રાષ્ટ્રપતિ બનતા પહેલા બંને હાથે દાન સમેટી રહ્યા છે ટ્રમ્પ, આખરે મામલો છે શું?

ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. તેમના શપથ ગ્રહણ સમારોહ માટે પૈસા દાન કરવા માટે કંપનીઓ અને ધનિક લોકોમાં સ્પર્ધા ચાલી રહી છે. હવે વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની એપલના CEO ટિમ કૂક પણ આ યાદીમાં સામેલ થઈ ગયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કૂકે ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહ માટે 1 મિલિયન ડૉલરનું દાન આપવાની જાહેરાત કરી છે. અત્યાર સુધી ઘણી કંપનીઓએ આ ઈવેન્ટ માટે ડોનેશનની જાહેરાત કરી છે. તેમાં એમેઝોન, ઓપન AI, નોર્થ અમેરિકાની ટોયોટા મોટર અને ક્રિપ્ટોકરન્સી સાથે જોડાયેલી કંપનીઓ ક્રેકેન, રિપલ અને ઓન્ડો સામેલ છે.

કૂક માને છે કે શપથ ગ્રહણ સમારોહ એક મહાન અમેરિકન પરંપરા છે અને તે એકતાની ભાવનાથી આ દાન કરી રહ્યા છે. જોકે, અમેરિકામાં સૌથી વધુ ટેક્સ ચૂકવતી તેમની કંપની એપલ પાસેથી દાનની અપેક્ષા નથી. એપલે તાજેતરમાં એક કેસના સમાધાન માટે 95 મિલિયન ડૉલર ચૂકવવા પડ્યા હતા. કંપની પર વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ સિરીની મદદથી iPhone અને અન્ય ઉપકરણોનો ઉપયોગ કરતા લોકોની વાતચીત સાંભળવાનો આરોપ હતો. જોકે, કંપનીએ તેના સેટલમેન્ટમાં કોઈ ગેરરીતિ સ્વીકારી નથી.

ટોયોટા મોટર નોર્થ અમેરિકા ટ્રમ્પના ઉદ્ઘાટન માટે 1 મિલિયન ડૉલરનું દાન આપી રહી છે. ફોર્ડ મોટર અને જનરલ મોટર્સે પણ એટલી જ રકમનું દાન કર્યું છે. અમેરિકન ઓટો કંપનીઓ આ ઇવેન્ટ માટે વાહનોનું દાન કરી રહી છે. રિટેલ ટ્રેડિંગ પ્લેટફોર્મ રોબિનહૂડ માર્કેટ્સે પણ 2 મિલિયન ડૉલરનું દાન આપ્યું છે. Uber Technologies અને તેના CEO દારા ખોસરોશાહીએ 1 મિલિયન ડૉલરનું દાન આપ્યું છે. એમેઝોને પણ 1 મિલિયન ડૉલરનું દાન આપ્યું છે. આ ઉપરાંત, કંપની તેના OTT પ્લેટફોર્મ પ્રાઇમ વિડિયો પર ઇવેન્ટને લાઇવસ્ટ્રીમ કરશે.

ફેસબુકની પેરેન્ટ કંપની મેટા પ્લેટફોર્મ્સે પણ આ ઈવેન્ટ માટે 1 મિલિયન ડૉલરનું દાન આપ્યું છે. સિટાડેલ LLC હેજ ફંડના સ્થાપક કેન ગ્રિફીન પણ 1 મિલિયન ડૉલરનું દાન કરવાની યોજના ધરાવે છે. ગ્રિફિને ચૂંટણી પહેલા ટ્રમ્પના પ્રમુખપદના અભિયાનમાં દાન આપ્યું ન હતું. ટ્રમ્પે તેમના શપથ ગ્રહણ સમારોહની તૈયારી માટે એક વિશેષ પેનલની રચના કરી છે. તેને ટ્રમ્પ-વેન્સ ઉદઘાટન સમિતિ ઇન્ક નામ આપવામાં આવ્યું છે. તે એક બિન-લાભકારી સંસ્થા છે અને તેને અમર્યાદિત દાન સ્વીકારવાનો અધિકાર આપવામાં આવ્યો છે.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 07-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પ્રદૂષણ કરશો તો દંડ ભરીને છૂટી જશો, જેલ નહીં જવું પડે

કેન્દ્ર સરકારે વોટર (પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન) અધિનિયમ 1974માં સુધારો કરીને નિયમો બદલ્યા છે. પહેલા એવી જોગવાઇ હતી કે...
National 
પ્રદૂષણ કરશો તો દંડ ભરીને છૂટી જશો, જેલ નહીં જવું પડે

ક્રિકેટમાં આવું પહેલી વખત બન્યું, ઇનિંગ બ્રેક બાદ પીચમાં એવું થયું કે મેચ રદ્દ કરી દેવાઈ

ક્રિકેટમાં અત્યાર સુધી ઘણી વખત મેચ રદ થવાનું કારણ વરસાદ રહ્યો છે, જ્યારે કેટલીક મેચ શરૂઆત પહેલા ખરાબ પીચ...
Sports 
ક્રિકેટમાં આવું પહેલી વખત બન્યું, ઇનિંગ બ્રેક બાદ પીચમાં એવું થયું કે મેચ રદ્દ કરી દેવાઈ

સુપ્રીમ કોર્ટના નિર્ણયના 6 વર્ષ બાદ પણ અયોધ્યામાં કેમ ન બની શકી મસ્જિદ?

અયોધ્યામાં બાબરી મસ્જિદ તોડી પાડ્યાને 34 વર્ષ વીતી ચૂક્યા છે અને 6 ડિસેમ્બરનો દિવસ ફરી આવી ગયો છે. તેને લઈને...
National 
સુપ્રીમ કોર્ટના નિર્ણયના 6 વર્ષ બાદ પણ અયોધ્યામાં કેમ ન બની શકી મસ્જિદ?
Copyright (c) Khabarchhe All Rights Reserved.