mamtaashok-author - (mamta ashok) - Khabarchhe

બિઝનેસ વુમન
સવારે સાડા નવે એ ઊઠી ત્યારે એનું બદન તૂટી રહ્યું હતું. ગઈકાલનો થાક એની આંખોમાં હજુ તરબતર હતો. એને થયું હજુ એકાદ કલાકની ઉંઘ ખેંચી લઉં. પણ કમબખ્ત ઉંઘ એક વાર ઉડે પછી ફરી ક્યારેય આવવાનું નામ નહોતી લેતી. એટલે અમસ્તા જ બેડમાં પડી રહેવાનો કોઈ અર્થ નહોતો. અધૂરામાં પૂરું માથું સખત દુખતું હતું. ગઈકાલે રાત્રે હવે નહીં… હવે નહીં… કરતા એનાથી બે પેક વધુ પીવાઈ ગયેલા. એનું જ હેંગઓવર હતું આ, બાકી ત્રણ પેકની તાકાત નહીં કે, એનું માથું દુખી આવે!

બેડમાંથી ઊઠીને એણે એનો ચેહેરો ધોયો. એના ચહેરા પર એને બહુ ગુમાન હતું. જોકે કેટલાક લોકોને એની આંખો બહુ ગમતી. આંખો માટે એને ઘણા કોમ્પ્લીમેન્ટ્સ મળતા. કોઈ એને કહેતું, ‘તુમ્હારી આંખે બહોત હસીન હૈ’ તો કોઈ એમ કહી જતું કે, ‘તારી આંખોમાં ડૂબકી મારવાનું મન થઈ આવે એવી તરલ અને ભોળકી છે.’ પણ તે એ આ બધા કોમ્પ્લીમેન્ટ્સને ગણકારતી નહીં. વળી એને આવી શાયરાના ઢભ પણ પસંદ નહોતી. એ તો હાર્ડકોર પ્રોફેશનલ હતી. ભલભલી વાત સાવ સીધી રીતે કહીને તડનું ફડ કરી નાંખવાની એની આદત હતી. એનું આ પ્રોફેશનલિઝમ અંગત જીવનમાં પણ એટલું બધું હાવી થઈ ગયેલું કે, એને એકલામાં છીંક આવે તો પણ એ, ‘આઈ એમ સોરી’ બોલી ઉઠતી અથવા બેડરૂમમાં રેશમી ગાઉન પહેરીને સૂતી હોય તો કોઈક એને જોઈ રહ્યું છેનો એને સતત ધ્રાસ્કો રહેતો.

કિચનમાં જઈને એણે મગ ભરીને મસાલા ચ્હા બનાવી. એને તો ચ્હા જ ફાવતી. સર્કલમાં બધા કોફી પીતા. એમાંના અડધા અક્કલના ઓથમીરોને કોફી ભાવતી ન હતી, પણ ફિલ્ડમાં ફોફી પીવાનો ટ્રેન્ડ હતો, એટલે ભાવે કે ન ભાવે તોય દેખાદેખીમાં પોતાની જાતને મોડર્ન સાબિત કરવા બધા કોફી પીતા ‘સાલા ડફોળો’. એને જે નહીં ગમે એ બધા એ ‘સાલા ડફોળો’ જ કહેતી.

ચ્હા લઈને એણે આરામ ખુરશીમાં લંબાવ્યું. આજે એને કામ કરવાનો કંટાળો આવતો હતો. ગમે એમ હોય તોય આજે તહેવારનો દિવસ હતો. નાની હતી ત્યારે તો આજના દિવસની વાત જ અલગ હતી. રોજ કરતા એક કલાક વહેલી ઉઠી પડતી મા એના અને ભાઈના ઉઠ્યાં પહેલા વેઢમી અને ઘરનું શ્રીખંડ બનાવી નાંખતી. ઘરમાં ઘી અને દહીંની ખેંચ હોવા છતાં…

પણ, હવે વાત અલગ હતી. સત્ય એ હતું કે, વંઠેલ થઈ ગયેલો ભાઈ માર્ગ અકસ્માતમાં હોમાઈ ગયો હતો, માને એની બિમારી ભરખી ગઈ હતી અને માને બિમારીમાંથી બચવવા માટે એ પોતે કશું કરી શકી ન હતી. તહેવાર હતો એટલે એને કશુંક કરવાનું મન થયું. એને થયું કે, માની યાદમાં પણ કશુંક તો કરવું જ રહ્યું. માની યાદ આવતા મનમાં ફરી વિષાદ પથરાઈ ગયો. એને થયું કાશ માના અવસાન પહેલા એણે આ બિઝનેસનું સાહસ કર્યું હોત. સફળતા તો એને ત્યારે પણ મળી હોત અને મા માટેના મોંઘાદાટ ઓપરેશનો કરીને માને બચાવી પણ શકાય હોત. પણ ખૈર…

મસાલા ચ્હાનો ફાયદો તો થયો, માથાના દુખાવામાં ફરક પડ્યો. એણે વિચાર કર્યો હિનાને ફોન કરીને બોલાવી લઉં. આમ પણ ક્લાયન્ટ્સને તો સાંજે મળવાનું હતું. હિના સાથે આજનો તહેવાર ઉજવી શકાય, કંઈક સારું બનાવી શકાય અથવા બહારથી કંઈક મગાવીને ખાઈ શકાય. દીવાલ પર લટકતા માની એકમાત્ર યાદગીરી સમા એના ફોટોગ્રાફ આગળ કશુંક ધરાવીને એને પણ તહેવારની ઉજવણીમાં સામેલ કરી શકાય અને જો બપોર સુધીમાં માથું દુખતું બંધ થાય તો હજુ એક બિયર પી શકાય…

હિનાને ફોન ફરતા પહેલ એણે એક વાર વ્હોટ્સ એપ ચેક કર્યું. ગઈકાલે સાંજ પછી એને વ્હોટ્સ એપ ચેક કરવાનો સમય મળ્યો ન હતો. જોયું તો સ્ક્રીન પર 99+ મેસેજીસ હતા. એણે વિચાર્યું હમણા ક્યાં આ બધામાં મગજ ઘસવું…? એમાના અડધા મેસેજ તો પાર્ટીના હશે. તહેવારનો દિવસ છે એટલે હરામજાદાઓએ સબંધ જાળવવા અને આખુ વર્ષ ડિસ્કાઉન્ટ્સ મેળવવા માટે ફાલતું ફોરવર્ડ્સ ઠોક્યા હશે. એણે બધાને ઈગ્નોર કર્યા.

આરામ ખુરશી પર પડ્યાં પડ્યાં જ એણે એનો અંબોડો છોડ્યો. રેશમ સા મુલાયમ એના વાળ ઘટાની જેમ વિખેરાયા. બંને હાથ માથામાં પરોવીને એણે હળવી માલિશ કરી. એને થયું આમ કરીશ તો સરના દુખાવામાં હજુ થોડી રાહત થશે.

એણે વિચાર કર્યો હવેથી લૅટ નાઈટ પાર્ટીઝમાં પડવું જ નથી. કામ તો રાત્રે દસ પહેલાય પતાવી જ શકાય, પણ કમબખ્ત એને જ ફાજલ વાતો અને મસ્તી કરવાનો શોખ હતો, જેને લીધે જ સમય વેડફાઈ જતો રાતના એક-બે વાગી જતાં.

માલિશ કરવાને કારણે તેને થોડી ઉંઘ આવી ગઈ હતી. તંદ્રા જ કહોને! પણ સરખી ઉંઘ આવે એ પહેલા જ મોબાઈલ રણક્યો.

સ્ક્રીન પણ હિના અને એનો સેલ્ફી ફ્લેશ થઈ રહી હતી. એ ખુશ થઈ ગઈ.

‘અરે મેં તેર કો હી ફોન કરને વાલી થી….’

‘વો સબ છોડ, બહૌત બડા લફડા હો ગયા….’

‘ક્યું ક્યાં હુઆ?’

‘અરે વો હરામી કમિશ્નરને બોલા હૈ કી, અભી ત્યોહારો કે દીને મેં ફાલતું ખીટપીટ નહીં ચાહીએ…’

‘મતલબ…?’

‘મતલબ, વો હરામીને ફરમાન કીયા હૈ કી, આજ સે પાંચ દિનો તક શહેરમેં કોઈ અડ્ડા નહીં ચલેગા.’ હિનાએ ફોડ પાડ્યો.

‘ક્યાં બાત કર રહી હૈ?’

‘તો ક્યાં… સાલા ભ… પહેલે બોલતા તો હમ અપના જુગાડ નહીં કર લેતે…? એક તો વો મેનેજર કા બચ્ચા ભી ત્યોહાર મનાને આજ સુબહ ગાંવ ચલા ગયા. નહીં તો ઉસકે પાસ ભી એડવાન્સ લે લેતે.’ હિનાએ નિસાસો નાંખ્યો.

‘સૂનના હિના, મૈં ક્યાં બોલતી હું… તેરે પાસ થોડે બહોત પૈસે હો તો દે સકતી હૈ ક્યાં?’ એણે કહ્યું.

‘અરે નહીં હૈ યાર. યે તો પાંચ-પાંચ દિનો કી બાત હૈ. ગુજારા ભી કૈસે હોગા?’

‘ચલ ઠીક હૈ. જાને દે. કુછ તો હો હી જાયેગા.’

એણે રામ ભરોસે એની હોડી હંકારીને ફોન કટ કર્યોં. હિના કંઈક કહી રહી હતી, એણે એ પણ નહીં સાંભળ્યું… કમબખ્ત બિઝનેસ જ એવો હતો, જેમાં પળેપળે પડકાર રહેતા અને ઉધડિયા કમાણી રહેતી. ઈચ્છા ન હતી તોય એણે કમને વ્હોટ્સ વાંચવા માંડ્યા. આખરે પાંચ દિવસનો સવાલ હતો અને અનિશ્ચિતતાની આ તલવાર દિવસો સુધી માથે લટકી શકે એમ હતી.

અંધારી ગલીમાં સફેદ ટપકાં
અંધારી ગલીઓમાં એ અટવાઈ ગઈ. અહીં ગોવર્ધનધામ અને ચિત્રકૂટ, કૈલાસધામ અને શ્યામવિહાર જડતાં હતાં. પણ ભાગીરથી કલ્યાણધામ ના જડ્યું. ગલીઓ અત્યંત સાંકડી, તેમાં બંધ બારીઓ દીવાલોમાંથી બહાર ધસી આવતી હતી. ગંદું પાણી ગમે ત્યાંથી પગ પાસે ફૂટી નીકળતું હતું. સાડી સહેજ ઊંચી પકડી, આંખો ઉપર રાખી, આમ અથડાવાનો થાક તો લાગ્યો જ હતો. આવી સાંકડી ગલીઓમાં પાછી સવત્સ ગાયો ભટકાતી હતી. એવે વખતે શ્વાસ રોકીને, ભીંતે ચોંટીને ઊભા રહેવાનું કષ્ટકર બનતું હતું. એક પુષ્ટ બ્રાહ્મણ કશુંક અસ્પષ્ટ બબડતો આવી રહ્યો હતો. એણે ખભા પર સાડી બરાબર ગોઠવી, થેલો જરા ચપસીને પકડ્યો, અને એ નજીક આવ્યો તેવું તરત જ બોલી પડી, ‘ભાગીરથી કલ્યાણધામ?’

પેલાએ ઉપર આંગળી બતાવી. ઈશારતથી સમજાવ્યું, ‘ઊંચા મકાન છે, પહેલા આ ગલીઓની ગૂંચમાંથી બહાર નીકળવાનું, પછી બીજી એવી જ ગૂંચમાં પેસી જવાનું. તેમાં જમણી તરફથી ત્રીજી ગલીમાં ચોથું મકાન. બડા હૈ. એમ કહ્યું એટલે ગફલત ન થવી જોઈએ. જે દિશામાં જરાતરા પ્રકાશ દેખાયો. તેને વળગીને એ આગળ વધી, પણ દરેક વખતે ભોંઠી પડી. છેવટે પ્રકાશ ધૂંધળો જ થઈ જતો, અને ગલી અંધારી, માંડમાંડ, પૂછીપૂછીને, અથડાઈ કુટાઈને, આ ભુલભુલામણીમાંથી એ બહાર આવી શકી.

પહેલાં તો ફેફસાં ભરીને શ્વાસ લેવો પડ્યો. અંદર તો હવા જ ક્યાં હતી? હવે ભાગીરથી કલ્યાણધામ. ગણી ગણીને એ ગલીમાં વળી, અને બરાબર ચોથા મકાન પાસે થોભી. એટલી રાહત લાગી કે ઓટલા પર જ પગ લાંબા કરીને બેસી પડવાનું મન થઈ આવ્યું. ઓટલો પાછો સરસ હતો, સફેદ આરસનો અને ઠંડોગાર. અર્ધગોળ તકતી પર નામ પણ વાંચી લીધું. હવે વાંધો નહીં. આમાં પાર્વતી અને સુલક્ષણા તરત જ મળી જશે. એક જ તો મકાન છે, એટલે અંદર જઈને પૂછતાંવેંત બંને દોડી આવશે કદાચ.

ચંપલ કાઢીને અંદર જવાનું હતું. એક કરડા ચહેરાએ થેલી પણ બહાર જ રખાવી. કોઈ કારણસર નિયમ હશે એવો. દાખલ થઈ કે તરત થોડા તુલસીક્યારા આંખ સામે જ આવી ગયા. બે કાગડા બળી ગયેલી દિવેટની ખેંચાખેંચમાં પડ્યા હતા. જમણી તરફ મંજીરાં અને તબલાં પર ઠોકઠાકથી કંઈ ભજનકીર્તનની તૈયારી થતી હોય એવું લાગ્યું. એ જમણી તરફ ફંટાઈ.

એક મોટા ખંડમાં શેતરંજી પર સફેદ રંગનાં નાનાંમોટાં ટપકાં ગોઠવાયાં હતાં. એણે ચશ્માં સરખાં કર્યા. કોઈ ઘટ્ટ અવાજે ‘શ્રીકૃષ્ણ શરણં મમ્’થી શરૂઆત કરી. તાળીઓનો અવાજ કાનમાં મૂઢમાર જેવો વાગ્યો, બધું સંભળાતું જ બંધ થઈ ગયું. આવામાં પાર્વતી અને સુલક્ષણા વિશે કોને પૂછવું તે ખબર પડી નહીં. ખૂબ તરસ લાગી હતી. એણે પાછળ જઈ રસોડું શોધી કાઢ્યું. મોટા મોટા ચાલૂ પાસે ધુમાડીમાં સફેદ સફેદ આકારો કડછા-તબેથા ફેરવતા હતા. એણે પાણી માંગી પી લીધું, પાર્વતી સુલક્ષણા માટે પણ પૂછી લીધું. ‘વો જીસકા મરદ દંગેમેં મરા,’ એકે બીજીને કહ્યું. તો કોઈક ઓળખતું હતું, પાર્વતી સુલક્ષણાને. ‘આવો અંદર.’

એક નાની ઓરડીમાં એ દાખલ થઈ. અગરબત્તી, ફોટાઓ અને પાદુકાઓ, માળા, ચોપડીઓ, એક ખૂણે માટલી, બાજુમાં કાંસકો. એ આસપાસ જોતી રહી. અહીંથી નીચેનો ખંડ દેખાતો હતો. થોડીવાર પછી ફર્શ પરથી એક મોટું સફેદ વાદળ ઉપર ઊઠ્યું. પછી થોડો ધોળો ફડફડાટ, એને થયું હમણાં દોડતાં આવશે પાર્વતી અને સુલક્ષણા.

બંને આવ્યાં. ધીમે ધીમે. શરીર નંખાઈ ગયેલાં લાગ્યાં અને આંખો સાવ કોરી પડી ગયેલી. એણે વારાફરતી બંનેના હાથ પકડી લીધા.

‘કેમ છો, શું કરો છો અહીં આખો દિવસ?’ ‘બસ, ભજનકીર્તન, કથા-સ્વાધ્યાય, પાઠ-પૂજા, દિવસ પસાર થઈ જાય. વારા પ્રમાણે રસોઈ, સફાઈ એવું બધું કામ પણ ખરું ને.... વચ્ચે રામાયણ જોયેલું. વીડિયો કેસેટ લાવેલા.’ કંઈ ઉલ્લાસ આણીને સુલક્ષણા બોલી.

એ બારી બહાર જોતી રહી. ઝુંડનાં ઝુંડ નદી ભણી જઈ રહ્યાં હતાં. નાની-નાની ગલીઓમાંથી એમનો પ્રવાહ ઠલવાતો હતો. એમાંયે સફેદ રંગનાં ટપકાં વધારે હતાં.

‘ચલો, બતાવીએ તમને બધું.’ થોડી અનિચ્છા છતાં એ ઊભી થઈ.

‘આ રસોડું, અહીં કીર્તન થાય, કથા બેસે આઠમની ઉજવણી વખતે અહીં,’ - એનું ધ્યાન વાતોમાંથી ખસી પડ્યું હતું. સુલક્ષણાએ હજી મુનિયા વિશે કંઈ જ પૂછ્યું નહોતું. પછી પૂછે તો કોણ જાણે. પાછળ મોટી ખુલ્લી જગા હતી. પાર્વતી કહે, ‘હવે થોડા દિવસ માટે, પછી ત્યાં ચાર મજલાવાળું મકાન થશે. આ વખતે જ નક્કી થયું મિટિંગમાં, હજી તો બે હજાર નામ પેન્ડિંગ છે.’ પાર્વતી અંગ્રેજી શબ્દો લગભગ બરાબર બોલતી હતી. કદાચ વારંવાર સાંભળ્યા હશે. ‘મૈયા કહે છે કે આ બધી નાની ઉંમરની છે, છડેછડી, બચ્ચાંવાળી ઓછી છે, એટલે કરવું તો પડે જ કંઈક, ધરમધ્યાનમાં જીવન પૂરું થાય એ સારું. બીજા જનમમાં આવું દુઃખ ન આવે. અહીં તો બાકી બધી વાતે સારું છે.’

આખા ભાગીરથી કલ્યાણધામમાં એકેય અરીસો નહોતો, નહીં તો જરાતરા વાળ ઠીક કરવા હતા, થોડો પાઉડર મોં પર ફેરવી લેવાય તો તાજગી આવે. થેલામાં બધુંયે હતું, પણ અહીં પથારો કરવાનો સંકોચ થયો. એણે વાળ દાબીને પીન ફરીથી મારી. પાર્વતી ધ્યાનથી એને જોઈ રહી હતી.

‘રોકાવાનાં નથી?’ એ લોકોને જાણે કંઈ નવાઈ ન લાગી.

‘ના, અમે તો ઘણાં છીએ, ટૂરમાં આવ્યાં છીએ, અત્યારે જઈશ, કાલે વખત હશે તો પાછી આવીશ. કાલે રાત્રે અહીંથી નેપાળ તરફ.’ એને થયું એ અમસ્તી જ બોલ્યે જતી હતી.

દાદર નજીક ખૂણામાં એક કેશવિહીન મસ્તક માળા પર નમી ગયું હતું. સફેદ રંગ ન હોય તો અંધારામાં એ આકાર સાવ ભળી જાય. એક ખૂણે હાર્મોનિયમ પર કોઈ છોકરી, સાવ નાદાન લાગે એવી, ભજન બેસાડવા મથતી હતી. મોટા સૂર પર આંગળી પડતાં એને હસવું આવી જતું. ‘બસંતી, ચલો રસોઈ ઘરમેં....’ કોઈ એને બોલાવી ગયું. એ એકદમ ઠેકડો મારીને ઊભી થઈ, પછી જરા આમતેમ જોઈ ઠાવકી ચાલે અંદર ખોવાઈ ગઈ.

જાજમ પર પચાસેક સ્ત્રીઓ થીજી ગઈ હતી. ધૂળ ખાતી પ્લાસ્ટર ઑફ પેરિસની મૂર્તિઓ જ દેખાય. એ બધી ત્યાં બેઠી બેઠી શું કરતી હશે. એ જોવાની ઈચ્છા થઈ આવી, પણ પછી પાસે જવાનો ડર લાગ્યો, કોઈ હાલતું ચાલતું નહોતું એટલે હોય કદાચ.

પાર્વતીએ એક આકાર ભણી આંગળી ચીંધી. મૈયા... ભારે ભારે પોપચાં, ચહેરાની રેખાઓ થોથરમાં પૂરેપૂરી દબાઈ ગયેલી. લઈને ચાલતાં તકલીફ પડે એવું શરીર, ખૂબ ઊજળો વાન. મૈયાની ચૂડીઓ સોળ વરસે તૂટેલી. એમના વરને ચપ્પુ ભોંકેલું કોઈકે, પછી ખબર પડેલી કે મારવાનો હતો તે તો બીજો જ કોઈ માણસ.

એણે ચંપલ પહેરી લીધાં. એ આવી ત્યારે સામેની ભીંત ઉપર નજર નહોતી પડી તે હવે પડી. યમરાજની પાસેથી સાવિત્રી વરદાન મેળવે છે એવું મોટું ચિત્ર દીવાલનો મોટો ભાગ રોકીને પથરાયું હતું. યમરાજની હથેલીમાંથી વરદાનનો પીળો અને કેસરી રંગનો પ્રકાશ નીકળતો હતો. એ રંગનો પટ્ટો એવો તો જાડો અને ચમકતો હતો કે એની આગળ ચિત્રની બીજી તમામ વિગતો પછીતમાં પડી જતી હતી.

સુલક્ષણાએ જરા નજીક આવી પૂછી લીધું કે, ‘મુનિયા તો સારી છે ને... હવે તો મોટી દેખાતી હશે...’ એને જરા વસવસો થઈ આવ્યો કે એકાદ ફોટો લાવવો જોઈતો હતો મુનિયાનો. સુલક્ષણા રાજી થાત. કંઈ નહીં. ત્યાં ગયા પછી ટપાલમાં મોકલી શકાશે.

એણે હાથ હલાવ્યો. ‘ફરી વાર આવજો આવી રીતે કોઈ વાર,’ પાર્વતી ઝૂકીને કહેતી હતી. ‘અહીં બેચાર દિવસ રહેવું હોય તો સગવડ થઈ શકે. શાંતિથી ભજનકીર્તનમાં વખત સારો જશે. ગમશે તમને....’

એ પગથિયાં ઊતરી પડી. ગલી છોડીને ફંટાવાનું થયું ત્યારે એણે જરા પાછળ જોઈ લીધું. ઓટલે હજી સફેદ રંગ સહેજસાજ ફરફરતો હતો. બરાબર ગલીને નાકે જ રામનામની પીળી ચાદરવાળો કોઈક ધસી આવ્યો, અને એ કંઈ સમજે-બોલે તે પહેલાં તો ‘ભગવાન તેરા ભલા કરે માઈ’ કહીને કપાળે ચંદન ચોંટાડી દીધું. એણે સાવ બેધ્યાનપણે સામે દેખાતા પાત્રમાં એકાદ સિક્કો મૂકી દીધો.

પછી ઉતારે આવીને પહેલું કામ અરીસામાં જોવાનું કર્યું. એનો લાલ ચાંદલો ફિક્કા ચંદનના મોટા થપ્પા પાછળ સાવ જ ઢંકાઈ ગયો હતો.

પ્રેમ તૃષ્ણા
પથારીમાં સૂતા સૂતા આરાધ્યા છત સામે તાકતી હતી. આરાધ્યાને કંઈ જ સૂઝતુ ન હતું કે તે શું કરે. મન આજે ખૂબ જ બેચેન હતું. વારે વારે મોબાઈલ હાથમાં લઈને વોટ્સ એપમાં એન્ડ્ર્યુનો લાસ્ટ સીનનો ટાઈમ જોઈ લેતી હતી. વ્હોટ્સ એપમાં બે દિવસ પહેલાનું જ લાસ્ટ સીન બતાવી રહ્યું હતું.

એન્ડ્ર્યુ સાથે બે દિવસથી તેનો કોઈ સંપર્ક નહોતો થયો. એ સતત ફોન કરતી રહેતી પણ એન્ડ્ર્યુનો ફોન સ્વીચ્ડ ઓફ જ આવતો હતો. એન્ડ્ર્યુ પ્રોફેશનલ ફોટોગ્રાફર હતો. પોતાના શોખને એણે એનું ફૂલ ટાઈમ કામ બનાવી દીધું હતું. માટે જ તેણે ફોટોગ્રાફી માટે અલગ અલગ દેશોમાં જવું પડતું.

છેલ્લા દોઢ મહિનાથી તે ઈરાક ગયો હતો. તેનો એક ફ્રેન્ડ ત્યાંની લાઈફનું કવરેજ લેવા જવાનો હતો તેની જાણ થતાં જ એન્ડ્ર્યુ પણ ઉછળતો કૂદતો તેની સાથે ઈરાક જવા તૈયાર થયો હતો. જતાં જતાં એ આરાધ્યાને મળવા તેના ઘરે આવ્યો હતો ત્યારે આરાધ્યાએ તેની સાથે સરખી રીતે વાત પણ નહોતી કરી. આરાધ્યાને એ નહોતું ગમતું કે એન્ડ્ર્યુ બે મહિના માટે તેને એકલી મૂકીને ઈરાક જઈ રહ્યો હતો.

બંને એકબીજાને છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમ કરતા હતા. આવતા ફેબ્રુઆરીમાં હવાઈ ટાપુ પર બંને જણા લગ્નનું પણ પ્લાનિંગ કરી રહ્યા હતા. અને એન્ડ્ર્યુએ બરાબર ડિસેમ્બરમાં જ ઈરાક જવાનો પ્લાન બનાવી નાખ્યો હતો. લગ્નને બે જ મહિના બાકી હતા ને, તે બે મહિના એન્ડ્ર્યુ ઈરાકમાં વિતાવવાનો હતો.

‘યાર… પ્લીઝ તું મારી વાત સમજ. હું કેટલા ટાઈમથી ઈરાક જવાનું વિચારતો હતો એ તો તને ખ્યાલ જ છે ને. હવે મેક સાથે જવા મળે છે તો મને જવાદે ડાર્લિંગ…. આઈ પ્રોમીસ, હું ત્યાંથી તને રોજ ફોન કરીશ અને વોટ્સ એપ પર રોજ ફોટોગ્રાફ્સ મોકલીશ. તને લાગશે જ નહીં કે હું તારાથી દૂર ગયો છું. પ્લીઝ બેબી… પ્લીઝ….પ્લીઝ!’ એન્ડ્ર્યુએ બોલતા બોલતા જ આરાધ્યાના હોઠ ઉપર ભીની કિસ કરી.

‘એન્ડ્ર્યુ… વેડિંગ ને બે જ મન્થ્સ બાકી છે….’ આરાધ્યાની આંખો અનાયાસ જ ભીની થઈ રહી હતી.

‘આઈ નો યાર… હું વેડિંગના એક વીક પેહલા જ હવાઈ પહોંચી જઈશ. આપણે એમ જ પ્લાન કર્યું હતું ને કે આપણે બંને વેડિંગના એક વીક પહેલા હવાઈ પહોંચી જઈશું? તો હું એ જ પ્લાન પ્રમાણે ત્યાં હાજર હોઈશ બેબી.’ એન્ડ્ર્યુએ પોતાનું કપાળ આરાધ્યાના કપાળ સાથે અડાડતા ધીરેથી કહ્યું.

‘ઓકે એન્ડ્ર્યુ… આઈ વિલ બી વેઈટીંગ ફોર યુ.’ કહી મન કઠણ કરીને આરાધ્યાએ એન્ડ્ર્યુને જવા દીધો.
એરપોર્ટના ડિપાર્ચર ગેટ પાસેથી પોતાને ગુડ બાય કિસ કરીને જતો એન્ડ્ર્યુ જોતજોતામાં આંખ સામેથી ઓઝલ થઈ ગયો.

આજે સાંજે તેમના લગ્ન હતા. એન્ડ્ર્યુ સાથે છેલ્લે વાત થઈ ત્યારે તેણે કહેલું કે ટિકિટ બે દિવસ પછીની થઈ શકી છે. માટે તે લગ્નના આગલા દિવસે નક્કી પહોંચી જશે. આરાધ્યા તો પાંચ દિવસથી હવાઈ પહોંચી ચૂકી હતી. એની સાથે તેના નજીકના ફ્રેન્ડસ અને સગા વહાલાઓ પણ ત્યાં આવી ચૂક્યા હતા. આરાધ્યા ગઈ કાલથી એન્ડ્ર્યુને ફોન ઉપર ફોન કર્યા કરતી હતી. પણ સામે સ્વીચ્ડ ઑફનો જ જવાબ મળતો હતો.

બેડ ઊપરથી ઊભી થઈ, પોતાના વેડિંગ ગાઉનને લઈને તે બાથરૂમ તરફ આગળ વધી. તેને ખાતરી હતી કે એન્ડ્ર્યુ કેમેય કરીને લગ્નના સમયે હવાઈ પહોંચી જ જશે.

‘તે કદાચ સરપ્રાઈઝ આપવા માગતો હશે! આવવા દે તેને સામે. આજે તેની ખેર નથી!’ મન માનવતા માનવતા એ તૈયાર થવા લાગી. તેની ફ્રેન્ડસ પણ તેને તૈયાર કરવા આવી ચૂકી હતી.

સાંજના છ વાગ્યે હવાઈના સફેદ રેતીવાળા દરિયાકિનારે વાઈટ અને બ્લ્યુ સિલ્કના કપડાથી ડેકોરેશન તૈયાર હતું. પાછળ સૂરજ ધીમે ધીમે ઢળી રહ્યો હતો. આકાશમાં ગુલાબી સાંજના રંગ વિખેરાઈ રહ્યા હતા. મહેમાનો બધા આવીને પોતપોતાની સીટ ઉપર ગોઠવાઈ ગયા હતા.

આરાધ્યા પણ સફેદ ગાઉનમાં તૈયાર થઈને વેન્યુ ઉપર પહોંચી ગઈ હતી. પરંતુ એન્ડ્ર્યુનો કોઈ પત્તો ન હતો. મહેમાનો ક્યારના બેઠા બેઠા કંટાળી રહ્યા હતા. આકાશમાં સોનેરી ઝાંય છોડતો સૂરજ પણ હવે અડધો જ દેખાતો હતો. આરાધ્યાનો વિશ્વાસ પણ હવે તૂટતો જતો હતો. મનમાં એન્ડ્ર્યુએ દગો કર્યાનો રોશ ઉત્પન્ન થવા લાગ્યો હતો

લગ્નની જગ્યા પરથી નીકળીને ગુસ્સામાં તે પોતાની રૂમ તરફ રડતી રડતી જઈ રહી હતી ત્યાં જ તેની ફ્રેન્ડ મારિયા હાથમાં મોબાઈલ લઈને તેની તરફ દોડતી આવી. તેના મનના કોઈ ખૂણામાં ઝીણી આશા બંધાણી કે એન્ડ્ર્યુ હવાઈ પહોંચી ગયો હશે. મારિયા હાંફતી હાંફતી આરાધ્યા સામે આવીને ઊભી રહી. આરાધ્યા આશા ભરી નજરે તેની તરફ જોઈ રહી હતી. મારિયાની આંખોમાં કંઈક શોધતી હોય તેમ એ તેને તાકી રહી હતી. મારિયા આરાધ્યાની નજરોનો સામનો ન કરી શકી. તેની પાસે જે ન્યુઝ હતા તે કેહવાની મારિયામાં હિંમત ન હતી. તેણે ધીમેથી હાથમાં પકડેલો ફોન આરાધ્યા સામે ધર્યો અને નીચું જોઈ ઊભી રહી. આરાધ્યાએ પ્રશ્નાર્થભરી નજરે ફોન સામે જોયું. એ ફટાફટ ફોન હાથમાં લઈ જોવા લાગી. સામે સ્ક્રીન ઉપર એક વીડિયો પોઝ કરેલો હતો. તેણે ધ્રુજતા હાથે પ્લે બટન દબાવ્યું.

સામે એન્ડ્ર્યુ હતો. એની આંખોમાં ભરપૂર દર્દ, ડર અને લાચારી હતી. તેણે એક ક્ષણ માટે આરાધ્યાને યાદ કરીને આંખો બંધ કરી… તેના બંને હાથ પાછળ બાંધીને ગોઠણ ઉપર બેસાડેલો હતો. તેની પાછળ કોઈ ઊભું હતું, જેણે એન્ડ્ર્યુના વાળને ખેંચીને પકડી રાખ્યા હતા, જેથી તેની ખુલ્લી ડોક દેખાઈ શકે. હજુ થોડી જ ક્ષણો પસાર થઈ હશે, જ્યાં બાજુમાં ઊભેલો માણસ હરકતમાં આવ્યો અને એન્ડ્ર્યુની ડોક ઉપર એક ધારદાર તલવાર ધીરેધીરે ફરી રહી હતી.

પરત કરાયેલા આ ઈનામોથી કોઈ ફરક પડશે ખરો?
પોતાને સ્વાયત્ત જાહેર કરનારી કેન્દ્રિય સાહિત્ય અકાદમી, જેના દેશભરમાં ફેલાયેલા સદસ્યો જુદીજુદી વિચારધારાઓ ધરાવે છે. જેમાનાં કેટલાક સદસ્યો કેન્દ્રિય મંત્રાલયો દ્વારા નિયુક્ત કરાયેલા આઈએએસ સ્તરના વરિષ્ઠ સરકારી અધિકારીઓ પણ હોય છે. જેનો એક એક પૈસો સંસ્કૃતિ મંત્રાલયથી આવે છે અને એનો તમામ કારભાર પણ અહીંથી જ ચાલે છે. છતાં આ અકાદમી સાહિત્યને એક જીવંત સંઘર્ષમય રણક્ષેત્ર અને લેખકોને પ્રતિબદ્ધ અને જવાબદાર માનવો માનવાનો ઈન્કાર કરે છે.

જોકે અકાદમીની આ અધોગતિ માટે એની સાથે સંકળાયેલા લેખકો જ જવાબદાર છે, જેમણે અકાદમીના પુરસ્કારો અને પોતાના ફાયદા માટે ક્યારેક મૌન સેવ્યું છે તો ક્યારેક વહાલા-દવલાની નીતિ અપનાવી છે.

અહીં એ બધાના નામ લઈને વાત કરવાથી કોઈ ફાયદો થવાનો નથી પરંતુ આજે જે લોકો દાભોલકર, પાનસરે, કલબુર્ગીની હત્યાના વિરોધમાં પોતાના પુરસ્કારો પરત કરી રહ્યા છે અને અકાદમીના પોતાના પદો પરથી રાજીનામાં આપી રહ્યાં છે એ જ લોકો એક સમયે અકાદમીના પુરસ્કારોને વખોડતા હતા. વળી, એમાનાં એક સાહિત્યકાર તો અકાદમી પુરસ્કારને ‘કૂતરાનું હાડકું’ કહેતા હતા! પણ વક્રતા એ છે કે, એ જ સાહિત્યકાર અકાદમીના પુરસ્કારને પ્રાપ્ત કરવા માટે વલખાં મારતા પણ નજરે ચડેલા! અને એમણે જ અકાદમીની અનેક યોજનાઓમાં ગફલા પણ કરેલા! પરંતુ આશ્ચર્યની વાત એ છે જ્યારે એ સાહિત્યકારે પોતાનો પુરસ્કાર પરત કર્યો ત્યારે એમણે પત્રમાં એવું લખ્યું કે, તેઓ વર્ષોથી લેખકોની સમસ્યાઓને લઈને પીડિત, દુખી અને ભયભીત છે!

તો પુરસ્કાર પરત કરનારા એક લેખક વર્ષો સુધી સંસ્કૃતિ મંત્રાલયમાં અકાદમીના પ્રભારી રહ્યા હતા. વર્ષો સુધી અકાદમીના ઉંચા પદો પર જવાબદારીઓ નિભાવી હોવા છતાં એ મહાશયને રિટાયર્ડ થયા પછી એક્ષટેન્શન જોઈતું હતું. આ લેખકના પાખંડની પરાકાષ્ટા એ છે કે, હાલમાં તેઓ એક એવી સંસ્થા સાથે જોડાયેલા છે, જે સંસ્થામાં આવતો તમામ પૈસો સરકારી છે અને બંધારણીય દૃષ્ટિએ પણ એ સંસ્થા કેન્દ્રિય મંત્રાલયના તાબા હેઠળની સંસ્થા છે.

એક લેખિકા શીખ સંહાર, બાબરી ધ્વંસ અને મેરઠ- ગુજરાતની ઘટનાઓ વખતે મૌન રહી, પરંતુ સ્ટેંસના પરિવારને સળગાવી દેવાયો અને દલિતો પર તથાકથિત અત્યાચારો થયા ત્યારે અચાનક એમનો તકસાધુ આત્મા જાગી ઉઠ્યો. આ બધા લોકો અકાદમીના પતનના માત્ર સાક્ષી જ નથી પરંતુ અકાદમીના પતન માટે એમણે એમનો યથાયોગ્ય ફાળો પણ આવ્યો છે.

એવું પણ નથી કે અત્યાર સુધી પ્રતિબદ્ધ લેખકો, લેખક સંઘો કે થોડા ઘણાં પ્રગતિશીલ લેખકોએ અકાદમીના ઉતરતા જતા સ્તર અને એમાં રમાતી રમતોનો વિરોધ નથી કર્યો. પરંતુ માધ્યમોમાં આવી બધી બાબતો ક્યારેય ઝળકી નથી. એ બધી વાતો કરતા મીડિયાને કદાચ પુરસ્કાર પરત કરવાવાળી વાતો જ વધુ ચકચારી અને પ્રચાર પ્રસાર કરવા યોગ્ય લાગી હશે!

આપણી વિટંબણા એ પણ છે કે, માત્ર થોડા હજાર ભારતીયોને બાદ કરતા, ન તો કોઈ આ અકાદમીને ઓળખતું કે નથી કોઈ અકાદમીના એવોર્ડ પરત કરનારા લેખકોને ઓળખતું. મોટાભાગના લોકો તો આ વિવાદને સમજી જ નહીં શક્યા હોય! કારણ કે, જ્યારે આપણો આત્મા હજારો નિર્દોષ માણસોની હત્યા પછી પણ નથી ખળભળી ઉઠ્યો તો ભારતમાં પ્રવર્તતી સાંપ્રદાયિક, જાતિય અને ઉંચ-નીચની હિંસા વચ્ચે દાભોલકર, પાનસરે અને કલબુર્ગી જેવાની હત્યા  શું હેસિયત ધરાવે છે?

જ્યારે આપણો સમાજ જાગૃત થવા જ નથી માગતો, જ્યારે આ દેશના બૌદ્ધિકોએ પોતાની જાત સાથે અને સમાજ સાથે વિશ્વાસઘાત કર્યો હોય ત્યારે સરકારને પરત કરાયેલા આ બે-પાંચ પુરસ્કારો અને પદવીઓ કઈ ક્રાંતિ કરવાના? અલબત્ત, પુરસ્કાર પરત કરવાની આ ઘટનાઓને પગલે દેશમાં થોડોઘણો ઉહાપોહ જરૂર મચ્યો છે. પરંતુ આ ઘટનાઓ દેશના તમામ બુદ્ધિજીવીઓને સ્પર્શે કે આ બાબત સામાન્ય લોકોનું જનઆંદોલન બની રહે એવું બનવાનું નથી.

દાભોલકર, પાનસરે અને કલબુર્ગીની હત્યાઓ અને એની સાથે જોડાયેલું રાજકારણ અને સાંપ્રદાયિક મુદ્દાઓ પર કેન્દ્ર તથા રાજ્ય સરકારો અને અકાદમીઓ તરફથી જે રીતની પ્રતિક્રિયા લેખકો અને બૌદ્ધિકો ઈચ્છે છે એ ક્યારેય શક્ય નથી. રિવાજ મુજબ અકાદમીઓ વધુમાં વધુ તો પોતાનો ખેદ વ્યક્ત કરતી રહેશે. આથી વિશેષ કશું જ નહીં થાય.

આમ પણ સંસ્કૃતિ, વિવિધ કલાઓ અને સાહિત્ય આ દેશમાં અત્યંત દયનિય સ્થિતિમાં છે. આ બાબતો લગભગ હાંસિયામાં ધકેલાઈ રહેલી છે. વળી, દેશની કોઈપણ રાજકીય પાર્ટી લેખકો સાથે નથી. દેશના લાખો શિક્ષકો અને વકીલો પણ આ મુદ્દાને લઈને ઉદાસીન જણાઈ રહ્યા છે. અખબારો પણ આ મુદ્દાને યોગ્ય ગંભીરતાથી નથી ઉઠાવતા ત્યારે ભારતનો સામુહિક અંતરઆત્મા છે કે નહીં એ બાબતે જ પ્રશ્ન ઊભો થાય છે. સાચા કે ખોટા સૈદ્ધાંતિક મતભેદ અને સર્વસંશયવાદ મોટા પ્રમાણમાં વ્યાપ્ત હોય ત્યારે દેશભરના બધા લેખકો એકમત થઈને સડક પર ઉતરે એવી પણ કોઈ આશા દેખાઈ રહી નથી.

આવા સાર્વજનિક અને સામુહિક રાજીનામાં અને પુરસ્કાર પરત કરવાની ઘટનાથી થોડો-ઘણો, સાચો-ખોટો વ્યક્તિગત કીર્તિ લાભ જરૂર થશે. લેખકોના બાયોડેટામાં પણ એકાદ બે સાચી ખોટી લાઈન ઉમેરાઈ જશે. પરંતુ સરકાર કે અકાદમીને આનાથી બહુ ઝાઝો ફરક પડવાનો નથી. તેઓ તો પોતાના મગરના આંસુઓ સાથે પોતાના રોજિંદા કાર્યક્રમોમાં અને કાવાદાવામાં પરોવાઈ જશે.

‘અન્યાય ફિર ભી ચુગતા રહે(ગા) મેરે દેશ કી દેહ’.

લેખકઃ વિષ્ણુ ખરે

(આ લેખ BBC હિન્દી પર પ્રકાશિત થયો છે, જેનો અહીં ભાવાનુવાદ કરાયો છે.)

કૉલેજની સ્પર્ધાઓને મેં કરિયર તરીકે સ્વીકારી હતી
પ્રશ્નઃ તમે ક્યારેય લેખક થવાનું વિચારેલું ખરું?

ઉત્તરઃ  ના, નાનો હતો ત્યારે મારે લેખક જ બનવું છે એ વિશે મેં ક્યારેય નહીં વિચારેલું. હા, જોકે સમજણો થયો પછી ક્યારેક ક્યારેક આવો કોઈક વિચાર આવતો ખરો, જેની પાછળનું કારણ હસમુખ ગાંધીનું ‘સમકાલીન’ અખબાર હતું. એ અખબાર મને ખૂબ ગમતું, જેમાં લેખન અને પત્રકારત્વની અભિવ્યક્તિ ઘણી જુદી રીતે થતી. એ અખબાર વાંચીને મને ઘણીવાર એવો વિચાર આવતો ખરો કે, આપણે પણ આવું કંઈક કરવું જોઈએ. જોકે જેને સપનું કહી શકાય, અથવા આપણી કાચી ઉંમરે કોઈક આપણને પૂછે કે, ‘તમારે મોટા થઈને શું બનવું છે?’ ત્યારે મેં એવું કશું વિચારેલું નહીં કે, મારે લેખક બનવું છે.

અધૂરામાં પૂરું અભ્યાસ અને કરિયરમાં મારો ગમતો વિષય વિજ્ઞાન હતો અને પાછળથી હું મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએટ થયો. એટલે કરિયરની દૃષ્ટિએ મેં નથી તો લેખનની કારકિર્દી પસંદ કરી કે નથી મેં એના માટેની કોઈ તાલીમ લીધી.

પ્રશ્નઃ ‘સમકાલીન’ની વાત નીકળી જ છે તો એ સંદર્ભે એક સવાલ. ‘સમકાલીન’નાં સંદર્ભે તમે હાલના ગુજરાતી પત્રકારત્વને કઈ રીતે મૂલવો છો?

ઉત્તરઃ  'સમકાલીન' પ્રકારનું પત્રકારત્વ મેં ક્યારેય નથી જોયું. એ પ્રકારનું પત્રકારત્વ કરવું હોય તો સૌથી પહેલા તો હસમુખ ગાંધી જેવા તંત્રી જોઈએ અને ‘સમકાલીન’માં જે અદભુત ફોજ હતી એવી ફોજ જોઈએ. આ ઉપરાંત શીલા ભટ્ટના તંત્રીપદ હેઠળના ‘અભિયાન’નો હું અત્યારે ઉલ્લેખ કરવાનું પસંદ કરીશ. હરકિશન મહેતા પણ ઉત્તમ તંત્રી હતા, જેમણે ‘ચિત્રલેખા’ મજબૂત રીતે ચલાવેલું. પરંતુ શીલા ભટ્ટ કંઈક જુદા જ પ્રકારનું જર્નાલિઝમ લઈ આવેલા, જેને ઈનવેસ્ટિગેટીવ જર્નાલઝિમ કહેવાય. એ સમયે ગુજરાતીમાં કોઈ પણ મેગેઝિન આ પ્રકારનું પત્રકારત્વ કરતું ન હતું. અંગ્રેજીમાં પણ ત્યારે જૂજ સામયિકોમાં આ પ્રકારનું પત્રકારત્વ જોવા મળતું. ખુશવંત સિંઘના ‘ઈલસ્ટ્રેટેડ વિકલી’માં અથવા વિનોદ મહેતાના ‘આઉટલૂક’માં આ પ્રકારનું જર્નાલિઝમ જોવા મળતું. પણ એ પ્રકારનું પત્રકારત્વ હાલમાં વ્યક્તિગત અપવાદોને બાદ કરતા ગુજરાતમાં ઘણું ઓછું દેખાય છે. જોકે હાલમાં રાજેશ થવાણીના સુકાનપદ હેઠળનું ગુજરાતી 'મિડ ડે' નવો ચીલો ચાતરી રહ્યું છે, જે વાત આપણે સૌએ નોંધવી રહી.

આટલા મજબૂત અખબારો, મેગેઝિન્સ કે તંત્રીઓ હોવા છતાં આપણે ત્યાં એ પ્રકારના પત્રકારત્વનો અભાવ જણાય છે. જોકે સારી ગુણવત્તાના પત્રકારત્વનો સદંતર અભાવ છે એમ પણ નહીં કહું. પણ, મને લાગે છે કે ગુજરાતી પત્રકારત્વમાં મીડિયોકોર માણસો વધુ છે, જેના કારણે ‘સમકાલીન’ કક્ષાનું કામ આજકાલ થઈ શકતું નથી.

આજના ગુજરાતી પત્રકારત્વમાં મોટાભાગે સાહિત્યિક ગુણવત્તા નથી, ઘણાખરા લેખો અને કટાર લેખોની ગુણવત્તા નથી, એક જમાનામાં વાચકોને જે અભિવ્યક્તિની સ્વતંત્રતા હતી એનો અભાવ જણાઈ રહ્યો છે, આ ઉપરાંત પહેલાના તંત્રીઓની પોતાની એક સૂઝ અને પરખ હતી. અને મજાની વાત એ હતી કે, તંત્રીઓનો પોતાનો વ્યક્તિગત સ્ટેન્ડ અત્યંત મજબૂત હોવા છતાં તેઓ એમનાથી ભિન્ન મતને સરસ રીતે સજાવીને આદરપૂર્વક રજૂ કરતા. આ ઉપરાંત લેખના મથાળાથી લઈને એને એડિટ કરવાના હોય, કે પછી વ્યૂઝની ફેંફાફેંફી નહીં કરીને હાર્ડકોર ન્યુઝને યોગ્ય રીતે રજૂ કરવાની તમીઝ અને તાલીમ હોય, જે બધું હમણા ખાસ જોવા મળતું નથી.

પ્રશ્નઃ તમારી લેખન યાત્રા કઈ રીતે શરૂ થઈ?

ઉત્તરઃ  માણસ ક્યાં તો શાળાની ઉત્તરવહીઓ દ્વારા લખતો થાય અથવા પત્રો દ્વારા લખતો થાય. પરંતુ મેં ઘરે રહીને મારું પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું એટલે મારે ભાગે ન તો ઉત્તરવહીઓ લખવાની આવી કે ન પત્રો લખવાનું આવ્યું. જીવનના એ તબક્કામાં માત્ર વાંચવાનું જ થતું. પણ, જ્યારે માણસ ચિક્કાર વાંચતો હોય ત્યારે એને ક્યાંકને ક્યાંક અભિવ્યક્ત થવાનું મન તો થાય જ. એટલે મેં નિબંધ અથવા લેખનને લગતી અન્ય સ્પર્ધાઓમાં ભાગ લેવાનું શરૂ કર્યું.

વળી, એ બધી સ્પર્ધાઓમાં ભાગ લેવા પાછળ મારા પપ્પાનું પ્રોત્સાહન પણ જવાબદાર ખરું. શરૂઆતમાં વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવાનું અત્યંત રોમાંચક લાગતું પરંતુ પાછળથી મેં આ બાબતને કરિયર તરીકે અપનાવી લીધેલી. કરિયર તરીકે એટલે કે, ઘરના કેટલાક આર્થિક કારણોસર મેં એવું નક્કી કરેલું કે, મારા ખર્ચાની કમાણી મારે જાતે જ કાઢવી છે.

આજથી પસીસેક વર્ષ પહેલા સમર જૉબની કોઈ સિસ્ટમ તો હતી નહીં કે, આપણે કોઈ નાની-મોટી જૉબ કરીને આપણો ખર્ચો કાઢી શકીએ. એટલે એવા સમયે મારી આવડતનો મેં સહારો લીધો. મને સારું લખવા-બોલવામાં ફાવટ હતી એટલે મેં કૉલેજની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવાનું શરૂ કર્યું. એ સ્પર્ધાઓમાં નિબંધ- શીધ્ર નિબંધ લખવાના આવે અથવા બોલવાનું આવે, જેના માટે પણ એકવાર તો કંઈક લખવું જ પડે! આ પ્રક્રિયા મારે માટે અત્યંત લાભદાયી પૂરવાર થઈ, જેમાં હું ઘણો ઘડાયો અને મને મને મૌલિક રીતે વિચારવાની, લખવાની આદત પડવા માંડી. વળી, એમાં પપ્પાનું કે નિર્ણાયકોનું માર્ગદર્શન પણ મળતું રહેતું.

આ કારણે મારો આંતરિક વિકાસ પણ ઘણો થયો અને હું સેલ્ફ ક્રિટિક થયો. હું ગુજરાતીમાં લખતા લેખકો અને પત્રકારોના લેખનને મૂલવતો થયો કે ભાઈ, ચંદ્રકાન્ત બક્ષી આમ લખે છે કે ગુણવંત શાહ આ રીતે લખે છે અથવા વાસુદેવ મહેતા, નગીનદાસ સંઘવી, રજનીકુમાર પંડ્યા કે નગેન્દ્ર વિજય આ પ્રમાણે લખે છે. સાથે જ હું મારા વિચારો, મારી માન્યતાની પણ ચકાસણી કરતો ગયો કે, ‘આપણે આ લેવલે આપણા વિચારો પ્રસ્તુત કરી શકીએ છીએ ખરા?’ અલબત્ત, આવું કરતી વખતે એક બાબતનું ખાસ ધ્યાન રાખેલું કે, કોઈની શૈલીની નકલ નહીં કરવાની. પરંતુ એ લેખકોનું જે અસરકારક કોમ્યુનિકેશન છે એ કોમ્યુનિકેશનના સ્તરે હું પહોંચી શકું છું કે નહીં એ બાબત હું ખાસ ચકાસતો. અને બસ આમને આમ હું ઘડાતો ગયો અને લખતો ગયો.

પ્રશ્નઃ … તો પહેલી કૉલમ કઈ રીતે મળી?

ઉત્તરઃ  એની પાછળ એક ઈન્સ્ટ્રેસ્ટિંગ વાત છે. મેં આગળ કહ્યું એમ હું વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેતો અને એક વર્ષે યુવક મહોત્સવમાં ઘણી બધી સ્પર્ધાઓમાં મને ઈનામ પ્રાપ્ત થયેલા. એ માટે મારી કૉલેજની એક પ્રેસનોટ હતી અને મારા પ્રિન્સિપલે મને એ પ્રેસનોટ ‘ગુજરાત સમાચાર’ની ઓફિસમાં આપી આવવાનું કહેલું. એ પહેલા પણ મને રાષ્ટ્રપતિના હાથે એવોર્ડ મળેલો, જેના વિશેની માહિતી ‘સંદેશ’માં છપાયેલી. એ માહિતી ‘ગુજરાત સમાચાર’ના રાજકોટના નિવાસી તંત્રી સૂર્યકાંત મહેતાએ વાંચી હશે. એટલે હું જ્યારે મારી પ્રેસનોટ આપવા ગયો ત્યારે સૂર્યકાંત મહેતાએ મને કહ્યું કે, ‘હા ભાઈ, તમારા વિશે આજકાલ છાપામાં ઘણું છપાય છે.’

‘હા, આ રીતના ઈનામો મળતા રહે એટલે છાપમાં એ છપાય એ સ્વાભાવિક છે.’ મેં કહ્યું.

‘ઠીક છે. તમારા પિતા શું કરે છે?’ એમણે મને પૂછ્યું.

મેં કહ્યું, ‘પપ્પા ગુજરાતીના પ્રોફેસર છે.’

‘અચ્છા તો હવે સમજાણું તમારા ઈનામો પાછળનું કારણ. આ બધું તો આમ જ ચાલતું હોય છે.’ એમણે કહ્યું.

એમનો કટાક્ષ હું તરત જ સમજી ગયેલો એટલે મેં એમને કહ્યું કે, ‘તમે જેમ સમજો છો એવું જરાય નથી. મારા પપ્પાને તો ખબરેય નથી હોતી કે હું ક્યાં ભાગ લેવા જાઉં છું. અને જ્યાં જાઉં છું ત્યાં હું મારી રીતે તૈયારીઓ કરીને જાઉં છું. આ ઉપરાંત મારી કૉલેજ પણ એવી કોઈ મહાન કૉલેજ નથી કે, અહીંથી મારા ઈનામો માટે કોઈના પર ફોન જાય. જે કંઈ થઈ રહ્યું છે એ જેન્યુઈનલી થઈ રહ્યું છે.’

મારી વાત સાંભળીને તેઓ હસી પડ્યા અને કહ્યું કે, ‘બધા આમ જ કહેતા હોય છે. પણ, આટલા બધા નંબરો કંઈ એમને એમ નહીં આવે.’

મેં કહ્યું, ‘એવું હોય તો, અત્યારે તમે કોઈક વિષય કહો, જેના પર હું તમને લખી આપું.’

એટલે એમણે જવાહરલાલ નહેરુ પર કોઈક પત્રકારે લખેલો લેખ બતાવ્યો અને કહ્યું, ‘જુઓ, જર્નાલિઝમ ભણેલા પણ નહેરુ પર સારું લખી શકતા નથી.’

મેં કહ્યું, ‘વાંધો નહીં હું એના પર લખી આપું છું.’

એટલે એમણે તો મને થોડાં કાગળ આપ્યા અને પોતે ક્યાંક લટાર મારવા નીકળી ગયા. તેઓ આવે એ પહેલા મેં મારો લેખ પતાવી નાંખ્યો અને એમની ટેબલ પર એ લેખ મૂકીને હું ઘરે આવી ગયો. બીજા દિવસે મારી કૉલેજ પર ફોન કરીને એમણે મને પ્રેસ પર ફરી બોલાવ્યો અને કહ્યું કે, ‘તમે જે લેખ લખ્યો છે એ લેખ અમે કમ્પોઝ કરાવી દીધો છે આવતી કાલે તમારા નામ સાથે એ છપાશે.’

આમ, મારો પહેલો લેખ છપાયો. સાથે જ સૂર્યકાંતભાઈએ મને એમ પણ કહ્યું કે, ‘તમને બીજા પણ કોઈ વિષયો પર લખવાનું મન થાય તો આપતા રહેજો.’ આમ, સમયાંતરે હું લેખો લખતો ગયો અને તેઓ મારી બાયલાઈન સાથે એ છાપતા ગયા.

એવામાં ‘ગુજરાત સમાચાર’ના નિર્મમભાઈ શાહનું મારા લેખો પર ધ્યાન ગયું, જેમણે પૂછપરછ કરી કે, ‘આ કોણ આપણો પગાર વિનાનો પત્રકાર છે, જે વાર તહેવારે આપણે ત્યાં લખતો રહે છે?’ એ દરમિયાન મેં ‘ગુજરાત સમાચાર’માં ઉર્જા પર એક સિરીઝ લખેલી, જે એમને બહુ ગમેલી એટલે એમણે મને અમદાવાદ મળવા બોલાવ્યો, જ્યાં એમણે મને કૉલમ લખવા માટે કહ્યું.

તો મેં એમ કહ્યું કે, ‘હું તો હજુ ભણું છું અને મેં એ દિશામાં હજુ વિચાર્યું નથી.’ એમણે કહ્યું કે, ‘કૉલમ તો ભણતા ભણતા પણ લખી શકાય. આપણે એ છાપીશું. તમે લખો તો ખરા.’

એ વખતે નિર્મમભાઈને મેં આજના જમાનામાં બહુ સિલી લાગે એવો પ્રશ્ન કરેલો કે, ‘પણ કૉલમ માટેના વિષયો હું લાવીશ ક્યાંથી? હમણા તો અહીં હું મને મન થાય ત્યારે લખું છું.’ પણ નિર્મમભાઈ આગ્રહપૂર્વક મારી પાસે કૉલમ શરૂ કરાવીને જ રહ્યા. વર્ષ 1996ના ગાળામાં જ્યારે કૉમ્પ્યુટર્સ નવા નવા આવેલા ત્યારે ‘ગુજરાત સમાચાર’માં અંદરના પાને કોમ્પ્યુટર વિશેની એક કૉલમની બાજુમાં 'સ્પેક્ટ્રોમીટર' શરૂ થયેલી અને ત્યારબાદ અનાવૃત્ત થઈ. હવે તો મારી કૉલમ યાત્રાને વીસ વર્ષ થવા આવ્યાં.

પ્રશ્નઃ લેખ માટે સ્ટોરી આઈડિયા ક્યાંથી મળે છે? અને જ્યારે ઘણા બધા વિષયો એક સાથે મનમાં આવતા હોય તો વિષયની પસંદગી કઈ રીતે કરો છો?

ઉત્તરઃ  સ્ટોરી આઈડિયા હંમેશાં જીવાતી જિંદગીમાંથી જ મળતા હોય છે. અને હું જિંદગીને ભરપૂર માણનારો માણસ છું એની આંખોમાં મારી આંખ પરોવીને જીવનારો માણસ છું. હું સતત બહાર ફરનારો માણસ છું, હું વર્ષમાં ઘણા પ્રવાસો કરું છું અને ઘણી બધી ફિલ્મો જોતો હોઉં છું. એટલે લેખ માટેના વિષયો શોધવા માટે ઝાઝી કવાયત નથી કરવી પડતી. ક્યારેક કોઈ ફિલ્મના એક ડાયલોગમાંથી મને લેખ માટેનો વિષય મળી જાય છે. ક્યારેક કોઈનો લેખ વાંચતી વખતે કોઈક વાક્ય દિલને સ્પર્શી જાય અને એના સંદર્ભે આખો લેખ તૈયાર થઈ જાય. તો ક્યારેક કરંટ અફેર્સ પર લખવાનું થાય. અંગતપણે મેં એ બાબતને પ્રાથમિકતા આપી છે કે, સાંપ્રત પર પહેલા લખવું. મારા મનમાં જુદા જુદા પાંચ વિષયો પર લેખ લખવાના વિચારો ચાલતા હોય અને એવામાં સાંપ્રતનો કોઈ મુદ્દો ચગ્યો હોય તો હું સાંપ્રતને પહેલા પસંદ કરું.

આ પાછળનું કારણ પણ હું તમને કહું. મને એક જવાબદારીનું ભાન હંમેશાં રહે છે કે, મારું કામ કોમ્યુનિકેશનનું છે હું માત્ર મારા નિજાનંદ માટે લખતો નથી. આ કૉલમો લખતી વખતે મને આનંદ મળે એ જુદી વાત છે, પણ માટે નિજાનંદની સાથે 'બીજાનંદ' પણ મારે ધ્યાનમાં રાખવાનો છે. મારી જાતને મેં વચન આપ્યું છે કે, જેમ મારી જાત સાથે મારે અન્યાય નથી કરવાનો એમ મારે મારા વાચક સાથે પણ અન્યાય નથી કરવાનો. એટલે હું દેશ-દુનિયામાં બનતી મહત્ત્વની ઘટનાઓ કે મુદ્દા, જે વિવાદ સર્જે અથવા ચર્ચાના કેન્દ્રમાં વધુ હોય એને પ્રાથમિકતા આપું અને એના પર હું મારો મત રજૂ કરું.

હા, પણ આમાં હું એક વાતનો ખાસ ખ્યાલ રાખું છું કે, કોઈ પણ વિષય પર મારો ટિપિકલ વ્યૂ હોય અથવા એ વિષય સંદર્ભે કંઈક સ્પેશિયલ નહીં હોય તો હું એ વિષય પડતો પણ મૂકું છું. કારણ કે મને ખબર હોય છે કે, આ બાબત પર મારો સાથી લેખક પણ આવું જ કંઈક લખશે. તો વાચકને નાહકનો બોર શું કામ કરવો? એવું વિચારીને હું બીજા વિષય પર નજર દોડાવું છું.

વળી, ઘણી વખત એમ પણ બને કે, કોઈ અત્યંત ચર્ચાઈ ગયેલા અને નાહકની દલીલોમાં ચવાઈ ગયેલા વિષય પર મારે કશુંક સ્પેશિયલ, બીજા કરતા અલગ કહેવાનું હોય તો, ભલે પછી એ વિષય પર પૂર્તિઓની પૂર્તિઓ ભરાતી હોય, પણ એના પર હું મારો દૃષ્ટિકોણ રજૂ કરું!

આ ઉપરાંત મને મારા પ્રવાસોમાંથી પણ લેખોના વિષયો મળી જાય છે. ફેસબુક પર પણ મને લોકો કેટલાક વિષયો સૂચવી જાય છે. પુસ્તકો તો ખરા જ પરંતુ જાતજાતાના મેગેઝિન્સ પણ હું રસપૂર્વક વાંચતો હોઉં છું, જેમાંથી પણ મને કોઈક વિષય જડી જાય છે. આપણે ત્યાં એક સામાન્ય છાપ એવી છે કે, ગુજરાતી પત્રકારો ઉઠાંતરી કરવા માટે જ અંગ્રેજી મેગેઝિન્સ વાંચતા હોય છે. પરંતુ મારા કિસ્સામાં એવું ભાગ્યે જ બન્યું હશે કે, મેં કોઈ લેખો સંઘેડાઉતાર લઈ લીધા હોય. કોઈક વાતને રેફ્રન્સ તરીકે લીધી હોય એવું બન્યું હશે અને મારા છેલ્લાં કેટલાય વર્ષોના લેખોને તમે ઝીણવટથી જોશો તો ખ્યાલ પણ આવશે કે, મેં તમામ રેફ્રન્સને ક્વોટ કર્યાં છે.

પ્રશ્નઃ ક્યારેય લખવાનો કંટાળો આવ્યો હોય અથવા એમ થયું છે ખરું કે, યાર આજે નથી લખવું…

ઉત્તરઃ  કંટાળો આવ્યો હોય એવું તો ઘણી વાર બન્યું છે. આ ઉપરાંત ક્યારેક થાક્યો હોઉં, લાંબા પ્રવાસો કરીને કંટાળ્યો હોઉં, ઘરની કોઈ જવાબદારી હોય, માનસિક રીતે વિક્ષેપ પડે એવી કોઈક ઘટના બની હોય અથવા કોઈની સાથે જીભાજોડી કરી હોય તો એમ થાય કે હમણા નથી લખવું. ઘણી વખતે મારે જે વિષય પર લખવું હોય એના માટેના યોગ્ય સંદર્ભ નહીં હોય કે પ્રવાસોને કારણે મને જોઈતી ડિટેઈલ્સ મને મળતી હોય તો મને એમ થાય કે, હમણા નથી લખવું અને એવા સમયે નહીં જ લખવું જોઈએ એમ પણ હું માનું છું. પરંતુ ભગવાનની કૃપાથી એક અપવાદને બાદ કરતા મારા તરફથી ક્યારેય લેખ નહીં પહોંચ્યો હોય એવું બન્યું નથી. હા, એવું બન્યું છે કે, જાહેરાતને કારણે કે પૂર્તિ પ્રકાશિત નહીં થઈ હોય અને એના કારણે મારો લખાયેલો લેખ પ્રકાશિત નહીં થયો હોય.

પ્રશ્નઃ … આટલા બધા પ્રવાસો અને વ્યસ્તતા વચ્ચે કૉલમની ડેડલાઈન કઈ રીતે સાચવો છો?

ઉત્તરઃ  કૉલમ્સ માટેનું મારું એક કમિટમેન્ટ છે અને એના માટે હું કોઈ પણ ભોગે સમય કાઢી જ લઉં છું. આ કારણે જ વીસ વર્ષની આ યાત્રામાં ‘ગુજરાત સમાચાર’માંથી મારા પર ઉઘરાણી કરતો ફોન નથી આવ્યો. શરૂઆતના તબક્કાથી જ એમને મારા પર ભરોસો છે કે, જયનો લેખ ગમે ત્યાંથી આવી જ જશે.

હા, એવું બન્યું છે કે ડેડલાઈનને પ્રાથમિકતા આપવા જવામાં ક્યારેક ઉતાવળે બહુ સારો લેખ નહીં લખાય. પણ, આવું રેર બને છે અને જ્યારે બને છે તે ત્યારે અત્યંત પરફેક્શનના આગ્રહમાં આમીર ખાન થઈ જવા કરતા હું અક્ષય કુમાર બનવાનું વધુ પસંદ કરું છું, જેથી ડેડલાઈન ચૂકી નહીં જવાય. અને આવે વખતે હું મારી જાતને વચન પણ આપી દઉં છું કે, આ વખતે ભલે આ પ્રકારે લખાયું હોય પરંતુ આનું સાટું વાળવા માટે આવતે વખતે હું આનાથી પણ ઉત્તમ લખીશ.

પ્રશ્નઃ તમે આટલી બધી ફિલ્મો જોઈ અને આટલી બધી નવલકથાઓ વાંચી છે. તો તમે ક્યારેય ફિક્શન કેમ નહીં લખ્યું?

ઉત્તરઃ  ફિક્શન એટલે કે વાર્તા કે નવલકથા લખવા માટે તમારે એના વિશ્વમાં મગ્ન રહેવું પડે. તમારા મનમાં એ વિશ્વ સતત સર્જાયેલું રહેવું જોઈએ અને સાથે જ આ પ્રકારના સર્જન માટે તમારે અત્યંત એકાગ્ર રહેવું પડે. વિશ્વના કોઈ પણ મહાન વાર્તાકાર-નવલકથાકારની કેફિયત તમે વાંચશો તો તમને ખ્યાલ આવશે કે, આ સર્જકોએ અત્યંત શિસ્ત અને એકાગ્રતાથી કામ કર્યું છે. હા, કદાચ ટૂંકી વાર્તાના કિસ્સામાં થોડી છૂટ મળી શકે કે, તમે સ્ટેશન પરના કોલાહલ વચ્ચે વાર્તા લખી શકો. પરંતુ નવલકથા લખતી વખતે ચિત્ત શાંત રહે કે, કન્ટિન્યુટી જળવાયેલી રહે એ અત્યંત મહત્ત્વનું છે. અને હું એવું માનું છું કે, મારામાં એ શિસ્ત નથી. કારણ કે હું તો ટારઝનની જેમ એક ડાળીએથી બીજી ડાળીએ કૂદકા મારવાનો શોખીન છું.

બીજું કારણ એ કે, મૂળભૂત રીતે હું વિશ્લેષણનો માણસ છું. કેટલાક લોકો એવા હોય છે, જેમનું ઈમેજીનેશન અત્યંત ધારદાર હોય છે. પરંતુ વાર્તા- નવલકથાઓમાં ઘટના કે પાત્રો તૈયાર કરવા માટે જે વિશેષ ઈમેજીનેશન જોઈએ એ હજુ મને મારામાં દેખાયું નથી. હા, પણ મને આસ્વાદ કરાવવામાં ઘણી ફાવટ છે. ઘણી વાર એવું બન્યું છે કે, હું કોઈક વાર્તા અથવા નવલકથા પર લેખ લખું તો એ વાતને અત્યંત બહેલાવીને રજૂ કરું. જેના કારણે મારી પાસે અનેક વાર એવા ફિડબેક આવ્યા છે કે, વાચકોને મૂળ વાર્તા કરતા મારો લેખ વધુ રસિક લાગ્યો હોય.

(આટલુ વાંચ્યા પછી હજુ પણ JVને વાંચવાની ઈચ્છા થાય છે ને? વાંધો નહીં આવતી કાલે અહીં જ આપણે આ ઈન્ટરવ્યુનો બીજો ભાગ પ્રકાશિત કરીશું!)

આનંદ
દક્ષિણ ગુજરાતને અડીને આવેલું એક નાનકડું શહેર એટલે દમણ. આ નાનકડા કેન્દ્રશાસિત પ્રદેશ દમણની એક અલાયદી ઓળખાણ પણ છે! સુરતીઓ માટે એવું કહેવાય કે તેઓ ભલે દુબઈ, સિંગાપોર કે બેંગકોક ફરવા જશે પણ એમને દમણનું આકર્ષણ છૂટતું નથી!

દમણમાં થોડા વર્ષો પહેલાં ઉદ્યોગો માટે ટેક્સ બેનિફિટની સ્કીમ નીકળી હતી અને ત્યાંના રહેવાસીઓ બિનખેતીલાયક જમીન વેચીને જેટલી માગે એટલી કિંમત મેળવીને આર્થિક રીતે સદ્ધર થયા હતા. ધીરે ધીરે ઈન્ડસ્ટ્રીઓ શરૂ થતાં દમણમાં અનેક લોકોને નાનાથી મોટા ધંધાનાં કામ મળ્યા. એમાં જે બાકી રહેલા એમને કમસે કમ ઘર ચાલી જાય એવી સામાન્ય નોકરીનાં ચાન્સ પણ મળ્યાં હતા.

અમને પણ જેવી વિદ્યાનગરમાં કોલેજ પૂરી કરી કે તરત જ દમણની એક કેમિકલ કંપનીમાં જોબ મળી. અમારી કંપનીમાં લગભગ ચારેક જણા, આજુબાજુનાં નાના ગામોમાંથી નોકરી કરવા માટે આવે. એમાનો જ એક ઓગણીસ વર્ષનો આનંદ, જે લેબોરેટરીમાં હેલ્પર તરીકે કામ કરે.

આનંદ એટલે જાણે હાલતો-ચાલતું બોલિવુડ. એને બોલિવુડના બધા તાજા ન્યૂઝ ખબર હોય. ફિલ્મો જોવાનો પણ એ એટલો જ શોખીન. નવી રિલીઝ થતી તમામ ફિલ્મો એ જોઈ આવે અને વળી, એ ફિલ્મોની નકલ પણ કરે. સ્ટાઈલિશ વાળ, પેન્ટ, ટી-શર્ટ કે શર્ટ, શૂઝ… બધુ જ એનું ફિલ્મો મુજબનું હોય. હંમેશાં હસતો-હસતો વાળમાં હાથ ફેરવતો એ લેબનાં સાધનો સાફ કરતો રહેતો અને બીજીબાજુ, ફિલ્મી ડાયલોગ્સ બોલતો રહે અથવા મંદ સ્વરે ફિલ્મી ગીતો ગાતો હોય! એની ખાસિયત એ પણ કે એનું કામ પણ એટલું જ ચોખ્ખું, અમુક નાની-નાની ટેસ્ટ પણ એને આવડે અને કોઈક વાર તો અમે બીજા કામમાં બિઝી હોઈએ તો એ જ અમુક પ્રોડક્ટ્સનાં ટેસ્ટ કરી નાંખે.

પણ એ આનંદની એક જ તકલીફ અને એ તકલીફ એટલે એની ગેરહાજરી! આનંદ ન આવે તો એકીસાથે બે-ત્રણ દિવસ ન આવે. અમને એમ કે એનું ત્યારે એક એના જ ગામની સ્કૂલમાં ભણતી છોકરી સાથે અફેર હતું એટલે કદાચ...!? તે એ છોકરીનો પાસપોર્ટ સાઈઝનો ફોટો પણ એનાં પાકિટમાં રાખતો.

અમારા મેનેજર એને ઘણીવાર કહેતા કે, ‘આનંદ તું નોકરી કરવાનો છે કે? હવે જો આમ કરીશ તો તારી નોકરી જશે...’ પણ આનંદ એટલે આનંદ, એ ટાઈમ પૂરતો બે-ત્રણ અઠવાડિયા એકદમ બરાબર આવે અને પાછું એ નું એ જ.

એકવાર એવું બન્યું કે, આનંદ એકીસાથે દસ દિવસ ન આવ્યો અને હવે અમારા મેનેજર પણ એ પાછો આવે તો નોકરીએ રાખવાની ના પાડતા હતા. પ્રોડક્શનમાં કામ કરતા એક ભાઈએ એનું ઘર અને ગામ જોયું હતું, એટલે એને સમજાવી શકાય અને એની નોકરી બચી જાય એ આશયથી અમે ચાર જણા ઉપડ્યા, આનંદના નાનકડા ગામમાં.

એકદમ નાના સરખા ઘરે એના પિતા મળ્યા, જેમનાં દ્વારા જાણવા મળ્યું કે આનંદ હમણાં થોડીવાર પહેલા જ ઘણા દિવસો પછી ઘરે આવ્યો છે અને પાછો જરાક જ વારમાં ઘરમાંથી નીકળ્યો છે, કદાચ તળાવ કિનારે જુવાનિયાઓ જોડે બેઠો હોય! અમે ત્યાં ગયા તો આનંદ ત્યાં જ મળી ગયો.

અમે ત્યાં આનંદની વાતો સાંભળતા રહ્યા. એ આટલા દિવસો નવસારી જેલમાં હતો અને આજે જ રજનીશભાઈનાં વકીલે એમને બધાને છોડાવ્યા. ત્યાર પછી અમને બધી હકીકતો જાણવા મળી કે એ શું કામ એકી-સાથે બે-ત્રણ દિવસની રજા લઈ લેતો હતો.

તો એમની એક નાનકડી ગેંગ હતી. બધાને યામાહા બાઈક આપવામાં આવતી, જે બાઈક દારૂની બોટલોથી ભરી હોય. એટલે જે સમયે રજનીશભાઈ કહે ત્યારે કીક મારીને નીકળવાનું અને એમને ગુજરાતના કોઈ પણ સ્થળે સ્ટોક પહોંચાડવાનું કહેવામાં આવે ત્યારે એમને એ પહોંચાડી આવવાનું. પહેલો બાઈકર ફક્ત સુપરવિઝન માટે એનું બાઈક એકાદ કિલોમીટર આગળ હંકારતો હોય અને એને જો કંઈક એવું માલૂમ થાય કે પોલીસ કે કંઈ બીજું ચેકિંગ હોય તો એ તરત જ પાછો વળીને બધાને જણાવી દેતો.

નાનકડા ‘બગવાડા’ ગામની રેલવે ફાટકની સરહદ પાસેથી એકીસાથે એમના આ બાઈક્સ નીકળતા. લગભગ બધા જ છોકરાઓને રજનીશભાઈ ઉપર ભરપૂર, વિશ્વાસ અને આનંદ સહિત એમાંના ઘણાને એવું સપનું કે એમણે આ રજનીશભાઈ જેવા મોટા બુટલેગર બનવું છે!

આનંદ દ્વારા જાણવા મળ્યું કે રજનીશભાઈનું કનેક્શન ઘણા પોલીસવાળાથી માંડીને રેલવે ફાટક પર નોકરી કરતા રેલવેના કર્મચારીઓ સાથે પણ હતું. બે વર્ષમાં તેઓ પહેલી વાર પકડાયા હતા. જોકે એ પોલીસ પણ ગાંધીનગરના નશાબંધી ખાતાની હેડ ઓફિસની હતી.

આનંદની આ થ્રિલર સ્ટોરી સાંભળીને અમે એને ઘણો સમજાવ્યો પણ એ એની જીદ ઉપર અડી રહ્યો. ધીરે ધીરે અમે બધા પણ રૂટિન લાઈફમાં અને કામમાં વ્યસ્ત થતાં ગયા અને ચારેક વર્ષના ગાળામાં અમારામાંથી ઘણા ધીરે ધીરે એ કંપનીમાંથી સારા ચાન્સ મળતા છૂટા થતા ગયા.

પણ અમારા મેનેજર હજુ પણ ત્યાં જ છે અને અમારી દોસ્તોની ટીમ જ્યારે પણ ભેગી થાય છે ત્યારે અમે એ દિવસોને દિલથી યાદ કરીએ છીએ. આ દરમિયાન આનંદ પણ અમને અચૂક યાદ આવે જ આવે. અમારા મેનેજર દ્વારા આટલા વર્ષો પછી અમને ખબર પડી કે, આનંદ ન તો કોઈ મોટો બુટલેગર થઈ શક્યો કે ન કોઈ વાઈનશૉપ ખોલી શક્યો. પણ તે એક પ્રાઈવેટ સ્કૂલમાં પટાવાળાની નોકરી કરે છે અને લવમેરેજ કરીને એને એક નાની દીકરી છે.

એક વખત આ હેરાફેરીમાં પોલીસનાં સકંજામાં આવવાની બીકે બાઈક ઝડપભેર હંકારતા એનો અકસ્માત થયો અને એના પગમાં જોરદાર ફ્રેક્ચર થયેલું. સતત બે-ત્રણ વર્ષ પોલીસ-કોર્ટનાં ધક્કા ખાઈ ખાઈને કંટાળીને આખરે આનંદે એ કામ પડતું મૂક્યું હતું....!!

અને અમારામાંથી એક આનંદની સ્ટાઈલમાં વાળમાં હાથ નાંખતા નાંખતા બોલ્યું કે, ‘ચલો ભાઈ, યે ભી અચ્છા હુઆ’?

આજ દિવાળી... કાલ દિવાળી... દિવાળીનું મેડીયું....
‘મમ્મી નવું ફ્રોક જોઈએ...’

‘બેટા દિવાળી આવી રહી છે. દિવાળી પર....’

‘બા, ચણાના લોટનો લાડવો ક્યારે બનાવશો? ખાવાનું બહુ જ મન છે.’

‘દીકરા દિવાળી પર મગજ (લાડવો) બનાવવાની જ છું.’

‘પપ્પા, નવી પેન (ઈન્ડીપેન) અને શાહીનો ખડિયો લાવી આપો ને...’

‘બસ દિવાળીનું બોનસ મળશે ને, તરત જ લઈ આવીશ. સુરતથી ‘પ્રતાપ’ની પેન લાવીશું. તે જ સારી આવે...’

અને આમ ને આમ અમે નાનેરાઓ કાગડોળે દિવાળીની રાહ જોઈને શું શું મગાવવાનું છે તેનું લિસ્ટ મનમાં તૈયાર કરતાં રહીએ. આ વાત અને સંવાદો 1970-80નાં દાયકાનાં છે અને એમ કરતાં, રાહ જોતાં દિવાળી આવી જાય, ને દિવાળીનાં પાંચ દિવસ આગળથી ગામનાં ઘરોમાં ચહલ-પહલ શરૂ થઈ જાય.

લીપવા-ગૂંથવાનું કામ તો પહેલાથી જ થયું હોય એટલે ઘરની બધી સ્ત્રીઓ સાથે મળી ધૂઘરા, મગજ, ચણાના કરકરા લોટના લાડવા. ખડમડીયાં (સુંવાળી), મઠિયાં, થાપડાં ચેવડી બનાવવા બેસે અને નાનેરાં બીતાં બીતાં પૂછીએ, ‘જરાક ચાખવું છે.’ તો સામેથી જવાબ મળે ‘લક્ષ્મીપૂજા પછી ખાવાનું જ છે.’ આ બધું મેં મારાં પિતાનાં આજાબાપાનાં ગામ વલથાણ (કામરેજ તાલુકો)માં માણ્યું છે. તે સમયે આજાબાપાનાં ખેતરોમાંથી કપાસ આવી ગયેલો હોય તેને બારડોલી કપાસ લોટવાનાં જીનમાં નાંખવા જવા માટે ઘરનાં અન્ય પુરૂષો, આજાબાપા અને ખેતરે તેમજ ઘરે કામ કરવાવાળાં સૌ મજૂરો મળીને બળદ ગાડાં તૈયાર કરે અને પછી તેઓ બારડોલી જવા નીકળી જાય.

ત્યાંથી કપાસનાં પૈસા લઈને દિવાળી માટેની ખાસ ખરીદી માટે સુરત ઉપડી જવાનું હોય. નીકળતાં પહેલાં બાપા ઘરમાં જેટલાં છોકરાં-છોકરીઓ હોય એમને એકઠાં કરે અને પૂછે ‘તમારાં બધાં માટે દિવાળીનું સુરતથી શું શું લાવવાનું છે?’

બધાં એક સાથે કલબલાટ કરીને પોતાની ફરમાઈશ કરે. વારાફરતી બધાંની ફરમાઈશ બાપા સાંભળે ને છેલ્લે મોટાં અવાજમાં અમે બાપાને કહીએ. ‘બાપા ફટાકા તો ભૂલી જ ગયાં.’ અને બાપા અમારી સાથે હસતાં હસતાં કહે કે, ‘એ તો વગર કહ્યે લાવવાનો જ ને...’

વળી, ત્યારે બાપા ગામનાં સરપંચ અને પાંચમાં પૂછાતું નામ એટલે દિવાળી પર તેઓ તેમની એકની એક દીકરી અને તેનાં દીકરાનાં કુટુંબને દિવાળી કરવા તેમને ત્યાં બોલાવે. સાથે એમનાં પોતાનાં દૂરનાં બહેન-દીકરીઓ, જમાઈઓ બધાંને પણ દિવાળી કરવા બોલાવી લેતાં.

પછી વારો આવે પરિવારની દીકરીઓ, બહેનો અને વહુઓનો... બાપા બધાને પાસે બોલાવે ને એક પછી એક બધાંને પૂછે કે તેમને સુરતથી શું જોઈએ છે? મારી માતા જે એમનાં એકનાં એક (મોંઘા) દોહિત્રની વહુ, એમને ખાસ બોલાવીને પૂછતાં ‘તને શું જોઈએ?’ મારી માતા દર દિવાળીએ એક બાંધણીની સાડી મગાવતી. તેઓ મારી માતાની ખૂબ જ કાળજી રાખતાં અને કહેતાં માસ્તરની દીકરીને પરણાવી ને લાવ્યો છું તો મારે તેનું વિશેષ ધ્યાન રાખવું પડે. (તે સમયે સમાજમાં માસ્તરનું સારું એવું સન્માન હતું.)
છેલ્લે પિતાજીનાં આજીબાનો નંબર આવે. પણ બાપા એમને પૂછે તે પહેલાં જ આજીબા કહી દે ‘મારે તો કશું નહીં જોઈએ.’
પછી બાપા જાય... અને અમે રાહ જોવા બેસીએ કે ક્યારે બાપા આવે ને મનગતું લાવે. આ બાજુ આજીબા દર વર્ષે ઘરે માટીનાં દીવડાં અને માટલું મૂકવા આવતી મણી કુંભારણને અમુ પાલી (જૂનું માપ) ઘઉં આપે ને સાથે આપે સવા પાંચ રૂપિયા રોકડા! પછી વારો આવે ઘરનાં વાળંદનો. તેને પણ આજી ઘઉં ને પૈસા આપે.

દિવાળી પહેલાં બાપા ઘરે દરજી બેસાડીને બધાંનાં નવાં કપડાં (બેસતાં વર્ષ માટે) તૈયાર કરાવતાં તે બંને પતિ-પત્નીને બોલાવીને આજીબા ને મારાં પિતાનાં મામી ઘઉં, દાળો અને તેમની સિલાઈનાં પૈસા આપે. હળ બનાવવાવાળાં, દાતરડાં, કોદાળી, કુહાડી, પાવડાં, તગારાં બનાવનારા બધાંને જ દિવાળીનું ઘટતું-કરતું આ ઘરેથી મળી જાય. ઘર તેમજ ખેતરે કામ કરતાં દૂબળાં (હળપતિ) સમાજનાં મજૂરોનાં પૂરાં કુટુંબો જે અમારી સાથે જોડાયેલાં હોય તે બધાં ને કપડાં અને મિઠાઈનાં પૈસા ખુલ્લા હૃદયે પહોંચાડાય. કોઈ માંદુ-બિમાર હોય તો તેને દવાનાં પૈસા પણ અપાય. જાણે આખું ગામ એક કુટુંબ!

અને પછી બાપા સુરતથી આવે એટલે અમે બધાં બાળકો તેમને વિંટળાઈ જઈએ. મારા દાદીમાના ભાગે બધાં છોકરાઓ અને વહુ-દીકરીઓને તેમણે ગમતું જે મગાવેલું હોય તે સોંપવાની જવાબદારી અપાય. સૌ પુરૂષો પોતાનાં માટે નવી ધોતીઓ અને પહેરણ- બંડી લઈને ખુશ થતાં હોય તો, વહુઓ દીકરીઓ ચાંદીનાં સાંકળા, નવાં લૂગડાં-સાડી લઈને હરખાતી હોય. અમને બાળકોને દરેકને ફટાકડાનો ભાગ અલગ પાડી આપવામાં આવે. અમે તો અમારા ઘરેલુ કામવાળા મંગરીયાનાં દીકરાનો પણ ભાગ પાડીએ!

દર દિવાળીએ જ ખાવા મળતી સુરતની ‘મોહન’ અને ‘ઠાકોર’ની મિઠાઈઓ સાચવી સાચવીને ખાઈએ. અમારી બધાંની આ ખુશી-હરખ, આજીબા અને તેમનો દોહીત્ર એટલે મારા પિતા વચલી પઠાર (ઘરનો વચ્ચેનો ઓરડો)ની એક થાંભલીએ ઊભા ઊભા સંતોષનાં ભાવ સાથે જોયાં કરે. ધનતેરસનાં દિવસથી સાથિયાં બરાબર પાડજો એવું બોલીને મારી દાદીમાં મને રંગ-કરોટી આપી દે. અગિયારસની સાંજે તુલસી ક્યારા આગળ સાથિયો પાડીને શરૂઆત થાય. ફટાકકા કરતાં મને સાથિયાં પાડવામાં વધુ રસ.
ધનતેરસે બળદો-ગાયોનાં શિંગડા રંગવામાં આવે. સાથે જ ગેરુનાં હાથનાં થાપા તેમનાં શરીર પર પણ દઈએ! મારાં પિતા સમજાવતાં અમને બાળકોને જાય ‘આ જમીન છે, ખેતર છે, સાથે ગાય, ભેંસ, બળદો છે, તે જ આપણું ધન. તેનાંથી જ આપણે જીવન જીવીએ, સ્વસ્થ રહીએ એટલે આપણે તેની પૂજા કરીએ.’ પર્યાવરણ અને માનવજીવનનો પરસ્પરનો આત્મીય સંબંધ!

કાળીચૌદશે વહેલાં ઊઠીને બાળકોને નહડાવવાની પડાપડી થાય. કારણ કે મોટાં બધાં એવું કહે કે, કાળી ચૌદશે જે મોડાં ઊઠે તે વધારે કાળાં થઈ જાય. પછી ઘઉં, જુવારનાં કરકરા લોટનાં ખાટાં વડાં ગરમ ગરમ ઊતરતાં હોય. પહેલો ઘાણ ઊતરે એટલે ઘરનાં વડિલો ચોતરે જઈને ચાર દિશામાં વડાં ફેંકીને ભૈરવ તેમજ દિગપાલો ને આપી આવે.

રાત્રે અળધો-બળધો નીકળે તેમાં ‘તાવ જાય તરીયો જાય, રોગ જાય, રાયો જાય...’ એવું બોલવામાં આવે. વળી મોડી રાતે ગામનાં કોઈ બંધ ઘરની ઓટલી પર બેસી અમારાં કરતાં થોડાં મોટાં છોકરાં વાતે લાગ્યાં હોય ત્યાં સાંભળવા મળે કે, આજે તો ડાકણો કૂવા પર સુતરનાં તાંતણા પર બેસી હિંચકા ખાશે અને કાળી ચૌદશ સાધશે. અમે નાનાં ગભરાઈને મા-બાપને શોધવા લાગીએ. ડર બહુ લાગે, પણ આવી વાતોમાં રસ પણ બહુ પડે. તે સમયે બધે દીવાનો જ રિવાજ હતો. લાઈટનાં તોરણ હજુ ગામો સુધી નહોતા પહોંચ્યા.

વળી, દિવાળીનાં દિવસે સાથિયા સ્પર્ધાની અલગ મજા હોય! બધાં જ એકબીજાનાં આંગણે પૂરાતાં સાથિયાં જોવા નીકળે. જરૂર લાગે ત્યાં સ્ત્રીઓ એકબીજાને મદદ કરે. હંસાતૂંસી ખરી પણ વેરભાવ નહીં. લગભગ બધાંના જ હ્રદયમાં ‘આપણે ગામનાં અને ગામ આપણું' એવો સ્પષ્ટ ભાવ હોય. દિવાળીનાં દિવસે જ ગામનાં યુવાનોની ટોળી વાંસને લગભગ 1.5થી 2 ફૂટ જેટલી કાપીને ઉપરથી ચાર ચીરા પાડી તેની અંદર કોપરાંની ખાલી કાચલી બેસાડી દે. તેમાં કપાસીયાં ભરે અને ઉપરથી થોડું દિવેલ રેડે અને મશાલ પ્રગટાવે, જેને લઈને તેઓ ગામનાં દરેક ઘરમાં જઈને બોલે (ખાસ કરીને નવી આવેલી વહુ, ભાભીઓને)

‘આજ દિવાળી, કાલ દિવાળી, દિવાળીનું મેડીયું

ઘરમાં છે પણ બોલતી નથી, દિવેલ છે પણ પૂરતી નથી...

દિવાળીનું મેડીયું’

આવું ટોળું ચાલતું હોય તેમાં એક જણ ગામમાં જે છોકરું એક વર્ષનું થયું હોય તેને તેડીને ચાલતો હોય, તેથી ગામનાં દરેક ઘરમાં ખબર પડે કે ફલાણાંને ત્યાં આ છોકરું એક વર્ષનું થયું.

થોડીવારમાં તે મેડીયું (મશાલ)માં પેલી નવી વહુ માથું ઓઢતી આવે અને દિવેલ (એરંડીયું તેલ) પૂરે. ગામનાં બધાં દિયરો, નવી ભાભી પાસે એક રૂપિયો માગે અને આમ દિવેલની સુગંધવાળો ધૂમાડો ગામનાં ઘરોમાં ફરી વળે... મારી દાદીમાં મને સમજાવતાં કે, આમ કરવાથી ઘરનાં હાનિકારક જંતુ મરે અને આપણું સ્વાસ્થ્ય સારું રહે.

વળી, ફટાકા ફોડતી વખતે તો જબરી મજા આવે. યુવા વર્ગ હિંગોરામાં કાણું પાડીને એમાં બે પ્રકારનાં રસાયણો ભેળવી મોટાં બોમ્બ ધડાકા બનાવતાં, ભોંય ફટાકડા પણ બોમ્બ જેવાં ફોડાતાં.

ને નવું વર્ષ બીજા દિવસે... ઘરનો આગલો ઓરડો સરસ ચાદરો અને ગાદી-તકિયાથી સજાવાયેલો હોય. પાન-બીડીની તાસકો, નવો રંગેલો હિંચકો તેની પોલીશ કરેલી ચમકતી પીતળની સાંકળો... લોકો આવતાં જાય, સાલ મુબારકની આપ-લે થાય, દિવાળીની બોણી અપાતી જાય, બાપા સરપંચ તરીકે અને સ્નેહી તરીકે દરેકને મળે, લોકો પગે લાગે ત્યારે એક એક રૂપિયો આપે... તેમાં અમારાં માંના કેટલાક તોફાની બીજીવાર કે ત્રીજીવાર પગે લાવગા જાય અને બાપા ઓળખી જાય એટલે પીઠ પર ધબ્બો લગાવીને કહે ‘જા હારો પાછો આવ્યો કે...’ ને સાંજ પડ્યે ઘરની સામે બોરસલ્લીનાં ઝાડની નીચે ચોતરાં પર બેસીને બાપા મંગરીયાને પૂછતાં હોય ‘કાં એલા.. ઓણનું વરહ કેવું રીયું?’ ને મંગરીયો ઉત્તર આપે, ‘બાપા બો હારું રે... આ બધાં કેટલાં ખુશ થીયાં... તે હારું જ કહેવાય.’

આ બધું યાદ કરતાં મને આપણાં ગુજરાતનાં મહાન લેખક શ્રી પન્નાલાલ પટેલનો ‘પરથમીનો પોઠી’ યાદ આવી ગયો. ખરેખર ખેડૂત તો પૃથ્વીનો પોઠીયો જ કહેવાય. ત્યારે નાનાં-નાનાં સુખોની મજા અલગ હતી. ગ્રામલક્ષ્મીની જાહોજલાલી, કોઈની પાસે ઝાઝા પૈસા કે બેન્ક બેલેન્સ નહીં હોય, પણ અભાવો વચ્ચે પણ મસ્તી અને મૌજ. કોઈની પાસે ગાડી, બંગલા, અવનવાં વરણાગીયા તૂત નહીં છતાં આનંદમાં કોઈ ખોટ નહીં.

ત્યારે ગામનું અર્થતંત્ર જ ખેતી ઉપર. કેટલાક લોકો નોકરી પણ કરતાં, પરંતુ કોઈ મોટી એલફેલ આવક અચાનક વધી જાય એવું કોઈને વળગણ નહીં. સાચી રીતે સહુનો સાથ, સહુનો વિકાસ. બધાની જ જરૂરતો સંતોષાઈ રહેતી. ગામની લક્ષ્મી ગામમાં જ ફરતી રહેતી અને સાથે આપણી, ભાષા, ભૂષા અને ભોજન! આ ત્રણનું આવાં મોટાં તહેવારોમાં એટલું મહત્ત્વ કે સંસ્કૃતિ અને પરંપરા સાચવવાં આજે લોકો ફાંફા મારે તેવું કરવાની કોઈ જરૂર નહીં. આ તો થઈ ગઈકાલોની દિવાળી....

હવે આજની દિવાળીની વાત કરીએ તો દશેરાથી અથવા તે પહેલાંથી જ દૃશ્ય-શ્રાવ્ય માધ્યમો અને વાંચન માધ્યમો અનેક પ્રકારની જાહેરાતો તેમજ ઓનલાઈન ખરીદારીથી ખદબદવા માંડે. એ તો ઠીક પરંતુ અત્યારનાં છોકરાંવ ને તો રોજ દિવાળી! મોટી દુકાનો, મોલની ચમકતી દુકાનોમાંથી એમણે છાશવારે ખરીદી કરવાની અને મોજમસ્તીમાં કોઈ ખોટ નહીં. નવાં કપડાં માટે દિવાળીની રાહ તો જોવાની જ નહીં. અને લાઈટનાં તોરણો પણ દરેક દુકાને રોજ જ લાગેલાં રહે. આ બધામાં મહત્ત્વની વાત તો એ છે કે વ્યક્તિગત જરૂરતો અને બિનજરૂરી મોજ-મસ્તીમાં ડૂબેલી આ પેઢીને બીજાનો ખ્યાલ કરવાનું શિખવાનું કયાં મળશે? બધી જ રીતે બજાર પર આધારીત સમાજ પારસ્પર્યનું મહત્ત્વ સમજી શકશે ખરો?

ઉપર ગઈકાલની દિવાળીમાં વર્ણવાયું તેવું સુખ અને સમાજને સમાજશાસ્ત્રી ‘એરિક ફ્રોમ’નાં શબ્દોમાં કહીએ તો Pace of Pace સમાજની અવધારણાં બજારની રખડતી લક્ષ્મી (પૂંજી)એ નષ્ટ કરી નાંખી. બાળકોને પણ માગે એટલે મળી જાય એવો જ ખ્યાલ, એટલે રાહ જોવાની મજા અને એવા ભાવથી આખો સમાજ વંચિત રહેવાનો. પહેલા સમાજ બજાર પર ઓછો આધારિત રહેતો, પણ હવે તો બજાર સમાજ પર સવારી કરે છે. સામાન્યજનની તમામ પ્રકારની ખુશી હવે બજાર પર આધાર રાખે છે. વળી, બજાર બધાંને ધીમે ધીમે પાલતું બનાવે એટલે બધાં જ તેનાં વ્યસની થતાં જઈ રહ્યાં છે.

આમ ને આમ બજાર આધારિત સંસ્કૃતિએ આપણી ભાષા, ભૂષા અને ભોજન પર સતત હુમલો કરી કરીને આપણને લાચાર બનાવી મૂક્યાં છે. આપણે પરંપરા, પર્યાવરણ, સંસ્કૃતિ સાચવવાનાં રોદણાં રડીએ છીએ. પરંતુ કરતાં કશું નથી. આજના બજારની આવારા લક્ષ્મીથી અભિભૂત આપણે સૌ સુખ અને આનંદનાં ટાપુ શોધવાનો દેખાવ કરતાં રહીએ છીએ. ચેતી જવાનો સમય હજુ પણ છે.

છેલ્લે દિવાળીમાં મેડીયાં (મશાલ) જેવી એક વાત સાથે લેખ પૂરો કરીશ. હિન્દી ભાષાનાં જનચેતનાનાં લેખક અને કવિ શ્રી ગજાનન ‘મુક્તિ બોધ’ દ્વારા એક રૂપકકથા લખવામાં આવી હતી. એક જંગલમાં અનેક પક્ષીઓ હળીમળીને રહેતાં અને સૌ મહેનત કરીને ભોજન મેળવતાં. એક દિવસ એક પારધી આવ્યો. તેણે પક્ષીઓ સામે પ્રસ્તાવ મૂક્યો કે, ‘હું તમને રોજ એક ઉધઈ ખાવા આપીશ. તમે મને રોજ તમારાં પીછાંમાંનું એક પીછું આપજો’ ઘરડા પક્ષીઓને આ પ્રસ્તાવ સ્વીકાર નહોતો. પરંતુ નાનાં અને યુવા પક્ષીઓ ઉત્સાહિત થઈ ગયાં. તેમણે પારધીની વાત માની લીધી કારણ કે, હવે તેમણે ભોજન શોધવાં મહેનત નહીં કરવી પડે!

બધાં રોજ એક પીછાંના બદલે એક ઉધઈ ખાય. એમ કરતાં એક દિવસ એવો વખત આવ્યો કે, તેમનાં શરીર પરથી બધાં પીછાં ગાયબ થઈ ગયાં. હવે એમનાથી ઉડાતું નહીં. થોડું ઘણું ચલાતું પણ જાતે ભોજન શોધવાનું તેમને આળસ પણ આવવા માંડ્યું. પેલાં ઘરડાં પક્ષીઓએ તેમને ચેતવ્યાં અને કહ્યું, ‘જાવ તમારાં પીછાં પેલાં પારધી પાસેથી લઈ આવો. તેઓ ગયાં અને પોતાના પીછાં માગ્યાં. તો પેલા પારધીએ કહ્યું, ‘હું ઉધઈનો વેપાર કરું છું પીછાંનો નહીં!’ અને પેલાં પીછાં વગરનાં પક્ષીઓ ધીમે ધીમે મરી ગયાં. ઘરડાં પક્ષીઓ બચી ગયાં. મિત્રો આટલી આ વાતથી આપણે પણ ચેતી જઈએ તો ઘણું. બાકી તો, ‘આજ દિવાળી... કાલ દિવાળી... દિવાળીનું મેડીયું...’

કમુની મા
ધરતીએ કોઈ ભૂલ કરી હોય અને સૂર્યદેવ એની સજા આપતા હોય એમ ધરતી પર અગ્નિ વરસી રહ્યો હતો. એવા ટાણે વળી સવિતાકાકીને ગામના મોટા મંદિર પાસે તેડવામાં આવી હતી. ગામમાં રોજની જેમ આજે પણ મહિલાઓની પંચાત મંડળી ભેગી થઈને બેઠી હતી. મંદિરે પહોંચતા સવિતાકાકીને થોડું મોડું થયું. મહિલાઓએ કમુને પાગલખાનામાં મૂકી આવવાની સલાહ આપી. આ સલાહે કમુકાકીની આંખમાં ઝળઝળિયાં લાવી દીધાં. એના ગળાનો સ્વર જાણે હણાઈ ગયો, પણ મન મક્કમ કરી એણે એટલો જ જવાબ આપ્યો, ‘મા ચાકરી ન કરી શકે તો દવાખાનાવાળા પાસે શી આશા રાખવી?’

સવિતાકાકીની આવી વાત સાંભળ્યા પછી કોઈ તેની પાસે કમુની ફરિયાદ લઈને જતું નહીં. કમુ નાનપણથી કાન અને મોઢાની ઈન્દ્રિયથી વંચિત હતી. વળી, કમુનું નસીબ માત્ર શરીર પૂરતું જ સીમિત હોય તેમ એની મગજની ઈન્દ્રિય પણ કામ ન કરે. આવી ગાંડી છોકરીને એકલે હાથે વિધવા સ્ત્રી સંભાળે તોય એના ચહેરા પર ક્યારેય લગીર થાક જોવા ન મળે. દીકરી પ્રત્યેની આ નિષ્ઠાને કારણે ગામના લોકો સવિતાકાકીને ખરાં માતૃત્વનું ઉદાહરણ માનતા.

કમુ તો સવિતાકાકીનો આધાર હતી. બાકી ત્રણ દીકરાઓને પણ ઉછેરીને મોટા કર્યા. ભણાવ્યાં, ગણાવ્યાં અને પિતાના પ્રેમની ઉણપ પણ ક્યારેય થવા ન દીધી. દીકરાઓના લગ્ન થતા ગયા એમ તેઓ વારાફરતી પોતપોતાની વહુઓ સાથે શહેરમાં જઈને વસવા લાગ્યાં. રજાના દહાડામાં છોકરાઓ, વહુઓ અને પૌત્રો ઘરે આવે. વહુઓ ગાંડી નણંદના વર્તનથી દૂર ભાગે. એમના નાના બાળકોને પણ ક્યારેય ફઈ પાસે ફરકવા ન દે.

સામેની તરફ સવિતાકાકી પણ પૌત્રો કરતાં પોતાની કમુનો ખ્યાલ પહેલા કરે. માના આ વર્તન સામે દીકરા તો માઠું ન લગાડે, પણ વહુઓ કાંઈ ચૂપ બેસે? પોતાના પતિઓને ફરિયાદ કરતી જાય અને મહેણાં મારતી જાય, ‘આ ડોસીને હીરાની કદર નથી અને આ કોલસો હાથમાં ફેરવે છે.’

‘ગાંડીને ક્યાં સંડાસ-પેશાબ ક્યાં કરવા તેનુંય ભાન નથી. જો બે થપ્પડ મારી હોય તો સાન ઠેકાણે આવી જાય. હથેળીમાં ફેરવી ફેરવીને જ કઈ રીતભાત શીખી નથી. મા તો અમે પણ છીએ, પણ માતૃત્વ એટલું બધું ન છલકાવાય કે તેની કદર ન થાય.’ વહુઓના આવા ટોણા સાંભળીને સવિતાકાકી છાના ખૂણામાં જઈને આંખના ખૂણા ભીના કરી લેતા. છતાં દીકરાઓ સામે કોઈ ફરિયાદ કરતાં નહીં. એમ માની લેતા કે નસીબમાં લખ્યું છે તો ભોગવવું તો પડશે જ. આ તો ઠીક, પાડોશમાં રહેતી સવિતાકાકીની જેઠાણી શાંતા પણ એમને ટોણા મારે. શાંતા જો ફળિયાની ડંકીએ પાણી ભરવા આવે અને કમુ ડંકી પાસે આવે તો એને ધક્કો મારીને હડધૂત કરે. વળી, કહેતી જાય, ‘સવિતા, દીકરીને વહુઓના હાથમાં સોંપી દે. એને એકાદ મહિનામાં જ બધી રીતભાત શીખવી દેશે. આ તો તું જીવે છે ત્યાં લગી, બાકી વહુઓના પનારે પડે એટલે ગાંડાઓએ પણ અક્કલ ઠેકાણે રાખવી પડે.’

મોટા દીકરા ધનસુખે કમુને દવાખાનામાં મોકલવાની સંમતિ આપવા સવિતાકાકીને સમજાવી. કમુનો ત્યાં ઈલાજ કરાવીએ તો તે સારી થઈ શકશે તેવો દિલાસો પણ આપ્યો. પરંતુ દીકરાની વાત પૂરી થાય એ પહેલા તો સવિતાકાકીની આંખમાંથી ઝળઝળિયાં સરી પડ્યા. ‘દીકરા, માની મમતાના આવા પારખા ભગવાન મારી પાસે જ કેમ કરાવે છે? દવાખાનામાં લોકો મારી કમુને બરાબર સાચવી નહીં શકે.’ સવિતાકાકીના ગળે ડૂમો બાઝી ગયો.

જોકે, દીકરાના લાખ સમજાવ્યા બાદ સવિતાકાકીએ કમુને પોતાનાથી અળગી કરવાની હા ભણી. દીકરીને વિખૂટી કરતાં મન તો કચવાટ કરતું હતું, પણ કોઈની આગળ સવિતાકાકીનું કંઈ ચાલે એમ ન હતું. સવિતાકાકીએ પણ મન વાળી લીધું કે પરિવારની જીદ સામે હવે મારી જીદ ચાલશે નહીં. મનમાં તો કમુ દવાખાનામાં કેવી રીતે દિવસો વીતાવશે તે વિચાર જ ભમતો રહેતો.

પરિવારની વાત માનવા સિવાય કોઈ વિકલ્પ ન બચતા ઘરમાં કમુના દિવસો ઓછા થવા માંડ્યા હતા. સવિતાકાકી પણ કમુ ઘરમાં છે તેટલા દિવસનું જ પોતાનું આયખું રહ્યું હોય એમ કમુની આગળપાછળ ફર્યા કરતા. કમુ જે વર્તન કરે એ તેઓ સહી લેતા. કમુ ગમે ત્યાં ગંદુ કરે તોય સવિતાકાકી એને એક શબ્દ પણ ન કહે.

આખરે એ રાત્રી આવી ગઈ, જેના બીજા દિવસનો સૂર્યોદય સવિતાકાકીના જીવનમાં કાયમ માટે અંધારું પાથરી દેવાનો હતો. રાત્રે સૂતી વખતે નિત્યક્રમ મુજબ કમુને સાથે સૂવડાવીને તેના ડિલે હળવો હાથ ફેરવતા તેઓ આંખમાંથી આંસુ વહેડાવતા ગયા. ઘડિયાળના ટકોરા જેમ જેમ સવાર તરફ જતા જાય તેમ સવિતાકાકી પડખાં ફેરવતા જાય. આંખો મીંચવાની કોશિશ કરે પણ કમુનો ચહેરો સામે આવે અને દવાખાનું સામે આવે. આ ચક્રવાત ચાલ્યા કરે અને સવિતાકાકી જરાજરા વારે ઝબકીને જાગી જાય.

આખી રાત આંસુથી પથારી ભીની કરી હતી. સવારે તબિયત પણ થોડી નાજુક લાગવા માંડી હતી. પણ મનને મક્કમ કરીને સવિતાકાકી દીકરીને વિદાય કરવાની ઘડીને જોઈ શકવાની તાકાત ભેગી કરી રહ્યા હતા. એમને તો દીકરીને સાસરે વળાવવાના કોડ હતાં, પણ ઈશ્વરે એને કયાં જન્મનો શાપ આપ્યો હતો કે, સવિતાકાકીએ કમુને પાગલખાનામાં ઘકેલવાની નોબત આવી હતી.

કમુને લેવા માટે ગાડી ફળિયા સુધી આવીને ઊભી રહી. દીકરીનો વિરહ એટલો આઘાતજનક હતો કે, સવિતાકાકીની આંખમાં દરિયો હિલ્લોળા લેવા માંડેલો. કમુને તો શું થઈ રહ્યું છે એનો કોઈ અણસાર સુદ્ધાં નહીં! પણ પોતાની માની આંખમાં આંસુ જોઈને કમુએ પોતાની માનો પાલવ પકડ્યો. સવિતાકાકીએ દીકરા ધનસુખની સામે જોઈ એટલું કહ્યું, ‘હવે, મોડું કરીશ તો દીકરીની સાથે માએ પણ પાગલખાનું જોવું પડશે.’ દીકરાનું હૈયું પણ ભરાઈ આવ્યું. મા સામે આંખ મેળવી શકવાની પણ હિંમત ન કરી શક્યો.

થોડા દિવસના વહાણા વીતી ગયા. દીકરાઓ અને વહુઓ શહેરમાં જતા રહ્યા. સવિતાકાકી ઘરમાં અને ફળિયામાં કમુના અવાજો અને તેની ભાગમભાગના ભ્રમને સહારે જીવન વીતાવવા લાગ્યાં. પણ સવિતાકાકીનું મન ક્યાંય ગોઠતું નહીં. તેમનું શરીર ગામમાં હોય પણ મન તો કમુ પાસે જ!

કમુની ગેરહાજરીને કારણે એમની તબિયત લથવા માંડેલી, એટલે થોડા દિવસો બાદ દીકરાઓ માને શહેરમાં લઈ ગયા. જેથી તેને એકલવાયું પણ ન લાગે અને કમુનો વિરહ પણ હળવો લાગે. પણ માતાની આંખો તો સોસાયટીની દરેક છોકરીમાં પોતાની કમુને જ શોધતી હતી.

એક દિવસ સવિતાકાકીએ દીકરા આગળ કમુને મળવા જવાની વાત કરી. સવિતાકાકીની તબિયત હવે ઘણી નાજુક થવા લાગી હતી. એમનું જીવન તૂટવા લાગ્યું હતું. સવિતાકાકીએ દીકરાને કહ્યું, ‘બેટા, મારે કમુને મળવા જવું છે. આજ સુધી તમારી દરેક વાતમાં મેં સાથ આપ્યો છે. આજે આ છેલ્લી ઈચ્છા તું પૂરી કરીશ એવી આશા છે. એટલે તારી પાસે આટલી દયાની ભીખ માગું છું.’

માની વિનંતી સાંભળી દીકરાએ માથું ધૂણાવ્યું. પાગલખાનાના અધિકારીઓ પાસેથી મંજૂરી પણ મળી. સવિતાકાકી અને ધનસુખ કમુને મળવા તેના રૂમ સુધી ગયા. સવિતાકાકી કમુને જોઈને રડી પડી. કમુ પણ સવિતાકાકીને જોઈને ઊછળી પડી. સવિતાકાકી માંડ દસ મિનિટ કમુ પાસે બેઠા ત્યાં જ નર્સ આવી અને કમુને લઈ ગઈ. સવિતાકાકીએ નર્સને કહ્યું, ‘મારી દીકરીને બરાબર સાચવજો.’

‘તમે ચિંતા નહીં કરો.’ એવો ટૂંકો જવાબ આપી નર્સ કમુને લઈને ચાલી ગઈ. ધનસુખે પાગલખાનાના ડોકટરો સાથે વાત કરીને કમુની સારવાર વિશે સવાલ પૂછ્યો. ધનસુખને ડોક્ટરોએ કહ્યું, ‘તમારી બહેન હવે સારી થઈ શકશે નહીં. કારણ કે અમારી ઘણી મહેનત બાદ પણ તેમાં કોઈ સુધારો દેખાતો નથી.’ એટલામાં સવિતાકાકી ત્યાં આવી ચડ્યા. દીકરાને પૂછ્યું કે, ‘ડોક્ટરોએ શું કહ્યું?’ ધનસુખે મોઢું નીચું કર્યું. સવિતાકાકીએ ધનસુખના ચહેરા પરથી જવાબ વાંચી લીધો.

નિરાશ ચહેરે થાક્યાપાક્યા મા-દીકરો ઘરે આવ્યા. મા-દીકરા બંનેના મનમાં ડોક્ટરોનો જવાબ ભમતો રહ્યો. તે રાત પણ સવિતાકાકી માટે ખૂબ લાંબી પડી ગઈ. આખી રાત આંખ પાણી જ ઓકતું રહ્યું. ન તો ધનસુખ આંખ મીંચી શક્યો કે ન તો સવિતાકાકી. માની આંખના આંસુ ધનસુખના દિલમાં ઘા મારી રહ્યા હતા. પણ ધનસુખ પાસે માની પરેશાનીનો ઈલાજ પણ ન હતો. ધનસુખે મનોમન નક્કી કર્યું કે, માની આંખને છાની રાખવા હું કમુને પાછી લઈ આવીશ. તેની અહીં ઘરે જ સારસંભાળ રાખીશું.

રાત્રીના છેલ્લાં પ્રહરે ધનસુખ સવિતાકાકીના ઓરડા પાસે ગયો. તેને થયું કે, લાવ માને ધરપત આપી આવું કે, આપણે કમુને ઘરે લઈ આવવી છે! ધનસુખ માને કંઈ કહે તે પહેલા સવિતાકાકીએ પડખું ફેરવ્યું. અચાનક જ તેમણે એક ઊંડો શ્વાસ લીધો. ધનસુખ કંઈ સમજે તે પહેલાં સવિતાકાકી ખાટલા પરથી નીચે પડી ગયા. દીકરો ઘરના દરવાજેથી દોડીને મા પાસે આવ્યો. સવિતાકાકીએ છેલ્લાં શ્વાસ લેતા એટલું જ કહ્યું, ‘મારી કમુને દવાખાનાંવાળાએ મારી નાખી.’ આટલા શબ્દો સાથે સવિતાકાકીની આંખો મીંચાઈ અને ધનસુખ ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડી પડ્યો.

(આ વાર્તા લેખકની કલ્પના છે, જેની જવાબદારી લેખકની પોતાની છે. ‘khabarchhe.com’ મૌલિકતા અંગેની કોઈ જવાબદારી લેતું નથી.)

આદ્યશક્તિના અનોખા ઉપાસકો
વ્હોટ્સ એપ પર ઘણા સમય પહેલા એક મેસેજ વાંચેલો, ‘જો તમારી પાસે સારા બૂટ પહેરવાના પૈસા નહીં હોય ત્યારે એવા માણસનો વિચાર કરજો, જેને પગ જ નથી! અને પછી ઈશ્વરનો આભાર માનજો, જેણે તમને પગ આપ્યાં છે, જે પગને કારણે તમે હરીફરી શકો છો!’ મેસેજનો હાર્દ એટલો જ કે, જીવનમાં જ્યારે તમને કોઈ અભાવ સતાવે અથવા અચાનક તમારી સામે કોઈ પડકાર આવીને ઊભો રહે ત્યારે તમારે તમારી આસપાસ નજર દોડવવાની અને દુનિયાના બીજા માણસોના અભાવો, એમની પીડાઓ સાથે તમારી પીડા સરખાવી જોવાની. જરાક સંવેદનશીલતાથી આસપાસમાં તપાસ કરશો તો ખ્યાલ આવશે કે, આપણને જે બાબતોનો તલસાટ છે કે, આપણને જે પીડાઓ સતાવે છે એ આ બધાના દુખોની સામે રતીભાર છે. અને પછી જોજો પળવારમાં આપણી પીડાઓ વરાળ થઈને ઊડી જશે!

ઉપરના એકસો ઓગણીસ શબ્દોની માંડણી એક મજાની વાત કરવા માટે કરવી પડી. વાત છે વાપી પાસેના દેગામના ‘મનોવિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ’ની શાળામાં ભણતા ત્રીસ ખાસ બાળકોની. આમ તો ‘મનોવિકાસ’માં ભણતા તમામ બાળકો અસામાન્ય એટલે કે ખાસ છે. પરંતુ આપણે જે ત્રીસ બાળકોની વાત કરી રહ્યા છીએ એ બધા નવરાત્રીના આ પર્વમાં કંઈક નોખું કરી રહ્યા છે.

આ ત્રીસ બાળકો નથી બોલી શકતા કે, નથી તેઓ સાંભળી શકતા. અને તોય આ બાળકો ગરબે ઘૂમીને માતાજીની આરાધના કરી રહ્યા છે! પોતાને જરા સરખુ સંભળાતું નહીં હોવા છતાં આ બાળકો જ્યારે સામાન્ય લોકોમાં ભળીને સામાન્ય લોકોની જેમ નૃત્ય કરે છે ત્યારે કદાચ ખૂદ ઈશ્વર પણ અચંબામાં પડી જતો હશે કે, જે ગરબો, સંગીતની મદદ વિના થઈ જ નથી શકતો એનો આ બધિર બાળકો આનંદ કઈ રીતે લઈ શકતા હશે? પણ આપણી અમાપ શક્તિ દ્વારા ઈશ્વરને અચંબામાં પાડતા રહેવું એ આપણી યુગોથી ચાલી આવતી હૉબી છે, આપણે માણસો એમને ડગલે ને પગલે અચંબિત કરતા જ રહીએ છીએ!

નવરાત્રી નજીક આવતા જેમ સામાન્ય લોકો ત્રણ મહિના પહેલા ગરબા ક્લાસિસ શરૂ કરે છે એમ આ મૂક-બધિર બાળકોએ પણ ગરબાના વિવિધ સ્ટેપ્સની મહિનાઓ સુધી તાલીમ લીધી છે. આ બાળકોને બે-પાંચ નહીં, પરંતુ પૂરા છપ્પન પ્રકારના સ્ટેપ્સ આવડે છે. ટ્રેડિશનલ કેડિયાં અને ચણીયા-ચોલીમાં સજ્જ આ બાળકો જ્યારે ગરબા કરતા હોય ત્યારે પહેલી નજરે આપણને એ વાતનો ખ્યાલ નહીં આવે કે, મંચ પરથી રેલાઈ રહેલું સંગીત આ બાળકોના દિલને તો શું એમના કાનને પણ સ્પર્શી નથી શકતું! પરંતુ જ્યારે આપણે એમની આજુબાજુના લોકોને નિહાળીએ ત્યારે આપણને થોડોઘણો ખ્યાલ આવે છે. જે લોકો સામાન્ય છે એ લોકો મંચ પરથી રેલાતા ગરબાનો આનંદ લઈને ગાયકના સૂરમાં સૂર મિલાવીને ગરબે ઘૂમે છે. પરંતુ આ બાળકોના હોઠો પર અંતરના આનંદની આભા સિવાય બીજું કશું જ નજરે નથી ચઢતું!

આ બાળકોને નૃત્યની તાલીમ આપી છે મુકેશ જયસ્વાલે, જે પોતે વાપી અને વલસાડની આસપાસના વિસ્તારોમાં પ્રોફેશનલ ડાન્સ માસ્ટર તરીકે કાર્યરત છે. મુકેશની પોતાની ‘MJ ડાન્સ એકેડમી’ છે. આ બાળકોને નૃત્યની તાલીમ આપવા માટે તેઓ ખાસ વાપીથી થોડે વેગળે આવેલા દેગામ સુધી જાય છે અને ત્યાં દર રવિવારે માનદ સેવાઓ આપીને બાળકોને વિવિધ નૃત્યો શીખવે છે.

‘Khabarchhe.com’ સાથેની વાતચીત દરમિયાન મુકેશ જણાવે છે કે, ‘અમે બીજાથી નોખા છીએ અથવા અમે શારીરિક રીતે સક્ષમ નથી એવી લાગણી આ બાળકોને નહીં થાય અને પોતાની મર્યાદાઓને જ એમની ઢાલ બનાવીને તેઓ મેઈન સ્ટ્રીમમાં ભળે એ માટે હું આ બાળકોને નૃત્ય શીખવું છું. આ બાળકોની નજીક જઈને એમના અંતરમાં તપાસ કરીશું આપણને ખ્યાલ આવશે કે, એમનામાં પ્રચંડ શક્તિનો ભંડાર સમાયેલો છે. માત્ર જરૂર છે એમની સ્પેશિયલ કેરની અને એમની સાથે થોડી ધીરજથી કામ લેવાની. પણ આપણી વિટંબણા એ છે કે, એમને સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવાની જગ્યાએ આપણે એમની દયા ખાઈએ છીએ, જે દયાની એમને ખરેખર કોઈ જરૂર નથી!’

તમને જાણીને આશ્ચર્ય થશે કે, આ બાળકો માત્ર ગરબા જ નહીં પરંતુ હિપહોપ, બોલિવુડ, કન્ટેમ્પરરી, બામ્બુ ડાન્સ કે અન્ય કોઈ લોકનૃત્યો પણ બખૂબીથી પરફોર્મ કરી શકે છે! નવરાત્રીની વાત પર ફરી આવીએ તો, આ બાળકોની સાથે ‘MJ ડાન્સ એકેડમી’માં ડાન્સ શીખતા અન્ય બાળકો-યુવાનો પણ નૃત્ય કરે છે. લગભગ પચાસેક બાળકોના આ ગ્રુપની ગોઠવણ અનોખી રીતે કરવામાં આવી છે. અહીં બે મૂક-બધિર બાળકોની વચ્ચે એક સામાન્ય બાળક નૃત્ય કરે છે. આથી દર દસમી કે પંદરમી મિનિટે જ્યારે દોઢિયું બદલાય ત્યારે નોર્મલ બાળકો બધિર બાળકોને ઈશારત કરીને હવે પછી કયું દોઢિયું કરવાનું છે એની સમજણ પાડી દે છે!

બાળકો નવરાત્રીની મજા લઈ શકે એ માટે ‘મનોવિકાસ’ ટ્રસ્ટે ખાસ તકેદારી રાખી છે. ‘અમારે પણ નવે નવ દિવસ નવરાત્રીની મજા લેવી છે’ એવો ઈશારો આ બાળકો દ્વારા થતાં જ ‘મનોવિકાસ’ ટ્રસ્ટે એ તમામ બાળકોના સિઝન પાસથી લઈને એમના નવ દિવસના ટ્રેડિશનલ ડ્રેસ, એક બસ, સાથે બે-ત્રણ હેલ્પર, એક સુપરવાઈસર અને કેટલાક શિક્ષકોની જોગવાઈ કરી આપી. જેથી રાત્રે હજારોની મેદનીમાં બાળકો ક્યાંક ભૂલા નહીં પડી જાય અને એમની કોઈ પણ જરૂરિયાત તુરંત પૂરી કરી શકાય!

બાળકો જ્યારે ગરબા કરતા હોય ત્યારે એમની સાથે આવેલા પહરેગીરો સતત એમના પર ધ્યાન રાખે છે અને જ્યારે પણ કોઈ બાળકને પાણી અથવા રૂમાલની જરૂર પડે તો તેઓ દોડાંક એ બાળકની પાસે જઈને એમને મદદ પૂરી પાડે છે. આજે જ્યારે લોહીના સંબંધો એકબીજાની પડખે ઊભા રહેવા કે એકબીજાની મદદ કરવા તૈયાર નથી થતાં ત્યારે આ બાળકોની સેવામાં ખડે પગ તૈનાત રહેતા ‘મનોવિકાસ’ના ટ્રસ્ટી હિતુ પટેલ અને સુપરવાઈસર વંદના કાજરોલકરને સલામ કરવાનું મન થઈ જાય છે.

અમે એવા બાળકોનોની સાથે પણ વાત કરી, જેઓ નોર્મલ છે અને જેઓ આ બાળકોની વચ્ચે ગરબા કરીને એમને વિવિધ સ્ટેપ્સની જાણકારી આપતા રહે છે. બાળકો કહે છે કે, ‘અમે જ્યારે એમની સાથે નૃત્ય કરીએ છીએ ત્યારે સૌથી મહત્ત્વની એક બાબતનું ધ્યાન રાખીએ છીએ. અમે એમને એવું જરા પણ ફીલ નથી થવા દેતા કે, અમારી અને એમની વચ્ચે કોઈ ભેદ છે. જોકે આ બાળકો એટલા બધા એનર્જેટિક છે કે, એમની સાથે રહીને અમને પણ સતત પ્રેરણા મળતી રહે છે. એમની સાથે રહીને અમે એ વાતનો અનુભવ કર્યો છે કે, આપણા કોઈ કામમાં જરા સરખી ખામી રહી શકે છે. પરંતુ એમના કોઈ કામમાં જરા પણ કચાશ નથી હોતી.’

મુકેશ જયસ્વાલ હવે આ બાળકોને લોકપ્રિય ટેલિવિઝન ડાન્સ રિયાલિટી શૉમાં લઈ જવાનું આયોજન કરી રહ્યા છે. એમને વિશ્વાસ છે કે, આ બાળકો આગળ જતાં નૃત્યના ક્ષેત્રમાં જરૂર કંઈક નવાજૂની કરશે. બધું સમુંસૂતરું પાર પડ્યું તો આવતી 26મી જાન્યુઆરીએ આ બાળકો દિલ્હીમાં પ્રજાસત્તાકદિનની પરેડમાં પણ ભાગ લેશે.

આદ્યશક્તિના આ અનોખા ઉપાસકો જ્યારે ગરબે ઘૂમતા હોય છે ત્યારે એમને જોઈને તમારામાં ગજબની હકારાત્મકતા આવે છે. તમારામાં અનોખી શક્તિનો સંચાર થાય છે! આ લખનાર સ્વાનુભવ પછી જ આ વાત અહીં લખી રહ્યો છે.

કુદરતે આ બાળકોને આપેલી લાચારીને એમણે ચકનાચૂર કરી દીધી છે. વાપીના ચલા રોડ ખાતે યોજાતા ‘ટહૂકા’માં જ્યારે આ બાળકો ગરબે ઘૂમે છે ત્યારે, તેઓ ઈશ્વરે એમને આપેલા બોલી- સાંભળી નહીં શકવાના પડકારનો ઈશ્વરને જવાબ આપતા હોય એવું લાગી આવે! તેઓ બોલી નહીં શકતા હોવા છતાં આ લખનારને કંઈક આવું સંભળાતું રહેલું, ‘તારે અમને જે પડકારો આપવા હોય એ આપ. ચાહે તું અમને મુશ્કેલમાં મુશ્કેલ પરિસ્થિતિમાં મૂક. પણ, અમેય તારા જ સંતાનો છીએ. તે આપેલા પડકારોનો ખમીરપૂર્વક સામનો કરીશું. તારી આંખમાં ગર્વભેર અમારી આંખ પરોવીશું અને જો અમને રસ્તો નહીં જડે તો ભીંતમાંથી પીપળો ઊગી નીકળે એમ અમે પોતે અમારો રસ્તો શોધી લઈશું. પણ અમે ટકી રહીશું!’

ઇતિ!

અકબંધ
આ ગુલમહોરના ઝાડ નીચે જ પહેલી વાર એણે નીલાને સુબંધુની વાત કરેલી. વાત કહેતી વખતે આખું ગુલમહોર એના પર વરસી પડ્યું હોય એવું લાગેલું. એ ઝાડની ઘટા હજી એવી જ હતી. પાંચ વર્ષનો કોઈ ભાર એના પર દેખાતો નહોતો. રિક્ષા જમણી બાજુ વળી કે તરત પાનની લારી દેખાઈ. આમલીનું ઝાડ પણ ત્યાં જ હતું. હવે સવિતાબહેનનું ઘર આવશે, પછી રસિકકાકા, પછી બકુલભાઈ અને સામે-બધું કેટલું પરિચિત, અકબંધ હતું?

આ રસ્તાઓ પર એ કેટલીયે વાર ચાલી હશે, ભલે ને ધૂળમાં એનાં પગલાં ન દેખાય. અહીંથી જ પહેલી વાર શણગારેલી મોટરમાં એ નીકળી હતી, બાજુમાં સુબંધુ. રડીરડીને રાતી બની ગયેલી આંખો. મોટરની બારીમાં આંસુમાં પીગળી ગયેલો બાનો ચહેરો, કોઈને ભેટીને રડતી હાથ હલાવતી અવની, ખૂણે ઊભેલા પપ્પાજી-પછી ઘર દેખાતું બંધ થઈ ગયેલું. બેંગ્લોર ગયા પછી બે વર્ષે એક જ વાર અહીં આવેલી પણ તરત પાછા જવું પડેલું. સુબંધુને તાવ આવ્યો તેથી. પછીનાં ત્રણ વર્ષ ઘરનાં ગણ્યાં ગણાય નહિ અને ક્યારેય પૂરાં થાય નહિ એવાં કામોમાં ચાલ્યાં ગયાં.

આ વખતે તો નક્કી જ કરેલું કે મહિનો રહેવું છે નિરાંતે. બાને ગમશે. અવનીને રાહત થશે. ભાભીને પણ કામકાજમાં મદદ થશે. જોકે એ લોકો તો એમ જ કહે કે સુબંધુને તકલીફ પડશે, પણ બાની તબિયત ઠીક નથી રહેતી એટલે થોડા દિવસ અહીં રહેવાથી બધું બરાબર ગોઠવાઈ જશે. પછી બેંગ્લોર ને સુબંધુ, ઘર ને ઘરનું કામ, એ તો છે જ ને કાયમનું.

બેગ હાથમાં લીધી ત્યાં અવની દોડતી આવી. મેં કહેલું ને કે બાની માંદગીની વાત સાંભળ્યા પછી બહેન આવ્યા વગર રહે જ નહિ... ભાભી નેપ્કિનથી હાથ લૂછતાં આવી ઊભાં. આખું ઘર અને વળગી પડ્યું.

બા ખૂબ દુર્બળ થઈ ગઈ હતી. આવી તો એને ખબર જ નહોતી પડી. બાના ચહેરા પરથી એ વાંચી શકતી કે એને કોઈ તકલીફ છે અને એ જ બા આટલી માંદી હોવા છતાં એને કોઈ જાણ જ નહોતી! ને આ બધાં તો કહે છે કે ગયા ગુરુવારે તો તબિયત બહુ બગડેલી, પછી જ તને કાગળ લખ્યો. ગયા ગુરુવારે એ અને સુબંધુ પાર્ટીમાં ગયેલાં, એણે તૈયાર થવા પાછળ બે કલાક બગાડેલા, ત્રણ વાર સાડી બદલેલી અને અહીં બા... મન ભારે થઈ ગયું. ચાલ, હવે ચિંતાનું કારણ નથી, આ તો બાને જરા ગમે એટલે તને લખ્યું બાકી અમે તો છીએ જ ને? કામ તો ચાલ્યા કરે... અવનીએ એનો હાથ પકડી કહ્યું.

રસોડામાં ભાભી પૂરી તળતાં હતાં, અવની વણતી હતી. આ અવની એને મદદ કરતી વખતે કાયમ ઝઘડો કરતી અને બે બહેનોની તડાતડીથી કંટાળેલી બા કોઈને કામ સોંપવાને બદલે જાતે જ કરી લેતી. રસોડું ઠીક ઠીક બદલાઈ ગયું હતું. હવે અહીં કશું જડે નહિ. મસાલાનો ડબ્બો એની અસલ જગ્યાએ નહોતો. પોતે હોંશથી પસંદ કરેલી તે ખુરસીઓની જગ્યાએ ડાઈનિંગ-ટેબલની આસપાસ સાવ નવી ખુરસીઓ ગોઠવાઈ હતી. ફ્લાવર વાઝમાં ગુલછડીને બદલે સૂર્યમુખીનું એક મોટું ફૂલ મૂક્યું હતું. લાવો, ભાભી, હું પૂરી તળું, તમે થાકી ગયા હશો. આરામ કરો થોડી વાર.

બધું થવા જ આવ્યું છે, તમે અહીં આરામ કરો થોડા દિવસ. ભાભીએ તેલમાં પૂરી મૂકતાં કહ્યું. બાને જમવાનો સમય થયો છે. થાળી પીરસી દઈએ. અવની આટલું બોલી કે તરત એણે થાળી લઈ કહ્યું કે હું પીરસું છું બાને. હજી તો શાક મૂક્યું ન મૂક્યું, ત્યાં જ ભાભી તીણા અવાજે બોલ્યા, ના, ના, એ નહિ, બાનું શાક તો જુદું છે - મોળું તમને જડશે નહિ બધું. હું હમણાં ઝટપટ તૈયાર કરું છું, જુઓને...

અવની અને ભાભીની ઝડપભરી આવન-જાવનમાં નડતરરૂપ ન થવાય એ રીતે એ માત્ર ઊભી જ રહી, મહેમાનની જેમ. બંનેના ટેવાયેલા હાથ નિશ્ચિત સ્થળેથી ચીજ-વસ્તુઓ લેતા હતા. મૂકતા હતા. બધું વ્યવસ્થિત ચાલતું હતું. એની ત્યાં ખાસ જરૂર નહોતી.

બપોરે અવનીના રૂમમાં ગઈ. હવે અવનીનો, બાકી પોતાનો હતો આ રૂમ. પેલાં લીલાં જંગલોનું મોટું ચિત્ર અવનીએ ખસેડી લીધું હતું. ત્યાં હવે દરિયો હતો. એને નાળિયેરી જોવી ગમતી એટલે ટેબલ બારી પાસે રહેતું. અવનીએ ટેબલ બીજી દિશામાં ગોઠવ્યું હતું. ડોક્ટર થવાની હતી અવની એટલે એનાં પુસ્તકો પણ જુદાં. વાત તો કર બેંગ્લોરની, તારા ઘરની, વરની.... અવની બોલતી રહી.

તડકો જરા નરમ પડ્યો એટલે બાગમાં ગઈ. આંબો તો એવો જ હતો. અહીં એણે સુબંધુનો પહેલો પત્ર વાંચેલો અને અહીં બેસીને જ એણે સુબંધુને પત્ર લખેલો. બે વાર ફાડી નાખેલા કાગળની ચબરખી કદાચ આમતેમથી નીકળી આવવાની હોય એમ ઝીણવટથી બધું જોઈ રહી. જોકે એ ઉત્સુક હતી એની મોગરવેલ જોવા માટે. ખૂબ ઝડપથી ફાલતી એ વેલને મદનબાણ કહેવાય એવું કોઈકે કહેલું. એ વેલની ભરાવદાર, અધખીલી કળીઓથી લચી પડેલી એ મોગરવેલ પાસેથી પસાર થતાં સુગંધના દરિયાની છોળોમાં ભીના થવાનું એને ખૂબ ગમતું. અત્યારે તો કળીઓ બેઠી હશે. એ ઝડપથી પાછળ ગઈ. અટકી જવાયું, ગળામાંથી લગભગ ચીસ જ નીકળી ગઈ - ના, એને એવું લાગ્યું, ખરેખર તો બહાર કશો અવાજ આવ્યો જ નહિ. અવનીને એ માંડ માંડ પૂછી શકી કે મોગરવેલ ક્યાં ગઈ, એણે કેટલી હોંશથી ઉછેરેલી! કામ કરતાં કરતાં અવનીએ કહ્યું કે બહુ વધી ગયેલી ને એક વાર નાનો સાપ ત્યાં નીકળ્યો. છોકરાં બહાર રમે તેથી ભાભીને બહુ ડર લાગ્યો ને કપાવી નાખી. મૂળ તો હતાં પણ પછી પાન ફૂટ્યાં જ નહિ.

એ ઉદાસ થઈ ગઈ, આટલી નાની વાતમાં ઉદાસ ન થવું જોઈએ એવું સમજાવા છતાં! આંબા પાસે બેઠી પણ ગમ્યું નહિ. બધું બહુ જુદું, અજાણ્યું લાગ્યા કરતું હતું. એને રાત્રે ઊંઘ આવી નહીં.

બેન, બાનું કામ બધું માથે લે છે તે તું તો આજે છે ને કાલે નથી. અમને ભારે પડશે. તું કલાક સુધી બાને માથે તેલનું માલિશ કરે છે તે મને કે ભાભીને એટલો વખત મળવાનો છે? અવની બબડ્યા કરતી. રસોડામાં તો કોઈ ફરકવા દેતું જ નહિ. એક દિવસ તક મળી ને પપ્પાજી માટે કૉફી બનાવી કાઢી. એમને કૉફીમાં ખાંડ વધારે જોઈતી તે યાદ રાખીને ચમચી વધારે નાખી ત્યારે એમણે તો એક ઘૂંટડો પીધો ને તરત મૂકી દીધી. અરેરે! આટલી બધી ગળી! એ તો બેને બનાવી, એને ખબર નથી કે તમે ડાયાબિટીસની બીકમાં ખાંડ ઓછી કરી દીધી છે. એ જરા છોભીલી પડી ગઈ.

રાત્રે બાને પીરસતી વખતે ભાભીએ કહ્યું કે તમે અહીં છો તો સુબંધુભાઈને તકલીફ પડતી હશે ખાવા કરવાની... ઘર, સુબંધુ, બેંગ્લોર - વાત આટલાથી આગળ વધતી નહિ. એ અકળાઈ જતી. હું અહીં તમારી જોડે નિરાંતે રહેવા આવી છું. અહીં બેસીને સુબંધુની ચિંતા કરવા નથી આવી. એ ગુસ્સે થઈને બોલતી નહિ કોઈ જોડે તો અવની ને ભાભી મજાક કરતાં કે સુબંધુભાઈ વગર ગમતું નહિ હોય...

મધુમાલતીની સુગંધ લઈ રાત આવતી ને બા દવા લઈને સૂઈ જતી. આગલા રૂમમાં બેઠક જામતી. અવની બહેનપણીને ત્યાં વાંચવા જતી, ભાઈ ટીવી જોતાં જોતાં અનુની સ્કૂલના પ્રોગ્રામની, પ્રાર્થના, ટ્યૂશનની, એ બંનેની પરીક્ષાની વાતો કરતાં જેમાં એનાથી સામેલ થવાતું નહિ. પપ્પાજી બહાર આરામખુરસીમાં લંબાવી માધવકાકા જોડે રાજકારણની ચર્ચા કરતા. પોતાને ભાગે કશું કહેવા કે કરવા જેવું આવતું નહિ એટલે એકાદ ચોપડી લઈ વાંચવાનો પ્રયત્ન કરતી પણ બે પાનાંથી આગળ વંચાતું નહિ.

આ દૃશ્ય એના વગર પણ સંપૂર્ણ હતું. એ ન હોય અહીં, તો કોઈ ખૂણો ખાલી રહી જવાનો નહોતો. બધું બરાબર હતું, જેમ હોવું જોઈએ તેમ જ. બેંગ્લોર ગઈ ત્યારે એને એવું લાગેલું કે એના વગરના આ ઘરમાં કશુંક ખાલી રહેશે જે એના આવવાથી, એની હાજરીથી જ પૂરી શકાય. ગેરસમજ થઈ ગઈ હતી જરા. અને એને એકાએક બેંગ્લોર યાદ આવ્યું. એ સુબંધુને કાગળ લખવા બેસી ગઈ.

સવારે અવની બાને કહેતી હતી કે બેન ઠરીને રહે તો બેન નહિ. મહિનો રહેવાનું કહેતી હતી ને હવે જવાની વાત કરે છે, ખાલી દસ દહાડામાં. એને હવે અહીં શેનું ગમે, એનું એ ઘર છે. ને હવે તો બા હસતાં હસતાં કહેતી હતી. જવાની વાતનું કોઈને આશ્ચર્ય નહોતું.

ઘર-ઘર-ઘર હું તો ઘર પાછળ મૂકીને આવી હતી. સુબંધુ મારા વગર નિરાંતે જીવી શકે એટલો સ્વતંત્ર છે. રોજ રાત્રે મલ્હોત્રાને ત્યાં પાનાં રમવા જવું, દર પાંચમે-છઠ્ઠે દિવસે પાર્ટી માટે ઠઠારો કરવો, જ્યાં જઈ આવ્યા હોઈએ તેમને વળતું નોતરું દેવું, સુબંધુના મિત્રોને ખરાબ ન લાગે તેની કાળજી રાખવી. રોજ ઑફિસ ને પ્રમોશનની એકની એક વાતો સાંભળવી, ખૂબ નજીક લેવાતા શ્વાસની ગરમી સતત અનુભવ્યા કરવી - એ તો બધું છે જ મારે માટે.

મારે તો તમારી જોડે થોડો ભૂતકાળ જીવી લેવો હતો. પેલી તાજગીથી છલોછલ કુંવારી ક્ષણોને હળવેથી સ્પર્શી લેવી હતી, એ આંબો, નાળિયેરી, મોગરવેલ, બા, પપ્પાજી, ભાઈ, અવની - સહુની જોડે તોફાન મસ્તીમાં વીતી ગયેલાં એ મઝાનાં વર્ષોમાંથી થોડુંક સાથે લઈ જવું હતું. અહીં તો એવું લાગે છે કે જાણે હું હતી જ નહિ આ ઘરમાં કોઈ દિવસ! મારા હોવાનું ટપકું તો સાવ જ ભૂંસાઈ ગયું છે. આ ઘર તો અકબંધ છે, મારા જવાથી કંઈ ખરી નથી પડ્યું, નથી પડી કોઈ તડ... અમથો જ વલોપાત કર્યો લગ્નને દિવસે રડીરડીને રાતીચોળ એ આંખો, ઘેરથી કાગળ ન આવ્યાની ચિંતા, ઘેર દોડી જવાની ઈચ્છા, એ ખેંચાણ તરફડાટ... અર્થ હતો કંઈ એ બધાનો? ભારે ગેરસમજ થઈ હતી એની.

પણ આમાંનું કશું બાને કે અવનીને કહેવાયું નહિ. સુબંધુને તાર કરી દીધો. ટિકિટ આવી ગઈ. પાંચ વર્ષ પહેલાં અહીંથી ગઈ ત્યારે મોગરવેલના ફૂલોની સુગંધ એ સાથે લઈ ગયેલી. અત્યાર સુધી ભારે જતનથી એ સંઘરી રાખી હતી. અહીં આવી ત્યારેય મનમાં હતું કે ફરી એ સુગંધ બાંધી જવાશે સાથે, પણ આજે એ બને એમ નહોતું. પેલી મોગરવેલ પછી પાંગરી જ નહિ એટલે શું થાય?

કરમાઈ રહેલો સંબંધ
ફરીથી એ જ થયું... નિશિથ પોતાની છાતી પર રાખેલો આરૂષીનો પ્રેમભર્યો હાથ ધીમેથી બાજુમાં સરકાવીને પડખું ફરીને સૂઈ ગયો અને આરૂષી નિરાશ થઈને રાત આખી ઓશીકુ ભીંજવતી રહી.

બે વર્ષ પહેલા સમાજની વિરુદ્ધ જઈને અને કુટુંબને નાખુશ કરીને પણ નિશિથ-આરૂષીએ ભાગીને પ્રેમલગ્ન કરેલા. શરૂઆતના દિવસોમાં બંને એકબીજામાં ઓતપ્રોત થઈને રહેતા પણ સમય વીતતો ગયો એમ જિંદગીની દોડધામમાં એમના પ્રેમની તીવ્રતા ઘટતી ચાલી. નિશિથનો ઘણો ખરો સમય ઑફિસમાં જ જતો, પણ જ્યારે જ્યારે એને મોકો મળતો ત્યારે એ આરૂષીને મનભરીને પ્રેમ કરતો અને ક્યારેક તે આરૂષીને સરપ્રાઈઝ પણ આપતો.

પણ ઘણા સમયથી આરૂષીને લાગવા લાગ્યું હતું કે હંમેશાં રોમેન્ટિક મૂડમાં રહેતા નિશિથનું વર્તન ધીમે ધીમે બદલાવા માંડ્યું છે. વાતવાતમાં લાડ કરતો. ઑફિસથી આવી સીધો એને આલિંગન આપતો, તક ઝડપીને ગાલ પર પ્રેમપૂર્વક ચુંબન કરતો નિશિથ અચાનકથી અજાણી વ્યક્તિની જેમ વર્તવા લાગ્યો હતો. શરૂઆતમાં તો આરૂષીને લાગ્યું કે કદાચ એને કામનું ટેન્શન હશે. એ થાકી જતો હોય તો નાહકની પૂછપરછ નહીં કરવી, નહીંતર એ વધારે બગડશે! એમ છતાંય એણે એક-બે વખત જાણવાનો પ્રયત્ન કર્યો, પરંતુ જાણે નિશિથને રસ જ ના હોય એમ એણે વાતને ટાળી દીધી.

‘નિશિથ શું વાત છે? હમણાથી તું સૂનમૂન દેખાય છે.’ આરૂષીએ સહજતાથી પૂછ્યું.

‘બધું ઠીક જ છે. કંઈ ચિંતા કરવા જેવું નથી.’ ફરી એ જ ઠંડો જવાબ નિશિથ તરફથી મળ્યો.

‘તો આપણી વચ્ચે પહેલા જેવી સામાન્ય પરિસ્થિતિ કેમ નથી રહી? છેલ્લા ઘણા મહિનાઓથી આપણી વચ્ચે શારીરિક સંબંધો પણ રહ્યા નથી. તારા તરફથી મળતા પ્રેમમાં પણ જાણે ઓટ આવી ગઈ છે.’  આરૂષીની આંખમાંથી હવે પાણીની ધારા વહેવા લાગી.

‘શું સેક્સ એ જ પ્રેમ છે? મને કોઈ જ વાંધો નથી. બસ માત્ર ઈચ્છા થતી નથી. પણ એનો મતલબ એ નથી કે તને પ્રેમ નથી કરતો. પ્લીઝ હવે વધારે સવાલ ના પૂછતી.’ એમ કહી વાત પર નિશિથે પૂર્ણવિરામ મૂકી દીધું.

‘કદાચ એવું જ હશે.’ એમ સ્વગત બોલી આરૂષીએ જાતને સમજાવી લીધી. પણ શરીરની કુદરતી ઈચ્છાઓને કોણ સમજાવે? પરિસ્થિતિમાં સુધાર આણવા સમજદાર આરૂષીએ નવો રસ્તો અપનાવ્યો. તે દરરોજ નવા-નવા પકવાન બનાવવા લાગી. રાત્રે નવી નાઈટી, ધીમું સંગીત, નાટક, પરફ્યુમસ વગેરેનો ઉપયોગ કરી નિશિથને પહેલાની જેમ મૂડમાં લાવવા અને પરિસ્થિતિ-વાતાવરણ હળવું કરવાનો પ્રયત્ન કરવા લાગી. પણ, બધું જ વ્યર્થ નીવડ્યું. સમય વીતતો ગયો તેમ-તેમ આરૂષીના મનમાં પ્રેમનું સ્થાન સ્ત્રી સહજ શંકા, અપેક્ષા ને ઈચ્છાએ લેવા માંડ્યું. નિશિથ ઘરની બહાર જતો ત્યારે એના મનમાં અનેક શંકાઓ ઘેરાવા લાગતી.

‘કોઈ છોકરી સાથે સંબંધ બંધાઈ ગયો હશે?’

‘હવે મને પ્રેમ નહી કરતો હોય?’

‘કેમ મારી સાથે ખુલ્લા મને વાત નથી કરતો’

- આવા તો અનેક વિચારોના વમળમાં આરૂષી ફસાતી ગઈ.

હવે તો નિશિથ ઘરમાં વાઈન, બિયર જેવા આલ્કોહોલીક ડ્રિંક્સ પણ લેવા લાગ્યો હતો. એક-બે વાર તો નશામાં ભાન ભૂલી એણે આરૂષી પર ગુસ્સે થઈ થપ્પડ પણ ચોડી દીધી હતી. ધીમે ધીમે આરૂષી અંદરથી તૂટવા લાગી અને તેના કોમળ હૃદયમાં તિરાડ પડી ગઈ, પણ જેમ-તેમ કરીને એ જાતને સંભાળી લેતી હતી. પણ એકવાર નિશિથ અડધી રાત્રે દારૂના નશામાં બેડરૂમમાં આવ્યો અને એણે બળજબરીપૂર્વક આરૂષી સાથે શારીરિક સંબંધ બાંધ્યો. પછી તો આવું વારંવાર થવા માંડ્યું. આરૂષી ચૂપ રહેતી કારણ કે, બીજે દિવસે સવારે નિશિથને કંઈ યાદ પણ ન રહેતું.

એક દિવસ આરૂષીએ હરખાતા હરખાતા નિશિથને ખુશખબર આપ્યા કે ‘એ મા બનવાની છે.’ આટલું જાણતા જ નિશિથની આંખે અંધારા આવી ગયા અને એની સામે થોડા મહિનાઓ પહેલા ડૉ. અભિષેકના ક્લિનિકમાં થયેલી વાતચીતનું દૃશ્ય દેખાવા લાગ્યું.

‘મિ. નિશિથ, તમારા અને તમારી વાઈફનાં રૂટીન હેલ્થ ચેકઅપનો રિપોર્ટ આવી ગયો છે. તમારી વાઈફનો રિપોર્ટ તો નોર્મલ છે, પણ કહેતા દુ:ખ થાય છે કે તમને એઈડ્સનો રોગ લાગુ પડેલો છે. ઝીણો તાવ રહેવાની તેમજ થાક લાગવાની તમારી ફરિયાદનું કારણ આ જ છે, જે તમારા બ્લડ રિપોર્ટથી જાણવા મળ્યું છે. તમારી વાઈફને આ બાબતમાં જાણ કરજો અને શારીરિક સંબંધથી પ્લીઝ દૂર રહેજો. પ્રશ્ન હવે એ છે કે તમને આ રોગ લાગુ કેવી રીતે પડ્યો?' ડૉ. અભિષેકે શંકાભરી દૃષ્ટિએ જોયું હતું.

નિશિથ તો ત્યારે જાણે ભાન ગુમાવી બેઠો હતો અને હવે રહી રહીને એ આરૂષીનો વિશ્વાસઘાત કરીને અનેક લગ્નેત્તર સંબંધો રાખવા માટે પસ્તાતો હતો.

અને... આરૂષી વિચારમાં પડી ગઈ કે માં બનવાની આવી મોટી ખુશખબરી સાંભળીને નિશિથ હરખાવાને બદલે સોફા પર કેમ ફસડાઈ પડ્યો.

તમે એમના શું થાઓ?
‘પપ્પા, હું જીલને ત્યાં જાઉં છું.’

‘ઓ.કે. પણ વહેલો આવી જજે આજે વાતાવરણ સારું નથી.’

‘ઓકે... પપ્પા બાય....’

આજે તે ફરીથી જીલને ઘેર ગયો. ગૌતમ વિચારમાં પડી ગયો. ધ્રૂવને લગભગ બધી બુક્સ તેણે ખરીદી આપી છે અને છતાં તે દરરોજ જીલને ઘેર ‘નોટ્સ લેવા જઉં છું’ કહીને જાય છે.

ધ્રૂવ – ગૌતમ અને નિશાના લગ્નજીવનની એકમાત્ર નિશાની, તેમનો બંનેનો વહાલસોયો પુત્ર. હજુ ગયા જૂનમાં જ નવ વર્ષનો થયો. દસેક વર્ષ પહેલાનો એ સમય, જ્યારે ગૌતમ અને નિશાએ પ્રેમલગ્ન કરેલાં. ગૌતમનાં મમ્મીનો સખત વિરોધ હતો આ લગ્ન માટે. નિશા અલગ જ્ઞાતિની હતીને! તેમણે તો ફરમાન જ કરેલું કે ‘નિશા સાથે લગ્ન કરવા હોય તો તું આ ઘરમાં નહીં…’ જોકે ગોતમના પપ્પાને એની સામે કોઈ વિરોધ નહોતો. પણ ઉદારમતવાદી પપ્પાનું આવી બાબતોએ મમ્મી આગળ કશું ચાલતું નહીં.

પણ ગૌતમ અને નિશાના પ્રેમની આગળ મમ્મીની જીદ ઝાઝી ટકી ન શકી. અને મમ્મીની ઈચ્છાની વિરુદ્ધ જઈને ગૌતમ અને નિશાએ અલગ સંસાર શરૂ કર્યો. બંને અંદરથી ખૂબ જ દુઃખી હતા - ના કોઈ વિધિવિધાન કે નહીં સગાંવહાલાના આશીર્વાદ. બસ કોર્ટમાં પેપર્સ સાઈન કર્યા, એકબીજાને મંદિરના ફૂલહાર પહેરાવ્યા કે થઈ ગયાં લગ્ન.

આ એક બાબતને બાદ કરતા એમના જીવનમાં બીજી કોઈ તકલીફ ન હતી. આ કારણે બંને એકબીજા સાથે ખુશ રહેવાનો ને એકબીજાને ખુશ રાખવાનો પ્રયત્ન કરતાં. ખૂબ સુખેથી ચાલતું હતું તેમનું લગ્નજીવન. ખૂબ પ્રેમ કરતાં તેઓ એકબીજાને.

ગૌતમ એકાઉન્ટન્ટ તરીકે કામ કરે તો નિશાએ લગ્ન પછી એક સ્કૂલમાં શિક્ષિકાની નોકરી સ્વીકારી હતી. જોનારને ઈર્ષ્યા થાય એવો સંસાર ચાલતો હતો એમનો! નિશા સવારે બંનેનો સવારનો નાસ્તો બનાવે અને પછી સાથે નાસ્તો કરીને તેઓ પોતપોતાની દિશામાં દોડે. સવારે નીકળવાનો સમય એકસરખો એટલે ગૌતમ નિશાને સ્કૂલ પર મૂકીને તેની ઑફિસે જતો. નિશા બપોરે વહેલી આવી જતી.

ઘરનું કામ આટોપીને નિશા હજુ થોડી પરવારે નહીં ત્યાં તો સાંજ ઘરનાં ઉંબરે આવીને ઊભી પણ રહી જાય. છ વાગ્યે ગૌતમ આવે ત્યારે નિશા તેની રાહ જોતી વરંડામાં જ બેઠી હોય. પછી સાથે કોફી પીવાની. આથમા સૂરજને જોતા જોતા બંને અલકમલકની વાતો કરતાં અને જેમ દિવસને અંતે પક્ષીઓ માળામાં પાછા ફરે તેમ તેઓ તેમના આ નાનકડાં ઘરમાં ઢબુરાઈ જતાં.

‘સાહેબ, કૉફી ઠંડી થઈ જશે.’

ગૌતમ વિચારોમાં ખોવાઈ ગયો હતો. તેને યાદ આવ્યું કે હમણાં જ તેણે નોકર પાસે ગરમ કૉફી મગાવી હતી. સાંજની કૉફી એને હંમેશાં નિશાની યાદ અપાવતી.

એક આવી જ સાંજે નિશાએ તેને સરપ્રાઈઝ આપી હતી.

‘ગૌતમ, આજે હું ડૉક્ટર પાસે ગઈ હતી, ચેકઅપ કરાવવા. તમે પપ્પા બનવાના છો…’

પપ્પા શબ્દ સાંભળીને જ ગૌતમ ખુશીથી ઝૂમી ઉઠેલો. તેણે નિશાને ઊંચકી લીધેલી અને ગોળ-ગોળ ફેરવેલી. તે એટલો ખુશ થયો હતો કે એની આંખોમાં ઝળઝળિયાં આવી ગયેલા. તેમના ઘરમાં કલરવ ગુંજવાનો હતો. આ વાત જ ગૌતમને રોમાંચ કરાવતી. ત્યારથી એ નિશાની કંઈક વધારે જ કાળજી લેતો. તેણે નિશાની સ્કૂલ પણ છોડાવી દીધેલી. દિવસમાં એ ત્રણ-ચાર વાર કૉલ કરી લેતો ને નિશાના ખબર પૂછી લેતો. નિશાને ક્યારેય એકલું ન લાગવા દેતો. નિશાને આમ પણ વાંચવાનો શોખ હતો, તે પુસ્તકો વાંચતી, ક્યારેક ગૂંથણકામ કરતી.

ગૌતમ આવે પછી ફ્રેશ થવા બંને નજીકના બગીચામાં જતા. બાંકડે બેસીને કલાકો વાતો કરતાં. તેમની વાતોમાં અચાનક જ એક ત્રીજી વ્યક્તિ આવી ગઈ હતી, જેનું હજી ધરતી પર અવતરણ પણ નથી થયું! દરરોજ ગૌતમ કંઈક ને કંઈક વસ્તુ તેના માટે લાવતો. નિશા ક્યારેક તો એને ધમકાવી નાંખતી કે, ‘અત્યારથી આટલી બધી વસ્તુઓ લેવાની શી જરૂર છે?’

આમ આ આઠ મહિના વીતી ગયા. ખુશીનો સમય ખરેખર ઝડપથી જ પસાર થઈ જતો હોય છે. સાડા આઠ મહિને નિશાને વેણ ઉપડી. ગૌતમે તરત જ નિશાને સાવચેતીપૂર્વક હૉસ્પિટલમાં એડમિટ કરી દીધેલી ને જૂનની એ સાંજે ડૉક્ટરે વધાઈ દીધેલી કે પુત્ર આવ્યો છે અને બંને તંદુરસ્ત છે.

તે દિવસે ગૌતમને નાચવાનું મન થઈ આવેલું એટલો એ ખુશ હતો. ગૌતમના પપ્પા એમને હૉસ્પિટલમાં મળવા આવેલા. જોકે મમ્મી હજી નારાજ હતી. આનંદના એ દિવસો ક્યારે પસાર થઈ ગયા અને ધ્રૂવ ક્યારે મોટો થઈ ગયો એની એમને સરત સુદ્ધાં નહોતી રહી.

જીલના ઘરે ગયેલો ધ્રૂવ હજી આવ્યો નથી. દીકરા માટે ગૌતમ અત્યંત પસેઝિવ હતો અને આ કારણે એ બેચેન બનીને વરંડામાં આંટા મારતો હતો. એના મનમાં રહી રહીને એક જ સવાલ ઉઠતો કે, ‘ધ્રૂવ રોજ જીલના ઘરે કેમ જાય છે?’

આ ઉપરાંત ધ્રૂવ ઘરે સૂનમૂન પણ રહેતો હતો. તે વાત પણ ઓછી કરતો ને ચૂપચાપ પોતાનું હોમવર્ક કરીને ઉંઘી જતો.

ગૌતમને અચાનક યાદ આવી ગયો ધ્રૂવનો પ્રથમ જન્મદિવસ. આખો દિવસ એમણે ધમાલ મસ્તી કરેલી. એ દિવસે ઘરે પાર્ટી રાખેલી અને આખી સોસાયટીના બધા બાળકોને ઈનવાઈટ કરેલા. ખૂબ આનંદ અને ઉત્સાહથી ધ્રૂવનો પહેલો જન્મદિવસ મનાવેલો.

સમય વીતતો ગયો અને ચોથા વર્ષે ધ્રૂવને નર્સરીમાં મૂક્યો. પહેલીવાર તેના કુમળા હાથોથી પેન્સીલ પકડતાં એ શીખ્યો. નિશા રોજ તેને હાથમાં હાથ રાખીને કક્કો ઘૂંટાવતી. પાંચમાં વર્ષે એ બાળમંદિરમાં જવા લાગ્યો. રોજ તેને માટે નાસ્તો, વૉટરબેગ, બેગ તૈયાર કરવી, સ્કૂલે મૂકવા જવો, બપોરે લેવા જવો, હૉમવર્ક કરાવવું વગેરેમાં જ નિશા વ્યસ્ત રહેતી હતી. ધ્રૂવ હવે એની પ્રાથમિકતા બની ગયો હતો અને એને ધ્રૂવ સિવાય બીજું કશું સૂઝતું પણ નહીં.

અચાનક દરવાજો ખખડ્યો. ધ્રૂવ આવી ગયો હતો. બોઝિલ મૌન વચ્ચે બાપ-દીકરાએ ડિનર કર્યું.

ધ્રૂવ હોમવર્ક કરતો હતો.

ગૌતમના મનમાં દિવસોથી એક વાત ઘૂંટાતી હતી. ધ્રૂવ અચાનક ગુમસુમ રહેવા લાગ્યો હતો. રોજ સાંજે સ્કૂલે લેવા જતો ત્યારે ઘ્રૂવ આખા રસ્તે એની સ્કૂલની વાતો કરતો, પણ હમણાંથી તેણે સ્કૂલની વાતો કરવાનું બંધ કર્યું હતું.

ધ્રૂવ હોમવર્ક પૂરું કરીને ટી.વી. જોતો હતો. મોકો જોઈને ગૌતમે જરા ખચકાટ સાથે જ વાત શરૂ કરી, ‘બેટા, હમણા કેમ ચૂપચૂપ રહે છે?’

‘ના પપ્પા, એવું કંઈ નહીં.’

‘ઓહ, આ તો મને એવું લાગ્યું.’

‘ના, એવું કંઈ નથી.’

‘બેટા, એક વાત પૂછું?’

‘હં......’

‘હમણાથી તું જીલને ત્યાં કેમ બહુ જાય છે... ખોટું ન માનતો પણ, ખાલી પૂછું છું.’

‘પપ્પા, એ તો બસ નોટ્સ લેવા...’

‘પણ બેટા.’ - ગૌતમ થોડું ખચકાયો, ‘નોટ્સ તો લગભગ બધી છે તારી પાસે, ન આવડે તો મને પણ તું પૂછી શકે છે.’

‘પપ્પા, સાચું કહું તો મને કોઈ નોટ્સ નથી જોઈતી પણ મને જીલ અને એની મમ્મી સાથે સમય પસાર કરવો ગમે છે. મમ્મી વગર એકલું લાગે છે, મને મમ્મી જોઈએ છે.’

સ્તબ્ધ થઈ ગયો ગૌતમ!

જાણે સમય અટકી ગયો. ઘડિયાળના કાંટા જાણે થીજી ગયા. એને યાદ આવી ગયો એ દિવસ, જ્યારે ઑફિસે જ તેના પર એક ફોન આવેલો, જેમાં કોઈ અજાણ્યા અવાજે એને સમાચાર આપેલા કે, ‘રિક્ષાની અડફટે આવી જતાં નિશાબહેનનું અવસાન થયું છે. આ તો કૉલ લિસ્ટમાં લાસ્ટ કૉલ તમારો હતો એટલે તમને કૉલ કર્યો. તમે એમના શું થાઓ?’

પેલો અવાજ સાંભળીને ગૌતમની આંખો આગળનું એક દૃશ્ય અચાનક સંકેલાઈ ગયું હતું. ‘હું… હું… હું…’ બસ આટલું જ બોલી શક્યો હતો એ.

મૃત્યુદંડ
ખરેખર તો વાર્તા નથી જ લખવી. ના.

અને કોઈ લખો-લખોનો આગ્રહ પણ નથી કરવાનું. આમેય વાચકો-લેખકો-વિવેચકોને કંઈ એકબીજાની પડી નથી. સબ સબ કી તાનમેં. ન લખવાનાં કારણ ખાસ કશાં નહીં. એમ તો બે-ત્રણ મહિના પર એકાદ બે તેજ-તેજ અને આગ-આગ એવા વિવેચકોએ એવું લખેલું કે તમારી વાર્તાકલાનાં હવે વળતાં પાણી, પણ એને ગણકારવાની દાનત જ નથી રાખી. વળતાં તો વળતાં, એનો કોઈ એનો હરખશોક રાખ્યો નથી અને રાખવો નથી. તોયે કોઈ જાવ-જાવ કહ્યા કરે તો અમે જતાંયે રહીએ. કંઈ એવાં નીંભર નથી કે ચોંટી રહીએ કલમને. ઘોળી વાર્તા ને ઘોળ્યું લખવાનું. હાથ ખેંચી, કલમના ખાનામાં પૂરી દઈ, આળસ મરડી બેઠાં છીએ. નિરાંતે. લખ્યું એટલે જીવ્યાં એવું ઓછું છે?

- આ આટલું લખ્યું તે એટલા માટે કે આ કાચી સામગ્રી છે. દળદાર. અને કદાચ દળદાર ન લાગે તોયે છેક કુશકા તો નથી જ. કોઈને એમાંથી એકાદ સંઘેડા-ઉતાર... ઠીક, એ બધું કંઈ કહેવાનું ન હોય. બધાં મરમી છે, બ્લેન્ક સ્પેસનોયે અર્થ સમજે એવાં.

થયું એવું કે ગઈ કાલે લાખી આવી. ભૂખરો સાડલો માથા પર ઢાંક્યા કરતી, અડધા તૂટેલા અને અડધા આખા, પાન ચાવી ચાવીને રંગીન થયેલા દાંત દેખાડતી લાખી. ચહેરો રડમસ અને રઘવાટિયો. કશું અઘટિત અને ભયાનક બન્યાના સમાચાર લઈને આવી હોય એવી દેખાય. છતાં મોટો ધ્રાસકો ન પડ્યો. લાખી તો અમથીયે એવી જ દેખાય. બેબાકળી અને રોતલ. હજી તો કંઈ પૂછીએ એ પહેલાં જ ઠૂઠવો મૂક્યો. કોણ ગયું હશે? પાણી, સાંત્વન, ખભે હાથ - સરવાળે આંસુ પર છેડો દાબી હોઠ ઉઘાડ્યા.

આજ અખબાર પઢ્યા?

લાખી તરફથી આવા અસાધારણ સવાલની ધારણા હોય ખરી? પણ હા પાડી, કારણ કે સવારે સરસરી નજરમાં છાપું જોયું તો હતું જ. એમાં કશું નવીન કે સનસનાટીભર્યું નહોતું. કમ સે કમ લાખીનું ધ્યાન ખેંચે એવું તો નહીં જ. ને લાખીને તો આમેય વાંચતાં-લખતાં આવડતું નહોતું એટલે આપણા લોહીઉકાળા એને ભાગે ન આવે. લાખી સામે ફરી જોયું. એનું મોં સાવ કરમાઈ ગયેલું અને હોઠ થરથરતા હતા.

સબ બોલે કે જુગન કો તો અબ...

જુગન? તારી બહેન ધનવંતીનો છોકરો?

હાં.... ધનવંતી કા જુગન...

આટલું બોલીને લાખી ફરી રડવા બેઠી. આયે ખરો ત્રાસ. કોઈ આમ માથા પર રડ્યા જ કરે એ ખમવાનું બહુ ભારે. જુગનની શી માથાકૂટ હતી. એ ખોળવાનું તો હજી બાકી. પહેલાં તો આ રડતી બંધ થાય તો ઘણું.

ધનવંતી અને શંભુ મધ્યપ્રદેશથી આ તરફ મજૂરીએ આવેલાં. અમારા બાપુજી કૉન્ટ્રાક્ટર પણ લોહીચૂસ નહીં, લાલ સલામવાળા. મજૂરોને સગવડ આપવામાં એમનો જોટો ન જડે. કાયમી મજૂરોને તો પૂરી સગવડવાળી ઓરડીઓ, સંડાસ સુધ્ધાં. બધાં બાપુજીની જય બોલાવતાં. લાખી ધનવંતીની બહેન. વિધવા. એક દીકરો હતો તે અકસ્માતમાં મૂઓ અને તેણે વતન છોડ્યું. એનું ઉમેરણ પાછળનું.

હવે આ બધી વિગતો આપવી પડે, પાછળથી કલાત્મકતા જાળવવા જે ખંખેરી નાખવું હોય તે ખંખેરી નંખાય, પણ અત્યાર પૂરતી તો આ માહિતી... લગભગ અનિવાર્ય જેવું જ.

ધનવંતી અને શંભુનાં લગ્નને પંદરથી વધારે વરસ વીતી ગયાં હશે. સંતાન નહીં. વતન જતાં બંને ડરે. બેયનાં કુટુંબો પઠાણી ઉઘરાણી કરતાં હોય એમ આસપાસ ફરી વળે. વૈદ-હકીમ-ભૂવા-પીર-બાધાઆખડી-જંતરમંતરની માહિતીના ઢગલા ઠાલવે. વતનથી પાછી આવેલી ધનવંતી અહીં રહ્યેરહ્યે જાતજાતના ધતિંગમાં સક્રિય દેખાય. લાલ કપડાં પહેરીને લાલ કરેણથી ગણપતિની પૂજા કરવાની, ખાસ તિથિએ દેવીદર્શન માટે ડુંગરે જવાનું, કદીક એકલા ચોખા ખાવાના તો કદીક માત્ર ફળાહાર, ક્યારેક ત્રણ જ પદાર્થ ભાણે લેવાના તો ક્યારેક માત્ર દૂધ. માદળિયાં, મંત્રેલા દોરાધાગા, માળામણકા, વીંટી બધું પહેરવાનું - કોઈ બાંધછોડ વગરની ચુસ્તી.

એ દિવસોમાં જ મોટા ડૉક્ટરો ફર્ટિલિટી સેન્ટર ચલાવતા અને એની ભારે બોલબાલા રહેતી. શંભુને વળી કોઈકે વાત કરી હશે. એ તો આશાભર્યો ને ઉતાવળો પહોંચ્યો બાપુજી પાસે.

અલ્યા, ખરચ ભારી પડશે! આ બધી મોંઘીદાટ પદ્ધતિ. એંસી હજાર કે લાખના ચક્કરમાં ફસાઈ જશે. સાદી દવા કરતાં તો આટલાં ખેંચાઈ ગયાં છો, ને એટલું કર્યા પછીયે કોઈ ખાતરી નહીં આપે. ગાંડપણ રહેવા દે. જે છે એમાં રાજી રહે! શંભુ પાછો પડ્યો. લાખી કપાળ કૂટ્યા કરે.

ગાંવ મેં કીત્તી ઓરત જબ દેખો પેટ સે... ઘર ભર કે બચ્ચેં. સબ કે યહાં, ઔર એકયે ધનવંતી દેખો, પતા નહીં કહાં સે બૂરી નજર....

ગાંડા છો તમે બધાં! બૂરીફૂરી નજર કંઈ નહીં. દુનિયામાં છોકરા વિનાની કંઈ એકલી ધનવંતી નથી નવી નવાઈની. બીજી ઘણીયે બાઈઓ છૈયાંછોકરાં વિના જીવે છે.

પણ ધનવંતીની હાલત બગડતી જતી હતી. એના પર સતત દબાણ રહેતું. દુનિયાભરની ઓરતોને જે કસબ સહજસાધ્ય હતો તે કસબ અનેક પ્રયત્ન છતાં એને હાથ ચડતો નહોતો. એણે કરતબ દેખાડવાનો હતો, સહુ એને ટીકીટીકીને જોતાં હતાં. પાનો ચડાવતા હતા. શંભુ પણ ચડસે ભરાયો હતો. બંનેનાં કુટુંબનો જીવલેણ કકળાટ એના હઠાગ્રહનું મૂળ હતું.

ચલ અબ બડે ડૉક્ટર કે પાસ. અસ્સી હજાર તો અસ્સી હજાર. બચ્ચા હો ગયા તો પૈસે કહીં સે ભી આ જાયેંગે... એક બાર યે ભી કર લેતે હૈ... ચલ...

પછીના ત્રણ મહિના આ જ ધમાલ ચાલી. શંભુ બે વાર વતન જઈ આવ્યો. શું વેચ્યું અને શું ગીરવે મૂક્યું એ તો ભગવાન જાણે. થોડાઘણા બાપુજી પાસેથી લીધા અને એમ લાંબી અને ખર્ચાળ ટ્રીટમેન્ટ ચાલી.

આવા લોકોનું ગજું નહીં. ગાંડિયાઓ ઓલાદ માટે કેવું કરે છે!

એકસૂરે શંભુ-ધનવંતીને બધાં સંભળાવે. અંતે પરિણામ આવ્યું, અમને બધાંયને શાંતિ થઈ ગઈ. લાખેણો, માગી ભીંખેલો અને ડૉક્ટરનો દીધેલો તે આ જુગન.

જુગન પાંચ વર્ષનો થયો ત્યાં લગી અહીં, અમારી નજર સામે જ હતો. હઠ કરીને ધનવંતી પાસે રોટલો લે, દાની શ્રેષ્ઠીની જેમ ઓટલે બેસે અને આવતાં-જતાં ગાય, બકરી, કૂતરાં, ઊડતાં કાબર-કાગડા, ચકલી-કબૂતરને લેલે કરી નોતરે. ધનવંતી એના રાજાબેટાનાં ઓવારણાં લે. એને માટે જુગન ઈશ્વરે હાથોહાથ દીધેલી મહામૂલી ભેટ. જતનમાં જાત ઓગાળી દે એટલું વહાલ. શંભુ પેલા ઉછીઉધારમાં વ્યાજ આપી આપીને ઘરડો થઈ ગયેલો. બાપુજીએ પચીસ હજાર આપેલા એટલા બાદ. બા ગુસ્સે થતી.

ના પાડી’તી આવું પહાડ જેવું દેવું કરવાની. દેદાર જો તારા! નર્યો ભિખારી લાગે છે... માંદો જ પડવાનો છે આ રંગઢંગથી!

જુગન ત્રણેક વર્ષનો હશે ત્યારે એને એક જીવલેણ માંદગી આવી પડી. પહેલા તો ખબર જ ન પડી કે શી તકલીફ છે. બાપુજીએ શંભુને ચાઈલ્ડ સ્પેશિયાલિસ્ટ પાસે ધકેલ્યો. નિદાન થયું. ડિપ્થેરિયા. એને દવા આપવાની ખાસ, ક્યાંયે મળે નહીં. શંભુ હાથમાં કાગળિયું લઈને કેમિસ્ટે કેમિસ્ટે ભટકે, ફોનના આંકડા દાબીદાબીને બાપુજીની આંગળીઓનાં ટેરવાં લાલચોળ થઈ ગયાં. મુંબઈ, પૂના, હૈદરાબાદ - ઠેકઠેકાણે દવા માટે સંપર્ક કર્યો.

બીજી તરફ જુગન જવાની તૈયારીમાં. લાખી રડતીકકળતી દોડધામમાં. ધનવંતી પાગલ જેવી લવરી પર ચડી ગયેલી. માથું કૂટે અને હાયવોય કરે. બિલકુલ હિન્દી ફિલ્મોમાં જોયેલું તેવું જ. એક ખાલી મંદિરમાં જઈને કોઈએ ઘંટ ઝાલીને ઈશ્વરને ધમકાવ્યા નહીં એટલું જ બાકી. બે વાર તો જુગન આ ચાલ્યો, આ ગયો જેવી કટોકટ, અને આ ઘડી મામલો ખતમ તેવી ઊથલપાથલ. ત્યાં વળી ધનવંતીને ખેંચી આવી. નજીકની લેડી ડૉક્ટરને બોલાવી ઘેનનું ઈન્જેકશન અપાવ્યું. બચ્ચાના મોતમાં શું શું કરવાની શાસ્ત્રાજ્ઞા છે એની પડપૂછ કરતી મજૂરોની ઓરતો બારણે જમા થઈ. લાખી સહુથી આગળ, એકધારું રડતી અને બબડતી.

ઈત્ત પૈસા ખર્ચ કિયા, નસીબ નહીં. મેં પહલે સે બોલી, બૂરી નજર સે...

આ બધી વિગતો જરા બોજારૂપ છે. નહીં? વાર્તામાં આટલી બધી માહિતી આપવાની જરૂર નથી, પણ આમાં શું ગાળવું-ચાળવું એની સ્પષ્ટતા ન હોવાથી બધું જેમ બન્યું તેમ ધરી દીધું છે અને આ વિગતો પાછી નક્કર છે, એમાં અધ્ધર કશું નથી, રજેરજ સચ્ચાઈ.

હવે પલટો કેવો આવ્યો તે જુઓ. અચાનક હવામાન બદલાઈ ગયું. બચી ગયો. જુગન બચી ગયો... દવા તાબડતોબ આવી. આંસુ ગાયબ, આઉટ ઑફ ડેન્જરની ઝંડી મળી ગઈ. કંસાર રંધાયો, પેંડા વહેંચાયા. આયે ગજબનો ખેલ!

આ થયો જુગનનો બીજો જન્મ. પહેલા જન્મ જેટલો જ ખર્ચાળ અને કષ્ટદાયક, પછી શંભુ એને વતનમાં લઈ ગયો. ત્યારે જુગન પાંચેકનો. વતનમાં સહુ એનું વધારે ધ્યાન રાખશે, ભણશે-ગણશે, એને ઈજનેર બનાવીશું. ડાક્ટર બનાવીશું એવાં એવાં સપનાં શંભુ અને ધનવંતીનાં. વહાં બીસ કિલોમીટર પર બડા કાલેજ હૈ, જુગન વહીં પઢેગા...

જુગન ગયો અને એનો ચહેરો અમારે માટે ઝાંખો થઈ ગયો. એ આ તરફ આવતો નહીં અને એકાદ બે વખત આવ્યો ત્યારે અમે નહોતાં. માત્ર લાખી જુગનની વાતો કરતાં થાકતી નહીં. હોનહાર હૈ, કીરકેટ ખેલતા હૈ, ગાના ગાતા હૈ વગેરે. ધનવંતીને તો કંઈ પણ પૂછીએ તો હરખથી હસી પડતી. એને મન જુગન ઈંદ્રરાજાથી ઓછો નહીં. એનું જીવન, એનું ભવિષ્ય, એનો આનંદ-સઘળું જુગન નામના સુવર્ણસ્તંભ પર ટકી રહ્યું હતું.

આજ કા અખબાર પઢ્યા?

લાખીનો સવાલ અથડાયો. હવે તો અખબાર હાથમાં પકડ્યે જ ખુલાસો થાય. છાપું તો લીધું પણ મનમાં થયું કે આ લોકોને લગતું કશુંયે છાપામાં હોય તો ઘરમાં કોઈકે તો ધ્યાન ખેંચ્યું જ હોત. માત્ર ધ્યાન ખેંચવાની વાત નહીં, ખાસ્સી ઉત્તેજના ફેલાઈ ગઈ હોત. લાખી આ એક મુદ્દે કેમ અડી રહી હતી એ સમજાતું નહોતું. પાનાં ફેરવ્યાં. એનું એ જ, રોજના જેવું જ ભરેલું હતું અંદર.

ક્યા હૈ ઈસ મેં?

સબ બોલે કે જુગન કો ભી ફાંસી...

ફાંસી? જુગનને શા માટે ફાંસી થાય? અને ફાંસીના તો કોઈ સમાચાર જ નહોતા. ફરી ધ્યાનથી પાનાં ફંફોસ્યાં. ઠીક, છેલ્લે પાને કોલકાતાના ધનંજયને ફાંસી થઈ તેના સમાચાર હતા. સજા માફ થાય તે માટે દયાની યાચના કરવાની હતી એવું છપાયું હતું. ચોમેરથી દબાણ હતું કે ફાંસી માફ ન થવી જોઈએ. બાર-ચૌદ વર્ષની છોકરી સાથે આવું અમાનુષી કૃત્ય કરનાર અપરાધીને માફી ન હોય એવી રજૂઆત પણ હતી, પણ એની સાથે જુગનને શી લેવાદેવા...?

રડતી લાખીને છોડીને અંદર આવી. આ સાયંકાળના દીવાની તૈયારી કરતી હતી. જોવાનું ગમે એવું દૃશ્ય. સરસ પાતળી એકસરખી વાટ, મોટી દીવીમાં ગોઠવાય. બહાર તુલસીક્યારે ડોકિયાં, ચાર ખૂણે ચાર, દીવી ભગવાનના નાનકડા મંદિર પાસે, બે અગરબત્તીની જોડાજોડ.

બા... આ લાખી કહે છે કે....

બાએ નાકે આંગળી મૂકી. દીવા થઈ જાય પછી બધી વાત એવો એનો અર્થ. દીવાના પ્રકાશમાં બાનો ચાંલ્લો ઝગઝગતો હતો. ભગવાન સામે હાથ જોડીને બેઠેલી આ અપાર્થિવ લાગી. ત્યાં જ ધનવંતી સરકી આવી અને બાની નજીક બેસી ગઈ. હાથ જોડેલા અને આંખમાંથી આંસુ દડદડ દદડે. જાણે ભીતર દરિયાની ગાંડીતૂર ભરતી. બાએ એની સામે જરાક જોયું, એને માથે હાથ ફેરવ્યો અને ધનવંતી તૂટીને વેરવિખેર બાના ખોળામાં પડી, રાખની ઢગલી જેમ. શું થયું હશે એની ભાળ કાઢ્યા વિના અહીંથી ખસવું હવે અશક્ય.

મોડી રાતે બધું જાણીને હું ઓટલે બેઠી. આકાશ સામે જોતી જોતી. જુગન પકડાયો હતો. અગિયાર વર્ષની છોકરી પર બળાત્કાર કર્યા પછી એનું ગળું દાબીને એને મારી નાખવાના આરોપસર. ત્યાં વતનમાં વિવિધ સંગઠનોએ જુગનને ફાંસી થવી જ જોઈએ. એવી માગણી કરી હતી. ધરણાં, ઘેરાવ, સરઘસ, સભાઓ, સરકારમાં રજૂઆત - ભારે હો-હા મચી ગઈ હતી. જો ધનંજયને ફાંસીની સજા થઈ શકતી હોય તો એવા જ આરોપસર પકડાયેલા જુગનને ફાંસી કેમ નહીં?

ખોટું હશે. જુગનને કોઈકે ફસાવ્યો હશે. જુગન એવું કરે જ નહીં...સારો વકીલ રોકીને....

ધનવંતીને સાંત્વન આપવા માટે આનાથી વધારે સૂઝતું નહોતું. પણ હજી આગળ બોલું તે પહેલાં ધનવંતીનું માથું ટટ્ટાર થયું.

જૂઠ નહીં. અપની મરી બચ્ચી કે સર પે હાથ રખકર ઉસકી મા બોલી કી ઉસને જુગન કો દેખ્યા થા. જૂઠ ક્યોં બોલેગી વો? જુગનને હી કિયા, સચ્ચી....

રડીરડીને દડા જેવી થઈ ગયેલી લાચાર આંખો અમારા તરફ મંડાઈ. એમાં કેટકેટલા જનમની પીડા તગતગતી હશે એનો અંદાજ મેળવવાનું મારું ગજું નહોતું. અડતાંવેંત ફરફોલા ઊઠી જાય એવી આ પીડા, જેવી ને તેવી. ને તેટલી, કઈ ભાષામાં આણી શકાય? અને જે બન્યું તેને આલેખવામાં કયો રચનાપ્રપંચ ખપ લાગે એ બાબતે ગોથાં ખાધાં પછી થયું કે નથી લખવી વાર્તા. બહુ થયું હશે. આમેય કેટલુંય કહી શકાય! અમે બે બહેનો નથી પરણી, પરણવાનું ટાળતાં રહીએ છીએ તેનાં અનેક કારણોમાં એક તો...

ડર, ગર્ભનો, પીડાનો ખાળી ન શકાય એવો ડર, જો કે જુગનની વાત સાથે એને સીધો સંબંધ તો નથી એટલે... જવા દઈએ, પણ તમને જો મન થાય એ સામગ્રીમાંથી એકાદ તાજગીસભર, સશક્ત વાર્તા રચવાનું તો... મૂળ આ કથાબીજ મારું હતું એમ નહીં બોલું. પ્રૉમિસ.... આ વેરી ઑનેસ્ટ પ્રૉમિસ... આ કથાબીજ મારું હતું એમ નહીં બોલું, પ્રૉમિસ... અ વેરી ઑનેસ્ટ પ્રૉમિસ....

જહાજો સુદ્ધાં નિવૃત્ત થયાં, નેતાઓ ક્યારે?
બે-ત્રણ દિવસો પહેલા અખબારમાં સમાચાર વાંચવા મળ્યાં કે, ભારતીય નૌકાદળના ‘વીર’ અને ‘નિપત’ નામના બે યુદ્ધ જહાજો એમની સેવામાંથી નિવૃત્તિ લઈ રહ્યા છે. અલબત્ત, આ પ્રકારના સમાચાર પહેલી વખત નથી વાંચ્યા. આ પહેલા પણ વાયુ સેનાના વિમાનો, નૌકાદળના જહાજો કે ભૂમિદળના કોઇ સાધનો કે કૂતરાંની નિવૃત્તિના સમાચાર વાંચ્યા-સાંભળ્યાં છે. પણ આ વખતે એમ વિચાર આવ્યો કે, આ નિર્જીવ જહાજોને સુદ્ધાં એમની વયનો ખ્યાલ રાખીને નિવૃત્ત થાય છે તો આપણા દેશના નેતાઓ કેમ ક્યારેય નિવૃત્તિ નથી લેતાં? આખરે વય તો એમને પણ નડતી જ હશેને?

પણ કોણ જાણે આપણા નેતાઓને એવી તે શું મમત છે કે, તેઓ સાંઠ તો ઠીક પણ સિત્તેર, એંસી કે નેવું વર્ષે પણ રાજકારણ છોડતા નથી અને છેલ્લી ઘડી સુધી સત્તા મેળવવા માટેની મથામણ કરતા રહે છે. વળી, આપણા રાજકારણમાં તો એવા દાખલા પણ છે કે, કેટલાક નેતાઓ સાવ જુદા ક્ષેત્રમાં જિંદગી ખર્ચી આવે અને ત્યાંથી નવરા થઈ જાય પછી તેઓ પચાસ-પંચાવનની ઉંમર પછી રાજકારણની પોતાની કરિયર શરૂ કરે છે. એવા નેતાઓ મારા બેટાઓ પહેલા લોકતાંત્રિત પદ્ધતિથી ચૂંટણીઓ લડી જુએ છે અને ત્યાં એમને સફળતા નહીં લાધે તો પોતાનું નામ વટાવીને રાજ્યસભા વાટે સત્તા સુધી પહોંચે છે. અહીં માત્ર શાસક પક્ષના નેતાઓને જ સત્તા સુધી પહોંચેલા ગણવા નહીં. શાસક પક્ષમાં નહીં હોય એવા નેતાઓ પણ આપણા દેશમાં ઘણી સત્તાઓ ભોગવતા હોય છે.

મને લાગે છે કે, આપણા રાજકારણને આવા લોકો બોડી બામણીનું ખેતર જ સમજે છે. આ કારણે જ ખેતરમાં સત્તાના ફરફર લહેરાતા પાકની લણણી કરવા માટે ફિલ્મ સ્ટાર્સ, ગલીના ભાઈઓ (અરુણ ગવલી યાદ છે ને?), રમતવીરો ઢળતી ઉંમરે રાજકારણમાં ઝૂકાવી દે છે. આ બધામાં કેટલાક અપવાદો પણ હશે. એટલે અપવાદોની આપણે વાત નથી કરતા એવું સમજી લેવું!

આમ જોવા જઈએ તો અમને રાજકારણ અને વૃદ્ધો સાથે સીધી રીતે કોઇ વાંધો નથી. પણ આડકતરી રીતે આપણે આખીય બાબતનું મુલ્યાંકન કરીએ તો આપણને ખ્યાલ આવે છે કે, આપણે ઘણી બધી રીતે પાછળ પડી જઈએ છીએ એની પાછળ રાજકારણનું વૃદ્ધત્વ કે વૃદ્ધોનું રાજકારણ જવાબદાર હોય એવું લાગે છે. આપણે ઘણી વખત નવી પોલીસીઓ નથી ઘડી શકતા કે પોલીસી ઘડાય તો એનું અમલીકરણ નથી કરી શકતા.

એ વાત સાચી કે, વૃદ્ધોએ જમાનો જોયેલો હોય છે અને તેઓ જમાનાના ખાધેલ હોય છે. પણ આપણા રાજકારણની તો કમનસીબી જ એ રહી છે કે, આટલા બધા જમાનાના ખાધેલોએ, આઈ મીન અનુભવીઓએ સંસદમાં વર્ષો સુધી સ્થાન મેળવ્યું હોવા છતાં વર્ષો સુધી આપણા દેશમાં કરોડો લોકોએ વીજળી, પાણી, સડક કે આરોગ્ય જેવી પાયાની જરૂરિયાતોથી વંચિત રહ્યા છે અને લોકોએ આ સુવિધાઓ મેળવવા માટે રીતસરના વલખા મારવા પડ્યા છે.

વળી, આ બધામાં વર્ષો સુધી અબજો રૂપિયા ખવાયા એનું શું? જમાનાના ખાધેલાઓ દેશના પૈસા પણ ખાઈ જાય ત્યારે જ પ્રશ્નો ઊભા થાય છે. પણ આપણી કમનસીબી એ પણ છે કે, પ્રજા તરીકે આપણને પ્રશ્નો પૂછવામાં ક્યારેય રસ જ નથી રહ્યો. અને બાપડાઓ કોઈ સવાલ પૂછવાની હિંમત કરે છે એમનો ક્યાં તો અવાજ દબાવી દેવાય છે અથવા એમને રાજદ્રોહી, વિપક્ષી પક્ષોનો એજન્ટ અથવા એમના મનમાં આવે એ શબ્દોથી નવાજવામાં આવે છે.

જેમ દેશના જુદા જુદા ક્ષેત્રોમાં યુવાનોની ખૂબ જરૂર છે એમ દેશના રાજકારણમાં પણ યુવાનોની ખૂબ જરૂર છે. અમેરિકા કે યુરોપના દેશોની ઉન્નતિની પાછળ આમ ભલે અનેક કારણો જવાબદાર હોય, પરંતુ એ બધામાં એક કારણ એ પણ છે કે, ત્યાંના રાજકારણમાં સાંઠ, સિત્તેર, એંસી કે નેવું વર્ષના રાજકારણીઓ નથી. ત્યાં ચોક્કસ વિઝન ધરાવતા યુવાન નેતા છે, જેમણે દેશના અન્ય યુવાનો સાથે મળીને દેશની સત્તાનું (વિદેશ માટે સત્તા કરતા સર્વિસ શબ્દ યોગ્ય રહેશે કેમ? સત્તા શબ્દ તો આપણે ત્યાં જ શોભે!) સુકાન સંભાળ્યું છે અને દેશને એક નવી દિશા આપી છે.

જોકે આ આખીય વાત માટે હું વૃદ્ધ નેતાઓને જરાય દોષ દેવા માગતી નથી. કારણ કે આપણા બંધારણે કે સરકારોએ નોકરીઓ માટે વયમર્યાદા નક્કી કરી છે, પણ રાજકારણમાં ભાગ લેનારાઓ માટે કોઇ વયબાધ નથી રાખ્યો. એટલે સ્વાભાવિક જ અહીં નારાયણ દત્ત તિવારી કે લાલકૃષ્ણ અડવાણી જેવા નેતાઓ જીવનના આઠમાં કે નવમાં દસકામાં પણ ધ્રુજતા હાથ-પગે એમની સેવા(સેવા?) આપતા હોય ત્યારે આપણાથી મોઢાં નહીં વચકોડાય. પણ યુવાનોને રાજકારણમાં જતાં કોણ અટકાવે છે? તેમણે પણ નર્મદની જેમ યા હોમ કરીને કૂદવું જોઈએ ને?

હા, જોકે એક વાત એ પણ સાચી કે, કોઇ પણ રાજકીય પક્ષમાં બહુ જૂજ યુવાનેતાઓ એવા હોય છે, જેમને પોતાની કાર્યદક્ષતા, લાયકાત કે પક્ષમાં એમના યોગદાનના હિસાબે એમને ચૂંટણીઓ લડવાની તક મળતી હોય છે કે વિધાનસભા કે સંસદ સુધી પહોંચવા મળતું હોય છે. બાકી, મોટા ભાગે તો જે યુવાઓ પહોંચ્યા છે એમાંના મોટાભાગના ગાંધીઓ(રાહુલ અને વરુણ બંને!), અબ્દુલ્લાઓ, પાઈલટો, સિંધીયાઓ કે દેવરાઓ હોય છે, જેમને લાયકાત કરતા એમના પરિવારની પહોંચને હિસાબે રાજકારણમાં ટોચ સુધી પહોંચવાની તક પહેલા મળતી હોય છે.

બીજા ક્ષેત્રોની જેમ રાજકારણમાં પણ ટેલન્ટ, ડેડિકેશન કે સ્કીલ્સનું ઝાઝું મૂલ્ય આંકવામાં નથી આવતું. આજથી પચાસેક વર્ષ પહેલા આવી કોઇક બાબત ધ્યાનમાં રાખવામાં આવી હોત તો આપણે એમ તો નહીં તો કહી શકીએ કે, આપણે યુરોપ, અમેરિકાના દેશોની સમકક્ષ હોત. પરંતુ એટલું જરૂર કહી શકાય કે, આપણી આજે જે સ્થિતિ છે એનાથી આપણી સ્થિતિ ઘણી બહેતર હોત. શું કહો છો? વાતમાં જરાતરા પણ સત્યનો અંશ છે? નેતાઓએ પણ અમુક ચોક્કસ વયે નિવૃત્તિ લઈ લેવી જોઈએ, જેથી સત્તામાં એમના મૂળિયાં ઝાઝા ઉંડા ન થાય અને સત્તાનો ક્યારેય દૂરઉપયોગ નહીં કરી શકે. અને વહિવટી તંત્રની રાજા રામ અને પ્રજા સુખી જેવી સ્થિતિ ન થઈ શકે. વિચારવા જેવી વાત છે. વિચારી જોજો.

શીલાને ઉમેદવાર બનાવ્યા બાદ કોંગ્રેસના પૈસા વસૂલ
ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે પ્રશાંત કિશોર જેવા મોંઘાદાટ રણનીતિકારને રોકવા પડે એટલે કોંગ્રેસનું કેટલી હદે ધોવાણ થયું હશે એ વિશે વિચારી શકાય છે. દેશમાં કોંગ્રેસની આ સ્થિતિ જોઈને સંજય ગાંધી, ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી ઉપર બેઠાંબેઠાં માથે હાથ દઈને રડતા હશે કે, ક્યાં અમે આખા દેશના તમામ રાજ્યોમાં શાસન કરતા અને ક્યાં આ મા-દીકરા એક પછી એક રાજ્યોમાંથી ડાયરા સમેટી રહ્યા છે! અને આટલું ઓછું હોય એમણે ચૂંટણી જીતવા માટે ભાડાના માણસો રાખવા પડે છે!

જોકે ઉત્તરપ્રદેશ વિધાનસભા માટે પ્રશાંત કિશોરને રોક્યા પછી કોંગ્રેસના પૈસા પાણીમાં નહીં જ જાય એ વાત નક્કી છે. કોંગ્રેસે પ્રશાંત કિશોર પાછળ ખર્ચેલો એક એક રૂપિયો કોંગ્રેસના ખપમાં આવવાનો છે. બોલો કેવી રીતે? તો ભાઈ, આપણે બધા એ જાણીએ જ છીએ કે, ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસ છેલ્લા અઢી દાયકા ઉપરના સમયથી સત્તાથી બહાર છે. ચાલો ભાઈ સત્તાથી બહાર હોવું એ કંઈ મોટી વાત નથી, રાજકારણમાં તો સત્તા ને વિપક્ષ ને એવું બધું ચાલ્યા કરે. પણ મહત્ત્વનું એ છે કે, ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસ ચોથા સ્થાને છે. પહેલા ત્રણ સ્થાન સપા, બસપા અને ભાજપે કબજે કર્યા છે અને ત્યાર પછી કોંગ્રેસનો ક્રમ આવે છે.

વળી, પાછલા વર્ષોમાં કોંગ્રેસે ઉત્તરપ્રદેશમાં એવું કોઇ મહત્ત્વનું કામ પણ નથી કર્યું કે નથી ત્યાં કોંગ્રેસને નામે કોઇ વિવાદ થયાં કે આપણે કોંગ્રેસ પર થોડોઘણો પણ મદાર રાખી શકીએ. લોકસભાની ચૂંટણીઓમાં ભાજપ બાજી મારી ગયું અને રાહુલ ગાંધી જ્યાંથી જીતીને આવે છે એ અમેઠીમાં પણ સ્મૃતિ ઈરાનીને કારણે ટેન્શન સર્જાયેલું.

રાજ્યના નાના પક્ષોની પણ કોંગ્રેસ કરતા વધુ ચર્ચા થતી રહેતી હોય એવી સ્થિતિ સર્જાયેલી હોય ત્યારે કોંગ્રેસ યુપીની સત્તા પર આવે તો પરીકથા જેવું જ લાગે. અલબત્ત, રાજકારણમાં કોઇ ચોક્કસ આગાહી કરી શકાય નહીં. કહેવાતી મોદી લહેર વચ્ચે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ અને બિહારમાં નીતિશ કુમારે પોતપોતાના રાજ્યોમાં સત્તા મેળવી હતી અને લહેરોને ફૂંક મારીને દૂર કરી દીધી. જોકે એ વાત સ્વીકારવી જ રહી કે, મોદી લહેર વચ્ચે પણ કેજરીવાલ કે નીતિશ કુમારના અસ્તિત્વને નકારી શકાતું નહીં, પરંતુ અહીં તો એવી સ્થિતિ છે કે, કોંગ્રેસ કોઇની ગણતરીમાં સુદ્ધાં નથી.

સત્તા તો ઠીક વિરોધપક્ષ બનવાના ઠેકાણા નહીં હોય ત્યારે સત્તાના સપનાં જોવા એ પોતાની જાતને મુંગેરીલાલ સાબિત કરવા જેવી જ વાત છે. અને આ વાત કોંગ્રેસ પણ સુપેરે જાણે છે. પણ ઉત્તરપ્રદેશની ચૂંટણીના પડધમ વાગે એ પહેલાથી કોંગ્રેસમાં શોરબકોર શરૂ થઈ ગયેલો કે, આ વખતે પ્રિયંકા ગાંધીને મુખ્યમંત્રીપદના ચહેરા તરીકે મેદાનમાં ઉતારો. કોંગ્રેસના નેતાઓ જ નહીં, કોંગ્રેસના ગણ્યાંગાંઠ્યાં સમર્થકો પણ આ જ માગણી કરી રહ્યા હતા, જેને કારણે ગાંધી પરિવાર પર ઘણું પ્રેશર થઈ રહ્યું હતું.

બીજી તરફ ગાંધી પરિવાર એ વાતે પૂરી તરહ વાકેફ હતો કે, હવે કૂવામાં જ પાણી નથી તો હવાડામાં ક્યાંથી આવવાનું? આ પહેલા પણ અન્ય રાજ્યોમાં રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ હારનો સામનો કરી ચૂકી છે, જેને કારણે રાહુલ ગાંધી અને સમગ્ર ગાંધી પરિવાર ઘણો વગોવાયો હતો. આ તો જે રાજ્યોમાં જીતી શકાય એવી સ્થિતિ હતી ત્યાંની વાત છે તો ઉત્તરપ્રદેશમાં તો કોઇ પાણીનુંય પૂછવા રાજી નહીં હોય ત્યાં પ્રિયંકા ગાંધીને ક્યાં મેદાનમાં ઉતારવાના? આ તો હાથે કરીને મુશ્કેલી વહોરવાનું થાય અને પ્રિયંકા ગાંધીએ કરારી હાર સાથે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરવી પડે એ નફામાં.

જોકે આ બધી ચિંતા ચાલતી જ હતી ત્યાં પ્રશાંત કિશોર કોંગ્રેસની મદદે આવ્યા અને ચુનાવી રણનીતિને બહાને શીલા દિક્ષિતને હોળીનું નાળિયેર જાહેર કરી દીધા, જેથી કોંગ્રેસ જીતશે તો ઘોડો વિનમાં જ રહેશે, પણ હારશે તો ગાંધી પરિવારનું નાક બચી જશે! ઈનશોર્ટ કોંગ્રેસે આ વખતે ઉત્તરપ્રદેશને જીતવા નહીં, પણ ગાંધી પરિવારની શાખ બચાવવા પ્રશાંત કિશોરને રોક્યા છે!

શીલા દિક્ષિતને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરીને પણ પ્રશાંત કિશોરે સ્માર્ટનેસ દાખવી છે. એક તો શીલા દિક્ષિત બ્રાહ્મણ છે અને ઉત્તરપ્રદેશમાં જાતિવાદનું રાજકારણ રમાય છે એ બહાને જો મેળ પડે તો બ્રાહ્મણોના મત ઝબ્બે કરી શકાય અને થોડી ઘણી બેઠકો પર કબજો કરી શકાય અને ધારો કે શીલા દિક્ષિત નામનું તીર તુક્કો સાબિત થયું તો શીલા દિક્ષિત હવે રાજકારણમાં રહે કે ન રહે એનાથી ઝાઝો ફરક પડવાનો નથી. એટલે બગાસા ખાઈને મોંમા પતાસા પાડવાની જ આ રમત છે.

આ બધામાં શીલા દિક્ષિતની ગાંધી પરિવારની ભક્તિને દાદ દેવી રહી કે, રાજકારણનો આટલો લાંબો અનુભવ હોવા છતાં અને રાજકારણનું ગણિત જાણતા હોવા છતાં તેઓ આ ખેલમાં કૂદી પડ્યા અને ગાંધી પરિવાર પ્રત્યેની પોતાની ભક્તિ પુરવાર કરી. ખૈર, આગળ કહ્યું એમ કોંગ્રેસના પ્રશાંત કિશોર પાછળના પૈસા પાણીમાં નથી જવાના. પ્રશાંત કિશોર કોંગ્રેસને ઉત્તરપ્રદેશમાં સત્તા અપાવે કે નહીં અપાવે પણ ગાંધી પરિવારનું નાક જરૂર બચાવી લેશે. આ વખતે યુપીમાં કોંગ્રેસ હારશે તો પણ હારના માછલા ગાંધી પરિવાર પર અને એમાંય ખાસ કરીને રાહુલ ગાંધી પર નહીં ધોવાય.