દેશની સૌથી મોટી પ્રાઇવેટ બેંકે ગ્રાહકોને આપ્યો ઝટકો, MCLR દરોમાં વધારો કરતા લોન મોંઘી થશે, EMIનો બોજ વધશે

દેશની સૌથી મોટી બેંક HDFC બેંકે પોતાના ગ્રાહકોને ઝટકો આપ્યો છે. બેંક દ્વારા લોન મોંઘી કરી દેવામાં આવી છે. HDFC બેંકે તેના માર્જિનલ કોસ્ટ લેન્ડિંગ રેટ એટલે કે MCLRમાં વધારો કર્યો છે. બેંકની વેબસાઈટ અનુસાર, નવા દર સોમવાર, 8 જૂનથી લાગૂ કરવામાં આવ્યા છે. એટલે કે તમામ MCLR સંબંધિત લોન મોંઘી થઈ શકે છે અને EMI બોજ વધી શકે છે.

HDFC બેંકે તેના MCLR દરોમાં 5-10 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. નવા દરો પર નજર કરીએ તો રાતોરાત લોન પર MCLR 8.05 ટકાથી વધારીને 8.10 ટકા કરી દેવામાં આવ્યો છે. આ સિવાય 3 મહિનાની લોન માટે તે વધીને 8.20 ટકા અને છ મહિના માટે 8.35 ટકા થઈ ગઈ છે. 1 વર્ષના સમયગાળા માટે MCLR વધારીને 8.40 ટકા કરવામાં આવ્યો છે. જ્યારે બે વર્ષ માટે તે 8.55 ટકા અને 3 વર્ષ માટે તે હવે 8.65 ટકા થઈ ગયો છે.

HDFC-Bank2
aajtak.in

નોંધનીય છે કે મોટાભાગની હોમ લોન એક વર્ષના MCLR સાથે જોડાયેલી હોય છે, તેથી તેના માટે 5 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે ભારતીય રિઝર્વ બેંકે ગયા શુક્રવારે MPC મીટિંગના પરિણામો જાહેર કર્યા હતા અને રેપો રેટને 5.25 ટકા પર સ્થિર રાખ્યો હતો, તેમ છતા HDFC બેંકે અ નિર્ણય લેતા નવા ગ્રાહકો માટે લોન લેવી મોંઘી કરી લીધી છે, સાથે જ વર્તમાન લોન ગ્રાહકો પર EMIનો બોજ વધારવાનું કામ કર્યું છે.

કોના પર બોજ વધશે?

MCLR સંબંધિત આ ફેરફાર તે ગ્રાહકોને અસર કરશે જેમની લોન ફ્લોટિંગ રેટ પર આધારિત છે અને તેઓએ MCLR-લિંક્ડ લોન લીધી છે. બેંકના MCLRની સીધી અસર તમારી EMI પર પડે છે. MCLR વધવા પર લોનનો વ્યાજ દર વધે છે, જેના કારણે તમારી EMI વધી જાય છે. તેના ઘટાડાને કારણે લોન પરનું વ્યાજ ઘટી જાય છે, જેના કારણે તમારી EMI સસ્તી થઈ જાય છે.

HDFC-Bank
aajtak.in

MCLR શું છે, કેવી રીતે નક્કી થાય છે?

MCLR એ લઘુત્તમ વ્યાજ દર છે જેના પર બેંક તેના ગ્રાહકોને લોન આપે છે. આ નક્કી કરવા માટે, ઘણા મહત્ત્વપૂર્ણ પરિબળો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. આમાં બેંકના ડિપોઝિટ રેટ, રેપો રેટ, ઓપરેશનલ કોસ્ટ અને કેશ રિઝર્વ રેશિયો જાળવી રાખવાનો ખર્ચ સામેલ છે. સામાન્ય રીતે, રેપો રેટ અને રિઝર્વ રેપો રેટમાં ફેરફાર સાથે જ MCLR પર પણ અસર થાય છે.

About The Author

Related Posts

Top News

અમેરિકન કોર્ટે ટ્રમ્પ સરકારની H-1B વીઝા માટેની 1,00,000 ડોલરની ફી 'ગેરકાયદેસર' ઠેરવી, ભારતીયો માટે આનો શું અર્થ છે?

અમેરિકામાં સ્થાયી થવા માગતા અને ત્યાં કામ કરતા હજારો ઇમિગ્રન્ટ્સ માટે એક બહુ મોટા રાહતના સમાચાર આવ્યા છે. મેસેચ્યુસેટ્સના બોસ્ટનની...
World 
અમેરિકન કોર્ટે ટ્રમ્પ સરકારની H-1B વીઝા માટેની 1,00,000 ડોલરની ફી 'ગેરકાયદેસર' ઠેરવી, ભારતીયો માટે આનો શું અર્થ છે?

સરકારે LPG સબસિડી કેમ વર્ષના 9 સિલિન્ડરથી ઘટાડીને 4 કરી દીધી? જાણો અસલી કારણ

પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) હેઠળ સબસિડીવાળા LPG  સિલિન્ડર રિફિલની સંખ્યા ઘટાડવાના સરકારના તાજેતરના નિર્ણયે દેશના અનેક પરિવારોમાં સવાલો ઊભા...
National 
સરકારે LPG સબસિડી કેમ વર્ષના 9 સિલિન્ડરથી ઘટાડીને 4 કરી દીધી? જાણો અસલી કારણ

'પાયલટ બળવાખોર હતા': અશોક ગેહલોતના શાબ્દિક હુમલા પર સચિન કેમ ચૂપ છે? સામે આવ્યું કારણ

રાજસ્થાનના રાજકારણમાં અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચેના સંબંધો અંગે ફરી એકવાર ચર્ચાઓ શરૂ થઈ છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ તાજેતરમાં સપ્ટેમ્બર ...
Politics 
'પાયલટ બળવાખોર હતા': અશોક ગેહલોતના શાબ્દિક હુમલા પર સચિન કેમ ચૂપ છે? સામે આવ્યું કારણ

વડોદરાના પ્લોટને લઈને યુસુફ પઠાણને ગુજરાત હાઈકોર્ટે ખખડાવીને કહ્યું- ‘લાંબા સમય સુધી પૈસા આપ્યા વિના જમીન પર કબજો...’

ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ક્રિકેટર અને TMCના સાંસદ યૂસુફ પઠાણ માટે મુશ્કેલી વધી ગઈ છે. ગુજરાત હાઈકોર્ટે વડોદરામાં અતિક્રમણના કેસ...
Gujarat 
વડોદરાના પ્લોટને લઈને યુસુફ પઠાણને ગુજરાત હાઈકોર્ટે ખખડાવીને કહ્યું- ‘લાંબા સમય સુધી પૈસા આપ્યા વિના જમીન પર કબજો...’
Copyright (c) Khabarchhe All Rights Reserved.