વર્લ્ડ બેંકના મતે ભારતને વિકસિત દેશ બનતા આટલા વર્ષ લાગશે

વર્લ્ડ બેંકના એક રિપોર્ટમાં વિકસિત ભારત બનવાની સફર બાબતે બતાવવામાં આવ્યું છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત અને ચીન સહિત 198 દેશોને હાઇ ઇનકમવાળા દેશ બનાવમાં ઘણા વર્ષ લાગી શકે છે. રિપોર્ટ મુજબ, ભારતને અમેરિકાની પ્રતિ વ્યક્તિ આવકનો એક ચતુસ્થાંશ સુધી પહોંચવામાં જ 75 વર્ષ લાગી શકે છે. એ ચીન અને ઇન્ડોનિશિયાની તુલનામાં ખૂબ વધારે છે. રિપોર્ટ મુજબ અહી પહોંચવામાં ચીનને 10 વર્ષ લાગશે અને ઇન્ડોનેશિયાને 70 વર્ષ લાગશે.

આ રિપોર્ટ નામ World Development Report 2024: The Middle Income Trap છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ દેશોને મિડલ ઇનકમ ટ્રેપથી નીકળવા માટે 3i પર ફોકસ કરવું જોઈએ. આ 3i ઇન્વેસ્ટમેન્ટ, ઇનોવેટિવ અને નવી ટેક્નિકમાં ઇન્ફયૂઝન છે. વર્લ્ડ બેંક મુજબ, ભારત અને ચીન સહિત 108 દેશોને મધ્યમ આવકવાળા દેશની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે.

આ દેશોની અત્યારે પ્રતિ વ્યક્તિ આવક 1136 ડૉલર (લગભગ 95 હજાર રૂપિયા) થી 13845 ડૉલર (લગભગ 11.60 લાખ રૂપિયા) વચ્ચે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ દેશોને હાઇ ઇનકમવાળા દેશ બનાવવામાં હજુ ઘણા પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. 1990 બાદ માત્ર 34 દેશ મધ્યમ ઇનકમથી બહાર નીકળી શક્યા છે. રિપોર્ટમાં બતાવવામાં આવ્યું છે કે, ભારત મધ્યમ આવકવાળી અર્થવ્યવસ્થાની જાળથી કેવી રીતે બહાર નીકળી શકે છે અને અમીર બની શકે છે.

તેમાં બતાવવામાં આવ્યું છે કે ભારતને વિકસિત દેશ બનાવવા માટે આગામી 20-30 વર્ષ સુધી સતત 7 ટકાથી 10 ટકા દરથી વધવાની જરૂરિયાત છે. જો ભારત એમ કરે છે તો એ વર્ષ 2047 સુધી એક વિકસિત દેશ બની શકે છે. એ સમયે દેશની પ્રતિ વ્યક્તિ આવક 1800 ડૉલર વાર્ષિક હશે. સાથે જ અર્થવ્યવસ્થાનો આકાર 30 ટ્રિલિયન ડૉલર હશે. ભારતની પ્રતિ વ્યક્તિ આવક 2370 ડૉલર છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હાઇ ઇનકમવાળી અર્થવ્યવસ્થા બનાવવાના માર્ગમાં પહેલાની તુલનામાં હજુ પણ મુશ્કેલ પડકારો છે.

તેમાં ઝડપથી વૃદ્ધ થતી વસ્તી અને વધતું દેવું, ભયંકર ભૂ-રાજકારણ, પર્યાવરણને નુકસાન વગેરે સામેલ છે. મધ્યમ આવકવાળા ઘણા દેશ અત્યારે પણ પાછલી સદીની રણનીતિનો ઉપયોગ કરી રહ્યા છે. વર્લ્ડ બેંક ગ્રુપના મુખ્ય અર્થશાસ્ત્રી ઇન્દરમીત ગિલે કહ્યું કે, જો આ દેશ જૂની રણનીતિ પર જ ટકી રહે છે તો મોટા ભાગના વિકાસશીલ દેશ આ સદીના મધ્ય સુધીમાં હાઇ ઇનકમવાળા દેશ બનવાની રેસમાં પાછળ રહી જશે.

About The Author

Related Posts

Top News

સરફરાઝ ખાને પહેલા 92 રન બનાવ્યા, પછી ફટકારી સદી, હવે સિલેક્ટરોને શું જોઈએ છે?

ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી પહેલા પ્રેક્ટિસ મેચ રમી રહી છે. આ મેચ ઈન્ડિયા A અને મુખ્ય ટીમ વચ્ચે...
Sports 
સરફરાઝ ખાને પહેલા 92 રન બનાવ્યા, પછી ફટકારી સદી, હવે સિલેક્ટરોને શું જોઈએ છે?

રાજા રઘુવંશી કેસમાં રાજ માસ્ટર માઇન્ડ હતો સોનમે...

રાજા રઘુવંશી કેસમાં હવે શિલોંગ પોલીસે મોટી ચોખવટ કરી છે કે, રાજા રઘુવંશી હત્યા કેસમાં રાજ કુશવાહ માસ્ટર માઇન્ડ...
National 
રાજા રઘુવંશી કેસમાં રાજ માસ્ટર માઇન્ડ હતો સોનમે...

પતિએ 'ફરમાન'ના કહેવાથી ઈદ ઉજવવાનું શરૂ કર્યું, પત્નીએ કહ્યું- અજયે મંદિર જવાનું બંધ કર્યું, ડર છે કે...

ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક મહિલાએ તેના પતિ પર ધાર્મિક માર્ગથી ભટકી...
National 
પતિએ 'ફરમાન'ના કહેવાથી ઈદ ઉજવવાનું શરૂ કર્યું, પત્નીએ કહ્યું- અજયે મંદિર જવાનું બંધ કર્યું, ડર છે કે...

કેપ્ટન ગિલ પાસેથી કોચ ગંભીરને કોઈ અપેક્ષા નથી! ગૌતમે તેને ફક્ત મુક્તપણે રમવાની સલાહ આપી

ભારતીય ક્રિકેટ ટીમ 20 જૂનથી ઇંગ્લેન્ડ સામે તેની ધરતી પર પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે, જેના માટે ભારતીય...
Sports 
કેપ્ટન ગિલ પાસેથી કોચ ગંભીરને કોઈ અપેક્ષા નથી! ગૌતમે તેને ફક્ત મુક્તપણે રમવાની સલાહ આપી
Copyright (c) Khabarchhe All Rights Reserved.