2017માં વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવવાની જાહેરાંત કરતા નીતિન પટેલ નારાજ થઈ ગયા હતા. તેમણે મંત્રીમંડળના સભ્ય થવાનો ઈન્કાર કરી દીધો હતો. શિસ્તબધ્ધ કહેવાતી પાર્ટી  માટે આધાતજનક સ્થિતિ હતી. પરંતુ આખા મામલે  પાર્ટી હાઈકમાન્ડને નીતિન પટેલ નારાજ થવા કરતા ઉત્તર ગુજરાતના પટેલો નારાજ થાય તેની ભીતિ હતી. જેના કારણે કમને નીતિન પટેલ સાથે સમાધાન કરી તેમને નાયબ મુખ્યપ્રધાન પદ આપી મનાવી લીધા હતા.

2021માં પણ જયારે વિજય રૂપાણીને હટાવી પાટીદાર મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય પાર્ટીએ કર્યો ત્યારે પણ મુખ્યમંત્રીની જાહેરાંતના થોડા કલાક પહેલા નીતિન પટેલે મીડિયા સામે આપેલા નિવેદનમાં પાર્ટી દ્વારા તેમની પસંદગી થવી જોઈએ તેવો સુર હતો. પણ આનંદીબહેન પટેલની નજીક ગણાતા ઘાટલોડીયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલની જાહેરાંતના પગલે હવે ભાજપના આતંરિક રાજકારણમાં મોટો ફેરફાર થવાની સંભાવના છે.

2017માં પાર્ટીની મજુબરી હતી કે નીતિનભાઈ અને પાટીદારોને ખુશ રાખવા માટે તેમને નાયબ મુખ્યપ્રધાન પદ આપવામાં આવ્યુ. હવે ભુપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી પદ સંભાળે ત્યારબાદ પટેલની નારાજગીનો પ્રશ્ન ઉદ્દભવતો નથી. રાજયના મુખ્યપ્રધાનપદે જયારે પાટીદાર હોય ત્યારે નાયબ મુખ્યમંત્રી પદે પણ પાટીદાર હોય તેવી સંભાવના ખુબ ઓછી છે. સુત્રોની જાણકારી પ્રમાણે નાયબ મુખ્યપ્રધાન પદ નવા મંત્રીમંડળનો હિસ્સો જ નહીં હોય.

જો નીતિન પટેલ નાયબ મુખ્યપ્રધાન રહે તો શું ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં બીજા નંબરના સૌથી સિનિયર મંત્રી તરીકે બેસવાનું પસંદ કરશે કે નહી તે એક જુદો પ્રશ્ન છે. ખરેખર તો સચિવાલયના કારભાર માટે ભુપેન્દ્ર પટેલ એકદમ નવા છે. ત્યારે તેમને નીતિન પટેલ જેવા અનુભવી અને કાબા મંત્રીના સહયોગની જરૂર છે.

પરંતુ પાર્ટી અને ખુદ નીતિનભાઈએ આ અંગે શું વિચાર્યુ છે તે હજી સ્પષ્ટ નથી. એવી પણ સંભાવના જોવામાં આવી રહી છે હે નીતિન પટેલ મંત્રી મંડળનો હિસ્સો જ નહીં હોય પરંતુ આનંદીબહેન અને વજુભાઈ વાળાની જેમ રાજયપાલ પદ આપી તેમને ગુજરાતને બાય બાય કહેવાની સુચના આપી દેવામાં આવશે.

આ જ રીતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ મુખ્યપ્રધાન પદ છોડયા પછી હવે તેઓ અને પાર્ટી પોતે પણ તેમને મંત્રીમંડળનો હિસ્સો બને તેવુ ઈચ્છશે નહીં. વિજય રૂપાણી અને નીતિન પટેલને કેન્દ્રમાં પણ કોઈ મહત્વની જવાબદારી સોંપવામાં આવે તેવી સંભાવના છે.

કારણ નરેન્દ્ર મોદીની વર્કિગ સ્ટાઈલ પ્રમાણે જેમને પ્રદેશના રાજકારણથી દૂર કરવામાં આવે છે તેવા નેતાઓ પ્રદેશમાં રહી નવી નેતાગીરીને પરેશાન કરે નહીં તે માટે તેમને અન્ય રાજય અથવા કેન્દ્રમાં જવાબદારી સોંપી પ્રદેશથી દુર રાખે છે. હવે જોવાનું રહ્યુ કે વિજય રૂપાણી નવી ભૂમિકામાં ટુક સમયમાં જોવા મળશે પરંતુ નીતિનભાઈનું શુ થશે તેનો ઉત્તર સમય જ આપશે.

અત્રે ઉલ્લેખનીય છે કે આવનાર રાજકીય તોફાનનો અણસાર નીતિનભાઈ પટેલને આવી ગયો હતો. કદાચ તેના કારણે તેમણે પોતાના સ્વભાવથી વિપરીત કટ્ટર વિચારધારાના સમર્થક હોવાનું સાબિત કરવા મુસ્લિમો અંગે નિવેદન કર્યુ હતું, આ ઉપરાંત મુખ્યમંત્રીની જાહેરાંત પછી નીતિન પટેલનો મહેસાણા 65 કરોડના કામના લોકાર્પણનો કાર્યક્રમ હતો. કદાચ તેમનો મંત્રી તરીકે અંતિમ કાર્યક્રમ હોય તેવી પણ સંભાવના છે.

કેવડિયા ખાતે 23 વર્ષ પહેલા પણ એક બેઠક થઇ હતીને ગુજરાતના મુખ્યમંત્રી બદલાયા હતા
(પ્રશાંત દયાળ). એક સપ્તાહ પહેલા કેવડીયા કોલોની ખાતે પ્રદેશ કારોબારી મળી ત્યાર બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજીનામાની જાહેરાંત કરી હતી. આમ કેવડીયા કોલોની ભાજપની પ્રદેશ બેઠક મહત્વની સાબિત થઈ છે. આમ બીજી વખત કેવડિયાની ધરતી ઉપર એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો.

1998માં શંકરસિંહ વાઘેલાએ પણ દિલીપ પરીખનું વિસર્જન કરાવતા પહેલા કેવડીયા ખાતે કેબીનેટ બેઠક બોલાવી હતી અને ત્યાંથી સીધા હેલીકોપ્ટર મારફતે ગાંધીનગર આવી દિલીપ પરીખનું રાજીનામુ રાજયપાલને સુપ્રત કરાવ્યુ હતું. જો કે આ બંન્ને ઘટનાઓ અત્યંત ભીન્ન છે, આમ છતાં ગુજરાતના સત્તા પરિવર્તન માટે કેવડીયાની ધરતી મહત્વની સાબીત થઈ છે.

1995માં કેશુભાઈ પટેલની સરકારની રચના પછી શંકરસિંહ વાઘેલાએ બળવો પોકારી કેશુભાઈ પટેલની સરકાર પાડી નાખી હતી, જો કે ત્યાર બાદ પાર્ટી હાઈકમાન્ડની મધ્યસ્થીને કારણે સુરેશ મહેતા મુખ્યમંત્રી થયા હતા જો કે મુખ્યમંત્રી થવાની લાલસામાં શંકરસિંંહ વાઘેલા ,સુરેશ મહેતાની સરકાર પણ પાડી નાખી અને કોંગ્રેસના ટેકાથી મુખ્યમંત્રી થઈ ગયા હતા.

કોંગ્રેસના ટેકાથી ચાલતી સરકાર હોવા છતાં શંકરસિંહ જાહેરમાં કોંગ્રેસને ભાંડતા હતા આ બાબતથી નારાજ થઈ તત્કાલીન પ્રદેશ પ્રમુખ સી ડી પટેલે શંકરસિંહની સરકારને ટેકો પાછો ખેંચી લેવાની ધમકી આપતા શંકરસિંહને મુખ્યમંત્રી પદ છોડી દિલીપ પરીખને મુખ્યમંત્રી પદ સોંપવાની ફરજ પડી હતી.

ભાજપનો હાથ જોડી બાપુનો હાથ પકડનાર સાથી ધારાસભ્યોને બહુ જલદી ખ્યાલ આવી ગયો હતો કે તેમણે બાપુ સાથે આવી ભુલ કરી છે, બીજી તરફ ભાજપે બાપુથી નારાજ રાજપાના ધારાસભ્યોના સંપર્ક કરવાની શરૂઆત કરી હતી, જેની ભનક બાપુને આવી ગઈ હતી કે ભાજપ તેમનો જ દાવ તેમની સાથે રમી ગમે ત્યારે પોતાના ધારાસભ્ય તોડી પોતાની સરકાર પાડી નાખશે.

બાપુની જાણકારી પ્રમાણે મંત્રીમંડળના સભ્ય આત્મરામ પટેલ ભાજપની ખાસ્સા નજીક હોવાની જાણકારી હતી. દિલીપ પરીખ પોતાનું રાજીનામુ રાજયપાલ સામે ધરે તે માટે કેબીનેટમાં ઠરાવ કરવો જરૂરી હતો પણ બાપુને ડર હતો કે રાજીનામા  વાત જાહેર થાય તો આત્મારામ પટેલ સહિત જે મંત્રીઓ ભાજપના સંપર્કમાં છે તેઓ તૈયાર થશે નહીં.

આથી શંકરસિંહ વાઘેલાએ કેબીનેટની બેઠક કેવડીયા કોલોની બોલાવવાનો નિર્ણય કર્યો હતો, આત્મારામ પટેલને બાદ કરતા તમામ મંત્રીઓ પોતાના વાહનમાં કેવડીયા પહોંચી ગયા હતા જયારે આત્મારામ પટેલને તેઓ પોતાની સાથે હેલીકોપ્ટરમાં લઈ ગયા હતા, કેબીનેટની બેઠકમાં મંત્રીઓ પાસે એક કોરા કાગળ ઉપર સહી લેવામાં આવી હતી.

જો કે મંત્રીઓ કઈ સમજે તે પહેલા શંકરસિંહએ  દિલીપ પરીખને કેવડીયા છોડી હેલીકોપ્ટરમાં ગાંધીનગર આવી ગયા હતા અને ત્યાંથી સીધા રાજયપાલ સામે જઈ રાજીનામુ ધરી દીધુ હતું આમં દિલીપ પરીખ સરકારનું પતન થઈ ગયુ તેની મંત્રીમંડળના સભ્યોને પણ જાણ ન્હોતી. આમ 23 વર્ષ પહેલા કેવડીયાની બેઠક ફરી સત્તા પરિવર્તનનું કારણ બની હતી.

જો કે વિજય રૂપાણીના મામલે રૂપાણીને વિશ્વાસમાં લઈ તેમનું રાજીનામુ લેવામાં આવ્યુ છે, 1998 કરતા હાલની સ્થિતિ ખુબ ભિન્ન છે, બંનેને રાજીનામા વચ્ચે કોઈ સામ્યતા નથી.

બોલો, CMમાંથી કોનું પત્તું કાપી નાખવું છે? તમે દાવેદારનું નામ લખોને તેનું પૂરું
(પ્રશાંત દયાળ) પહેલી નજરે આ હેડીંગ જરા રમુજ પ્રેરીત લાગે. પણ રમુજ નથી ખરેખર આ વાસ્તવિકતા છે,વિજય રૂપાણીના રાજીનામા પછી રાજકીય વિશ્લેષકો અને પોલિટિકલ રીપોર્ટીંગ કરનાર રિપોર્ટર હવે નવો સુકાની કોણ તેના અનુમાન કરી રહ્યા છે, લાંબા સમય સુધી પોલિટિકલ રીપોર્ટિંગ કરવાના કારણે રાજકારણીઓ સાથે નજીકતા વધે છે.

જેના પરિણામ સ્વરૂપ પોલિટિકલ રીપોર્ટર જયારે પણ ઘટનાની સમીક્ષા કરે છે ત્યારે તેમા તેઓ તેમનો વ્યકિતગત ગમો-અણગમો પણ ઉમેરાઈ જાય છે. એક સમય હતો જયારે કોઈ પણ રાજનેતા અને મુખ્યમંત્રીનું કામગીરીનું મુલ્યાંકન અખબારમાં આવતા સમાચારને આધારે થતુ હતું પણ એક લાંબો સમય ગાળો પસાર થઈ ગયો કે મુખ્યમંત્રીને હટાવવામાં અને નવા મુખ્યમંત્રીને મુકવામાં મીડિયાની કોઈ ભૂમિકા રહી નથી.

આમ સ્થિતિ બદલાઈ હોવા છતાં વ્યવસાયના ભાગ રૂપે પત્રકારો પોતાની રાજકીય સમજ અને સ્ત્રોત દ્વારા મળતી માહિતીને આધારે વાંચકો અને દર્શકો સુધી પોતાની માહિતી અને અનુમાનો પહોંચાડવાના હોય છે. પણ છેલ્લાં અઢી દાયકાથી નરેન્દ્ર મોદીની કામ કરવાની પદ્ધતિનો અભ્યાસ કરવામાં આવે તો નરેન્દ મોદીને  અનઅપેક્ષીત  જાહેરાંત કરવાની આદત રહી છે.

બીજા શબ્દોમાં કહીએ તો માધ્યમોનો સમાચાર ખોટા પાડવાની મઝા આવે છે. નરેન્દ્ર મોદીના નજીકના પણ નરેન્દ્ર મોદીના આ સ્વભાવથી સારી રીતે વાકેફ છે. તેના કારણે આવી સ્થિતિ જયારે જયારે પણ નિર્માણ થઈ ત્યારે મીડિયાના હકારાત્મક વલણને કારણે નુકશાન થાય નહીં તેવી તકેદારી રાખતા નેતાઓ આવે વખતે પોતાની જાતની મીડિયાથી દુર રાખી હતી.

ફરી એક વખત આવ્યો છે કે ગુજરાતનો નવો સુકાની કોણ છે તે અંગે માધ્યમોમાં ચર્ચા શરૂ થઈ છે પરંતુુ નરેન્દ્ર મોદી માધ્યમોની ચર્ચાને આધારે પોતાનો નિર્ણય કરતા નથી અને નિર્ણય બદલતા નથી, પરંતુ જેમના મનમાં કયાંકને કયાંક મુખ્યમંત્રી થવાની ઈચ્છા છે તેમનો મનમાં ડર સતાવી રહ્યો છે કે ભુલે ચુકે માધ્યમ તેમના નામનો ઉલ્લેખ કરશે તો આપણુ પત્તુ કપાઈ જશે.

ગાંધી મેમોરિયલઃ આશ્રમના 300 રહેવાસીઓ છોડવા તૈયાર ન હતા, એક IPSએ સમજાવી લીધા
(પ્રશાંત દયાળ) વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ,સ્વપ્ન મહાત્મા ગાંધીના સાબરમતી આશ્રમને  વિશ્વના ફલક ઉપર લઈ જવા માટે ગાંધી મેમોરીયલ પ્રોજેકટ શરૂ કરવો હતો. આ પ્રોજેકટના આડે અનેક બાબતો આવતી હતી જે પૈકી ગાંધીની અંતેવાસીઓ રહેલા અને હાલમાં આશ્રમવાસી તરીકે રહેતા ત્રણસો પરિવાર ગાંધી આશ્રમની વસાહત છોડવા તૈયાર ન્હોતા. કારણ આશ્રમવાસીઓ સરકારના ઈરાદા અને વચન ઉપર ભરોસો ન્હોતો, જેના કારણે શંકાના વાતાવરણ વચ્ચે અનેક પ્રયાસ છતાં આશ્રમવાસીઓ અને સરકાર વચ્ચે સંવાદ જ શકય થતો નથી.

પરંતુ પોતાનું બાળપણ આશ્રમના મેદાનમાં પસાર કરનાર ગુજરાત કેડરના આઈપીએસ અને હાલમાં અમદાવાદ સેકટર 2ના જોઈન્ટ પોલીસ કમિશનર ગૌતમ પરમાર સમગ્ર મામલે મધ્યસ્થી બનતા આશ્રમવાસીઓ પોતાની વસાહત છોડવાનો નિર્ણય કર્યો છે, રાજય સરકારે આ મામલે સરકારી અમલદાર અને આશ્રમવાસીઓની એક સંયુકત સમિતી પણ બનાવી છે.

આશ્રમવાસીઓને શંકા હતી કે એક વખત વસાહત ખાલી કર્યા પછી સરકાર પોતાના વચન પાળશે નહીં, જેના કારણે સંવાદ શકયો બનતો ન્હોતો આથી આ મામલે આઈપીએસ અધિકારી ગૌતમ પરમારે સરકાર અને આશ્રમવાસીઓ વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા અદા કરી. આશ્રમવાસીઓ સાથે લાંબી મંત્રણાઓ પછી સરકારના ધ્યાન ઉપર આશ્રમવાસીઓની વાજબી માગણીઓ ધ્યાન ઉપર મુકી.

જેના કારણે પ્રશ્ન નિરાકરણ તરફ આગળ વધી હતી. જેના પરિણામે 300 આશ્રમવાસીઓને આશ્રમથી થોડાક નજીક બે અલગ અલગ વસાહતમાં પાકા અને વિવિધ સગવડ સાથે મકાન આપવાનો નિર્ણય રાજય સરકારે કર્યો છે. જયારે બીજો વિકલ્પ પણ આપ્યો છે કે જે વસાહતીઓ સરકારી ઘર લેવા માગતા નથી તેમને સરકાર 60 લાખ રૂપિયા પણ આપશે.

હમણાં સુધી 40 વસાહતીઓએ બીજો વિકલ્પ પસંદ કરતા અમદાવાદ કલેકટર દ્વારા પહેલા હપ્તા રૂપે પ્રત્યેકને રૂપિયા 40 લાખનો ચેક આપ્યો હતો, જયારે વસાહતી પોતાનું ઘર ખાલી કરશે ત્યારે બાકીના 20 લાખનો ચેક પણ આપવામાં આવશે આશ્રમવાસીના પુનવસનની કામગીરી યોગ્ય રીતે ચાલે તે માટે સરકારે વસાહતીઓ સહિત અધિકારીઓની એક સમિતિ બનાવી છે જેમાં અધ્યક્ષ તરીકે અમદાવાદ કલેકટર સંદીપ સાંગલે, સભ્ય તરીકે નિવૃત્ત આઈએએસ આઈ કે પટેલ, આઈપીએસ અધિકારી ગૌતમ પરમાર, સભ્ય સચિવ તરીકે  ડેપ્યુટી કલેકટર જે બી દેસાઈ, સદસ્ય તરીકે  મામલદાર  અનિતા લાછુન તેમજ આશ્રમવાસીના પ્રતિનિધિ તરીકે  હેમંત ચૌહાણ, ધીમંત બઢીયા અને શૈલેષ રાઠોડનો સમાવેશ કરવામાં આવ્યો છે,આ મામલે જાણકારી લેવા  ડીઆઈજી ગૌતમ  પરમારનો સંપર્ક કરવાનો પ્રયત્ન થયો પણ સંપર્ક શકય બન્યો નહીં.

સ્વીટી કેસ ઉકેલનાર PI સહિત ગુજરાતના 6 પોલીસ અધિકારીઓને કેન્દ્ર સન્માનીત કરશે
(પ્રશાંત દયાળ) આપણા દેશમાં કામ કરનારની ભાગ્યે જ કદર થાય છે, ખાસ કરી પોલીસ અને સિક્યોરિટી ફોર્સમાં કામ કરનાર અધિકારીને બદલે વગ ધરાવતા અધિકારી એવોર્ડ લઈ જતા હોય છે પરંતુ કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા છેલ્લાં ચાર વર્ષથી ખાસ કરી સફળ ઓપરેશન પાર પાડનાર અને ઉત્તમ ઈન્વેસ્ટીગેશન કરનાર પોલીસ અધિકારીઓને સન્માન આપવાની શરૂઆત કરી છે.ચાલુ વર્ષે દેશભરમાં પોલીસ અધિકારીઓને મળનાર સન્માનમાં ગુજરાતના છ પોલીસ અધિકારીની પસંદગી કરવામાં આવી છે.

કેન્દ્ર સરકાર દ્વારા ચાલુ વર્ષે ઈન્વેસ્ટીગેશન માટે પસંદ કરવામાં આવેલા પોલીસ અધિકારીમાં ડીસીપી વિધી ચૌધરી, એએસપી નિતેશ પાંડેય, પોલીસ ઈન્સપેકટર મહેન્દ્ર સાંળુકે, મંગુભાઈ તડવી, દર્શનસિંહ બારડ અને એ વાય બલોચનો સમાવેશ થાય છે. ઈન્સપેકટર બારડ અને બલોચ હાલમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવે છે, દર્શનસિંહ બારડે તાજેતરમાં વડોદરાના ચકચારી સ્વીટી ખુન કેસનો ભેદ ઉકેલી પોલીસ ઈન્સપેકટર અજય દેસાઈની ધરપકડ કરી હતી.

જ્યારે સુરતના પોલીસ ઈન્સપેક્ટર મહેન્દ્ર સાંળુકે વિદેશ મહિલાની હત્યાનો ભેદ ઉકેલ્યો હતો, છ પોલીસ અધિકારીઓમાં બે IPS પણ જેમાં વિધી ચૌધરી અને નિતેશ પાંડેય છે.

સ્વીટી કેસમાં ક્રાઈમ બ્રાન્ચે સ્વીટીના દાંત, મંગળસુત્ર અને વિટી શોધી કાઢ્યા
(પ્રશાંત દયાળ). વડોદરાના પોલીસ ઈન્સપેકટર અજય દેસાઈના સ્વીટી પટેલ કેસ બાદ કોર્ટમાં અજય દેસાઈ સામે સજ્જડ કાર્યવાહી થાય તે માટે અનેક પુરાવાઓ એકત્ર કરવાની શરૂઆત કરી હતી. સ્વીટીના મળી આવેલા અસ્થીમાંથી ડીએનએ નહીં મળતા ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સપેકટર દર્શનસિંહ બારડ પોતાની દસ માણસોની ટીમ અને પાંચ મજુરો સાથે સ્વીટીનો જ્યાં નિકાલ કરી દેવામાં આવી તે સ્થળ ભરુચ નજીકના અટાલી પહોચી તપાસ કરતા આખા દિવસની મહેનત બાદ સ્વીટીના દાંત, તેનું મંગળસુત્ર અને સોનાની વીંટી શોધી કાઢી હતી. સ્વીટીના દાંત મળી આવ્યા તે ફોરેન્સિક લેબોરટી ખાતે ડીએનએ ટેસ્ટ માટે મોકલી આપવામાં આવશે.

વડોદરા પોલીસ પાસેથી તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોપાયા પછી એસીપી ડી પી ચુડાસમાં આ કેસની એક એક કડી જોડવાનો પ્રયત્ન કર્યો હતો, અજય દેસાઈએ ગુનાની કબુલાત કરી લીધી હોવા છતાં ટ્રાયલ દરમિયાન સાંયોગીક પુરાવાઓ અને સાક્ષીઓના નિવેનદ પણ એટલા જરૂરી છે. જેને ધ્યાનમાં લઈ સંખ્યાબંધ વ્યકિતઓના સાક્ષી નિવેદન લેવામાં આવ્યા હતા.

પરંતુ અજય દેસાઈ પોલીસ અધિકારી હોવાને કારણે ટ્રાયલ દરમિયાન જો સાક્ષીઓ પોતાના નિવેદન ફેરવી તોળે તેવો પણ ભય હોવાને કારણે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ત્રણ મહત્વના સાક્ષીઓના મેજીસ્ટ્રેટની સામે 164 પ્રમાણેના નિવેદનો નોંધાવ્યા હતા. પોલીસ દ્વારા નોંધવામાં આવેલા નિવેદનમાં અજય દેસાઈએ સ્વીટીનો નિકાલ કરવામાં હિન્દુ વિધિ પ્રમાણે ઘીનો ઉપયોગ કર્યો હોવાનું બહાર આવતા પોલીસ ઘી અને દુધ આપી જનારી વ્યકિતને પણ શોધી કાઢી. તેમના સાક્ષી નિવેદન નોંધ્યા છે જેમાં એક સાક્ષીએ આગનો ધુમાડો પણ જોયો હોવાનું સમર્થન આપ્યુ છે.

અજય દેસાઈ વિરૂદ્ધ વૈજ્ઞાનિક પુરાવાઓ શોધવા માટે પોલીસ ઈન્સપેકટર દર્શનસિંહ બારડ ક્રાઈમ બ્રાન્ચના દસ માણસનો સ્ટાફ અને પાંચ મજુરો લઈ અટાલી પહોંચ્યા હતા, જયાં પંચોની રૂબરૂમાં સ્વીટીનો જ્યાં નિકાલ કર્યો તેની માટી ખોદી અનાજ ચાળવાના ચારણા વડે આંખો દિવસ માટી ચાળતા તેમાંથી સ્વીટીના પાંચ દાંત મળી આવ્યા હતા.

આ દાંત ડીએનએ ટેસ્ટ માટે ખુબ મહત્વનો સાબિત થશે આ ઉપરાંત ત્યાંથી સ્વીટીનું મંગળ સુત્ર અને એક વિટી પણ મળી આવી છે, અગાઉની તસવીરમાં સ્વીટીએ આ મંગળસુત્ર અને વિટી પહેરી હોવાનું પણ સ્પષ્ટ થાય છે આ ઉપરાંત સ્વીટીના પરિવારજનોએ પણ મંગળસુત્ર સ્વીટીનું હોવાનું સમર્થન આપ્યુ છે પોલીસ આ સંદર્ભમાં આ મંગળસુત્ર કયારે અને કોણે ખરીદ્યુ હતું તે જાણવા વિવિધ ઝવેલર્સનો સંપર્ક કરી રહી છે.

2015માં અજય દેસાઈ અમદાવાદ ગ્રામ્યમાં ફરજ બજાવતા હતા ત્યારે સ્વીટી અને અજય સંપર્કમાં આવ્યા હતા. જો કે મંદિરમાં સ્વીટી સાથે લગ્ન કર્યા હોવા છતાં અજય દેસાઈ જ્ઞાતિની પુજા નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા જેના પરિણામ સ્વરૂપ સ્વીટીએ દિકરાને જન્મ આપ્યો હતો અને પુજાએ દિકરીને જન્મ આપ્યો હતો.

સ્વીટીના નિધન બાદ પુજાએ સ્વીટીના દિકરા અંશની જવાબદારી ઉપાડી હતી, પરંતુ અજયે ઘટનાને અંજામ આપ્યો છે તે આઘાત સહન નહીં થતાં પુજા પોતાની દિકરી સાથે પિયરમાં જતી રહી છે જેના કારણે હાલમાં અંશની જવાબદારી અજય દેસાઈના ભાઈઓએ ઉપાડી લીધી છે. હાલમાં જેલમાં મોકલી આપવામાં આવેલા અજય દેસાઈ ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં હતા ત્યારે અનેક વખત પોતાનો ગુસ્સો કાબુમાં નહીં રહેતા થયેલી ભુલને કારણે રડી પડતા હતા, જો કે અજય દેસાઈના આંસુ હવે કોઈ કામના ન્હોતા કારણ અનેક જીંદગીઓ બરબાદીની કતાર ઉપર આવી ગઈ છે.

નાના બાળકોને આયાને ભરોસે મૂકીને નોકરી કરતા માતા-પિતા માટે આંખ ઉઘાડનારો કિસ્સો
(પ્રશાંત દયાળ). સામાન્ય માણસની થોડીક સતર્કતા અને અમદાવાદ પોલીસની સક્રિયતાને કારણે અમદાવાદના મોટેરા વિસ્તારમાં રહેતી 11 મહિનાની બાળકીનું અપહરણ કરી તેને બંગાળ વેંચી દેવાનો કારસો રચાઈ ચુકયો હતો, બાળકીનું અપહરણ કરનારી યુવતી બંગાળ જવાની ટ્રેન પકડવાની જ હતી તે પહેલા ચાંદખેડા પોલીસ ત્યાં પહોંચી જતા બાળકીનો બચાવ થઈ ગયો હતો.

મોટેરાના સોલારીસ એપાર્ટમાં રહેતા અભિજીત સેન અને તેમના પત્ની બંન્ને નોકરી કરતા હતા, અને તેમને 11 માસની નાની બાળકી હતી, દંપત્તી નોકરી ઉપર જતા હોવાને કારણે તેમની બાળકની સંભાળ માટે કોઈ વ્યકિતની જરૂર હતી, આથી તેમણે હોમ સર્વીસ નામની કંપનીનો સંપર્ક કરી બીંદુ શર્મા નામની યુવતીને માસીક 18500ના પગારે રાખી હતી.

છેલ્લાં ત્રણ મહિનાથી બીંદુ સેન પરિવારની બાળકીની સંભાળ રાખી રહી હતી. દરમિયાન અમદાવાદના ઝોન-2ના ડેપ્યુટી પોલીસ કમિશનર વિજય પટેલનો  બંગાળની જલપાઈગુરી પોલીસ દ્વારા સંપર્ક કરી જાણકારી આપી મદદ માંગવામાં આવી કે બંગાળમાં રહેતુ એક  પરિવાર પોતાની 11 મહિનાની દિકરી દત્તક આપવામાં માગે છે.

પરંતુ બંગાળી પરિવારને શંકા છે કે તેમનો  સંપર્ક કરનાર બીંદુ શર્મા અને અમીત શર્મા ખરેખર બાળકીના માતા પિતા છે કે નહીં આ માહિતી મળતા ડીસીપી વિજય પટેલે તુરંત ચાંદખેડા પોલીસને તપાસ કરવાનો આદેશ આપ્યો હતો, આ માહિતીને આધારે ચાંદખેડા પોલીસ સોલારીસ એપાર્ટમેન્ટ પહોંચી ત્યારે ઘરમાં બીંદુ અને નાની બાળકી એકલા જ હતા. જયારે પોલીસે બીંદુને બાળકીના માતા પિતા અંગે પુછયુ તો તેમણે અભિજીત સેનને ફોન જોડી આપતા પોલીસ અધિકારીઓ જયારે તેઓ પોતાની બાળકી દત્તક આપવા માગે છે તેવો સવાલ પુછતાં તેઓ સ્તબ્ધ થઈ ગયા.

આથી પોલીસ તેમને રૂબરૂ બોલાવી સમગ્ર બાબત અંગે જાણ કરતા તેઓ ભાંગી પડયા હતા. કારણ તેમના જીવ કરતા વહાલી દિકરીનો પ્રશ્ન હતો. પોલીસે બીંદુ સાથે કડકાઈ કરી તેણે પોતાનો પરિચય કેમ બાળકીની માતા તરીકે આપ્યો તેવુ પુછતાં તે પોલીસના પ્રશ્નનો સામનો કરી શકી નહીં. તેણે બાળકીનું અપહરણ કરી તેને કેવી રીતે વેંચી મારવાની યોજના બનાવી હતી તેવો પર્દાફાશ કર્યો હતો. હોર્મ સર્વીસ કંપની દ્વારા નોકરીએ લાગેલી બીંદુ શર્માને નોકરી મળ્યા પછી તેણે બાળકીને વેંચી મારવાની યોજના બનાવી હતી. આથી તેણે મહારાષ્ટ્રમાં રહેલા પ્રશાંત કાંબલેનો સંપર્ક કર્યો હતો પ્રશાંત માનવ તસ્કરીના ગુનામાં અગાઉ પણ સંડોવાયેલો છે.

બીંદુંએ 11 માસની બાળકીના કેટલાંક ફોટો પાડી વોટસઅપ દ્વારા પ્રશાંત કાંબલેને મોકલ્યા હતા. બંગાળમાં રહેલા એક પરિવારને સંતાન નહીં હોવાને કારણે તેઓ આ બાળકીની દત્તક લેવા તૈયાર હતા, પણ તેમની શરત હતી કે પહેલા તેઓ બાળકીના માતા પિતા સાથે વાત કરવા માગે છે. આથી કાંબલેએ ફોન ઉપર બીંદુ શર્મા અને તેના પતિ અમીત શર્માને બાળકીના માતા દર્શાવી બંગાળી પરિવાર સાથે વાત કરાવી હતી. જો કે બીંદુને બાળકીના જન્મ તારીખ અને જન્મ સ્થળ અંગે પુછતાં જે જરા થોથવાઈ ગઈ હતી. જેના કારણે બંગાળી પરિવારને શંકા ગઈ હતી.

બંગાળી પરિવારે આ મામલે બંગાળ પોલીસનો સંપર્ક કરી પોતાની શંકા વ્યકત કરતા બંગાળ પોલીસે અમદાવાદ પોલીસની મદદ માંગી હતી. અમદાવાદ પોલીસને સમય સુચકતા દાખવી તપાસ કરતા સમગ્ર ભાંડો ફુટયો હતો, પોલીસ પહોંચી તેના થોડાક જ કલાક બાદ બીંદુ બાળકીને લઈ બંગાળ જતી ટ્રેન પકડવાની હતી, પણ હવે તેને માનવ તસ્કરીના આરોપસર જેલમાં જવાનો વખત આવ્યો છે, ચાંદખેડા પોલીસ બીંદુ શર્મા તેના પતિ અમીત અને મહારાષ્ટ્રના પ્રશાંત કાબલે સામે ગુનો નોંધ્યો છે, અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે ચાંદખેડા પોલીસની કામગીરીને બીરદાવી છે.

મારા બે વર્ષના ભાઈ અંશને મમ્મીથી દૂર કરનારને કડક સજા કરજો
(પ્રશાંત દયાળ). સરળ ચાલતી જીંદગી કયારે પોતાનો રસ્તો બદલશે તેની કોઈની ખબર હોતી નથી. વડોદરા કરજણમાં રહેતી સ્વીટી પટેલને પણ તેની કલ્પના નહીં હોય. પોતાના પ્રથમ પતિ હેતેશ પંડયા સાથે હવે આગળની સફર શકય નથી તેવુ લાગતા હેતેશ અને સ્વીટી અલગ થયા હતા. પરંતુ તેમના લગ્ન જીવનને કારણે આવેલા પુત્ર રીધમ સાથે સ્વીટીનો સંબંધ યથાવત રહ્યો હતો. હેતેશ અને રીધમ ઓસ્ટ્રેલિયા રહેતા હતા. આમ છતાં સ્વીટી અને રીધમ અવારનવાર વાત કરતા હતા. સ્વીટીએ જીંદગીની આગળની સફર માટે ઈન્સ્પેકટર અજય દેસાઈ ઉપર ભરોસો મુકયો અને મંદિરમાં થયેલા તેમના લગ્નને કારણે અંશનો જન્મ થયો.

વિધીના ગર્ભમાં શુ ચાલી રહ્યુ છે તે કોઈ જાણી શકતુ નથી. સ્વીટી સાથે સંબંધ સ્થાપિત કરનાર અજય દેસાઈમાં સ્વીટીને પત્નીનો દરજ્જો આપવાની નૈતિક હિમંત ન્હોતી, એટલે પોતાની જ્ઞાતિની પુજા સાથે બીજા લગ્ન કર્યા હતા. અજય દેસાઈ એક સાથે બે સ્ત્રીઓને અંધારામાં રાખી રહ્યા હતા. સ્વીટીને પુજા અંગે ખબર ન્હોતી અને પુજાને સ્વીટી સાથેના સંબંધની જાણકારી ન્હોતી. જો કે જુઠને છુપાવવું અધરુ હોય છે. આખરે સ્વીટીને અજયના લગ્નની જાણકારી મળી અને કંકાસનો પ્રારંભ થયો. સ્વીટી જાણતી ન્હોતી કે જેને પોતાના જીવ કરતા વધુ પ્રેમ કરે છે તે અજય દેસાઈ તેના મોતનું કારણ બનશે. આખરે જે થવાનું હતુ તે થયુ સ્વીટીને પતાવી દીધી અને અજય દેસાઈ જેલમાં ગયો.

પોતાની માતાની શોધ માટે સોશીયલ મીડિયાના માધ્યમથી મદદ માંગી રહેલા ઓસ્ટ્રેલિયામાં રહેતા રીધમને જયારે પોતાની માતાની હત્યા થઈ તેવા સમાચાર મળ્યા ત્યારે તેની માનસિક સ્થિતિ કેવી હશે તેની કલ્પના કરવી જ રહી. પણ ઘણા દિવસ પછી રીધમે સોશીયલ મિડીયામાં એક ભાવુક પોસ્ટ લખી. તેણે પોતાની મદદ કરનાર લોકો અને મિડીયાનો આભાર માન્યો. પણ સાથે લખ્યુ કે મારા મમ્મીને અમાનવીય મોત આપનાર અને મારા ભાઈ અંશને મમ્મીથી દુર કરનારને કડક સજા થાય તેવુ કરજો. મને પોલીસ અને ભારતની ન્યાય વ્યવસ્થા ઉપર ભરોસો છે. અત્રે ઉલ્લેખનિય છે કે અજય દેસાઈની ધરપકડ બાદ બે વર્ષના અંશને મોટો કરવાની જવાબદારી અજયની પત્ની પુજાએ સંભાળી લીધી છે.

PI અજય દેસાઈ અને સ્વીટીના 2 વર્ષના પુત્ર અંશને માતા મળી ગઈ, જાણીને ચોંકી જશો
(પ્રશાંત દયાળ) ચકચારી સ્વીટી દેસાઈ  હત્યા કેસમાં ઈન્સપેક્ટર અજય દેસાઈના કૃત્ય સામે સમગ્ર સમાજ ફીટકાર વરસાવી રહ્યો છે.  સ્વીટીની હત્યા બાદ અનાથ બનેલા અજય અને સ્વીટીના પુત્ર અંશની જવાબદારી અજય દેસાઈની પત્ની પુજાએ ઉપાડી લીધી છે.અજય દેસાઈના લગ્ન પુજા સાથે જ્ઞાતિના રીવાજ પ્રમાણે થયા છે તેવી જાણકારી મળતા સ્વીટી પટેલે અજય દેસાઈ પાસે પત્નીનો દરજ્જો આપવાની માગણી કરી હતી. જેના કારણે સ્વીટી અને અજય વચ્ચે વાંરવાર ઝઘડા થવાની શરૂઆત થઈ હતી. ત્યારપછી અજય દેસાઈએ સ્વીટીની હત્યા કરવાનો નિર્ણય કરી હત્યા કરી નાખી હતી. જો કે અજય દેસાઈને કલ્પના ન્હોતી કે સ્વીટીની હત્યાના મામલે તેમની ધરપકડ થશે. જો ધરપકડ થાય તો તેમના સંબંધને કારણે જન્મેલા બે વર્ષના અંશનું શુ થશે તેનો વિચાર કર્યો ન્હોતો.

તમામ ગુનેગાર એવુ માનીને જ ગુનો કરે છે કે તે કયારેય પકડાશે નહીં. આવી ભુલ અજય દેસાઈએ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં બહાર આવેલા તથ્ય પ્રમાણે પુજા સાથે અજય દેસાઈના લગ્ન થઈ ગયા હોવાની જાણ સ્વીટીને થતાં સ્વીટીએ પુજાને છુટાછેડા આપી લગ્ન કરી કાયદેસરતાની પત્નીનો દરજ્જો આપવા માગણી શરૂ કરી હતી. જો કે પુજા અને પુજાના પરિવારજનો અજય દેસાઈના સ્વીટી સાથેના સંબંધો અંગે સંપુર્ણપણે અજાણ હતા. સ્વીટી દ્વારા સતત માનસીક દબાણ વધારવામાં આવતા અજય દેસાઈએ સ્વીટીની હત્યા કરી નાખવાની યોજના બનાવી હતી. હત્યા બાદ લાશનો નિકાલ કયા કરવો તે પણ નક્કી કરી નાખ્યુ હતું એપ્રિલના અંતમાં અજય દેસાઈ અટાલી કિરીટસિંહ જાડેજાના હોટલની અવાવરૂ જગ્યા જોઈ આવ્યા હતા.

આ મામલો વડોદરા પોલીસ પાસેથી ક્રાઈમ બ્રાન્ચને સોંપાયા પછી ક્રાઈમ બ્રા્ન્ચે અજય દેસાઈની પુછપરછ શરૂ કરતા અજય દેસાઈએ પોતાની જુની સ્ટોરી યથાવત રાખી સ્વીટી ગુમ થયાની વાત કરી હતી, જો કે જયારે ક્રાઈમ બ્રાન્ચના અધિકારી કરજણ ખાતે અજય દેસાઈના ઘરની તપાસ કરતા ઘરના દરવાજા પાસે સ્વીટીના સેંડલ અને ચંપલ પડેલા જોયા હતા.

જો ખરેખર સ્વીટી ગુમ થઈ હોય અને ઘર છોડી ગઈ હોય તો સ્વીટી ઘરેથી જતી વખતે ખુલ્લા પગે ગઈ હોય તેવુ શકય ન્હોતુ, ક્રાઈમ બ્રાન્ચના અધિકારીએ સ્વીટીના ચંપલ અંગે પ્રશ્ન પુછતાં અજય દેસાઈ મુંઝાઈ ગયા હતા. આમ ક્રાઈમ બ્રાન્ચની શંકા પણ ઘેરી બની હતી. પરંતુ અજય દેસાઈની બાજુ ઉપર રાખી ક્રાઈમ બ્રાન્ચે કિરીટસિંહ જાડેજાની પુછપરછ કરતા તે પોલીસના સવાલોનો સામનો કરી શકયા ન્હોતા અને સ્વીટીની હત્યા થઈ હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

હત્યાની કબુલાત બાદ બ્રાન્ચ દ્વારા અજય દેસાઈ સાથે બનાવનું  રીકંસ્ટ્રકશન કરાવતા અજય દેસાઈએ બેડરૂમમાં સ્વીટીની હત્યા કર્યા બાદ કઈ રીતે લાશને નીચે ઉતારી કારની ડીકીમાં મુકી અને બનાવ સ્થળે જઈ કઈ રીતે લાશનો નિકાલ કર્યો તે બતાડયુ હતું, અગાઉથી લાશના નિકાલની જગ્યા નક્કી હતી, તેમજ હોટલનું બાંધકામ થઈ રહ્યુ હોવાને કારણે ત્યાં પુષ્કળ પ્રમાણે પાલકનો સામાન અને લાકડા પડયા હતા.

લગભગ અઢીસો જેટલા મોટા સુકા લાકડા નાંખી સ્વીટીની લાશ સળગાવી દીધી હતી. દરમિયાન ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એફએસએલ દ્વારા પોલીગ્રાફીક ટેસ્ટનો રીપોર્ટ ક્રાઈમ બ્રાન્ચને મોકલ્યો છે જેમા ફોરેન્સિક અધિકારીએ અજય દેસાઈ શંકાસ્પદ છે તેવો અભિપ્રાય આપ્યો છે જો કે હવે તો અજય દેસાઈ જ આરોપી છે તે સ્પષ્ટ થઈ ગયુ છે.

અજય દેસાઈએ જે જીપ કંપાસ કારનો ઉપયોગ કર્યો હતો, તે કાર પોલીસે કબજે કરી છે, કારની માલિક જય પટેલ નામની વ્યકિતની છે, જય પટેલ કિરીટસિંહ જાડેજા સાથે અંગત સંબંધ ધરાવે છે, જો કે જય પટેલના આર્થિક સ્થિતિ એટલી સારી નથી કે તે જીપ કંપાસ ખરીદી શકે. ક્રાઈમ બ્રાન્ચ આ મામલે પણ તપાસ કરી રહી છે. અજય દેસાઈની ધરપકડ થઈ ન્હોતી, ત્યાં સુધી તેમનો દિકરો અંશ તેમની પાસે જ હતો, પરંતુ અજય દેસાઈની ધરપકડ થતાં હવે બે વર્ષના અંશની સંભાળ કોણ રાખશે તેવો પ્રશ્ન ઉપસ્થિત થયો હતો. જો કે  મામલે અજય દેસાઈની પત્ની પુજાએ મોટાઈ દાખવી સ્વીટીના કુખે જન્મેલા અંશની માતા બનવાનો નિર્ણય કરી અંશને પોતાની સાથે રાખવાનો નિર્ણય કર્યો છે. અજય દેસાઈ અને પુજાના લગ્ન સંબંધને કારણે પુજા પણ બે વર્ષના સંતાનની માતા છે આમ છતાં તેમણે અંશની જવાબદારી સ્વીકારી એક માતાની તાકાતનું દર્શન કરાવ્યુ છે.

અજય દેસાઇને પરસેવો વળ્યોને પત્ની સ્વીટીને તેણે જ પતાવી દીધી હોવાની શંકા મજબૂત થઇ
(પ્રશાંત દયાળ). વડોદરા ચકચારી સ્વીટી પટેલ હત્યા કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પોલીસ ઈન્સપેકટર અજય દેસાઈની ધરપકડ કર્યા બાદ અવાવરૂ જગ્યામાંથી મળી આવેલા હાડકા કબજે કરી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મૃતક સ્વીટી પટેલ જ છે તેનો વૈજ્ઞાનિક પુરાવો લેવા માટે હાડકા ગાંધીનગર સ્થિત ફોરેન્સીક લેબોરેટરીને મોકલી આપ્યા છે. બનાવના સ્થળેથી મળી આવેલી હાડકાં સ્વીટીના જ છે તેવુ પ્રસ્થાપિત કરવા માટે સ્વીટીના બે વર્ષના પુત્ર અંશ સાથે ડીએનએ મેચ કરવામાં આવશે.

સ્વીટી ગુમ થયા પછી તપાસ કરી રહેલી વડોદરા ગ્રામ્ય પોલીસે સ્વીટીની હત્યા બાદ જયાં તેના મૃતદેહનો નિકાલ કરવામાં આવ્યો તે દહેજ પાસેના અટાલીની જગ્યા શોધી કાઢી હતી. આ સ્થળને શોધવા માટે પોલીસે ડ્રોનની મદદ લીધી હતી. આ ઉપરાંત ઈન્સપેકટર અજય દેસાઈના મોબાઈલ ડેટાના આધારે તેવુ પણ પ્રસ્થાપિત કર્યુ હતું કે અજય દેસાઈ અટાલીમાં સાડા ત્રણ કલાક રોકાયા હતા.

વડોદરા ગ્રામ્ય પોલીસે માટે સમસ્યા એવી હતી કે અજય દેસાઈ ખુદ એક પોલીસ અધિકારી હોવાને કારણે તેમની સાથે બીજા આરોપી જેવી કડકાઈ કરી શકાતી ન્હોતી, પરંતુ ગાંધીનગર ખાતે તેમના એસડીએસ ટેસ્ટ વખતે જ વડોદરા ગ્રામ્ય પોલીસ અને ફોરેન્સીક અધિકારીને અંદાજ આવ્યો કે અજય દેસાઈ જ આરોપી છે.

એસડીએસ ટેસ્ટમાં સંભવિત આરોપીને પુછવામાં આવતા પ્રશ્નોમાં વખતે થતાં પરસેવાના આધારે આરોપીની મનોદશાનો ખ્યાલ આવે છે છે, જયારે અજય દેસાઈને ટેસ્ટ કરનાર અધિકારીએ પુછયુ કે તમે સ્વીટીને છેલ્લે કયારે મળ્યા હતા અથવા જોઈ હતી.. આ પ્રશ્નનો જવાબ આપતી વખતે અજય દેસાઈને પરસેવો થવા લાગ્યો હતો. આ વખતે અજય દેસાઈ આરોપી છે તેવી શંકા વધુ દ્રઢ બની હતી.

ત્યાર બાદ આ મામલો ક્રાઈમ બ્રાન્ચને સોપાયા પછી ક્રાઈમ બ્રાન્ચ સામે કિરીટસિંહ જાડેજાએ સ્વીટીની હત્યા થઈ હોવાની કબુલાત કરી લેતા ક્રાઈમ બ્રાન્ચે અજય દેસાઈ અને કિરીટસિંહની ધરપકડ કરી હતી ત્યાર બાદ આરોપીને  સાથે રાખી  બનાવ સ્થળની મુલાકાત લેતા ત્યાંથી સ્વીટી પટેલના હાડકા ક્રાઈમ બ્રાન્ચે કબજે લીધા હતા. જો કે કોર્ટ કાર્યવાહી દરમિયાન આરોપીઓ પોતાના બચાવમાં કેવા મુદ્દા રજુ કરશે તેનાથી માહિતગાર ક્રાઈમ બ્રાન્ચે વૈજ્ઞાનિક પુરાવાઓ લેવા માટે હાડકાં ફોરેનસીક લેબોરેટરીમાં મોકલી સ્વીટીના પુત્ર અંશ સાથે ડીએનએ મેચ કરાવવાનો નિર્ણય કર્યો છે.

અજય દેસાઈએ સ્વીટીના મૃતદેહનો નિકાલ કરવા માટે જે જીપ કંપાસનો ઉપયોગ કર્યો હતો તે કાર પણ કબજે કરી છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે આ કારની મુળ માલિક અજય દેસાઈના સહ આરોપી કિરીટસિંહ જાડેજાનીના કોઈ નજીકની વ્યકિતની છે. ક્રાઈમ બ્રાન્ચ તપાસ, કરી રહી છે હત્યા બાદ મૃતદેહનો નિકાલ કરવા માટે અજય દેસાઈ અને કિરીટસિંહ સિવાય અન્ય કોઈ હતા કે નહીં. જો કે લાંબા સમય બાદ ક્રાઈમ બ્રાન્ચને તપાસ મળી હોવાને કારણે અટાલી ખાતે બનાવના સમયે કયાં ફોન એકટીવ હતા તેની તપાસ કરવામાં આવી રહી છે, વિધિની વક્રતા એવી છે કે સ્વીટીની હત્યા બાદ અજય દેસાઈની ધરપકડ થઈ છે આમ તેમનો દીકરો અંશ હવે માતા પિતા વગરનો થઈ ગયો છે.

સ્વીટી કેસમાં જય શાહને કેમ દરમિયાનગીરી કરવી પડી હતી ?
(પ્રશાંત દયાળ).વડોદરાના ચકચારી સ્વીટી પટેલ કેસને ઉકેલી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પોલીસ ઈન્સપેકટર અજય દેસાઈ અને સ્વીટીની હત્યા બાદ લાશનો નિકાલ કરવામાં મદદ કરનાર કીરીટસિંહ જાડેજાની ધરપકડ કરી છે. પરંતુ આ મામલે શરૂઆતથી વડોદરા ગ્રામ્ય પોલીસ ધીમી તપાસ કરી રહી હતી. આખરે આ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પુત્ર અને ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સેક્રેટરી જય શાહે દરમિયાનગીરી કરતા કેસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે એક જ સપ્તાહમાં ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.

કરજણમાંથી ગુમ થયેલા સ્વીટી પટેલના મામલે પોલીસ ફરિયાદ નોંધાયા પછી વડોદરા ગ્રામ્ય પોલીસ તપાસ કરી રહી હતી. પહેલા દિવસથી શંકાની સોય ઈન્સપેકટર અજય  દેસાઈ તરફ હોવા છતાં ગ્રામ્ય પોલીસ કોઈક કારણસર અજય દેસાઈ ઉપર દબાણ વધારી શકી ન્હોતી.

સુત્રોની જાણકારી પ્રમાણે અજય દેસાઈના પિતરાઈ ભાઈ ભાજપના ધારાસભ્ય અને રાજયના મંત્રી મંડળના સભ્ય રહી ચુકયા હોવાને કારણે તપાસ કરી રહેલી પોલીસને મનમાં ડર લાગી રહ્યો હતો. જો અજય દેસાઈને આ કેસ સાથે કોઈ નીસ્બત નિકળે નહીં તો અજય દેસાઈ પોતાની રાજકીય વગનો ઉપયોગ કરી પોતાની પરેશાની વધારી શકે છે. આ ડરને કારણે વડોદરા ગ્રામ્ય પોલીસ પોતાની જુની પ્રેકટીસ પ્રમાણે તપાસ કરવાને બદલે ફોરેન્સિક પુરાવા અને તેના રીપોર્ટને આધારે આગળ વધી રહી હતી.

બીજી તરફ સ્વીટી પટેલ ગુમ થવાની ઘટના બાદ સ્વીટીના પુર્વ પતિ હેતેશ પંડયા અને તેમનો પુત્ર રીધમ જે ઓસ્ટ્રેલીયા રહે છે, તેમને હાલમાં સ્વીટી સાથે સત્તાવાર રીતે કોઈ સંબંધ નહીં હોવા છતાં તેઓ સ્વીટીના મામલે ખુબ જ ચિંતિત હતા. હેતેશ અને સ્વીટીના લગ્ન જીવનને કારણે થયેલો પુત્ર રીધમ પોતાની માતા પરત ફરે તેવા તમામ પ્રયાસ કરી રહ્યો હતો.

ઓસ્ટ્રેલિયા રહેતા રીધમે સોશિયલ મીડિયા મારફતે પોતાની માતા સ્વીટીને શોધવાના પ્રયાસ શરૂ કર્યા હતા. આમ છતાં કોઈ પરિણામ મળ્યુ ન્હોતુ. આથી ઓસ્ટ્રેલીયા રહેલા હેતેશ પંડયાએ પોતાના પિતરાઈ ભાઈ અને ક્રિકેટર હાર્દિક પંડયાની મદદ માંગી. આ મામલે મદદરૂપ થવા વિનંતી કરી હતી. આથી હાર્દિક પંડયાએ ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સેક્રેટરી જય શાહને વિનંતી કરી સ્વીટ પટેલને શોધવા સહાયભુત થવા જણાવ્યુ હતું.

જય શાહે આ મામલે સંબંધિતો સાથે વાત કરતા ગૃહરાજય મંત્રી પ્રદિપસિંહ જાડેજા પોતાની સુરતની મુલાકાત બાદ પરત ફરતા વડોદરા પહોંચ્યા હતા. તેમણે વડોદરા પોલીસ કમિશનર ઓફિસમાં વડોદરાના એસપી સુધીર દેસાઈ પાસે સ્વીટી કેસમાં થયેલી પ્રગતિની જાણકારી માંગી હતી. સુધીર દેસાઈએ આપેલી માહિતીથી જાડેજા સંતુષ્ટ નહીં થતાં તેમણે તરત આ મામલો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સુપ્રત કરવાનો આદેશ આપ્યો હતો.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પાસે તપાસ આવી હતી. ક્રાઈમ બ્રાન્ચ જાણતી હતી કે અજય દેસાઈ એક પોલીસ અધિકારી છે અને તેઓ પોલીસની કાર્ય પદ્ધતિથી વાકેફ છે, જેના કારણે અજય દેસાઈ સાથે પુછપરછ દરમિયાન સામાન્ય ગુનેગાર સાથે જેવો વ્યવહાર થાય તેવી કાર્ય પદ્ધતિ કારગર નિવડવાની નથી. આથી પોલીસે આ કેસની નબળી કડી કઈ છે તે દિશામાં તપાસ શરૂ કરી હતી.

જેમાં પોલીસના ધ્યાનમાં અજય દેસાઈના મિત્ર કિરીટસિંહ જાડેજા આવ્યા હતા. બનાવના દિવસે અજય દેસાઈ કીરીટસિંહની હોટલ ઉપર ગયા હતા. પણ તે દિવસના સીસી ટીવી ફુટેઝ ડીલીટ કરી દેવામાં આવ્યા હતા. તેમજ જયાંથી માનવ દેહના કંકાળ મળ્યા તે જગ્યાની માલિકી પણ કિરીટસિંહની હતી. આથી ક્રાઈમ બ્રાન્ચે કિરીટસિંહની આકરી પુછપરછ કરતા કિરીટસિંહ પોલીસનો તાપ સહન કરી શકયા નહીં. તેમણે અજય દેસાઈએ હત્યા કરી હોવાની કબુલાત કરી લીધી હતી, આમ કિરીટસિંહે વટાળા વેરી નાખતા અજય દેસાઈ પાસે પણ પોતાનો ગુનો કબુલી લેવા સિવાય કોઈ વિકલ્પ ન્હોતો