Nilesh Parmar - Khabarchhe

જમીનના રેકોર્ડ સુધારવા રૂ. 50 લાખની લાંચ લેતા તહસીલદાર રંગેહાથે ઝડપાયો, 1 એકર જમીન પણ માંગેલી
કર્ણાટકના ધારવાડ જિલ્લાના એક તહસીલદાર રૂ. 50 લાખની રોકડ લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયો છે. લોકાયુક્તના SP સિદ્ધલિંગપ્પાએ બુધવારે મોડી રાત્રે આ અંગેની માહિતી આપી હતી.  મળતી માહિતી મુજબ, ધારવાડ તાલુકના યારીકોપ્પા વિસ્તારમાં જમીનના રેકોર્ડની સુધારણા અને જમીનના ઉપ-વિભાજન (પોડી) કરવાના કામ માટે એક ડેવલપરે લોકાયુક્તમાં ફરિયાદ નોંધાવી હતી.

લોકાયુક્ત અધિકારીઓએ જણાવ્યા અનુસાર, તહસીલદાર સચિદાનંદ કુચનૂરે જમીનના રેકોર્ડમાં સુધારો કરી આપવાના બદલામાં 1 એકર જમીન અને રૂ. 50 લાખ રોકડા માંગ્યા હતા. SP સિદ્ધલિંગપ્પાએ જણાવ્યું કે, જ્યારે તહસીલદાર આજે રૂ. 50 લાખ રોકડા સ્વીકારવાના હતા, ત્યારે જ અમે જાળ બિછાવીને તેને પકડી પાડ્યો હતો.

લોકાયુક્ત SPએ વધુમાં ઉમેર્યું કે, અરજદાર ડેવલપરે યારીકોપ્પા ખાતે આશરે 33 એકર જમીન ખરીદી હતી. તેઓ આ જમીનમાં ખેતીલાયક અને 'ખરાબા' (બંજર) ભાગ દર્શાવતા રેકોર્ડમાં સુધારો કરાવવા માંગતા હતા.  અગાઉ, જોઈન્ટ ડાયરેક્ટર ઓફ લેન્ડ રેકોર્ડ્સે જૂની 'પોડી' રદ કરીને નવી પોડી કરવાનો આદેશ આપ્યો હતો. આ આદેશ બાદ આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઓફ લેન્ડ રેકોર્ડ્સે જમીન સુધારણા અને વિભાજન માટે તહસીલદારને પ્રસ્તાવ મોકલ્યો હતો.

બુધવારે બપોરે લોકાયુક્તને આ અંગે ફરિયાદ મળતા જ તાત્કાલિક ગુનો નોંધીને ટ્રેપ ગોઠવવામાં આવી હતી. તહસીલદારે ફરિયાદીને KCD ગ્રાઉન્ડ નજીક નાણાં લઈને આવવા કહ્યું હતું. સિદ્ધલિંગપ્પાએ જણાવ્યું કે, લાંચની રોકડ રકમ લાલ રંગની બેગમાં હતી. ફરિયાદીએ જેવી આ બેગ સોંપી અને તહસીલદારે તેને પોતાની પાસે રહેલી બેગમાં મૂકી, તરત જ લોકાયુક્તની ટીમે તેને રંગેહાથે ઝડપી લીધો હતો. તહસીલદાર સચિદાનંદ કુચનૂરના રહેણાંક અને અન્ય સ્થળોની તપાસ કરવા સહિતની આગળની કાનૂની કાર્યવાહી અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે.

PGનો અભ્યાસ કરતી વખતે ધારાસભ્યની ભત્રીજીએ મેળવ્યો ₹70,000નો સરકારી પગાર, નોકરીમાંથી બરતરફ
કર્ણાટકના બાગલકોટ સ્થિત સરકારી 'નમ્મા ક્લિનિક'માં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતી કોંગ્રેસના ધારાસભ્યની ભત્રીજી સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. એક ખાનગી મેડિકલ કોલેજમાં પોસ્ટ ગ્રેજ્યુએશન (PG)નો અભ્યાસ કરવાની સાથે સાથે સરકારી નોકરીમાંથી માસિક ₹70,000થી વધુનો પગાર મેળવવાનો ખુલાસો થતાં તેમને તાત્કાલિક અસરથી સેવામુક્ત કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત, ફરજમાં બેદરકારી અને અનધિકૃત રીતે એકસાથે બે જગ્યાએ જોડાવા બદલ તેમની સામે સત્તાવાર તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે.

આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે બાગલકોટના ધારાસભ્ય ઉમેશ મેટીની ભત્રીજી ડૉ. અંકિતા યારાહાલ બાગલકોટના નમ્મા ક્લિનિકમાંથી સતત ગેરહાજર રહેવા લાગ્યા હતા. જેના કારણે તબીબી અધિકારી વગર દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી હતી. તપાસમાં બહાર આવ્યું કે ચાલુ વર્ષના માર્ચ મહિનાથી ગેરહાજર રહેવા છતાં તેઓ નિયમિતપણે દર મહિને ₹70,000થી વધુનો સરકારી પગાર મેળવી રહ્યા હતા.

આ ઘટના બાદ બાગલકોટ જિલ્લા પંચાયતના સીઈઓ (CEO) ગજાનન બાલે દ્વારા ડૉ. અંકિતાને કારણ દર્શક નોટિસ ફટકારવામાં આવી હતી. આ નોટિસમાં આક્ષેપ કરાયો હતો કે તેઓ એક તરફ ખાનગી કોલેજમાંથી પીજીનો અભ્યાસ કરી રહ્યા હતા અને બીજી તરફ સરકારી તિજોરીમાંથી માનદવેતન અને પગાર પણ મેળવતા રહ્યા હતા.

ડૉ. અંકિતાને બુધવારે પ્રથમ તપાસ માટે રૂબરૂ હાજર રહેવા આદેશ આપવામાં આવ્યો હતો. જે-તે એસ. નિજલિંગપ્પા મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ દ્વારા તપાસમાં હાજર રહેવાની મંજૂરી આપવામાં આવી હોવા છતાં તેઓ સત્તાવાળાઓ સમક્ષ ઉપસ્થિત રહ્યા ન હતા. હવે તેમને આગામી 18 સપ્ટેમ્બરના રોજ જરૂરી દસ્તાવેજો અને લેખિત ખુલાસા સાથે જિલ્લા પંચાયત સીઈઓ સમક્ષ હાજર થવા આખરી સૂચના આપવામાં આવી છે. નોટિસમાં સ્પષ્ટ ચેતવણી અપાઈ છે કે જો તેઓ ફરીથી હાજર નહીં રહે તો તેમનો પક્ષ સાંભળ્યા વિના જ એકતરફી નિર્ણય લઈ લેવામાં આવશે.

જિલ્લા આરોગ્ય અધિકારી રાજકુમાર યારાહાલે ડૉ. અંકિતાને ફરજ પરથી હટાવી દીધા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, બિનઅધિકૃત દ્વૈત જોડાણ દરમિયાન ચૂકવવામાં આવેલો પગાર અથવા માનદવેતન નિયમોનુસાર પરત વસૂલ કરવામાં આવી શકે છે. આ ઉપરાંત વ્યાવસાયિક દુરાચાર બદલ તેમની સામે શિસ્તભંગના પગલાં લેવા માટે સમગ્ર મામલો કર્ણાટક મેડિકલ કાઉન્સિલ (KMC) અને નેશનલ મેડિકલ કમિશન (NMC)ને સોંપવામાં આવી શકે છે.

બીજી તરફ, ડૉ. અંકિતાના પિતા અને જિલ્લા આરોગ્ય અધિકારી (DHO) રાજકુમાર યારાહાલે આ તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે તેમની પુત્રીએ એમડી (MD) કોર્સમાં પ્રવેશ લીધા પછી કોઈ સરકારી પગાર લીધો નથી. જોકે, ડૉ. અંકિતાની નમ્મા ક્લિનિકમાં મેડિકલ ઓફિસર તરીકેની નિમણૂકમાં DHO પિતાની પણ ભૂમિકા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.

હાલમાં સત્તાવાળાઓ દ્વારા આ અંગેની ઊંડાણપૂર્વકની તપાસ ચાલી રહી છે અને તપાસના અંતે જ અંતિમ અહેવાલ જાહેર કરવામાં આવશે.

IPS બુશરા બાનોની અચાનક બદલી પર રાજકીય ઘમાસાણ, 'અસલામ-આલેકુમ' બોલવા બદલ વિવાદ
પશ્ચિમ બંગાળમાં 2021 બેચના એક મુસ્લિમ મહિલા IPS અધિકારીની અચાનક કરવામાં આવેલી બદલીને કારણે ભારે રાજકીય હોબાળો મચ્યો છે. ખડગપુરમાં એડિશનલ સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ (ASP) તરીકે ફરજ બજાવતા મહિલા અધિકારી બુશરા બાનોની સોમવારે અચાનક બદલી કરી દેવામાં આવી હતી. આ કાર્યવાહી એક દક્ષિણપંથી સંગઠન દ્વારા તેમના યુટ્યુબ વીડિયોમાં ઈસ્લામિક અભિવાદનનો ઉપયોગ કરવા સામે વિરોધ નોંધાવ્યાના 24 કલાકની અંદર જ કરવામાં આવી છે. એક તરફ વિપક્ષી નેતાઓએ આ પગલાંને નફરત અને કટ્ટરતાથી પ્રેરિત ગણાવ્યું છે, તો બીજી તરફ ભાજપ સરકારે તેને માત્ર એક 'રૂટિન ટ્રાન્સફર' (નિયમિત બદલી) ગણાવી છે.

IPS બુશરા બાનો ખડગપુરમાં એડિશનલ SP તરીકે સેવા આપી રહ્યા હતા, ત્યાંથી તેમની બદલી કરીને સ્ટેટ આર્મ્ડ પોલીસની ચોથી બટાલીયનમાં ડેપ્યુટી કમાન્ડન્ટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે બુશરા બાનોએ પોતાની યુટ્યુબ ચેનલ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં તેમણે સાઉદી અરેબિયામાં શિક્ષકની નોકરી છોડીને ભારત પાછા ફર્યા બાદ UPSCની તૈયારી સુધીની પોતાની સફર વિશે વાત કરી હતી. જોકે, વિવાદ વધતાં આ વીડિયો ચેનલ પરથી હટાવી લેવાયો છે, પણ તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ઉત્તર પ્રદેશના કન્નૌજમાં જન્મેલા અને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (AMU)માંથી ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કરનાર બુશરા બાનો વીડિયોની શરૂઆતમાં 'અસલામ-આલેકુમ'  કહીને દર્શકોનું સ્વાગત કરે છે. વીડિયોમાં તેઓ PhD પૂર્ણ કર્યા પછી ગલ્ફ દેશમાંથી પરત ફરીને સિવિલ સર્વિસિસની તૈયારી કેવી રીતે કરી તેની વિગતો આપે છે. તેઓ આ વીડિયોમાં AMUની રેસિડેન્શિયલ કોચિંગ એકેડેમી નો આભાર માનતા કહે છે કે, ‘હું આ બધું તમારી સાથે એટલા માટે શેર કરી રહી છું જેથી અન્ય વિદ્યાર્થીઓને પણ આનાથી મદદ અને પ્રોત્સાહન મળી શકે.’

બુશરા બાનોના આ વીડિયોમાં ઈસ્લામિક શબ્દોના ઉપયોગ સામે 'હિંદુ લીગલ ફંડ' નામના એક દક્ષિણપંથી સંગઠને ભારે વિરોધ નોંધાવ્યો હતો. આ સંગઠને પશ્ચિમ બંગાળના હોમ સેક્રેટરીને સત્તાવાર ફરિયાદ કરી હતી. ફરિયાદમાં જણાવાયું હતું કે, એક મહિલા IPS અધિકારીએ વીડિયોની શરૂઆતમાં 'અસલામ-આલેકુમ' બોલવાને બદલે 'વંદે માતરમ' કે 'જય હિંદ' જેવા રાષ્ટ્રીય નારા કે શબ્દોનો ઉપયોગ કરવો જોઈતો હતો.

સોશિયલ મીડિયા પર પણ તેમને ટ્રોલર્સનો સામનો કરવો પડ્યો હતો, જ્યાં તેમના પર ‘UPSC જેહાદ’ના આક્ષેપો કરવામાં આવ્યા હતા. સંગઠને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર પોસ્ટ કરીને લખ્યું હતું ‘તેમણે પોતાના વીડિયોની શરૂઆત અસલામ-આલેકુમથી કરી, વચ્ચે 'ઈનશાઅલ્લાહ' (ઈશ્વરની મરજી) અને અંતમાં 'જઝાકઅલ્લાહ' (ભગવાન તમારું ભલું કરે) શબ્દો વાપર્યા, પરંતુ ક્યાંય 'વંદે માતરમ' કે 'જય હિંદ' ન કહ્યું. ભારતીય રાજ્યનું પ્રતિનિધિત્વ કરતા એક સરકારી અધિકારીએ જાહેર સંચારમાં તટસ્થતા જાળવવી જોઈએ અને રાષ્ટ્રીય અભિવાદનનો જ ઉપયોગ કરવો જોઈએ. અમે આ મામલે યોગ્ય સમીક્ષા અને કડક કાર્યવાહીની માંગ કરીએ છીએ.’

આ ફરિયાદના ગણતરીના દિવસોમાં જ બાનોની બદલી કરી દેવામાં આવતા રાજકારણ ગરમાયું છે.

તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ મહુઆ મોઇત્રાએ શુવેન્દુ અધિકારીના નેતૃત્વ હેઠળની શાસનવ્યવસ્થા પર ધાર્મિક પક્ષપાતનો ગંભીર આક્ષેપ મૂક્યો હતો. ટ્વિટ કરતાં મોઇત્રાએ લખ્યું કે ‘જે દેશના વડાપ્રધાને ઉઘાડા ડીલે સાધુઓ અને સેંગોલ સાથે નવી સંસદનું ઉદ્ઘાટન કર્યું હોય, ત્યાં માત્ર 'અસલામ-આલેકુમ' અને 'ઈનશાઅલ્લાહ' બોલવા બદલ એક મુસ્લિમ મહિલા IPS અધિકારીની બદલી કરી દેવી તે અત્યંત હાસ્યાસ્પદ છે. આપણો દેશ નફરત અને કટ્ટરતાના ઝેરમાં હોમાઈ રહ્યો છે. ઈશ્વર ભારતની રક્ષા કરે. બુશરા, અમે તમારી સાથે છીએ.’

સાંસદ મોઇત્રાએ વધુમાં ઉમેર્યું હતું કે તાજેતરમાં BRICS સમિટ દરમિયાન પણ આ જ ભાજપ સરકારે ભારત મંડપમની અંદર જ અલગથી પ્રાર્થના સ્થળ  ઊભા કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, થોડા સપ્તાહ પહેલાં પણ મોઇત્રાએ આક્ષેપ કર્યો હતો કે પશ્ચિમ બંગાળમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના કાર્યક્રમોમાંથી મુસ્લિમ અધિકારીઓની બાદબાકી કરવામાં આવી રહી છે.

બીજી તરફ, કોંગ્રેસના સાંસદ ઇમરાન પ્રતાપગઢીએ આ મામલે 'IPS એસોસિએશન'ને તુરંત હસ્તક્ષેપ કરવા વિનંતી કરી છે. તેમણે લખ્યું, ‘મહિલા અધિકારીની પડખે ઊભા રહેવાના બદલે રાજ્ય સરકારે બીજા જ દિવસે તેમની બદલી કરી દીધી. મોદીજી, તમે કેવા ભારતનું નિર્માણ કરી રહ્યા છો?’

તેલંગાણાના મંત્રી અને પૂર્વ ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીને આ ઘટનાને ચિંતાજનક ગણાવતા ટ્વિટ કર્યું કે, ‘જ્યારે સામાન્ય આદર-સત્કાર કે અભિવાદનના શબ્દો જ કોઈ સરકારી સેવકને નિશાન બનાવવાનું કારણ બની જાય, ત્યારે આપણે વિચારવું જોઈએ કે આપણે લઘુમતીઓને કેવો સંદેશ આપી રહ્યા છીએ?’

સોશિયલ મીડિયા વપરાશકર્તાઓ અને પત્રકારો આ ઘટનાની સરખામણી ઉત્તર પ્રદેશના પોલીસ અધિકારી અનુજ ચૌધરીના કિસ્સા સાથે કરી રહ્યા છે. વર્ષ 2025માં સંભલમાં સર્કલ ઓફિસર (CO) તરીકે ફરજ બજાવતા અનુજ ચૌધરી વર્દી પહેરીને, હાથમાં ગદા રાખીને એક ધાર્મિક યાત્રામાં સામેલ થયા હતા. આ ઘટનાના થોડા જ દિવસોમાં તેમને પ્રમોશન આપીને ફિરોઝાબાદના ASP બનાવી દેવાયા હતા.

ચૌધરીએ વર્ષ 2025માં જ્યારે હોળી અને શુક્રવારની નમાજ એક જ દિવસે આવી હતી ત્યારે વિવાદિત નિવેદન પણ આપ્યું હતું કે, ‘હોળી વર્ષમાં એક વાર આવે છે, જ્યારે જુમ્મા વર્ષમાં 52 વાર આવે છે. જેમને હોળીથી તકલીફ હોય તેમણે ઘરે બેસવું જોઈએ.’ તે સમયે વિપક્ષે તેમની ભારે ટીકા કરી હતી.

ફરિયાદ મળ્યાના તુરંત બાદ જ બુશરા બાનોની ટ્રાન્સફર કરી દેવાતા, શું આ કાર્યવાહી માત્ર વિરોધને કારણે જ કરવામાં આવી છે? તેવા સવાલો ઉભા થયા છે. ભાજપ આને વહીવટી પ્રક્રિયા ગણાવી રહ્યું છે, જ્યારે વિપક્ષ તેને ધાર્મિક દ્વેષથી પ્રેરિત નિર્ણય ગણાવી રહ્યો છે.

અમેરિકા-પાકિસ્તાને સાથ ન આપતા સાઉદી અરબે મક્કા કાર્ડનો ઉપયોગ કર્યો
મંગળવારે બપોરે ઇસ્લામના સૌથી પવિત્ર શહેર મક્કા સહિત ત્રણ શહેરોમાં હવાઈ હુમલાની ચેતવણી આપતા સાયરનો વાગી ઊઠ્યા હતા. સાઉદી અરબના ડિરેક્ટરેટ ઓફ સિવિલ ડિફેન્સ દ્વારા હવાઈ ખતરા અંગે ચેતવણી જાહેર કરીને નાગરિકોને તાત્કાલિક ઘરોની અંદર જવાની સૂચના આપવામાં આવી હતી. મક્કા જેવા અત્યંત પવિત્ર અને સંવેદનશીલ સ્થળે આવી ચેતવણી આપવી તે એક અસાધારણ અને આશ્ચર્યજનક ઘટના ગણવામાં આવે છે.

ત્યારબાદ બુધવારે સાઉદી તંત્ર દ્વારા સત્તાવાર દાવો કરવામાં આવ્યો હતો કે યમન સ્થિત ઈરાન સમર્થિત હૂથી વિદ્રોહીઓ દ્વારા મક્કા તરફ છોડવામાં આવેલા એક ડ્રોનને પવિત્ર શહેરના પ્રતિબંધિત હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ કરે તે પહેલાં જ દક્ષિણ ભાગમાં આંતરીને તોડી પાડવામાં આવ્યું છે. સાઉદી સત્તાવાળાઓએ મક્કા અને મદીનાની બે પવિત્ર મસ્જિદો તેમજ યાત્રાળુઓની સુરક્ષાને પોતાની 'રેડ લાઈન' ગણાવી હતી.

બીજી તરફ, હૂથી સંગઠને મક્કાને નિશાન બનાવવાનો આક્ષેપ સખત શબ્દોમાં ફગાવી દીધો છે. ઓપન-સોર્સ ઈન્ટેલિજન્સ દ્વારા પણ મક્કા કે મદીના તરફ મોકલવામાં આવેલા કોઈ ડ્રોન કે મિસાઈલને તોડી પાડવાની ઘટનાની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી. જોકે, ઘટનાના સત્ય અંગે ભલે દાવો-પ્રતિદાવા ચાલી રહ્યા હોય, પરંતુ આ ઘટનાક્રમ પાછળનું રાજકીય મહત્વ નકારી શકાય તેમ નથી.

છેલ્લા કેટલાક દિવસોથી સંઘર્ષ વધુ તીવ્ર બન્યો છે. ગયા અઠવાડિયે હૂથી દળોએ વ્યુહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ એવા બાબ અલ-મંદેબ જલડમરૂમધ્ય  પર નિયંત્રણ મેળવવા યમનના પશ્ચિમ કિનારા અને તેની મધ્યમાં આવેલા માયૂન ટાપુ પર કબ્જો જમાવ્યો હતો. ત્યારબાદ સોમવારે (14 સપ્ટેમ્બર) હૂથી વિદ્રોહીઓએ દક્ષિણ લાલ સમુદ્રમાં આવેલા ગ્રેટર અને લેસર હનીશ ટાપુઓ પર પણ કબ્જો કરવાની જાહેરાત કરી હતી. ઈરાન યુદ્ધની વ્યાપક અસર હેઠળ વૈશ્વિક સમુદ્રી જળમાર્ગો પરના વેપારને ઠપ્પ કરવાની હૂથીઓની ક્ષમતા આ પગલાંથી વધુ મજબૂત બની છે.

હૂથીઓ સામેના યુદ્ધમાં બેકફૂટ પર ધકેલાયેલું સાઉદી અરબ હવે મક્કાના નામે પોતાની ધાર્મિક અને કૂટનીતિક વૈધતાનો ઉપયોગ કરી રહ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. સવાલ માત્ર એ નથી કે ડ્રોન ખરેખર મક્કા તરફ તાકવામાં આવ્યું હતું કે નહીં, પરંતુ મુખ્ય સવાલ એ છે કે જ્યારે રિયાધ લશ્કરી દબાણ, પોતાના પ્રદેશ પર થતા હુમલાઓ અને વિદેશી સહયોગ અંગે અસુરક્ષા અનુભવી રહ્યું છે, ત્યારે શું મક્કાના અસાધારણ ધાર્મિક સન્માનને એક વ્યૂહાત્મક હથિયાર તરીકે વાપરવામાં આવી રહ્યું છે?

આ બાબત એટલા માટે મહત્વની છે કારણ કે મક્કા અને મદીના પર સાઉદી રાજવંશ (હાઉસ ઓફ સાઉદ)નું અંકુશ કોઈ પ્રાચીન વંશાનુગત અધિકાર નથી. 1920ના દાયકામાં હેજાઝ પ્રદેશ જીતી લીધા બાદ જ આ બે પવિત્ર ધામોની સંભાળ સાઉદી રાજવંશના હાથમાં આવી હતી. ત્યારબાદ આ પ્રાદેશિક જીતને એક પ્રભાવશાળી ધાર્મિક સંસ્થામાં પરિવર્તિત કરવામાં આવી, જેના કારણે સાઉદી રાજાશાહીનો પ્રભાવ તેની સરહદોની બહાર સુધી વ્યાપી ગયો.

પોતાની સંરક્ષણ ભાગીદારીને ધાર્મિક માન્યતા આપવા માટે પણ અગાઉ મક્કાના નામનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સાઉદી અરબ, પાકિસ્તાન અને તુર્કીએ નાટો જેવો એક સંરક્ષણ કરાર કર્યો હતો, જેને ‘મક્કા ડિફેન્સ એલાયન્સ’ નામ આપવામાં આવ્યું હતું. આ કરારનો મુખ્ય હેતુ તેના સભ્ય દેશો પર કોઈ દુશ્મન દેશ હુમલો કરે ત્યારે રક્ષણ કરવાનો હતો.

જોકે, હાલમાં જ્યારે સાઉદી અરબ હૂથીઓના સીધા હુમલાનો સામનો કરી રહ્યું છે, ત્યારે આ ગઠબંધન માત્ર કૂટનીતિક સમર્થન પૂરતું સીમિત સાબિત થઈ રહ્યું હોય તેમ લાગે છે. પાકિસ્તાને મક્કા નજીક થયેલા કથિત હુમલા અને ટાપુઓ પર હૂથીઓના કબ્જાની સખત નિંદા તો કરી છે, પરંતુ વિદેશી ધરતી પર હૂથીઓ સામે લડવા માટે પોતાના સૈનિકો મોકલવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. બીજી બાજુ અમેરિકાએ પણ હુતીઓ પર હાલમાં કોઈપણ એર સ્ટ્રાઇક કરવાની ના પાડી દીધી છે, જેથી સાઉદી અરબને બેવડો ઝટકો લાગ્યો છે. રિયાધ માટે ગઠબંધનના સામૂહિક સંરક્ષણના દાવાઓ અને ઈસ્લામાબાદના વાસ્તવિક વલણ વચ્ચેનો આ તફાવત એ સવાલ ઊભો કરે છે કે જ્યારે સાઉદી પોતે ખતરામાં હોય ત્યારે મક્કા ગઠબંધનનું વાસ્તવિક વજન કેટલું રહે છે.

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
તારીખ: 17-09-2026

દિવસ: ગુરુવાર

મેષ: પોતાના સ્વભાવથી પરિચિત થવાનો સમય છે, સૌદર્યને લગતા કાર્યોમાં લાભ મળે.

વૃષભ: આજનો દિવસ ધન ધાન્યમાં વૃદ્વિ થશે પરંતુ, તેની સાથે ખર્ચ પણ વધશે, પરિવારમાં નાની મોટી રકઝક થાય.

મિથુન: આજે તમે પોતાની જ કોઇ ભૂલમાં અથવા લાપરવાહીમાં રહીને સંકટમાં ફસાશો, વાહન ધીમે ચલાવવા સુચન છે, કોઇપણ જોખમ વાળું કાર્ય કરવું નહીં.

કર્ક: મિશ્ર ફળદાયી દિવસ રહે, વિચારી સમજીને આજે તમે દરેક કાર્ય કરશો, ભૌતિક સુવિધામાં વધારો થાય, પરિવારમાં ઘર્ષણ ટાળવું.

સિંહ: આજનો દિવસ તમને વ્યક્તિગત સુખમાં વધારો આપશો, આજે લાગણીશીલ બનીને કોઇ નિર્ણય લેવો નહીં.

કન્યા: આજે માનસિક રાહત રહેશે, વ્યવસાયમાં આકસ્મિક ખર્ચ આવી શકે, લોન લેવી પડે, આર્થિક સમતોલનમાં ગડબડ થઇ શકે.

તુલા: શારિરીક કમજોરી અથવા શરીરમાં જટીલતા અનુભવશો, આધ્યાત્મિકતા અને ધાર્મિકતા વધશે.

વૃશ્વિક: આજે તમે જે કાર્ય હાથમાં લેશો તેમાં વિજય પ્રાપ્ત કરશો, દાંમપત્યજીવનમાં અને પરિવારમાં  આજે સુમેળ રહે.

ધન: ભાગ્યને દોષ આપ્યા વગર મહેનત ઉપર ધ્યાન આપવું, સમાજની જરૂર પડે મદદ મળી શકશે, પરિવારમાં વાતાવરણ સારું રહેશે.

મકર: આજના દિવસે બૌદ્વિક તેમજ શારીરિક બંને પ્રકારના પરિશ્રમ કરવા પડશે, છેતરામણના યોગથી સાચવવું.

કુંભ: સામાન્ય આવક સાથે દિવસ પસાર થશે, સમજી વિચારીને વાણીનો પ્રયોગ કરવો, શરદી, ખાંસી જેવા દર્દ થાય.

મીન: ધન લાભ આજે ચોક્કસ થશે, પરંતુ શરૂઆતમાં વિલંબ અને અસફળતાના લીધે નિરાશા અનુભવશો.

₹11ની વસ્તુ પર ₹325ની MRP: તુકારામ મુંઢેએ હોસ્પિટલોના જંગી નફાખોરીના ખેલનો પર્દાફાશ કર્યો
મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)ના વડા અને સીનિયર IAS અધિકારી તુકારામ મુંઢેએ હોસ્પિટલોમાં વપરાતી તબીબી સામગ્રીઓ અને દવાઓ પર વસૂલવામાં આવતા અંધાધૂંધ નફાખોરી સામે લાલ આંખ કરી છે. તેમણે ખુલાસો કર્યો છે કે હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓ ખરીદ કિંમત કરતાં સેંકડો અને હજારો ગણી વધુ કિંમત ચૂકવી રહ્યા છે, જ્યારે તેમને તેની મૂળ પડતર કિંમત વિશે કશી જ ખબર હોતી નથી.

મહારાષ્ટ્રમાં અત્યારે મુંઢેના નેતૃત્વ હેઠળ FDA દ્વારા કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને તેમણે લખ્યું કે, ‘હોસ્પિટલના બિલનો સૌથી મોંઘો ભાગ કદાચ ક્યારેય હોસ્પિટલ સુધી પહોંચતો જ નથી. સારવાર માટે દાખલ થયેલા દર્દી પાસે એ જાણવાનો કોઈ રસ્તો નથી હોતો કે મેડિકલ કન્ઝ્યુમેબલ પર લખેલી કિંમત તેની વાસ્તવિક પડતર કિંમત દર્શાવે છે કે વોર્ડ સુધી પહોંચતા પહેલાં જ નક્કી કરી દેવાયેલું જંગી માર્જિન. માહિતીનો આ તફાવત મૂળભૂત રીતે જાહેર આરોગ્યનો એક ગંભીર મુદ્દો છે.’

તુકારામ મુંઢેએ મહારાષ્ટ્રની હોસ્પિટલોમાં વપરાતી સામગ્રી અંગેના એક સર્વેક્ષણના આંકડા ટાંકીને ખરીદ કિંમત અને MRP વચ્ચેનો આશ્ચર્યજનક તફાવત જાહેર કર્યો હતો:

IV ઇન્ફ્યુઝન સેટ: જેની ખરીદ કિંમત માત્ર ₹11.05 છે, તેના પર ₹325ની MRP છાપવામાં આવી છે, જે 2,841 ટકાનો જંગી માર્જિન દર્શાવે છે.

સિરિંજ (Syringe): ₹6.75માં ખરીદાયેલી સિરિંજ પર ₹57.20ની MRP છાપવામાં આવી છે.

કેથેટર (Catheter): ₹29.41માં મળતું કેથેટર દર્દીઓને ₹310ની MRP સાથે વેચવામાં આવે છે.

મુંઢેએ ઉમેર્યું કે, ‘આ કોઈ મરજિયાત ખરીદી નથી.’ જ્યારે કોઈ દર્દી સારવાર હેઠળ હોય છે, ત્યારે તે કિંમતો સરખાવી શકતો નથી, અન્ય વિકલ્પો શોધી શકતો નથી કે મેડિકલ પ્રોડક્ટ પર છાપેલી કિંમત સામે સવાલ પણ ઉઠાવી શકતો નથી.

ઉત્પાદકો અને વિતરકો દ્વારા પહેલેથી જ ઊંચી MRP નક્કી કરી દેવામાં આવે છે, જે મૂળ ખરીદ કિંમત સાથે કોઈ મેળ ખાતી નથી. આનાથી એક અસ્પષ્ટ માર્જિન ઊભું થાય છે. આના પરિણામે એવી સિસ્ટમ બને છે જ્યાં ખર્ચ ભોગવનાર (દર્દી) પાસે જ કિંમતના મૂલ્યાંકન માટે સૌથી ઓછી માહિતી હોય છે.

દવાઓની કિંમતો અને નિયમનનું કામ સંભાળતા FDA કમિશનર મુંઢેએ તબીબી સામગ્રીના ભાવ નિર્ધારણમાં રહેલી માળખાકીય ખામી તરફ પણ ધ્યાન દોર્યું હતું. તેમણે સ્પષ્ટ કર્યું કે 'ડ્રગ્સ (પ્રાઇસ કન્ટ્રોલ) ઓર્ડર, 2013' હેઠળ નિયત કરેલી દવાની કિંમતો પર મહત્તમ મર્યાદા લાગુ પડે છે, પરંતુ મોટાભાગના મેડિકલ ડિવાઇસ અને કન્ઝ્યુમેબલ્સ પર આવું કોઈ નિયંત્રણ નથી. આ કારણે તેમની કિંમતો અને દર્દીઓને મળતી માહિતી બંને સંપૂર્ણપણે મોનિટરિંગ વગરના રહી જાય છે.

આ પરિસ્થિતિને અંકુશમાં લેવા માટે તુકારામ મુંઢેએ જણાવ્યું કે, આ સર્વેક્ષણના તારણોની સમીક્ષા કરીને ખરીદ કિંમત અને જાહેર કરાયેલી MRP વચ્ચે સ્વીકાર્ય તફાવત અંગેની સ્પષ્ટ માર્ગદર્શિકા તૈયાર કરવા માટે ફાર્માસ્યુટિકલ્સ વિભાગ અને નેશનલ ફાર્માસ્યુટિકલ્સ પ્રાઈસિંગ ઓથોરિટી (NPPA)ને ભલામણ કરવામાં આવી છે. આ પગલાંથી કિંમતના તફાવતની સાથે દર્દીઓ જે માહિતીના અભાવનો સામનો કરે છે તેને પણ દૂર કરી શકાશે.

ઉલ્લેખનીય છે કે મુંઢેના નેતૃત્વ હેઠળ મહારાષ્ટ્રભરમાં ખાદ્ય સુરક્ષાને લઈને વ્યાપક ઝુંબેશ ચાલી રહી છે. અનેક હોટેલો, રેસ્ટોરન્ટ્સ અને ક્લબો પર દરોડા પાડીને નોટિસો આપવામાં આવી છે તેમજ નિયમભંગ બદલ કેટલાંક એકમો બંધ પણ કરાવાયા છે. કડક કામગીરી માટે તેમની ચોમેરથી પ્રશંસા થઈ રહી છે.

ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખના પુત્રનો પાસપોર્ટ 2023ના મની લોન્ડ્રીંગ કેસમાં કોર્ટમાં જમા છતા 5થી વધુ દેશ ફરી આવ્યો
ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ગીતાબેન પટેલના પુત્ર હરિકેશ પટેલની ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) દ્વારા નકલી પાસપોર્ટ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના ગંભીર કેસમાં અદાલતમાં મૂળ પાસપોર્ટ જમા હોવા છતાં, આરોપીએ અન્ય રાજ્યમાંથી કૂટલેખિત દસ્તાવેજોના આધારે નવો પાસપોર્ટ મેળવી પાંચથી વધુ દેશોનો વિદેશ પ્રવાસ ખેડ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

ગુજરાત ATSને ચોક્કસ બાતમી મળી હતી કે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા મીરાપાર્ક સોસાયટીના ઊર્મિ બંગલોઝ ખાતે રહેતો હરિકેશ પ્રણવ પટેલ ગેરકાયદેસર રીતે બનાવેલા બોગસ પાસપોર્ટનો ઉપયોગ કરી રહ્યો છે. આ બાતમીના આધારે ATSની ટીમે સાયન્સ સિટી વિસ્તારમાંથી દરોડો પાડી તેની અટકાયત કરી હતી.

સઘન પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે, આરોપી હરિકેશ વર્ષ 2023માં ED દ્વારા દાખલ કરવામાં આવેલા મની લોન્ડરિંગના ગુનામાં સંડોવાયેલો હતો. આ કાનૂની કાર્યવાહીના ભાગરૂપે અદાલતની શરતો મુજબ તેનો મૂળ પાસપોર્ટ કોર્ટ જમા લઈ લેવામાં આવ્યો હતો. ત્યારબાદ તેણે અદાલતમાંથી આગોતરા જામીન મેળવ્યા હતા, પરંતુ ED દ્વારા આ જામીન રદ કરાવવામાં આવ્યા હતા. પાસપોર્ટ જમા હોવાથી દેશ બહાર જઈ શકાય તેમ ન હોઈ, તેણે નકલી પાસપોર્ટ બનાવવાનું કાવતરું રચ્યું હતું.

તપાસ અધિકારીઓના જણાવ્યા મુજબ, હરિકેશ પટેલે દુબઈ સ્થિત પોતાના એક મિત્ર મારફતે દિલ્હીના એક એજન્ટનો સંપર્ક કર્યો હતો. આ એજન્ટને ₹25 લાખ આપીને આગ્રામાં પોતે ભાડે રહેતો હોવાનો બનાવટી રેન્ટ એગ્રીમેન્ટ (ભાડા કરાર) તૈયાર કરાવ્યો હતો.

ત્યારબાદ, તેણે દિલ્હી ક્રાઈમ બ્રાન્ચમાં પોતાનો જૂનો પાસપોર્ટ ખોવાઈ ગયો હોવાની ખોટી પોલીસ ફરિયાદ (NC) નોંધાવી હતી. આ ખોટી પોલીસ ફરિયાદ અને આગ્રાના બોગસ ભાડા કરારના આધારે ગાઝિયાબાદ રીજનલ પાસપોર્ટ ઓફિસ (RPO)માં નવી અરજી કરી હતી અને વર્ષ 2024માં સફળતાપૂર્વક બીજો પાસપોર્ટ મેળવી લીધો હતો.

નવો પાસપોર્ટ હાથમાં આવ્યા બાદ આરોપી હરિકેશ અવારનવાર વિદેશ પ્રવાસે જતો હતો. તે ભારતીય એજન્સીઓની નજરમાંથી બચવા માટે પહેલા રસ્તા માર્ગે કે કનેક્ટિંગ રૂટથી ભૂતાન અને નેપાળ જતો હતો અને ત્યાંથી બેંગકોક, દુબઈ તથા સિંગાપોર જેવા દેશોમાં પ્રવાસ કરતો હતો. તે લાંબા સમય સુધી દુબઈમાં રોકાયો હોવાનું પણ ખુલ્લું પડ્યું છે. ATSએ તેની ધરપકડ કરીને તે ફરી કોઈ મોટું નાણાકીય ફ્રોડ આચરે તે પહેલાં જ તેની યોજના પર પાણી ફેરવી દીધું છે. આ સમગ્ર ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે ATS દ્વારા EDને પણ સત્તાવાર જાણ કરી દેવામાં આવી છે.

પોલીસ તપાસમાં વધુમાં બહાર આવ્યું છે કે હરિકેશ પટેલ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આ પહેલાં પણ તેની વિરુદ્ધ નારણપુરા પોલીસ સ્ટેશન અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં છેતરપિંડીની ફરિયાદો નોંધાઈ ચૂકી છે, જેમાં તેની ધરપકડ પણ થઈ હતી. આરોપી શાહીબાગ ઉપરાંત સાયન્સ સિટી વિસ્તારમાં પણ મકાન ધરાવે છે. તેના નામે અનેક કંપનીઓ નોંધાયેલી છે, જેમાંથી ઘણી બોગસ  કંપનીઓ હોવાનું સામે આવ્યું છે, જેના ઉપયોગથી કરોડો રૂપિયાનું નાણાકીય ફ્રોડ આચરવામાં આવતું હતું. ઉપરાંત, આ કૌભાંડમાં તેના દ્વારા ચલાવવામાં આવતા મ્યુલ એકાઉન્ટ્સ (બીજાના નામે ખોલાવેલા બેંક ખાતા)નો ઉપયોગ થયો હોવાની માહિતી મળતા ATS અને અન્ય તપાસ એજન્સીઓએ તે દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

PM મોદીને મળ્યાના 8 જ દિવસમાં ભાજપના ધારાસભ્યએ PMના સ્કૂલમેટને 15 વર્ષ જૂની વિવાદિત જમીન પાછી આપી દીધી
મહારાષ્ટ્રના મીરા રોડ વિસ્તારમાં રહેતા 81 વર્ષીય અસગરઅલી વોહરા અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્ય નરેન્દ્ર મહેતા વચ્ચે છેલ્લા 15 વર્ષથી ચાલી રહેલા કરોડો રૂપિયાની જમીનના વિવાદનો આખરે અંત આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતના આઠ જ દિવસમાં સમગ્ર સરકારી તંત્ર હરકતમાં આવ્યું હતું, જેના પરિણામે ભાજપના ધારાસભ્ય નરેન્દ્ર મહેતાએ વિવાદિત પ્લોટનો કબજો છોડવાની સાથે બાંધકામની પરમિશન પણ સરન્ડર કરી દીધી છે.

અસગરઅલી વોહરાએ ગત 8 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ખાસ મુલાકાત કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે તેઓ ગુજરાતના વડનગર સ્થિત બી.એન. હાઇસ્કૂલમાં PM મોદી સાથે એક જ વર્ગમાં અભ્યાસ કરતા હતા. આ મુલાકાત દરમિયાન વોહરાએ પોતાની કરોડોની જમીન પર થયેલા કથિત કબ્જાનો મુદ્દો ઉઠાવીને આ મામલે PM મોદીને હસ્તક્ષેપ કરવા તેમજ CBI તપાસ કરાવવા વિનંતી કરી હતી.

PM મોદી સાથેની આ મુલાકાત બાદ સમગ્ર ઘટનાક્રમે ઝડપ પકડી હતી. મંગળવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના મુખ્ય સચિવ શ્રીકર પરદેશીએ રાજ્યના મંત્રાલયમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ફરિયાદી અસગરઅલી વોહરા, ભાજપ ધારાસભ્ય નરેન્દ્ર મહેતા, મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના કમિશનર રાધા વિનોદ શર્મા અને ટાઉન પ્લાનર પુરુષોત્તમ શિંદે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં જ ધારાસભ્ય મહેતાએ જમીનનો કબજો છોડવા અને તમામ પરવાનગીઓ પરત ખેંચવાની સત્તાવાર જાહેરાત કરી હતી.

આ વિવાદ ભાઈંદર ઈસ્ટમાં આવેલા નવઘર વિસ્તારની 2,810 ચોરસ મીટર જમીનનો છે. અસગરઅલી વોહરાના જણાવ્યા મુજબ, તેમણે આ કિંમતી જમીન વર્ષ 1989માં ખરીદી હતી. જોકે, વર્ષ 2011માં 'સ્વયમ બિલ્ડર્સ' અને 'સેવન ઈલેવન કન્સ્ટ્રક્શન્સ' નામની કંપનીઓએ આ જમીન પર ગેરકાયદે કબ્જો જમાવી દીધો હતો. આ બંને કંપનીઓ ભાજપ ધારાસભ્ય નરેન્દ્ર મહેતા સાથે સીધી રીતે સંકળાયેલી હોવાનો વોહરાએ આક્ષેપ કર્યો હતો.

વોહરાનો આરોપ હતો કે તેમની ગેરહાજરીમાં અને જાણ બહાર બોગસ દસ્તાવેજો બનાવીને જમીન આ બંને કંપનીઓ વચ્ચે વહેંચી દેવામાં આવી હતી. તેઓ છેલ્લા 15 વર્ષથી વિવિધ સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા હતા અને 2015માં આ મામલે FIR પણ દાખલ કરવામાં આવી હતી.

સેવન ઈલેવન કન્સ્ટ્રક્શન પ્રાઈવેટ લિમિટેડે મીરા-ભાઈંદર મહાનગરપાલિકાને એક પત્ર લખીને જણાવ્યું છે કે તેમણે 13 જૂન 2019ના રોજ રજિસ્ટર્ડ ડીડ દ્વારા આ જમીન ખરીદી હતી અને પાલિકાએ તેમને 17 એપ્રિલ 2026ના રોજ આ પ્લોટ પર બાંધકામ કરવાની મંજૂરી આપી હતી. પરંતુ હવે જમીન માલિકી અંગે વિવાદ સામે આવતા કંપનીએ પોતાનું 'કન્સ્ટ્રક્શન સર્ટિફિકેટ' પાલિકાને સરન્ડર કરી દીધું છે. સાથે જ તેમણે આ બાંધકામ પરવાનગી રદ કરવા અને પ્રોજેક્ટ માટે અગાઉ જમા કરાવેલી ફી પરત આપવા વિનંતી કરી છે.

ધારાસભ્ય નરેન્દ્ર મહેતાએ આ મામલે મુંબઈ પોલીસ કમિશનરને પણ અલગથી પત્ર પાઠવ્યો છે. વર્ષ 2015માં નરેન્દ્ર મહેતા દ્વારા અસગરઅલી વોહરા અને તેમના સહયોગી અજય ઢોકા વિરુદ્ધ કથિત ગેરકાયદે પ્રવેશ અને ધમકી આપવા અંગે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. મહેતાએ હવે સ્પષ્ટ કર્યું છે કે બંને પક્ષો વચ્ચે સુખદ સમાધાન થઈ ગયું હોવાથી તેઓ આ જૂની પોલીસ ફરિયાદ પાછી ખેંચી રહ્યા છે.

આ જમીન વિવાદ અંગે સત્યતા ચકાસવા માટે મીરા-ભાઈંદર મહાનગરપાલિકાએ બંને કન્સ્ટ્રક્શન કંપનીઓના સંચાલકોને 16 સપ્ટેમ્બરે ખુલાસો કરવા માટે બોલાવ્યા હતા અને તે જ દિવસે સુનાવણી પણ નિયત કરવામાં આવી હતી. વોહરાએ વડાપ્રધાન સાથેની મુલાકાત બાદ જ ન્યાય મળવાની આશા વ્યક્ત કરી હતી. બીજી તરફ, મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી અને શિવસેના નેતા પ્રતાપ સરનાઈકે પણ PM મોદી અને વોહરાની મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે દેશના વડાપ્રધાન પોતાના બાળપણના મિત્ર સાથે થયેલા અન્યાય સામે ચોક્કસ ન્યાય અપાવશે, જે આજે સાચું સાબિત થયું છે.

સુરતની નમો જન સેવા કલ્યાણ સમિતિ દ્વારા યોજાશે સેવા યજ્ઞ
(ઉત્કર્ષ પટેલ)

કોઈ નેતાનો જન્મદિવસ ફૂલમાળા અને શુભેચ્છાઓથી ઉજવાય એ સહજ સ્વાભાવિક વાત છે પરંતુ જ્યારે એ જ દિવસે શહેરના આવશ્યકતાઓની ખોટ વાળા ઘરો પરિવારો સુધી શિક્ષણ, આરોગ્ય, અન્ન અને આશાનો સહયોગ પહોંચે ત્યારે ઉજવણી માનવતાનો મહાયજ્ઞ બની જાય છે.

સુરતની નમો જન સેવા કલ્યાણ સમિતિ દ્વારા 17 સપ્ટેમ્બર 2026ના ગુરુવારે સાંજે પાંચથી સાત વાગ્યા સુધી મોટાવરાછાના શમથોડ ખાતે કિરણ હોસ્પિટલ - 2 ના ગ્રાઉન્ડ પર યોજાનાર "નમો સંવેદના દિવસ" ઉપલક્ષ કાર્યક્રમ એક પ્રેરક પ્રયત્ન છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસને સેવાદિવસ તરીકે જીવંત કરવાનો આ સંકલ્પ સમાજને સ્મરણ કરાવે છે કે સાચું સન્માન વાતોમાં નહીં પરંતુ યોગ્ય પરિવારોની સેવામાં છે.

આ કાર્યક્રમનું હૃદય એક સરળ મંત્ર કહી શકાય જે છે “સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ.” વિકાસ ત્યારે જ ફળીભૂત થાય છે જ્યારે તે છેલ્લા વ્યક્તિ સુધી પહોંચે જે સાચો અંત્યોદય કહેવાય. આપણું સુરત હીરા અને વેપારથી ચમકે તો છે પરંતુ તે જ નગરીના નગરશેઠો જ્યારે અન્ન, ટિફિન, દવા અને શિક્ષણની સહાયને એકસાથે સેવામાં જોડે છે ત્યારે સમજાય છે કે સમૃદ્ધિનું સાચું માપ ખિસ્સામાં નહીં પણ સંવેદનામાં છે. નમો સંવેદના દિવસ માત્ર એક દિવસની ઉજવણી થઈ વધુ, એ વિચારનું વ્યવહારમાં રૂપાંતર છે કે રાષ્ટ્રનું કલ્યાણ સરકારી યોજનાઓથી જ નહીં પણ નાગરિકોની સ્વૈચ્છિક ભાગીદારીથી પણ થાય છે.

કાર્યક્રમની સેવાપ્રવૃત્તિઓ તેની આત્મા હોય છે. શિક્ષણ સહાય એટલે માત્ર ફીની રકમ નહીં એક બાળકના ભવિષ્યને અટકી જતું અટકાવવાનો પ્રયાસ છે. ગંગા સ્વરૂપ સહાય માતૃશક્તિને સન્માન આપે છે અને સાકસત્કાર કરાવે છે કે સમાજની પ્રગતિ નારીના સન્માન વગર અધૂરી છે. ટિફિન સેવા સામાન્ય લાગે પણ ભૂખ્યાની ભૂખ ઠરે ત્યારે એ વ્યક્તિની આખા દિવસની નિરાશાને તોડી નાખે છે. અન્ન સહાય ઘરના ચૂલાને જીવંત રાખે છે. આ બધું સાથે મળીને મૌન સંદેશ આપે છે કે સેવા મોટા ભાષણથી નહીં પરંતુ સમાજમાં જરૂરિયાતમંદ પરિવારોની સેવા અને ખોટ પૂર્તિથી થાય છે.

આરોગ્યની સેવા આ સેવાયજ્ઞને વધુ સંવેદનશીલ બનાવે છે. મેડિકલ સહાય અને કેન્સર નિદાન કેમ્પ એ યાદ અપાવે છે કે બીમારી કોઈને પૂછીને આવતી નથી. ડાયમંડ હોસ્પિટલ દ્વારા OPD અને ડિલિવરી ફીમાં આપવામાં આવતી રાહત સીધી માતા અને નવજાતના જીવનને સ્પર્શે છે. મોટાવરાછાના આશાદીપ પેલિએટિવ કેર સેન્ટર દ્વારા કેન્સરના દર્દીઓ માટેની સેવાએક સાચો સેવાભાવ પણ છે. જ્યારે ઈલાજની પ્રક્રિયા પૂરી થાય છે દર્દીના પરિવારને લાગણીમય સહારો આપવો એ પણ સારવાર છે. આ કાર્યક્રમ માત્ર આનંદ અનુભૂતિ પૂરતો મર્યાદિત નથી પણ પીડિતને સાથ આપવાનો સંકલ્પ પણ છે.

રમેશભાઈ ઓઝા (ભાઈશ્રી)નું આશીર્વચન આ સેવાને આધ્યાત્મિક વિચારોની ઊર્જા પણ આપશે. કેન્દ્રીય મંત્રી ચંદ્રકાંતભાઈ પાટીલ, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ, વલ્લભભાઈ લખાણી, પૂર્વ ગૃહમંત્રી ગોરધનભાઈ ઝડફિયા તથા અન્ય આગેવાનોની ઉપસ્થિતિ કાર્યક્રમને રાજકીય મંચ નહીં પણ સામૂહિક જવાબદારીનું કેન્દ્ર બનાવે છે. નેતા આવે તો પ્રેરણા મળે પણ સેવા ત્યારે જ સફળ થાય જ્યારે સામાન્ય નાગરિક, દાતા, સ્વયંસેવક અને સંસ્થાઓ એક સમુહમાં હાજર હોય.

facebook.com/narendramodi

આ આયોજનની સાચી સફળતા મુખ્ય મહેમાનની ગાડીઓના કાફલાની સંખ્યામાં નહીં પણ એ વિદ્યાર્થીમાં છે જેની ફી ભરાઈ, એ માતામાં છે જે પૂર્ણ વિશ્વાસે પ્રસૂતિ કરાવી શકે, એ દર્દીમાં છે જેનો કાળજીપૂર્વક ઈલાજ થયો અને એ પરિવારમાં છે જેના ચૂલામાં એ દિવસે અન્ન પહોંચ્યું. સેવા જ્યારે દેખાડો બને છે ત્યારે તેનો ભાવ નથી જળવાતો પણ સેવા જ્યારે નિષ્ઠા બને છે ત્યારે તે સમાજની માનવસહજ ભાવના બની જાય છે.

સર્વે ભવન્તુ સુખિનઃ... બધા સુખી થાઓ, બધા નીરોગી રહો. આ ભાવનાનો સાક્ષાત્કાર કરવા માટે 17 સપ્ટેમ્બરે સુરત પાસે એક અવસર છે... વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસને માત્ર અભિનંદનમાં નહીં પણ સેવામાં ફેરવવાનો. જે હાજર રહે, જે સહાય આપે, જે સમયદાન આપી સ્વયંસેવા કરે કે જે માત્ર હૃદયથી આ સેવાભાવને અપનાવે તે સૌ આ યજ્ઞના યજમાન કહી શકાય.

(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

AIની મદદથી ફ્રોડને ઝડપથી પકડી શકાય છે, પરંતુ સામે પક્ષે તેના ઉપયોગથી સાયબર હુમલા પણ થઈ શકે છે: નાણાં મંત્રી નિર્મલા સીતારમન
ભારતના ડેમોગ્રાફિક એડવાન્ટેજ (યુવા વસ્તીની તાકાત)ને એક સક્રિય અને અનસ્ટોપેબલ વાસ્તવિકતા ગણાવતા કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમને જણાવ્યું છે કે દેશની યુવા પેઢી નવી-નવી ટેક્નોલોજી અને ફાઇનાન્શિયલ ઇકોસિસ્ટમને નવો આકાર આપી રહી છે. 'ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026' (GFF 2026) ને સંબોધતા સીતારમને કહ્યું કે ભારતનો યુવા વર્ગ હવે નિરાશામાંથી બહાર આવી ચૂક્યો છે અને તે હવે તકો ઊભી થવાની રાહ જોઈને બેસી રહેતો નથી.

તેમણે ઉમેર્યું હતું કે, અમારા યુવાનો તકોની રાહ નથી જોતા, તેઓ પોતે જ નવા પ્લેટફોર્મનું નિર્માણ કરી રહ્યા છે. નાણાં મંત્રીએ માહિતી આપી હતી કે GFF 2026 માં આશરે 8,000 જેટલા સંસ્થાન/એન્ટિટી ભાગ લઈ રહ્યા છે, જેમાં 20% હિસ્સો ફિનટેક કંપનીઓનો અને 25% હિસ્સો નાણાકીય સંસ્થાઓનો છે.

ટેક્નોલોજીના ઝડપી વિકાસ પર ભાર મૂકતા સીતારમને નિયમનકારી સંસ્થાઓ વચ્ચે વધુ મજબૂત સમન્વયની હાકલ કરી હતી. તેમણે ચેતવણી આપી હતી કે નવી ક્રાંતિકારી ટેક્નોલોજી સમગ્ર સિસ્ટમ માટે જોખમો ઊભા કરી શકે છે અને જો ટેક્નોલોજી બદલાવાની ઝડપ વધુ હોય તો આ જોખમો પણ ખૂબ ઝડપથી ફેલાય છે.

આ અંગે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નું ઉદાહરણ આપતાં તેમણે કહ્યું કે, AI ની મદદથી ફ્રોડને ખૂબ ઝડપથી પકડી શકાય છે, પરંતુ સામે પક્ષે તેનો ઉપયોગ અત્યંત જટિલ સાયબર હુમલા કરવા માટે પણ થઈ શકે છે.

તે જ રીતે, ઇન્સ્ટન્ટ ટ્રાન્ઝેક્શનને કારણે સૉફ્ટવેરની ક્ષતિઓ, છેતરપિંડી અને માર્કેટ આંચકાઓ ખૂબ ઝડપથી ફેલાઈ શકે છે. જ્યારે ક્વોન્ટમ કમ્પ્યુટિંગ ક્ષેત્રે થતા સુધારાને કારણે પરંપરાગત સિક્યોરિટી સિસ્ટમ્સને અપગ્રેડ કરવી અનિવાર્ય બનશે. તેથી, ઇનોવેશનમાં અવરોધ ઊભો કર્યા વિના કે સુરક્ષા સાથે કોઈ સમજૂતી કર્યા વિના, નિયમો અને કાયદાઓ પણ ટેક્નોલોજીની ઝડપ સાથે બદલાવા જોઈએ.

સીતારમને ઓપરેશનલ મુશ્કેલીઓ અને જરૂરી સુરક્ષા માપદંડો વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે ઉદાહરણ આપતાં કહ્યું કે ઝડપ મેળવવાની લ્હાયમાં હ્યુમન ઓવરસાઇટ અને સિર્કિટ બ્રેકર્સ જેવા સુરક્ષા કવચનો બલિદાન ન આપવો જોઈએ.

સિસ્ટમમાં ઇનોવેશન સ્વતંત્ર હોવું જોઈએ, પરંતુ સાથે જ જો કોઈ ભૂલ થાય તો તેને સુધારી કે રોકી શકાય તેવી ક્ષમતા પણ સિસ્ટમમાં હોવી જોઈએ.

તેમણે કહ્યું કે, વધારે ઝડપની સાથે વધુ વિશ્વાસનું નિર્માણ થવું પણ એટલું જ જરૂરી છે. કાર્યક્ષમતા અને સુરક્ષાને એકબીજાના વિરોધી પરિબળો તરીકે ન જોવા જોઈએ. ગ્રાહકોનો વિશ્વાસ જીતવા યોગ્ય સુરક્ષા માળખું અનિવાર્ય છે અને સંસ્થાકીય માળખું એવું હોવું જોઈએ જ્યાં કાર્યક્ષમતા અને સુરક્ષા બંને એકબીજાને મજબૂત બનાવે.

આ ઉપરાંત, ટેક્નોલોજી ક્યાં મૂલ્ય ઉમેરે છે અને ક્યાં મોટું જોખમ ઊભું કરે છે તેનું મૂલ્યાંકન રેગ્યુલેટર્સે કરવું પડશે અને દરેક ઉપયોગ મુજબ સુરક્ષા નિયમો ઘડવા પડશે.

નાણાકીય, કોમ્પિટિશન, ડેટા અને સાયબર સિક્યોરિટી રેગ્યુલેટર્સની જવાબદારીઓ સ્પષ્ટપણે વ્યાખ્યાયિત હોવી જોઈએ અને તેમની વચ્ચે તાલમેલ માટે એક કાર્યક્ષમ સિસ્ટમ હોવી જોઈએ. કોઈપણ પ્રવૃત્તિ માત્ર ક્ષેત્રીય સીમાઓ ઓળંગતી હોવાને કારણે દેખરેખમાંથી છટકી જવી ન જોઈએ, તેમ કહીને તેમણે તમામ ટેક્નોલોજી પ્લેટફોર્મને યોગ્ય નિયમનકારી દેખરેખ હેઠળ રાખવા ટાંક્યું હતું.

નાણાં મંત્રી નિર્મલા સીતારમને ભારતના ટેક્નોલોજી ઇકોસિસ્ટમ માટે એક 'ફેડરેટેડ પ્લેટફોર્મ'ની વકીલાત કરી હતી. તેમણે કહ્યું કે વૈશ્વિક સ્તરે ભારતીય આઇટી અને ટેક્નોલોજી ઉદ્યોગનો એક વિશ્વસનીય અને મજબૂત સામૂહિક અવાજ હોવો જરૂરી છે. આવું પ્લેટફોર્મ ભારતીય ટેક્નોલોજી કંપનીઓને નવા વિદેશી બજારોમાં પ્રવેશવામાં, વિદેશી રેગ્યુલેટર્સ સાથે અગાઉથી સંવાદ સાધવામાં અને બૌદ્ધિક સંપદા વૈશ્વિક સ્તરે વ્યાપારીકરણ કરવામાં મદદરૂપ થઈ શકે છે.

સામૂહિક જોડાણથી સરહદ પારના નિયમનોમાં પણ ભારતીય કંપનીઓ માટે નવીનતા લાવવાની તકો જળવાઈ રહેશે. તેમણે યુરોપિયન યુનિયન (EU) ના નવા નિયમોનો ઉલ્લેખ કર્યો હતો, જ્યાં લોકો જ્યારે AI સિસ્ટમ સાથે વાતચીત કરે ત્યારે તેનું ડિસ્કલોઝર કરવું ફરજિયાત છે. તેમણે ચેતવણી આપી હતી કે આ નિયમોનું પાલન ન કરવા પર કંપનીના વાર્ષિક વૈશ્વિક ટર્નઓવરના 3% સુધીનો દંડ થઈ શકે છે, જે માત્ર સ્થાનિક આવક પર નહીં પરંતુ સમગ્ર વૈશ્વિક આવક પર આધારિત હોય છે.

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
તારીખ: 15-09-2026

દિવસ: મંગળવાર

મેષ: ગૃહકલેશ વાદ-વિવાદથી સંભાળવું, લાભની તકો ઉભી થાય, કાર્યક્ષેત્રમાં ધીમી પ્રગતિ જણાય.

વૃષભ: ધારેલી જગ્યાએથી સફળતા ન મળે છતાં આકસ્મિક ધન લાભ થાય, આરોગ્ય સાચવવું.

મિથુન: વાદ-વિવાદમાં ન ઉતરવું, આવકનો પ્રશ્ન ટળે, સ્નેહી-સ્વજનથી મુલાકાત થાય.

કર્ક: ધંધા, વ્યવસાય અને અભ્યાસમાં સફળતા મળે, કુટુંબીજનોનો પ્રેમ સાંપડે.

સિંહ: માનસિક તણાવ, મૂંઝવણો દૂર થાય, ખર્ચ વધતો જણાય અને આવક ઓછી દેખાય.

કન્યા: આવક કરતા જાવક વધતી જણાય, નોકરિયાત ને નવી તકો દેખાય, ગૃહક્લેશથી ખાસ કાળજી રાખવી.

તુલા: ઉતાવળથી કરેલા કાર્યોમાં સમસ્યા સર્જાઇ શકે છે, કોઇપણ નિર્ણય ધીરજ રાખીને આયોજન કરવું.

વૃશ્વિક: નોકરી ધંધામાં પ્રગતિ જણાય, આશાવાદી વલણથી ધારેલી સફળતા પ્રાપ્ત કરી શકો.

ધન: સ્વાસ્થ્ય અંગે બેદરકારી રાખતા મોટી આફત આવી પડે, ખાસ ધ્યાન રાખીને કાર્ય કરવું.

મકર: નોકરી-ધંધામાં અને કોર્ટ કેસમાં વીજળી મળે, આવકના પ્રસંગો ઉભા થાય, સ્વાસ્થ્ય સાચવવું.

કુંભ: કાર્યક્ષેત્રમાં મુશ્કેલી આવતી જણાય, આવતી મુશ્કેલીઓનો માર્ગ કાઢી આગળ વધવું.

મીન: શેર-સટ્ટામાં કરેલું રોકાણ અણધાર્યું ફળ આપે, આકસ્મિક ધન લાભ થાય, યાત્રાના યોગ બને.

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
તારીખ: 14-09-2026

દિવસ: સોમવાર

મેષ: બદલાવ લાવડો પડે, પરિવર્તનના યોગ બને, પ્રવાસમાં સફળતા મળે, આવકમાં વધારો થાય.

વૃષભ: સમસ્યાઓનો હલ આવે, ભાગ્યની મદદ મળે, મિત્રોથી લાભ થાય.

મિથુન: વ્યવસાય કે નોકરીમાં સાનુકુળતા સાંપડે, સ્નેહીથી મિલન થાય, શેર-સટ્ટામાં લાભ થાય.

કર્ક: ભાગીદારીમાં ચિંતા વધે, કૌટુંબિક પ્રશ્નો કે પછી સંતાન અંગેની બેદરકારી મોટી નુકસાની આપે.

સિંહ: પ્રયત્નો ફળદાયી બને, લાભની તક મળે, સંતાન અંગેની કાર્યમાં પ્રગતિ થાય.

કન્યા: તણાવ દૂર થાય, ગૃહક્લેશમાં સુધારો આવે, નવી તકો મળે.

તુલા: મુસાફરી જોખમી બને, આરોગ્ય સાચવવું, કૌટુંબિક પ્રશ્નો વધતા ચિંતામાં વધારો થાય.

વૃશ્વિક: આવનારા દિવસો પ્રગતિકારક બને, વાહન-મકાનના યોગો બને, ગૃહવિવાદથી બચવું.

ધન: પ્રયત્નોના બળે નવી તકો ઉભી થાય, પોતાનું કાર્યક્ષેત્ર સાચવવું, પ્રશ્નોનો હલ આવે.

મકર: આરોગ્ય સાચવવું, શ્વાસની તકલીફો વધે, ઘરમાં વિવાદ ટાળવો, પ્રવાસના યોગો બને.

કુંભ: શેર-સટ્ટામાં આકસ્મિક લાભ મળે, વેપાર-ધંધામાં નફો મળે, ધંધાકીયક્ષેત્રમાં સફળતા મળે.

મીન: આર્થિક સમસ્યા વધે, કુટુંબમાં ક્લેશ વધે, પ્રવાસ ટાળવો, આરોગ્ય સાચવવું.