Dilip Patel - Khabarchhe

ગેનીબેનનું મામેરું અને શંકર ચૌધરીનો ઘુંઘટ
(Dilip Patel) કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી હતી. ગેનીબહેન ભાજપના 25 સાંસદો બરાબર એક સાંસદ થશે. તેઓ ગુજરાતની જનતાનો દિલ્હીમાં અવાજ બનશે. શંકર ચૌધરીએ ભાજપમાં રહીને ગેનીબેનને દિલ્હી મોકલ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈચ્છા હતી કે ગુજરાતના તમામ 26 સાંસદ ભાજપના જ ચૂંટાય. પણ શંકર ચૌધરીના કારણે તેમની ઈચ્છા પર પાણી ફરી વળ્યું છે. તેથી ગેનીબેન કોંગ્રેસના નેતાઓને દિલ્હીમાં મળી રહ્યા છે.

ગેનીબેન ઠાકોરે વધુમાં કહ્યું કે, પ્રામાણિકતાથી કામ કરો તો લોકો મદદ કરે છે. પૈસા હોય કે ના હોય લોકો મદદ કરે છે. બનાસને આપેલા વચનો પૂરા કરવા કટિબદ્ધ છું. ભ્રષ્ટાચાર ઓછો કરવા ગ્રામ પંચાયતથી આયોજન કરીશું. તેમજ ગ્રામ પંચાયતોની ચૂંટણી બિનહરીફ થાય તેવા આયોજન કરીશું. બનાસકાંઠાની જનતાએ ગુજરાતને પાણી બતાવ્યું છે.

ભાજપે ભરોસો મૂક્યો તે સફળ થયો નથી.

બનાસ ડેરી અને બનાસ સહકારી બેંકમાં શંકર ચૌધરીના કાંડ અને કોમવાદી વલણના કારણે હારનો સામનો કરવો પડ્યો છે.

ટિકિટ વહેંચણીમાં પક્ષાપક્ષી આવી, લાયક ઉમેદવારો રહી ગયા હતા.

સ્થિતિ સમજવામાં નિષ્ફળતા. PM મોદીની પહેલી સભા કરવા માટે શંકર ચૌધરીએ આગ્રહ કર્યો હતો. છતાં જીત મળી નથી.

ગેનીબેનને બનાસના લોકોએ વોટ અને નોટ આપી હતી. બનાસકાંઠામાં 69.62 ટકા 13,65,989 લોકોએ મતદાન કર્યું હતું.

બનાસકાંઠાનું ગેનીબેનનું મામેરું અને રેખાબેનનો સાસરામાં ઘુંઘટ એવી કહેવત હવે પડી ગઈ છે. બનાસકાંઠા એ કોઈ નેતાની પેઢી નથી. દબાણનું રાજકારણ નડી ગયું છે. ધમકીઓની પરાકાષ્ઠા બની ગઈ હતી. સત્તાનો બેફામ ઉપયોગ થયો હતો. ગેનીબહેનની જીત એ વર્ચસ્વ અને પ્રભુત્વ ધરાવતાં શંકર ચૌધરી સામેના સામાન્ય માણસની જીત છે. સામાન્ય પરિવારની દીકરીની જીત છે. પાયાનાં કાર્યકર અને ભાજપના સરમુખત્યાર નેતા વચ્ચેનું યુદ્ધ હતું. લોકપ્રિય નેતી સામે બદનામ વ્યક્તિનું યુદ્ધ હતું.  મતવિસ્તારમાં ફરનારા અને ડેરીનું દૂધ પીને બેંકમાં રહેનારા વચ્ચેનું યુદ્ધ હતું. શંકર ચૌધરી સામે તમામ જ્ઞાતિઓનું આ યુદ્ધ હતું. ટોળી આવવા અને ટોળા લાવવા માટેનું યુદ્ધ હતું. પૈસાથી સોશિયલ મીડિયા ચલાવનારા અને લોકો પોતે જ સોશિયલ મીડિયા ચલાવનારા વચ્ચે યુદ્ધ હતું.

એક બાજુ શંકર ચૌધરીના જુઠાણા હતા તો બીજી બાજુ ગેનીબેન ઠાકોરની સચ્ચાઈની વાણી હતી. એક બાજુ ઘમંડ હતો તો બીજી બાજુ નમ્રતા અને સાદગી હતી.

બનાસકાંઠા ભાજપના મહામંત્રી અશોક પટેલેના મતે બનાસકાંઠામાં અમુક સમાજોની નારાજગીને કારણે થોડા મત ઓછા મળ્યા છે. આથી અહીં  ધાર્યા મુજબનું પરિણામ મળ્યું નથી. પ્રજાએ જે મત આપ્યો છે એ અમને સ્વીકાર્ય છે.

ખર્ચા

વડીલો આશીર્વાદ સાથે ખોળો પાથરીને ચૂંટણી લડવા પૈસા માંગતા ગેની બેન હતા. તો દૂધની મલાઈ જમી જનારાઓ હતા.

ચૂંટણીપ્રચારમાં ઓછો ખર્ચ અને સામે અબજો રૂપિયાનું પૂર હતું. 26 લાખ રૂપિયા લોકોએ ગેનીબેનને આપ્યા હતા.  તેમની ચૂંટણી ફોર્મ ભરવા માટે ડિપોઝિટ પણ લોક ફાળા દ્વારા ભરવામાં આવી હતી.

મામેરું

ચૂંટણી પ્રચાર દરમિયાન તેઓ સતત આ પ્રજા તરફથી મળી રહેલા પૈસાને ‘મામેરું’ ગણાવતાં હતા. જેને તે મામેરું કહેતાં હતા.

મેં જે મામેરું માગ્યું હતું તે બનાસકાઠાની જનતાએ ભર્યું છે.

બનાસકાંઠાની જનતાએ મને નોટ અને વોટ બંને આપ્યા છે. હું જીવિત રહું ત્યાં સુધી બનાસકાંઠાની જનતાનું ઋણ ઉતારી શકું તેમ નથી. હું પ્રયત્ન કરીશ કે હું બનાસકાંઠાની જનતાનું ઋણ ઉતારું. તમારી બેન તમારા સુખદુઃખમાં તમારી સાથે છે. લોકશાહી છે શંકર ચૌધરી ખેલદીલી રાખે. ચૂંટણી પતી ગઈ છે. હવે બદલાની ભાવના ન રાખતા. મેં બનાસકાંઠાની જનતા પાસે મામેરું માગ્યું હતું અને તેમને મામેરું ભર્યું. બનાસકાંઠાની જનતા બ્રાન્ડ છે. હું બ્રાન્ડ નથી હું તો માત્ર નિમિત્ત છું. આ અસત્ય સામે સત્યની જીત છે.

નવા વિચારો

શંકર ચૌધરીનું પ્રભુત્વ, ડેરીનું સંગઠન તથા ભાજપનું સંગઠન એમ તમામ મોરચે ગેનીબહેને ટક્કર આપી અને ભાજપ સામે વિજય મેળવ્યો છે. મામેરું ભરવાની વાત, બનાસની બહેનનું સૂત્ર, ક્રાઉડ ફંડિગ વગેરે સામે ભાજપ નવી વાતો અને વ્યૂહરચના લાવી શક્યો નહીં. ચૂંટણી જીતવા માટે માત્ર પૈસા નહીં, પરંતુ જમીની સ્તરે પકડ, લોકપ્રિયતા, નવા વિચારો, ખુલ્લા પણું અને કોઠાસૂઝ જરૂરી છે. બનાસ ડેરીના અધ્યક્ષ શંકર ચૌધરીએ ડેરીનો ઉપયોગ ચૂંટણીને પ્રભાવિત કરવામાં કર્યો હતો.

રાજકીય વર્ચસ્વની લડાઈ સુધી પહોંચ્યો હતો. સૌથી વધુ વસ્તી ઠાકોર સમાજની છે તથા ત્યાર બાદ ચૌધરી સમાજની છે. રબારી, દલિત, મુસ્લિમ વિરોધમાં રહ્યા હતા.

શંકર ચૌધરીના ખાસ અને રેખાબેનના પતિ પણ હાર માટે કારણભૂત
(Dilip Patel) પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર સાથે ચાલુ ચૂંટણીમાં રેખાબેનના પતિએ ખરાબ વર્તન કર્યું હતું. ડિટેક્ટરની જેમ વાત કરતા હતા. ચૂંટણી પછી હું જોઈ લઈશ, આવી ધમકી આપવામાં આવી હતી. શંકર ચૌધરીએ પાટીલને ફરિયાદ કરી હતી. જિલ્લા પ્રમુખે અનિકેતને બોલાવીને કહ્યું હતું, પાલનપુરમાં કાયમ ઓછા મત આપે છે એવું અનિકેતે કહેતા મામલો બગડ્યો હતો. હરિ ચૌધરીને વચ્ચે રાખીને પાલનપુર સર્કિટ હાઉસમાં બેઠક કરી હતી. હરિ ચૌધરીએ ધારાસભ્યની વાતને ટેકો આપ્યો હતો.

એક ધારાસભ્યએ તો ગેનીબેનને રૂ. 10 લાખનું ભંડોળ આપ્યું હતું.

ગેનીબેનની સ્વચ્છ છબી એક ધારાસભ્ય તરીકે રહી છે. તેના પર જૂથ દ્વારા કાદવ ઉછાળવાનો ભરપુર પ્રચાર કરવામાં આવ્યો હતો. ગેનીબેનનો પ્રચાર કરવાનો હળવો અંદાજ લોકોએ પસંદ કર્યો પણ ચૌધરીનો ગંભીર પ્રચાર કામ આવ્યો નહીં.

ઠાકોર સમાજના મહિલા નેતાને મેદાને ઉતારી સમાજને પોતાની તરફ કર્યો હતો. કોંગ્રેસના ઠાકોર ધારાસભ્યો બનાસકાંઠા બેનને જીતાડવા માટે આવ્યા હતા. પણ અલ્પેશ ઠાકોરને શંકર ચૌધરી ભાજપમાં લાવ્યા હોવા છતાં તે પ્રચારમાં જોમ લાવ્યા ન હતા. ભાજપના ઠાકોર સમાજના ધારાસભ્યો અભિમાની નેતાના કારણે દૂર રહ્યાં હતા.

ઠાકોર સમાજનો ઉત્સાહ મતમાં પરિવર્તિત કરવામાં ગેનીબેનને સફળતા મળી પણ ચૌધરી સમાજના મતો મેળવવામાં શંકર ચૌધરી સદંતર નિષ્ફળ રહ્યા હતા. ભાજપના આંતરિક ડખા જ ભાજપ માટે વિલન બની ગયો હતો. લોકો હવે તેમને વિલન માને છે.

બીજી જ્ઞાતિની અને કોમની અવગણના કરીને વારંવાર ચૌધરી સમાજને ટિકિટ આપતા ભાજપને મોટું નુકસાન થયું છે.

અમિત શાહ

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પક્ષના આંતરિક વિખવાદ અને અસંતોષના કારણે વારંવાર ગુજરાત આવવું પડ્યુ હતુ. આંતરિક વિખવાદ છતાં ભાજપે 26 પૈકીની 25 બેઠકો મેળવી હતી. પણ શંકર ચૌધરીની સામે અસંતોષ જીતી ગયો. બનાસકાંઠામાં અમિત શાહ વિવાદો શાંત કરવામાં નિષ્ફળ રહ્યાં હતા.

શંકર ચૌધરી મૂળ આનંદીબેન પટેલ જૂથના હતા. આનંદીબેન પટેલને મુખ્ય પ્રધાન પદેથી અમિત શાહ અને મોદીએ હાંકી કાઢ્યા બાદ શંકર ચૌધરી હવે માત્ર મોદીના પ્રિય નેતા રહ્યા છે. અમિત શાહ અને શંકર ચૌધરીની વચ્ચે વિવાદો થતાં રહ્યાં છે. બન્ને વચ્ચે બનતું પણ નથી. હારનું કારણ પણ આ એક છે.

આણંદથી અમિત ચાવડા, વલસાડથી અનંત પટેલ, છોટાઉદેપુરથી સુખરામ રાઠવા, સાબરકાંઠાથી ડો. તુષાર ચૌધરી ટક્કર આપી પણ ત્યાં ભાજપે બાજી સુધારી લીધી હતી. બનાસકાંઠામાં હારનો સામનો કરવો પડ્યો હતો.

ભાજપે ભાવનગર, સાબરકાંઠા અને બનાસકાંઠાથી મહિલા ઉમેદવારોને ચૂંટણીમાં ઉતાર્યા હતા. જેમાં બનાસકાંઠાના રેખાબેન ચૌધરીને બાદ કરતાં ભાવનગરથી પૂર્વ મેયર નીમુ બેન બાંભણિયા, સાબરકાંઠાથી શોભનાબેન બારૈયા વિજયી થયા છે. પણ બનાસકાંઠામાં હાર થઈ છે.

બનાસકાંઠામાં 63 વર્ષ બાદ મહિલા સાંસદ

બનાસકાંઠાની લોકસભા બેઠક પર કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે 31,312 વોટના અંતરથી ભાજપના રેખાબેન ચૌધરીને હરાવ્યા. કોંગ્રેસના ગેનીબેન ઠાકોર અને ભાજપના રેખાબેન ચૌધરી વચ્ચે ખરાખરીનો જંગ બાદ ગેનીબેને બાજી મારતા 63 વર્ષ બાદ બનાસકાંઠાને મહિલા સાંસદ મળ્યા છે.

1962 બાદ પ્રથમ વખત બનાસકાંઠા બેઠક પરથી મહિલા સંસદ મળ્યા હતા. જોકે ગેનીબેનની જીતમાં ખાસ જોઈએ તો ભાજપ શાસિત પાલનપુર અને દીયોદર વિધાનસભા મતવિસ્તારમાંથી સૌથી મોટો ફાયદો થયો. ગુજરાતમાં કુલ 266 ઉમેદવારોમાંથી માત્ર 19 મહિલાઓ ઉમેદવારો હતા. ગેનીબેન ઠાકોરે ડો. રેખાબેન ચૌધરીને 30 હજારથી વધુ મતોથી હરાવ્યા હતા. 2019માં 6 મહિલા સાંસદ, 2014માં 4 મહિલા સાંસદ, 2009માં 4 મહિલા સાંસદ, 2004માં 1 મહિલા સાંસદ ચૂંટાયા હતા. આ વખતે માત્ર 4 મહિલાઓ સાંસદ તરીકે ચૂંટાઈ છે. જેમાં એક કોંગ્રેસના છે.

વિધાનસભા બેઠક

મતદાન

ગુજરાતમાં 62 ટકા મતદાન થયું હતું. બનાસકાંઠામાં 67.44 ટકા મતદાન થયું હતું. જેમાં વાવ વિધાનસભા મતવિસ્તારમાં 69.43 ટકા, થરાદમાં 78.70 ટકા,  ધાનેરામાં 67.65, દાંતામાં 71.47 ટકા, વડગામમાં 65.24 ટકા, પાલનપુરમાં 65.00 ટકા, ડિસામાં 65.42 ટકા, દિયોદરમાં 71.11 ટકા મતદાન નોંધાયું હતું. 2019માં આ બેઠક પર 65.03 ટકા મતદાન થયું હતું. જેમાંથી તે સમયે ભાજપના ઉમેદવાર પરબત પટેલને 61.62 અને કોંગ્રેસના ઉમેદવાર પરથી ભટોળને 28.20 ટકા મત મળ્યા હતા. પરબત પટેલે 3,68,296 મતની લીડ સાથે જીતી નોંધાવી હતી.

ધારાસભ્યોનો ટેકો નહીં

બનાસ નદી પરથી જે વિસ્તારનું નામ પડેલું છે તે બનાસકાંઠાના લોકસભા બેઠક પર 7 વિધાનસભા મતવિસ્તાર છે. જેમાં 4 ધારાસભ્યો ભાજપના છે. છતાં હાર થઈ છે.

કોંગ્રેસ - વાવમાં ગેનીબેન ઠાકર અને દાંતામાં કાંતિ ખરાડી ધારાસભ્યો છે.

ભાજપના - થરાદ - શંકર ચૌધરી, પાલનપુર - ડીસા - પ્રવિણ માળી, દિયોદર - કેશા ચૌહાણ, ધાનેરા - માવજી દેસાઈ - અપક્ષ છે.

ગુજરાત ભાજપે દરેક ધારાસભ્યોને આદેશ આપ્યો હતો કે દરેક ધારાસભ્ય 1 લાખની લીડ મેળવી આપે. તે હિસાબે બનાસકાંઠા લોકસભા બેઠકમાં ધારાસભ્યો નિષ્ફળ રહ્યાં હતા. તેની જવાબદારી કોની?

ગેનીબેન ઠાકોરને પોતાના વિધાનસભા વિસ્તાર વાવમાંથી 1,01,311 વોટ મળ્યા.  ભાજપના રેખાબેન ચૌધરીને 1,02,972 વોટ મળ્યા હતા. આમ પોતાના જ મતવિસ્તારમાં ગેનીબેન પાછળ રહી ગયા હતા. પરંતુ પાલનપુરમાં તેમને 1,05,837 વોટ મળ્યા અને રેખાબેનને 76,687 વોટ મળ્યા હતા. માત્ર પાલનપુરમાં જ ગેનીબેનને 29150 વોટની લીડ મળી. પાલનપુર, દિયોદર, ડીસા અને દીયોદર વિધાનસભામાં ભાજપના ધારાસભ્યો છે. જ્યાં ગેનીબેનને મત વધારે મળ્યા છે. ધાનેરા, દાતા અને વાવમાં પાછળ હતા. જ્યારે આવી જ રીતે દિયોદરમાં તેમને 98,195 વોટ મળ્યા અને ભાજપને 77,619 વોટ મળ્યા. અહીં પણ કોંગ્રેસને તેમને 20,576 મતનું અંતર છે. જ્યારે કોંગ્રેસની દાંતાની વિધાનસભા બેઠક પર 11 હજાર વોટનું અંતર છે.

દીયોદરમાં ભાજપના ધારાસભ્ય કેશા ઠાકોરને હડધૂત કરવામાં આવી રહ્યા હતા. દીયોદરમાં ઠાકોર સમાજના મતો વધારે છે. પાલનપુરમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલને શંકર ચૌધરી 2022માં ભાજપમાં લાવ્યા હતા. તેથી પક્ષમાં નારાજગી ભાજપને નડી હતી. શશિકાંત પંડ્યા નારાજ હતા.

કોંગ્રેસના માવજી દેસાઈને ધાનેરામાં ભાજપમાં લાવવામાં આવ્યા હતા. તે કારણ છે.

રબારી સમાજના મત પાટીલ સામે નારાજ હતા. તેઓ પણ કોંગ્રેસ તરફ હતા.

ભાજપથી એવી ક્યાં ભૂલ થઈ ગઈ કે પોતાના જ ગઢમાં હારનો સ્વાદ ચાખવો પડ્યો? (ક્રમશઃ5)

બનાસકાંઠા બેઠક ભાજપે કેમ ગુમાવી તેનો રાજકીય એક્સરે
(Dilip Patel) બનાસકાંઠામાં શંકર ચૌધરીની જોહુકમી સામે વારંવાર ફરિયાદો થતી રહી છે. ભ્રષ્ટાચાર, વિવાદની તપાસ કરવાની માંગણી કરવામાં આવી હતી. હિટલરશાહીના કારણે બનાસકાંઠા ભાજપ અને બનાસકાંઠાની પ્રજા, અમલદારો, ખેડૂતો, પશુપાલકનો વિરોધ લોકસભાની 2024ની ચૂંટણીમાં સ્પષ્ટ સામે આવી ગયો છે.

2024માં બનાસકાંઠામાં ભાજપ પાછી પાની કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનો સ્પષ્ટ આદેશ છે કે, કોઈપણ જાતના જૂથવાદ અને પક્ષના શિષ્ટાચાર વિરુદ્ધમાં જશે તે ચલાવી લેવામાં નહીં આવે. તેમ છતાં શંકર ચૌધરીએ પક્ષ વિરુદ્ધ કામ ચાલુ રાખ્યા છે. ઉત્તર ગુજરાતમાં પક્ષને નુકસાન થાય છે. અગાઉની ચૂંટણીમાં પણ ભાજપે સહન કરવું પડ્યું હતું. ફરી એક વખત પક્ષને નુકસાન થયું છે.

કોનો વિરોધ

શંકર ચૌધરી સામે સમયે સમયે વિરોધ થતો રહ્યો છે જેમાં ઘણાં નેતાઓએ પક્ષની શિસ્તમાં રહીને વિરોધ કર્યો છે. બનાસકાંઠાના પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, પૂર્વ મંત્રી અને સાંસદ પરબતભાઇ પટેલ, ધારાસભ્ય શશીકાંત પંડ્યા, પૂર્વ મંત્રી અને બનાસકાંઠા ભાજપ પ્રમુખ કેસાજી ચૌહાણ, બનાસ ડેરીના પૂર્વ અધ્યક્ષ પરથીભાઇ ભટોળ, બનાસ ડેરીના બોર્ડ ડાયરેક્ટર અને થરાદ માર્કેટ યાર્ડના અધ્યક્ષ અણદાભાઈ પટેલ, પૂર્વ મંત્રી લીલાધરભાઇ વાઘેલા, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પ્રજાપતિ, પૂર્વ ધારાસભ્ય મફતભાઇ પુરોહિત, પૂર્વ ધારાસભ્ય વસંતભાઇ ભટોળએ અવારનવાર સંગઠન અને સરકારનું ધ્યાન દોર્યું છે તેમ છતાં શંકર ચૌધરીની દાદાગીરી, જોહુકમી, આપખુદશાહી ચાલુ રહી તેવું પરિણામ 2024ની લોકસભાની ચૂંટણીમાં આવ્યું છે.

જાહેર આરોપ

ડીસા માર્કેટ યાર્ડના અધ્યક્ષ અને બનાસ ડેરીના ઉપાધ્યક્ષ દ્વારા પત્રકાર પરિષદ કરી જગ જાહેર કર્યું કે શંકર ચૌધરી જૂથવાદ ચલાવી રહ્યા છે. ખરા ખોટા કામો કરી પક્ષને નુકસાન કરી રહ્યા છે. આ બાબતે સરકાર અને ભારતીય જનતા પક્ષએ ગંભીરતાથી લેવાની જરૂર છે. છતાં પાટીલ કે શાહે તેમની સામે પગલાં લીધા નહીં. તેથી આજે એક બેઠક ગુમાવવાનો વારો આવ્યો છે.

ભાજપના દરેક કાર્યકર માટે સન્માન ધરાવતા હરીભાઈ ચૌધરી સાથે શંકર ચૌધરીએ બોલવાના સંબંધ રાખ્યા નથી.

પરથી ભટોળ

પરથી ભટોળ ડેરીના અધ્યક્ષ હતા. તેને હરાવીને બનાસ ડેરીમાં શંકર ચૌધરી અધ્યક્ષ થયા છે. તેનો અંદરથી ભારે વિરોધ છે. ડેરીમાં અધિકારીઓ અને કર્મચારીઓની ભરતી કરવામાં આવી તે અંગે ચૌધરી સમાજના આગેવાન ભેમાભાઈ ચૌધરીએ સરકારને પત્રો લખ્યા હતા. ડેરીમાં 189 કર્મચારીઓની ભરતીના પુરાવા આપ્યા હતા. તે અંગે તપાસ થવાની હતી પણ પછી દબાણના કારણે તપાસ થઈ ન હતી. હવે સહકાર વિભાગ અમિત શાહ પાસે છે ત્યારે ભાજપના નારાજ નેતાઓ ઇચ્છે છે કે હવે બહુ થયું. તેની સામે જે ફરિયાદો થઈ છે તેની તપાસ કરો. આ અંગે કેટલાંક સભ્યો અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલને મળવા જવાનું વિચારી રહ્યાં છે.

વસંત ભટોળ

ધાંધાર પ્રદેશ ચૌધરી નેતા તરીકે આગળ આવે તો ત્યાં પરથી ભટોળ અને વસંત ભટોળનું રાજકારણ પૂરું થઈ જાય. વડગામ, પાલનપુર અને દાંતાના સરસ્વતી નદીના કાંઠાનો વિસ્તાર કે જે ધાન્યધરા કહેવાય છે. અહીં શેરડી પાકતી હતી. રેખા ચૌધરી જો જીતે વડગામના છે તેથી તે વિકસે તો તે ભટોળ કુટુંબને પડી શકે છે.

અણદાભાઈ પટેલ ચૌધરી હાલ થરા એપીએમસીના અધ્યક્ષ છે. બનાસ બેંકના અધ્યક્ષ હતા તેમને કાઢવા માટે શંકર ચૌધરીની ભૂમિકા હતી. પાટીલનો પણ આદેશ હતો.

ગોવા રબારી

ડીસાના પૂર્વ ધારાસભ્ય અને અમિત શાહના ખાસ અંગત શશીકાંત પંડ્યાનું રાજકારણ પૂરું કરવા માટે ગોવા રબારીને ભાજપમાં શંકર ચૌધરી લાવ્યા હતા. પણ હવે બન્ને વચ્ચે વિવાદો છે. કોંગ્રેસના ગોવા રબારી  જોડાયા છે તે પણ શંકર ચૌધરીનો વિરોધ કરતાં હતા. તેમને ડીસા એપીએમસી અધ્યક્ષ બનાવ્યા પણ બોર્ડની બેઠક થવા દેતા નથી. ડિરેક્ટરોને બેઠકમાં જવા દેતા નથી. ગોવા રબારીએ ડબલ ગેમ કરી હતી. ડીસા અને ધાનેરામાં કોંગ્રેસને મદદ કરી. દાંતામાં ભાજપને મદદ કરી હતી.

પરબત પટેલના નારાજ જૂથનો ફાયદો કોંગ્રેસને થયો છે. પરબત પટેલને 2019માં 6,79,108 મત 61.62 ટકા મત મળ્યા હતા. 3 લાખની સરસાઈ હતી. છતાં શંકર ચૌધરીના કારણે તેમને ફરીથી ઉમેદવાર બનાવાયા ન હતા. સમગ્ર ગુજરાતમાં ગાંધીનગર પછી સૌથી વધારે બોગલ મતદાન થયું હોય તો તે બનાસકાંઠામાં થયું છે. બોગસ મતદાન કરનારા ચૌધરીના ટેકેદારોને ગેનીબેને પકડીને તેના વીડિયો વાયરલ કરાવ્યા હતા, તે વિરોધમાં ગયું. (ક્રમશઃ4)

ભૂપેન્દ્ર પટેલ બદલાય તો દક્ષિણ ગુજરાતથી આ નેતા મુખ્ય પ્રધાન બની શકે?
(Dilip Patel) રખેવાળ સરકારના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 જૂન 2024માં વડાપ્રધાન પદ માટે બંધારણને વફાદાર રહેવાના સોગંદ લેશે. તેઓ સતત ત્રીજી વખત વડાપ્રધાન બનવાના છે. તેમના પ્રધાન મંડળમાં ગુજરાતમાંથી આ વખતે 5 નહીં પણ 3 પ્રધાનો હોઈ શકે છે. જેમાં મનસુખ માંડવિયા, પરસોત્તમ રૂપાલા અને સી આર પાટીલ પ્રધાન હોઈ શકે છે.

સી આર પાટીલનો ભાજપના વડા તરીકેનો કાર્યકાળ પુરો થઈ રહ્યો છે. તેમના સ્થાને બીજા પ્રદેશ પ્રમુખ આવી શકે છે. દેશ સાથે ગુજરાતમાં પણ પ્રધાન મંડળમાં ફેરફાર થઈ શકે છે. બની શકે કે મુખ્ય પ્રધાન પણ બદલવામાં આવે. તો આમ થાય તો આ વખતે દક્ષિણ ગુજરાતથી કોઈ મુખ્ય પ્રધાન હોઈ શકે છે.

આમેય ભાજપ 30 વર્ષથી ગુજરાતમાં સત્તા સ્થાને છે. ભાજપના કેશુભાઈ પટેલ, સુરેશ મહેતા, નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ, વિજય રૂપાણી અને ભૂપેન્દ્ર પટેલ મુખ્ય પ્રધાન તરીકે કામ કર્યું છે. જેમાં સૌરાષ્ટ્રના બે, કચ્છથી એક, અમદાવાદથી 3 મુખ્ય પ્રધાન રહ્યા છે. મધ્ય ગુજરાતના અમદાવાદના ત્રણયે મુખ્ય પ્રધાનો મૂળ ઉત્તર ગુજરાતના છે. તેથી હવે દક્ષિણ ગુજરાતથી કોઈ મુખ્ય પ્રધાન બનાવવા પડે એવી સ્થિતિ ઊભી થઈ છે.

આમેય દક્ષિણ ગુજરાતમાંથી ભાજપને 30 વર્ષમાં સૌથી વધારે મદદ મળી છે. દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસે ઓલપાડથી હિતેન્દ્ર દેસાઈ, મુંબઈ રાજ્યમાં મોરારજી દેસાઈ અને 1985માં આદિવાસી નેતા અમરસિંહ ચૌધરીને મુખ્ય પ્રધાન બનાવ્યા પછી દક્ષિણ ગુજરાતમાંથી કોઈ મુખ્ય પ્રધાન બન્યા નથી.

અમદાવાદમાંથી અત્યાર સુધી કુલ 7 મુખ્ય પ્રધાન બન્યા છે. જેમાં ભાજપ અને તેના કુળના 4 છે. મધ્ય ગુજરાતથી ચીમનભાઈ પટેલ અને માધવસિંહ મુખ્ય પ્રધાન બન્યા હતા.

2022

2022માં નવસારીના એક ધારાસભ્ય કોંગ્રેસના ચૂંટાયા હતા. તે સિવાયની તમામ 35માંથી 34 ધારાસભ્યો ભાજપના છે. તેથી પહેલો હક્ક દક્ષિણ ગુજરાતને ત્યારે મળતો હતો. હવે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ બદલાય તો તેમના સ્થાને દક્ષિણ ગુજરાતથી મુખ્ય પ્રધાન હોવા જોઈએ એવું લોકો પણ ઈચ્છી રહ્યાં છે.

2017

2017માં દક્ષિણ ગુજરાતે સૌથી વધારે ધારાસભ્યો ભાજપને આપ્યા હતા.

2017ની વિધાનસભા ચૂંટણીમાં 182 ધારાસભ્યોમાંથી દક્ષિણ ગુજરાતની 35 ધારાસભ્યોમાંથી ભાજપના 27 અને કોંગ્રેસ 8 ધારાસભ્યો હતા.

મધ્ય ગુજરાતના 40 ધારાસભ્યોમાંથી ભાજપના 22 અને કોંગ્રેસને 16 હતા.

ઉત્તર ગુજરાતના 32 ધારાસભ્યોમાંથી ભાજપના 14 અને કોંગ્રેસના 17 હતા.

સૌરાષ્ટ્ર-કચ્છની 54 ધારાસભ્યોમાંથી ભાજપના 23 અને કોંગ્રેસના 31 હતા.

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને સાંસદ સી આર પાટીલને દિલ્હી દરબારમાં હાજર થવા કહેવાયું છે. મુખ્ય પ્રધાન બદલવાની વિચારણા કરવાની ફરજ ભાજપને પડી શકે છે. કારણ કે, ભૂપેન્દ્ર પટેલના સમયમાં મોરબી અને રાજકોટ અને વડોદરામાં મોટી જળ અને અગ્નિ હોનારતો થઈ છે. તેનાથી તેમની છબી ઢીલા મુખ્ય પ્રધાન તરીકે બની છે. વહીવટ પર પકડ ઢીલી પડી છે. લોકસભાની ચૂંટણીમાં આંદોલનો થયા તેને અંકૂશમાં રાખી શક્યા નથી. મોરબી પુર હોનારત, વડોદરા તળાવ હોનારત અને રાજકોટ આગ હોનારતમાં સરકારની ઘણી નિષ્ફળતાં બહાર આવી છે.

લોકસભા ચૂંટણીમાં ભાજપમાં ભારે આંતરિક વિરોધ હતો. તે ખાળવામાં ભાજપની મોટી નિષ્ફળતા છે. કોંગ્રેસ એક બેઠક જીતી શક્યો કારણ કે ભાજપમાં શંકર ચૌધરી સામે પક્ષ અને લોકોનો વિરોધ હતો.

અમિત શાહને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવીને મુખ્ય પ્રધાન બનાવવાની રાજકીય ચાલ હોઈ શકે છે. પણ આ વખતે રાજકીય રીતે દક્ષિણ ગુજરાતથી ભાજપે મુખ્ય પ્રધાન આપવા પડે તેમ છે. તે માટે હાલના નાણાં પ્રધાન કનુ દેસાઈ પર પસંદગી ઢોળી શકાય તેવા ઉમેદવાર છે. તે સફળ નાણાં પ્રધાન રહ્યા છે. ભૂપેન્દ્ર પટેલની જેમ ઠરેલ વ્યક્તિત્વ છે.

કનુ દેસાઈ સ્વભાવે નિખાલસ અને રાષ્ટ્રીય ભાજપના નેતાઓ માટે રબ્બર સ્ટેમ્પ બની શકે તેમ છે. તેઓ કહ્યાગરા છે. તેમનું વ્યક્તિત્વ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ જેવું છે. તેથી ભાજપના કોઈ પણ નેતાઓને તેમની સામે વાંધો ન હોઈ શકે. લોકો હવે પૂછી પણ રહ્યા છે કે, દક્ષિણ ગુજરાતે ભાજપને ખોબો ભરીને મત આપ્યા છે તો મુખ્ય પ્રધાન કેમ ન આપો.

ઘણાં બધા કારણોને લીધે સી આર પાટીલને મુખ્ય પ્રધાન બનાવી શકાય તેમ નથી. લોકસભાની ચૂંટણીમાં મોદીની નજરે તેઓ સફળ નથી. વળી ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીના સ્થાને બીજા કોઈને લેવામાં આવે તો તે સૌરાષ્ટ્રથી તો નહીં જ હોય. લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થાય તે પહેલાં ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળના વિસ્તરણની શક્યતા વ્યક્ત કરી હતી.

નવા પ્રધાનો

નવી સરકાર આવે કે ભૂપેન્દ્ર પટેલ પોતાના પ્રધાનમંડળનું વિસ્તરણ અને સંકોચન કરે તો પણ દક્ષિણ ગુજરાતને ફરીથી પ્રભૂત્વ આપવું પડશે. કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને ચૂંટણી જીતેલા અર્જુન મોઢવાડિયા અને સી જે ચાવડાને પ્રધાન મંડળમાં લેવામાં આવશે. અર્જુન મોઢવાડિયા સિવિલ એન્જિનિયર હોવાથી તેમને માર્ગ, મકાન અને જાહેર બાંધકામ વિભાગ આપવામાં આવે તેવી સંભાવના છે. સુરતના કેટલાક પ્રધાનોને દૂર કરીને નવા ઉભરેલા પ્રધાનો લેવામાં આવશે.

સીજે ચાવડાને પશુપાલન અથવા મહેસુલ વિભાગ આપવામાં આવે તેવી શક્યતા છે. પક્ષ પલટો કરતા પહેલા બંનેએ પ્રધાન બનાવવાની શરત મૂકી હતી.

182માંથી 161 વિધાનસભ્યો ભાજપ પાસે છે.

અભૂતપૂર્વ બહુમતી ધરાવતી ભુપેન્દ્ર પટેલ સરકારમાં ધારાસભ્યો તો દબાણ કરી શકે એવી હાલતમાં નથી.

અગાઉ પક્ષપલટો કરીને ભાજપમાં આવેલા હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરની પ્રધાન બનાવી શકાય છે.

2017થી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પર રાધનપુરથી ચૂંટાયેલા અલ્પેશ ઠાકોરે પ્રધાન બનવાની લાલચથી પક્ષપલટો કર્યો હતો. તેઓ જીતશે તો લીલી પેનથી સહી કરશે તેવી જાહેરાત કરી હતી. પણ હારી ગયા હતા. પછી 2022 વિધાનસભા ચૂંટણીમાં ગાંધીનગર દક્ષિણથી ચૂંટાઈને ધારાસભ્ય બન્યા હતા.

થોડા સમય પહેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ગુજરાતમાં મંત્રીમંડળનું વિસ્તરણ થશે તેવી ટિપ્પણી કરી હતી. રૂપાણીએ કહ્યું હતું કે, ભૂપેન્દ્ર પટેલ સરકારમાં અત્યારે તો 17 પ્રધાનો છે. નિયમ અનુસાર 27 મંત્રી રાખી શકાય છે. સંસદીય સચિવ પણ બનાવી શકાય છે. નવા 10 પ્રધાનો લેવાય અને 5 પ્રધાનોને છૂટા કરી દેવાય એવું લાગી રહ્યું છે.

પ્રધાન મંડળના વિસ્તરણની માંગણી ખાનગી રીતે થતી રહી છે.

ભારતના બંધારણના અનુચ્છેદ 164 મુજબ વિધાનસભાના સભ્યોના 15 ટકાની મર્યાદામાં મંત્રીપરિષદ બની શકે છે. ગુજરાતમાં 182 સભ્યોના 15 ટકા લેખે 27.3 અર્થાત 27 સભ્યોનું મંત્રીમંડળ થઈ શકે છે.

22 વર્ષથી વધુ સમય સુધી મંત્રી રહેલા પરસોતમ સોલંકીની તબિયત સારી નથી. દોઢ મહિનો મુંબઈ હોસ્પિટલ સારવાર કરી હતી. તેમણે કફ સીરપ પીવી પડે છે. તેમણે થોડા દિવસ પહેલા પોતાના જન્મ દિવસે કહ્યું હતું કે, પોતે મજબૂત છે. મજબૂત રહેશે.

ભૂપેન્દ્ર પટેલની સરકારમાં 4 પક્ષપલટું પ્રધાનો છે. કોંગ્રેસના ગૌત્રના મંત્રીઓની સંખ્યા વધીને 6 થશે. કુંવરજી બાવળીયા, બળવંતસિંહ રાજપૂત, રાઘવજી પટેલ અને કુંવરજી હળપતિ છે. ઉત્તર ગુજરાતમાં ઠાકોર પ્રધાન બની શકે છે.

ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા બેઠક પર ભાજપએ હારનો સામનો કરવો પડ્યો. પાટણ બેઠક પર ઓછા મતે ભાજપ જીત્યો છે.

ઉત્તર ગુજરાતમાં ચૌધરી અને ઠાકોર જ્ઞાતિ હશે.

હાલના પ્રધાનો

12 ડિસેમ્બર 2022ના રોજ નવા પ્રધાનોને ખાતાની ફાળવણી કરી હતી.

16 મંત્રીઓએ આજે સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે જ શપથ લીધા હતા.

30 વર્ષથી ભાજપની સરકાર છે. નરેન્દ્ર મોદી આનંદીબેન પટેલ વિજય રૂપાણી

22 મે 2014ના રોજ આનંદીબેન પટેલ મુખ્ય પ્રધાન બન્યા. 7 ઓગસ્ટ 2016નાં રોજ વિજય રૂપાણી મુખ્ય પ્રધાન બન્યાં. હવે ભૂપેન્દ્ર પટેલ બીજી વખત મુખ્ય પ્રધાન બન્યા છે.

કયું ખાતું

મુખ્ય પ્રધાન

સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા, તાલીમ અને આયોજન, ગૃહ અને પોલીસ હાઉસિંગ, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, પંચાયત, માર્ગ અને મકાન અને પાટનગર યોજના, ખાણ અને ખનીજ, યાત્રાધામ વિકાસ, નર્મદા અને કલ્પસર, બંદરો, માહિતી અને પ્રસારણ, નશાબંધી અને આબકારી, વિજ્ઞાન અને પ્રૌધોગિકી, તમામ નીતિ વિષયક બાબતો અને અન્ય મંત્રીશ્રીઓને ન ફાળવેલ વિષયો

કેબિનેટ કક્ષા

ઋષિકેશ પટેલ -આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, કાયદો, ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો

ડો. કુબેર ડીંડોર- આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ

ભાનુ બાબરીયા-સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ કલ્યાણ

મુળુ બેરા- પ્રવાસન, વન અને પર્યાવરણ મંત્રાલય

કનુ દેસાઇ – નાણા, ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ

રાઘવજી પટેલ- કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન , મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ

બળવંતસિંહ રાજપૂત- ઉદ્યોગ, લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર

કુંવરજી બાવળીયા- જળ સંપતિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતો

રાજ્યકક્ષાના મંત્રીઓ

હર્ષ સંઘવી –  રમત ગમત અને યુવક સેવા, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ, વાહનવ્યવહાર, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, જેલ, સરહદી સુરક્ષા (તમામ સ્વતંત્ર હવાલો), ગૃહ અને પોલીસ હાઉસિંગ, ઉદ્યોગ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ (રાજ્ય કક્ષા)

જગદીશ વિશ્વકર્મા (પંચાલ) – સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રોટોકોલ, (તમામ સ્વતંત્ર હવાલો), લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન (રાજ્ય કક્ષા)

પરષોત્તમ સોલંકી – મત્સ્યોદ્યોગ અને પશુપાલન

બચુ ખાબડ – પંચાયત, કૃષિ

મુકેશભાઇ જે. પટેલ- વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળ સંપતિ અને પાણી પુરવઠા

પ્રફુલ્લભાઇ પાનસેરીયા- સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ

ભીખુસિંહ પરમાર- અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતા

કુંવરજીભાઇ હળપતિ- આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ

દક્ષિણ ગુજરાતમાંથી 5 અને સૌરાષ્ટ્રમાંથી 5 પ્રધાનો છે.

મધ્ય ગુજરાત 3 અને ઉત્તર ગુજરાત 3 પ્રધાનો છે.

રૂપાણી સરકારના ત્રણ જૂના જોગીઓનો પણ મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

દલિત, બ્રાહ્મણ અને આદિવાસી સમાજના એક એક ચહેરાને સ્થાન આપવામાં આવ્યું છે.

શંકર ચૌધરી સામે પક્ષમાં કોણ ઝૂકી ગયું
(Dilip Patel) પાલનપુરમાં ભાજપ કાર્યકર્તાઓની નિષ્ક્રિયતા છેક સુધી રહી હતી. તેથી બનાસકાંઠાને 62 વર્ષે મહિલા સાંસદ મળ્યા છે. ગુજરાતની બનાસકાંઠા લોકસભા બેઠક પર બે મહિલા વચ્ચે ટક્કર હતી. કોંગ્રેસના ગેનીબેન ઠાકોર અને ભાજપના રેખાબેન ચૌધરી વચ્ચે ટક્કર હતી. બંને ઉમેદવારો માટે પક્ષ દ્વારા ઓછી મદદ મળી હતી.

ભાજપની હાર કેમ થઈ તે અંગે મંથન અને આકલન ભાજપના નેતાઓ કરી રહ્યાં છે. જેમાં ઘણી વિગતો બહાર આવી છે. તમામ 26 બેઠકો જીતવાની જાહેરાત પક્ષ દ્વારા કરવામાં આવી હતી. જેમાં જીત વચ્ચે હાર થઈ છે.

5 લાખ લીડથી 26 બેઠકો જીતવાની હતી. પક્ષ પ્રમુખ પાટીલે કચ્છમાં 31 માર્ચ 2024માં કહ્યું હતું કે, ત્રીજી વખત પણ 26માંથી 26 બેઠકો જીતવાના જ છીએ. 26 બેઠક 5 લાખથી વધુ મતની સરસાઈ લાવવાની છીએ.' પણ શંકર ચૌધરીના કારણે એક બેઠક હારવી પડી છે. ઉત્તર ગુજરાતમાં વાતાવરણ બગડવાના કારણે નવસારી, ગાંધીનગર, વડોદરા, પંચમહાલમાં જ 5 લાખની લીડ મળી હતી. 20માં ન મળી અને એકમાં હાર થઈ છે. પક્ષે આ બાબતે ગંભીર નોંધ લીધી છે. અગાઉ આવી ભૂલો માટે શંકર ચૌધરીને 8 વખત દિલ્હીથી રહેમરાહે છોડી દેવામાં આવ્યા હતા. હવે તેમની આ ભૂલ માફ કરી શકાય તેવી નથી એવું પક્ષના હિત ચિંતકો માની રહ્યાં છે.

શંકર ચૌધરીએ આગ્રહ રાખ્યો હતો કે તેમના ટેકેદાર રેખા ચૌધરીને જ ઉમેદવાર બનાવવામાં આવે. શંકર ચૌધરીએ ભાજપમાં પોતાના માનીતા એવા ડો. રેખાબેન ચૌધરીને ટિકિટ અપાવી હતી. રેખાબેનને જીતાડવાની જવાબદારી શંકર ચૌધરીની હતી. તેમના માટે તેમણે પ્રચાર પણ કર્યો હતો.

ગુજરાત વિધાનસભાના તેઓ અધ્યક્ષ છે. અધ્યક્ષ બનતાં પહેલાં પક્ષમાંથી રાજીનામું આપવું પડતું હોય છે. તે કોઈ પક્ષ સાથે નથી હોતા. છતાં તેમણે ભાજપનો પ્રચાર કર્યો હતો.

ગેનીબેન ઠાકોરની લોકપ્રિયતાનો અંદાજ મેળવવામાં ભાજપ નિષ્ફળ રહ્યો હતો. ગેનીબેન દબંગ નેતા છે. ભાજપના આંતરિક વિખવાદ હતા, તેને શંકર ચૌધરીએ અનદેખા કરીને અભિમાની વર્તન કર્યું હતું. શંકર ચૌધરી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વાસ મૂક્યો તેનો ભંગ કર્યો છે.

ડીસાનો ફાયદો શંકરને મળ્યો ન હતો.

ગેનીબેને પોતાનો પ્રચાર કર્યો તેમાં ડો. રેખા ચૌધરીની સામે પ્રચાર કરવાના બદલે શંકર ચૌધરીના કાળા કામો સામે સતત પ્રચાર કરતાં રહ્યાં હતા. આ પ્રચાર એટલો કારગત રહ્યો કે, લોકોના મનમાં બરાબર ઠસી ગયું હતું કે બનાસકાંઠામાં શંકર ચૌધરી જ બધાને નડે છે.

પૂર્વ સાંસદ પરબત પટેલને મનાવીને શંકર ચૌધરીને ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીમાં પોતાના મત વિસ્તાર ત્રીજી વખત બદલ્યો હતો. તેમને ચૂંટણી હારી જવાનો ડર લાગતો હતો. તેથી જૂના કોંગ્રેસના  એવા ભાજપના સારા નેતા પરબત પટેલ પર દબાણ કર્યું હતું.

7 બેઠક હાર્યા

બનાસકાંઠા જિલ્લામાં શંકર ચૌધરીને કારણે ભારતીય જનતા પાર્ટી વિધાનસભામાં નવમાંથી સાત બેઠક હારી તેવું બનાસ ડેરીના વાઇસ ચેરમેન માવજીભાઈ દેસાઈએ પત્રકાર પરિષદમાં સ્વિકાર્યું હતું. કોંગ્રેસને મદદ કરવાનો આરોપ પણ તેમણે મૂક્યો હતો.  2017 બૃહદ બનાસકાંઠામાં 10માંથી બે બેઠક જ ભાજપ જીતી હતી. ભાજપના પૂર્વ મંત્રી ભીખુ દલસાણીયાને ઘણી રજૂઆત થઈ હતી.  પુરાવા અપાયા હતા. પગલાં ન લેવાયા અને ત્યારબાદ પક્ષની પડતી સતત થતી રહી છે. છતાં રહસ્યમય રીતે શંકર ચૌધરી સામે પગલાં લેવાયા ન હતા.

હવે 2024માં ભાજપના નારાજ લોકોએ કોંગ્રેસને ઘણી મદદ કરી હતી. લીલાધર વાઘેલા પંચાયત પ્રધાન હતા ત્યારે ઠાકોર સામે બીજા સમાજનો વિરોધ હતો, એવો વિરોધ શંકર ચૌધરીના કારણે છે. શંકરસિંહ વાઘેલા સામે રાધનપુર વિધાનસભાની ચૂંટણીમાં શંકર ચૌધરી હારી ગયા હતા. ત્યારથી તેઓ બેઠક બદલતાં રહે છે.

વડાપ્રધાનના બે હાથનો દાવો

શંકર ચૌધરી બનાસકાંઠામાં દરેક જગ્યાએ વારંવાર કહેતાં રહે છે તે તે હમણાં જ દિલ્હી જઈ આવ્યા. સાહેબ સાથે ફલાણી વાત થઈ છે. તે માટે ડેરીના કારણો આપતાં હતા. મધ અને ઘીના ડબ્બા આપતો મોદી સાથે ફોટો પડાવેલો તેનો ગેર ફાયદો શંકર ચૌધરી પ્રજાની વચ્ચે લેતા આવ્યા છે. તેઓ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન આદિત્યનાથ યોગીના કહેવાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મત વિસ્તારમાં બનારસમાં ડેરી શરૂ કરીને દૂધનું પાણી કર્યું હતું. ઉત્તરપ્રદેશમાં 4 ડેરી હતી. હવે ચેન્નાઈમાં ડેરી શંકર ચૌધરીએ શરૂ કરી હોવાનું કહીને મોદીને મદદ કરવાનો ડોળ કરે છે. પરંતુ બધા જાણે છે કે નરેન્દ્ર મોદી ક્યારેય પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારાઓને ચલાવી લેતા નથી. તેને માફ કરતા નથી. પણ મોદી સુધી ગુજરાતની વરવી વાસ્તવિકતા કોઈ પહોંચાડતા નથી.

બનાસકાંઠામાં ભાજપના ઉમેદવાર લડતાં હોય એવું વાતાવરણ હોવું જોઈએ તેના બદલે શંકર ચૌધરીના ઉમેદવાર ચૂંટણી લડતાં હોય એવું વાતાવરણ ઊભું કરીને પક્ષ પર પ્રભૂત્વ જમાવવનું ભારે પડ્યું.

શંકર ચૌધરીનો બનાસકાંઠાના લોકોમાં વિરોધ છે. શંકર ચૌધરીનો ચૌધરીવાદ નડી ગયો.

વિરોધીઓએ શંકર ચૌધરીને પછાડવા માટે પૈસા અને પાવર આપ્યા. ભાજપના જ નેતાઓએ ગેનીબેન માટે મતદાન કરાવ્યું હતું. ડો. રેખા ચૌધરી ક્યારેય ભાજપમાં સક્રિય ન હતા. માત્ર શંકરના અંગત ટેકેદાર હોવાના નાતે અને તેમના ઘરે આવવા જવાના સંબંધ હોવાના કારણે ટિકિટ આપી હતી. જેથી સંસદ સભ્ય તેનાં કહ્યાગરા બની રહે. પક્ષની લાગણીની પરવા કર્યા વગર નવા જ ઉમેદવારને મેદાને ઉતારવા ભારે પડ્યું છે. (ક્રમશઃ3)

શંકર ચૌધરીના કરતૂતથી ગેનીબેનની જીત
(Dilip Patel)

બનાસકાંઠાના ભાજપના મજબૂત નેતાઓનું રાજકારણ પૂરું કરનારા ભાજપના શંકર ચૌધરીનું રાજકારણ પૂરું કરવા, બનાસ ડેરી અને બનાસ બેંકમાંથી તેમનું પ્રભુત્વ ખતમ કરવાની આ ચૂંટણી હતી. ડો. રેખા ચૌધરી તો શંકર ચૌધરીનું મહોરું હતા. ગેનીબેનની જીત કે રેખાબેનની હાર નથી. પણ શંકર ચૌધરીની હાર છે. ભાજપને હરાવવા માટે ભાજપના જ લોકો વિરોધમાં હતા. કારણ કે, રેખાબેનને ઉમેદવાર બનાવવા માટે શંકર ચૌધરીનો દુરાગ્રહ હતો. રેખાબેન ઉમેદવાર હતા, પણ શંકર ચૌધરી ચૂંટણી લડતા હતા.

અમારી ભૂલ - પાટીલ

ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે જાહેરમાં કહ્યું કે તમામ બેઠકો જીતવાની હતી. બનાસકાંઠામાં અમારી મહેનત ઓછી પડી. મતદાતા ભાઈ-બહેનોની અમારા પ્રત્યે નારાજગી છે. તેમજ જાણ્યે-અજાણ્યે અમારાથી કોઈ ભૂલો થઈ હશે. બનાસકાંઠાની બેઠક 31 હજાર મતે ગુમાવી છે. જેનો અમને અફસોસ પણ છે. હવે અમે અમારી ભૂલોને શોધીને તેને સુધારવાનો પ્રયાસ ચોક્કસ કરીશું. આમ પાટીલ ભૂલ શોધી રહ્યાં છે તે બનાસકાંઠાની હારની 50 ભૂલો આ રહી.

શંકર ચૌધરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ વટાવીને કાયમ બચી જાય છે. પણ આ વખતે બચી શકે તેમ નથી.  અમિત શાહ પણ શંકર ચૌધરીથી નારાજ છે. માત્ર શાહ જ નહીં બનાસકાંઠાના ભાજપના બે ડઝન મોટા નેતાઓ નારાજ છે. કારણ કે, ઉત્તર ગુજરાતના ભાજપના નેતા શંકર ચૌધરીએ કોઈને નડવાનું બાકી નથી રાખ્યું અને શંકરને કોઈએ નડવાનું બાકી ન રાખ્યું.

ચૌધરી સમાજના ઘણાં લોકો તેમનાથી નારાજ છે.  ચૌધરી સમાજના અનેક  નેતાઓને કાપી કાઢ્યા છે. શંકર ચૌધરીએ પોતાના સમાજને નેતાઓને તો ખતમ કર્યા, પણ બીજા સમાજના નેતાઓને આગળ આવવા ન દીધા. એક હથ્થુ સામ્રાજ્ય ઉભું કરવામાં આવ્યું હતું. તેમાંથી મોટા ભાગના આ વખતે તેમની સામે હતા.

કોંગ્રેસના સાંસદ  ગેનીબેનની જીત સામે ભાજપના ઉમેદવાર ડો. રેખા બેનની હાર થઈ છે. રેખાબેનની હાર કરતાં તો એવું કહેવું વધારે ઉચિત છે કે શંકર ચૌધરીની હારની હાર થઈ છે.ગુજરાત ભાજપ માટે ચોંકાવનારું પરિણામ બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની જીત છે. ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીને 31923 થી હરાવ્યા છે. ગુજરાતમાં ભાજપની હેટ્રીકનું સપનું રોળાયું છે. પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું હતું કે, અમારી હટ્રિક અટકી છે. તે વાતનો અફસોસ છે.

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પરિણામે સૌ કોઈને ચોંકાવી દીધા. બનાસકાંઠાથી કોંગ્રેસના  ઉમેદવાર ગેનીબેન ઠાકોરની જીત સાથે જ ભાજપનું સતત 3 ટર્મ ગુજરાતમાં ક્લિન સ્વીપ કરવાનું સપનું રોળાઈ ગયું. જોકે ગેની બેનની આ જીતમાં બનાસકાંઠાની સાત વિધાનસભા બેઠકો પર મતદાન ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટી માટે ચોંકાવનારું રહ્યું છે.

રાજ્યની 25 પૈકી 4 બેઠકો પર જ વિજયી માર્જિન પાંચ લાખ કરતા વધુ મતોનો હાંસલ થયો છે. જ્યારે પાટણ બેઠક પર વિજયી માર્જિન ઓછું રહ્યું છે.ભાજપના નેતા પરબતના પુત્ર શૈલેશ પટેલને બેંકના ચેરમેન બનાવવાના હતા. તે ન બનાવ્યા, દાંતીવાડાના એક ચૌધરીને અધ્યક્ષ બનાવ્યા હતા. તે કઈ રીતે ભૂલાય.અણદા પટેલને બેંકના ચેરમેન પદેથી ઉઠાવી દીધા, શંકર ચૌધરી પોતે અધ્ય બની ગયા હતા. તે કોણ ભૂલે. હરજીવન પટેલ સરળ સ્વભાવ છે પણ તેઓ અન્યાય સામે મૌન રહી શકે નહીં.

શંકર ચૌધરીએ પોતાનું જ વર્ચસ્વ ઊભું કરવા તેના જ સમાજને નેતાઓને ખતમ કર્યા પણ દિયોદરના અપક્ષ ધારાસભ્ય ભૂરીયા ચૌધરી નિષ્ઠાપૂર્વક ગેનીબેનનું કામ કર્યું હતું. કોંગ્રેસના નેતા અને આર એસ એસના કાર્યકર ભેમાભાઈ ચૌધરીએ શોધેલા શંકર ચૌધરીના કૌભાંડો ઘણાં લોકોએ ગેનીબેનને આપ્યા હતા. ગેનીબેને તેનો ભરપુર લાભ ચૂંટણી પ્રચારમાં લીધો હતો.

કાંતિ ખરાડી કે કોંગ્રેસના ધારાસભ્ય છે તેને સાચવી લેવા ભાજપે ભરપુર પ્રયાસો કર્યા હતા. કોંગ્રેસના ઘણાં નેતાઓને ફોડી કાઢ્યા હતા. છતાં જીત તો ગેનીબેન સાથેની પ્રજાની થઈ છે. ગુલાબસિંહની મદદ ગેનીને મળી હતી.

લોકસભાનું પરિણામ આવી ગયા બાદ હવે શંકર ચૌધરીને બનાસ ડેરીમાંથી દૂર કરવા માટે તેના જ પક્ષના નેતાઓ ભેગા થઈ રહ્યાં છે. તેમણે ડેરીમાં જે કૌભાંડો કર્યા હતા અને ભેમાભાઈ ચૌધરીએ જે પત્ર લખ્યો હતો તેની તપાસ શરૂ કરવાની માંગણી કરવાના છે. (ક્રમશઃ)

ગુજરાતને ભાજપે પોતાના માટે અભેદ્ય શહેરી કિલ્લો બનાવી દીધું
(દિલીપ પટેલ) ગુજરાત હવે ગ્રામ્ય ગુજરાત રહ્યું નથી. હવે શહેરી ગુજરાત કહેવું પડશે. કારણ કે 2024નું વર્ષ પુરું થતાં 15 મહાનગરો અને 250 નાના શહેરો સાથે શહેરી વસતી 18 હજાર ગામડા કરતાં વધી જશે. 2047 સુધીમાં શહેરી વસતી વધીને 75 ટકા થઈ શકે છે. ગામ કરતાં શહેર પાછળ ખર્ચ વધી રહ્યું છે.

સ્થાનિક સરકારો એવી, 8 મહા નગરપાલિકાઓનું રૂ. 38,405નું અંદાજપત્ર તૈયાર કર્યું છે. બીજી 7 નવી મહા નગરપાલિકાનું અંદાજીત અંદાજપત્ર 11600 કરોડ ગણવામાં આવે તો રૂ.50 હજાર કરોડ 15 મોટા શહેરોની પ્રજા પાસેથી વસૂલીને તેમની પાછળ ખર્ચ કરવામાં આવશે. 15 શહેરોની લગભગ 2 કરોડની વસતીનો અંદાજ છે.

આમ, દરેક શહેરી લોકો પાસેથી વર્ષે રૂ.25 હજાર એટલે કે દરેક વ્યક્તિ પાસેથી મહિને રૂ.2 હજાર લેવામાં આવશે. 5 સભ્યોનું એક કુટુંબ ગણવામાં આવે તો વર્ષે રૂ. 1 લાખથી સવા લાખ શહેરની સરકારને વેરા, ફી, દર પેટે ચૂકવશે.

અમદાવાદ

અમદાવાદ મહા નગરપાલિકાનું 2024-25નું રૂ.12262.83 કરોડનું બજેટ છે. મહેસૂલી ખર્ચમાં રૂ. 578.33 કરોડનો વધારો થયો છે. વેરાદરો યથાવત રાખવામાં આવ્યા છે. કારીગરોને જમીન નિશ્ચિત સમય મર્યાદા માટે આપવામાં આવશે. ગ્રામ શહેરી હાટ બનશે. 50 કરોડની રકમ ચોક્કસ સમય માટે ફાળવવામાં આવી છે.

ધાર્મિક બાબતો માટે રૂ. 45 કરોડની જોગવાઈ છે.

કાઠવાડામાં ગૌશાળા બાંધવામાં આવશે. ખોરાક લેબોરેટરી બનાવવામાં આવશે. Wi-Fi સુવિધા આપવા માટે રૂ.5 કરોડ છે. આઇટી મોનિટરિંગ માટે રૂ. 15 કરોડની રકમ ફાળવવામાં આવી છે. મિતાખળીમાં રૂ.50 કરોડના ટાવરનું અર્બન બિલ્ડીંગ બનાવવામાં આવશે. જેમાં શહેર પ્લાનિંગ અને બિલ્ડીંગ યુઝ પરમીશન સહિતની અન્ય કામગીરી એક જ જગ્યાએ થઈ શકે.

સુરત

સુરત મહા નગરપાલિકાનું 2024-25નું ડ્રાફ્ટ બજેટ 8718 કરોડ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં કૅપિટલ બજેટ 4121 કરોડ છે.તેમજ કોઈ પણ પ્રકારનો વેરો ઝીંકાયો નથી. આ વર્ષના બજેટમાં પ્રથમ વખત રેવન્યૂ આવકનો લક્ષ્યાંક 5000 કરોડથી વધુનો રખાયો છે. જ્યારે નવા ઇન્કમ સ્ત્રોત વધારવા માટે 525 કરોડનું એસ્ટીમેટ મૂકાયું છે. રેવન્યુ ખર્ચમાં ઘટાડો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.પહેલીવાર 8 હજાર કરોડથી વધુનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. બ્રિજના નિર્માણ માટે 165 કરોડ ફાળવાયા છે જ્યારે કતારગામમાં નવું ઓડિટોરિયમ બનાવાશે.

વડોદરા

વડોદરા મનપાનું 5327 કરોડનું ડ્રાફ્ટ બજેટ 2024-25નું રજૂ કર્યું હતું. 2500 કરોડ રૂપિયા વિકાસ કાર્યો પાછળ ખર્ચાશે. પોઈચા ફાજલપુર ખાતે 300 કરોડના ખર્ચે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવાશે. નંદેસરી GIDCમાં 75 કરોડના ખર્ચે ટ્રીટેડ પાણી સપ્લાય પ્લાન્ટ બનશે. નેશનલ હાઈવેની સમાંતર 11 કરોડના ખર્ચે વરસાદી ગટર ચેનલ નંખાશે. માણેજામાં 150 કરોડના ખર્ચે રેલવે ઓવરબ્રિજ બનશે. આ ઉપરાંત 7થી વધુ ફ્લાયઓવર અને ડભોઈ રોડથી પ્રતાપનગર તરફનો રસ્તો 62 કરોડના ખર્ચ નવો બનશે. પાર્કિંગની સમસ્યા ઉકેલવા અલકાપુરીમાં 10 કરોડના ખર્ચે મલ્ટી લેવલ પાર્કિંગ ઉભુ કરાશે.

રાજકોટ

રાજકોટ મહાનગરપાલિકાનું રૂ. 2 હજાર 817 કરોડનું ડ્રાફ્ટ બજેટ છે. રૂ. 17 કરોડ 77 લાખના કરબોજ છે.કચરાનો ચાર્જ બેગણો કરી દેવાયો છે. પાણી વેરો 1500 રૂપિયાથી વધારી 1600 રૂપિયા કરવાનું સૂચન કરાયું છે.

લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખી કરબોજા વગરનું બજેટ રજૂ કરે તેવી સંભાવના છે.  ચાર નવી વોર્ડ ઓફિસ બનાવાશે. 100 નવી  CNG અને 175 ઈલેક્ટ્રિક બસ ખરીદાશે. માલવિયા ફાટક પાસે અંડરબ્રિજ બનાવાશે. રૂ. 187 કરોડનો આજી રિવરફ્રન્ટનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે.

ભાવનગર

ભાવનગર મહાનગરપાલિકાનું બજેટ રૂ. 1327 કરોડનું અંદાજપત્ર છે. વોટરવર્ક્સ, ડ્રેનેજ, બ્રિજ, સ્ટ્રીટ લાઈટ સહિતના કામો માટે 666.88 કરોડ છે. 3 કરોડના ખર્ચે એનિમલ હોસ્ટેલ, ડોગ શેલ્ટર બનાવાશે. મુખ્ય 4 સ્મશાનોમાં 50 લાખના ખર્ચે ગેસ સગડી બનાવાશે.100 જેટલી ઈ બસ માટે સ્ટેશન અને ચાર્જિંગ સ્ટેશન માટે 24 કરોડ ફાળવાયા. 60 કરોડના ખર્ચે 12થી 15 મેગાવોટનું સોલરપાર્ક બનાવાશે. ફાયર વાહનો માટે 11 કરોડ અને ફાયર સ્ટેશન માટે 10 કરોડ ખર્ચ કરાશે. તો 13.22 કરોડના ખર્ચે નાઈટ શેલ્ટર હોમ બનાવાશે. 6.60 કરોડના ખર્ચે આંગણવાડી બનાવવામાં આવશે.

ગાંધીનગર

ગાંધીનગર મહાનગરપાલિકાનું વર્ષ 2024-25નું અંદાજપત્ર રૂ.1,259 છે. 598 કરોડ રૂપિયાની ખાધ રહેશે.દરેક વોર્ડમાં લાયબ્રેરી માટે બે કરોડ, જીમખાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે પાંચ કરોડ, યોગ સ્ટુડિયો માટે ત્રણ કરોડ, નદી કિનારાના સ્થળોના વિકાસ માટે બે કરોડ, 18 ગામોના ચોક બનશે. કાઉન્સિલરોને રૂ.2 કરોડની ગ્રાન્ટમાં પણ વધારો કરાયો હતો.

જામનગર

જામનગર મહા નગરપાલિકાનું 2024-25નું ડ્રાફ્ટ બજેટ રૂ 1368 કરોડ છે. કર-દરમાં વધારો સૂચવવામાં આવ્યો નથી.મિલકત વેરાની બાકી વસૂલાત માટે 100% વ્યાજ માફી છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ, ભાઈબીજ અને રક્ષાબંધન પર મહિલાઓને સિટી બસમાં મફત મુસાફરી. સમર્પણ જંકશન સર્કલ પાસે રૂ. 65 કરોડ અને રૂ. 60 કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનશે. સરકાર તેના માટે કુલ 1.5 કરોડ રૂપિયા ફાળવશે.

30 ટકા રોકાણ

મનપાઓને સરકાર તમામ નાણાં આપે છે, અથવા ઘણી યોજનાઓમાં 15 મનપાએ અનુદાનમાં 30 ટકા જ રકમ આપવી પડે છે.

સરકારનું ખર્ચ 2021-22 સુધી

2009થી 2021-22 સુધીના 12 વર્ષોમાં રાજ્ય સરકારે કુલ 44102 કરોડ રૂપિયાની ફાળવણી કરેલી છે. હવે, રાજ્યના નગર અને મહાનગર માટે 2022-23ના માટે 5100 કરોડ રૂપિયા આપ્યા છે. 12 વર્ષમાં શહેરો માટે 49,202 કરોડ આપેલા છે. આમ માથાદીઠ 17 હજાર રૂપિયા ખર્ચ કર્યું છે. કુટુંબ દીઠ રૂપિયા 1 લાખ શહેરોમાં આપ્યા છે. સ્થાનિક સરકારે તેના બે ગણા વેરા ઉઘરાવીને ખર્ચ કર્યું છે. આમ દરેક કુટુંબ દીઠ સરકારે 3 લાખનું ખર્ચ કર્યું છે. 2024-25 સુધીમાં શહેરો પાછળ સરકારે 15 વર્ષમાં રૂ.75 હજાર કરોડનું ખર્ચ કર્યું છે.લગભગ 4 લાખ કરોડનું ખર્ચ 15 વર્ષમાં 250 શહેરો માટે કરાયું છે. 1.10 લાખ ખર્ચ વ્યક્તિ દીઠ અને શહેરી કુટુંબ દીઠ 6 લાખ ખર્ચ કરાયો હોવાનું અનુમાન મુકાય છે.

ભાજપને કોઈ હરાવી શકશે નહીં

ગુજરાતના 3 કરોડ લોકો 250 શહેરોમાં રહે છે. 2024 સુધીમાં ગુજરાતમાં 50 ટકાથી વધું વસતી શહેરમાં વસતી હશે. તેથી ગુજરાતમાંથી ભાજપને કોઈ હરાવી નહીં શકે, તેઓ લાંબો સમય સુધી ગુજરાતની સત્તા ભોગવશે.

શહેરી રાજકારણ

નવી 7 મહાનગરપાલિકા મહેસાણા, મોરબી, નવસારી, સુરેન્દ્રનગર, ગાંધીધામ, વાપી અને આણંદ બની ગઈ છે. તેની સાથે અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, જૂનાગઢ, ભાવનગર, ગાંધીનગર જામનગર મહાનગરપાલિકા છે.

અમદાવાદ મેટ્રો સિટી છે. અમદાવાદમાં જેટલાં શહેરી વિસ્તાર ભેળવતાં ગયા તેમ સત્તા ટકતી રહી હતી. સુરત, વડોદરા અને રાજકોટ શહેર મીલીયન સિટી તરીકે છે. જેની વસતી 10 લાખથી વધું છે.1થી 10 લાખ સુધીના 27 શહેરો છે. જેમાં 4 મહાનગર પાલિકા ભાવનગર, જામનગર, જૂનાગઢ, ગાંધીનગરનો સમાવેશ થાય છે. ઉપરાંત 23 નગરપાલિકાઓ મળીને તમામ 27 શહેરોમાં ભાજપનું રાજ છે.

34 શહેરો એવા છે કે જેની વસતી 50 હજારથી 1 લાખ સુધી છે. આ તમામ નગરપાલિકાઓ છે. જેમાં 90 ટકા પર ભાજપનો કબજો છે. 5 જિલ્લા મથક પણ નગરપાલિકા છે જેમાં રાજપીપળા, આહવા, વ્યારા, લુણાવાડા, મોડાસાનો તેમાં સમાવેશ થાય છે. ભાજપની સત્તા છે.

અન્યાય

ગુજરાતની સૌથી સમૃદ્ધ મહાનગરપાલિકા ભરૂચ બની શકે તેમ હતી. ભરૂચ અને અંકલેશ્વરને મહાનગરપાલિકા સરકારે ઈરાદાપૂર્વક બનાવી નથી. બન્ને શહેરને એક કરીને મહાનગરપાલિકા બની શકે તેમ છે. અહીં મોટા ઉદ્યોગો છે. તેથી જંગી આવક મળી શકે તેમ છે. અમદાવાદ અને સુરત કરતાં પણ માથાદીઠ વધારે આવક ભરૂચ મહાનગરપાલિકા મેળવી શકે કેમ છે. છતાં સરકારે ઉદ્યોગોને મદદ કરવા માટે તેમ કર્યું નથી.

ગામડાની પ્રજાને શહેરમાં લઈ જવાઈ

ભાજપ ગુજરાતમાં સત્તા પર આવ્યો ત્યારે 500 લોકો રહેતાં હોય એવા ગામોની સંખ્યા 3 હજાર હતી. જે 2011માં 2400 થઈ ગયા હતા. 2024 સુધીમાં ઘટીને 2 હજાર નજીક આવી જશે. આમ નાના ગામોના 50 ટકા લોકોએ હિજરત કરી છે. જો હિજરત ન કરી હોત તો આ ગામોની સંખ્યા વધીને 3500 ગામો હોત. જો તેમ હોત તો ભાજપના મતોનું ધોવાણ થયું હોત.

ગામ શહેર બન્યા

ભાજપ સત્તા પર ગુજરાતમાં આવ્યો ત્યારે 5 હજારની વસતી ધરાવતાં 264 શહેર હતા. 2011માં 348 શહેર બન્યા અને હવે બીજી લોકસભાની ચૂંટણી 2024 સુધીમાં આવશે ત્યાં સુધીમાં 400 મોટા ગામ કે શહેર બની ગયા હતા.

શહેરોની વસતી વધી, ગામડાની ઘટી

2.70 કરોડની ગ્રામ્ય વસતી હતી જે 2011માં 3.46 કરોડ અને 2024માં 4 કરોડ થઈ જશે. તેની સામે 1.42 કરોડની શહેરી વસતી 2.57 કરોડ 2011માં થઈ હતી અને 2014 સુધીમાં તે 4 કરોડ નજીક પહોંચી જશે.આમ ભાજપના રાજમાં ગ્રામ્ય વિસ્તારોમાં વસતી વધારાનો દર 15 ટકાથી ઘટીને 9.30 ટકા 2011 સુધીમાં થયો છે અને 2024માં 5 ટકા થઈ શકે છે. આમ ગામડાની વસતી ઘટી રહી છે.

શહેરી વસતી વધારાનો દર 34 ટકાથી વધીને 36 ટકા થયો અને 2024 સુધીમાં 40 ટકા થઈ જશે. અમદાવાદમાં છેલ્લે 2007માં 30 નવા વિસ્તારો - શહેરો અને ગામડાઓને મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે જોડવામાં આવ્યા હતા.

ગુજરાતના 156 શહેર - નગરપાલિકાની યાદી

ધોળકા, વિરમગામ, બાવળા, ધંધુકા, સાણંદ, બારેજા, નડીયાદ, ચકલાસી, કપડવંજ, મહેમદાવાદ, ડાકોર, ખેડા, કણજરી, કઠલાલ, મહુધા, ઠાસરા, સુરેન્દ્રનગર-વઢવાણ, ધ્રાંગધ્રા, લીંબડી, થાનગઢ, ચોટીલા, પાટડી, બોટાદ, ગઢડા, બરવાળા, પાટણ, સિધ્ધપુર, રાધનપુર, ચાણસ્મા, હારીજ, પાલનપુર, ડીસા, ધાનેરા, થરાદ, ભાભર, થરા, મહેસાણા, કડી, ઉંઝા, વિસનગર, વડનગર, ખેરાલુ, વિજાપુર, હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા, પ્રાંતિજ, તલોદ, વડાલી, મોડાસા, બાયડ, કલોલ, દહેગામ, માણસા, ગોધરા, હાલોલ, કાલોલ, શહેરા, બાલાસિનોર, લુણાવાડા, સંતરામપુર, દાહોદ, ઝાલોદ, દેવગઢબારીયા, ડભોઇ, કરજણ, પાદરા, સાવલી, આણંદ, બોરસદ, ખંભાત, પેટલાદ, કરમસદ, ઉમરેઠ, વ.વિ.નગર, આંકલાવ, ઓડ, સોજીત્રા, બોરીયાવી, છોટાઉદેપુર, વ્યારા, સોનગઢ, રાજપીપળા, નવસારી-વિજલપોર, બીલીમોરા, ગણદેવી, ભરૂચ, અંકલેશ્વર, જંબુસર, આમોદ, વલસાડ, વાપી, પારડી, ઉમરગામ, ધરમપુર, બારડોલી, કડોદરા, તરસાડી, માંડવી, ગાંધીધામ, ભુજ, અંજાર. માંડવી(ક), ભચાઉ, રાપર, મુન્દ્રા-બરોઈ, ધ્રોલ, જામજોધપુર, કાલાવડ, સિકકા, ઓખા, દ્વારકા, ખંભાળીયા, સલાયા, ભાણવડ, જામરાવલ, મોરબી, વાંકાનેર, હળવદ, માળીયા-મિયાણા, જેતપુર, ગોંડલ, ધોરાજી, ઉપલેટા, જસદણ, ભાયાવદર, પોરબંદર-છાયા, રાણાવાવ, કુતિયાણા, અમરેલી, સાવરકુંડલા, બગસરા, જાફરાબાદ, રાજુલા, બાબરા, ચલાલા, દામનગર, લાઠી, વેરાવળ-પાટણ, કોડીનાર, સુત્રાપાડા, તલાલા, કેશોદસ, માંગરોળ, માણાવદર, બાંટવા, ચોરવાડ, વંથલી, વિસાવદર, મહુવા, પાલીતાણા, શિહોર, ગારીયાધાર, તળાજા અને વલ્લભીપુરનો સમાવેશ થાય છે.

(લેખક ગુજરાતના જાણિતા પત્રકાર અને લેખક છે, તેમનું પુસ્તક મોરબીનો ઝૂલતો પુલ,  શહેરોનું અર્થકારણ અને રાજકારણમાંથી કેટલાંક ભાગ)

દૂધમાં ઓછામાં ઓછા સૂક્ષ્મ જીવાણું આવે તે માટે શું કરવું?
ગુજરાતની ડેરીઓએ દૂધમાં ભાવ વધારો કર્યો છે. પણ દૂધમાં ઓછામાં ઓછા સૂક્ષ્મ જીવાણુઓ આવે અને દૂધનું ઉત્પાદન વધે તથા નિકાસ વધે તે માટે પ્રયાસો ઓછા થઈ રહ્યાં છે.

ગુજરાત દૂધના ઉત્પાદનમાં 25 વર્ષથી ભારતમાં અવ્વલ છે. જેના કારણે ભારત લગભગ એક દાયકાથી દૂધ ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાને રહ્યું છે. ભારતમાં રોજના દૂધની માથાદીઠ ઉપલબ્ધતા માત્ર 256 ગ્રામ છે. ગુજરાતમાં 354 ગ્રામની છે. જીવાણુંના કારણે કરોડો રૂપિયાનું દૂધ ગુમાવવું પડે છે. ગુજરાતના દૂધમાં જીવાણું મોટી માત્રામાં હોવાના કારણે વિશ્વમાં માંગ ઓછી છે.

દૂધ ઉત્પાદન 2014-18 દરમ્યાન 23.69 ટકા વધ્યું છે. વાર્ષિક વૃદ્ધિ 2022 સુધીમાં 6.3 ટકાથી વધીને 9 ટકા થવાની ધારણા છે. 2018માં ડેરીની ચીજોની વૈશ્વિક નિકાસ 75 અબજ ડોલર હતી. જેમાં ભારતની માત્ર 20 કરોડ ડોલર હતી. વિશ્વમાં 38માં નંબર સાથે 0.26 ટકા ડેરી વસ્તુની નિકાસ ભારતથી થાય છે. જેમાં ગુજરાતની 28 ડેરીઓ નિષ્ફળ છે. તેથી દૂધનું ઉત્પાદન વધારવા માટે માલધારીઓ પ્રયાસ કરે છે.

સૂક્ષ્મ જીવાણુથી થતાં રોગોને કારણે દૂધનું ઉત્પાદન ઘણું ઓછું થાય છે. બીમાર પ્રાણીઓને તંદુરસ્ત પ્રાણીઓથી અલગ રાખવા જોઈએ.વધુ દૂધ ઉત્પાદન માટે સૂક્ષ્મ જીવાણુઓ ખાસ કરીને બેક્ટેરિયાનો ચેપ ઓછો હોય તે જરૂરી છે. દૂધ આપતી ગાય, ભેંસ અને બકરીને પગના નખનો રોગ થાય છે. બેક્ટેરિયા જેવા કે સ્ટ્રેપ્ટોકોકસ, સ્ટેફાયલોકોસી, ઇ-કોલી, સ્યુડોમોનાસ, વેસાલિસ, કિરીની, બેક્ટેરિયા વગેરે છે. ખરવાનો રોગ સામાન્ય થઈ ગયો છે.

દૂધ દોહતી વખતે કે પછી હવા, પાણી, ધૂળના કણો, છાણ, માટીના સંપર્કમાં આવવાથી દૂધમાં બેક્ટેરિયાનો ચેપ લાગવાની શક્યતા રહે છે. ઢોરઢાંખરમાં બહારથી સીધો પવન ન આવવો જોઈએ, ન તો ધૂળ વગેરે, તે સમયે ટેપીંગ સવારે કે સાંજે કરવું જોઈએ. જ્યારે પવનની ગતિ ધીમી હોય ત્યારે ઢોરઢાંખરમાં માખીઓ, કરોળિયા વગેરે ન હોવા જોઈએ.

દૂધ દોહતી વખતે કપડાથી દૂધને ઢાંકીને રાખો, જેથી દૂધમાં ધૂળ, માખીઓ વગેરે ન જાય. કપડાથી ગાળી લો અથવા જલ્દી ઉકાળો અને પછી ઢાંકીને રાખો. વાસણોમાંથી દૂધ દોહવામાં આવે છે તે સ્વચ્છ હોવા જોઈએ. આ વાસણોને ગરમ પાણી, સર્ફ વગેરેમાં બનાવેલા દ્રાવણથી સારી રીતે ધોઈને તડકામાં સૂકવવા જોઈએ.

દૂધ આપતા પહેલા વાસણોને ગરમ પાણીથી ધોવા જોઈએ, દૂધના વાસણો ઓછા પહોળા મોંવાળા હોવા જોઈએ. જેમાં ધૂળ, માટીનું છાણ વગેરે પડવાની શકયતા ઓછી હોય, પશુદીઠ દૂધનું ઉત્પાદન વધારવું જરૂરી છે, આવી ઓલાદના પશુઓ રાખવા જોઈએ, જે મહત્તમ દૂધ આપે છે. ઉદાહરણ તરીકે, ગાયોમાં, સાહિવાલ, સિંધી, ગીર, કાંકરોચ, ગુલાબ, રાઠી, થરપારકરમાં દૂધનું ઉત્પાદન હરિયાણા જાતિ કરતાં વધુ છે. મુર્રાહ, નીલી, રવિ, સુરત, જાફરાવાડી ભેંસોમાં સારું દૂધ આપે છે.

વધુ દૂધ ઉત્પાદન માટે પશુઓને યોગ્ય આહાર હોવો જોઈએ જેમાં પ્રોટીન, ચરબી, કેલ્શિયમ, ફોસ્ફરસ અને અન્ય સૂક્ષ્મ તત્વો, વિટામીન વગેરે પૂરતા પ્રમાણમાં હોય. સૂકા ચારાની સાથે 30 થી 50 ટકા લીલો ચારો જેમ કે બરસીમ, ઓટ, ચપટી, મકાઈ, અગોલા, રિજકા વગેરે આપવો જ જોઈએ, વધુ દૂધ ઉત્પાદન માટે પશુ દીઠ દરરોજ 60 ગ્રામ ખનિજ મિશ્રણ આપવું જરૂરી છે.

દૂધ આપતા પશુઓની આસપાસનું વાતાવરણ શાંતિપૂર્ણ હોવું જોઈએ, ખાસ કરીને દૂધ દોહતી વખતે, ઢોરઢાંખરની અંદર કૂતરા, બિલાડી વગેરેના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ હોવો જોઈએ. પ્રાણીઓને પીવા માટે પુષ્કળ પાણી આપવું જોઈએ, અતિશય ઠંડી, ગરમી અને ભેજના દિવસોમાં પશુઓનું દૂધ ઉત્પાદન કંઈક અંશે ઘટે છે. તેથી તેમનું રક્ષણ કરવું જરૂરી છે.

ઠંડી અને ઠંડીથી બચવા માટે ઢોરઢાંખરની અંદરની બારીઓ પર સૂર્યપ્રકાશ, પથારી અને બોરીઓ મુકવા જોઈએ, ઢોરઢાંખરની અંદર પૂરતી સંખ્યામાં પંખાનો ઉપયોગ કરવો જોઈએ અને ગરમી સામે રક્ષણ મેળવવા માટે બહાર ખુલ્લી જગ્યામાં છાંયડાવાળા વૃક્ષો વાવવા જોઈએ. ભેજ સવાર-સાંજ ભેંસને નવડાવવી અથવા તળાવના પાણીમાં 3 થી 5 કલાક બેસી રહેવું અથવા 4 થી 5 કલાક પછી સ્નાન કરવું ફાયદાકારક છે.

વિપુલ પ્રમાણમાં લીલો ચારો, પીવાનું પાણી અને વિટામીન-સી આપવાથી પશુઓની ગરમી સહન કરવાની ક્ષમતા વધે છે. કેરીના ચુરાને ખવડાવવાથી ગરમી સહન કરવાની ક્ષમતા પણ વધે છે. ખરવા, મોં, ગળું, એન્થ્રેક્સ જેવા ચેપી રોગોની રસી સમયસર લેવી જોઈએ. જેના કારણે રોગોને અટકાવી શકાય છે.

ગુજરાતીઓ પાઈપમાં ધાબા પર ઉછેરીને શાકભાજી ખાઇ રહ્યા છે
હાઈડ્રોપોનિક્સ ટેક્નોલોજીની માટી વગરની ખેતીમાં સામાન્ય ખેતીની સરખામણીએ 90 ટકા પાણી ઓછું જોઈએ છે. પાણીના આધારે છોડને પોષક તત્ત્વ મળે છે. રૂ. 999થી એક એકરમાં લગાવવાનો ખર્ચ રૂ.50 લાખ થાય છે. ઘરમાં 80 ચોરસ ફૂટમાં આ ટેક્નોલોજી લગાવવાનો ખર્ચ રૂ. 40,000 થાય છે. તેમાં 160 છોડ લગાવી શકાય છે.

છોડને જરૂરી પોષક તત્વો પાણીના આધારે સીધા મૂળ સુધી પહોંચાડી શકાય છે. છોડ એક મલ્ટી લેયર ફ્રેમના સહારે રાખવામાં આવલાં પાઈપમાં ઉગે છે. તેના મૂળીયા પાઈપની અંદર પોષક તત્વોથી ભરેલા પાણીમાં હોય છે. છત ઉપર ખેતી કરવામાં ભાર કે છતમાં કોઈ ફેરફાર પણ નથી. જમીન જોઈતી નથી.

ગ્લોબલ હાઈડ્રોપોનિક્સ માર્કેટ 2016માં રૂ. 45,000 કરોડનું હતું. 2025માં તે 78,500 કરોડ સુધી જઈ શકે છે. ઓછા જંતુનાશકો, ઓછું પાણી, ઓછી જગ્યા, ઈકો-ફ્રેન્ડલી આ પદ્ધતિ છે. પાણીની ટાંકી બનાવીને જે પણ ઉત્પાદન લેવાનું છે તેનાથી સંબંધિત ખાતર-દવા વગેરે પાણીમાં ભળી જાય છે. તે પછી પ્લાસ્ટિક પાઈપો હોય છે.

એક લાખ રૂપિયાના ખર્ચથી તમે ઘરે બેસીને 2 લાખ રૂપિયાની આવક મેળવી શકો છો.

તૈયાર ફ્રેમ અને ટાવર ગાર્ડન કે શાકભાજીના 400 છોડ વાળા 10 ટાવરની કિંમત અંદજે રૂ.1 લાખની આસપાસ થાય છે. આ કિંમતમાં ટાવર, સિસ્ટમ અને જરૂરી પોષક તત્વોનો સમાવેશ થાય છે. આ 10 ટાવર ધાબા કે છત ઉપર 150 થી 200 સ્કવેર ફૂટમાં સરળતાથી આવી જાય છે. આવા 10 ટાવરથી 2000 કિલો વાર્ષિક ઉત્પાદન મળી જાય છે.  આ ટેકનીકથી ઉત્પાદન 3 થી 5 ગણું વધી જાય છે. આ ટેકનીકમાં પ્રારંભિક ખર્ચ વાધું આવે છે પરંતુ પછી  ખર્ચ ઘટતા નફો વધી જાય છે.

પાંદડાવાળી શાકભાજીઓ,લસણ,ટામેટા, પાલક, કોબીજ, કોથમીર,કાકડી જેવા વેલા, છોડ, જેવા અનેક છોડ કે વેલા ઉછેરી શકાય છે. ભારતમાં જે રીતે 50 લાખ ખેડૂતો ઝીરો બજેટ ખેતી કરી રહ્યાં છે તે રીતે હવે હાઈડ્રોપોનીક્સ ખેતી શહેરોમાં વધી રહી છે. 5 ડિસેમ્બર 2019માં વૈજ્ઞાનિકોએ ટામેટા, સલાડ,લીલુ સલણ,સ્ટ્રોબેરી, અનેક જાતના ફુલોની ઉપજ અને કાકડીનું હાઈડ્રોપોનિક્સ સિસ્ટમથી છત્તીસગઢમાં બતાવ્યું છે.

ખેડૂતો વધ્યા જમીન ઘટી

2001-02માં 1.06 કરોડ, 2005-06માં 1.02 કરોડ હેક્ટર, 2010-11માં 98.98 લાખ હેક્ટર, 2017-18માં 94 લાખ હેકટર અને 2025 સુધીમાં ઘટીને 86 લાખ હેકટર ખેતીની જમીન થવાની ધારણા છે. જમીન ઉદ્યોગ, બિનખેતી, નકામી બની છે અથવા પડતર બની છે. આમ 15 લાખ હેક્ટર ખેતીની જમીન ભાજપના લાંબા શાસનમાં ઘટી છે. ભાજપ સરકારે ખેતીની જમીન આંચકી લેવાનો કાયદો લાગુ પાડ્યો છે તેનાથી ખેતીની જમીન વધારે ઓછી થઈ રહી છે.

ઘટેલી જમીન પર જો કેળાની ખેતી કરવામાં આવી હોય તો માથા દીઠ ગુજરાતના તમામ લોકોને 3 કિલો કેળા રોજ આપી શકાયા હોત.

ખરાબ સ્થિતિ

વિશ્વની 20 ટકા વસ્તી ધરાવતા ભારતમાં વિશ્વની કુલ ખેતીલાયક જમીનમાંથી ફક્ત 7 ટકા જમીન જ છે. દેશની સરખામણીએ ગુજરાતમાં 5 ટકા છે. 1970થી શહેરીકરણને પગલે દેશમાં ખેતીલાયક જમીન સતત ઘટી રહી છે. પરિવારદીઠ સરેરાશ જમીનની માલિકી 2015-16માં 1.1 હેક્ટર હતી. ત્રણ વર્ષ અગાઉ 1.6 હેક્ટર હતી. ભારતમાં ત્રીજા ભાગના ખેડૂતો પાસે એક હેક્ટર કરતાં પણ નાનાં ખેતર છે. 60 ટકા ખેડૂતો અડધો હેક્ટર કરતાં પણ નાનાં ખેતર ધરાવે છે. ફક્ત 13 ટકા પરિવારો પાસે બે હેક્ટર કરતાં વધુ જમીન છે.

મોંઘવારીની અસર બાળકો અને મોટેરાઓના આરોગ્ય પર પણ પડી રહી છે
છેલ્લા સમયમાં ચીજવસ્તુઓના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ગ્રામીણ ગુજરાતમાં ખાદ્યપદાર્થોના ભાવનો ફુગાવાનો દર એક વર્ષમાં લગભગ બમણો થયો છે. જે શહેરી ગુજરાત કરતાં વધુ છે. ગ્રામીણ પરિવારોમાં કઠોળ, શાકભાજી અને દૂધનો વપરાશ ઓછો થયો છે. નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે તેનાથી સ્વાસ્થ્ય પર વધુ અસર થઈ શકે છે. ખેડૂતો, ખેત મજૂરો અને ગ્રામઉદ્યોગ અને પશુપાલકો માટે કપરા દિવસો ચાલી રહ્યાં છે.

ગ્રામીણ ખેડૂતો અને ખેત મજૂરો વધતી જતી મોંઘવારીનો ભોગ બની રહ્યા છે. માસિક રૂ. 10,000ની આવક ભોજન, ભાડું, ચા, દૂધ, તમાકું, વીજળીના બિલ, બીજા બીલ, બળતણના લાકડા કે એલપીજી સિલિન્ડર પાછળ જાય છે. લોકો દિવસમાં માત્ર એક જ શાક બનાવી શકે છે.

દૂધ હવે ચા બનાવવા અને બાળકોને થોડું આપવા માટે જ ખરીદવામાં આવે છે. મોંઘી દાળ ખરીદી શકતા નથી.જે દિવસે કમાણી ન થાય તે દિવસે ક્યારેક મરચું અને મીઠું સાથે રોટલી ખાય છે. ક્યારેક દાળ અને ભાત હોય છે. મજૂરી ન મળે કે ખેતરની કમાણી ન હોય ત્યારે આપણે શું ખાઈશું, એવો પ્રશ્ન આવીને ઉભો રહે છે?

સારા દિવસો હોય છે, ત્યારે તેને મનરેગા (મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ) હેઠળ કામ મળે છે અને 100થી 200 રૂપિયા કમાય છે. મજૂરી ન મળે ત્યારે સૂકી રોટલી ખાવી પડે છે.

મોંઘવારી ઘણી વધી ગઈ છે, ગ્રામીણ ગુજરાતમાં કોઈને પૂછો, આ બધાનો જવાબ છે. છેલ્લા બે મહિનામાં વધતી જતી મોંઘવારીએ તમામ જરૂરી ખાદ્ય ચીજોના ભાવમાં વધારો કર્યો છે.

રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલય, આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા 13 મેના રોજ બહાર પાડવામાં આવેલ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) દર્શાવે છે કે એપ્રિલ 2022ના મહિના માટે ગ્રામીણ ભારતમાં કામચલાઉ ફુગાવાનો દર 8.38 ટકા હતો. જે શહેરી વિસ્તારોમાં 7.09 ટકા હતો. આમ હવે શહેરો કરતાં ગામડાઓ મોંઘવારી વધું છે આવું ભાગ્યે જ અર્થતંત્રમાં થયું છે.

એપ્રિલ 2022 માટે ગ્રામીણ ભારતનો ફુગાવાનો દર 8.38 ટકા હતો જે આગલા મહિને 7.66 ટકા હતો. ગયા વર્ષની સરખામણીમાં આ ઘણો મોટો ઉછાળો છે. એપ્રિલ 2021માં CPI 3.75 ટકા હતો. ગ્રામીણ ભારત માટે કન્ઝ્યુમર ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ (CFPI) એપ્રિલ 2022માં 8.50 ટકા નોંધાયો હતો. માર્ચ 2022માં તે 8.04 ટકા હતો. કન્ઝ્યુમર ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ ગયા વર્ષે એપ્રિલ 2020-21માં 1.31 ટકા હતો.

ગ્રામીણ ફુગાવો શહેરી ફુગાવા કરતાં વધુ ઝડપી છે. ગ્રામીણ વિસ્તારોમાં ભાડા પર રહેતા હોય એવું ઓછું છે. સિંગતેલ, રાયડી તેલ, બીટી કપાસીયા તેલ અને પામ ઓઈલ જેવા ખાદ્ય તેલ સહિત વિવિધ કોમોડિટીના ભાવમાં ભારે વધારો થયો છે.

ઉદાહરણ તરીકે, મસૂર દાળ (લાલ મસૂર) ની કિંમત એક વર્ષ અગાઉ 84.34 રૂપિયા પ્રતિ કિલોગ્રામથી વધીને 9 મે 2022ના રોજ 96.77 રૂપિયા થઈ ગઈ છે. ટામેટાના ભાવ ગયા વર્ષના 17.93 રૂપિયાથી વધીને 38.26 રૂપિયા થયા છે. દૂધના ભાવ રૂ. 47.85 પ્રતિ લિટરથી વધીને રૂ. 51.38 પ્રતિ લિટર થયા છે.

મોંઘવારીથી શાકભાજી અને દૂધ જેવા ખાદ્યપદાર્થો ગ્રામીણ વિસ્તારોમાં ફૂડ બાસ્કેટમાં રહ્યાં નથી. દૂધ અને પ્રોટીન ગાયબ થઈ ગયું છે. 50 રૂપિયાની શાકભાજી હવે 100માં આવે છે. ખેતરોમાં જે ખર્ચ કરે છે તેનાથી ખોરાકમાં દોઢ ગણો વધુ ખર્ચ કરવો પડે છે.

બાળકોને ઘર અને આંગણવાડીઓમાં પૂરતો ખોરાક મળતો નથી. છેલ્લા બે વર્ષમાં રોગચાળામાં રોજી ગુમાવી હવે રોટી પણ ગુમાવી છે. ગરીબ કલ્યાણકારી યોજનાઓ અને સરકારી રાશન તેમને ઓછું મળે છે અને તેના પર જીવે છે.

ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો ઉદ્દેશ્ય દર મહિને વ્યક્તિ દીઠ 5 કિલો ઘઉં અથવા ચોખા તેમજ કુટુંબ દીઠ મહિને એક કિલો આખા ગ્રામ મફત આપવાનો છે.ભારતમાં 80 કરોડ અને ગુજરાતમાં 6 કરોડ લોકોને અનાજ આપવામાં આવતું હોવાનો દાવો છે. લોકોનું જીવન રાસનના અનાજ અને મનરેગા પર ચાલી રહ્યું છે. ખેતી મોંઘી થઈ છે. જ્યાં માણસના સ્થાને ડિઝલથી ચાલતાં મશીનો આવી ગયા છે તેથી મજૂરી ઊંચી તો ગઈ છે પણ મજૂરીના વર્ષના દિવસો અડધા થઈ ગયા છે.

કોવિડ-19  અને આર્થિક મંદીએ કઠોળ, શાકભાજી અને ઈંડા જેવી વધુ મોંઘી ખાદ્ય ચીજોનો વપરાશ ઘટી ગયો છે. વધતી જતી મોંઘવારીએ ગ્રામીણ ઘરોમાં છોકરીઓના શિક્ષણને પણ અસર કરી છે. ઘણાં પરિવારોમાં પુત્રોને શિક્ષણ મળે છે પુત્રીને નહીં. વાત આજે સાચી પડી

ડિસેમ્બર 2021થી જાન્યુઆરી 2022 ની વચ્ચે. રાઈટ ટુ ફૂડ કેમ્પેઈન અને સેન્ટર ફોર ઈક્વિટી સ્ટડીઝ દ્વારા હાથ ધરાયેલા હંગર વોચ-II સર્વે મુજબ, 10માંથી 8 ભારતીય પરિવારોએ રોગચાળા દરમિયાન અમુક પ્રકારની ખાદ્ય અસુરક્ષાની જાણ હતી. 25 ટકા લોકોએ ગંભીર ખાદ્ય અસુરક્ષાની જાણ હતી. મોટા ભાગના પરિવારોએ મહિનામાં બે કે ત્રણ વખતથી વધુ પૌષ્ટિક ખોરાક ખાતા નથી. માત્ર 27 ટકા ઉત્તરદાતાઓએ અઠવાડિયામાં એક કરતા વધુ વખત ઈંડા, માંસ, દૂધ, ફળો અને ઘેરા લીલા પાંદડાવાળા શાકભાજી ખાવાની જાણ કરી.

ત્રણ વર્ષ સુધીના બાળકનો વિકાસ આજીવન પરિણામ નક્કી કરે છે.પોષણક્ષમ ખોરાક ન મળે તો, બાળક શારીરિક અને માનસિક પરિસ્થિતિઓથી પીડાઈ શકે છે, જે તેમની ઉત્પાદકતાને મર્યાદિત કરી શકે છે. આ બાબત ગુજરાતના ભાવિ નાગરીકો માટે ખરતો બતાવે છે. જેની અસર 65 વર્ષની સરેરાશ આયુષ્ય સુધી રહેવાની છે. એનિમિયા એ ચિંતાનો વિષય છે.

ગામડામાં 2020-21માં 6-59 મહિનાની વયજૂથના 68.3 ટકા બાળકો એનિમિયા ધરાવતા જોવા મળ્યા હતા. છેલ્લા પાંચ વર્ષમાં આ 15 ટકાનો વધારો છે. 2015-16 દરમિયાન 59.5 ટકા બાળકો એનિમિક હોવાનું જણાયું હતું. નવા પક્ષની સરકારમાં તેમાં 13-14 ટકારો વધારો થયો છે.

વધતી જતી મોંઘવારીનો કોઈ તાત્કાલિક ઉકેલ નથી. સસ્તા અનાજ પર લોકોએ લાંબો સમય સુધી રહેવું પડે એવું લાગી રહ્યું છે. ભૂખ સૂચકાંક અને વાસ્તવિક પોષણની ખામીઓ વધુ વધશે. ગુજરાત સરકારે માત્ર ચોખા અને ઘઉં આપવાના બદલે સારો ખોરાક, લીલાશાકભાજી અને ઇંડા-મરઘા એપીએમસીથી મફત આપવા જોઈએ.  અનાજની, તેલની અને કઠોળની વ્યવસ્થા વધારવી પડશે. જે માંગે તેને આ બધું તુરંત આપવાનું શરૂ કરવું જોઈએ.

લવંડરની ખેતીથી 5થી 6 ગણી આવક મળી શકે છે
કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રિયલ રિસર્ચ-ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ટિગ્રેટિવ મેડિસિન જમ્મુ અને કાશ્મીરમાં ડોડામાં ભદરવાહ લવંડરને પ્રોત્સાહન આપવા માટે ઉત્સવ શરૂ કર્યો છે.

લવંડરની સુગંધથી ડોડાના ખેડૂતોને ફાયદો થયો છે. ગુજરાતમાં તમામ પ્રકારના ફૂલોની 20 હજાર હેક્ટરમાં 2.40 કરોડ ટન ફૂલની ખેતી થાય છે. જે 20 વર્ષ પહેલા 5 હજાર હેક્ટરમાં પાક થતો હતો. મધ્ય ગુજરાતમાં સૌથી વધારે ફૂલોની ખેતી થાય છે. નવસારી અને આણંદ ફૂલોની ખેતીમાં આગળ છે.

CSIR-AROMA ગુજરાત સહિત દેશભરના ખેડૂતો અને ઉત્પાદકોને નિસ્યંદન અને મૂલ્યવર્ધન માટે તકનીકી અને માળખાકીય સહાય પૂરી પાડે છે. વૈશ્વિક વેપાર માટે આવશ્યક તેલ અને સુગંધ મહત્વનું બની રહ્યાં છે.  તે માટે કૃષિ ટેકનોલોજી વિકસાવી છે. લવંડર પાકની ખેતી, પ્રક્રિયા, મૂલ્યવર્ધન અને માર્કેટિંગ માટે મફત ગુણવત્તાયુક્ત વાવેતર સામગ્રી અને એન્ડ-ટુ-એન્ડ ટેકનોલોજી પેકેજ પ્રદાન કરે છે.

એરોમા મિશન હેઠળ વિવિધ સ્થળોએ 50 નિસ્યંદન એકમો સ્થાપ્યા છે. લવંડરની 200 એકરથી વધુ જમીનમાં ખેતીએ જમ્મુ અને કાશ્મીરના ભૌગોલિક રીતે દૂરના વિસ્તારોમાં લગભગ 5,000 ખેડૂતો અને યુવા ઉદ્યોગ સાહસિકોને રોજગારી આપી છે.

લવંડરને એકવાર વાવેતર કર્યા પછી 10 થી 12 વર્ષ સુધી રહે છે. બારમાસી પાક છે. તે ઓછા પાણીએ બંજર જમીન પર પણ ઉગાડી શકાય છે. અન્ય પાકો સાથે પણ ઉગાડી શકાય છે. લવંડર એ યુરોપિયન પાક છે.  ફાયદો જોઈને હજારો ખેડૂતો લવંડર ફાર્મિંગ કરવા ઈચ્છે છે. ડોડા એ ભારતની પર્પલ રિવોલ્યુશન એટલે કે અરોમા મિશનનું જન્મસ્થળ છે.

કૃષિ વૈજ્ઞાનિકો કહે છે કે લવંડરની ખેતી કરતા ખેડૂતો પરંપરાગત પાકોની સરખામણીમાં 5-6 ગણી વધુ આવક  4થી 5.00 લાખ પ્રતિ હેક્ટર મેળવે છે.

ચાલો આપો જવાબ- આણંદ દૂધ વધારે પેદા કરે કે ઇંડા?
(દિલીપ પટેલ) ગુજરાતને શાકાહારી રાજ્ય તરીકે ગણવામાં આવે છે. તેના કારણે જ ગિરમાં સિંહો બચી શક્યા છે તેવું સંશોધન થયું છે. અહીં લોકો કૃષ્ણ ભક્ત છે અને દૂધનો વધારેમાં વધારે ઉપયોગ કરે છે. આણંદ દેશમાં સફેદ ક્રાંતિ માટે જાણીતું છે. બઘા જાણે છે કે અમૂલ કંપની આણંદમાં છે. હવે સ્વાભાવિક છે દેશ અને દુનિયાની સૌથી મોટી ડેરી જે શહેરમાં હોય ત્યાં દૂધ સૌથી વધુ ઉત્પાદિત થાય. પરંતુ ઘણીવાર આપણે જે માનીએ છીએ તો સાચું ન પણ હોય. તો ચાલો જાણીએ આણંદ દૂધ વધારે પેદા કરે છે કે ઇંડા.

દૂધ અને ઇંડા શ્રેષ્ઠ આહાર માનવામાં આવે છે. ગુજરાતમાં જાહેરમાં ઇંડા કે નોનવેજ ખાવું તેનો છોછ હતો. પરંતુ હવે તેવું રહ્યું નથી. જે જ્ઞાતિઓ નોનવેજ ખાતી ન હતી તે પણ ખાતી થઇ ગઇ છે. તે પણ જાહેરમાં લારી પણ ઊભા રહીને તે ખવાય છે. હવે તો દરેક મોટા શહેરમાં નોનવેજના ઝોન બની ગયા છે. ઇંડાને તો મોટાભાગના લોકો નોનવેજમાં ગણતા પણ નથી.  ગુજરાતમાં 2020-21માં 1.59 કરોડ ટન 1590 કરોડ કિલો દૂધ પેદા થાય છે. અને 300 કરોડ ઇંડા પેદા થાય છે.

અમૂલ ડેરીના કારણે વિશ્વમાં એવી છાપ છે કે આણંદ જિલ્લો દૂધના ઉત્પાદનમાં એક નંબર પર છે. પણ એવું નથી. દૂધ પેદા કરવામાં આણંદ 4 નંબર પર છે. 8.09 કરોડ ટન દૂધ પેદા થાય છે. પહેલા નંબર પર બનાસકાંઠા છે જે 26.82 કરોડ ટન દૂધ પેદા કરે છે. બીજા નંબર પર મહેસાણા અને ત્રીજા નંબર પર સાબરકાંઠા છે. 5 નંબર પર ખેડા છે. 33 જિલ્લામાં કચ્છ પછી 8માં નંબર પર રાજકોટ છે.

ગુજરાતમાં ઇંડા ફેક્ટરીમાં 200 કરોડ અને ઘરની મરઘી 100 કરોડ ઇંડા આપે છે. પહેલા નંબર પર ઇંડા ફેક્ટરીમાં આણંદમાં 84 કરોડ ઇંડા પેદા થાય છે. બીજા નંબર પર ભાવનગર આવે છે જ્યાં 30 કરોડ ઇંડા ફેક્ટરીમાં પેદા થાય છે. ભાવનગરમાં જૈન ધર્મનો સૌથી વધારે પ્રભાવ પાલિતાણામાં છે. છતાં ભાવનગર અહિંસામાં માનતું નથી. ત્રીજા નંબર પર અમદાવાદમાં 12 કરોડ ઇંડા પેદા થાય છે. 4 નંબર પર વલસાડ આવે છે.