Dharmesh Kalsariya - Khabarchhe

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
તારીખ: 10-09-2026

દિવસ: ગુરુવાર

મેષ: મહેનતનું ફળ ઓછુ મળતું દેખાય, ખર્ચ પર કાબુ રાખવો, જુના કાર્યો સિદ્ધ થતા દેખાય.

વૃષભ: નાણાકીય તકલીફો દૂર થાય, નવી તકો સાંપડે, પારિવારિક સમસ્યાઓનો હલ આવે.

મિથુન: નવા-નવા માર્ગ આપની સામે આવીને ઉભા રહે, મિત્ર-સ્નેહીથી મિલન થાય, આરોગ્યની તકલીફો દૂર થશે.

કર્ક: ભાગ્યની મદદ મળતી જણાય, નવાક્ષેત્રમાં હાથ અજમાવી શકાય, પ્રવાસ ફળે, નવા આયોજનો થાય.

સિંહ: આપની યોજના માટે પ્રગતિકારક સમય રહે, સ્વજનનની મદદ મળે, પ્રવાસ ફળે.

કન્યા: આવકની તક સાંપડે, ભય દૂર થાય, નોકરીમાં સાનુકુળતા જણાય.

તુલા: આપનું કાર્યક્ષેત્રમાં પ્રગતિકારક અને લાભદાયક બને, સ્વજનની મદદ મળે.

વૃશ્વિક: આવકની તક મળે, ભય દૂર થાય, નોકરીમાં સાનુકુળતા જણાય.

ધન: અગત્યના કામમાં પ્રગતિ થાય, મિત્રોથી લાભ મળે, પ્રવાસ ફળે, ભાગ્યની મદદ મળતી જણાય.

મકર: કોર્ટ-કચેરીના પ્રશ્નોમાં હળવાશ રહે, જીવનસાથી સાથે મનમેળ રહે, આરોગ્ય જળવાય.

કુંભ: મકાન-વાહન ખરીદવાના યોગ બને, ગૃહજીવન વગેરેમાં સંબંધો સાચવવાની જરૂર છે.

મીન: કપરી સ્થિતિમાંથી બહાર આવવાના માર્ગ મળે, નોકરિયાત વર્ગને સાનુકુળ તકો ઉભી થાય.

એએમ/એનએસ ઇન્ડિયાએ બાંધકામ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રો માટે પ્રીમિયમ ગેલ્વેનાઇઝ્ડ સ્ટીલ બ્રાન્ડ ‘પેલિકન’ લૉન્ચ કરી
સુરત, સપ્ટેમ્બર 09, 2026: આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (એએમ/એનએસ ઇન્ડિયા)એ આજે એએમ/એનએસ પેલિકન લૉન્ચ કર્યુ છે, જે ભારતના બાંધકામ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મેન્યુફેક્ચરિંગ અને એન્જિનીયરિંગ ક્ષેત્રોની વધી રહેલી માંગને પહોંચી વળવા માટે વિકસાવવામાં આવેલી પ્રીમિયમ ગેલ્વેનાઇઝ્ડ સ્ટીલ બ્રાન્ડ છે. આ લૉન્ચને પરિણામે કંપનીનો મૂલ્યવર્ધિત સ્ટીલ સોલ્યુશન્સનો પોર્ટફોલિયો વધુ મજબૂત બનશે અને ગ્રાહકોની ચોક્કસ જરૂરિયાતોને અનુરૂપ વિશેષ પ્રોડક્ટ્સ વિકસાવવા પર કંપની સવિશેષ ધ્યાન આપી શકશે.

આ લૉન્ચ એવા સમયે કરવામાં આવ્યું છે, જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ, ઔદ્યોગિક વિસ્તરણ તથા બાંધકામ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રોમાં ટકાઉ અને જાળવણીનો ઓછો ખર્ચ ધરાવતી સામગ્રીને વધુને વધુ પ્રાધાન્ય મળી રહ્યું હોવાથી ખવાણ-પ્રતિરોધક સ્ટીલ પ્રોડક્ટ્સની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે.

ભારતીય ગેલ્વેનાઇઝ્ડ સ્ટીલનું બજાર કેલેન્ડર વર્ષ 2025માં અંદાજે 7.65 મિલિયન મેટ્રિક ટન (MnT)નું હોવાનો અંદાજ છે અને વર્ષ 2030 સુધીમાં તેમાં વાર્ષિક 8%ના દરે વૃદ્ધિ થવાની અપેક્ષા છે.

ગેલ્વેનાઇઝ્ડ સ્ટીલ પર રક્ષણાત્મક આવરણ હોય છે, જે તેને કાટ અને ખવાણથી બચાવવામાં મદદ કરે છે. એએમ/એનએસ પેલિકનને ગ્રાહકોને કાટની સામે વિશ્વસનીય રક્ષણ, એકસમાન ગુણવત્તા અને લાંબી સર્વિસ લાઇફ પૂરી પાડવા માટે વિકસાવવામાં આવી છે. કાટ-પ્રતિરોધકતાના મામલે તેનું ચઢિયાતું પર્ફોર્મન્સ, આવરણની એકસમાન ગુણવત્તા અને ઉત્તમ ફોર્મેબિલિટી તેને એવા ઉપયોગો માટે યોગ્ય બનાવે છે, જ્યાં ટકાઉપણું, દેખાવ અને સરળતાથી ફેબ્રિકેશન કરવાની ક્ષમતા મહત્વપૂર્ણ બની જતી હોય છે.

આ પ્રોડક્ટનો ઉપયોગ રૂફિંગ અને રૂફ-સપોર્ટ સેક્શન્સ, ટ્યૂબ્સ, એર-કન્ડિશનિંગ અને વેન્ટિલેશન સિસ્ટમ્સ, કેબલ ટ્રેઝ, ફેન્સિંગ, ફર્નિચર, ડ્રમ્સ અને બેરલ્સ તથા એન્જિનીયરિંગને લગતા અન્ય સામાન્ય ઉપયોગો સહિત વિવિધ પ્રકારની કામગીરીઓમાં કરી શકાય છે. પેલિકનનું ઉત્પાદન એએમ/એનએસ ઇન્ડિયાની અદ્યતન ગેલ્વેનાઇઝિંગ ક્ષમતાઓનો ઉપયોગ કરીને કરવામાં આવશે અને સમગ્ર ભારતમાં ફેલાયેલા કંપનીના વ્યાપક ડિસ્ટ્રિબ્યુશન અને કસ્ટમર નેટવર્ક મારફતે તેને ઉપલબ્ધ કરાવવામાં આવશે.

રંજન ધર, ડિરેક્ટર અને વાઇસ પ્રેસિડેન્ટ -  સેલ્સ એન્ડ માર્કેટિંગ, એએમ/એનએસ ઇન્ડિયાના જણાવ્યાનુસાર , ‘ભારતીય ગ્રાહકોને હવે એવા સ્ટીલ સોલ્યુશન્સની વધારે જરૂરિયાત વર્તાઈ રહી છે, જે ચોક્કસ કામગીરી અને પર્ફોમન્સની જરૂરિયાતોને અનુરૂપ તૈયાર કરવામાં આવેલા હોય. એએમ/એનએસ પેલિકન ઊંચી ગુણવત્તા ધરાવતા ગેલ્વેનાઇઝ્ડ સ્ટીલ સોલ્યુશન પૂરાં પાડે છે, જે કાટ સામે વિશ્વસનીય રક્ષણ પૂરું પાડવાની સાથે એકસમાન ગુણવત્તા અને પર્ફોમન્સનું સંયોજન ધરાવે છે. આ લૉન્ચને પગલે અમારા સ્ટીલની વિશેષ પ્રોડક્ટ્સનો સતત વિસ્તરી રહેલો પોર્ટફોલિયો વધુ મજબૂત બનશે તથા બાંધકામ, મેન્યુફેક્ચરિંગ અને એન્જિનીયરિંગ ક્ષેત્રોના ગ્રાહકોને અમે પૂરાં પાડી શકીએ તેવા મૂલ્યવર્ધિત સોલ્યુશન્સની શ્રેણી પણ વધુ વિસ્તરશે.’

એએમ/એનએસ ઇન્ડિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બાંધકામ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રોમાં ગ્રાહકોની બદલાઈ રહેલી જરૂરિયાતોને પહોંચી વળવા માટે વિશેષ અને મૂલ્યવર્ધિત સ્ટીલ બ્રાન્ડ્સના પોર્ટફોલિયોને વિસ્તારી રહી છે. એએમ/એનએસ પેલિકન આ વર્ષની શરૂઆતમાં કંપની દ્વારા લૉન્ચ કરવામાં આવેલી સ્ટીલની બે વિશેષ બ્રાન્ડ્સ — સ્ટ્રક્ટ્રોમેક્સ અને વેલ્ડસ્ટારની શ્રેણીમાં જોડાઈ ગઈ છે. સ્ટ્રક્ટ્રોમેક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્ટ્રક્ચરલ કામગીરીની જરૂરિયાતોને પૂરી કરે છે, જ્યારે વેલ્ડસ્ટાર હાઈ-સ્ટ્રેન્થ સ્ટીલની જરૂરિયાત ધરાવતા હેવી ઇક્વિપમેન્ટ અને મશીનરીના ઉત્પાદકોની જરૂરિયાતોને પૂરી કરે છે. તો બીજી તરફ, પેલિકનને એવા ઉપયોગો માટે તૈયાર કરવામાં આવી છે, જ્યાં ખવાણ-પ્રતિરોધકતા, ટકાઉપણું અને લાંબાગાળાનું પર્ફોમન્સ મહત્વપૂર્ણ બની જતાં હોય છે.

એકંદરે, આ તમામ બ્રાન્ડ્સ ગ્રાહકોની વધુને વધુ વિશિષ્ટ બની રહેલી જરૂરિયાતોને પૂરી કરવા માટે કામગીરી-કેન્દ્રિત સ્ટીલ સોલ્યુશન્સ વિકસાવવાની અને ભારતમાં ઉચ્ચ ગુણવત્તા ધરાવતા સ્ટીલના વધુ વિકલ્પો ઉપલબ્ધ કરાવવાની એએમ/એનએસ ઇન્ડિયાની વ્યૂહરચનાને પ્રતિબિંબિત કરે છે.

એએમ/એનએસ પેલિકનનું લૉન્ચ દર્શાવે છે કે, એએમ/એનએસ ઇન્ડિયા ગ્રાહક-કેન્દ્રિત હોય તેવા વિશેષ સ્ટીલ સોલ્યુશન્સને વિકસાવવા પર સતત ધ્યાન આપી રહી છે. અદ્યતન ગેલ્વેનાઇઝિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સમગ્ર દેશમાં ફેલાયેલા ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કના મજબૂત સહયોગ સાથે, આ બ્રાન્ડ બાંધકામ, મેન્યુફેક્ચરિંગ અને એન્જિનીયરિંગ ક્ષેત્રોમાં હાઈ-પર્ફોમન્સ અને ખવાણ-પ્રતિરોધક સ્ટીલની વધી રહેલી માંગને પૂરી કરવા માટે સજ્જ હોવાની સાથે-સાથે ગ્રાહકોને લાંબાગાળાના ટકાઉપણું અને મૂલ્ય માટે વિશ્વસનીય સોલ્યુશન પૂરું પાડે છે.

JICA સમર્થિત વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરનું નિર્માણકાર્ય પૂર્ણ, ભારત-જાપાનના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહયોગમાં ઐતિહાસિક સીમાચિહ્ન
વડોદરા, 9 સપ્ટેમ્બર, 2026: જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી (JICA)ના સહયોગથી વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (WDFC)નું નિર્માણકાર્ય પૂર્ણ થતાં તેને સંપૂર્ણપણે કાર્યરત કરવામાં આવ્યું છે. આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ભારત-જાપાન સહયોગની ઐતિહાસિક સિદ્ધિ છે. JICAની નાણાકીય અને ટેક્નિકલ મદદથી તથા ભારત સરકારના રેલવે મંત્રાલય હેઠળ કાર્યરત અમલીકરણ એજન્સી ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર કોર્પોરેશન ઑફ ઇન્ડિયા લિમિટેડ (DFCCIL)ના સહયોગથી ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરનું નિર્માણ કરવામાં આવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના વડોદરા ખાતેથી પૂર્ણ થયેલા વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરના મુખ્ય વિભાગો રાષ્ટ્રને સમર્પિત કર્યા. આ ત્રણ ભાગો- ન્યૂ સાણંદ નોર્થ – ન્યૂ મકરપુરા, ન્યૂ ઉમરગામ – ન્યૂ સફાળે અને ન્યૂ સફાળે – ન્યૂ JNPTની કુલ લંબાઈ 326 કિમી છે અને તેનું નિર્માણકાર્ય કુલ ₹20,703 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે.

1,504 કિમી લાંબા વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (WDFC)નું નિર્માણકાર્ય પૂર્ણ થતાં હવે ઉત્તર પ્રદેશના દાદરીથી મુંબઈના જવાહરલાલ નેહરુ પોર્ટ (JNPT) સુધી સીધી કનેક્ટિવિટી મળશે. આ સિદ્ધિ ભારતના ફ્રેઇટ ટ્રાન્સપોર્ટેશન નેટવર્કના આધુનિકીકરણની દિશામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. JICA દ્વારા DFCCILને કુલ JPY 620,787 મિલિયન (₹37,658 કરોડ)ની ઑફિશિયલ ડેવલપમેન્ટ આસિસ્ટન્સ (ODA) લોન આપવામાં આવી છે. આ નાણાકીય સહયોગથી વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરના આધુનિકીકરણ માટે તેમજ લોજિસ્ટિક્સ માળખું સુધારવા અને કનેક્ટિવિટી મજબૂત કરવાના ભારતના પ્રયાસોને વેગ મળ્યો છે.

આ સિદ્ધિ અંગે JICA ઇન્ડિયાના મુખ્ય પ્રતિનિધિ  ટેકુચી તાકુરો (TAKEUCHI Takuro)એ જણાવ્યું કે, “WDFC માત્ર એક રેલવે પ્રોજેક્ટ નથી. તે વિઝન, સતત પ્રયાસ અને સહયોગની સફળ ગાથા છે. જ્યારે પ્રથમ વખત આ પ્રોજેક્ટનો વિચાર રજૂ કરવામાં આવ્યો હતો, ત્યારે ઘણા લોકોને તે ખૂબ જ મહત્વાકાંક્ષી લાગ્યો હતો. આજે, આ પ્રોજેક્ટ લાંબા ગાળાની પ્રતિબદ્ધતા અને સહયોગથી શું હાંસલ કરી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ બન્યો છે. ભારતના સતત વિકાસને સહયોગ આપવા અને બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક તથા વૈશ્વિક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે JICA સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.”

WDFCના આ ત્રણ માર્ગખંડો કાર્યરત થતાં WDFCના નેટવર્ક મારફતે જવાહરલાલ નેહરુ પોર્ટ ઓથોરિટી (JNPA) સુધી સીધી રેલ કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે અને માલસામાનની વધુ ઝડપી અને સરળ હેરફેર થઈ શકશે. આ કોરિડોર મહારાષ્ટ્રના પાલઘર, થાણે અને રાયગઢ જેવા મહત્વપૂર્ણ ઔદ્યોગિક વિસ્તારોને ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતના ઔદ્યોગિક કેન્દ્રો સાથે જોડે છે. આ વિસ્તારોને બંદરો અને દેશના મુખ્ય બજારો સાથે જોડવાથી પ્રાદેશિક આર્થિક વિકાસને વેગ મળશે. આ કોરિડોરથી લોજિસ્ટિક્સ ખર્ચ અને માલસામાનના પરિવહનનો સમય ઘટી જશે તેમજ મુંબઈના રેલવે નેટવર્ક પરનું ભારણ પણ ઘટશે.

વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (WDFC) પ્રોજેક્ટ ભારત-જાપાન સહયોગનું મજબૂત ઉદાહરણ છે. ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમમેન્ટને વેગ આપવા માટે જાપાન લાંબા સમયથી નાણાકીય અને ટેક્નિકલ સહયોગ આપી રહ્યું છે. WDFC પ્રોજેક્ટનું પૂર્ણ થવું એ ભારતીય રેલવે અને DFCCIL માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. એટલું જ નહીં, આ પ્રોજેક્ટ ભારત અને જાપાનના સહયોગથી દેશના આર્થિક વિકાસ માટે મજબૂત અને ટકાઉ માળખાકીય સુવિધાઓ ઊભી કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.

જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી (JICA) વિશે
જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી (JICA) જાપાનની પ્રાથમિક સરકારી એજન્સી છે, જે વિશ્વભરના સહયોગી દેશોને સત્તાવાર રીતે વિકાસ માટે સહાય (ઑફિશિયલ ડેવલપમેન્ટ અસિસ્ટન્સ) પૂરી પાડે છે. JICA ભારત સહિત 145 દેશોમાં આંતરરાષ્ટ્રીય સહયોગ અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

રાજકારણીઓ પાછળ સમય વેડફવો એના કરતા પરિવારને સમય આપવો સારો
(ઉત્કર્ષ પટેલ)

આજના સમયમાં મોટા ભાગના લોકોનો દિવસ રાજકારણીઓની વાતોથી શરૂ થાય છે અને તેમની ચર્ચાથી પૂરો થાય છે. મોબાઇલ પર ન્યૂઝ ચેનલો, સોશિયલ મીડિયા પર કોમેન્ટ્સ અને લાઇક્સ, વોટ્સએપ ગ્રુપમાં ચર્ચાઓ આ બધું એટલું સામાન્ય બની ગયું છે. આપણે ભૂલી જઈએ છીએ કે આપણો સમય ક્યાં જઈ રહ્યો છે. રાજકારણીઓ દેશ દુનિયાની સમાજવ્યવસ્થાની ઘટના સાથે સંકળાયેલા છે પરંતુ પોતાના પરિવારને સમય આપવો એ વાસ્તવિક જીવનનું અગત્યનું કામ છે.

સમય જીવનમાં મળેલી એવી ભેટ છે જે પાછી મળતી નથી. એક વર્ષ પહેલાં જે બાળક ઘૂંટણિયે ચાલતું હતું આજે તે દોડે છે. વયસ્ક માતા પિતાના હાથ જે કાલે મજબૂત હતા એ આજે ધ્રૂજે છે. આ ફેરફારો ધીમે ધીમે થાય છે. જો આપણે તેમને જોવાનો સમય ન કાઢીએ તો એક દિવસ અચાનક ધ્યાને આવે છે કે બધું વહી ગયું. નીત નવીન રાજકીય ચર્ચા આવે છે અને જાય છે. સરકારો બદલાય છે, નેતાઓ બદલાય છે, વચનો બદલાય છે. પણ પરિવારની યાદો ત્યાંની ત્યાં રહી જાય છે. જે બાળક સાથે આપણે રમ્યા, જે માતા પિતા વડીલો સાથે આપણે વાત કરી, જે પતિ કે પત્ની સાથે બેઠા, જે મિત્રો સાથે નિર્દોષ મસ્તી કરી એ જ ક્ષણો જીવનને વાસ્તવિક સુખ આપે છે.

ઘણી વાર આપણે એવું વિચારીએ છીએ કે રાજકારણમાં રસ લેવો એ જાગૃત નાગરિકની ફરજ છે. આ વાતમાં સત્ય છે. દેશના અગત્યના વિષયો ઘટનાઓથી અજાણ રહેવું યોગ્ય નથી. પણ જાગૃતિ અને વ્યસન વચ્ચે ફરક છે. જ્યારે આપણે કલાકો સુધી એક જ વિષય પર આક્રોશ વ્યક્ત કરીએ, અજાણ્યા લોકો સાથે દલીલો કરીએ અને ઘરમાં બેઠેલા પોતાના લોકોને સમય ન આપીએ ત્યારે તે જાગૃતિ નહીં ખલેલ બની જાય છે. રાજકારણીઓનું જીવન આપણા હાથમાં નથી. તેમના નિર્ણયો પર આપણો પ્રભાવ ખુબ જ મર્યાદિત હોય છે. પણ પોતાના ઘરના વાતાવરણ પર આપણો સીધો પ્રભાવ પડે છે. બાળકને સાંભળવું, વયસ્ક માતાપિતાની સેવા કરવી, પતિ કે પત્ની સાથે શાંતિથી વાત કરવી આ બધું આપણા હાથમાં છે.

ઘણા લોકોની સમજ છે કે પરિવાર તો હંમેશા રહેશે રાજકારણની ઘટના હમણાં જ ચાલી રહી છે. આ વિચાર કે સમજમાં ભૂલ છે. પરિવાર હંમેશા રહેતો નથી. લોકો જતા રહે છે. તકો જતી રહે છે. જે બાળક આજે તમારી સાથે વાત કરવા ઈચ્છે છે કાલે તે પોતાની દુનિયામાં વ્યસ્ત થઈ જશે. જે માતા પિતા વડીલો આજે તમારું સુખ જોઈ આશીર્વાદ આપે છે, કાલે કદાચ તેઓ આ સંસારમાં નહીં હોય. રાજકીય ચર્ચાઓ આજે કાલે અને પછી પણ ચાલશે. નવા મુદ્દા આવશે, નવા નેતા આવશે. પણ આજનો દિવસ અને સમય પાછી નહીં આવે.

પોતાને પ્રેરણા આપવાની શરૂઆત નાના નિર્ણયોથી થતી હોય છે. મોબાઇલ લેપટોપ બાજુમાં મૂકીને ઘરના લોકો સાથે જમવું એ એક નાનો નિર્ણય છે પણ તેની અસર મોટી છે. બાળકના હોમવર્કમાં બેસવું, માતાપિતાને ફોન કરવો, પત્ની કે પતિ સાથે થોડી વાર ફરવા જવું, હળવાશથી બેસવું આ બધું હમણાં તો સૌને રાજકારણની ચર્ચા કરતાં વધુ અગરું લાગે છે કારણ કે તેમાં ધ્યાન અને હાજરી જોઈએ છે. રાજકારણની ચર્ચામાં આપણે પ્રેક્ષક બની શકીએ છીએ. પરિવારમાં આપણે સહભાગી બનવું પડે છે અને સહભાગી બનવું એ જ સાચું જીવન છે.

જીવનમાં શાંતિ ક્યાંથી આવે છે? ટીવી પર ચાલતી ઉગ્ર ગરમ ચર્ચાથી તો નહીં જ આવે. શાંતિ ત્યાંથી આવે છે જ્યાં આપણે પોતાને નીરખીને જોઈ શકીએ. જ્યારે સંતાન બાળક ખિલખિલાટ હસતું હોય, જ્યારે વયસ્ક માતાપિતા સંતોષથી વાત કરે છે, જ્યારે ઘરમાં એક શાંતિ હોય છે ત્યારે જ મન હળવું થાય છે. રાજકારણીઓની સફળતા કે નિષ્ફળતાની ચર્ચાઓ આપણા અંદરના અસંતોષને ઠારી શકતી નથી. પરિવાર સાથે વિતાવેલો સમય તમને અસંતોષ આપશે.

આ વાતનો અર્થ એ નથી કે દેશના અગત્યના વિષયો પ્રત્યે આંખ બંધ કરી દેવી. મત આપવો, ઘટનાઓ અને સમાચાર જાણવા, જરૂર પડે ત્યારે અવાજ ઉઠાવવો આ બધું જરૂરી છે. પણ તેને જીવનનું અગત્યનું કેન્દ્ર બનાવી દેવું આખરે તો નુકસાનકારકજ છે. જીવનનું કેન્દ્ર તો એ લોકો હોવા જોઈએ જેઓ આપણી સાથે ખરેખર જીવે છે. જેમની સાથે આપણને જીવવાનું ગમે છે. જેઓ આપણી સફળતામાં ખુશ થાય છે અને નિષ્ફળતામાં સાથ આપે છે.

સામાન્યતઃ રાજકારણીઓ આપણા દુઃખમાં આવીને બેસતા નથી આપણું પરિવાર અને મિત્રો જ બેસે છે. આજે જો કોઈ વ્યક્તિ સ્વયંને પૂછે કે છેલ્લા એક મહિનામાં મે કેટલો સમય રાજકીય ચર્ચામાં વિતાવ્યો અને કેટલો સમય પરિવાર સાથે સાચી રીતે વિતાવ્યો તો જવાબ ઘણી વાર દુઃખદ કરે તેવો આવે. આ પ્રશ્ન પૂછવો જ સ્વયંને સચેત કરવાની શરૂઆત છે. આજની સાંજથી મોબાઇલ ઓછો ચાલુ રાખી શકાય. આજની રાતથી ઘરના લોકો સાથે થોડી વધુ વાત કરી શકાય. આ નાના નિર્ણયો પ્રયત્નો જ ધીમે ધીમે જીવનની દિશા બદલે છે.

અંતે એક સાદી સત્ય વાત કહીશ... રાજકારણીઓનું કામ ગામ, શહેર, રાજ્ય કે પછી દેશ ચલાવવાનું છે. આપણું કામ પોતાનું જીવન સારી રીતે જીવવાનું છે અને સારું જીવન તે છે જેમાં કુટુંબી સ્વજનો મિત્રો સાથે વિતાવેલો સમય વધુ અગત્યનો હોય. બિનજરૂરી ચર્ચાઓ ઓછી હોય. પરિવારને સમય આપવો અને પરિવાર વચ્ચે જ જીવવું તે જવાબદારી છે, પ્રેમ છે, ફરજ છે અને સૌથી અગત્યનું છે અને એજ સાચી સમૃદ્ધિ પણ છે.

(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

વિદ્યાભારતી ઉચ્ચ શિક્ષા સંસ્થાન ગુજરાત પ્રાંત દ્વારા સુરતમાં ભારત બૌદ્ધિક્સ કેન્દ્રનો શુભારંભ
સુરત - વિદ્યાભારતી ઉચ્ચ શિક્ષા સંસ્થાન, ગુજરાત પ્રાંત દ્વારા શ્રી મહાવીર વિદ્યામંદિર ટ્રસ્ટ, પાંડેસરા, સુરત ખાતે તા. 23-08-2026 રવિવારના રોજ કેન્દ્રિય સંગઠન મંત્રી  કે. એન. રઘુનંદનજીના વરદ હસ્તે ભારત બૌદ્ધિક્સ કેન્દ્રનો શુભારંભ થયો. આ પ્રસંગે મહાવીર વિદ્યામંદિર ટ્રસ્ટના પ્રમુખ સુધાકરજી માસ્તર, મંત્રી નીરજભાઈ પટેલ, ટ્રસ્ટી જીતેન્દ્રભાઈ દેસાઈ વિદ્યાભારતી ઉચ્ચ શિક્ષા સંસ્થાન ગુજરાત પ્રાંતના અધ્યક્ષ ડૉ. રાજેશભાઈ વ્યાસ, મંત્રી ડૉ. ભાવેશભાઈ રાવલ અને ઉપાધ્યક્ષ ડૉ. રિદ્ધિ દેસાઈ કેન્દ્રના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આ કેન્દ્રનો મુખ્ય હેતુ યુવા પેઢીને ભારતીય જ્ઞાન પરંપરાથી માહિતગાર કરી રાષ્ટ્રીય ગૌરવની ભાવના જગાડવાનો છે.

મહાવીર વિદ્યામંદિર ટ્રસ્ટ, પાંડેસરા, સુરત આ કેન્દ્ર દ્વારા સમગ્ર ગુજરાતમાં થનારી ભારત બૌદ્ધિકસ પરીક્ષાનું આયોજન, પ્રસાર અને સંકલનનું કાર્ય થશે.
‘ભારત બૌદ્ધિક્સ(Bharat BaudhIKS)’ના નામથી ભારતીય જ્ઞાન પ્રણાલી સંદર્ભમાં ઉચ્ચ શિક્ષણના વિદ્યાર્થીઓ માટેની રાષ્ટ્રીય સ્તરની પરીક્ષા આગામી 21 નવેમ્બર, 2026ના રોજ સમગ્ર દેશમાં યોજાશે. વિજ્ઞાન, કળાઓ અને સામાજિક વિજ્ઞાનના વિષયોને આવરી લેતી આ પરીક્ષામાં કોલેજોમાં અભ્યાસ કરતા સ્નાતક(UG) કે અનુસ્નાતક(PG)ના  વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે.

ભારત બૌદ્ધિક્સ(Bharat BaudhIKS) પરીક્ષાનું માળખું અને પદ્ધતિ ખૂબ સરળ છે. ભારતીય જ્ઞાન પ્રણાલી સંદર્ભમાં તૈયાર થયેલ પુસ્તકોનું અધ્યયન કરી આપવાની  આ પરીક્ષા મુખ્યત્વે બે ભાગમાં લેવામાં આવે છે. પ્રથમ ભાગ બહુવિકલ્પીય પ્રશ્નોનો હોય છે જેમાં આપેલ કુલ 180 પ્રશ્નોમાંથી 80 પ્રશ્નોના જવાબ આપવાના હોય છે 20 ગુણનો 1 વર્ણનાત્મક પ્રશ્ન હોય છે. પ્રથમ ભાગમાં ઉત્તીર્ણ થનાર અને મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓ માટે દિલ્હી ખાતે વાયવા સત્ર યોજાશે.

ભારત બૌદ્ધિક્સ(Bharat BaudhIKS) પરીક્ષામાં રાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર કુલ ૩૫૦ જેટલા વિદ્યાર્થીઓને લાખો રૂપિયાના આકર્ષક ઇનામો આપીને સન્માનિત કરવામાં આવશે. જેમાં રાષ્ટ્રીય સ્તરે પ્રથમ આવનારને 1 લાખની રોકડ ઇનામ, બીજા ક્રમે આવનારને  50 હજાર(2 વિજેતાઓને) અને  ત્રીજા ક્રમે આવનારને 25 હજાર(4 વિજેતાઓને) અન્ય અગ્ર ક્રમાંકિતો માટે પ્રોત્સાહન પુરસ્કાર પણ રહેશે. આ પરીક્ષા આપનાર દરેક વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવશે. તેમજ સર્વાધિક  સંખ્યામાં વિદ્યાર્થીઓનું પરીક્ષા માટે રજીસ્ટ્રેશન કરનાર સંસ્થાનું બહુમાન કરવામાં આવશે. સંસ્થા અને વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન શરૂ છે. રજિસ્ટ્રેશનની અંતિમ તારીખ 1 નવેમ્બર,2026 છે.

ભારતીય જ્ઞાન પ્રણાલી તરફ વિદ્યાર્થીઓને અભિમુખ કરતી  ભારત બૌદ્ધિક્સ (Bharat BaudhIKS) પરીક્ષામાં સુરત અને સમગ્ર ગુજરાતના ઉચ્ચ શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓ ઉત્સાહભેર  જોડાય તેવો અનુરોધ છે. પરીક્ષાનું આયોજન કરવા ઈચ્છા ધરાવનાર યુનિવર્સિટીઓ, કૉલેજોએ ભારત બૌદ્ધિક્સ કેન્દ્ર, પ્રમુખપાર્ક, પાંડેસરા, સુરતનો સંપર્ક કરવાનો રહેશે. વધુ માહિતી માટે અમારી વેબસાઈટ https://vbussgujaratprant.orgની મુલાકાત લેશો. ભારત બૌદ્ધિક્સ પરીક્ષા માટે જિલ્લા સંયોજન કામગિરીમાં રસ ધરાવનાર પણ અમારી વેબસાઈટ પર જઈને રજીસ્ટ્રેશન કરી શકે છે.

જાણીતા એડવોકેટ પ્રાચી દેસાઇ અને એડવોકેટ ઇશાન દેસાઇનું પુસ્તક 'સુપ્રીમ જજમેન્ટ્સ-2025' રિલીઝ થયું
સુરત, -બેંકો ક્રેડિટ કાર્ડ પર ગ્રાહકો પાસેથી કેટલું વ્યાજ વસૂલી શકે તે નક્કી કરવાનો હક્ક કોને છે?

-ઘર માટે રૂપિયા ઉઘરાવ્યા પછી બિલ્ડર નાદારી નોંધાવે તો ગ્રાહકોનું શું થાય?

-વીમા કંપનીના સર્વે સામે ગ્રાહક ખાનગી સર્વે કરાવે તો વળતર કઈ રીતે નક્કી થાય?

આ બધા સવાલોના ફાઈનલ જવાબો જોઈએ તો દેશમાં સુપ્રીમ કોર્ટ જ ઓથોરિટી છે. સુપ્રીમ કોર્ટના જજમેન્ટ્સ દરેક જાગ્રૃત નાગરિકે જાણવા-સમજવા જોઈએ. આ બાબતમાં કાયદા અને ગ્રાહક અધિકારોના ક્ષેત્રમાં રસ ધરાવતા વાચકો માટે ઉપયોગી થાય એવું એડવોકેટ પ્રાચી અર્પિત દેસાઈ અને એડવોકેટ ઈશાન શ્રેયસ દેસાઈનું પુસ્તક ‘સુપ્રીમ જજમેન્ટ્સ-2025' રિલીઝ કરવામાં આવ્યું છે. પુસ્તકમાં સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયાના વર્ષ 2025 દરમિયાન ગ્રાહક સુરક્ષા અધિનિયમ હેઠળના મહત્ત્વપૂર્ણ ચુકાદાઓનું વિશ્લેષણ રજૂ કરવામાં આવ્યું છે.

આ પુસ્તકના લેખકો એડવોકેટ પ્રાચી અર્પિત દેસાઈ (B.Com., LL.M., Advocate) અને એડવોકેટ ઈશાન શ્રેયસ દેસાઈ (BBA, LL.B., Advocate) છે. આ બંને યુવા એડવોકેટોએ ગ્રાહક સુરક્ષા ધારા અન્વયેના અસંખ્ય કેસો તૈયાર કર્યા અને ચલાવ્યા છે. તેમના આ પુસ્તકમાં ગ્રાહક સુરક્ષા કાયદા સાથે સંકળાયેલા વિવિધ મહત્ત્વપૂર્ણ કાનૂની મુદ્દાઓ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને સરળ ભાષામાં સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

પુસ્તકમાં ખાસ કરીને બેકિંગ, રિયલ એસ્ટેટ, ઈન્સ્યુરન્સ અને મેડિકલને લગતા મહત્ત્વના જુદા જુદા 20 જેટલા કેસોની છણાવટ કરાઈ છે. ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળના એવા ચુકાદાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે, જે ગ્રાહકો, વકીલો, કાનૂની વિદ્યાર્થીઓ અને કાયદા ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે માર્ગદર્શક બની શકે છે. કાનૂની જોગવાઈઓ સાથે તેના વ્યવહારુ પાસાં સમજાવવાના કારણે આ પુસ્તક કાનૂની અભ્યાસ ઉપરાંત પ્રેક્ટિસ કરતા એડવોકેટ્સ માટે પણ ઉપયોગી બની રહેશે તેવી અપેક્ષા છે. પુસ્તક એ રીતે લખાયું છે કે જે સામાન્ય લોકો માટે તો માહિતીપ્રદ છે જ સાથે જ કાયદાના ક્ષેત્રના લોકોને પણ તેમાંથી ટેકનિકલ મુદ્દાઓ મળી રહેશે.

પુસ્તકને વધુ વ્યાપક સંદર્ભ અને કાનૂની માર્ગદર્શન મળે તે માટે વરિષ્ઠ ન્યાયમૂર્તિઓ તથા કાનૂની ક્ષેત્રના નિષ્ણાતોના અભિપ્રાયો પણ તેમાં સામેલ કરવામાં આવ્યા છે. પુસ્તકના પ્રારંભિક વિભાગોમાં ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિ જસ્ટિસ રિટાયર્ડ એમ.એસ.પરીખની પ્રસ્તાવના તથા ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ જસ્ટિસ આશુતોષ જે. શાસ્ત્રી, ગુજરાત રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ કમિશનના ઈ. પ્રમુખ આઈ. ડી પટેલ, જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન સુરતના પ્રમુખ પી.પી. મેખિયા, જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન એડિશનલ, સુરતના પ્રમુખ આર.એલ. ઠક્કર, ગ્રાહક તકરાર નિવારણ કમિશન નવસારીના પ્રમુખ કે.જે. દસોંદી, બાપ્સના કોઠારી સ્વામી ઉત્તમપ્રકાશદાસજી, વી.ટી.ચોક્સી સાર્વજનિક લો કોલેજના ઈ. આચાર્ય ડો. ઇરમલા દયાલ, સાર્વજનિક યુનિવર્સિટીના લો ફેકલ્ટીના ડીન ડો. ભદ્રેશ દલાલ, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સભ્ય એડવોકેટ ભાવેશ રબારી સહિતના કાનૂની ક્ષેત્રના પ્રતિષ્ઠિત વ્યક્તિઓના સંદેશાઓનો સમાવેશ થાય છે.

આ પુસ્તક એટલા માટે પણ ખાસ છે કે કારણ કે તેમાં જાણીતા ગ્રાહક કાયદાના એડવોકેટ અને દક્ષિણ ગુજરાતમાં આ ક્ષેત્રના ભીષ્મ પિતામહ ગણાતા શ્રેયસ દેસાઈનું આ પુસ્તક તૈયાર કરવામાં ખાસ માર્ગદર્શન રહ્યું છે.

ગ્રાહક અધિકારો અંગે જાગૃતિ વધી રહી છે ત્યારે કાયદાના મહત્ત્વપૂર્ણ ચુકાદાઓનું સરળ ભાષામાં સંકલન સમયની જરૂરિયાત છે. આ પુસ્તક વિદ્યાર્થીઓથી લઈને કાનૂની વ્યવસાય સાથે જોડાયેલા વ્યાવસાયિકો અને ગ્રાહક અધિકારોમાં રસ ધરાવતા સામાન્ય વાચકો સુધી પહોંચે તેવો હેતુ રાખવામાં આવ્યો છે. આ પુસ્તકના પ્રકાશક શુભ સાહિત્ય છે અને મુદ્રક અબીલ ગુલાલ પ્રિન્ટર્સ ગોપીપુરા સુરત છે.

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
તારીખ: 02-09-2026

દિવસ: બુધવાર

મેષ: સમય સારો છે, લાંબા સમયનું રોકાણ કરી શકો છો, કાર્યક્ષેત્રમાં તમારા પ્રતિનિધિઓને તમે પહોંચી વળશો, સ્વાસ્થ્ય સારું રહેશે.

વૃષભ: તમારો સમય બાળકો સાથે પસાર કરો, જેથી તમારામાં નવી ઉર્જા આવે, લાંબા સમયથી રોકાયેલા નાણા વળતર મળવાની આશા છે.

મિથુન: આજે તમને આર્થિક તંગી જણાશે, થોડી મહેનત કરવી પડે, કોઇના વાદ-વિવાદમાં ન પડવા સૂચન છે.

કર્ક: ઉતાર ચઢાવ સાથે આજનો દિવસ પસાર થાય, કોઇપણ કાર્યમાં આજે તમે કોઇનો સહયોગ ચોક્કસ લેજો, સ્વાસ્થ્ય મધ્યમ રહે.

સિંહ: સુખ શાંતિથી દિવસ પસાર કરી શકશો, વાતાવરણમાં ખુશનમાં રહેશે, તમારો મજાકીયો સ્વભાવ કદાચ નાના મોટા વિવાદનું કારણ બની જાય.

કન્યા: આજના દિવસે દરેક કાર્યમાં સાવધાની રાખવાની રહેશે, આગળ બનાવેલી યોજનાઓમાં અસફળતાના સંકેત મળી શકે, તમારા માનસિક તળાવથી પરિવારમાં નિરાશા છવાય.

તુલા: સામાજિક ક્ષેત્રે માન-સન્માન પ્રાપ્ત કરી શકશો, વ્યવસાયમાં લેવડ-દેવડનો વાદ-વિવાદ ઉભો થાય, સ્વાસ્થ્યમાં થોડી કમજોરી મહસુસ થાય.

વૃશ્વિક: આજે તમારો વ્યવહાર તમારા સ્વજનો સાથે વિવેક ભર્યો રાખવા સુચન છે, વ્યવસાયમાં તમને અચાનક લાભ થવાની શક્યતા છે, વિવેક અને બુદ્વિથી કામ લેશો તો ધન અને માન બંને પ્રાપ્ત કરશો.

ધન: ઘર અને વ્યવસાયમાં તાલમેલ નહીં જાળવી શકો, ઉતાવળીયો નિર્ણય લેવો નહીં, શરદી-ખાંસી જેવા દર્દ થાય.

મકર: હાથે કરીને તમે ઝંઝટ ઉભી કરશો, વ્યવસાયમાં મહેનત કર્યા પછી પણ લાભ નહીં મેળવી શકો.

કુંભ: આજનો દિવસ તમારી દિનચર્યા પાછળના દિવસો કરતા થોડી સુધરતી જણાય, ગુસ્સાના કારણે થોડી પરિવારમાં કડવાટ થાય.

મીન: આજે પરિસ્થિતિ તમારા માટે નવા માર્ગ બનાવશે, દિવસના શરૂઆતથી જ મન શાંત રહેશે, ઘરેલું વાતાવરણમાં સામાન્ય રકઝક થાય.

કૃષિમાં આયર્ન ઓર ટ્રેઇલિંગ્સના ઉપયોગ પર ક્રાંતિકારી સંશોધન માટે AM/NS India અને ICAR-IARIએ હાથ મિલાવ્યા
સુરત , સપ્ટેમ્બર 01, 2026: આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) અને ઈન્ડિયા કાઉન્સિલ ઓફ એગ્રિકલ્ચરલ રિસર્ચ – ઈન્ડિયન એગ્રિકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ (ICAR-IARI)એ આજે કૃષિ ક્ષેત્રે આયર્ન ઓર (અયસ્ક) ટ્રેઇલિંગ્સના ટકાઉ ઉપયોગ અંગે અદ્યતન સંશોધન હાથ ધરવા માટે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે. જે ભારતમાં સર્ક્યુલર અર્થતંત્ર અને સંસાધન સંરક્ષણ તરફનું એક નોંધપાત્ર પગલું છે.

આ સમજૂતી કરાર પર ડો. વિશ્વનાશન એન., હેડ – રિસર્ચ એન્ડ ડેવોલપમેન્ટ, AM/NS India અને ડો. સી. વિશ્વનાથન, સંયુક્ત નિર્દેશક (સંશોધન), ICAR-IARI દ્વારા ડો. ભૂપિન્દર સિંઘ, મુખ્ય વૈજ્ઞાનિક અને તપાસકર્તા ICAR-IARI સહિત બંને સંસ્થાઓના અન્ય વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં ઔપચારિક રીતે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

આ સહયોગ વર્ષ 2024માં AM/NS India અને ICAR-IARI વચ્ચે કૃષિમાં આયર્ન ઓર ટ્રેઇલિંગ્સની ટકાઉતા શોધવા માટે શરૂ કરવામાં આવેલા પ્રાથમિક અભ્યાસોને પ્રોત્સાહિત કરવા પર આધારિત છે, કારણ કે આયર્ન ઓરના બેનેફિકેશન (શુદ્ધિકરણ) દરમિયાન ઉત્પન્ન થતા આયર્ન ઓર ટ્રેઇલિંગ્માં કુદરતી બનતા ખનીજો જેવા કે સિલિકા, આયર્ન ઓક્સાઇડ્સ, એલ્યુમિના, કેલ્શિયમ અને મેગ્નેશિયમ તથા અન્ય સૂક્ષ્મ અને લાભદાયી પોષકતત્વો હોવાનું જાણવા મળ્યું છે, જેનો ઉપયોગ પાક ઉત્પાદન અને જમીનનાં સ્વાસ્થ્યને ટકાવી રાખવા માટે કરી શકાય છે.

શરૂઆતમાં પ્રયોગશાળા અને ક્ષેત્રીય અભ્યાસ નવી દિલ્હીના ICAR-IARI અને છત્તીસગઢના કિરનદુલમાં AM/NS Indiaના બેનેફિકેશન સુવિધા નજીક હાથ ધરવામાં આવ્યો હતો. આ પ્રયોગ દરમિયાન આશાસ્પદ પરિણામો મળ્યા હતા. સંશોધનમાં ડાંગર, ઘઉં અને શાકભાજી સહિતના પાકો માટે આવશ્યક અને લાભદાયક ખનીજ પોષકતત્વોના સ્ત્રોત તરીકે આયર્ન ઓર ટ્રેઇલિંગ્સનો ઉપયોગ કરવા માટેની સંભાવના દર્શાવવામાં આવી હતી.

પ્રવર્તમાન એમઓયુ નવી દિલ્હીના ICAR-IAR ખાતે અને કિરનદુલુમાં AM/NS India ખાતે હાથ ધરાનારા અનેક ઋતુઓમાં લાંબા ગાળાના વૈજ્ઞાનિક અભ્યાસો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેથી પાકના પ્રતિસાદ, પોષક ઉપલબ્ધતા, ફાઇટો-ટોક્સિસિટી, લિચિંગ લાક્ષણિકતાઓ અને એકંદર પર્યાવરણીય અસરનું મૂલ્યાંકન કરી શકાય. આ સંશોધનનો ઉદ્દેશ મજબૂત વૈજ્ઞાનિક પુરાવાને સ્થાપિત કરવાનો છે, જે કૃષિમાં આયર્ન ઓર ટ્રેઇલિંગ્સના સુરક્ષિત અને લાભદાયક ઉપયોગને સક્ષમ અને સુનિશ્ચિત કરી શકે. આ ખાણની બાય-પ્રોડક્ટ્સના લાંબા ગાળાના સંગ્રહ માટેની જરૂરિયાતને ઘટાડવામાં સહાય કરશે.

આ અભૂતપૂર્વ સંશોધન સહયોગનો ઉદ્દેશ ખાણ ક્ષેત્રની બાય-પ્રોડક્ટ્સ પૈકીની એક માટે ટકાઉ ઉકેલ શોધવાનો છે, જે કૃષિ ઉત્પાદકતા અને પર્યાવરણીય વ્યવસ્થાપનમાં પણ યોગદાન આપશે. અગ્રણી વૈજ્ઞાનિક પ્રોયોગો અને ચકાસણી દ્વારા, આ પ્રોજેક્ટ આયર્ન ઓર ટ્રેઇલિંગ્સના સુરક્ષિત અને લાભદાયક ઉપયોગને પ્રોત્સાહિત કરતા ટેકનોલોજીકલ નવીનીકરણ પૂરા પાડવાનો પ્રયત્ન કરશે, આ ઉપરાંત તે કુદરતી સંસાધન સંરક્ષણ, કચરાના ન્યુનતમીકરણ અને પર્યાવરણીય રીતે ટકાઉ વ્યવસ્થાપનમાં સહાય કરશે, કચરો ઘટાડશે, રાસાયણિક ખાતરોની આયાત ઘટાડશે અને કૃષિમાં વન હેલ્થ અભિગમને ટેકો આપશે, સાથે-સાથે તે લાંબાગાળાના સંગ્રહની આવશ્યકતા હોય એવી સામગ્રીઓમાંથી મૂલ્ય અને સંપત્તિનાં સર્જનની તકો ઊભી કરશે.

હિરૂ ઇશિબાશી, ડિરેક્ટર અને વાઈસ પ્રેસિડેન્ટ – ટેકનોલોજી, AM/NS Indiaએ જણાવ્યું હતું કે: “AM/NS India ખાતે, ટકાઉપણું અને નવીનતા એક સાથે ચાલે છે. ICAR-IAR સાથેનો આ સહયોગ વિજ્ઞાન આધારિત સંશોધન મારફતે આયર્ન ઓર ટ્રેએલિંગ્સની સંભાવનાને અનલોક કરવા માટેના અગ્રણી પ્રયાસોનું પ્રતિનિધિત્ત્વ કરે છે. જો સફળ રહેશે તો, આ પહેલ ટકાઉ કૃષિ અને સંસાધન સંરક્ષણને ટેકો આપતી વખતે બાય-પ્રોડક્ટના સંગ્રહ સાથે સંકળાયેલા પર્યાવરણીય પ્રભાવને ઘટાડીને લાભદાયક પરિણામો લાવી શકે છે. તે સર્ક્યુલર અર્થંત્રના ઉકેલોને આગળ ધપાવવા માટેની અમારી વચનબદ્ધત્તાને પ્રતિબિંબિત કરે છે, જેનાથી ઉદ્યોગ અને સમાજ બંનેને લાભ થાય.”

ડો. ભૂપિન્દર સિંઘે, પ્રોજેક્ટના મુખ્ય તપાસકર્તાએ જણાવ્યું હતું કે: “આ ખેતી, ઔદ્યોગિક બાય-પ્રોડક્ટ્સનું વૈજ્ઞાનિક મૂલ્યાંકન તેમના લાભદાયક ઉપયોગોને વિકસાવવા માટે પૂર્વશરત છે. હકીકતમાં, કચરાનું મૂલ્યાંકન ટકાઉ કૃષિ અને પર્યાવરણ માટે સંશોધનનું મહત્ત્વપૂર્ણ ક્ષેત્ર છે. અમારા આરંભિક પ્રયાસોએ કૃષિ પ્રણાલીમાં આયર્ન ઓર ટ્રેઇલિંગ્સના સંભવિત ઉપયોગ અંગે પ્રોત્સાહક સંકેતો દર્શાવ્યા છે. આ AM/NS India સાથેના લાંબા ગાળાના સહયોગી કાર્યક્રમ મારફતે, અમે કૃષિ કામગીરી, પર્યાવરણીય સુરક્ષા અને પોષકતત્વોની ગતિશીલતા પર સમગ્રલક્ષી વૈજ્ઞાનિક ડેટા ઉત્પન્ન કરવાનો લક્ષ્યાંક ધરાવીએ છીએ, જે ખાસ કરીને નબળી અને બિનઉપજાઉ જમીનમાં આયર્નની ઉણપને દૂર કરવા અને બાયોફોર્ટિફિકેશનના પ્રયત્નોને ટેકો આપવા માટે કૃષિ ઉત્પાદોમાં આયર્નનું પ્રમાણ સુધારવા માટે આયર્ન ઓર ટ્રેઇલિંગ્સના જવાબદાર ઉપયોગ માટે પુરાવા-આધારિત માર્ગો વિકસાવવામાં સહાય કરી શકે છે.”

ICAR-IAR સાથેના સહયોગથી ઔદ્યોગિક બાય-પ્રોડક્ટ્સનાં મૂલ્યવાન સંસાધનોમાં રૂપાંતરણ માટેના સંભવિત માર્ગોનો વધુ વિસ્તાર થાય છે, જે પર્યાવરણીય સુરક્ષા અને સામાજિક લાભમાં યોગદાન આપે છે.

આ પહેલ AM/NS Indiaની વ્યાપક ટકાઉપણાની વ્યુહરચના સાથે સંરેખિત છે, જે સંશાધન અસરકારકતા, કચરાનાં મૂલ્યાંકન અને સર્ક્યુલર અર્થતંત્રની પ્રથાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. કંપની સંશાધનોના ઉપયોગને વધારવા માટે ઘણી પહેલોનો અમલ કરી રહી છે, જેમાં મોટા પાયે સ્ટીલ સ્ક્રેપ રિસાઇકલિંગ, આંતરમાળખાકીય સુવિધાના વિકાસ માટે સ્ટીલ સ્લેગનું તેની બ્રાન્ડેડ એગ્રીગેટ પ્રોડક્ટ “આકાર” માં રૂપાંતરણ, ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ સિસ્ટમ મારફતે વ્યાપક જળ રિસાઇક્લિંગ, અને તેની કામગીરીમાં ઉત્પન્ન થતી 90%થી વધુ બાય-પ્રોડક્ટસનો પુનઃઉપયોગ અથવા રિસાઇક્લિંગનો સમાવેશ થાય છે.

અડધું ગુજરાત વરસાદથી અછતગ્રસ્ત
દિલીપ પટેલ

108 તાલુકામાં ઓછો વરસાદ થતાં પાક નિષ્ફળ જવાની તૈયારીમાં છે. જ્યાં સિંચાઈનું પાણી નથી ત્યાં પાક સુકાઈ ગયા છે. તેનાથી 56 લાખ ખેડૂતોમાંથી 25 લાખ ખેડૂતો પ્રભાવિત થયા છે.

નુકસાનની સંભાવના: ગુજરાતમાં ચોમાસામાં મુખ્ય પાકોનું આશરે 1.80થી 2 લાખ મેટ્રિક ટન ઉત્પાદન આશરે થાય છે. જેનું ન્યૂનતમ ટેકાના ભાવે બજાર મૂલ્યા આશરે રૂ. 45થી 55 હજાર કરોડ થતું હોવાનું માનવામાં આવે છે. તેમાં દક્ષિણ ગુજરાતને બાદ કરતાં મોટું નુકસાન થવાની સંભાવના ખેડૂતો બતાવી રહ્યાં છે.

108 તાલુકા પ્રભાવિત: ગુજરાતમાં 34 જિલ્લામાં 265 તાલુકામાંથી 108 તાલુકામાં વરસાદની અછત થતાં તેને અછતગ્રસ્ત જાહેર કરવા પડે એમ છે. 11 જિલ્લા એવા છે કે તેના તમામ તાલુકામાં કૃષિ પાક નિષ્ફળ જવાની તૈયારી છે.

11 જિલ્લા પ્રભાવિત: 11 જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ 6 ટકાથી 65 ટકા થયો છે જ્યાં પાક નાશ થઈ રહ્યો છે. કચ્છ જિલ્લો, રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, બનાસકાંઠા, અરવલ્લી, પાટણ, વાવ-થરાદ, સાબરકાંઠા
ઓછા વરસાદના કારણે બીજા તાલુકામાં પાકના ઉત્પાદન ઘટવાની શક્યતા છે. આમ એવું કહી શકાય કે અડધા ગુજરાતના એટલે કે 132 તાલુકામાં ખેડૂતો અને પશુઓ પર અફત આવી ચૂડી છે.

કચ્છ
કચ્છ જિલ્લો - 10 તમામ તાલુકા
અબડાસા - 10.28
અંજાર - 17.29
ભચાઉ - 38.38
ભુજ - 32.70
ગાંધીધામ - 33.69
લખપત - 20.00
માંડવી - 16.58
મુંદ્રા - 25.65
નખત્રાણા - 27.87
રાપર - 67.28
જિલ્લાની સરેરાશ - 29.29

ઉત્તર ગુજરાત

પાટણ જિલ્લો 9 તાલુકામાંથી 7 તાલુકામાં અછત
ચાણસ્મા - 54.26
હારીજ - 50.43
પાટણ - 65.27
સમી - 50.58
સરસ્વતી - 60.49
શંખેશ્વર - 58.15
સિદ્ધપુર - 45.54
રાધનપુર - 103.05
સાંતલપુર - 117.37
જિલ્લાની સરેરાશ - 66.46

બનાસકાંઠા જિલ્લો  10 તાલુકામાંથી 9 તાલુકામાં અછત
અમીરગઢ - 39.26
દાંતા - 46.69
દાંતીવાડા - 62.65
ડીસા - 59.08
ધાનેરા - 47.56
હડાદ - 46.03
કાંકરેજ - 51.70
પાલનપુર - 49.31
વડગામ - 47.75
ઓગડ - 74.65
જિલ્લાની સરેરાશ - 51.25

વાવ-થરાદ 8 તાલુકામાંથી 6 તાલુકા અછત
ધરણીધર - 56.70
લાખણી - 51.17
રાહ - 62.99
સુઇગામ - 61.61
થરાદ - 62.34
વાવ - 34.95
ભાભર - 104.31
દિયોદર - 113.38
જિલ્લાની સરેરાશ - 69.22

મહેસાણા જિલ્લો  10 તાલુકામાંથી 8 તાલુકા અછત

જોટાણા - 62.42
ખેરાલુ - 63.43
મહેસાણા - 51.66
સતલાસણા - 53.28
ઊંઝા - 34.94
વડનગર - 44.96
વિજાપુર - 59.57
વિસનગર - 50.89
બેચરાજી - 72.92
કડી - 118.37
જિલ્લાની સરેરાશ - 62.34

સાબરકાંઠા જિલ્લો  8 તાલુકામાંથી 7 તાલુકા
હિંમતનગર - 53.14
ઇડર - 38.22
ખેડબ્રહ્મા - 35.69
પોશિના - 36.45
પ્રાંતિજ - 57.93
વડાલી - 37.66
વિજયનગર - 43.95
તલોદ - 71.46
જિલ્લાની સરેરાશ - 46.61

અરવલ્લી જિલ્લો 8 તાલુકામાંથી 8માં અછત
બાયડ - 50.11
ભિલોડા - 44.83
ધનસુરા - 55.38
માલપુર - 37.21
મેઘરજ - 45.31
મોડાસા - 47.71
સાઠંબા - 56.56
શામળાજી - 31.66
જિલ્લાની સરેરાશ - 46.22

ગાંધીનગર જિલ્લો  4 તાલુકામાંથી 4 તાલુકામાં અછત
દહેગામ - 62.86
ગાંધીનગર - 59.86
કલોલ - 63.08
માણસા - 62.73
જિલ્લાની સરેરાશ - 62.20

ઉત્તર ગુજરાત રીજીયન સરેરાશ - 56.23

સૌરાષ્ટ્રમાં વરસાદ

સુરેન્દ્રનગર જિલ્લો 10 તાલુકામાં વરસાદ

ચુડા - 84.31
દસાડા - 91.03
ધ્રાંગધ્રા - 82.79
લખતર - 99.03
લીંબડી - 71.38
મૂળી - 78.82
સાયલા - 91.61
થાનગઢ - 81.09
વઢવાણ - 82.94
ચોટીલા - 68.19
જિલ્લાની સરેરાશ - 82.83

રાજકોટ જિલ્લો  11 તાલુકામાંથી 11 તાલુકામાં અછત
ધોરાજી - 49.46
ગોંડલ - 58.71
જામકંડોરણા - 58.48
જસદણ - 42.56
જેતપુર - 55.74
કોટડા સાંગાણી - 46.08
લોધિકા - 48.87
પડધરી - 47.58
રાજકોટ - 48.33
ઉપલેટા - 27.06
વિંછીયા - 30.57
જિલ્લાની સરેરાશ - 47.09

મોરબી જિલ્લો  5 તાલુકામાંથી 1 તાલુકામાં અછત
ટંકારા - 58.05
હળવદ - 91.47
માળિયા - 85.58
મોરબી - 87.57
વાંકાનેર - 83.72
જિલ્લાની સરેરાશ - 80.35

જામનગર જિલ્લો 6 તાલુકામાંથી 6 તાલુકામાં અછત
ધ્રોલ - 33.18
જામજોધપુર - 37.74
જામનગર - 20.41
જોડિયા - 32.10
કાલાવડ - 33.38
લાલપુર - 18.50
જિલ્લાની સરેરાશ - 28.88

દેવભૂમિ દ્વારકા જિલ્લો  4 તાલુકામાંથી 4 તાલુકામાં અછત
ભાણવડ - 9.75
દ્વારકા - 2.28
કલ્યાણપુર - 3.41
ખંભાળિયા - 9.54
જિલ્લાની સરેરાશ - 6.41

પોરબંદર જિલ્લો  3 તાલુકામાંથી 3 તાલુકામાં અછત
કુતિયાણા - 31.16
પોરબંદર - 9.34
રાણાવાવ - 13.46
જિલ્લાની સરેરાશ - 18.12

જૂનાગઢ જિલ્લો  10 તાલુકામાંથી 7 તાલુકામાં અછત
ભેસાણ - 51.00
જૂનાગઢ - 33.12
જૂનાગઢ સિટી - 33.12
માણાવદર -  45.95
મેંદરડા - 59.77
વંથલી - 31.92
વિસાવદર - 34.20
માળિયા હાટીના - 78.33
કેશોદ - 87.27
માંગરોળ  - 110.05
જિલ્લાની સરેરાશ - 55.65

ગીર સોમનાથ જિલ્લો 6 તાલુકામાંથી 6 તાલુકામાં અછત
ગીર ગઢડા - 31.03
કોડિનાર - 39.74
સુત્રાપાડા - 64.10
તાલાલા - 31.78
ઉના - 54.25
પાટણ-વેરાવળ - 60.31
જિલ્લાની સરેરાશ - 46.62

અમરેલી જિલ્લો 11 તાલુકામાંથી 5 તાલુકામાં અછત
બાબરા - 58.61
ધારી - 63.23
જાફરાબાદ - 55.43
ખાંભા - 76.95
લાઠી - 68.26
બગસરા - 72.34
કુંકાવાવ વડિયા - 76.03
અમરેલી - 78.24
લીલીયા - 82.80
રાજુલા - 96.26
સાવરકુંડલા - 81.83
જિલ્લાની સરેરાશ - 73.89

ભાવનગર જિલ્લો 10 તાલુકામાંથી 4 તાલુકામાં અછત
તળાજા - 55.54
પાલીતાણા - 67.99
ભાવનગર - 65.59
જેસર - 57.79
ઘોઘા - 72.68
મહુવા - 88.99
સિહોર - 83.51
ઉમરાળા - 72.26
વલ્લભીપુર - 68.79
જિલ્લાની સરેરાશ - 72.57
ગારિયાધાર - 96.22

બોટાદ જિલ્લો 4 તાલુકામાંથી 2 તાલુકામાં અછત
ગઢડા - 61.04
રાણપુર - 58.37
બોટાદ -  80.16
બરવાળા - 85.29
જિલ્લાની સરેરાશ - 71.58

સૌરાષ્ટ્ર રીજીયન સરેરાશ 56.01

સુરતનું રિસર્ચ-આધારિત સ્ટાર્ટઅપ 'નવીનમાર્ટ', ઈ-કોમર્સમાં શ્રેષ્ઠ કામગીરી માટે 'MY FM એક્સેલન્સ એવોર્ડ 2026' થી સન્માનિત
સુરત (ગુજરાત) [ભારત], 27 ઓગસ્ટ: સુરત સ્થિત નવીન ઇલેક્ટ્રોનિક્સના ઇ-કોમર્સ વેંચર, 'નવીનમાર્ટ' ને ઇ-કોમર્સમાં ઉત્તમ કામગીરી માટે "MY FM એક્સેલન્સ એવોર્ડ 2026" થી સન્માનિત કરવામાં આવ્યું છે. આ એવોર્ડ અધિકૃત વિક્રેતાઓ, ગ્રાહકોને આફ્ટર સેલ્સ સર્વિસ અને ઇલેક્ટ્રોનિક્સ રિટેલ ઉદ્યોગમાં પાંચ દાયકાથી વધુના અનુભવની સાથે એક હાઇપર-લોકલ ઓનલાઈન માર્કેટપ્લેસ બનવાના તેના અભિગમને માન્યતા આપે છે.

2025માં લોંચ થયેલ, 'નવીનમાર્ટ' એક રિસર્ચ આધારિત ઈ-કોમર્સ વેંચર છે, જે નવીન ઇલેક્ટ્રોનિક્સ દ્વારા ઓનલાઇન શોપિંગ અંગે ગ્રાહકોની બદલાતી અપેક્ષાઓને પૂરી કરવા માટે ડેવલપ કરવામાં આવ્યું છે. તેણે એક ફિઝિકલ રિટેલ બિઝનેસ સાથે સંકળાયેલા વિશ્વાસ અને સર્વિસને જાળવી રાખ્યું છે. આ પ્લેટફોર્મ, ઓનલાઇન શોપિંગની સુવિધાને એક જાણીતા લોકલ રિટેલરની વિવિઘ પ્રોડક્ટની માહિતી, ઓથોરાઈઝ્ડ સેલર નેટવર્ક અને આફ્ટર સેલ્સ ક્ષમતાની સાથે જોડે છે.

નવીનમાર્ટ વતી સહ-સ્થાપક સૌરવ જેતવાની અને આશુતોષ જેતવાની દ્વારા "MY FM એક્સેલન્સ એવોર્ડ 2026" સ્વીકારવામાં આવ્યો હતો. આ સન્માન અંગે તેમણે જણાવ્યું હતું કે, “આ એવોર્ડ, નવીનમાર્ટ માટે એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે. ખાસ કરીને એટલા માટે કે, અમે હજુ પણ એક નવું વેંચર છીએ. અમે એક સરળ વિચાર સાથે નવીનમાર્ટની શરૂઆત કરી હતી, જેમાં એક ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું હતું, જે ગ્રાહક અને સ્થાનિક બજારને વધુ સારી રીતે સમજી શકે. ઇલેક્ટ્રોનિક્સ રિટેલમાં અમારા પાંચ દાયકાથી વધુના અનુભવે અમને એ સમજવામાં મદદ કરી છે કે, ગ્રાહકો કિંમત ઉપરાંત શું શોધે છે, જેમાં અસલી પ્રોડક્ટ, ભરોસાપાત્ર સલાહ અને ખરીદી પછીનો સપોર્ટ સામેલ છે. અમે ખરેખર ખુબજ ગૌરવ અનુભવીએ છીએ કે, આ અભિગમને માન્યતા મળી છે."

સેલર્સના વિશાળ નેટવર્કને એકસાથે લાવતા પરંપરાગત માર્કેટપ્લેસથી વિપરીત, નવીનમાર્ટ બ્રાન્ડ-અધિકૃત વિક્રેતાઓ પર ભાર મૂકે છે. જેનાથી ગ્રાહકોને ઉત્પાદનની પ્રામાણિકતા અને વાસ્તવિક ઉત્પાદનો પર વધુ વિશ્વાસ બેસે છે. આ પ્લેટફોર્મ હાઇપર-લોકલ માર્કેટપ્લેસ મોડેલને પણ ફોલો કરે છે.

એક બીજી ખાસ વાત, તેની આફ્ટર-સેલ્સ સર્વિસ આપવાની પદ્ધતિ છે. નવીનમાર્ટનો ઉદ્દેશ્ય, ગ્રાહકોને ખરીદી પછી વ્યક્તિગત મદદ પૂરી પાડવાનો છે, જે નવીન ઇલેક્ટ્રોનિક્સના વર્ષોના અનુભવ અને સર્વિસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા સમર્થિત છે. આનાથી કંપની પોઈન્ટ ઓફ સેલ ઉપરાંત પણ ગ્રાહકો સાથે સતત જોડાયેલી રહે છે.
ઉલ્લેખનીય છે કે, 'નવીનમાર્ટ' કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, હોમ એપ્લાયન્સિસ, સ્માર્ટફોન અને મોબાઇલ એસેસરીઝ, વેરેબલ્સ, બ્યુટી અને ગ્રુમિંગ પ્રોડક્ટ્સ અને અન્ય લાઇફસ્ટાઇલ કેટેગરીમાં વિવિધ ઉત્પાદનો ઓફર કરે છે. આ પ્લેટફોર્મ, નવીન ઇલેક્ટ્રોનિક્સના રિટેલ નેટવર્ક દ્વારા ઉપલબ્ધ સપોર્ટ સાથે તેની ઓનલાઇન હાજરીને જોડતી વખતે ઑફર્સ, સ્પર્ધાત્મક કિંમત, EMI વિકલ્પો અને ડિલિવરી સર્વિસ પણ પ્રદાન કરે છે.

MY FM તરફથી આ સન્માન એવાં સમયે મળ્યું છે, જ્યારે 'નવીનમાર્ટ' ડિજિટલ રિટેલ સેગમેન્ટમાં તેની હાજરીને મજબૂત બનાવી રહ્યું છે અને નવીન ઇલેક્ટ્રોનિક્સના વારસાને આગળ વધારી રહ્યું છે. ગ્રાહકોના વિશ્વાસ, સર્વિસ અને સુવિધા પર ફોકસ કરવા સાથે, કંપની તેની પહોંચ વધારવાનો અને નવીનમાર્ટને એક અગ્રણી ઈ-કોમર્સ પ્લેટફોર્મ તરીકે સ્થાપિત કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે.

ફિટનેસ સર્ટિફિકેટની મુદત પૂરી થઇ ગઇ હોય તો પણ વીમો મળવાપાત્ર છે: કોર્ટ
શ્રી ચલથાણ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લીમીટેડ (ફરિયાદી)એ એડવોકેટ શ્રેયસ દેસાઈ મારફત એક વીમા કંપની વિરુદ્ધ દાખલ કરાવેલ ફરિયાદની વિગત એવી હતી કે, ફરિયાદીએ "ન્યુ હોલેન્ડ" કંપનીનું Sugarcane Harvester (હાર્વેસ્ટર) તરીકે ઓળખાતું (મશીન વાહન) તા. 27/05/2012 ના અરસામાં મશીનનો વીમો રૂ. 79.35 લાખનો સામાવાળા વીમો કંપનીથી લેવામાં આવેલો હતો.

વીમો અમલમાં હતો તે દરમ્યાન  હાર્વેસ્ટર માંથી અચાનક ધુમાડો નીકળેલો અને આગ લાગેલી. જેમાં મશીન લગભગ સંપૂર્ણત: નુકસાન પામેલું હાર્વેસ્ટરને થયેલ નુકસાન અંગે વીમા કંપનીને એ જ દિવસે એટલે જાણ ફરિયાદી તરફથી કરવામાં આવેલ હાર્વેસ્ટરના ઓથોરાઈઝડ ડિલર ને પણ થયેલ નુકસાન અંગે જાણ કરવામાં આવેલ. અને ડીલરના ટેકનીશિયનોએ સ્થળ પર આવીને નુકસાન અંગે તપાસ/ચકાસણી કરેલ અને ત્યારબાદ ફરિયાદીને હાર્વેસ્ટરને રીપેર કરવાનો કુલ ખર્ચ રૂ. 1,23,88,889.74/-નો આપેલો.

હાર્વેસ્ટરની કુલ કિંમત કરતા રીપેરીંગનો ખર્ચ વધી જતો હતો. જેથી નુકસાન અંગે કલેઈમ સામાવાળા વીમા કંપની Total Lossના ધોરણે સેટલ કરી IDVની રકમ એટલે કે, રૂ.79,34,490/- કલેઈમ પેટે ફરિયાદીને ચૂકવવા સામાવાળા વીમા કંપની બંધાયેલા હતા.

વીમા કંપની દ્વારા ફાયનલ સર્વે કરવામાં આવેલ પરંતુ, ત્યારબાદ, પણ 8 કે 10 મહિના પછી સામાવાળા વીમા કંપની ફરિયાદીનો કલેઈમ સેટલ કરેલો નહીં. કોઈ પણ જાતના વ્યાજબી કારણ વિના સામાવાળા વીમા કંપનીએ એક ઈન્વેસ્ટીગેટરની નિમણૂંક કરીને તેમની પાસે પણ ઈન્વેસ્ટીગેશન પણ કરાવેલું. ત્યારબાદ પણ સામાવાળા વીમા કંપનીએ ફરિયાદીનો કલેઈમ લાંબા સમય સુધી સેટલ ન કરાયેલો

ફરિયાદી તરફથી ઉપરોક્ત વારંવારની રજુઆતો અને ખાસ કરીને સામાવાળા વીમા કંપનીના ચેરમેન/મેનેજીંગ ડિરેક્ટરને કરાયેલ રજુઆત/ફરિયાદથી સામાવાળા કંપનીના જવાબદાર અધિકારીઓ ફરિયાદી પ્રત્યે પ્રેજ્યુડાઈઝડ અને નારાજ થઈ ગયેલા ત્યારબાદ, સામાવાળાએ ફરિયાદવાળા અકસ્માતથી નુકસાનના બનાવ બન્યાના લગભગ 23 મહિના પછી ફરિયાદીને તા. 07/12/2016 ના રોજનો પત્ર પાઠવી ફરિયાદીનો કલેઈમ નામંજૂર કરવાની જાણ કરવામાં આવેલ. મશીનમાં આગ લાગવાનાં દિવસ પહેલાં RTOનું Certificate of Periodical Inspection [C.P.I] ની મુદત પૂરી થઈ ગઈ હતી એવું જણાવીને એટલે કે હાર્વેસ્ટરને થયેલ નુકસાનની તારીખે હાર્વેસ્ટરનું CPI ન હોવાનું કારણ દર્શાવી ફરિયાદીનો કલેઇમ નામંજૂર કરાયેલો. જેથી ફરિયાદીએ ગુજરાત સ્ટેટ કમિશન સમક્ષ ફરિયાદ દાખલ કરાવી હતી.

ફરિયાદી તરફથી ફરિયાદમાં તેમજ રિ-જોઈન્ડરમાં એડવોકેટ શ્રેયસ દેસાઈ/પ્રાચી અર્પિત દેસાઈ/ઈશાન શ્રેયસ દેસાઈ દ્વારા રજૂઆત થઈ હતી કે, પરંતુ, વાસ્તવમાં ફરિયાદીની માહિતી અને સમજ મુજબ ફરિયાદીનું Sugarcane Harvester (હાર્વેસ્ટર) કૃષિ વિષયક (Agriculture) ના હેતુ માટેનું Special purpose vehicle હોવાથી કાનૂની જોગવાઈઓ મુજબ  CPI સંબંધિત જોગવાઈઓમાંથી Exemption યાની મુક્તિ આપેલ છે. અને, CPI ફરજીયાત નથી. પરંતુ,  Sugarcane Harvester (હાર્વેસ્ટર) ખરીદ્યા પછી પ્રથમવાર આર.ટી.ઓ.માં રજીસ્ટ્રેશન કરાવતી વખતે, ટેકનીકલ વાંધો ન આવે તે માટે Sugarcane Harvester (હાર્વેસ્ટર) નું CPI કરાવવામાં આવેલ હતું. અને ત્યારબાદ અકસ્માત વાળી ઘટના બન્યા પછી સર્વેયરે સર્વે કરતી વખતે CPI રીન્યુ ન કરાવ્યું હોય તો તે કરાવી લેવા જણાવેલું.

વળી, જો કોઈ સંજોગોમાં CPI જરૂરી હોવાનું અર્થઘટન કરવામાં આવે તો તેવા સંજોગોમાં પણ સામાવાળા નોન-સ્ટાન્ડર્ડ બેઝીસ પર ફરિયાદીનો કલેઈમ સેટલ કરવા જવાબદાર હતા અને છે. પરંતુ, ફરિયાદી તરફની વારંવાર વિનંતી પછી પણ સામાવાળા એ ફરિયાદીનો કલેઈમ ચૂકવેલો નહીં. જે સામાવાળાના પક્ષે ગંભીર બેદરકારી, અનફેર ટ્રેડ પ્રેક્ટિસ તથા સેવામાં ક્ષતિ દર્શાવે છે.

રાજ્ય ગ્રાહક કમિશનના ઇન્ચાર્જ પ્રમુખ  આઈ. ડી. પટેલ અને સભ્ય ડો. જે. જી. મેકવાનની બેન્ચે આપેલ હુકમમાં જણાવ્યું હતું કે, શુગરકેન હાર્વેસ્ટર એ ખેતીકામ માટેનું એક 'સ્પેશિયલ પર્પઝ વ્હીકલ' (Special Purpose Vehicle) છે, જે મુખ્યત્વે ખેતરોમાં વપરાય છે અને તે ટ્રાન્સપોર્ટ વાહન નથી. આગ લાગવાનું મૂળ કારણ શોર્ટ સર્કિટ છે. સી.પી.આઈ. ન હોવું એ પોલિસીની શરતોનો કોઈ ગંભીર કે મૂળભૂત ભંગ (Fundamental Breach) ગણી શકાય નહીં.

જો સી.પી.આઈ. ના હોય તોપણ સુપ્રિમ કોર્ટ અને નેશનલ કમિશનના પ્રસ્થાપિત સિદ્ધાંતો મુજબ કલેઇમ 'નોન-સ્ટાન્ડર્ડ' (Non-Standard Basis) ધોરણે એટલે કે IDV ના 75% રકમ ચૂકવીને સેટલ કરવો વીમા કંપની માટે કાયદાકીય રીતે બંધનકર્તા છે એમ જણાવી વાહનની IDV રકમના 75% લેખે રૂ. 59,51,617/- નો કલેઈમ ફરિયાદ દાખલ કર્યા તારીખથી રકમ વસૂલ થાય ત્યાં સુધી 8% ના વાર્ષિક વ્યાજ સાથે ચૂકવવા તથા માનસિક ત્રાસ પેટે રૂ. 25,000/- અને કાનૂની કાર્યવાહીના ખર્ચ પેટે રૂ. 10,000/- અલગથી ચૂકવવાનો વીમા કંપનીને આદેશ આપતો હુકમ કર્યો છે.

INCA મેપ ક્વિઝ 2026: AMNS ઈન્ટરનેશનલ સ્કૂલ વેસ્ટ ઝોનમાં ચેમ્પિયન
હઝીરા – સુરત, ઓગસ્ટ 29, 2026: એએમએનએસ ઈન્ટરનેશનલ સ્કૂલ, સુરત, ઓગસ્ટ 09, 2026ના રોજ યોજાયેલી INCA મેપ ક્વિઝ વેસ્ટ ઝોન 2026માં વેસ્ટ ઝોનલ ચેમ્પિયન બની છે. શાળાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને સપ્ટેમ્બર 13, 2026ના રોજ અમદાવાદમાં યોજાનારી નેશનલ રાઉન્ડ માટે ક્વોલિફાય કર્યું છે.

ઇન્ડિયન નેશનલ કાર્ટોગ્રાફિક એસોસિએશન (INCA), ગુજરાત શાખાના નેજા હેઠળ આયોજિત વેસ્ટ ઝોનલ રાઉન્ડમાં સુરત, વડોદરા અને અમદાવાદ ખાતેના કેન્દ્રોમાંથી ક્વોલિફાય થયેલી 100થી વધુ ટીમોએ ભાગ લીધો હતો. એએમએનએસ ઈન્ટરનેશનલ સ્કૂલ તરફથી 27 વિદ્યાર્થીઓની બનેલી કુલ નવ ટીમોએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ બે કલાકની ક્વિઝમાં ભાગ લીધો, જેમાં ટોપોગ્રાફિકલ મેપ્સ, સેટેલાઇટ ઇમેજરી, ભારતીય અને વિશ્વ ભૂગોળ, સામાન્ય જ્ઞાન, વર્તમાન પ્રવાહો તેમજ ISRO અને સ્પેસ સાયન્સ જેવા વિષયોનો સમાવેશ થતો હતો.

ધોરણ 10ના અથર્વ ત્રિપાઠી, મન ત્રિવેદી અને કનક જૈનની વિજેતા ટીમે ઝોનમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. એએમએનએસ ઈન્ટરનેશનલ સ્કૂલના ધોરણ 10ની અન્ય બે ટીમોએ પણ ટોપ 10માં સ્થાન મેળવ્યું હતું - શ્રાવ્યા પટેલ, જતન મોદી અને શ્લોકા ચોક્સીએ 7મું સ્થાન મેળવ્યું હતું, જ્યારે આરાધ્યા જૈન, કૃષ્ણ કુમાર ભટ્ટ અને જિહાન પટેલ 10માં ક્રમે રહ્યા હતા.

આ જીત એએમએનએસ ઈન્ટનેશનલ સ્કૂલ માટે ચોથું ઝોનલ ટાઇટલ છે, જે વિદ્યાર્થીઓની ભૂગોળ, કાર્ટોગ્રાફી, અવકાશીય અર્થઘટન અને વિવિધ વિષયોના જ્ઞાન પરની મજબૂત પકડને પ્રતિબિંબિત કરે છે.

આ સિદ્ધિ અંગે સુનિતા મટુ, પ્રિન્સિપાલ, એએમએનએસ ઈન્ટનેશનલ સ્કૂલે જણાવ્યું હતું: “આ સિદ્ધિ અમારા વિદ્યાર્થીઓની પ્રતિભા અને સમર્પણને ઉજાગર કરે છે. એએમએનએસ ઈન્ટનેશનલ સ્કૂલમાં અમે શીખવાના દરેક ક્ષેત્રમાં જિજ્ઞાસા અને શ્રેષ્ઠતાને પ્રોત્સાહન આપવા માટે સતત પ્રતિબદ્ધ છીએ.”