Krishna Chaudhary - Khabarchhe

ઈન્ટરનેટના માધ્યમથી દુબઈની મહિલાનો 12 વર્ષે પતિ-બાળકો સાથે થયો મેળાપ
ઈન્ટરનેટના માધ્યમથી ઘણી વખત લોકોનો વર્ષો બાદ પણ મેળાપ થતો હોવાના કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે. દુબઈની મહિલાએ ઈન્ટરનેટના માધ્યમથી સુરેન્દ્રનગરમાં રહેતા તેના પતિનો 12 વર્ષ બાદ સંપર્ક કરવામાં સફળતા મેળવી હતી.

પાટડીના બાજપાઇનગરમાં રહેતા સતિષભાઇ પોપટભાઇ ઠાકોરે 25 વર્ષ પહેલા એક નેપાળી યુવતી મંજુબેન બહાદુરભાઇ સાથે બન્ને પરિવારોની સહમતીથી લગ્ન કર્યા હતા. લગ્ન બાદ મજૂરીકામ કરતા આ દંપતીને 3 દિકરી અને 1 દિકરાનો જન્મ થયો હતો.

12 જેટલા વર્ષો પહેલા જઠાણી સાથે ઝગડો થતાં મંજૂબેન તેમની નાની દિકરીને લઈને નેપાળ ચાલ્યા ગયા હતા. નાની દિકરીને માતા પાસે મૂકી તે દુબઈ નોકરી કરવા માટે ગયા હતા. તેણે પાટડીમાં રહેતા પતિ અને બાળકોનો સંપર્ક કરવાનો પ્રયત્નો ચાલુ રાખ્યા હતા.

તેને ઈન્ટરનેટના માધ્યમથી સતત પ્રયત્નો કરતા પાટડીના શક્તિમાતાના મંદિરના રસિકભાઈ પટેલનો મોબાઈલ નંબર પર સંપર્ક કરી શકાયો નહતો. તેથી રસિકભાઈ પટેલે સતિષભાઈને શોધીને તેમનો સંપર્ક કરાવ્યો હતો. આખરે 12 વર્ષ બાદ તેમનો સંપર્ક થતાં તેઓ પાટડી આવ્યા હતા અને પરિવાર સાથે સુખદ મિલન થયુ હતુ.

વર્લ્ડ બેન્ક પહેલી વખત કરશે આ કામ, AMCને આપશે 7 હજાર કરોડ રુપિયા
વર્લ્ડ બેન્ક પહેલી વખત કોઈ સ્થાનિક સંસ્થામાં રોકાણ કરવા જઈ રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને બોન્ડ પેટે ધિરાણ આપવા માટેના 7 હજાર કરોડ રુપિયાના MOU થયા છે. આજ રોજ વર્લ્ડ બેંકના વડા અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણી વચ્ચે મુલાકાત થઈ હતી.

વર્લ્ડ બેન્કના વડા અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી વચ્ચે બેઠક થઈ હતી, અને રોકાણ બાબતે ચર્ચા થઈ હતી. જેમાં વર્લ્ડ બેન્ક સાથે 5 વર્ષ દરમિયાન પર્યાવરણની જાળવણી માટે 7 હજાર કરોડ રુપિયાના રોકાણના MOU કરવામાં આવ્યા હતા.

2019 થી 2024 દરમિયાન 7 હજાર કરોડ રુપિયાનુ રોકાણ કરવાનુ લક્ષ્યાંક છે. વર્લ્ડ બેન્ક સાથેના MOU વખતે AMCના મેયર બીજલ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વર્ષ NSEમાં વિવિધ પ્રોજેક્ટ માટે 200 કરોડ રુપિયાનુ રોકાણ કરવામાં આવ્યું છે. તેથી વિપક્ષ દ્વારા સવાલ પણ ઉઠાવવામાં આવી રહ્યા છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે 600 કરોડ રુપિયાથી પણ વધારે રકમ ફિક્સ ડિપોઝીટ તરીકે પડી છે તો પછી બીજી સંસ્થાઓ પાસેથી ધિરાણ લેવાની જરૂર શું છે?

ધરતીને બચાવવાનું કહીને વડોદરામાં અભ્યાસ કરતો યુવક થયો ગુમ
વડોદરાની મહારાજ સયાજીરાવ યુનિવર્સિટીની ફાઈન આર્ટ્સ ફેકલ્ટીના ચોથા વર્ષમાં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી અચાનક જ ગુમ થઈ ગયો હતો. તે છેલ્લા 2 દિવસથી એક જ વાતનુ રટણ કરતો હતો કે, 'ધરતી ખતમ હો રહી હૈ મુજે ઉસે બચાના હૈ'.

ઘટના મુજબ મૂળ આસામના હકીમપુરામાં આવેલ ગીગોલીનો રહેવાસી સુબેંગ બોહરા વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના ચોથા વર્ષમાં અભ્યાસ કરતો હતો. તે છેલ્લા ઘણા સમયથી માનસિક તણાવમાં રહેતો હોવાથી તેના મિત્રોએ તેને ઘરે મોકલી દીધો હતો. પરંતુ ઉતરાયણના દિવસે તે પરત આવી ગયો હતો.

ગઈકાલે સોમવારની રાત્રે તે તેનો સામાન લઈને વડોદરા પહોંચી ગયો હતો. એરપોર્ટ પર તેની પાસે ફ્લાઈટની ટિકિટ ન હોવાના કારણે તેને પ્રવેશ આપવામાં આવ્યો નહોતો. ત્યારે તે તેનો સામાન અને તેનો મોબાઈલ CISFના જવાનોને આપી દીધા હતા.

એરપોર્ટ પર તેણે CISFના જવાનોને કહ્યું હતુ કે, હું પૈસાની સગવડ કરીને આવુ છું તેમ કહીને નીકળી ગયો હતો. અને ત્યારબાદ તે રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ ગયો હતો. મહત્વનુ છે કે આ યુવક છેલ્લા 2 દિવસથી એક જ રટણ કર્યે રાખતો હતો કે, 'ધરતી ખતમ હો રહી હૈ મુજે ઉસે બચાના હૈ'.

આ યુવકના મિત્રોએ હરણી પોલીસને જાણ કરતાં પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

દાહોદમાં દાદાએ જ દોઢ મહિનાની પૌત્રીની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કરી હત્યા
દાહોદમાં હ્યદય દ્રવી ઉઠે તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં દોઢ મહિનાની પૌત્રીને સગા દાદાએ જ તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ બાબતે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

દાહોદના ધાનપુરમાં આ કરુણ ઘટના બનવા પામી હતી. એક દોઢ માસની બાળકીને તેના સગા દાદાએ તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી દેતાં સમગ્ર પંથકમાં ચકચાર મચા જવા પામી હતી. આ માસુમ બાળકનો વાંક ફક્ત એટલો હતો કે તેનો જન્મ શારીરિક ખોડખાંપણ સાથે થયો હતો.

આ ઘટના પરથી સ્પષ્ટ થાય છે કે આજે પણ સમાજમાં બાળકીઓ પ્રત્યે અમાનુષી વર્તન કરવામાં આવે છે. 21મી સદીમાં પણ છોકરાના મોહમાં દિકરીઓની હત્યા કરવામાં આવી રહી છે તેથી આપણા પ્રતિષ્ઠિત સમાજ પર આંગળીઓ ઉઠી રહી છે.

છોટાઉદેપુર: બસ ડેપોમાં મહિલા રેસ્ટ રુમમાં તાળા, મહિલાઓ ઠંડીમાં બહાર સૂવા મજબૂર
ગુજરાતમાં વિવિધ કાર્યોનુ લોકાર્પણ તો કરવામાં આવે છે પરંતુ ત્યારબાદ પ્રજાને તેની યોગ્ય સુવિધા પુરી પાડવામાં આવતી નથી. છોટાઉદેપુર જિલ્લામાં ચાર દિવસ પહેલા લોકાર્પણ કરવામાં આવેલ બસ સ્ટેશનમાં મહિલાઓ માટે બનાવેલા રેસ્ટ રુમમાં તાળા લાગેલા હોવાથી મહિલાઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે ચાર જ દિવસ પહેલા રાજ્યના મંત્રી બચુ ખાબડ દ્વારા બસ ડેપોનુ લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. પરંતુ ચાદ દિવસ પહેલા જ બનાવવામાં આવેલ આ બસ સ્ટેશનમાં મહિલાઓ માટે બનાવેલા રેસ્ટ રુમમાં તાળા લાગેલા હોવાથી મહિલાઓ આવી કડકડતી ઠંડીમાં પણ બહાર સુવા માટે મજબૂર બની હતી.

બોડેલીના ડેપો મેનેજર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મહિલાઓ માટે રેસ્ટ રૂમ બનાવવામાં આવ્યો જ નથી, આ રૂમ સ્ટાફની મહિલાઓ માટે છે પરંતુ બોર્ડ મારતી વખતે 'સ્ટાફ' લખવાનું ભૂલાઈ ગયું છે અને માત્ર મહિલાઓ માટે 'રેસ્ટ રૂમ'નું બોર્ડ મારી દેવામાં આવ્યું છે. તેવામાં એક એવો પ્રશ્ન પણ ઉભો થઈ રહ્યો છે કે, આશરે સાડા ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે ઉભું કરેલ અદ્યતન ડેપો માત્ર ગણી-ગાંડી સ્ટાફ મહિલાઓ માટે જ બનાવવામાં આવ્યા છે. તેમાં પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે, સ્ટાફની મહિલાઓ પાસેથી પણ ભાડૂં લેવામાં આવશે.

મહત્વનુ છે કે 3.30 કરોડના ખર્ચે બનાવવામાં આવેલ આ અદ્યતન બસ સ્ટેન્ડમાં મુસાફરો માટે બેઠક વ્યવસ્થા અને વેઈટિંગ રુમ પણ બનાવવામા આવ્યા છે. ઉપરાંત મહિલાઓ માટે શૌચાલય સહિત રેસ્ટ રુમની પણ વ્યવસ્થા કરવામા આવી છે.

વહેલી સવારની બસ પકડવા માટે કે બહાર ગામથી આવતા મુસાફરો રાત્રી દરમિયાન બસ ડેપોમાં રોકાવા માટે મજબૂર બને છે. બસ સ્ટેશનમાં બનાવેલા રેસ્ટ રુમમાં તાળા લાગેલા હોવાથી આવી કડકડતી ઠંડીમાં મહિલાઓને તેમના બાળકો સાથે બહાર સૂવું પડ્યું હતુ.

મહિલાઓના જણાવ્યા અનુસાર, "જ્યારે બસ ડેપોના મેનેજરને તાળા ખોલવાનુ કીધું ત્યારે મેનેજરે રેસ્ટ રુમ બંધ છે તેમ જણાવી બહાર સૂઈ જવા કહ્યું હતુ." આવી ઠંડીમાં પણ આ મહિલાઓ આ સરકારી અધિકારીની અવળચંડાઈના કારણે બહાર સૂવા માટે મજબૂર બની હતી.

અહીં સવાલ એ થાય છે કે આખરે ક્યાં સુધી આવી રીતે સરકારી અધિકારીઓ તેમની મનમાની ચલાવતા રહેશે. લોકો માટે સુવિધાઓ શું ફક્ત દેખાડો કરવા માટે બનાવવામાં આવે છે?. આ બધા માટે સરકારમાં કોણ જવાબદાર છે તેની જવાબદારી સ્વીકારવા માટે પણ કોઈ તૈયાર નથી. હાલમાં ગુજરાતમાં અંધેર નગરીમાં ટકે શેર ખાઝા અને ટકે શેર ભાજી જેવો હાલ જોવા મળી રહ્યો છે. લોકો પ્રતિદિવસે વિભિન્ન મુદ્દાઓને લઈને હાલાકી ભોગવી રહ્યાં છે પરંતુ સરકારી કામગીરીને લઈને કોઈ અધિકારી કે, નેતા તેની જવાબદારી સ્વીકારવા માટે તૈયાર નથી.

સરકાર આવ્યા દિવસે નવી-નવી યોજનાઓ અને નવા-નવા તાયફા બહાર પાડતી હોય છે પરંતુ એક અંશે તે બધુ જ એક કાગળ પર જ રહી જતું હોય છે. લોકોને વિભિન્ન મુદ્દાઓ પર નચાવીને ઓરિજનલ મુદ્દાઓ પરથી સરકાર ધ્યાન ભટકાવી રહી છે. લોકોના જીવનને સપર્શતા મુદ્દાઓને વર્તમાન સરકારમાં નજર અંદાજ કરવામાં આવી રહ્યાં છે. સરકારી અધિકારીઓની દાદાગીરી વધી રહી છે તો સામે છેડે તેમને રોકવા માટે પણ કોઈ જ વ્યવસ્થા કરવામાં આવી નથી. ગુજરાતમાં દિવસેને દિવસે ભાજપાવાળાઓ અને સરકારી અધિકારીઓની રાજાશાહી આવી રહી હોય તેવું લાગી રહ્યું છે. સામાન્ય લોકો ગામ પંચાયતથી લઈને જિલ્લા પંચાયતમાં સુધીના નાના એવા અલગ-અલગ કામકાજને લઈને હેરાન થતાં રહે છે અને તેમના એક કામ માટે અધિકારીઓ તેમને આંટા ફેરા મરાવતા હોય છે.

વર્તમાન સરકારમાં તો ખેડૂતોની સ્થિતિની તો વાત જ છોડી દો. 2018માં અસંખ્ય ખેડૂતોએ આત્મહત્યા કરી નાંખી છે, પરંતુ સરકારના પેટનું પાણી હલી રહ્યું નથી. માત્ર ખેડૂતોની આવક ત્રણ ઘણી કરવાના પોકળ દાવા કરવામાં આવી રહ્યાં છે પરંતુ ખેડૂતોની આવક વધારવા માટે એકપણ પગલું ભર્યું હોય તેવું દેખાઈ રહ્યું નથી. ખેડૂતો માટે સરકારને ચિંતા હોય તો તેઓને સરકાર ઓછા ભાવે વીજળી આપી શકે છે, અથવા તો જંતુનાશક દવાઓ, બિયારક, પાકનું યોગ્ય વળતર વગેરે જેવી સુવિધાઓ પૂરી પાડીને ખેડૂતોના જીવન ધોરણને ઉત્તમ બનાવી શકાય છે. જોકે, સરકારને માત્ર જાહેરાતો કરીને ભૂલી જવામાં જ રસ હોય તેવું લાગી રહ્યું છે.

વડોદરામાં લૂંટારુઓએ સાસુ અને જમાઈને માર મારીને ચલાવી 50 હજારની લૂંટ
વડોદરામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના વિશ્વામિત્રી બ્રિજ પાસે આવેલ ગોડાઉનમાં મોડી રાત્રે હથિયારો લઈને આવેલા લૂંટારુઓએ જમાઈ અને સાસુને માર માર્યો હતો. ત્યારબાદ તેઓ 50 હજાર રુપિયાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.

માહિતી મુજબ વડોદરાના વિશ્વામિત્રી બ્રિજ પાસે આવેલા ભંગારના ગોડાઉનમાં મોડી રાત્રે 4 જેટલા લૂંટારુઓ લાકડીઓ અને લોખંડની પાઈપો સાથે ત્રાટક્યા હતા. આ ધાડપાડુઓએ સાસુ અને જમાઈને માર મારી 50 હજારની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.

વિશ્વામિત્રી પુલ પાસે ચંદુભાઈ ચૌહાણના ભંગારના ગોડાઉનમાં તેમના સાસુ ભારતીબેન અને સસરા મનોહરભાઈ રહેતા હતા. દરમિયાન ગઈકાલે 28 જાન્યુઆરીના રોજ તેમના સસરા મનોહરભાઈ મહારાષ્ટ્ર ગયા હતા, તેથી ગોડાઉનમાં ચંદુભાઈ અને તેમના સાસુ જ હતા.

મોડી રાત્રે ત્રાટકેલા હથિયારધારી લૂંટારુઓએ ચંદુભાઈ ચૌહાણને ઊંઘમાંથી ઉઠાડ્યા હતા અને માર મારી તિજોરીની ચાવી માગી હતી. એ બાદ લૂંટારુઓએ તેમની સાસુને પણ વાળ ખેંચીને માર માર્યો હતો. ચંદુભાઈએ બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો એકઠા થઈ ગયા હતા પરંતુ એ પહેલા લૂંટારુઓ 50 હજાર રુપિયાની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા.

બે દિવસ પહેલા પણ વડોદરાના એક ગામમાં લૂંટારાઓએ ગામલોકોને માર મારીને લૂંટ્યા હતા. તેથી રાજ્યમાં જાણે ગુનો કરનારાઓને કાયદાનો કોઈ ડર ન રહ્યો હોય તેવું જણાઈ રહ્યુ છે.

યુનિ.ના પ્રોફેસરે વિદ્યાર્થીનીને કહ્યું- મારી સાથે મિત્રતા કર તો પાસ કરાવી દઈશ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એક પ્રોફેસર દ્વારા વિદ્યાર્થીનીને રંઝાડવાનો કિસ્સો સામે આવ્યો છે. Ph.Dનો અભ્યાસ કરતી વિદ્યાર્થીનીના ગાઈડ પ્રોફેસર દ્વારા તેને હેરાન કરવામાં આવતી હોવાની જાણ થતાં યુનિવર્સિટીમાં ચકચાર મચી જવા પામી હતી.

માહિતી મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મુખ્ય કાર્યાલયની નજીકના ભવનમાં પોતાની ચેમ્બર ધરાવતો પ્રોફેસક Ph.Dનો અભ્યાસ કરનાર એક વિદ્યાર્થીનીનો ગાઈડ હતો. આ અધ્યાપક ગાઈડન્સ આપવાના બહાને વિદ્યાર્થીનીને લલચાવવાનો પ્રયત્ન કરતો હતો. તે આ વિદ્યાર્થીનને મેસેજ પણ મોકલતો હતો.

વિદ્યાર્થીની આ પ્રોફેસર તેનો ગાઈડ હોવાથી તેનો ત્રાસ સહન કરતી હતી. દરમિયના આ પ્રોફેસરે એક દિવસ વિદ્યાર્થીનીને બોલાવીને કહી દીધુ હતુ કે, "મારી સાથે દોસ્તી કરી લે તને રમતાં રમતાં Ph.D પાસ કરાવી દઈશ." પ્રોફેસરની આવી માગણીથી વિદ્યાર્થીની ડરી ગઈ હતી. તેણે આ વાત અન્ય વિદ્યાર્થીનીઓને પણ કરી હતી.

આખરે આ વાત ડિપાર્ટમેન્ટના હેડ સુધી પહોંચી હતી. તેમણે તાત્કાલિક સ્ટાફની બેઠક બોલાવીને પ્રોફેસર પાસે વિદ્યાર્થીનીની માફી મંગાવી હતી. પરિવારજનો પણ બનાવની જાણ થતાં યુનિવર્સિટી ખાતે દોડી આવ્યા હતા. પરંતુ થોડા દિવસો બાદ આ વિદ્યાર્થીનીના લગ્ન હોવાથી મામલાને વધારવાનુ ટાળ્યુ હતુ.

આ પ્રોફેસર ભૂતકાળમાં પણ વિવાદોમાં ઘેરાયા હતા. આવા શિક્ષકો કે પ્રોફેસરો પર કોઈ કાર્યવાહી ન કરવામા આવતી હોવાથી તેમની હિંમત વધી જતી હોય છે, અને ફરીવાર આવો ગુનો કરતા ડરતા નથી.

ડૂબતા યુવકને બચાવનાર વડોદરાની આ બહાદુર યુવતીને રક્ષામંત્રીના હસ્તે મળ્યું સન્માન
વડોદરાની યુવતીને તેની બહાદુરી માટે રક્ષા મંત્રી નિર્મલા સીતારમન દ્વારા રક્ષાપદક એનાયત આપવામાં આવ્યો હતો. ગુજરાતમાંથી પહેલી વખત કોઈ યુવતીની રક્ષાપદક માટે પસંદગી કરવામાં આવી હતી.

વડોદરા નજીક તારીખ 13 મે 2018 ના રોજ રસલપુર પાસેથી પસાર થતી મહિસાગર નદીના કિનારાના વિસ્તારમાં કેટલાક યુવકો નહાવા માટે ગયા હતા. દરમિયાન એક યુવક તણાઈને 20 ફૂટ ઉંડે પાણીમાં ખાબક્યો હતો. ડુબતા યુવકને બચાવવા માટે બૂમાબૂમ કરી હતી.

આ ડૂબતા યુવકને બચાવવા માટે ત્યાં ફરવા ગયેલ વડોદરાની યુવતી ભર્ગસેતુ શર્માએ ક્ષણનો પણ વિચાર કર્યા વગર નદીમાં જંપલાવ્યુ હતુ અને આ ડૂબતા યુવાનને બચાવ્યો હતો. યુવાનને તાત્કાલિક સારવાર આપવામાં આવતાં તેનો જીવ બચી ગયો હતો.

આ યુવકને બચાવવા માટે વડોદરાની બહાદુર યુવતીને રક્ષામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રક્ષાપદક આવવામાં આવ્યો હતો. આ પહેલા 2001માં અમદાવાદના યુવકને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

શિક્ષકે વિદ્યાર્થીને છુટ્ટી લાકડી મારતાં આંખમાં થઈ ઈજા, કોઈને ન જણાવવા આપી ધમકી
અમદાવાદમાં એક બાળકને શિક્ષક દ્વારા છૂટ્ટી લાકડી મારવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. શિક્ષકે વિદ્યાર્થીને છુટ્ટી લાકડી મારતા વિદ્યાર્થીને આંખના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

અમદાવાદના નરોડામાં આવેલી ગુજરાતની પ્રાથમિક શાળામાં 8માં ધોરણમાં અભ્યાસ કરતા કરણ ઠાકોર નામના વિદ્યાર્થીને મહિલા શિક્ષક દ્વારા માર મારવામાં આવ્યો હતો. આ મહિલા શિક્ષકે વિદ્યાર્થીને છુટ્ટી લાકડી મારતાં વિદ્યાર્થીને આંખના ભાગે ઈજાઓ પહોંચી હતી.

વિદ્યાર્થીને ઈજા થયા બાદ શિક્ષક દ્વારા વિદ્યાર્થીને ધમકી આપવામાં આવી હતી કે, "જો તુ કોઈને કંઈ પણ કહીશ તો શાળામાંથી કાઢી મુકીશુ." ત્યારબાદ આ વિદ્યાર્થીને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યો હતો.

હાલ તેની સારવાર સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે. બાળકના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે પણ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ગુજરાતમાં અંગદાન અને પ્રત્યારોપણની પ્રક્રિયા બનશે ઝડપી, 'સોટો'ને મળી મંજૂરી
ગુજરાતમાં આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યના દર્દીઓ માટે 'સોટો' (સ્ટેટ ઓર્ગન અને ટિસ્યૂ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન) ની સ્થાપના કરવા માટે મંજૂરી આપી દેવામાં આવી છે. તેથી હવે દર્દીને સરળતાથી ઓર્ગન ડોનર મળી શકશે.

મહત્વનુ છે કે છેલ્લા 3 વર્ષ બાદ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા 26 જાન્યુઆરીના રોજ ઠરાવ પસાર કરીને 'સોટો' માટેની મંજૂરી આપવામાં આવી છે. હવે રાજ્યમાં દર્દીઓને અંગદાન અને પ્રત્યારોપણની પ્રક્રિયા ઝડપી અને સરળ બનશે.

ગુજરાતમા અત્યાર સુધી હોસ્પિટલ દ્વારા જ દર્દી અને ઓર્ગન ડોનરને મેળવવાની પ્રક્રિયા કરવામાં આવતી હતી. કેમ કે અત્યાર સુધી આવી કોઈ સંસ્થા ગુજરાતમાં નહોતી. 'સોટો'ની રચનાથી રાજ્યમાં કોઈ પણ જગ્યાએ રહેલા ડોનર દ્વારા દર્દીનો સંપર્ક કરી શકાશે.

વડોદરામાં અડધી રાત્રે આવ્યા ધાડપાડુઓ, લોકોને માર મારીને ચલાવી લૂંટ
ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ધીરે ધીરે કથળી રહી હોય એવુ દેખાઈ રહ્યું છે. વડોદરાના એક ગામમાં અડધી રાત્રે ધાડપાડુઓ ત્રાટક્યા હતા અને ગામલોકો સાથે મારામારી કરી હતી અને લૂંટ ચલાવી હતી.

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના ઈશ્વરપુરા ગામમાં મધરાત્રે હથિયાર સાથે કેટલાક ધાડપાડુઓ ત્રાટક્યા હતા. આ ધાડપાડુઓએ ગામલોકોને લોખંડના સળીયાથી માર મારી અને ગામમાં લૂંટ ચલાવી હતી. જેથી ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો.

ઈજાગ્રસ્ત થયેલા ગ્રામજનોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ પોલીસ કાફલા સાથે ગામમાં પહોંચ્યા હતા પરંતુ લૂંટારુઓ ત્યાં સુધી ગામલોકોને લૂંટીને ફરાર થઈ ગયા હતા.

શહેરમાં ચોરી અને લૂંટના બનાવો વધી રહ્યાં હોવા છતાં પણ પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવતુ ન હોવાથી લોકોમાં રોષ ફેલાયો છે. લોકો આવી રીતે અડધી રાત્રે ધાડપાડુઓ દ્વારા કરવામાં આવેલી લૂંટ અને મારામારીથી ડરી ગયા છે.

સુરતના 86 વર્ષિય વૃદ્ધે મૃત્યુ બાદ પણ 3 વ્યક્તિઓને આપ્યું નવજીવન
સુરતમાં 86 વર્ષની ઉંમરે વૃદ્ધનું અવસાન થતા તેમની ઈચ્છા અનુસાર પરિવારજનોએ અંગોનું દાન કરીને 3 જીંદગીને નવજીવન બક્ષ્યું છે. સુરતમાં સૌથી વધુ વર્ષની ઉંમરે અંગોનું દાન કરવાનો કદાચ આ પ્રથમ કિસ્સો છે.

સુરતના વરાછા વિસ્તારમાં રહેતા અરજણભાઈ હીરાભાઈ વિરાણી નિવૃત્ત જીવન જીવતા હતા. દરમિયાન સાંજના સમયે તેમને શ્વાસની તકલીફ થતા સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં તબીબે તપાસીને સારવાર શરૂ કરી હતી. નિદાન માટે MRI કરાવતા મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું. તા.24મીના રોજ અરજણભાઈને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યાં હતાં.

પૌત્રીના લગ્ન પહેલા જ અરજણભાઈનું અવસાન થતા પરિવારમાં શોક ફેલાઈ ગયો હતો.અરજણભાઈના સંતાનોએ પિતાની ઈચ્છા પૂર્ણ કરવા માટે તેમના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો. પુત્રોએ પિતાના અંગોનું દાન કરીને ત્રણ વ્યક્તિઓને નવું જીવન આપી સમાજને નવી રાહ બતાવી છે.

અમદાવાદ IKDRCના ડો. વિકાસ પટેલ અને તેમની ટીમે આવી લિવરનું દાન સ્વીકાર્યું હતું. જયારે ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેન્કના ડૉ. પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું હતું. દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ખેડાના રહેવાસી દિનેશભાઈ ઈશ્વરભાઈ પટેલ (ઉ.વ. 52)માં કરવામાં આવ્યું છે.