10 વર્ષની છોકરીનો કમાલ, એક મહિનામાં આ રીતે એક કરોડ રૂપિયાની કરી કમાણી

સફળતા ઉંમરની મોહતાજ હોતી નથી. એક 10 વર્ષની છોકરીએ આ પંક્તિઓને ચરિતાર્થ કરી દેખાડી છે. એક 10 વર્ષની છોકરીનો પોતાનો રમકડાંનો બિઝનેસ છે. આ છોકરી રમકડાંના આ બિઝનેસથી મહિનામાં કરોડો રૂપિયાની કમાણી કરી લે છે. એ સાંભળીને આશ્ચર્ય જરૂર થશે પરંતુ એ હકીકત છે. એક 10 વર્ષની છોકરીએ પોતાના રમકડાંના વેપારથી એટલી કમાણી કરી લે છે કે તે આરામથી 15 વર્ષની ઉંમરમાં પણ રિટાયરમેન્ટ લઈ શકે છે અને પોતાની સેવિંગ્સથી આગામી સમયની લગ્ઝરી જીવન જીવી શકે છે.

પિક્સી કર્ટિસ નામની આ છોકરીને બિઝનેસની શરૂઆત કરવામાં તેની માતા રોક્સીએ સહાયતાથી કરી છે. હેરાન કરી દેનારી વાત એ છે કે એક મહિનામાં જ પિક્સીએ 1 કરોડ 4 લાખથી પણ વધારે રૂપિયાની કમાણી કરી લીધી છે. મિરરમાં છપાયેલા રિપોર્ટ મુજબ ઓસ્ટ્રેલિયાની રહેવાસી પિક્સી પોતાની માતા સાથે મળીને ફિટનેસ અને રંગીન પોપિંગ રમકડાં બનાવે છે. આ રમકડાંની ડિમાન્ડ એટલી વધારે છે કે તે મિનિટોમાં વેચાઈ જાય છે. એટલું જ નહીં આ 10 વર્ષની છોકરી પિક્સીના નામ પર એક હેર એક્સેસરી બ્રાન્ડ પણ છે જે પોતાની માતા રોક્સીએ બનાવી છે.

તેમાં ખૂબ જ સ્ટાઈલિસ અને સુંદર હેંડબેગ ક્લિપ અને અન્ય વસ્તુ છે. રોક્સીએ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે મારા માટે જે સૌથી રોમાંચિત મહેનતની ભાવના છે જે મારી દીકરી પાસે ઘણી નાની ઉંમરમાં છે જ્યારે આ ટેલેન્ટ મારી અંદર પણ ક્યારેય નહોતું. હું પણ સફળ થવા માગતી હતી પરંતુ મારી દીકરીએ આટલી નાની ઉંમરમાં બિઝનેસને સફળ બનાવીને મારું પણ સપનું પૂરું કરી દીધું છે. રોક્સી કહે છે કે જ્યારે તે પોતે 14 વર્ષની હતી તો એ સમયે મેકડોનાલ્ડ્સમાં નોકરી કરતી હતી પરંતુ અહીંથી તે બસ એટલું જ કમાણી કરી શકતી હતી જેટલી એક નોકરિયાત વ્યક્તિ કમાઈ શકે છે.

રોક્સીએ કહ્યું કે મારી દીકરીના કારણે જ મને મહેનતી બનાવવાનો ચાન્સ મળ્યો અને ખુશીની વાત છે કે મારી દીકરીને બધુ આટલી નાની ઉંમરમાં મળી ગયું જે મને હવે જઈને મળી રહ્યું છે. અમે પિક્સી માટે એ હિસાબે બધી પ્લાનિંગ રાખી છે કે જો તે ઈચ્છે તો 15 વર્ષની ઉંમરમાં રિટાયરમેન્ટ લઈ શકે છે. પિક્સી અત્યારે સિડનીની એક પ્રાથમિક શાળામાં ભણે છે અને સાથે જ બિઝનેસ પણ કરે છે. આ નાનકડી ઉંમરમાં પણ પિક્સી અને તેના ભાઈ પાસે એક કરોડ 40 લાખ રૂપિયાની મર્સિડીઝ કાર છે. વર્ષ 2012મા રોક્સીના લગ્ન ઓલિવર સાથે થયા હતા. રોક્સી પાસે બીજા પણ ઘણા બધા સફળ બિઝનેસ છે. રોક્સી કહે છે કે તે સિડનીમાં પોતાના બાળકો અને પતિ ઓલિવર કાર્ટિસ સાથે 49 કરોડ 72 લાખ રૂપિયાની શાનદાર હવેલીમાં રહે છે.

About The Author

Top News

સ્મૃતિ મંધાનાએ પલાશ સાથે લગ્ન કેન્સલ કરી નાખ્યા, પોસ્ટ કરીને કહી દિલની વાત

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઉપ-કપ્તાન (vice-captain) સ્મૃતિ મંધાનાએ (Smriti Mandhana) રવિવારે એક જાહેર નિવેદન બહાર પાડીને સંગીતકાર પલાશ...
Sports 
સ્મૃતિ મંધાનાએ પલાશ સાથે લગ્ન કેન્સલ કરી નાખ્યા, પોસ્ટ કરીને કહી દિલની વાત

કિંજલ દવેએ કરી ધ્રુવિન શાહ સાથે સગાઈ, જાણો કોણ છે કિંજલનો મંગેતર

ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવેએ 6 ડિસેમ્બર 2025ના રોજ એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સગાઈ કરી લીધી છે. કિંજલ...
Entertainment 
કિંજલ દવેએ કરી ધ્રુવિન શાહ સાથે સગાઈ, જાણો કોણ છે કિંજલનો મંગેતર

‘ઓફિસ બાદ બોસનો ફોન ન ઉપાડવાનો હક’, લોકસભામાં રજૂ થયું રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ

એક તરફ દેશમાં 70 કલાક કામ કરવાને લઈને બહેસ ચાલી રહી છે. કેટલાક લોકો તેના પક્ષમાં છે, જ્યારે Gen-Z ...
National 
‘ઓફિસ બાદ બોસનો ફોન ન ઉપાડવાનો હક’, લોકસભામાં રજૂ થયું રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ

કંગના રણૌતે કેમ કહ્યું- રાહુલ ગાંધીએ ભાજપમાં આવી જવું જોઇએ

રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ભારતની મુલાકાતે આવે તે પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક નિવેદન આપ્યુ હતુ કે, સરકાર વિદેશી...
National 
કંગના રણૌતે કેમ કહ્યું- રાહુલ ગાંધીએ ભાજપમાં આવી જવું જોઇએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.