Rohan Desai - Khabarchhe

સુરતમાં અદ્યતન શુટિંગ રેન્જ અને બેઝિક એર રાઈફલ કોર્સનો શુભારંભ
સુરત શહેર અને જિલ્લાના એર રાઈફલ શુટિંગ ક્ષેત્રમાં કારકિર્દી ઘડવા ઈચ્છતા યુવાનો માટે સુરત ઓફિસર્સ જીમખાના ખાતે અદ્યતન શુટિંગ રેન્જ અને બેઝિક એર રાઈફલ-પિસ્ટલ શુટિંગની તાલીમ આપતી 'ઓફિસર્સ ઇન્સ્ટીટયુટ ઓફ શુટિંગ'નું રમતગમત મંત્રી ઈશ્વરસિંહ પટેલે આજરોજ દીપ પ્રાગટ્ય કરીને ઉદ્ઘાટન કર્યું હતું.

ગુજરાત સ્ટેટ રાઇફલ એસોસિએશન દ્વારા આયોજિત અને શૂટિંગ એસોસિએશન ઓફ સુરત ડિસ્ટ્રિક્ટ સંચાલિત ‘ઓફિસર્સ શુટિંગ ઇન્સ્ટીટયુટ’માં એર રાઈફલ-પિસ્ટલ શુટિંગ કોર્સના શુભારંભ કરાવતી વેળાએ મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, વર્ષ 1896મા એથેન્સ ઓલિમ્પિકસમાં રાઇફલ શૂટિંગની શરૂઆત થઈ હતી. વર્ષ 1951મા ભારતમાં નેશનલ રાઈફલ એસોસિયેશનની સ્થાપના થઇ. આપણા પ્રતિભાવાન સિતારા એવા અભિનવ બિન્દ્રા, લજ્જા ગોસ્વામી, કેન્દ્રીય રમતગમત મંત્રી અને રાઇફલ શૂટિંગમાં ગોલ્ડમેડાલિસ્ટ કર્નલ રાજ્યવર્ધનસિંહ રાઠોડ વગેરેએ શૂટિંગમાં ભારતને વિશ્વ ફલક પર ગૌરવ પ્રદાન કર્યું છે. રાષ્ટ્રીય સ્તરે ‘ખેલો ઇન્ડિયા’ અભિયાનમાં પણ રાઈફલ શુટિંગને સ્થાન આપવામાં આવ્યું છે એમ તેમણે ઉમેર્યું હતું.

રાજ્ય સરકાર ખેલમહાકુંભ દ્વારા ખેલકૂદને પ્રોત્સાહન આપવા પ્રતિબદ્ધ હોવાનું જણાવી તેમણે કહ્યું કે, રાજ્યના યુવા ખેલાડીઓ પોતાની પ્રતિભા-કૌશલ્યથી રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ઝળહળતી સિધ્ધિઓ પ્રાપ્ત કરે તે માટે દર વર્ષે ખેલ મહાકુંભનું આયોજન થાય છે. ખેલમહાકુંભની ફલશ્રુતિરૂપે વર્ષ 2018મા એશિયન ગેમ્સમાં દક્ષિણ ગુજરાતના ડાંગની દોડવીર ખેલાડી સરિતા ગાયકવાડે ગોલ્ડ તેમજ સુરતના માનવ ઠક્કર, હરમિત દેસાઈ અને અંકિતા રૈનાએ બોન્ઝ મેડલ મેળવીને ગુજરાત તેમજ દેશનું ગૌરવ વધાર્યું છે. ગુજરાતી એટલે વ્યાપારી પ્રજા એવી લોકોની ધારણાને ખોટી પાડી રાજ્યનું યુવાધન રમતગમત ક્ષેત્રમાં દેશ અને દુનિયામાં યોજાતી સ્પર્ધાઓમાં ભાગ લેવાની સાથે મેડલો જીતી લાવી આગવી છાપ ઊભી કરી રહ્યું છે એમ તેમણે ઉમેર્યું હતું.

ઈશ્વરસિંહ પટેલે કહ્યું કે, વિદ્યાર્થીઓના રમતગમત કૌશલ્યને ઉજાગર કરવા તેમજ ખેલમહાકુંભમાં સ્પર્ધકોની પ્રતિભાને પ્રોત્સાહિત કરવા માટે રૂ.૪૦ કરોડથી વધુના ઈનામો એનાયત કર્યા છે. તેમણે ડાયમંડ અને ટેક્સટાઇલ ક્ષેત્રમાં વિશ્વભરમાં ચમકી રહેલુ સુરત રાઇફલ શૂટિંગમાં પણ ઝળહળતી સિદ્ધિઓ હાંસલ કરે તેવી આકાંક્ષા વ્યક્ત કરી હતી.

મંત્રી ઈશ્વરસિંહ પટેલે રાઈફલ કોર્સમાં એડમિશન લેવા ઉત્સુક તમામ યુવાઓને આવકારી તેમની ઉત્તરોત્તર પ્રગતિ અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.

જિલ્લા કલેકટર અને ઓફિસર્સ જીમખાનાના અધ્યક્ષ ડો. ધવલ પટેલે એર રાઈફલ કોર્સમાં 3500થી વધુ અરજીઓ મળી હોવાનું જણાવી રાઈફલ શુટિંગ માટે શીખવા ઇચ્છતા યુવાનોના રસ અને ધગશને બિરદાવ્યા હતા. તેમણે શિસ્ત અને પ્રતિભાને પ્રદર્શિત કરતા બેઝિક એર રાઈફલ કોર્સ દ્વારા સુરતના ઉભરતા ખેલાડીઓને એક પ્લેટફોર્મ આપવાનો આ પ્રયાસ હોવાનું અને ઇન્ટરનેશનલ શૂટિંગ એરેનામાં સુરતનું નામ રોશન કરવામાં આ ઇન્સ્ટિટયૂટ મહત્વનો ભાગ ભજવશે એમ જણાવ્યું હતું.

સુરતના નેશનલ શૂટર પાર્થ અશોકભાઈ મહેતાએ ઉપસ્થિત ખેલાડીઓને પ્રોત્સાહિત કરતાં કહ્યું કે, રમતગમત ક્ષેત્રમાં કોઇપણ ઉમરે કારકિર્દી ઘડી શકાય છે. એર રાઇફલમાં પારંગતતા હાંસલ કરવા માટે માત્ર 10 દસ ટકા ફિઝિકલ સ્ટ્રેન્થ અને 90 ટકા મેન્ટલ સ્ટ્રેન્થની આવશ્યકતા છે. રાઈફલ શુટિંગ શાળાકીય અભ્યાસને વધુ બહેતર બનાવે છે. કારણ કે, અભ્યાસમાં વધુ એકાગ્રતા, માનસિક સજ્જતા અને શિસ્તબદ્ધતા પ્રાપ્ત કરવા માટે એર રાઈફલ અતિ ઉપયોગી છે.

આ વેળાએ કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલામાં શહીદ થયેલા વીર જવાનોના બલિદાનનું સ્મરણ કરી બે મિનીટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી.

ગુજરાતના 200 ટૂર ઓપરેટરોએ જમ્મુ-કાશ્મીરના પ્રવાસના બુકિંગ બંધ કર્યા
આતંકી હુમલાના ગુજરાતમાં ગંભીર પ્રત્યાઘાતો પડ્યાં છે. ગુજરાતના 200થી વધુ ટૂર ઓપરેટરઓ કાશ્મીર ટૂરીઝમનો બોયકોટ કર્યો છે. ટૂર ઓપરેટરોએ જમ્મુ-કાશ્મીરનું એકપણ બુકિંગ નહીં કરવાનો નિર્ણય કર્યો છે. જમ્મુ-કાશ્મીર, લેહ લદાખ, સહિતના વિવિધ પ્રવાસન સ્થળોએ પ્રવાસીઓને લઈ જતાં અમદાવાદના 50થી અને સમગ્ર રાજયભરમાંથી 200 ટૂર ઓપરેટરોનો સમાવેશ થાય છે.

ગુજરાતના વિવિધ ટૂર એસોસિએશનને બુકિંગ નહી કરવા સુચના આપી દીધી છે. ટૂર ઓપરેટરોએ આતંકી હુમલામાં જાન ગુમાવ્યા તેમને શ્રદ્ધાંજલી આપ્યા બાદ કાશ્મીરનું બુકિંગ નહીં કરવાની એક સંમતિથી તિલાંજલી આપી હતી. કાશ્મીર ટૂર ઓર્ગેનાઇઝ કરતા ઓપરેટરો જણાવી રહ્યા છે કે, ગુજરાતના વિવિધ ટૂર એસોસિએશનને બુકિંગ નહી કરવા સુચના આપી દીધી છે. જેમણે અગાઉ એડવાન્સ બુકિંગ કર્યા છે તે કેન્સલ કરવા સુચના જારી કરાઇ છે. ટૂર ઓપરેટરોએ કહ્યું કે,કાશ્મીર બુકિંગ કરી ટુરીઝમને પૈસા પણ કમાવી આપવાના અને સાથે પ્રવાસીઓના જીવનું જોખમ પણ છે. જેથી હવે કોઈ કાશ્મીરનું બુકિંગ લઈ મુશ્કેલીમાં મુકાવા માંગતા નથી.

પુલવામા આતંકી હુમલો: શહીદોના સન્માનમાં વિરાટ કોહલીએ લીધો મોટો નિર્ણય
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં CRPFના 40 જવાન શહીદ થયા તેનાથી ટીમ ઇન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી પણ દુઃખમાં છે. આખો દેશ આ ઘટનાના કારણે શોકમાં ડૂબ્યો છે, એવામાં વિરાટ કોહલીએ એક મોટો નિર્ણય લીધો છે.

વિરાટ કોહલીએ એક મોટો નિર્ણય લેતા તેના ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવતા ઇન્ડિયન સ્પોર્ટ્સ ઓનર ઇવેન્ટને રદ કરી દીધી છે. હવે આ ઇવેન્ટ પાછળથી કરવામાં આવશે. જણાવી દઈએ કે આ ઇવેન્ટ શનિવારે 16 ફેબ્રુઆરીએ થવાની હતી.

The RP-SG Indian Sports Honours has been postponed. At this heavy moment of loss that we all find ourselves in, we would like to cancel this event that was scheduled to take place tomorrow.

— Virat Kohli (@imVkohli) February 15, 2019

વિરાટ કોહલીએ આ નિર્ણય CRPFના જવાનોની શહીદીનું સન્માન કરતા લીધો છે. તેણે ટ્વીટર પર આ વાતની જાણકારી આપી છે. તેણે RP-SG સ્પોર્ટ્સ ઓનર ઇવેન્ટને રદ કરવાની જાહેરાત કરી છે. તેણે ટ્વીટર પર લખ્યું છે, 'દુઃખની આ પળોમાં અમે આ ઇવેન્ટને રદ કરી દીધી છે. આ ઇવેન્ટ આજે થવાની હતી.'

આ અગાઉ વિરાટે આ હુમલાની નિંદા કરતા લખ્યું હતું કે, સુરક્ષાકર્મીઓ પર થયેલા આ ધૃણાસ્પદ હુમલાથી તે શોકમાં છે. આ હુમલાની ખબર સાંભળતા મને ખૂબ દુઃખ થયું છે. હું ઈજાગ્રસ્ત સૈનિકોના જલદી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.

I'm shocked after hearing about the attack in Pulwama, heartfelt condolences to the martyred soldiers & prayers for the speedy recovery of the injured jawaans.

— Virat Kohli (@imVkohli) February 15, 2019

વિરાટ કોહલી ઉપરાંત વિરેન્દ્ર સેહવાગ, રોહિત શર્મા, વીવીએસ લક્ષ્મણ, શિખર ધવન, સુરેશ રૈના, મોહમ્મદ કૈફ અને અન્ય રમત જગતની હસતીઓએ ટ્વીટર પર આ હુમલાની નિંદા કરી છે અને શહીદોના પરિવાર પ્રત્યે પોતાની સંવેદના પ્રકટ કરી છે.

43 વર્ષનો આ પાકિસ્તાની ફાસ્ટ બોલર મેદાન પર કરશે વાપસી
પાકિસ્તાનના ફોર્મર ફાસ્ટ બોલર શોએબ અખ્તરે પ્રોફેશનલ ક્રિકેટમાં વાપસી કરવાની જાહેરાત કરી છે. આ વાતની જાણકારી તેણે ટ્વિટ કરીને આપી છે જ્યારે પોતાની આ ટ્વીટમાં તેણે પાકિસ્તાન સુપર લીગમાં પોતાની ભાગીદારી વિશે પોતાના અલગ અંદાજમાં જણાવ્યું છે.

શોએબે લખ્યું છે, 'હેલો, 14 ફેબ્રુઆરીની તારીખ છે. મિત્રો પોતાના કેલેન્ડરમાં માર્ક કરી લો. હું પણ આવી રહ્યો છું આ વખતે લીગ રમવા. આખરે આ છોકરાઓને પણ તો ખબર પડે કે ઝડપ શું હોય છે.'

'રાવલપિંડી એક્સપ્રેસ'ના નામથી પ્રખ્યાત શોએબે કહ્યું, 'આજના છોકરાઓ માને છે કે તેઓ ઘણું બધું જાણે છે અને તેઓ મારી ઝડપને પડકાર આપી શકે છે. તેથી છોકરાઓ, હું પાછો આવી રહ્યો છું. હું પણ લીગ ક્રિકેટ રમીશ અને એ બતાવીશ કે ઝડપ શું હોય છે.'

Hello 14th February is the date, mark your calendars guys. Main bhi araha hun iss baar league khelnay.. Aakhir inn bachon ko bhi pata chalay kay tezi hoti kia hai! #shoaibisback #Pakistan pic.twitter.com/AbVDo7BPUB

— Shoaib Akhtar (@shoaib100mph) February 11, 2019

જોકે શોએબ પાકિસ્તાન સુપર લીગથી વાપસી કરવાનો છે કે નહીં તે તો ખબર નથી પરંતુ પોતાના ટ્વિટથી 'રાવલપિંડી એક્સપ્રેસ' ચર્ચાનું કેન્દ્ર જરૂર બની ગયો છે. ફોર્મર ફાસ્ટ બોલર વસીમ અક્રમે ટ્વિટ મારફતે સત્ય જાણવાની કોશિશ કરી. તેમણે ટ્વીટ કરીને પૂછ્યું, 'શૈબી, શું ખરેખર આ થવા જઈ રહ્યું છે? તું વાપસી કરી રહ્યો છે. હાલમાં છોકરાઓ તારી થોડી ઝડપનો ઉપયોગ કરી શકે છે.'

Shaibi.. Is this actually happening? You’re coming back? The kids these days could use some of your tezi. #shoaibisback https://t.co/J4OQuLZ5Am

— Wasim Akram (@wasimakramlive) February 12, 2019

આ ઉપરાંત શોએબ માલિકે પણ પોતાના પૂર્વ ખેલાડી મિત્રની વાપસીને લઈને ઉત્સુકતા બતાવી છે.

About time Shoaib bhai! Come show us all what tezi is all about. Can’t wait to see our legend back in action #Shoaibisback https://t.co/W21g1f047X

— Shoaib Malik ?? (@realshoaibmalik) February 12, 2019

ભારતે પાકિસ્તાનનો મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજો છીનવ્યો, જાણો શું થશે અસર
જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં CRPF જવાનોના કાફલા પર થયેલા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં તણાવ વધી ગયો છે. આ હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બોલાવવામાં આવેલી કેબિનેટ કમિટી અને સિક્યોરિટીની બેઠકમાં પાકિસ્તાન પાસેથી મોસ્ટ ફેવર્ડ નેશન (MFN)નો દરજ્જો પરત લેવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતના આ પગલાથી દેવાના ડુંગર તળે દબાયેલા પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને મોટો ઝટકો લાગી શકે છે.

શું છે મોસ્ટ ફેવર્ડ નેશનનો અર્થ?

વાસ્તવમાં મોસ્ટ ફેવર્ડ નેશનનો મતલબ છે કે સૌથી વધુ પસંદગીયુક્ત દેશ. MFNનો દરજ્જો મળ્યા પછી આ દરજ્જો મેળવનાર દેશને આ વાતનું આશ્વાસન રહે છે કે તેને કારોબારમાં કોઈ નુકસાન નહીં પહોંચાડવામાં આવે. WTO અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર નિયમોના આધાર પર બિઝનેસમાં મોસ્ટ ફેવર્ડ (MFN)નો દરજ્જો આપવામાં આવે છે. ભારતે પાકિસ્તાનને 1996મા MFNનો દરજ્જો આપ્યો હતો પરંતુ પાકિસ્તાન તરફથી ભારતને આવો કોઈ દરજ્જો આપવામાં આવ્યો નથી.

આ દરજ્જો આપવાથી દેશને શું લાભ થાય છે?

આ દરજ્જો બે દેશોની વચ્ચે વેપારમાં આપવામાં આવે છે. તેના અંતર્ગત બંને દેશ એકબીજાને આયાત અને નિકાસમાં વિશેષ છૂટ આપે છે. WTOના સદસ્ય દેશ ખુલ્લા વેપાર અને બજારના નિયમોમાં બંધાયેલા હોય છે પરંતુ MNFના નિયમ અંતર્ગત દેશોને વિશેષ છૂટ આપવામાં આવે છે.

ભારત પાકિસ્તાન વચ્ચે આ વસ્તુઓનો થાય છે મોટો વેપાર

ભારત અને પાકિસ્તાન વચ્ચે સિમેન્ટ, ખાંડ, રૂ, શાકભાજી, ઓર્ગેનિક કેમિકલ, ફ્રૂટ, ડ્રાઈ ફ્રૂટ્સ, મિનરલ ઓઈલ, સ્ટીલ જેવી કમોડિટી અને વસ્તુઓનો વેપાર વધુ થાયછે.

પહેલા પણ થઈ ચૂકી છે સમીક્ષા

આ અગાઉ 2016માં ઉરીમાં થયેલા આતંકી હુમલા પછી પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં હાઇ લેવલ મીટિંગ બોલાવવામાં આવી હતી જેમાં પાકિસ્તાનને આપવામાં આવેલા MFN દરજ્જાની સમીક્ષા કરવામાં આવી હતી. ઉરી હુમલા પહેલાથી એ માગ થતી રહી છે કે પાકિસ્તાન પાસેથી આ દરજ્જો છિનવી લેવામાં આવે. જોકે ભારત તરફથી તેને ચાલુ રાખવામાં આવ્યો હતો.

વર્લ્ડ કપ માટે આ 12 ખેલાડી લગભગ નક્કી, બાકી 3 સ્થાન માટે થશે રેસ
ઇંગ્લેન્ડ અને વેલ્સની યજમાનીમાં રમનાર ક્રિકેટ વર્લ્ડ કપ 2019મા હવે થોડા જ મહિના બાકી છે. ક્રિકેટના આ મહાકુંભથી પહેલા ટીમ ઇન્ડિયા પાસે માત્ર 7 ઇન્ટરનેશનલ મેચ છે, એવામાં ભારતીય સિલેક્ટર્સ વર્લ્ડ કપ માટે ખેલાડીઓની પસંદગી માટે ઝીણવટભર્યું નિરીક્ષણ કરી રહ્યા છે. ટીમ ઇન્ડિયા 30 મેથી શરૂ થઈ રહેલા વર્લ્ડ કપની પોતાની પ્રથમ મેચમાં સાઉથ આફ્રિકા સામે 5 જૂને રમશે.

વર્લ્ડ કપ 2019 30 મેથી 14 જુલાઈ સુધી રમાશે. કટ્ટર પ્રતિસ્પર્ધી પાકિસ્તાન સામે ટીમ ઇન્ડિયાનો સામનો 16 જૂને થશે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધીની બધી વર્લ્ડ કપ મેચોમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું છે.

ટીમ ઇન્ડિયાના વર્લ્ડ કપ સ્કવોર્ડ માટે સિલેક્ટર્સએ 12 નામ લગભગ નક્કી કરી લીધા છે. બાકી બચેલા 3 સ્થાન માટે ઘણા ખેલાડીઓ દાવેદાર છે.

વર્લ્ડ કપ માટે આ 12 ખેલાડીઓના નામ લગભગ નક્કી છે.

વિરાટ કોહલી

રોહિત શર્મા

શિખર ધવન

અંબાતી રાયડુ

મહેન્દ્ર સિંહ ધોની

કેદાર જાધવ

હાર્દિક પંડ્યા

યુજવેન્દ્ર ચહલ

કુલદીપ યાદવ

ભુવનેશ્વર કુમાર

જસપ્રીત બુમરાહ

મોહમ્મદ શમી

બાકી 3 સ્થાનો માટે આ ખેલાડીઓમાં છે રેસ

હવે જોવાનું રહેશે કે રિષભ પંત અને દિનેશ કાર્તિકમાંથી કોણ સ્પેશિયલ વિકેટકીપર બેટ્સમેન તરીકે ઇંગ્લેન્ડ જશે. 21 વર્ષનો પંત સિલેક્ટરોની પસંદગી બની શકે છે.

બેકઅપ સીમર તરીકે ખલીલ અહેમદ, ઉમેશ યાદવ અને વિજય શંકર રેસમાં છે, જેમાંથી વિજય શંકર બાજી મારી શકે છે. 28 વર્ષનો આ ક્રિકેટર ટીમમાં બીજા ઓલરાઉન્ડર તરીકે પણ પોતાની ભૂમિકા ભજવી શકે છે.

ટીમ મેનેજમેન્ટ વર્લ્ડ કપ માટે એક બેકઅપ ઓપનર/મિડલ ઓર્ડર બેટ્સમેન રાખવા માગે છે. આ સ્થાન માટે અજિંક્ય રહાણેની ટક્કર કેએલ રાહુલ સાથે છે. રાહુલ પાસે સિલેક્ટર્સને પ્રભાવિત કરવાની સરસ તક છે. એટલે રહાણે અને રાહુલમાંથી કોઈ એકને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સીરિઝ અને IPLમાં પ્રદર્શનના આધાર પર વર્લ્ડ કપની ટિકિટ મળી શકે છે.

બીજી બાજુ વર્લ્ડ કપ માટે રવિન્દ્ર જાડેજાનો દાવો કમજોર નજર આવી રહ્યો છે કારણ કે કુલદીપ અને ચહલના રહેતા વર્લ્ડ કપની ટીમમાં જાડેજાને સ્પિનર તરીકે જગ્યા લગભગ નહીં મળે.

રાહુલ અને પ્રિયંકા ગાંધી જણાવે કે કોંગ્રેસ રામમંદિર ઇચ્છે છે કે નહીં
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે મંગળવારે કહ્યું કે અયોધ્યામાં રામમંદિર નિર્માણ મામલે તેમની પાર્ટીને કોઈ ભ્રમ નથી અને તેનું સ્પષ્ટ માનવું છે કે જ્યાં ભગવાન રામનો જન્મ થયો હતો ત્યાં જલદી અને ભવ્ય મંદિર બનવું જોઈએ. તેમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પર આ મામલે હુમલો કરતા કહ્યું કે તેમણે એ સાફ કરવું જોઈએ કે મંદિર નિર્માણ માટે તેમની પાર્ટી તૈયાર છે કે નહીં.

કરોડો લોકો ઇચ્છે છે કે રામમંદિર બને

અમિત શાહે ગુજરાતની ત્રણ લોકસભા સીટ પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુરના ભાજપના કાર્યકર્તાઓના સંમેલનને સંબોધિત કરતા કહ્યું કે દેશના કરોડો લોકો ઇચ્છે છે કે અયોધ્યામાં રામમંદિર બનવું જોઈએ. ભાજપની નીતિ સ્પષ્ટ છે કે જલદી થી જલદી શ્રીરામનું ભવ્ય મંદિર બને. પાલનપુર સંમેલનમાં ભાજપાએ તેના પ્રત્યે વચનબદ્ધતા જતાવી હતી.

કોંગ્રેસ મામલાને ટાળવામાં લાગી છે

કોર્ટમાં ચાલી રહેલા મંદિર મામલાને ટાળવામાં લાગી છે કોંગ્રેસ, 2019 પછી કરવા માગે છે સુનાવણી. અમિત શાહે આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસ પાર્ટી કોર્ટમાં ચાલી રહેલા મંદિર મામલે કપિલ સિબ્બલ અને અભિષેક મનુ સિંઘવી જેવા પોતાના લોકોને લગાવીને તેને ટાળવામાં લાગી છે. તેઓ જજને તેની સુનાવણી 2019 પછી કરવા કહે છે. જજ પર મહાભિયોગ લાગવાનો પ્રયાસ કરી દબાણ પર બનાવવામાં આવે છે. તેમણે વધુમાં કહ્યું કે કોંગ્રેસ સરકાર તરફથી વર્ષ 1993મા રામ જન્મભૂમિ ન્યાસની 42 એકર ભૂમિ હસ્તગત કરી લીધી હતી જેને અમારી સરકારે તેમને પાછી કરી દીધી છે અને આ મામલે કોર્ટમાં પણ પોતાનો પક્ષ મૂક્યો છે.

ભાજપને આ મામલે કોઈ ભ્રમ નથી. અમારો વિચાર છે કે જ્યાં અયોધ્યામાં ભગવાન રામનો જન્મ થયો ત્યાં ભવ્ય મંદિર બનવું જોઈએ અને જલદી બનવું જોઈએ. તેમણે પોતાની ખાસ શૈલીમાં કહ્યું, અમે તો સ્પષ્ટ કરી ચૂક્યા છીએ કે અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિર બને પણ હવે જરા 'રાહુલ બાબા' અને 'શ્રીમતી વાડ્રા' જવાબ આપે કે ત્યાં મંદિર માટે કોંગ્રેસ પાર્ટી તૈયાર છે કે નહીં. અમે તો કહી દીધું છે કે ત્યાં ભવ્ય રામમંદિર બનવું જોઈએ, હવે તમે તમારા વિચાર તો વ્યક્ત કરો.

ગુજરાતમાં 26, UPમા 74 અને પ. બંગાળમાં 23 સીટ જીતીશું

અમિત શાહે કાર્યકર્તાઓને સંબોધિત કરતા વિશ્વાસ જતાવ્યો કે લોકસભા ચૂંટણીમાં ભાજપ ગુજરાતમાં બધી 26 સીટ, UPની 74 અને પશ્ચિમ બંગાળમાં 23થી વધુ સીટ જીતશે.
મમતા બેનર્જીએ અડચણ ઉભી કરી તો પણ ભાજપનું કમળ ખીલશે. અમિત શાહે કહ્યું કે પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાજપની રેલી પર પ્રતિબંધ લગાવ્યો છે. ભાજપના પ્રચારમાં અનેક અડચણો ઉભી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે છતા ભાજપનું કમળ ખીલીને રહેશે.

શહીદ બલજીત સિંહના અંતિમ સંસ્કારમાં ઉમટી ભીડ, 3 વર્ષના પુત્રએ આપી મુખાગ્નિ
જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે થયેલી મુઠભેડમાં શહીદ થયેલા જવાન બલજીત સિંહના પાર્થિવ દેહની બુધવારે તેમના ગામ ડિંગર માજરામાં રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર વિધિ કરવામાં આવી. ગામમાં લોકોએ ભારત માતાની જયકાર સાથે શહીદના અંતિમ દર્શન કર્યા. શહીદ બલજીત સિંહના 3 વર્ષના પુત્ર અર્ણવે તેમને મુખાગ્નિ આપી.

મેજર જનરલના નેતૃત્વમાં સેનાની ટુકડી અને જિલ્લા પોલીસના જવાનોએ તેમને સલામી આપી. શહીદના પાર્થિવ દેહ પર ઘરૌંડાના MLA અને હૈફેડના ચેરમેન હરવિન્દ્ર કલ્યાણ, કરનાલના ડેપ્યુટી કમિશનર ડૉ. આદિત્ય દહિયા, પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ એસએસ ભૌરિયાએ પુષ્પ ચક્ર અર્પિત કરીને શ્રદ્ધાંજલિ આપી.

CM ખટ્ટરે આપી શ્રદ્ધાંજલિ

હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે ટ્વીટ કર્યું, 'ભારત માતાની સેવામાં, કર્તવ્ય પથ પર પોતાનું જીવન ન્યોછાવર કરનાર કરનાલના ગામ ડિંગર માજરાના બલજીત સિંહને અશ્રુભરી શ્રદ્ધાંજલિ. તમારા બલિદાનને અમે ક્યારેય ભૂલી નહીં શકીએ, આ શહાદતને મારું નમન.'

હજારો લોકોએ શહીદને અશ્રુભરી અંતિમ વિદાઈ આપી. જે સમયે સેના અને પોલીસના જવાનોએ હવામાં ફાયરિંગ કરીને શહીદને સલામી આપી ત્યારે 'ભારત માતા કી જય', 'શહીદ બલજીત સિંહ અમર રહે'ના નારા ગૂંજી ઉઠ્યા હતા.

શહીદ બલજીત સિંહ 50 રાષ્ટ્રીય રાઈફલમાં હવાલદારના પદ પર તૈનાત હતા. સેનાના મેજર જનરલે જણાવ્યું કે સોમવારે રાત્રે 2.30 કલાકે આતંકીઓના છૂપાયેલા હોવાની સૂચના મળતા જ રત્નીપુરા વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું. આતંકી એક ઘર અને સ્કૂલમાં છૂપાયેલા હતા. આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધી. ફાયરિંગમાં શહીદ બલજીત સિંહે એક આતંકીને ઠાર કરી દીધો. ત્યારે જ સામેથી આતંકીઓની ગોળીએ બલજીત સિંહ સહીત બે જવાનોને ઘાયલ કર્યા હતા. તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા.

સુરતમાં 8 યુવતીઓએ દિક્ષા ગ્રહણ કરી અપનાવ્યો સંયમનો માર્ગ
એક તરફ દેશ દુનિયામાં વેલેન્ટાઇન ડેની ઉજવણી કરી રહ્યા છે ત્યારે સુરતમાં એક સાથે 8 યુવતીઓએ દિક્ષા ગ્રહણ કરીને સંયમનો માર્ગ અપનાવ્યો છે. વિવિધ સ્થળેથી આવેલી 8 યુવતીઓએ જૈન સાધુ-સાધ્વીઓની હાજરીમાં દિક્ષા ગ્રહણ કરી સંસારની મોહમાયાનો ત્યાગ કર્યો છે. આ કાર્યક્રમમાં હાજર જૈન સાધુ-સાધ્વીઓએ અને હજારો લોકોએ દિક્ષા ગ્રહણ કરનાર મુમુક્ષોને આશીર્વાદ આપ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર વાત કરીએ તો સુરતના કૈલાશનગર શ્વેતાબંર મૂર્તિપૂજક જૈન સંઘના આંગણે 8 યુવતીઓએ દિક્ષા ગ્રહણ કરી હતી. આચાર્ય ગુણરત્નસુરીશ્વરી મહારાજની નિશ્રામાં મુમુક્ષુ ધ્રુવી કુમારી કોઠારી (ઉ.વ. 24, સુરત), મુમુક્ષુ ખુશી (ઉ.વ 17, કર્ણાટક), મુમુક્ષુ મહેક (ઉ.વ 14, મુંબઇ), મુમુક્ષુ મિંજલ શાહ (ઉ.વ. 27, ભાવનગર), મુમુક્ષુ પૂજા કિરિટભાઇ (ઉ.વ.20 સુરત), મુમુક્ષુ પૂજા સુરેશભાઇ (ઉ.વ.22, ડીસા), મુમુક્ષુ સ્નેહી કોઠારી (ઉ.વ. 17, સુરત) અને મુમુક્ષુ સ્વિટી જ્યંતિભાઇ (ઉ.વ.23, રાજસ્થાન) એમ કુલ 8 મુમુક્ષુ દિક્ષા ગ્રહણ કરી હતી. આચાર્ય રશ્મીરત્ન સુરીજીએ જણાવ્યું હતું કે આચાર્ય ગુણરત્નસુરીશ્વરી મહારાજના હસ્તે 400મી દિક્ષાનો રૅકોર્ડ થયો છે જેની નોંધ ગુજરાત બુક રૅકોર્ડ, એશિયા બુક રેકોર્ડ અને ઇન્ડિયા બુક રૅકોર્ડ જેવી વિવિધ રૅકોર્ડ બુકની ટીમે લીધી છે.

વડોદરાના પટેલ દંપતીનું UAEમા કાર એક્સિડન્ટમાં મોત
UAEમા મંગળવારે મોડી રાત્રે કાર અકસ્માતમાં એક દંપત્તિનું મોત નીપજ્યું છે. આ દંપત્તિ મૂળ વડોદરાનું છે. આ દુર્ઘટના UAEના શારજહાંમાં મંગળવારે બની હતી. આ દુર્ઘટનામાં અન્ય એક દંપત્તિ અને 2 બાળકો સહીત 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ દંપત્તિ તેમના પરિવારજનો સાથે UAE ફરવા માટે ગયું હતું અને બુધવારે તેઓ પરત ફરવાના હતા પરંતુ તે અગાઉ જ તેઓ અકસ્માતનો ભોગ બન્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર વાત કરવામાં આવે તો વડોદરાના મુંજમહુડા વિસ્તારના રહેવાસી વિનોદભાઈ પટેલ તેમના પત્ની રોહિણી પટેલ અને યોગેશ પટેલ, મેઘાન પટેલ, દિપક પટેલ, વૈશાલી પટેલ, ચાર્મી પટેલ અને માનવ પટેલ 8થી 13 ફેબ્રુઆરી સુધી UAE ફરવા માટે ગયા હતા. વિનોદભાઈ પટેલ ખેતી સાથે સંકળાયેલા હતા. તેમના પરિવારના સભ્યો અમેરિકાથી આવ્યા હતા તેથી તેઓ સાથે ફરવા માટે UAE ગયા હતા.

UAEમા મંગળવારે અલમદાથી શારજહાં જતા રોડ પર નાઝવી વિસ્તારમાં તેમની કારનો ગોઝારો અકસ્માત અન્ય કાર સાથે થયો હતો, જેમાં તેમની કાર પલટી ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર દરેકને ઈજા થઈ હતી. ગંભીર ઈજાના કારણે વિનોદભાઈ પટેલ અને તેમના પત્ની રોહિણી પટેલનું મોત નીપજ્યું હતું.

મહેસાણા જિલ્લા પ્રમુખે ભાજપ પર લગાવ્યા ગંભીર આક્ષેપો
મહેસાણામાં જિલ્લા અને તાલુકામાં કોંગ્રેસની સત્તા છે ત્યારે કોંગ્રેસમાંથી એક પછી એક સભ્યો ભાજપમાં જોડાતા મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખે ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા છે. મહેસાણા જિલ્લા કોંગ્રસ પ્રમુખ રાજેન્દ્રસિંહ દરબારે ભાજપ દ્વારા આશાબેન પટેલ અને જીવા પટેલને પંચાયતો તોડવાનું કામ સોંપાયું હોવાનો આરોપ લગાવ્યો છે.

મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ દરબારે ભાજપ પર આરોપ લગાવતા કહ્યું કે, 'ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને સરકાર માત્ર અને માત્ર પૈસાના જોરે કોંગ્રેસના સંનિષ્ટ કાર્યકરોને લલચાવી અને કોંગ્રેસનું સાશન કેવી રીતે તોડવું તેવી પેરવીમાં પડેલા છે. તાલુકા પંચાયતના સભ્યોને પાંચ-દસ લાખ સુધીની ઓફર, જિલ્લા પંચાયતના સભ્યોને પચ્ચીસ લાખ સુધીની ઓફર, નગરપાલિકાના સભ્યને દસ લાખની ઓફર આવા રીતસર ભાવ મૂક્યા છે. તેના ઉપરથી સાબિત થાય છે કે આ લોકોએ કેટલો મોટો ભ્રષ્ટાચાર કર્યો છે. આ પૈસાથી લોકોએ ચૂંટેલી અથવા જનમત આપેલી આખી સંસ્થાઓ પૈસાના જોરે તોડવી એ ભાજપનું દૃષ્ટાંત છે. પણ મહેસાણા ખાતે અમે તે શક્ય બનવા દઈશું નહીં.'

વધુમાં તેમણે કહ્યું કે 'આશાબેન કે જીવાભાઈ કે જે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા છે એમને આ જવાબદારી સોંપવામાં આવી હોય એવું બની શકે.'

તારણહાર બન્યા સુષમા સ્વરાજ, વિદેશમાં ફસાયેલા ભારતીયોને આ રીતે ઉગાર્યા
વિદેશ મંત્રી સુષમા સ્વરાજ ભારતીયો માટે કોઈ તારણહારથી ઓછા નથી. વિદેશમાં રહેતા ભારતીયોને જ્યારે પણ પરેશાની થઈ છે ત્યારે ત્યારે સુષમા સ્વરાજે મદદ માટે હાથ લંબાવ્યો છે. સુષમા સ્વરાજનો જન્મ દિવસ 14 ફેબ્રુઆરી 1952મા અંબાલામાં થયો હતો. રાજનીતિમાં આવવા પહેલા તેઓ સુપ્રીમ કોર્ટમાં તેમણે એડવોકેટ તરીકે કામ કર્યું છે.

વર્ષ 2014માં ભાજપના સત્તામાં આવ્યા પછી સુષમા સ્વરાજને વિદેશ મંત્રીનું પદ સોંપવામાં આવ્યું. આ પદને સાંભળ્યા બાદથી જ જ્યારે પણ વિદેશમાં રહેતા કોઈ પણ ભારતીયને મદદની જરૂર પડી છે ત્યારે સુષમા સ્વરાજે દરેક શક્ય કોશિશ કરી છે. તેમણે ઘણીવાર વિદેશમાં ફસાયેલા ભારતીયોની સકુશળ ઘર વાપસી કરાવી છે.

યમનમાં જ્યારે હાઉથી વિદ્રોહીઓ અને સરકાર વચ્ચે ઘર્ષણ ઉભું થયું તો હજારો ભારતીયો તેમાં ફસાયા હતા. વિદ્રોહીઓ અને સરકાર વચ્ચે ઘર્ષણ લગાતાર વધતું જતું હતું અને સાઉદી અરબની સેના લગાતાર યમન પર હુમલો કરી રહી હતી આ દરમિયાન યમનમાં ફસાયેલા ભારતીયોએ વિદેશ મંત્રી સુષમા સ્વરાજ પાસે મદદ માગી હતી.

યમનમાં ફસાયેલા ભારતીયો માટે સુષમા સ્વરાજે ઓપરેશન રાહત ચલાવ્યું અને આ ઓપરેશન દરમિયાન સાડા પાંચ હજારથી વધુ લોકોને તેમણે બચાવ્યા હતા. આ ઓપરેશન એટલું સફળ રહ્યું કે ભારત જ નહીં યમનમાં ફસાયેલા 41 દેશના નાગરિકોને આ ઓપરેશન મારફતે સુરક્ષિત બચાવી શકાયા. જેમાંથી 4640 ભારતીયો હતા.

આ જ પ્રકારે દક્ષિણ સૂડાનમાં સિવિલ વોરમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત ભારત પરત લાવવા માટે વિદેશ મંત્રી સુષમા સ્વરાજે ઓપરેશન સંકટમોચનની શરૂઆત કરી હતી. આ ઓપરેશન અંતર્ગત દક્ષિણ સૂડાનમાં ફસાયેલા 150થી વધુ ભારતીયોને સુરક્ષિત બહાર કાઢી શકાયા હતા. તેમાંથી 56 લોકો કેરળના હતા.

લીબિયામાં સરકાર અને વિદ્રોહીઓ વચ્ચે ચાલેલા યુદ્ધમાં ઘણા ભારતીયો ત્યાં ફસાઈ ગયા હતા. લીબિયાથી ભારતીયોને સુરક્ષિત ભારત લાવવા માટે તૈયારીઓ ઝડપી કરવામાં આવી અને 29 ભારતીયોને સુરક્ષિત ભારત પરત લાવવામાં આવ્યા. જોકે આ દરમિયાન એક ભારતીય નર્સ અને તેના પુત્રનું મૃત્યુ થયું હતું.
સુષમા સ્વરાજનની કોશિશો પછી 15 વર્ષ પહેલા ભૂલથી બોર્ડર પાર પાકિસ્તાન પહોંચી ગયેલી 8 વર્ષની ગીતાને ભારત લાવી શકાઈ હતી. ગીતા જ્યારે ભારત પરત ફરી ત્યારે તેની ઉંમર 23 વર્ષ થઈ ચૂકી હતી. ગીતા ભારત આવ્યા બાદ સૌથી પહેલા વિદેશ મંત્રી સુષમા સ્વરાજને મળી હતી.

આવું જ કોલકાતાની જૂડીથ ડિસૂઝા કેસમાં પણ થયું. જૂડીથને 9 જૂને કાબુલથી કિડનેપ કરી લેવામાં આવ્યો હતો. સુષમા સ્વરાજની કોશિશો પછી અફઘાનિસ્તાનના અધિકારીઓએ જૂડીથને છોડાવવાની કામગીરી ઝડપી કરી હતી.