- Business
- ટ્રમ્પે તો લગ્નની સંખ્યા ઘટાડી દીધી, NRI વરરાજાની માંગ ઘટવા લાગી
ટ્રમ્પે તો લગ્નની સંખ્યા ઘટાડી દીધી, NRI વરરાજાની માંગ ઘટવા લાગી
ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર નાખવામાં આવેલા H-1B વિઝા ફી વધારાની ઊંડી અસર હવે દેખાવા લાગી છે. સૌથી મોટી અસર ભારતીય લગ્નો પર જોવા મળી રહી છે. હા ખરેખર, તેમણે H-1B વિઝાનું આવેદન કરનારા અરજદારો માટેની ફી 100,000 ડૉલર (આશરે રૂ. 88 લાખ) શું વધારી, જેના કારણે ભારતમાં USમાં કામ કરતા NRI વરરાજાની માંગમાં ઘટાડો થઇ ગયો. એક અહેવાલ મુજબ, જે પરિવારો પહેલા તેમના છોકરાઓ માટે આંતરરાષ્ટ્રીય સ્તરના સબંધો (જીવનસાથી)શોધી રહ્યા હતા, તેઓને હવે ટ્રમ્પની નીતિઓને કારણે આવા NRIsની સંભવિત નોકરી ગુમાવવાના સંકટને કારણે ચિંતામાં મુકાઈ ગયા છે અને હવે તેઓ તેમની યોજનાઓ બદલી રહ્યા છે.
ચાલો સૌથી પહેલા તમને બતાવી દઈએ કે, US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે H-1B વિઝા નિયમોમાં કયા ફેરફારો કર્યા છે. તો, જાણી લો કે H-1B વિઝા એ USમાં એક બિન-રહેણાંક વિઝા છે, જે કંપનીઓને ટેકનોલોજી, એન્જિનિયરિંગ, દવા, નાણાં અને શિક્ષણ જેવા ચોક્કસ ક્ષેત્રોમાં વિદેશી કામદારોને નોકરી પર રાખવાની મંજૂરી આપે છે. ટ્રમ્પના આ નવા નિયમ મુજબ, US કંપનીઓ વિદેશી કર્મચારીની પ્રવેશ અથવા પુનઃપ્રવેશ માટે દરેક H-1B અરજી માટે 100,000 ડૉલર (આશરે રૂ. 88.10 લાખ)નો ચાર્જ વસુલ કરવાની જાહેરાત કરી છે.
ટ્રમ્પના આ વિઝા ફીમાં થયેલા વધારો ભારત માટે ફટકો સાબિત થઈ રહ્યો છે, કારણ કે આ વિઝા સાથે USમાં કામ કરતા લોકોમાં ભારતીયોની સંખ્યા જ સૌથી વધુ છે. જો કે, તેમની સંખ્યા બદલાતી રહે છે, પરંતુ અહેવાલો સૂચવે છે કે, નાણાકીય વર્ષ 24માં કુલ મંજૂર H-1B વિઝા લાભાર્થીઓમાં ભારતીયોનું પ્રતિનિધિત્વ 71 ટકા હતું. જો કે, આ ફેરફારને લગતા હોબાળા વચ્ચે, વ્હાઇટ હાઉસે તાજેતરમાં પરિસ્થિતિ સ્પષ્ટ કરી. પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે જણાવ્યું હતું કે, આ વિઝા ફી હાલના વિઝા ધારકો પર લાદવામાં આવશે નહીં, પરંતુ ફક્ત નવી અરજીઓ પર લાદવામાં આવશે. વધુમાં, આ ફી રીન્યુઅલ પર પણ લાગુ થશે નહીં.
ભલે વ્હાઇટ હાઉસે ટ્રમ્પના H-1B વિઝા ફી નિયમ અંગે સ્પષ્ટતા કરી હોય, પરંતુ તેની અસર ભારતમાં જોવા મળી રહી છે. ખાસ કરીને એવા લોકોમાં તેના વિશે ભય વધુ ઘેરો બન્યો છે, જેઓ તેમના બાળકોના લગ્ન NRI સાથે કરાવવાની યોજના બનાવી રહ્યા હતા. મેચમેકર્સ અને નિષ્ણાતોનો ઉલ્લેખ કરીને એક સમાચાર એજન્સીએ પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે, અમેરિકાની કડક ઇમિગ્રેશન નીતિઓ, અને ખાસ કરીને H-1B વિઝા ફીમાં વધારો, ભારતીય પરિવારોને તેમના બાળકોના લગ્ન અમેરિકામાં રહેલા ભારતીય નાગરિકો સાથે કરાવવા માટેની ઇચ્છામાં ઘટાડો આવી રહ્યો છે. આનો અર્થ એ થયો કે ટ્રમ્પના વિઝા ફીમાં થયેલા વધારાને કારણે ભારતમાં NRI વરરાજાની માંગ ઘટી રહી છે.
બેસ્પોક મેચમેકિંગ સેવા વોઝ ફોર એટરનિટીના સ્થાપક અનુરાધા ગુપ્તા કહે છે કે, ભારત અને વિદેશમાં રહેતા ભારતીય નાગરિકો વચ્ચેના લગ્ન અંગે કોઈ સત્તાવાર સરકારી ડેટા ઉપલબ્ધ નથી, પરંતુ ટ્રમ્પના આ વિઝા ફીમાં વધારાની જાહેરાત પછી આ પરિવર્તન વ્યાપકપણે અનુભવાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં દુનિયાના સૌથી વધારે ભારતીય NRI રહે છે, જેમાં આશરે 21 લાખ NRI છે. તેમને લાંબા સમયથી લગ્નની શ્રેષ્ઠ સંભાવના માનવામાં આવે છે, પરંતુ આ વિચારધારા હવે બદલાઈ રહી છે.
અનુરાધા ગુપ્તાના મતે, ઘણા ભારતીયો માટે, અમેરિકામાં રહેતા ભારતીય મૂળના પુરુષ સાથે લગ્ન કરવાને ઘણીવાર આર્થિક સુરક્ષાની ટિકિટ માનવામાં આવતી હતી. આ ધારણા ઝડપથી ઓછી થઇ રહી હોય એમ લાગે છે. આ અસર અંગે વાત કરીએ તો, હરિયાણાની 19 વર્ષીય મેડિકલ સ્ટુડન્ટ સિદ્ધિ શર્મા લાંબા સમયથી અમેરિકામાં રહીને જીવન જીવવાની યોજના બનાવી રહી હતી, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓએ તેનો વિચાર બદલી નાખ્યો. તેણે સમાચાર એજન્સીને જણાવ્યું કે, 'મેં હંમેશા લગ્ન પછી અમેરિકામાં સ્થાયી થવાનું સપનું જોયું હતું. પરંતુ ટ્રમ્પે મારા માટે દરવાજા બંધ કરી દીધા છે.'
ક્વિક મેરેજીસના MD વનજા રાવે જણાવ્યું હતું કે, ગયા વર્ષ સુધી, NRI અને વિદેશમાં સ્થાયી થયેલા પુરુષોના લગ્નની માંગ અને ક્રેઝ ખૂબ જ વધારે હતો. પરંતુ હવે, ટ્રમ્પના સત્તામાં આવ્યા પછી લેવામાં આવેલા નિર્ણયોને કારણે આ ઘટાડો થયો છે. H-1B વિઝા ફીમાં થયેલા વધારાથી અંધાધૂંધી અને પ્રતિબંધો પછી ગભરાટ એટલો બધો વધી ગયો છે કે, લગભગ પાંચ દાયકાથી પોતાનો વ્યવસાય ચલાવી રહેલી રાવ કહે છે કે, કેટલાક પરિવારો હવે NRI વરરાજા સાથે લગ્ન કરવાનું સંપૂર્ણપણે ટાળી રહ્યા છે. આની અસર મેચમેકિંગ કંપનીઓ પર પણ દેખાઈ રહી છે.
અહેવાલો અનુસાર, ટ્રમ્પની જાહેરાત પછી કેટલાક મેચમેકિંગ સર્વિસ પ્રોવાઇડર્સે ફેરફારો પણ લાગુ કર્યા છે. 'નૉટ.ડેટિંગ', 'પ્રીમિયમ મેચમેકિંગ એપ' એ તાજેતરમાં US વિઝા ફિલ્ટર શરુ કર્યું છે, જેમાં પરિવારોને તેમના વિઝા સ્ટેટસના આધારે સંભવિત NRI સબંધો (જીવનસાથી)ની તપાસ કરવાની મંજૂરી આપે છે. તેની અસર પણ દેખાઈ છે, અને કંપનીના જણાવ્યા અનુસાર, ગયા સપ્ટેમ્બરમાં આ સુવિધા શરૂ થઈ ત્યારથી આશરે 1,000 NRIએ સાઇન અપ કર્યું છે, જેમાંથી 60 ટકા H-1B વિઝા ધારકો છે.

