Ankit Desai - Khabarchhe

બે પરિવારમાં વિવાદ, 5ની હત્યા, પરંતુ પોલીસને કરવી પડી રહી છે સુલતાનની સેવા
મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ત્યાંની સ્થાનિક પોલીસે સુલતાન નામના એક કૂતરાની વિશેષ ખાતીરદારી કરવી પડી રહી છે. કિસ્સો એમ બનેલો કે સાગર જિલ્લાના છોટી બજરિયા પોલીસ ચોકીના વિસ્તારમાં ગયા મહિને 21મી જૂને બે પરિવારો વચ્ચે ઝગડો થયો અને એમાં પાંચ લોકોની આમને સામને ક્રૂર હત્યા થઈ હતી.

આ ઘટના પછી જે બે પરિવારો વચ્ચે ખૂનામરકી થઈ હતી એ પરિવારોના દોષિત લોકોને જેલમાં મોકલી દેવાયા હતા. આ કારણે થયેલું એવું કે પરિવારોના તમામ લોકોએ જેલમાં જવું પડ્યું હતું. પરંતુ મોકાણ ત્યારે થઈ જ્યારે બેમાંથી એક પરિવારનાં એક કૂતરાનો કોઈ રખેવાળ ન મળ્યો. પરિવારના બધા સભ્યો જેલમાં જતા રહ્યા પછી ત્રણ દિવસ સુધી સુલતાન નામનો લેબ્રાડોર ભૂખ્યો, તરસ્યો રહ્યો હતો. આશ્ચર્યની વાત એ હતી કે છોટી બજરિયા વિસ્તારના લોકો એ કૂતરાને રાખવા કે તેને ખવડાવવા તૈયાર નહોતા. આથી પોલીસે એ કૂતરાને સંદર્ભે નિર્ણય લેવો પડ્યો પોલીસ છોટી બજરિયા પોલીસ ચોકીમાં એ શ્વાનને લઈ આવી.

આમ છેલ્લા કેટલાક દિવસોથી એવું થયું છે કે સાગર જિલ્લાની છોટી બજરિયા પોલીસે માત્ર માણસોની જ નહીં, પરંતુ કૂતરાની પણ દેખભાળ કરવી પડી રહી છે. જોકે પોલીસનું કહેવું છે કે આટલા દિવસો પછી હવે સુલતાન નામનો એ શ્વાસ પોલીસ ચોકીનો જ સભ્ય બની ગયો છે અને આખો દિવસ એ શ્વાન બધા સાથે ખૂબ પ્રેમથી રહે છે. પોલીસ તેને ખાવામાં બ્રેડ અને દૂધ આપે છે તો ક્યારેક તેને કોઈક વિશેષ ખોરાક પણ મળે છે.

બીજા લગ્ન કરનારને કોર્ટે કહ્યું-પહેલી પત્નીને 50 લાખ આપો, બીજી પત્ની 10 લાખ આપે
બિહાર હાઈકોર્ટમાં આઈઆરએસ ઑફિસર જ્ઞાનેન્દ્ર ત્રિપાઠી અને તેમની પત્ની વચ્ચેની તકરારનો કેસ ચાલી રહ્યો હતો, જેના ચુકાદામાં કોર્ટે આઈઆરએસ ઑફિસરને પચાસ લાખ રૂપિયા વળતર પેઠે ચૂકવવાનો આદેશ કર્યો છે. પત્ની હોવા છતાં બીજા લગ્ન કરવા માટે જ્ઞાનેન્દ્ર ત્રિપાઠીને આ ફટકાર લગાવી છે.

આ વિચિત્ર ચુકાદામાં કોર્ટે જ્ઞાનેન્દ્ર ત્રિપાઠીની બીજી પત્નીને પણ દસ લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો. જે ચુકાદા હેઠળ હવે ઓફિસર જ્ઞાનેન્દ્ર ત્રિપાઠીએ છ હપ્તામાં તેમની આગલી પત્નીને પચાસ લાખ ચૂકવવાના રહેશે. તો તેમની બીજી પત્નીએ પતિની આગલી પત્નીને બે હપ્તામાં દસ લાખ રૂપિયા ચૂકવવાના રહેશે.

ઉલ્લેખનીય છે કે અધિકારી જ્ઞાનેન્દ્ર ત્રિપાઠીની બીજી પત્ની શ્વેતા મિશ્રા પણ દંડાધિકારીના પદ પર ઉચ્ચ અધિકારી તરીકે કામ કરે છે. આ કેસ દરમિયાન બિહાર સરકારે શ્વેતા મિશ્રાને તેના પદ પરથી હટાવવાનો નિર્ણય કર્યો હતો, જેને શ્વેતાએ કોર્ટમાં પડકાર્યો હતો. જોકે કોર્ટે એ કિસ્સામાં શ્વેતાની તરફેણમાં ચુકાદો આપ્યો હતો, જેથી હવે શ્વેતા તેની સરકારી નોકરી કરી શકશે.

હાઈકોર્ટના આ ચુકાદા બાદ કોર્ટે ત્રણેય લોકોને એકબીજા પર લગાવાયેલા અરોપો અને કેસો પાછા લઈ લેવાની સલાહ આપી છે. પરંતુ પત્નીની પહેલી પત્નીને બીજી પત્ની દ્વારા પણ વળતર આપવામાં એવો ચુકાદો સાંભળીને અનેક લોકોને આશ્ચર્ય થયું હતું.

દેશ માટે આ યુવતી છોડશે ફિલ્મ ઈન્ડસ્ટ્રી
મૂળ મથુરાની રિશ્મા ભારદ્વાજ નામની યુવતીનું ઈન્ડિયન નેવીમાં સિલેક્શન થયું છે. જોકે આશ્ચર્યની વાત એ છે કે રિશ્મા ભારદ્વાજ તામિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે અને તેણે એક ફિલ્મમાં મુખ્ય ભૂમિકા પણ ભજવી છે. આ તો ઠીક રિશ્મા ઈન્ફોસિસ માટે પણ સિલેક્ટ થઈ હતી, પરંતુ હવે તે આ બધી ગ્લેમરસ બાબતોથી દૂર થઈ જશે અને માત્ર દેશ સેવા જ કરશે.

ઉલ્લેખનીય છે કે મથુરા જિલ્લાના બલીપુર ગામની રેશ્મા ભારદ્વાજના પિતા ડૉ મુકેશ કુમાર ભારદ્વાજ પણ લશ્કર સાથે જોડાયેલા છે અને તેઓ ભારતીય વાયુસેનામાં તેમની સેવા આપી રહ્યા છે. હાલમાં ડૉ. મુકેશ ભારદ્વાજ એરફોર્સમાં ગ્રુપ કેપ્ટન તરીકેની ભૂમિકા ભજવી રહ્યા છે. પિતાની જેમ રેશ્માએ પણ નાનપણથી દેશસેવાનું સપનું સેવ્યું હતું અને આ માટે વર્ષોથી તે તૈયારીઓ કરી રહી હતી.

આ દરમિયાન રેશ્માએ બીટેક કર્યું હતું અને વીસ વર્ષની ઉંમરે નેવીની પરીક્ષા આપી હતી, જે પહેલા જ પ્રયત્ને પાસ કરી લીધી છે. નેવીમાં સબ લેફ્ટનન્ટ તરીક નિયુક્ત થયેલી રેશ્મા ઘણી ફિલ્મોમાં અભિનય કરી ચૂકી છે. ‘નગાલ’ નામની તમિલ ફિલ્મમાં તો તેણે મુખ્ય અભિનેત્રીનો પણ રોલ કર્યો હતો. તો સાથોસાથ તે ઈન્ફોસિસમાં જોડાઈને આઈટી ક્ષેત્રમાં પણ પોતાનું કામ કરી રહી હતી.

જોકે હવે નેવીમાં સિલેક્ટ થઈ ગયા બાદ તે આઈટી સેક્ટર અને ફિલ્મો અમે બંનેને અલવિદા કહી રહી છે. હવે તે માત્ર દેશ સેવા જ કરશે.

આ ડૉક્યુમેન્ટ્સ નહીં હોય તો તાત્કાલિક ચલણ નહીં ફાડી શકે પોલીસ
નવો મોટર વિહિકલ એક્ટ લાગુ પડ્યા પછી વાહનોનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, ઈન્શોરન્સ સર્ટિફિકેટ, પોલ્યુશન અંડર કંટ્રોલ સર્ટિફિકેટ, ડ્રાઈવિંગ લાયસન્સ અને પરમિટ સર્ટિફિકેટ તાત્કાલિક ન બતાવવા પર તોતિંગ દંડની ખબરો આજકાલ મીડિયામાં ખૂબ ચગી છે. જોકે સેન્ટર મોટર વેહિકલ રૂલ્સ પ્રમાણે જો તમે એ ડોક્યુમેન્ટ્સ તરત નહીં બતાવશો તો એ ગુનો ગણાતો નથી.

સુપ્રીમ કોર્ટના સિનિયર એડવોકેટ વિનય કુમાર ગર્ગ અને એડવોકેટ રોહિત શ્રીવાસ્તવે આ સંદર્ભે કહ્યું છે કે સેન્ટ્રલ મોટર વેહિકલ રૂલ્સના નિયમ 139માં એ જોગવાઈ છે કે વાહનચાલકને ઉપરોક્ત દસ્તાવેજો રજૂ કરવા માટે પંદર દિવસનો સમય આપવામાં આવ્યો છે એની વાત લખવામાં આવી છે. આ કારણે ઉપર જણાવ્યા મુજબનું એક પણ ડોક્યુમેન્ટ વાહનચાલક પાસે નહીં હોય તો ટ્રાફિક પોલીસ કે આરટીઓ અધિકારી તાત્કાલિક અસરથી વાહનનું ચલણ ફાડી શકશે નહીં. બલ્કે વાહનચાહક પંદર દિવસની અંદર તેના દસ્તાવેજ રજૂ કરી શકશે.

એડવોકેટ શ્રીવાસ્તવે એમ પણ કહ્યું છે કે મોટર વેહિકલ એક્ટ  2019ની કલમ 158 મુજબ એક્સિડન્ટ થવા પર કે કોઈક વિશેષ મામલામાં પણ વાહનચાલકને તેના જરૂરી દસ્તાવેજ બતાવવાનો સમય સાત દિવસનો અપાયો છે. બીજી તરફ ટ્રાફિકના કાયદાના જાણકાર લૉ પ્રોફેસર ડૉ. રાજેશ દુબેનું કહેવું છે કે જો ટ્રાફિક પોલીસ આરસીબુક, ડ્રાઈવિંગ લાયસન્સ, ઈન્શોરન્સ સર્ટિફિકેટ, પોલ્યુશન અંડર કંટ્રોલ સર્ટિફિકેટ અને પરમિટ સર્ટિફિકેટ તાત્કાલિક ન બતાવી શકવા પર દંડ વસૂલવાની જિદ્દ કરે છે તો વાહનચાલક તેનો પ્રતિકાર કરી શકે છે.

આ તો ઠીક જો ટ્રાફિક પોલીસ કે આરટીઓ અધિકારી વાહનચાલકનું ચલણ ફાડે છે અને વાહનચાલકને એમ લાગે કે તેનું ચલણ ખોટી રીતે ફાડવામાં આવ્યું છે તો વાહનચાલકે ચલણ ભરવું જ એવું જરૂરી નથી. એ કંઈ કોર્ટનો આદેશ નથી. આથી વાહનચાહક કોર્ટમાં આ નિર્ણયને પડકારી શકે છે. જો કોર્ટને એમ લાગશે કે વાહનચાલકને પંદર દિવસનો સમય નથી અપાયો તો કોર્ટ એ દંડ માફ કરી શકે છે.

હિમાલયન વાયેગ્રાની લાલચમાં આ રીતે થઈ રહ્યું છે હિમાલયને નુકસાન
એશિયા અને ઈન્ટરનેશનલ બજારમાં દુર્લભ હિમાલયન વાયેગ્રાની ભારે માગ છે, જેને લઈને સેંકડો લોકો કીડા ઝાડી અથવા યાર્સાગુમ્બાને નામે ઓળખાતી હિમાલયન વાયેગ્રાની શોધમાં હિમાલયના પહાડોમાં ભટકે છે. પરંતુ ઉત્તરાખંડ વનવિભાગ તરફથી કરાયેલા એક સંશોધનમાં આ સંદર્ભે કહેવાયું છે કે આ જડીબુટીને જો અયોગ્ય રીતે કાઢવામાં આવશે અને તેને સંબંધિત ગેરકાયદેસર ગતિવિધિઓ ચાલુ રહેશે તો હિમાલયને મોટું નુકસાન થશે.

વનશોધ શાખા તરફથી રજૂ કરવામાં આવેલા એક પત્રમાં જણાવાયું હતું કે હિમાલયન વાયેગ્રાને અવૈજ્ઞાનિક રીતે મેળવવાને લીધે હિમાલયની બીજી વનસ્પતીને ઘણું નુકસાન થયું છે. આ ઉપરાંત ઉંચાઈઓ પર માનવીય ગતિવિધિને કારણે કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ પણ ઘણું વધી રહ્યું છે. પિથોરાગઢ જિલ્લામાં ઘારચૂલા બ્લોકમાં કરવામાં આવેલા એક અધ્યયનમાં આ ખુલાસો થયો છે કે ત્યાંના કુલ અગિયાર ગામોમાં મે અને જૂન મહિનામાં હિમાલયન વાયેગ્રાથી 7.1 કરોડની કમાણી થઈ છે.

ઉલ્લેખનીય છે કે હિમાલયન વાયેગ્રાની શોધમાં સેંકડો માણસો ઉનાળા દરમિયાન હિમાલયની ઉંચાઈઓ પર જાય છે. આ દરમિયાન સેંકડો તંબુ નાંખવામાં આવે છે અને એ લોકો પોતાના ખોરાક કે ગરમી માટે સેંકડો ટન લાકડું સળગાવે છે, જેને કારણે ત્યાંની સ્થાનિક વનસ્પતિને પણ નુકસાન થાય છે અને ત્યાંની હવામાં કાર્બન ડાયોક્સાઈટનું પ્રમાણ વધે છે, જેને કારણે ગ્લેસિયર્સને અસર થાય છે. શોધમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આ પ્રવૃત્તિ પર પગલા નહીં લેવાય તો હિમાલયની ઋતુઓ અને ગ્લેશિયર પર ગંભીર અસરો થશે. તેમજ હિમાલયન વાયેગ્રાની વનસ્પતી પર પણ તેની ઘેરી અસરો થશે અને આવનારા સમયમાં તેને પ્રાપ્ત કરવું મુશ્કેલ થઈ જશે.

તમને જણાવી દઈએ કે આંતરરાષ્ટ્રીય બજારમાં હિમાલયન વાયેગ્રાના એક ગ્રામનાં સો ડૉલર્સ ઉપજે છે એટલે કે એક ગ્રામના સાતહજાર રૂપિયાનો ભાવ આ વાયેગ્રા ધરાવે છે.

એક IPS હોટેલમાં એકલી તરછોડી ગયો માને, આઠ મહિના પછી પાછો આવ્યો અને...
ઉજજૈનમાં હાલમાં એક વિચિત્ર કિસ્સો ધ્યાનમાં આવ્યો છે, જેમાં દિલ્હીનો એક IPS ઉજ્જૈનની એક હોટેલમાં તેની માતાને એકલી છોડી ગયો હતો. જેને કારણે લાચાર માતાએ છેલ્લાં આઠ મહિનાથી વિકલાંગો માટેના સેવાગ્રામમાં રહેવું હતું.

ઉલ્લેખનીય છે કે દિલ્લી નિવાસી અવિનાશ જોશી ડિસેમ્બર 2018માં તેમની માતા તારા સાથે ઉજ્જૈન આવ્યા હતા અને ત્યાંની એક હોટેલમાં રોકાયા હતા. 2004ની બેચના પાસઆઉટ આ IPS હમણાં આવું છું એમ કહીને ત્યાંથી નીકળી ગયા હતા, પરંતુ કલાકો સુધી તેઓ ત્યાં આવ્યા ન હતા. ત્યાર પછી તેમની મા એક મહિના સુધી હોટેલમાં રોકાઈ હતી, પરંતુ તેમની પૈસા પૂરા થઈ જતા હોટેલ માલિકે ઉજ્જૈનના કલેક્ટરને આ વાતથી માહિતગાર કર્યા હતા.

ક્લેક્ટર અને મહિલા સશક્તિકરણ અધિકારીએ તેમને શરૂઆતમાં વન સ્ટોપ સેન્ટરમાં રાખ્યાં હતાં, પરંતુ પાછળથી તેમને સેવાગ્રામ આશ્રમમાં શિફ્ટ કરાયા હતાં. જોકે પાછળથી આશ્રમના સંચાલક સુધીરભાઈ ગોયલ અને ઉજ્જૈનના સમાજ સેવક યશંવત ભંડારીએ અવિનાશ જોષીનો સંપર્ક કર્યો હતો અને તેમને તેમની માની કફોડી હાલતથી અવગત કરાવ્યા. જેના પરિણામ સ્વરૂપે અવિનાશ જોશી તેમની માતાને લેવા આવ્યા અને ફરી પોતાની સાથે દિલ્હી લઈ ગયા.

જોકે આ રીતે કોઈ IPS તેની માતાને એકલી મૂકી જાય એ અજુગતુ કહેવાય. સુધીરભાઈએ એ વિશે તપાસ કરી તો તેમને માલુમ થયું કે અવિનાશની પહેલી પોસ્ટિંગ નકસલ પ્રભાવિત વિસ્તારમાં થઈ હતી. ત્યાર પછી હાલમાં તે ઘણા સમયથી સસ્પેન્ડેડ છે. પરંતુ તેની માતાને જાનનો ખતરો હતો, જેના કારણે તેમણે આ પગલું ભર્યું.

તમારી નહાવાની રીત પરથી જાણો તમારી પર્સનાલિટી વિશે
કેટલીક બાબતો આપણે શબ્દોના માધ્યમથી ભલે કહી ન શકતા હોય, પરંતુ આપણી બોડી લેંગ્વેજ તેમજ કામ કરવાની આપણી રીતો આપણી પર્સનાલિટી અને સ્વાભાવ વિશે ઘણુંબધું કહી જતી હોય છે. એટલે જ આજે અમે તમને કહેવાના છીએ કે તમારી નહાવાની રીત શું કહે છે તમારી પર્સનાલિટી વિશે.

જો નહાતી વખતે તમે ચહેરો સૌથી પહેલાં ધોતા હો તો એ બાબત ઈશારો કરે છે કે તમે તમારી ઈમેજ બાબતે અત્યંત ગંભીર છો અને તમને લોકો કઈ રીતે જોઈ રહ્યા છે એ બાબતનો તમે સતત વિચાર કરતા રહો છો. સાથે જ તમે ક્યારેય તમારા માટે થયેલી ટીકાને પણ સ્વીકારી શકતા નથી.

જો તમે તમારા હાથ અથવા પગથી નહાવાની શરૂઆત કરો છો તો એ બાબત એવો ઈશારો કરે છે કે તમે અત્યંત નમ્ર સ્વભાવના છો ને જરૂર પડ્યે તમારો અવાજ બૂલંદ કરતા તમે ખચકાતા નથી.

અથવા જો તમે ચેસ્ટ એરિયા સૌથી પહેલાં ધૂઓ છો તો તેનો મતલબ એમ થાય છે કે તમે પોતાનામાં મસ્ત રહો છો અને જીવન પ્રત્યે અત્યંત સ્પષ્ટ અભિગમ દાખવો છો. અને જે લોકો પોતાના પ્રાઈવેટ પાર્ટ્સને ધોઈને કે સાફ કરીને નહાવાની શરૂઆત કરે છે એ લોકો અત્યંત રિઝર્વ નેચરના હોય છે તેમજ પોતાના જીવન કે જીવનને લગતી બાબતોને લઈને તેઓ અત્યંત પઝેસિવ હોય છે. આવા લોકો કેરિંગ પણ હોય છે, પરંતુ તેમની તકલીફ એ હોય છે કે તેઓ પોતાની કેર જતાવી નથી શકતા.

આ સરળ રીતોથી રાખો તમારા બ્લડ સુગરને કંટ્રોલમાં
બ્લડ સુગર ખોરવાય ત્યારે દર્દીએ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. આથી જ બ્લડ સુગરને મેઈનટેઈન રાખવું અત્યંત જરૂરી બની જાય છે. અહીં અમે એવી જ કેટલીક ટિપ્સ લઈને આવ્યા છીએ, જે ટિપ્સ તમારા સુગરને મેઈનટેઈન રાખશે અને એના લીધે તમે રહી શકશો એકદમ સ્વસ્થ.

આ માટે રોજ કસરતો કરવાનું રાખો. જો તમે ભારે કસરતો ન કરી શકતા હો તો વોકિંગ, જોગિંગ અથવા યોગ કરો. આ કારણે તમારું ફેટ કંટ્રોલમાં રહેશે અને ઈન્સુલિન લેવલ પણ કંટ્રોલમાં રહેશે.

તો કાર્બોહાઈડ્રેટ્સ ધરાવતો ખોરાક સદંતર ટાળો. કાર્બ્સ ધરાવતા ખોરાકમાં ગ્લુકોઝ ઘણી માત્રામાં હોય છે, જેને કારણે તમારું સુગર લેવલ ક્યારેય નિયંત્રણમાં નથી રહેતું. એમાંય જેને ભાત કે ચોખા ખાવાની આદત હોય તેમના માટે ખાસ સલાહ કે માત્ર એક જ ટાઈમ ચોખા ખાવાનું રાખો, જેથી તમારું સુગર મેઈનટેઈન રહેશે.આ માટે ખોરાકમાં ફાયબરનું પ્રમાણ વધારો અને ફાયબર હંમેશાં લીલા શાકભાજી અને ફળોમાંથી મળી રહે છે.

સુગરના દર્દીઓ માટે હાઈડ્રેડ રહેવું અત્યંત મહત્ત્વનું છે. આથી દિવસ દરમિયાન જરૂરિયાત મુજબનું પાણી પીતા રહો. એક સ્ટડીમાં એમ પણ બહાર આવ્યું છે કે યોગ્ય માત્રામાં પાણી પીનારાઓનું સુગર લેવલ યોગ્ય માત્રામાં પાણી ન પીનારાઓ કરતા ઘણું સારું છે.

પ્નૅગનન્સિ પછી આ ફૂડને સામેલ કરો તમારા ડાયેટમાં
પ્રૅગનન્સિ પછીનું સ્ત્રીઓનું હેલ્ધી ડાયેટ ન માત્ર માતાના સ્વાસ્થ્ય માટે, પરંતુ બાળકના સ્વાસ્થ્ય માટે પણ એટલું જ મહત્ત્વનું છે. કારણ કે એના પર બાળકના શારીરિક-માનસિક વિકાસ પર પણ આધાર રહેલો છે. તો ચાલો નજર કરીએ એવા ડાયેટ પર, જે તાજી માતા બનેલી સ્ત્રીઓને અત્યંત લાભદાયી થઈ રહે.

મોરિંગાના પાંદડા મહિલાઓ માટે પ્રૅગનન્સિ પછી અત્યંત લાભદાયી હોય છે. જેમાં અત્યંત સારા પ્રમાણમાં વિટામિન એ, બી અને સી હોય છે. સાથે જ એમાં આયર્ન અને કેલ્શિયમ પણ ઘણા વધુ પ્રમાણમાં હોય છે. આવા પોષક તત્ત્વો મહિલાને માનસિક અને શારિરીક રીતે અત્યંત સ્વસ્થ રાખે છે.

દરેક મહિલાઓએ પ્રૅગનન્સિ પછી બદામ ખાવી જોઈએ. બદામમાં રહેલા મિનિરલ્સ અને વિટમિન્સ મહિલાઓને સ્વસ્થ રાખે છે. સાથે જ તે યાદદાસ્ત માટે પણ અત્યંત ઉપયોગી છે. આ ઉપરાંત વધારાનું વજન ઉતારવામાં પણ તે અત્યંત લાભદાયી રહે છે.

લસણમાં એન્ટીઓક્સિડેન્ટ્સ અને એન્ટીબેક્ટોરિયલ ગુણો હોય છે આ કારણે સ્ત્રીઓની ઈમ્યુન સિસ્ટમ અત્યંત મજબૂત થાય છે. સાથે જ લસણને કારણે શરીરમાં ઉદભવતા બેક્ટેરિયા અને કિટાણુંઓનો પણ લસણને લીધે નાશ થાય છે.

તો જીરુ પણ ડિલેવરી પછી દરેક મહિલાએ વધુ પ્રમાણામાં ખાવું જોઈએ. જીરાના આમ તો પાચનથી લઈ લોહીના પરિભ્રમણ સુધીના અનેક લાભો છે, પરંતુ જીરુ શરીરમાં ઊર્જા આપવામાં પણ ઘણું ઉપયોગી થાય છે. આથી શાકમાં જીરાનો ઉપયોગ વધારી દેવો.

આ દિશામાં રાખશો ટીવી તો ક્યારેય નહીં થાઓ ઉદાસ
ટેલિવિઝનની આપણા મન પર સારી અને નરસી અસરો થતી હોય છે, પરંતુ શું તમને ખબર છે કે ટેલિવિઝને પણ વાસ્તુના હિસાબે ગોઠવી શકાય છે? અને એ રીતે ગોઠવીને આપણા મન પર થતી અસરોને ઓછી કરી શકાય છે? જો નહીં ખબર હોય તો ચાલો એક નજર કરીએ એવી કેટલીક ટિપ્સ પર જેને ફૉલો કરશો તો તમે હંમેશાં ખુશ રહેશો અને ક્યારેય ઉદાસીનો ભોગ નહીં બનો.

ટેલિવિઝન માટે ઉત્તર-પૂર્વ અને પશ્ચિમ દિશાને શ્રેષ્ઠ માનવામાં આવે છે. આવું કરવાથી તમારા મન પર ઉદાસી નહીં છવાય. તમને થશે કે ટીવીને વાસ્તુ સાથે શું સંબંધ છે. પરંતુ તમને જણાવી દઈકે કે તમે જ્યારે ટીવી જુઓ છો ત્યારે તમારું ધ્યાન એક જ દિશામાં હોય છે અને જ્યારે તમે એક જ દિશામાં સતત જોતા હો છો ત્યારે એ દિશાની ઊર્જાની તમારા પર સકારાત્મક કે નકારાત્મક અસર થાય છે.

આથી દક્ષિણ દિશામાં ક્યારેય ટીવી ન રાખવું. કારણ કે દક્ષિણ દિશામાં તમે સતત જોતા રહેશો તો એ દિશાની નકારાત્મક્તા તમારી અંદર ભળશે અને સાથે જ તમારા સંબંધો અને તમારા કામમાં ઉથલપાથલ સર્જાવાનું શરૂ થશે. એક્સપર્ટ્સ તો એમ જ કહે છે કે માત્ર પૂર્વ અથવા ઉત્તર દિશામાં જ ટીવી રાખવું, પરંતુ ધરમાં જગ્યાને અભાવે કે બાંધણીની શૈલીને કારણે ટીવી પશ્ચિમ દિશામાં હોય તો ટીવીની સાથે તાજા ફૂલો અથવા ફ્લાવર વાઝ રાખવો, જેથી એ તાજગી તમારી અંદર નકારાત્મક્તાને પેસવા નહીં દેશે.

યાદ રહે કે કોઈ પણ અધોગતિની શરૂઆત આપણી અંદર રહેતી નકારાત્મક્તાને કારણે જ થાય છે. એટલે આ બાબતે હંમેશાં સચેત રહેવું.

સુંદર ત્વચા માટે ઘણું પાણી પીતા હો તો થઈ જાઓ સાવધાન
આપણા સ્વાસ્થ્ય અને સુંદરતા માટે પાણી એક વરદાન છે, જેને કારણે ડૉક્ટર્સ અને એક્સપર્ટ્સ દરેકને દિવસ દરમિયાન વધુમાં વધુ પાણી પીવાની સલાહ આપે છે. એ વાત સાચી પણ છે કે ચહેરા પરના ગ્લોથી લઈ પાચન ક્રિયા સરખી રીતે ચલાવવા જેવી બાબતોમાં પાણી અત્યંત લાભદાયી છે. પરંતુ શું તમને ખબર છે કે જરૂરિયાત કરતા વધુ પીવાતા પાણીથી કિડની ફેઈલ થઈ જવી કે બ્લડ સર્ક્યુલેશન પર હાનિકારક અસર થવા જેવી મુશ્કેલીઓ પણ થઈ શકે છે?

જી હા, જરૂરિયા કરતા વધુ પાણી પીવાથી કિડનીની પાણી પચાવવાની ક્ષમતા ઘટી જાય છે. એને કારણે શરીરમાં મોજૂદ સોડિયમ એકદમ પાતળું થઈ જાય છે અને આ કારણે એકસાથે અનેક બીમારીઓ ત્રાટકે છે. તમને કહી દઈએ કે શરીરમાંનું સોડિયમ પાતળું થઈ જવાને કારણે હાઈપોટ્રોમિયાનો ખતરો પણ ઘણો વધી જાય છે.

આ સિવાય વધુ પડતા પાણીને કારણે કિડનીની કાર્યક્ષમતા ઘટે છે. એને લીધે શરીરમાં અશુદ્ધિઓનું પ્રમાણ પણ ઘણું વધી જાય છે. આ ઉપરાંત જાણકારો સલાહ આપે છે કે શરીરમાં પાણીનું પ્રમાણ વધવાને લીધી માંસપેશીઓ પર પણ દબાણ સર્જાય છે અને આ કારણે બ્લડ સર્ક્યુલેશન પર ઘણી માઠી અસરો પડે છે.

આથી આડેધડ પાણી પીતા રહેવા કરતા દિવસમાં બેથી ચાર લિટર જ પાણી પીવું. અથવા જો તમે જીમમાં જતા હો વધુ શ્રમનું કામ કરતા હો તો પાંચેક લિટર સુધી પાણી પી શકો છો. આનાથી વધુ પાણી પીવાનું ટાળવું જોઈએ.

હેવી વર્ક આઉટથી કરતા હોવ તો આ વાંચી લેજો
કેટલાક લોકો વર્કઆઉટ ફ્રીક કે જિમ ફ્રિક હોય છે, જેઓ બને એટલો વધુ સમય વર્કઆઉટ કરવામાં પસાર કરતા હોય છે. એ વાત ઘણી સાચી છે કે વર્કઆઉટથી તમે અત્યંત સ્વસ્થ રહી શકો છો અને તમે ઘણીબધી બીમારીઓથી દૂર રહી શકો છો. પરંતુ ક્યારેક વધુ પડતું વર્કઆઉટ જ તમારા માટે કેટલીક મુશ્કેલી સર્જી શકે છે, જેમાં પુરુષોના સ્પર્મ કાઉન્ટ્સ ઘટવા સુધીની ગંભીર મુશ્કેલીઓનો સમાવેશ થાય છે.

એક્સપર્ટ્સ કહે છે સ્ત્રી હોય કે પુરૂષ હોય, પરંતુ તે જો જરૂરિયાત કરતા વધુ વર્કઆઉટ કરશે તો તેની ફર્ટિલિટી પર અસર થઈ શકે છે અને તેમાં ઘણો ઘટાડો થઈ શકે છે. તો સ્ત્રીઓને વધુ પડતી કસરતને કારણે પિરિયડ્સ પણ અનિયમિત થઈ શકે છે.

આ સ્થિતિને રજોવેધ કહેવાય છે, જેમાં સ્ત્રીઓ ડાયેટિંગના નામે શરીરને કેટલીક જરૂરી કેલરીઝથી દૂર રાખે છે અને એ ઓછું હોય એમ જરૂરિયાત કરતા વધારે સમય વર્કઆઉટ કરે છે, જેને કારણે તેમના પિરિયડ્સ પર ગંભીર અસરો થાય છે.

તો પુરૂષો પણ જરૂરિયાત કરતા વધુ સમય સુધી અને હેવી કસરત કરતા હોય ત્યારે તેમના સ્પર્મ કાઉન્ટસ પર અસર થાય છે. એક્સપર્ટ્સ કહે છે આવું કરવાથી તેમના સ્પર્મ કાઉન્ટ્સમાં ઘટાડો થાય છે. એક સરવેમાં પણ એ વાત સિદ્ધ થઈ છે વધુ સમય સુધી હેવી વર્કઆઉટ કરનારા પુરૂષોનું સ્પર્મ કાઉન્ટ જરૂરિયાત મુજબનું વર્કઆઉટ કરનારા પુરુષો કરતા ઓછું છે.

આવા સમયે જરૂરિયાત મુજબનું જ વર્કઆઉટ દરેકને માટે જરૂરી છે. નહીંતર તમે માતા-પિતા બનાવાની તક ખોઈ શકો છો.