Kiran Pardhi - Khabarchhe

રિપોર્ટમાં ખુલાસોઃ સિગરેટથી પણ ખતરનાક હોય છે બોસ
સ્વાસ્થ્ય માટે તમે કદાચ કોઇ વસ્તુને ખરાબ ગણો તો તેમાં સિગારેટ અને તમાકુ પહેલા નંબરે આવતા હશે, જ્યારે તમને ખબર પડે કે સિગારેટ કરતાં પણ વધારે ખતરનાક તમારી ઓફિસના તમારા બોસ જ હોય તો? કોઇપણ નોકરી કરવાની મજા ત્યારે જ આવે છે જ્યારે તમારા બોસ સારા હોય. પણ જો ખરાબ બોસ હોય તો એમના પ્રતાપે તમે ડિપ્રેશનનો પણ ભોગ બની શકો છો.

ક્વાર્ટ્ઝ મેગેઝિનમાં પ્રકાશિત એક આર્ટિકલ મુજબ અમેરિકામાં 75 ટકા લોકોમાં સ્ટ્રેસનું મુખ્ય કારણ તેમના બોસ છે. બોસ તેમના માટે સિગારેટ કરતાં પણ વધારે હાનિકારક છે. આર્ટિકલમાં કહેવાયું છે કે જેટલો સમય આવા બોસ સાથે કામ કરવામાં આવે તેટલો સમય તેઓ તમારા પર કામનું દબાણ વધારશે અને જેના પરિણામે તમને શારીરિક અને માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડશે.

અમેરિકન સાઇકોલોજિકલ એસોસિએશનના આંકડા મુજબ 75 ટકા કર્મચારીઓ એવું માને છે કે, તેમને સ્ટ્રેસ બોસના લીધે જ આવ્યો છે જે પૈકી 59 ટકા કર્મચારીઓએ બોસના ત્રાસના કારણે નોકરી પણ છોડી દીધી છે. બીજી તરફ નોકરી બચાવવા કેટલાક કર્મચારીઓ બોસના ત્રાસને રૂટિન સમજીને ટેવાઇ જાય છે. કામના સ્થળ પર સારું વાતાવરણ હોય તેવી નોકરી મેળવવા માટે આ લોકો પછી ક્યાંય ફાંફા નથી મારતાં જેને કારણે તેઓ વધારે ડિપ્રેશ થઇ જાય છે.
હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના શોધકર્તાઓ અને અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીએ 200થી વધુ સ્ટડીના ડેટા એકત્ર કરીને શોધ્યું હતું કે, કામના સ્થળ પર તણાવ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે, જે સિગારેટથી પણ વધુ ખતરનાક છે. જ્યારે મોટાભાગના કર્મચારીઓ એટલે તણાવગ્રસ્ત રહે છે કે ક્યાંક તેમની નોકરી ન ચાલી જાય અથવા તેમને નોકરીમાંથી કાઢી ન મુકવામાં આવે. જેને કારણે આ કર્મચારીઓ તેમના સાથી કર્મચારીઓની તુલનામાં 50 ટકા વધુ શારીરિક પીડાઓથી ગ્રસ્ત હોય છે.

આવી રીતે બચો ખરાબ બોસથી..
- ઓફિસમાં દિવસ દરમિયાન આપના કામનું લિસ્ટીંગ કરી લો.
- રજાના દિવસોમાં આપના ઓફિશિયલ મેઇલ અને ફોન નંબર બનંને બંધ કરી દો.
- બોસ સાથે દલીલ કરવાનું ટાળો.

શ્રાદ્ધ પક્ષમાં શું કરવું, શું ન કરવું, જાણો કામની 6 વાતો
પ્રતિપ્રદા શ્રાદ્ધ 25 સપ્ટેમ્બરથી શરૂ થઇ રહ્યો છે, ત્યારે શ્રાદ્ધમાં પિતૃઓની સંતૃષ્ટિ માટે શું-શું કરવું અને કેવી રીતે તેમનું તર્પણ કરવું તેના વિશે જાણીએ. પિતૃપક્ષ એક પ્રકારે પિતૃઓનો મેળો કહી શકાય. જેમાં તેઓ પૃથ્વીલોક પર આવીને પોતાના સગાસંબંધીઓ દ્વારા શ્રાદ્ધમાં જ્યાં તેમનું આહવાન કરવામાં આવે ત્યાં પ્રસાદ આરોગવા પહોંચી જાય છે અને પોતાના સગા-સંબંધીઓને આશીર્વાદ આપે છે જેથી તેઓને અનેક સુખોની પ્રાપ્તિ થાય છે.

શ્રદ્ધાનું મહત્ત્વ

શ્રાદ્ધ પક્ષમાં પોતાના પિતૃઓની સંતૃષ્ટિ માટે તેમજ તેમના આશીર્વાદ મેળવવા માટેનો સૌથી ઉત્તમ સમય માનવામાં આવે છે. દરેક લોકોએ પિતૃઓનું શ્રાદ્ધ અવશ્ય કરવું જોઇએ. શ્રાદ્ધ શબ્દ શ્રદ્ધાથી ઉત્પન્ન થયેલો છે, જેમાં અર્થ પિતૃઓ પ્રત્યે પોતાનો આદર રજૂ કરવો એમ થાય છે. પણ આજના સમયમાં કેટલાક લોકો શ્રાદ્ધ નહીં કરવા પાછળ એવું તર્ક આપે છે કે, જે લોકો સ્વર્ગે સિધાવ્યા છે એ લોકો માટે કંઇપણ પૂજા કરવી નિરર્થક છે, પણ આવું જરાય નથી. ગરુડ પુરાણ મુજબ સંકલ્પથી કરવામાં આવતી પૂજા જીવ જે પણ યોનિમાં જન્મ લે છે અથવા લઇ ચૂક્યું છે તેને પ્રભાવિત કરે જ છે.

કોણે કરવું શ્રાદ્ધ?

શ્રાદ્ધ કરવાનો સૌથી પ્રથમ અધિકાર પુત્રનો હોય છે તે બાદ ક્રમશઃ પૌત્ર, પ્રપૌત્ર, દોહિત્રી, પત્નિ, ભાઇ, ભત્રીજા, પિતા,માતા, પુત્રવધુ, બહેન કે ભાણીયાઓ દ્વારા કરી શકાય છે. શ્રાદ્ધમાં ખાસ કરીને પંચબલી કર્મ અને બ્રાહ્મણ ભોજન અનિવાર્ય છે.

સૌથી શ્રેષ્ઠ હોય છે પંચબલી કર્મ

શ્રાદ્ધની પૂજાની સાથે પંચબલી કર્મ કરવાથી પિતૃઓના આશીર્વાદ ત્વરીત પ્રાપ્ત થાય છે. આ પંચબલી કર્મમાં સૌથી પહેલા આવે છે

ગૌબલી કર્મઃ જેમાં પશ્ચિમ દિશામાં ગાયને મહુવાના પાન પર ભોજન પીરસવાથી અને તેમને પ્રણામ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે.

શ્વાન બલીઃ કેળના પાન પર શ્વાનને ભોજન પીરસવાથી પણ પિતૃઓ પ્રસન્ન થાય છે.

કાક બલીઃ કાગડાઓ પિતૃઓનું જ રૂપ માનવામાં આવે છે તેથી તેમનું આહવાન કરીને તેમને ખીર અને પુરીનું ભોજન આપવાથી તેઓ પ્રસન્ન થાય છે.

દેવાધી બલીઃ કેળના પાન પર ઘરની અંદર સમસ્ત દેવોનું આહવાન કરીને તેમને ભોજન આપ્યા બાદ તે ભોજન ઘરની બહાર મૂકી દેવું.

પિપલીકા બલીઃ કીડી, મંકોડા અને અન્ય જીવને કીડીયારું પુરવાથી અથવા ઘઉંનો ભૂક્કો પીરસવાથી પણ પિતૃઓ પ્રસન્ન થાય છે.

આ રીતે જાણો પિતૃઓ તમારા પર કોપાયમાન છે કે નહીં?

જ્યારે ઘરમાં તમારી આર્થિક પરિસ્થિતિ સારી ન હોય અથવા ઘરના સભ્યો વારંવાર કોઇકને કોઇ બીમારીમાં સપડાયા કરે અથવા આપના કાર્યો ખુબ નજીક આવીને પછી અટકી પડતાં હોય ઉપરાંત ઘરના સભ્યોમાં કોઇને કોઇ વાતમાં સતત અણબનાવ કે ઘરમાં નિરાશાજનક વાતાવરણ જ રહ્યા કરતું હોય ત્યારે અવશ્ય જ્યોતિષ પરામર્શ લઇને પિતૃપૂજન કરાવવું જોઇએ.

આ કારણોથી લાગે છે પિતૃદોષ...

દરેક મનુષ્યની ઇચ્છા તો એવી જ હોય કે તે કાયમ સુખી સપન્ન રહે તેથી તે શ્રાદ્ધ અને પિતૃતર્પણ અને બીજી પૂજાઓ કરે છે. ક્યારેક કેટલીક સમસ્યાઓને સહન કરવી ખુબ જ કઠીન હોય છે જેના મૂળ કારણોમાંથી એક પિતૃદોષ પણ હોય શકે છે. આ ઉપરાંત અન્ય બીજા કારણો જેવા કે, પિતૃઓનું વિધિવત સંસ્કાર કે શ્રાદ્ધ ન કરવામાં આવે. પિતૃઓને ભૂલી જવા અથવા તેમનું અપમાન કરવું. ધર્મ વિરૂદ્ધ આચરણ, વૃક્ષો કે પીપળો અને વડને કાપી નંખાવવા, નાગહત્યા, ગૌહત્યા, પવિત્ર સ્થાનો પર ખોટા કાર્યો કરવા. જેવા અનેક કારણોથી પિતૃદોષ લાગે છે.

પિતૃઓની કૃપા મેળવવા કરો આ સરળ ઉપાય

જે લોકો પિતૃતર્પણ ન કરી શકતા હોય તેવા લોકોએ પૂનમ, અમાસ, અગિયારસ અને દર મહિને આવતી વિવિધ પવિત્ર તિથિઓના દિવસે પીપળે જળ અર્પણ કરવાની કરવાની સાથે 1. ॐ कुलदेवतायै नम: (21 માળા), 2. ॐ कुलदैव्यै नम: (21 માળા), 3. ॐ नागदेवतायै नम: (21 માળા), 4. ॐ पितृ दैवतायै नम: (108 માળા).

બે પક્ષોના સમાધાન બાદ કેસ પાછો ખેંચવા પર કોર્ટે આપી અનોખી સજા
દિલ્હીમાં એક રસપ્રદ સજાનું એલાન દિલ્હી હાઇકોર્ટે કર્યું હતું જેને લઈ ખાસ્સી ચર્ચા જાગી છે. એક ક્રિમિનલ કેસમાં બે પક્ષોએ સમાધાન કરી લેતા કેસ પાછો ખેંચવાની અપીલ કોર્ટને કરી ત્યારે કોર્ટે પણ તેમને અનોખી સજા સંભળાવી દીધી હતી.

કોર્ટે આ કેસને રદ કરતાં સમાજ પ્રત્યે સદભાવના આવે તે માટે બંને પક્ષોને 100 વૃક્ષોની વાવણી કરવા માટે આદેશ કર્યો હતો. બંને પક્ષોના સભ્યો દિલ્હીના વિકાસપુરા સ્થિત જિલ્લા પાર્કમાં 50-50 વૃક્ષો વાવવા માટે જણાવ્યું હતું અને કોર્ટે એવું પણ કહ્યું કે, ત્રણ વર્ષ સુધીમાં આ છોડવાઓની ઊંચાઈ 6 ફૂટ સુધી થઈ જવી જોઇએ અને બંને પક્ષોના લોકોને બાગ ખાતાને રિપોર્ટ કરવાની સાથે તેમજ છોડની સાથે ફોટો પાડીને 31 ઓક્ટોબર સુધીમાં કોર્ટમાં જમા કરાવવાનું પણ કહેવામાં આવ્યું છે. આ આદેશને પગલે સમગ્ર દિલ્હીમાં ખાસ્સી ચર્ચા જાગી છે.

કઇ અભિનેત્રીએ કહ્યું કે બોલિવુડની હિરોઇન સલમાનની જેમ 500 કરોડ ન કમાઈ શકે?
બોલિવુડમાં છેલ્લા ઘણા વર્ષોથી ફિમેલ લીડ કેરેક્ટરવાળી ફિલ્મોની બોલબાલા વધી ગઈ છે અને હિરોઇનો પોતના દમ પર ફિલ્મોને સફળ બનાવવાનું જાણે છે. મહિલા પાત્રોને સેન્ટરમાં રાખીને બનાવેલી ઘણી ફિલ્મોએ ખૂબ શાનદાર પ્રદર્શન કર્યું છે. જેમાં પણ હાલના સમયે આલિયા ભટ્ટની ફિલ્મ 'રાઝી'ની વાત હોય કે પછી વિદ્યાબાલની ફિલ્મ 'તુમ્હારી સુલુ'ની હોય. આ ફિલ્મોને બોક્સ ઓફિસ પર દર્શકોનો ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો હતો.

પણ આ બધા વચ્ચે અભિનેત્રી કાજોલે હિરોઇન પર આધારિત ફિલ્મો વિશે જણાવ્યું હતું કે, હિરોઇનની ફિલ્મો સલમાન ખાનની ફિલ્મોની જેમ કરોડોનો બિઝનેસ નથી કરી શકતી. હાલ કાજોલ પોતાની અપકમિંગ ફિલ્મ હેલીકોપ્ટર એલ્લાના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્માં કાજોલ એક 16 વર્ષના છોકરાની માતાના કેરેક્ટરમાં નજર આવશે.

પ્રમોશન દરમિયાન મીડિયાને માહિતી આપતાં કાજોલે કહ્યું કે, કોઈપણ હિરોઇનની ફિલ્મ સલમાન ખાનની ફિલ્મની જેમ 500 કરોડનો બિઝનેસ ન કરી શકે. બોલિવુડમાં એક્ટર અને એક્ટ્રેસ વચ્ચે ફિલ્મની ફીમાં ખૂબ જ મોટો ગેપ જોવા મળે છે. હિરોઇનનો રોલ મહત્ત્વપૂર્ણ હોવા છતાં હિરોની સરખામણીમાં ઓછા પૈસા ચૂકવવામાં આવે છે અને છેલ્લા ઘણા સમયથી બોલિવુડમાં આ મામલે ઘણી હિરોઇન પોતાનો અવાજ ઉઠાવી ચૂકી છે જેમાં હવે કાજોલ પણ શામેલ થઈ ગઈ છે.

જ્યારે તુલસી માતાએ આપ્યો હતો ભગવાન ગણેશને શ્રાપ...
દુંદાળા દેવ ગણેશજીની ભક્તિમાં ભક્તો લીન બન્યા છે ત્યારે ગણેશજી સાથે શાસ્ત્રોમાં કેટલા પ્રસંગો એવા પણ આલેખાયેલા છે કે, જેમાં શ્રીજીએ પોતે પણ કોઈના શ્રાપનો ભોગ બનવું પડ્યું હતું. આવો એક પ્રસંગ તુલસી માતાએ આપેલા શ્રાપનો છે. શ્રીજી ભગવાન શિવ-પાર્વતીના પુત્ર છે અને ભણતર, જ્ઞાન, ધન લાભ અને સારા સ્વાસ્થ્ય માટે તેમની પૂજા કરવામાં આવે છે. શિવમહાપુરાણ મુજબ ગણેશજીનું શરીર લાલ અને લીલા રંગનું હતું. બ્રહ્મવૈવર્ત પુરાણ મુજબ માતા પાર્વતીએ સંતાન પ્રાપ્તિ માટે પુણ્યક વ્રત રાખ્યું હતું. માનવામાં આવે છેકે, આ વ્રતની મહિમાથી માતા પાર્વતીને ગણેશજી જેવું સંતાન પ્રાપ્ત થયું હતું.

બ્રહ્મવૈવર્ત પુરાણ મુજબ જ્યારે તમામ દેવો ભગવાન ગણેશને આર્શીવાદ આપી રહ્યા હતા ત્યારે તે સમયે શનિદેવ માથું નીચે રાખીને ઊભા હતા. ત્યારે ત્યાં હાજર દેવો જ્યારે તેમને આનું કારણ પૂછ્યું ત્યારે શનિદેવે જણાવ્યું કે, જો તેઓ ગણેશજીનું મોઢું જોશે તો તેમનું માથું તેમના શરીરથી છુટ્ટુ થઈ જશે. પણ માતા પાર્વતીના કહેવાથી શનિદેવ ગણેશજીનું મુખ જોય છે જેના બાદ મહાદેવ કેવી રીતે તેમનું માથું અલગ કરી દે છે તે સૌ કોઇ જાણે છે. જ્યારે ભગવાન ગણેશનું માથું અલગ થયું ત્યારે તે સમયે ભગવાન વિષ્ણુએ પોતાના ગરુડ ઉત્તર દિશા તરફ ફેંક્યુ જે પુષ્યભદ્રા નદી તરફ જઇ પડ્યું હતું. જ્યાં એક હાથી પોતાના નવજાત બાળક સાથે સુઈ રહ્યો હતો. ભગવાન શ્રીહરિએ પોતાના ગરુડની મદદથી હાથીના બચ્ચાનું માથું વાઢીને ગણેશજીના ધડ પર લગાવી દીધું હતું જે પછી ગણેશજીને નવું જીવન મળ્યું હતું.

અન્ય એક કથા અનુસાર ભગવાન શિવજીએ એકવાર ગુસ્સામાં સૂર્યદેવ પર ત્રિશુલથી વાર કર્યો હતો. ત્યારે સૂર્યદેવના પિતા ખુબ ક્રોધિત થઈ ગયા હતા અને તેમણે શિવજીને શ્રાપ આપ્યો હતો કે જે રીતે તેમણે મારા પુત્રને નુકસાન પહોંચાવ્યું તેવી જ રીતે એક દિવસ તેઓ તેમના પણ પુત્રને નુકસાન પહોંચાડશે. જ્યારે અન્ય એક પૌરાણિક કથા અનુસાર માતા તુલસી ગંગા કિનારેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ગણેશજી ત્યાં ધ્યાન કરી રહ્યા હતા. ગણેશજીને જોતાની સાથે માતા તુલસી તેમની તરફ આકર્ષિત થઈ ગયા હતા અને તેમને લગ્ન માટે પ્રસ્તાવ આપ્યો હતો પણ ગણેશજીએ લગ્નનો આ પ્રસ્તાવ ઠુકરાવી દીધો હતો. જેથી ક્રોધિત તુલસી માતાએ તેમને તેમના લગ્ન તાત્કાલિક થઈ જશે તેવો શ્રાપ આપ્યો હતો. જેના વળતામાં ગણેશજીએ પણ તેમને છોડ બની જવાનો શ્રાપ આપ્યો હતો.

ટેરરિઝમ ઇફેક્ટવાળા દેશમાં આ ક્રમે છે ભારત
આતંકવાદથી અસરગ્રસ્ત દેશોની યાદીમાં ભારતનો ક્રમ જાણીને તમને આશ્ચર્ય થશે. અમેરિકાના વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી એક યાદીમાં આતંકવાદગ્રસ્ત દેશોમાં ભારતને ત્રીજો ક્રમ આપવામાં આવ્યો છે. સતત બીજીવાર આ યાદીમાં ભારત ત્રીજા ક્રમે આવ્યું છે. રિપોર્ટ પ્રમાણે સૌથી વધુ આંતકવાદગ્રસ્ત દેશોમાં ઇરાક પહેલા ક્રમે અને ત્યારબાદ બીજા ક્રમે અફઘાનિસ્તાન છે.

આ રિપોર્ટમાં એમ પણ કહેવાયું કે, વર્ષ 2017માં ભારતમાં અલગ-અલગ જગ્યાઓ પર થયેલા આતંકી હુમલાઓમાં 53 ટકા હુમલાઓ માટે CPI- માઓવાદી સંગઠનો જવાબદાર હતા. CPI-માઓવાદી સંગઠનોને ઇસ્લામિક સ્ટેટનાં આતંકવાદી સંગઠનો એટલે કે ISIS, તાલિબાન અને અલ-શબાબ બાદ દુનિયાનું ચોથા નંબરનું સૌથી મોટું આતંકી સંગઠન તરીકે આલેખવામાં આવ્યું હતું.

2017માં જમ્મુ-કાશ્મીરમાં આંતકી ઘટનાઓમાં પણ વધારો થયો હોવાનો દાવો કરાયો છે. 2017માં જમ્મુ-કાશ્મીરમાં આંતકી હુમલાઓમાં 24 ટકા સુધીનો વધારો થયો હતો, જ્યારે આવા હુમલામાં જીવ ગુમાવનાર લોકોની સંખ્યામાં પણ 89 ટકાનો રેકોર્ડ વધારો થયો હતો. 2017માં ભારતમાં 860 આંતકી હુમલાઓ થયા હતાં, જેમાં 25 હુમલા તો ફક્ત જમ્મુ-કાશ્મીરમાં જ થયા હતા. માઓવાદી વિશે કહેવાયું છે કે, 2018ની તુલનામાં 2017માં હુમલાઓની સંખ્યા ઘટી છે. 2016માં માઓવાદીઓએ 338 હુમલાઓ કર્યા હતા, જ્યારે 2017માં માઓવાદી દ્વારા 295 હુમલાઓ કરવામાં આવ્યાં હતા, પણ આ હુમલાઓમાં મરનાર લોકોની સંખ્યા 34 ટકા જેટલી વધી ગઇ હતી.

ભારતમાં લોન્ચ થયું પ્રથમ સ્વદેશી GPS, સરળ બનશે લોકેશન ટ્રેકિંગ
ભારતમાં પ્રથમ સ્વદેશી GPS સિસ્ટમ લોન્ચ કરવામાં આવી છે, જેની મદદથી સરળતાથી લોકેશન ટ્રેક કરી શકાશે. દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં ફ્રેન્ચ-ઇટાલિયન સેમીકંડક્ટર મેન્યુફેક્ચરિંગ કંપની એસટી માઇક્રો ઇલેક્ટ્રોનિકે ભારતમાં દેશી GPS મોડ્યુલ લોન્ચ કર્યું હતું, જેને UTraQ નામ આપવામાં આવ્યું છે, જે ભારતના જ સેટેલાઇટનો ઉપયોગ કરશે. GPS મોડ્યુલ એક પ્રકારનું રીસિવર હોય છે જે અંતરિક્ષમાં નેવિગેશન સેટેલાઇટના સિગ્નલને શોધે છે.

એકવાર મોડ્યુલ સિગ્નલ કેચ કરી લે, ત્યારબાદ નેવિગેશન ડેટા, તેના ટ્રાન્સમિશન અને રિસેપ્શન ટાઇમ ડિવાઇસનું ચોક્કસ લોકેશન મેળવીને તે યુઝરને પહોંચાડે છે. ગુગલ મેપને ટક્કર આપવા માટે આ GPS સિસ્ટમ ખુબ જ ઉપયોગી સાબિત થશે તેવું કહેવામાં આવી રહ્યું છે અને આ GPS સિસ્ટમ ફક્ત ભારતના જ સેટેલાઇટનો ઉપયોગ કરીને લોકેશન ટ્રેક કરશે.

પહેલા ગરીબ સુધી 1 રૂપિયામાંથી 15 પૈસા પહોંચતા આજે 100 પૈસા પહોંચે છેઃ PM મોદી
છત્તીસગઢના જાંજગીરમાં શનિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નેશનલ હાઇવેની 2 નવી યોજનાઓ અને અન્ય બીજી યોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે PM મોદીએ છત્તીસગઢના ખેડૂતોનો વિકાસના વાયદાનું પુનરાવર્તન કરતાં કોંગ્રેસને આડે હાથ લીધી હતી. PM મોદીએ કહ્યું હતું કે, અમે અમારી પસંદના લોકોને પૈસા નથી પહોંચાડતા પણ બધાનો સાથ અને બધાનો વિકાસ કરવામાં માનીએ છીએ. તેમણે કોંગ્રેસની જૂની સરકારો પર પણ કટાક્ષ કર્યો હતો. BJP સરકારમાં ફાયદો મળશે તો બધા જ લોકોને મળશે. અમે જાતિ-ધર્મ, રંગ-રૂપ અને ક્ષેત્રના આધારે ભેદભાવ નથી કરતાં. 2022મા ભારતની આઝાદીના 75 વર્ષ બાદ અમે એવા કોઇપણ પરિવારને નહીં રહેવા દઇશું, જેમની પાસે પોતાનું ઘર ન હોય. ગરીબથી ગરીબ વ્યક્તિઓ પાસે પણ પોતાની છત હશે અને બધાનો સાથ અને બધાનો વિકાસ થશે.

બધા સુધી પહોંચશે વિકાસ...

PM મોદીએ કહ્યું હતું કે, અમારી સરકાર ફક્ત પસંદગીના લોકોને લાભ નથી કરાવતું. અમે શૌચાલયો બધા માટે બનાવ્યા, ત્યારે ઘર પણ બધા માટે બનાવીશું. PMએ ખેડૂતોના સર્વાંગિ વિકાસને મધ્યમાં રાખીને કહ્યું કે, અમે ગામડાની જીવનશૈલીને બદલી અને બીજથી માંડીને બજાર સુધી ખેડૂતોને દરેક જરૂરી સ્થાન પર મદદ પણ કરી છે. ખેડૂતોની પાકને લગતી સમસ્યાઓનું વૈજ્ઞાનિક ઢબે નિદાન પણ કર્યું છે.

ખેડૂતોનો વિકાસ જ અમારો લક્ષ્ય

અમારી સરકારે ખેડૂતોના હકની વ્યવસ્થા ગોઠવી છે. પહેલા યૂરિયા ખાતરની ચોરી થતી હતી પણ નીમ કોટિંગ યૂરિયાથી આ ચોરી અટકી ગઇ અને તેનો સીધો લાભ ખેડૂતોને થયો છે. PMએ ભ્રષ્ટાચારની વાત કરતાં કહ્યું કે, એક પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, દિલ્હીથી મોકલવામાં આવતા એક રૂપિયામાંથી માત્ર 15 પૈસા જ ગરીબ સુધી પહોંચે છે. આ કયો પંજો છે જે એક રૂપિયાને 15 પૈસા બનાવી દે છે?

યોજનાઓનો શિલાન્યાસ કર્યો

PM મોદીએ કહ્યું કે, પહેલા ગરીબ સુધી માત્ર 15 પૈસા જ પહોંચતા હતા, આજે કેન્દ્ર સરકારથી 100 ટકા પૈસા રાજ્ય સરકાર સુધી પહોંચે છે. PMએ બિલાસપુર-અનૂપપુર થ્રી લેન અને બિલાસપુરથી પથરાપાલી સુધી 4 લેનના રસ્તાનો શિલાન્યાસ કર્યો હતો. સાથે જ સરગામથી બિલાસપુર સુધીના ફોર લેન રોડનું લોકાર્પણ પણ કર્યું હતું.

અનંત ચૌદશ એટલે શ્રીજીનું વૈકુંઠધામ પ્રયાણ અને ભગવાન વિષ્ણુની પૂજાનો શ્રેષ્ઠ દિવસ
અનંત ચૌદશ નામ પડે એટલે આપણ મનમાં ભગવાન શ્રીગણેશના વિસર્જન અર્થાત વૈકુંઠધામ પ્રયાણનો દિવસ મનમાં આવે છે, પણ અનંત ચૌદશનાં દિવસને ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવાનો સૌથી શ્રેષ્ઠ દિવસ પણ માનવામાં આવે છે. અનંત એટલે ભગવાન વિષ્ણુનો શેષનાગ વાસુકી પર બિરાજમાન અવતાર. આ અવતાર ભગવાને 14 લોકના ઉદ્ધાર માટે લીધો હતો. જે દિવસે સત્યનારાયણ ભગવાનની કથા કરવાથી તેમજ તેમાં પણ ભગવાન વિષ્ણુના અનંત અવતારની કથા શ્રવણ કરવાથી ખૂબ લાભ થાય છે. અનંત ચૌદશના દિવસે સુતરની નાળાછળી પર 14 ગાંઠ બાંધવામાં આવે છે, જે 14 લોકના પ્રતીક સમાન હોય છે. જેમાં અનંત ભગવાન વિદ્યમાન છે.

આ રીતે કરો અનંત ચૌદશનું વ્રત...

- સવારે વહેલા ઉઠી નિત્યકર્મોથી મુક્ત થઇને કળશ સ્થાપન કરવું જોઇએ.
- કળશ પર અષ્ટદળ કમળનું ફૂલ અને તાંબાના વાસણમાં અનંત દેવનું સ્થાપન અથવા સત્યનારાયણનું સ્થાપન કરવું.
- કંકુ અને કેસર અથવા હળદર મિશ્રિત નાળાછળી પર 14 ગાંઠ બાંધવી
- આ નાળાછળીને અક્ષત,પુષ્પ, ધૂપ, દીપ અને નૈવેદ્ય અર્પણ કરવું.
- આ નાળાછળી ભગવાનને અર્પણ કરવી.
- વ્રત રાખીને બ્રાહ્મણોને દાન અને ભોજન કરાવવું.

આ રહી અનંત ચૌદશની પૌરાણિક કથા...

પ્રાચીન સમયમાં સુમંત નામના એક તપસ્વી બ્રાહ્મણ હતા, તેમની પત્નીનું નામ દીક્ષા હતું. તેમજ એક પુત્રી હતી જેનુ નામ સુશીલા હતું. સુશીલા જ્યારે મોટી થઇ ત્યારે તેની માતા દીક્ષાનું મૃત્યુ થઇ ગયું. દીક્ષાના મૃત્યુ બાદ સુમંત બ્રાહ્મણે કર્કશા નામની એક બીજી સ્ત્રી સાથે લગ્ન કરી લીધા અને સુશીલાના લગ્ન બ્રાહ્મણ સુમંતે કૌંડિન્ય નામના ઋષિ સાથે કરી દીધા હતા.  વિદાઇ સમયે કરિયાવર આપવાની વાત પર બ્રાહ્મણ સુમંતની બીજી પત્ની કર્કશાએ દિકરીને ઇંટ અને પથ્થરના ટુકડા આપ્યાં હતાં. જેથી દુઃખી થઇને કૌંડિન્ય ઋષિ પોતાની પત્ની સાથે પોતાના આશ્રમ જવા ત્યાંથી પ્રસ્થાન કર્યું અને રસ્તામાં સાંજ પડી જતાં તેઓ નદી કિનારે સંધ્યા પૂજા કરવા લાગ્યા.

આ સમયે સુશીલાએ ત્યાં ઘણી બધી સ્ત્રીઓને સુંદર વસ્ત્રો પહેરીને પ્રભુની પૂજા કરતા જોઇ હતી. સુશીલાના પૂછવા પર એક સ્ત્રીએ તેમને અનંત ચૌદશ વ્રતનું મહત્ત્વ સમજાવ્યું. સુશીલાએ ત્યારે જ વ્રતનું અનુષ્ઠાન કર્યું અને 14 ગાંઠવાળી નાળાછળી હાથમાં બાંધીને તે ઋષિ કૌંડિન્ય પાસે ગઇ. કૌંડિન્યએ તેના વિશે પૂછતાં સઘળી વાતો જણાવી. ત્યારબાદ ઋષિએ તે નાળાછડી તોડીને અગ્નિમાં નાંખી દીધી, જેથી ભગવાન અનંત અપમાનિત થયા અને તેમણે ઋષિને દુઃખી કરી દીધા. તેમની તમામ સંપત્તિ હણી લીધી અને તેમને દરિદ્ર બનાવી દીધા. જ્યારે આ બધાનું કારણ અનંત ભગવાનનું અપમાન થયું હોવાનું જણાયું તો તેમણે પ્રાયશ્ચિતભાવ સાથે જંગલમાં જઈ ઘણાં દિવસો સુધી ભટકતાં રહ્યાં. ભટકતાં ભટકતાં તેઓ એક દિવસ થાકીને જમીન પર પડી ગયા ત્યારે ભગવાન અનંત પ્રગટ થયા અને તેમણે કહ્યું કે, મારા તિરસ્કાર બદલ આ કષ્ટ તું ભોગવે છે, પણ હવે તારામાં પ્રાયશ્ચિત ભાવ જાગ્યો છે તેથી હું તારા પર પ્રસન્ન છું અને તું ઘરે જઇને વિધીપૂર્વક અનંત ચૌદશનું વ્રત કર. 14 વર્ષ સુધી ઋષિએ આ વ્રત કર્યું ત્યારે તેમના તમામ દુઃખો દૂર થયા અને તેમની દરિદ્રતા પણ દૂર થઇ. શ્રીકૃષ્ણની આજ્ઞાથી યુધિષ્ઠિરે પણ ભગવાન અનંતનું વ્રત કરાવ્યું હતું જેના પ્રભાવથી મહાભારતના યુદ્ધમાં પાંડવોનો વિજય થયો હતો.

જ્યાં યોજાઈ ઈશા અંબાણીની સગાઈ તે જગ્યા પર ફરવા માટે જોઈએ આટલા પૈસા...
દુનિયાની સૌથી અમિર વ્યક્તિઓમાં જેની ગણતરી થાય છે તેવા મુકેશ અંબાણીની દીકરી ઇશા અંબાણી અને આનંદ પિરામલની સગાઈનો જશ્ન ત્રણ દિવસ સુધી ઇટાલીના લેકોમોમાં મનાવવામાં આવી રહ્યો છે. ત્યારે આપના મનમાં પ્રશ્ન થયો હશે કે આ જગ્યા પર હરવા-ફરવા માટે કેટલો ખર્ચ થાય?

તો પહેલા વાત કરીએ આ સગાઈ સમારોહનીઃ ત્રણ દિવસ દરમિયાન ચાલનારી આ સગાઈમાં વિવિધ કાર્યક્રમ થવાના છે. આ સમારોહમાં શાનદાર ઇટાલિયન લૂકમાં વેન્યૂને ઇન્ડિયન વેડિંગ થીમ પર સજાવવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં બોલિવુડ અને હોલિવુડ હસ્તીઓ સહિત મોટી સંખ્યામાં મહેમાનો આવી પહોંચ્યા હતા. 21 સપ્ટેમ્બરે અંબાણી પરિવાર લેકોમો ખાતે પહોંચીને મહેમાનો સાથે ડિનર લીધું હતું. પછી સાંજે એક ડિનર અને ગેસ્ટ સેલિબ્રેશનનું પણ આયોજન કરાયું હતું. શનિવારે સાંજે વિલા ઓલ્મોમાં મહેમાનો ડિનર અને ડાન્સ માટે પણ એકઠા થયા હતા. 23 સપ્ટેમ્બરે કોડ્યુમો ડી કોમો અને ટ્રીટો સોસાલે કોમોમાં મહેમાનો માટે લંચનું આયોજન કરાશે.

ઇટાલીના લોમ્બાર્ડી સ્થિત લે કોમો રોમન કાળથી જ વેપારીઓ અને અમીર લોકોની પસંદગીનુ સ્થળ રહ્યું છે. સાથે જ કેટલીય હસ્તીઓએ અહીં લગ્ન કર્યા છે. દિપીકા પાદુકોણ અને રણવીર સિંહ પણ અહીં જ લગ્નગ્રંથીથી જોડાઈ શકે છે.

ટ્રાવેલિંગ ખર્ચ

એર લે કોમો નજીક મિલાન એરપોર્ટ છે. અહીંની રિટન ટ્રીપ માટે 34થી 48 હજારનો ખર્ચ થાય છે જ્યારે વિકેન્ડમાં આ ખર્ચ ડબલ થઈ જાય છે. મિલાનથી લે કોમો જાવાનો સૌથી શ્રેષ્ઠ માર્ગ ટ્રેન છે. ટ્રેનથી અહીં પહોંચવું સરળ છે. જેના માટે અંદાજે 1600થી 2000 રૂપિયા સુધીનો ખર્ચ થાય છે.

હોટેલ ભાડું

લે કોમાં તમે પોતાની મરજી પ્રમાણે હોટેલ લઈ શકો છો જેમાં અલગ-અલગ ભાડુ હોય છે. અહીં મીનિમમ રૂ. 4,000થી માંડીને 45 હજાર રૂપિયા સુધીનું ભાડું હોય છે. કેટલીક હોટલ સિક્યોરિટી પેટે પૈસા પણ જમા કરાવે છે.

જમવાનો ખર્ચ

લે કોમો પોતાના પિઝ્ઝા માટે ખૂબ જાણીતું છે. અહીં ઇટાલીનો ટેસ્ટ દરેક હોટેલમાં સરળતાથી મળી રહેશે. ખાવા માટે અહીં ખર્ચ ઘણો વધારે છે, જેમાં તમારે રૂ. 15000 સુધી ખર્ચ કરવા પડી શકે છે.

અન્ય ખર્ચાઓ

અન્ય ખર્ચાઓમાં 4800 રૂપિયા વિઝા અને અન્યના થાય છે. જો આવવા અને જવાનો સંયુક્ત ખર્ચનો અંદાજ લગાવીએ તો તે 1.35 લાખથી 1.50 લાખ સુધીનો થઈ શકે છે.

બાપ્પાના 8 અવતારો પૈકીના એક વક્રતુંડ અવતારની અનોખી વાર્તા
શ્રીજીનું શાસ્ત્રોમાં એક નામ અષ્ટવિનાયક પણ છે. આ અષ્ટવિનાયકના તમામ મંદિરો મહારાષ્ટ્રમાં આવેલા છે. ગણેશજીનું વર્ણન દરેક શાસ્ત્રોમાં પ્રથમ પૂજનીય તરીકે કરવામાં આવે છે. ગણેશ પુરાણ, શિવપુરાણ અને મહાભારતમાં પણ શ્રીજીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગણેશજીના આ 8 સ્વરૂપો વક્રતુંડ, ગજાનન, એકદંત, વિઘ્નરાજ, મહોદર, લંબોદર, વિકટ અને ઘૂમ્રવર્ણ છે, જેમાં સૌથી પ્રસિદ્ધ એવા વક્રતુંડ શ્રીજી વિશે આજે જાણીશું.

મત્સરાસુર દાનવને મારવા માટે લીધો વક્રતુંડ અવતાર

ગણેશ પુરાણ મુજબ અષ્ટવિનાયક પૈકી ગણેશજીએ વક્રતુંડ અવતાર માયાવી રાક્ષક અને પરમ શિવભક્ત મત્સરાસુરના સંહાર માટે લીધો હતો. મત્સરાસુરે શિવ ઉપાસના દ્વારા અભયતાનું વરદાન મેળવી લીધું હતું, જે બાદ તેણે દેવગુરુ શુક્રાચાર્યના આદેશોનુસાર ત્રણેય લોક અને દેવતાઓને પરેશાન કરી દીધા હતા. ત્યારે મત્સરાસુરના આંતકથી છૂટકારો મેળવવા દેવો શિવજીના શરણે ગયા હતા, ત્યારે પિતાની આજ્ઞા અનુસાર ગણેશજીએ વક્રતુંડ અવતાર લીધો હતો અને મત્સરાસુર સહિત તેની દાનવસેનાને પરાજિત કરીને દેવોનો ફરી સ્વર્ગ અપાવ્યું હતું જે બાદ મત્સરાસુર પણ શ્રીજીનો અનન્ય ભક્ત બની ગયો હતો.

શ્રીજીનો પ્રથમ અવતાર એટલે વક્રતુંડ

ગણેશજીના અષ્ટવિનાયક અર્થાત 8 અવતારો પૈકી વક્રતુંડ અવતાર સૌથી પહેલા આવે છે. આ અવતાર સૃષ્ટિરચયિતા બ્રહ્માનો અવતાર છે. જેની પાછળની એક પ્રચલિત પૌરાણિક કથા અનુસાર જ્યારે સ્વર્ગના રાજા દેવરાજ ઇન્દ્રના વ્યાભિચારથી મત્સરાસુરનો જન્મ થયો હતો. મત્સરાસુરે દેવગુરુ શુક્રાચાર્યની પ્રેરણાથી પંચાક્ષરી ઓમ નમઃ શિવાયનો જપ કરીને મહાદેવને પ્રસન્ન કરી વરદાન માગ્યું હતું. જેનાથી મત્સરાસુરે ત્રણેય લોક અને કૈલાસ અને વૈકુંઠ પર પણ પોતાનું શાસન સ્થાપિત કરી લીધુ હતું. જેનાથી ત્રસ્ત દેવોએ શિવજીના માર્ગદર્શનથી ભગવાન દત્તાત્રેયની સાથે મળીને વક્રતુંડ એકાક્ષરી મંત્રનું અનુષ્ઠાન કર્યું હતું, જે મંત્રના પ્રભાવથી પશુપતિનાથે વક્રતુંડ દેવને પ્રગટ કર્યા હતા. જેમણે આગળ જઈને મત્સરાસુરથી મુક્તિ અપાવી હતી. મત્સરાસુરના બે પુત્રો સુંદરપ્રિય અને વિષયપ્રિય પણ તેના પિતા માફક અત્યાચારી હતા. વક્રતુંડ અને તેમના પરમભક્ત તુમ અને મત તથા મત્સુરાસુર તથા તેના બંને પુત્રો વચ્ચે ઘમાસાણ યુદ્ધ થયું હતું જેમાં અંતતઃ મત્સરાસુર પોતાના પુત્રો સાથે હારી જતાં તે વક્રતુંડની નિશ્રામાં ચાલ્યો ગયો હતો ત્યારે શ્રીજીએ તમામ દેવોને સ્વર્ગ પરત અપાવીને નિર્ભય કર્યા હતા.

મૂષક જ શા માટે બન્યું શ્રીજીનું વાહન?
વિશાળકાય કાયા ધરાવતાં દુંદાળા દેવ શ્રીજીનું વાહન એક નાનકડું મૂષક જ કેમ? આવો પ્રશ્ન ઘણાંને આવતો હશે. આખરે કેમ શ્રીજીએ પોતાના વાહન માટે મૂષક ને જ અપનાવ્યું? તો તેની પાછળ ઘણી રોચક કથાઓ પુરાણમાં આલેખાયેલી છે. ગણેશજી બુદ્ધિ અને વિદ્યાના અધિષ્ઠતા દેવ છે. તર્ક-વિતર્કમાં તેમના જેવું બીજું કોઈ નથી. મૂષક પણ તર્ક-વિર્તકમાં ખૂબ આગળ હોય છે. તે દરેક વસ્તુને કાપીકૂપીને નાનું કરી દે છે અને કાયમ જાગરૂક રહેવાનો પણ સંદેશ મૂષક આપે છે. તેથી જ ગણેશજીએ મૂષકને તેમના વાહન તરીકે પસંદ કર્યા હતા.

પ્રથમ કથા

ગજમુખાસુર નામના એક દૈત્યએ તેના પરાક્રમથી દેવતાઓને ખૂબ પરેશાન કરી તેમની સત્તા હથિયાવી લીધી હતી. તમામ દેવતાઓ તેનાથી ત્રસ્ત થઈને ભગવાન ગણેશ પાસે ગયા હતા જ્યાં ગણેશજીએ ગજમુખાસુરના આંતકથી તેમને મુક્તિ અપાવવાનું વચન આપ્યું હતું. ત્યારે ભગવાન ગણેશે ગજમુખાસુર સાથે યુદ્ધ કર્યું હતું. જેમાં ગણેશજીનો એક દાંત પણ તૂટી ગયો હતો ત્યારે ગજાનન એટલા રોષે ભરાઈ ગયા હતા કે તેમણે ગજમુખાસુર પર કરેલા વિનાશક પ્રહારથી તે ડરીને મૂષક રૂપ બનીને ભગવા જઈ રહ્યો હતો ત્યારે ભગવાને તેમને પકડી લીધો હતો. મૃત્યુના ભયથી તેણે ક્ષમા માગી એટલે શ્રીજીએ તેમને પોતાનું વાહન બનાવીને અભયદાન આપ્યું હતું.

દ્વિતીય કથા

રાજા ઇન્દ્રના દરબારમાં કૌંચ નામના ગંધર્વ હતા. એક વખત ઇંદ્ર કોઈ વિષય પર ગંભીર ચર્ચા કરી રહ્યા હતા પણ કૌંચ કંઈક જ મૂડમાં હતા અને તેઓ સ્વર્ગની અપ્સરાઓ સાથે હાસ્ય કરી રહ્યા હતા. જેથી ઇંદ્ર તેમના પર નારાજ થઈ ગયા અને તેમણે કૌંચને મૂષક બની જવા માટે શ્રાપ આપ્યો હતો પણ કૌંચે પોતાનો ચંચળ સ્વભાવ બદલ્યો ન હતો. એક બળવાન મૂષકના રૂપમાં તે પરાશર ઋષિના આશ્રમમાં આવી પડ્યો હતો. જ્યાં તેણે ભયંકર ઉત્પાત માવ્યો હતો અને આશ્રમના તમામ માટીના પાત્રોને તોડીને અન્નને સમાપ્ત કરી દીધું હતું. આશ્રમની વાટીકાને છિન્નભીન્ન કરીને ઋષિઓના વસ્ત્રો તેમજ ગ્રન્થોને કાતરી નાંખ્યા હતા. આશ્રમની તમામ ઉપયોગી વસ્તુઓને પણ તેણે નષ્ટ કરી નાંખી હતી, જેને કારણે પરાશર ઋષી ખૂબ દુઃખી થયા હતા અને પૂર્વ જન્મમાં કરેલા પાપકર્મો પર પછતાવો કરવા લાગ્યા. તેના કારણે જ તેમના આશ્રમની શાંતિ ભંગ થઈ તેવું તેઓ માની રહ્યા હતા. પણ કૌંચનો આંતક હજુ પણ આશ્રમમાં વિદ્યમાન હતો. તેનાથી છૂટકારો મેળવવા માટે પરાશર ઋષિએ ભગવાન ગણેશનું શરણું ધર્યું હતું. ત્યારે ગણેશજીએ કહ્યું કે તેઓ આ મૂષકને પોતાનું વાહન બનાવી લેશે અને તેણે પોતાનું તેજસ્વી પાશ ફેંક્યું હતું. પાશ આ મૂષકનો પીછો કરતું પાતાળ સુધી ગયું હતું અને ત્યાંથી તેને ધસળતાં ગજાનંન સુધી લાવ્યું હતું. ત્યારે પોતાના પ્રાણની રક્ષા માટે તે શ્રીજીના પગે પડી ગયો હતો. શ્રીજી તેના પર પ્રસન્ન હતા પણ તેમણે કહ્યું કે તે બ્રાહ્મણોને ખૂબ કષ્ટ આપ્યો છે. મેં દુષ્ટોના નાશ તથા સાધુ પુરુષોના કલ્યાણ માટે અવતાર લીધો છે પણ શરણાગતની રક્ષા એ પણ મારો પરમ ધર્મ છે એટલે જે વરદાન માગવું હોય તે માગી લે. આ સાંભળીને ઉત્પાતી મૂષકને અહંકાર આવી ગયો અને તેણે કહ્યું કે, મારે આપની પાસે કોઈ વરદાન નથી જોતું પણ આપને મારી પાસેથી કોઈ ઇચ્છા હોય તો તે માંગો. મૂષકની ગર્વ ભરી વાણી સાંભળી ગણેશજી મનમાં હસ્યા અને કહ્યું કે, જો તારું વચન સત્ય હોય તો તું મારું વાહન બની જા. મૂષકના તથાસ્તુ કહેતાની સાથે જ ગણેશ તેના પર આરુઢ થઈ ગયા હતા પણ ભારીભરખમ શ્રીજીના ભારને કારણે મૂષકના પ્રાણ પર સંકટ આવી પડ્યું ત્યારે તેણે ફરી ગજાનનને પ્રાર્થના કરીને પોતાનું ભાર તેના વજન યોગ્ય કરવા માટે કહ્યું હતું. આ રીતે ગણેશજીએ મૂષકને પોતાનું વાહન પસંદ કર્યું હતું.