Tech and Auto - Khabarchhe

Xiaomi Redmi Note 17 Pro અને 17 Pro Max લોન્ચ; 10,000mAh બેટરી, 5000નું ડિસ્કાઉન્ટ
Xiaomiએ ભારતમાં બે નવા સ્માર્ટફોન, Redmi Note 17 Pro અને Redmi Note 17 Pro Max લોન્ચ કર્યા છે. કંપનીએ બંને હેન્ડસેટને મિડ-રેન્જ સેગમેન્ટમાં સ્થાન આપ્યું છે. કંપનીએ આ શ્રેણીમાં 10,000mAh બેટરી, ઉત્તમ ટકાઉપણું અને અનેક ફ્લેગશિપ-લેવલ સ્પેસિફિકેશન્સ આપ્યું છે. તો ચાલો તેની કિંમત, સ્પેસિફિકેશન્સ, કેમેરા અને બેટરી વિશે વિગતે જાણી લઈએ.

Redmi Note 17 Pro 8GB RAM+ 128GB સ્ટોરેજ વેરિઅન્ટ માટે રૂ. 36,999થી શરૂ થાય છે. 8GB RAM+ 256GB સ્ટોરેજ સાથે ટોપ-એન્ડ વેરિઅન્ટની કિંમત રૂ. 39,999 છે. આ હેન્ડસેટ ક્લાઉડ બ્લુ, પર્પલ વાઇબ અને સ્ટીલ્થ બ્લેક કલરમાં ઉપલબ્ધ છે.

Redmi Note 17 Pro 5G Max 3 કલર વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે, Secret Sunrise, Matcha Green અને Stealth Black. 8GB+ 256GB સ્ટોરેજ વર્ઝન માટે તેની શરૂઆતની કિંમત રૂ. 49,999 છે. ટોપ-એન્ડ વેરિઅન્ટ 12GB+ 256GB સ્ટોરેજ વર્ઝન માટે રૂ. 55,999 છે.

બંને સ્માર્ટફોન 17 સપ્ટેમ્બરના રોજ વેચાણ માટે ઉપલબ્ધ થશે, અને ઓફલાઇન સ્ટોર્સ પર 23 સપ્ટેમ્બરથી વેચાણ શરૂ થશે. લોન્ચ ઓફરના ભાગ રૂપે, Redmi Note 17 Pro પર રૂ. 3,000 ડિસ્કાઉન્ટ અને Redmi Note 17 Pro Max પર પસંદગીના બેંક કાર્ડનો ઉપયોગ કરીને રૂ. 5,000નું ઇન્સ્ટન્ટ કેશબેક મળશે.

બંને Redmi હેન્ડસેટમાં 1.5K OLED પેનલ સાથે 6.83-ઇંચ ડિસ્પ્લે અને 120Hz રિફ્રેશ રેટ આપવામાં આવ્યું છે. ડિસ્પ્લેમાં 3200 Nitsની પીક બ્રાઇટનેસ છે. તે ડોલ્બી વિઝનને સપોર્ટ કરે છે અને કોર્નિંગ ગોરિલા ગ્લાસ વિક્ટસ 2 દ્વારા સુરક્ષિત છે.

Redmi Note 17 Pro Max 5Gમાં Snapdragon 6 Gen 5 મોબાઇલ પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં Snapdragon 6s Gen 4 4nm ચિપસેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે 128GB (UFS 2.2) અને 256GB (UFS 3.1) સ્ટોરેજ વિકલ્પો સાથે 8GB LPDDR4X RAM ઓફર કરે છે.

Redmi Note 17 Pro Maxમાં Snapdragon 6 Gen 5 4nm ચિપસેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં Adreno 812 GPU આપવામાં આવ્યું છે. તેમાં 256GB (UFS 4.1) સ્ટોરેજ સાથે 8GB અને 12GB LPDDR5X RAM છે.

બન્ને હેન્ડસેટ Android 16 સાથે Xiaomi Hyper OS 3 પર ચાલે છે. તે ડ્યુઅલ સિમ સપોર્ટ કરે છે.

રેડમી નોટ 17 પ્રો અને નોટ 17 પ્રો મેક્સમાં 50 મેગાપિક્સલનો મુખ્ય કેમેરા છે, જેમાં રેડમી નોટ 17 પ્રોમાં f/1.8 અપર્ચર મળે છે અને રેડમી નોટ 17 પ્રો મેક્સમાં f/1.5 અપર્ચર આપવામાં આવ્યું છે.

રેડમી નોટ 17 પ્રોમાં 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપેલો છે, જે 1080p વિડીયો રેકોર્ડ કરવા સક્ષમ છે. નોટ 17 પ્રો મેક્સમાં 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપેલો છે.

રેડમી નોટ 17 પ્રો મેક્સ 5G 100W હાઇપરચાર્જ અને 27W રિવર્સ ચાર્જિંગ માટે સપોર્ટ સાથે 10,000mAh સિલિકોન-કાર્બન બેટરી દ્વારા સંચાલિત થાય છે.

રેડમી નોટ 17 પ્રો 5Gમાં 67W હાઇપરચાર્જ માટે સપોર્ટ સાથે 9000mAh બેટરી આપેલી છે.

બંને નવીનતમ હેન્ડસેટ Google Gemini, Circle to Search, 4K વિડીયો રેકોર્ડિંગ સપોર્ટ અને પોસ્ટ-પ્રોસેસિંગ એડિટિંગ ટૂલ્સ સાથે આવે છે. તે AI Glare Removal અને AI Erase Pro જેવા એડિટિંગ ટૂલ્સને સપોર્ટ કરે છે.

ડાબા હાથથી ફોન વાપરનારા માટે માથાનો દુખાવો બની શકે છે iPhone Duo
iPhone Duo પરંપરાગત ફોલ્ડને બદલે પાસપોર્ટ સ્ટાઇલનું છે, એટલે કે, ફોન બંધ હોય ત્યારે 5.4-ઇંચની સ્ક્રીન હોય છે અને ખુલ્લો હોય ત્યારે 7.6-ઇંચની સ્ક્રીન થઇ જાય છે. ફોનને પકડી રાખવામાં કોઈ મુશ્કેલી નહીં પડે. આંતરિક વપરાશકર્તા ઇન્ટરફેસ પણ એક હાથથી ચલાવવા માટે સરળ બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. જો કે, બીજી એક મોટી સમસ્યા પણ છે.

facebook.com

Appleએ UPSC પ્રીલિમ્સ તો પાસ કરી દીધી છે, એટલે કે તેણે વર્ષોની તૈયારી પછી તેનો પહેલો ફોલ્ડેબલ iPhone Duo લોન્ચ કર્યો છે. જો કે, એવું લાગે છે કે તેને મુખ્ય પરીક્ષાઓ પાસ કરવામાં મુશ્કેલી પડશે. હજુ ફોનનું પ્રી-બુકિંગ પણ શરૂ નથી થયું, પરંતુ તે પહેલાથી જ ડાબા-જમણા હાથના વપરાશકર્તાઓ માટે ઘણી ચર્ચા પેદા કરી રહ્યું છે. ફોનના ડિઝાઇન તત્વો પર પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યો છે. ઘણા વપરાશકર્તાઓ દાવો કરે છે કે iPhone Duo ખાસ કરીને જમણા હાથના વપરાશકર્તાઓ માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે, અને ડાબા હાથના વપરાશકર્તાઓને ફોનનો વપરાશ કરવા માટે મુશ્કેલી પડશે.

jagran.com

જોકે Appleનો પહેલો ફોલ્ડેબલ ફોન પરંપરાગત ફોલ્ડને બદલે પાસપોર્ટ સ્ટાઈલનો છે, એટલે કે તેની સ્ક્રીન બંધ હોય ત્યારે 5.4 ઇંચ અને ખુલ્લી હોય ત્યારે 7.6 ઇંચની હોય છે. ફોનને પકડી રાખવામાં કોઈ સમસ્યા નહીં નડે. આંતરિક યુઝર ઇન્ટરફેસ પણ એક હાથે ચલાવવા માટે સરળ બને તે રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે. જોકે, સમસ્યા તેના બટનોમાં રહેલી છે.

timesnowhindi.com

હકીકતમાં, ફોનના બધા બટનો, જેમ કે ટચ ID અને વોલ્યુમ બટનો, જમણી બાજુએ સ્થિત છે, જે ડાબા હાથના વપરાશકર્તાઓ માટે, ખાસ કરીને ફોન ખોલતી વખતે મુશ્કેલ બનાવે છે. iphone Duoમાં એપલના વિશ્વસનીય ફેસ અનલોકનો અભાવ છે. તેના બદલે, ટચ ID પુનઃસ્થાપિત કરવામાં આવ્યું છે, જે સાઇડ બટનમાં રાખવામાં આવી છે. આ ડાબા હાથના વપરાશકર્તાઓ માટે તે સમસ્યા ઊભી કરી રહ્યું છે.

https://twitter.com/SawyerMerritt/status/2097798045567963258

સોશિયલ મીડિયા અને ઓનલાઈન ફોરમ પર કેટલાક વપરાશકર્તાઓ પ્રશ્ન કરી રહ્યા છે, કે શું iphone Duoમાં સમર્પિત લેફ્ટ-હેન્ડેડ મોડ હશે. જો સોફ્ટવેરમાં ફેરફાર કરવામાં પણ આવે તો, સમસ્યા સંપૂર્ણપણે ઉકેલાશે નહીં, કારણ કે કેમેરા, બટનો અને બાહ્ય ડિસ્પ્લેની સ્થિતિ પણ હાર્ડવેર ડિઝાઇન સાથે જોડાયેલી છે.

hindi.etnownews.com

જ્યારે iphone Duoમાં આસિસ્ટિવ ટચ, સ્વિચ કંટ્રોલ, વોઇસ કંટ્રોલ અને Eye Tracking જેવી સુલભતા સુવિધાઓ છે, જે ડાબે અને જમણે સંતુલિત કરવામાં મદદ કરશે, ટચ ID સમસ્યા થોડી મુશ્કેલ બની ગઈ છે. ચાલો જે હોય તે, આ બધું તો ચાલ્યા કરશે. ખરેખર ફોલ્ડ ત્યારે બરાબર અનફૉલ્ડ થશે, જ્યારે તે બજારમાં આવશે. તે તારીખ 23 ઓક્ટોબર હશે. પછી, ડાબે, જમણે અને મધ્યમાં બધું જ ખબર પડી જશે.

ઝડપી સવારી માટે એક્સ્ટ્રા પૈસા માંગવા બદલ રેપિડોને મોટો દંડ ફટકારાયો! 'ડાર્ક પેટર્ન'ના ઉપયોગ બદલ દોષિત
રેપિડો એપ પર કેબ કે બાઇક બુક કરાવતી વખતે, તમે તમારી સ્ક્રીન પર વિવિધ સંદેશાઓ દેખાતા જોયા હશે. ઉદાહરણ તરીકે, 'કિંમત જેટલી વધારે હશે, રાઇડ મળવાની શક્યતા એટલી જ વધી જશે' અને 'કેપ્ટન રૂ. 60માં રાઇડ સ્વીકારી રહ્યો નથી. રૂ. 10 અથવા રૂ. 20 વધારાના ઉમેરો, રાઇડ ઝડપથી બુક થશે.' આનો અર્થ એ છે કે ગ્રાહકોને તમામ પ્રકારની યુક્તિઓથી ગેરમાર્ગે દોરવા. આવા સંદેશાઓ પ્રદર્શિત કરવા બદલ રેપિડોને આજે રૂ. 10 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

બજારની ભાષામાં, આને 'ડાર્ક પેટર્ન' કહેવામાં આવે છે. આ 'ડાર્ક પેટર્ન'નો ઉપયોગ કરવા બદલ દોષિત ઠેરવવામાં આવતા, રેપિડો ચલાવતી કંપની, રોપેન ટ્રાન્સપોર્ટેશન સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડને રૂ. 10 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

patrika.com

સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA)એ રેપિડો પર રૂ. 10 લાખનો દંડ ફટકાર્યો છે. ગેરમાર્ગે દોરતી જાહેરાતો અને 'ડાર્ક પેટર્ન' જેમ કે રાઇડ કન્ફર્મ થાય તે પહેલાં રાઇડર્સને વધુ પૈસા ચૂકવવા માટે મજબુર કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો હતો.

ગ્રાહક બાબતોના સચિવ અને CCPA ચીફ કમિશનર નિધિ ખરે અને કમિશનર અનુપમ મિશ્રાએ તેમના નિર્ણયમાં જણાવ્યું હતું કે, 'આ કાર્યવાહી ભારતમાં કાર્યરત કેબ અને બાઇક-ટેક્સી એગ્રીગેટર પ્લેટફોર્મ સેક્ટરમાં CCPA દ્વારા કરવામાં આવેલી વિગતવાર તપાસને અનુસરે છે. આ તપાસનો હેતુ રાઇડ બુક કરાવતા પહેલા ટિપિંગ અને ડાયનેમિક પ્રાઇસિંગ સંબંધિત પ્રથાઓની તપાસ કરવાનો હતો.'

CCPAએ શોધી કાઢ્યું કે, રેપિડોનું અલ્ગોરિધમ પહેલા ગ્રાહકોને ભાડું જણાવે છે. પછી, એકવાર ગ્રાહક તે ભાડા પર બુકિંગ પસંદ કરે છે, તે રાઇડ કન્ફર્મ થાય તે પહેલાં તેમને વધારે રકમ ચૂકવવાનું કહેવામાં આવે છે. CCPAએ સ્વીકાર્યું કે આવી વ્યવસાયિક પ્રથાઓ ગ્રાહકોને એવું માનીને ગેરમાર્ગે દોરે છે કે તેઓએ ઝડપથી રાઇડ મેળવવા માટે વધુ ચૂકવણી કરવી પડશે, ભલે તેઓ પહેલાથી જ બુક કરાવી ચૂક્યા હોય. આ કિસ્સાઓમાં ભાવ તાલ કરવાની શક્યતા પણ ઓછી છે.

આ પ્રથાને 'નિશ્ચિત શરમજનક' માનવામાં આવી હતી, જે 'ડાર્ક પેટર્ન નિવારણ અને નિયમન માટે માર્ગદર્શિકા, 2023' હેઠળ એક 'ડાર્ક પેટર્ન' છે. આનું કારણ એ છે કે, તેમાં તમને ઉતાવળ છે એવી ભાવના ઉભી કરવામાં આવે છે અને જો (તમે)રાઇડર વધુ ચૂકવણી ન કરે તો રાઇડ ગુમાવવાનો ભય પણ પેદા થતો હોય છે.

money9live.com

CCPAએ રેપિડોના 'તમારી કિંમત સેટ કરો' સ્લાઇડરની પણ તપાસ કરી. ઓથોરિટીએ શોધી કાઢ્યું કે તે રાઇડર્સના ભાવ નિર્ણયોને પ્રભાવિત કરવા માટે રંગથી બતાવવામાં આવ્યું હતું. બીજા શબ્દોમાં કહીએ તો, કિંમત વધારવાથી લીલા રંગમાં 'રાઇડ મેળવવાની શક્યતા વધુ' હોવાનું સૂચવવામાં આવ્યું હતું, જ્યારે કિંમત ઓછી હોવાથી લાલ અથવા નારંગી રંગની ચેતવણી મળી હતી.

આ એક 'ઇન્ટરફેસ હસ્તક્ષેપ' ડાર્ક પેટર્નનું નિર્માણ કરે છે, જેમાં કોઈ પણ રીતે ગ્રાહક પાસેથી પૈસા કાઢવાની યુક્તિનો સમાવેશ થાય છે. CCPAને રાઇડર્સને રાઇડ શરૂ થાય તે પહેલાં જ એક જ રાઇડ માટે અલગથી ચૂકવણી કરવાનું સૂચન કરવાનું કોઈ માન્ય કારણ મળ્યું નથી. CCPAએ જણાવ્યું હતું કે ટિપ એ સામાન્ય રીતે સેવા પ્રાપ્ત કર્યા પછી કરવામાં આવતી સ્વૈચ્છિક ચુકવણી છે અને તેને સેવા પૂરી પાડવા માટેની શરત તરીકે રજૂ કરવી જોઈએ નહીં.

રેપિડોએ દલીલ કરી હતી કે, ટિપિંગ સ્વૈચ્છિક છે અને તેનો મેચિંગ અલ્ગોરિધમ રાઇડર અલગ રકમ ચૂકવે છે કે નહીં તે ધ્યાનમાં લીધા વિના કાર્ય કરે છે. જો કે, CCPAએ આ દલીલોને નકારી કાઢી અને રૂ. 10 લાખનો દંડ લગાવ્યો હતો. રસપ્રદ વાત એ છે કે દંડ થયો હોવા છતાં, આ પ્રથા એપ્લિકેશન પર ચાલુ રહી હોય તેવું લાગે છે.

POCOએ લોન્ચ કર્યો નવો સ્માર્ટફોન X8, 9000mAh બેટરી, 50MP કેમેરા; દોઢ મીટર પાણીમાં પણ કંઈ નહીં થાય
POCOએ બજેટ સેગમેન્ટમાં પોતાનો નવો સ્માર્ટફોન, POCO X8 રજૂ કર્યો છે, જે મોટી બેટરી અને બ્રાઇટ ડિસ્પ્લે સાથે આવે છે. POCO X8માં 9000mAh બેટરી અને 3500 nits સુધીની પીક બ્રાઇટનેસ સાથે 6.83-ઇંચ AMOLED ડિસ્પ્લે છે. આ ફોનમાં 120Hz રિફ્રેશ રેટ, સ્નેપડ્રેગન 6s Gen 4 પ્રોસેસર અને 50MP OIS કેમેરા જેવી સુવિધાઓ પણ શામેલ છે. POCOએ ફોનને ધૂળ અને પાણીથી બચાવવા માટે IP69K રેટિંગ આપ્યું છે. તો, ચાલો અમે તમને POCO X8માં શું ખાસ છે અને તેની વિશેષતાઓ શું છે તે વિશે જણાવી દઈએ...

POCO X8માં 1280x2772 પિક્સેલના રિઝોલ્યુશન અને 19.5:9ના આસ્પેક્ટ રેશિયો સાથે 6.83-ઇંચનો મોટો AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ફોન 120Hz રિફ્રેશ રેટ, DCI-P3 વાઇડ કલર ગેમટ અને 12-બીટ કલર ડેપ્થ ઓફર કરે છે. કંપનીના જણાવ્યા અનુસાર, ડિસ્પ્લેની પીક બ્રાઇટનેસ 3500 nits સુધી પહોંચે છે, જ્યારે લાક્ષણિક બ્રાઇટનેસ 1060 nits છે. ગેમિંગ દરમિયાન 3200Hz ઇન્સ્ટન્ટ ટચ સેમ્પલિંગ રેટ પણ સપોર્ટેડ છે.

news.abplive.com

આંખની સલામતી માટે, ફોનમાં 1 nit સુધીની અલ્ટ્રા-લો બ્રાઇટનેસ, 3840Hz PWM ડિમિંગ અને DC ડિમિંગ છે. ડિસ્પ્લેને TUV Rheinland Low Blue Light, Circadian Friendly અને Flicker Free સર્ટિફિકેશન પણ પ્રાપ્ત થયા છે.

ડિઝાઇનની દ્રષ્ટિએ, ફોનનું ડાયમેન્શન 163.5x 78.3x 8.6 mm છે અને તેનું વજન 223 ગ્રામ છે. તેને બ્લેક, ફ્રોસ્ટ વ્હાઇટ અને ફાયરી ઓરેન્જ કલરમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ ફોન IP68/IP69K ડસ્ટ-ટાઈટ અને વોટર-રેઝિસ્ટન્ટ રેટિંગ સાથે પણ આવે છે, જે તેને હાઈ-પ્રેશર વોટર અને 30 મિનિટ સુધી દોઢ મીટર પાણીથી સુરક્ષિત બનાવે છે. તે 3 મીટર સુધી ડ્રોપ-રેઝિસ્ટન્ટ પણ છે.

પ્રદર્શનની દ્રષ્ટિએ, POCO X8 Qualcomm SM6435-AA Snapdragon 6s Gen 4 ચિપસેટ દ્વારા સંચાલિત છે. સોફ્ટવેરની દ્રષ્ટિએ, ફોન Android 16 પર આધારિત HyperOS 3 પર ચાલે છે. આ સ્માર્ટફોન વિવિધ RAM અને સ્ટોરેજ વેરિઅન્ટમાં આવે છે, જેમાં 6GB RAM 128GB સ્ટોરેજ સાથે, 8GB RAM 128GB સ્ટોરેજ સાથે, 8GB RAM 256GB સ્ટોરેજ સાથે, અને 12GB RAM 256GB સ્ટોરેજ સાથે આવે છે. તેમાં કાર્ડ સ્લોટ નથી આપવામાં આવ્યું. સોફ્ટવેરની દ્રષ્ટિએ, આ ફોન ખૂબ શક્તિશાળી છે.

news.abplive.com

ફોટોગ્રાફીના શોખીનો માટે, તેમાં પાછળના પેનલ પર ડ્યુઅલ કેમેરા સેટઅપ છે. તેનો મુખ્ય કેમેરા 50 મેગાપિક્સલનો છે, જેમાં સહાયક લેન્સ પણ છે. આ કેમેરા 1080p પર LED ફ્લેશ, HDR અને પેનોરમા જેવી સુવિધાઓ સાથે વીડિયો રેકોર્ડ કરી શકે છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે, તેમાં 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે, જે HDR અને પેનોરમાને સપોર્ટ કરે છે. કેમેરાની દ્રષ્ટિએ, આ ફોન રૂ. 30000ની આસપાસ ઉપલબ્ધ ફોન સાથે સ્પર્ધા કરે છે.

આ સ્માર્ટફોનની સૌથી મોટી ખાસિયત તેની બેટરી છે. POCO X8માં Si/C Li-ion બેટરી આપી છે, જેની ક્ષમતા 8340 mAhથી 9000 mAh સુધીની છે, જે વર્ઝન પર આધાર રાખે છે. ચાર્જિંગ 67W વાયર્ડ ચાર્જિંગ અને 22.5W રિવર્સ વાયર્ડ ચાર્જિંગ દ્વારા સપોર્ટેડ છે. મોટી બેટરી ફોનને એક જ ચાર્જ પર આખો દિવસ સરળતાથી ચાલવા દે છે. ફોનનો જો સામાન્ય રીતે ઉપયોગ થતો હોય તો, ફોનની બેટરી એક દિવસથી વધુ પણ ચાલી શકે છે.

news.abplive.com

કનેક્ટિવિટી વિકલ્પોમાં Wi-Fi, બ્લૂટૂથ, GPS, NFC અને ઇન્ફ્રારેડ પોર્ટનો સમાવેશ થાય છે. ઓડિયોમાં ડોલ્બી એટમોસ સપોર્ટ સાથે સ્ટીરિયો સ્પીકર્સ છે, જોકે 3.5mm જેક નથી. સુરક્ષા માટે, ફોનમાં ઇન-ડિસ્પ્લે ઓપ્ટિકલ ફિંગરપ્રિન્ટ સેન્સર પણ છે. તમે આ ફોનને સત્તાવાર પોકો સ્ટોર તેમજ ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકો છો. 128GB+ 6G વેરિઅન્ટની કિંમત રૂ. 29,999 છે, આ ફોન 3 વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે.

બેટરી લાઇફ: આ ફોનની સૌથી મોટી તાકાત તેની વિશાળ બેટરી છે. તેમાં 8340 mAh અથવા 9000 mAh બેટરી (વર્ઝન પર આધાર રાખીને) છે, જે સામાન્ય ઉપયોગ દરમિયાન લાંબા ગાળાનો બેકઅપ આપવામાં અસરકારક છે. 67W ફાસ્ટ ચાર્જિંગ અને 22.5W રિવર્સ વાયર્ડ ચાર્જિંગ માટે સપોર્ટ તેના પ્રદર્શનને વધુ વધારે છે.

ડિસ્પ્લે અને બ્રાઇટનેસ: 6.83-ઇંચ AMOLED ડિસ્પ્લે, 120Hz રિફ્રેશ રેટ અને 3500 નિટ્સ પીક બ્રાઇટનેસ તેને આકરા તડકામાં પણ સારું અને જોવાલાયક બનાવે છે. કોર્નિંગ ગોરિલા ગ્લાસ વિક્ટસ 2 પ્રોટેક્શન પણ એક પ્લસ પોઇન્ટ છે.

news.abplive.com

સલામતી: 3 મીટર સુધી ડ્રોપ રેઝિસ્ટન્સ, IP68/IP69K ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્સ રેટિંગ સાથે, તેને ખૂબ ટકાઉ બનાવે છે.

પ્રોસેસર અને પર્ફોર્મન્સ: તે સ્નેપડ્રેગન 6s Gen 4 ચિપસેટ દ્વારા સંચાલિત છે, જે મૂળભૂત દૈનિક કાર્યો માટે યોગ્ય છે. જો કે, જો તમે ઊંચી અને ભારે ગેમ રમવાના શોખીન છો, તો આ પ્રોસેસર થોડું સામાન્ય લાગી શકે છે.

કેમેરા સેટઅપ: પાછળના કેમેરામાં ફક્ત 50MP પ્રાથમિક કેમેરા છે, અને અલ્ટ્રા-વાઇડ લેન્સનો અભાવ એ એક મોટી ખામી છે. વીડિયો રેકોર્ડિંગ પણ 1080p સુધી મર્યાદિત છે. આ ઉપરાંત ફોનમાં માઇક્રોSD કાર્ડનો સ્લોટ પણ આપવામાં આવ્યો નથી.

ISROની ચેતવણી: 2026ના અંતમાં આવી શકે છે 3 વાવાઝોડા; 44 વર્ષમાં સૌથી શક્તિશાળી
ઓક્ટોબર અને ડિસેમ્બર 2026ની વચ્ચે ઉત્તર હિંદ મહાસાગરમાં ત્રણ ઉષ્ણકટિબંધીય ચક્રવાત (tropical cyclones) સર્જાઈ શકે છે. ISROના જણાવ્યા અનુસાર, 'પાવર ડિસિપેશન ઈન્ડેક્સ' (PDI) દ્વારા માપવામાં આવતી આ વાવાઝોડાંની કુલ શક્તિ અંદાજે 13.06 x 10⁶ knots³ રહેવાનો અંદાજ છે. આ છેલ્લા 44 વર્ષમાં આવેલા વાવાઝોડાંની તીવ્રતા કરતા લગભગ 83% વધારે છે, એટલે કે આ વખતે ચોમાસા પછીની ઋતુ (post-monsoon season) દરમિયાન ચક્રવાતની પ્રવૃત્તિ વધુ હોઈ શકે છે.

આ આગાહી સમુદ્ર અને વાતાવરણીય પરિસ્થિતિઓ અંગેના ઘણા વર્ષોના ડેટા પર આધારિત છે. આનાથી અંદાજો લગાવી શકાય છે કે, આગામી મહિનાઓમાં ચક્રવાતની ગતિવિધિ કેવી રહી શકે છે, જેનો ફાયદો દરિયાકાંઠાના રહેવાસીઓ, સરકાર અને રાહત-બચાવ ટીમોને અગાઉથી તૈયારી કરવામાં મદદ મળી શકે છે. જોકે, તેનાથી કોઈ ખાસ ચક્રવાતની તારીખ કે સ્થાન અંગેની વિગતવાર માહિતી મળતી નથી.

ISROની આગાહી મુજબ, 2026ની ચોમાસા પછીની ઋતુ દરમિયાન ઉત્તર હિંદ મહાસાગરમાં 3 ચક્રવાતી વાવાઝોડાં સર્જાઈ શકે છે. PDI દ્વારા કોઇ ચક્રવાતની તાકતનું આનુમાન લગાવી શકાય છે, તેમા તોફાનનો પવન કેટલો તેજ છે અને કેટલા સમય સુધી તેની શક્તિ જાળવી રાખે છે. સરળ શબ્દોમાં કહીએ તો, PDIનું ઊંચું હશે, વાવાઝોડાની પ્રવૃત્તિની એટલી મજબૂત હોઇ શકે છે.

aajtak.in

આ આગાહી તૈયાર કરવા માટે, લગભગ 40 વર્ષના હવામાન અને સમુદ્ર સાથે જોડાયેલા આંકડા જોવામાં આવ્યા હતા. તેમાં વિવિધ વાતાવરણીય અને દરિયાઈ સ્થિતિઓ અંગેની માહિતીનો સમાવેશ થાય છે. આ આંકડાઓથી એ સમજવા પ્રયાસ કરવામાં આવ્યો હતો કે કઇ પરિસ્થિતિમાં વધુ ચક્રવાતી વાવાઝોડાં સર્જાઈ શકે અને તેની સંભવિત તાકત કેવી રહી શકે છે. આ માટે એવા ફેક્ટર્સ પણ જોવામાં આવ્યા, જેનો ચક્રવાતની રચના અને તેની તીવ્રતાને અસર કરે છે. જાન્યુઆરીથી ઓગસ્ટ દરમિયાન એકત્રિત કરાયેલા ડેટાના આધારે ચોમાસા પછીની ઋતુ (ઓક્ટોબરથી ડિસેમ્બર) માટે ચક્રવાતની પ્રવૃત્તિનું અનુમાન લગાવવામાં આવ્યું હતું.

ઉત્તર હિંદ મહાસાગરની આસપાસ આવેલા ભારત સહિતના અનેક દેશોના દરિયાકાંઠાના વિસ્તારો ચક્રવાતની ઝપેટમાં આવે છે. એટલે જો, કોઈ ચોક્કસ ઋતુ દરમિયાન ચક્રવાતની પ્રવૃત્તિ વધુ હોઈ શકે છે તેવો અગાઉથી સંકેત મળવાથી વધુ સારી તૈયારી કરવામાં મદદ મળે છે.

newsonair.gov.in

સરકાર અને સ્થાનિક વહીવટીતંત્ર રાહત અને બચાવ ટીમોને તૈયાર રાખી શકે છે. માછીમારોને દરિયામાં જતા પહેલા ચેતવણી આપી શકાય છે. જરૂર પડ્યે દરિયાકાંઠાના વિસ્તારોના રહેવાસીઓને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની તૈયારીઓ પણ કરી શકાય છે.

જોકે, આ આગાહી કોઈ એક ચક્રવાતની ચોક્કસ તારીખ, માર્ગ કે તે ક્યાં ત્રાટકશે (લેન્ડફોલ) તે અંગેની માહિતી આપતી નથી; તે માત્ર આ સીઝન દરમિયાન ચક્રવાતની એકંદરે પ્રવૃત્તિનો અંદાજ પૂરો પાડે છે. વર્ષ 2026 માટેનો PDI અંદાજ છેલ્લા 44 વર્ષોમાં સરેરાશ કરતા ખૂબ વધારે છે. એવામાં, ઓક્ટોબર અને ડિસેમ્બર વચ્ચે ઉત્તર હિંદ મહાસાગરમાં ચક્રવાતની પ્રવૃત્તિ પર નજર રાખવી ખૂબ જરૂરી રહેશે.

Appleના જૂના મોબાઈલના ભાવ કેમ વધી ગયા? ભારતમાં વધુ મોંઘા કેમ?
Appleએ ભારતમાં પોતાની વર્તમાન iPhone લાઇનઅપના ભાવમાં મોટો વધારો કર્યો છે. કંપનીએ પોતાનો પહેલો ફોલ્ડેબલ iPhone લોન્ચ કરવાની સાથે જ જૂના મોડેલોની કિંમતોમાં પણ ₹65,000 સુધીનો વધારો કરી દીધો છે. ભાવમાં સૌથી મોટો ઉછાળો ભારતીય માર્કેટમાં જોવા મળ્યો છે, જ્યાં Appleએ નવો iPhone 18 Pro અને Pro Max લોન્ચ કર્યો છે. અમેરિકામાં પણ નવા પ્રો મોડેલ્સ ગત વર્ષના ફ્લેગશિપ મોડેલ્સ કરતાં $100 (અંદાજે ₹8,300) મોંઘા થયા છે, જ્યારે લાઇનઅપમાં રાખવામાં આવેલા જૂના iPhoneના ભાવ પણ વધી ગયા છે.

આ ભાવવધારા પાછળ વૈશ્વિક સ્તરે મેમરી-ચિપની સર્જાયેલી ભારે અછત જવાબદાર છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ડેટા સેન્ટરો તરફથી મેમરી અને સ્ટોરેજ કોમ્પોનન્ટ્સની માગમાં અચાનક મોટો ઉછાળો આવતાં આ પરિસ્થિતિ સર્જાઈ છે.

ભારતમાં નવા મોડેલોની કિંમત

ભારતમાં iPhone 18 Pro ની શરૂઆતી કિંમત ₹1,64,900 રાખવામાં આવી છે, જ્યારે iPhone 18 Pro Max ની શરૂઆતી કિંમત ₹1,79,900 નક્કી કરાઈ છે. અમેરિકામાં આ બંને મોડેલ્સ અનુક્રમે $1,199 અને $1,299 થી શરૂ થાય છે, જે અગાઉના મોડેલો કરતાં $100 વધારે છે.

Appleએ પોતાના પહેલા ફોલ્ડેબલ iPhone iPhone Duo સાથે ફોલ્ડેબલ સ્માર્ટફોન માર્કેટમાં પણ એન્ટ્રી કરી લીધી છે. આ ડિવાઇસની કિંમત અમેરિકામાં $1,999 અને ભારતમાં ₹2,99,900 થી શરૂ થાય છે, જે તેને અત્યાર સુધીનો સૌથી મોંઘો iPhone બનાવે છે. તેનો 2TB વેરિયન્ટ અમેરિકામાં $3,200 અને ભારતમાં ₹4,49,900 માં મળશે.

સરખામણી કરીએ તો, સમાન પાસપોર્ટ-સ્ટાઇલ ડિઝાઇન ધરાવતા સેમસંગના Galaxy Z Fold8 ની કિંમત અમેરિકામાં $1,900 અને ભારતમાં ₹1,74,999 થી શરૂ થાય છે.

રોઇટર્સના અહેવાલ મુજબ, આ વર્ષે Appleએ જે તમામ દેશોમાં ભાવ વધાર્યા છે તેમાં ભારત સૌથી વધુ અસરગ્રસ્ત માર્કેટ છે. ઉદાહરણ તરીકે, iPhone 17 નું બેઝ મોડેલ ભારતમાં લગભગ 21% મોંઘું થઈ ગયું છે, જ્યારે 1TB iPhone Air ના ભાવમાં અંદાજે 41% નો વધારો ઝીંકાયો છે.

જૂના iPhone પણ મોંઘા થયા

Appleએ ભારતમાં વેચાતા જૂના મોડેલો જેવા કે iPhone 16, iPhone 17e, iPhone 17 અને iPhone Air ના ભાવમાં પણ વધારો કર્યો છે.

અમેરિકાની સરખામણીએ ભારતમાં આ ભાવવધારો ઘણો વધારે છે. 'ધ વોશિંગ્ટન પોસ્ટ'ના રિપોર્ટ મુજબ, અમેરિકામાં Appleએ જૂના iPhoneના ભાવમાં મોડેલ દીઠ $100 નો વધારો કર્યો છે, જ્યારે iPhone 17 Pro અને Pro Max નું ઉત્પાદન બંધ કરી દેવાયું છે.

સૌથી વધુ તફાવત iPhone Air માં જોવા મળ્યો છે, જેના 1TB મોડેલમાં ભારતમાં ₹65,000 (લગભગ 41%) નો સીધો વધારો થયો છે. જ્યારે બેઝ iPhone 17 ની કિંમતમાં પણ 21% સુધીનો વધારો થયો છે.

AI બૂમને કારણે મેમરી સપ્લાય પર ભારે દબાણ

આ ભાવવધારો Apple દ્વારા સ્પેસ પાર્ટ્સ અને કોમ્પોનન્ટ્સના વધતા ખર્ચ અંગે અપાયેલી ચેતવણી બાદ આવ્યો છે.

જૂન મહિનામાં Appleએ કેટલાક MacBook અને iPad મોડેલોના ભાવમાં લગભગ 20% નો વધારો કર્યો હતો. કંપનીએ જણાવ્યું હતું કે ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ હાલમાં AI ડેટા સેન્ટરો માટે વપરાતી ચિપ્સની અણધારી માગને કારણે અભૂતપૂર્વ પડકારનો સામનો કરી રહ્યો છે.

Appleના તત્કાલીન સીઈઓ ટિમ કુકે 'ધ વોલ સ્ટ્રીટ જર્નલ'ને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે મેમરી-ચિપની સ્થિતિ અનિયંત્રિત બની જતાં ભાવવધારો અનિવાર્ય બન્યો હતો. ત્યાર બાદ વોલ સ્ટ્રીટ જર્નલે પણ અહેવાલ આપ્યો હતો કે AI કંપનીઓ તરફથી આવેલી જંગી માગને કારણે DRAM અને NAND ના ભાવ આસમાને પહોંચ્યા છે.

રોઇટર્સના જણાવ્યા અનુસાર, ટિમ કુકે ઓગસ્ટમાં કંપનીના અર્નિંગ કોલ દરમિયાન મેમરી ચિપના ભાવમાં થયેલા આ વધારાને 100 વર્ષમાં એકવાર આવતા પૂર (100-year flood) જેવી સ્થિતિ ગણાવી હતી.

આ સમસ્યા માત્ર Apple પૂરતી સીમિત નથી. માર્કેટ રિસર્ચ ફર્મ 'ટ્રેન્ડફોર્સ' (TrendForce) ના રિપોર્ટ મુજબ, મેમરી સપ્લાયર્સ પોતાનું ઉત્પાદન કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સથી હટાવીને AI ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વપરાતી હાઇ-બેન્ડવિડ્થ મેમરી (HBM) અને સર્વર એપ્લિકેશન્સ તરફ ડાયવર્ટ કરી રહ્યા છે, જેના કારણે સામાન્ય ઇલેક્ટ્રોનિક્સ સાધનો માટે મેમરીની તંગી સર્જાઈ છે.

તેમના તાજેતરના સંશોધનમાં જણાવ્યા અનુસાર, આ અછત લાંબા સમય સુધી ચાલુ રહેવાની શક્યતા છે કારણ કે AI-સર્વરની માગ સતત વધતી રહેશે અને સપ્લાયર્સ પાસે ઉત્પાદન મર્યાદા છે.

ભારત પર કેમ વધુ અસર પડી?

મેમરીનો વધતો ખર્ચ વૈશ્વિક મુદ્દો હોવા છતાં ભારતીય ગ્રાહકો પર તેની સૌથી વધુ આર્થિક અસર પડી છે.

રોઇટર્સ નોંધે છે કે Appleનો ભારતમાં ભાવવધારો અમેરિકા કરતાં ઘણો વધારે છે. ભારતમાં સ્થાનિક કિંમતો પર ઇમ્પોર્ટ ડ્યૂટી (આયાત જકાત) અને 18% GST જેવા કરવેરા પણ ઉમેરાય છે.

જોકે, નવા iPhone 18 Pro મોડેલોમાં થયેલા ભાવવધારા માટે માત્ર મેમરીના વધેલા ખર્ચને દોષ આપી શકાય તેમ નથી. આ ડિવાઇસમાં Appleની નવી A20 Pro ચિપ અને વેરિયેબલ-એપર્ચર મેઇન કેમેરા જેવું નવું હાર્ડવેર આપવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે અમેરિકામાં વધેલા $100 માત્ર પાર્ટ્સના ખર્ચ માટે નથી.

સામે પક્ષે જૂના મોડેલો પરથી કોમ્પોનન્ટ્સના ભાવવધારાની સાચી અસર સમજી શકાય છે, કારણ કે લોન્ચ પછી તેમના મૂળ હાર્ડવેરમાં કોઈ ફેરફાર કરાયો નથી.

માત્ર Apple જ નહીં, આખી ટેક ઇન્ડસ્ટ્રી પ્રભાવિત

સમગ્ર કન્ઝ્યુમર-ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ હાલ પાર્ટ્સના આ ભાવવધારાથી ઝઝૂમી રહ્યો છે.

માઇક્રોસોફ્ટની માલિકીની Xbox એ તેના એન્ટ્રી-લેવલ ગેમિંગ કન્સોલના ભાવમાં અમેરિકામાં $100 નો વધારો કરીને તેને $499 કર્યો છે, જ્યારે ઉચ્ચ મેમરી વાળા મોડેલની કિંમત $150 વધારીને $749 કરી છે. કંપનીએ આ માટે મેમરી અને સ્ટોરેજના વધતા ખર્ચને કારણભૂત ગણાવ્યો છે.

કમ્પ્યુટર (PC) ઉત્પાદકો પણ આ જ દબાણ અનુભવી રહ્યા છે. 'ધ વોલ સ્ટ્રીટ જર્નલ'ના રિપોર્ટ મુજબ, AI ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણને કારણે સર્જાયેલી મેમરી અછત વચ્ચે કમ્પ્યુટર નિર્માતાઓ હવે ઓછા ડિવાઇસ વધુ કિંમતે વેચી રહ્યા છે.

ટ્રેન્ડફોર્સનું અનુમાન છે કે 2027 સુધી મેમરીના ભાવ ઊંચા રહેશે, કારણ કે AI જ માગનું મુખ્ય પરિબળ બની રહેશે અને કંપનીઓ વધારાનો ખર્ચ ગ્રાહકો પર પાસ કરતી રહેશે.

iPhoneના ભાવ ક્યાં સુધી ઊંચા રહેશે?

Apple દરેક iPhone બનાવવાનો ચોક્કસ ઉત્પાદન ખર્ચ જાહેર કરતી નથી, તેથી હાલના ભાવવધારામાંથી કેટલો હિસ્સો માત્ર મેમરીને આભારી છે તે ચોક્કસ કહેવું મુશ્કેલ છે.

પરંતુ એ સ્પષ્ટ છે કે સમગ્ર ટેક્નોલોજી ઉદ્યોગ માટે મેમરી એક મોટો આર્થિક બોજ બની ગઈ છે. ટ્રેન્ડફોર્સના અહેવાલ મુજબ, AI-સર્વરની માગને કારણે એડવાન્સ્ડ મેમરી પ્રોડક્ટ્સનું શિપમેન્ટ વધી રહ્યું છે, જ્યારે સપ્લાયર્સ પાસે સ્ટોક ઐતિહાસિક નીચલી સપાટીએ છે.

ટિમ કુકે અગાઉ સંકેત આપ્યો હતો કે જ્યાં સુધી મેમરીના ભાવ અને સપ્લાય સામાન્ય સ્તરે નહીં આવે ત્યાં સુધી ગ્રાહક ઉત્પાદનો પરનું આ દબાણ ઘટશે નહીં.

આ ઉપરાંત, વિશ્વની સૌથી મોટી મેમરી-ચિપ ઉત્પાદક કંપનીઓમાંથી એક SK Hynix મુજબ આ સપ્લાય કટોકટી આગામી કેટલાક વર્ષો સુધી ચાલુ રહી શકે છે.

જોકે, Apple માટે એક રાહતના સમાચાર એ છે કે તેની પાસે અત્યંત વફાદાર ગ્રાહક વર્ગ છે. ફોરેસ્ટરના પ્રિન્સિપલ એનાલિસ્ટ દીપંજન ચેટર્જીએ જણાવ્યું હતું કે, જો કોઈ કંપની ન્યૂનતમ વિરોધ સાથે ભાવવધારો પચાવી શકતી હોય, તો તે માત્ર Apple છે.

iPhone 18 સીરિઝમાં શું છે ખાસ, કેમ છે આટલી વધુ કિંમત, ફોલ્ડ ફોનની ટોપ વેરિયન્ટની કિંમત 4 લાખથી વધુ
Appleએ તેના 'Surprise and Shine' ઇવેન્ટમાં તેની નવી ફ્લેગશિપ સીરિઝ iPhone 18 Pro અને iPhone 18 Pro Max સત્તાવાર રીતે લોન્ચ કરી દીધી છે. ગયા વર્ષના iPhone 17 Pro મોડલ્સની સરખામણીમાં કંપનીએ હાર્ડવેર અને પર્ફોર્મન્સમાં ઘણા મોટા સુધારા કર્યા છે. આ નવા સ્માર્ટફોન્સમાં Appleની અત્યાધુનિક 2nm-જનરેશનવાળી A20 Pro ચિપસેટ, નવું ઇન-હાઉસ C2 મૉડેમ અને અપડેટેડ 'ડાયનેમિક આઇલેન્ડ' (Dynamic Island) આપવામાં આવ્યું છે, જે એકસાથે ત્રણ એક્ટિવિટી દર્શાવવા માટે સક્ષમ છે.

કિંમત અને ઉપલબ્ધતા

કિંમતની વાત કરીએ તો, ભારતમાં iPhone 18 Proની શરૂઆતની કિંમત ₹1,64,900 છે, જ્યારે iPhone 18 Pro Maxની કિંમત ₹1,79,900થી શરૂ થાય છે. 256GBના બેઝ મોડેલ ઉપરાંત, આ બંને ફોન 512GB, 1TB અને 2TB સ્ટોરેજ વિકલ્પોમાં પણ ઉપલબ્ધ છે. iPhone 18 Proના 512GB વેરિયન્ટની કિંમત ₹1,89,900 છે, તો 1TB વેરિયન્ટની કિંમત ₹2,39,900 અને 2TB વેરિયન્ટની કિંમત ₹3,14,900 છે.

Appleએ આ મોડલ્સને બ્લેક, સિલ્વર, ગ્લેશિયર અને નવા બર્ગન્ડી રંગમાં રજૂ કર્યા છે. આ નવા ઉપકરણો માટે પ્રી-ઓર્ડર 12 સપ્ટેમ્બરથી શરૂ થશે અને તેનું વેચાણ 18 સપ્ટેમ્બરથી શરૂ થશે.

apple.com

iPhone 18 Pro અને iPhone 18 Pro Maxના Specifications

સ્પેશિફિકેશનની વાત કરીએ તો, બંને મોડલ્સ લેટેસ્ટ iOS 27 પર ચાલે છે. iPhone 18 Proમાં 6.3-ઇંચની સ્ક્રીન આપવામાં આવી છે, જ્યારે Pro Max મોડેલમાં 6.9-ઇંચની મોટી ડિસ્પ્લે સાથે આવે છે. સ્પીડ અને પર્ફોર્મન્સ માટે આમાં Appleની નવી 2nm ટેક્નોલોજીવાળી A20 Pro ચિપ લગાવવામાં આવી છે, જેમાં 6-કોર CPU તથા 7-કોર GPU આ છે. નેટવર્ક અને કનેક્ટિવિટીને બહેતર બનાવવા માટે, કંપનીએ તેનું પોતાનું નવું C2 મોડેમ સામેલ કર્યું છે.

થર્મલ મેનેજમેન્ટ માટે કંપનીએ, ઉપયોગ દરમિયાન પણ ફોનને ઠંડો રાખવા માટે નવી 'વેપર ચેમ્બર કૂલિંગ સિસ્ટમ' ઉમેરી છે. આ ઉપરાંત, સ્ક્રીન પરના 'ડાયનેમિક આઇલેન્ડ' (Dynamic Island)ને પણ અપગ્રેડ કરવામાં આવ્યું છે અને હવે તે એકસાથે ત્રણ લાઇવ પ્રવૃત્તિઓ બતાવી શકે છે.

apple.com

ફોટોગ્રાફી માટે બંને ફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તેમાં વેરિયેબલ અપર્ચરવાળું સેન્સર, 48-મેગાપિક્સલનું ફ્યૂઝન પ્રાઇમરી સેન્સર, 48-મેગાપિક્સલનું અલ્ટ્રા-વાઇડ લેન્સ અને 48-મેગાપિક્સલનું 2x ટેલિફોટો લેન્સ સામેલ છે.

સેલ્ફી અને વીડિયો કોલ માટે ઓટોફોકસ સપોર્ટ સાથેનો 18-મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. બેટરી લાઇફની વાત કરીએ તો iPhone 18 Pro સામાન્ય ઉપયોગ સાથે એકવાર ચાર્જ કરવા પર 24 કલાક સુધી ચાલે છે, જ્યારે Pro Max મોડેલ 30 કલાક સુધી ચાલવાનો દાવો કરે છે. વીડિયો પ્લેબેકની વાત કરીએ તો, Pro મોડેલમાં 36 કલાક સુધી અને Pro Max મોડેલ 45 કલાક સુધીનું નોન-સ્ટોપ બેકઅપ મળે છે.

આ સિવાય Apple તેનો સૌથી મોંઘો અને સૌથી પહેલો ફોલ્ડેબલ ફોન પણ લોન્ચ કરી દીધો છે. આ ફોનનું નામ છે iPhone Duo.

પ્રથમ ફોલ્ડેબલ સ્માર્ટફોન iPhone Duo ને વૈશ્વિક સ્તરે રજૂ કર્યો છે. આ ફોન પ્રીમિયમ ‘બુક-સ્ટાઇલ’ ડિઝાઇન અને પાસપોર્ટ જેવા આકારમાં આવે છે. તેમાં ગ્લેર અને ક્રીઝ ઘટાડવા માટે ખાસ નેનો-ટેક્સચર ફિનિશ સાથે 7.6-ઈંચની ઈનર Super Retina XDR AMOLED ડિસ્પ્લે અને બહાર 5.4-ઈંચની કવર સ્ક્રીન આપવામાં આવી છે. બંને સ્ક્રીન 120Hz ProMotion ને સપોર્ટ કરે છે. ફોનની મજબૂતાઈ માટે ટાઇટેનિયમ ગ્રેડ 5 ફ્રેમ, મિરેર-પોલિશ્ડ ફિનિશિંગ, સેરામિક શીલ્ડ 2 પ્રોટેક્શન અને IP68 વોટર રેસિસ્ટન્સ રેટિંગ મળેલ છે.

પરફોર્મન્સ માટે iPhone Duo માં વિશ્વની પ્રથમ 2nm પ્રોસેસ પર બનેલી શક્તિશાળી A20 Pro ચિપસેટ અને 12GB RAM નો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે AI ટાસ્ક, એપ્લિકેશન મલ્ટિટાસ્કિંગ અને ગેમિંગને અતિ ઝડપી બનાવે છે. કૂલિંગ માટે સ્પેશિયલ વેપર-ચેમ્બર ટેક્નોલોજી અને ડ્યુઅલ-બેટરી આર્કિટેક્ચર (5,400 mAh) આપેલું છે, જે 20 મિનિટમાં 50% સુધી ફાસ્ટ ચાર્જ થઈ શકે છે. આ સિવાય, નોટ્સ અને સ્કેચિંગ માટે તેમાં Apple Pencil સપોર્ટ પણ ઉમેરાયો છે.

કેમેરા વિભાગમાં 48MP ફ્યુઝન મેઈન કેમેરા (Zero Shutter Lag અને 2x ઓપ્ટિકલ ઝૂમ) તથા 48MP અલ્ટ્રા-વાઈડ કેમેરા ધરાવતી ડ્યુઅલ સિસ્ટમ શામેલ છે. ફોલ્ડ સેટઅપના લીધે મેઈન કેમેરાથી સેલ્ફી લેતી વખતે બહારની સ્ક્રીન પર 'Duo Preview' જોઈ શકાય છે. સુરક્ષા માટે પાવર બટનમાં Touch ID સિસ્ટમ મળે છે. 'Star White' અને 'Night Sky' કલર્સમાં ઉપલબ્ધ આ ફોનની ભારતમાં શરૂઆતી કિંમત ₹2,99,900 રાખવામાં આવી છે. આ ફોનના 2 TB વેરિયન્ટની કિંમત 4 લાખ 49 હજાર રૂપિયાથી પણ વધુ છે.

iPhone 18 સીરિઝ અને વિશેષ કરીને Pro મોડલ્સની કિંમત વધુ હોવાના મુખ્ય કારણો...

2nm પ્રોસેસર ટેક્નોલોજી: A20 Pro ચિપસેટ વિશ્વની સૌપ્રથમ 2-નેનોમીટર (2nm) ફેબ્રિકેશન પ્રોસેસ પર આધારિત છે. આ અદ્યતન સેમિકન્ડક્ટર ચિપ્સનું ઉત્પાદન અત્યંત જટિલ અને ખર્ચાળ હોવાથી મોડ્યુલર કોસ્ટમાં મોટો વધારો થયો છે.

વેરિયેબલ એપર્ચર કેમેરા મોડ્યુલ: નવા 48MP ફ્યુઝન કેમેરામાં ફિઝિકલ મુવિંગ બ્લેડ્સ સાથેનું વેરિયેબલ એપર્ચર મિકેનિઝમ વાપરવામાં આવ્યું છે. આ પ્રકારની કેમેરા હાર્ડવેર સિસ્ટમ સામાન્ય સેન્સર કરતાં ઘણી મોંઘી હોય છે.

સિલિકોન-એનોડ બેટરી અને વેપર ચેમ્બર: ડિવાઇસને ઠંડુ રાખવા માટે ઉમેરાયેલી એડવાન્સ્ડ વેપર-ચેમ્બર કૂલિંગ સિસ્ટમ અને નવી હાઈ-ડેન્સિટી સિલિકોન બેટરી ટેક્નોલોજીને કારણે પ્રોડક્શન કોસ્ટ વધી છે.

ઈમ્પોર્ટ ડ્યુટી અને ટેક્સ: બઝારમાં વિદેશી સ્પેરપાર્ટ્સ, મોંઘા રો મટીરિયલ (જેમ કે ગ્રેડ 5 ટાઇટેનિયમ) અને કરમાળખા (GST તથા ઈમ્પોર્ટ ડ્યુટી)ના કારણે પણ ભારતમાં તેની વેચાણ કિંમત વધુ જોવા મળે છે.

બેઝ સ્ટોરેજ અપગ્રેડ: Pro સીરિઝમાં જૂના 128GB વેરિયેન્ટને બદલે સીધું વધુ સ્ટોરેજ (256GB થી શરૂ) અને 12GB RAM ને સ્ટાન્ડર્ડ તરીકે આપવાનું શરૂ કરાયું છે.

હવે ચાર્જિંગની ચિંતા ખતમ! શું છે REEV, જે બદલી શકે છે EVની દુનિયાને?
ભારતમાં ઇલેક્ટ્રિક કારોની માંગ સતત વધી રહી છે, પરંતુ ચાર્જિંગ સ્ટેશન દરેક જગ્યાએ સરળતાથી ઉપલબ્ધ નથી. લાંબા અંતરની મુસાફરી પર EV લઇને નીકળતા લોકોને ચાર્જિંગની ચિંતા રહે છે. આ સમસ્યાને ઉકેલવા માટે, ઓટોમોટિવ કંપનીઓ રેન્જ એક્સટેન્ડર ઇલેક્ટ્રિક વ્હીકલ (REEV) ટેકનોલોજી પર વધુને વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

REEVને સરળ શબ્દો ભાષામાં એક એવી ઇલેક્ટ્રિક કાર સમજો, જેમાં નાના પેટ્રોલ એન્જિન પણ લાગેલા હોય છે. પેટ્રોલ એન્જિન સીધા કારના વ્હીલ્સ ચલાવતું નથી; વ્હીલ્સ ફક્ત ઇલેક્ટ્રિક મોટર દ્વારા સંચાલિત થાય છે. કારની બેટરી મોટરને પાવર સપ્લાય કરે છે. જ્યારે બેટરીનું ચાર્જ ઓછું થઇ જાય છે, ત્યારે કારમાં લાગેલું પેટ્રોલ એન્જિન એક જનરેટર ચલાવે છે. આ જનરેટર વીજળી ઉત્પન્ન કરે છે અને એ જ વીજળીથી ઇલેક્ટ્રિક મોટર કારને ચાલતી રહે છે. એટલે કે, પેટ્રોલ એન્જિનની ભૂમિકા વ્હીલ્સ ચલાવવાની નથી, પરંતુ વીજળી ઉત્પન્ન કરવાની છે.

સામાન્ય EVમાં પેટ્રોલ એન્જિન હોતું નથી. જ્યારે બેટરી સમાપ્ત થાય ત્યારે તેને ચાર્જ કરવું આવશ્યક છે. જ્યારે REEVને પણ સામાન્ય EVની જેમ ચાર્જ કરી શકાય છે, જો મુસાફરી દરમિયાન ચાર્જિંગ સ્ટેશન ઉપલબ્ધ ન હોય અને બેટરી ઓછી થઇ ગઇ હોય, તો તેનું પેટ્રોલ એન્જિન વીજળી ઉત્પન્ન કરીને કારને ચલાવતું રહે છે. આ જ REEVનો સૌથી મોટો ફાયદો છે; તે લાંબી મુસાફરી દરમિયાન ચાર્જ ખતમ થવાની ચિંતાને દૂર કરે છે. જો કે, તેના બદલે REEVમાં બેટરી સાથે એન્જિન, પેટ્રોલ ટાંકી અને જનરેટર પણ હોય છે, એટલે તેની ટેકનોલોજી સામાન્ય EV કરતા વધુ જટિલ હશે.

ev24.africa

સામાન્ય હાઇબ્રિડ કારમાં, પેટ્રોલ એન્જિન અને ઇલેક્ટ્રિક મોટર બંને વ્હીલ્સ ચલાવી શકે છે. જરૂરિયાતના હિસાબે કાર ક્યારેક એન્જિન, ક્યારેક મોટર અથવા બંનેના સંયોજન પર ચાલી શકે છે. પરંતુ REEVમાં આવું થતું નથી; વ્હીલ્સ ફક્ત ઇલેક્ટ્રિક મોટર દ્વારા ચલાવવામાં આવે છે, જ્યારે પેટ્રોલ એન્જિનનો ઉપયોગ ફક્ત વીજળી ઉત્પન્ન કરવા માટે થાય છે. આ તેની સૌથી મોટી વિશેષતા છે.

પ્લગ-ઇન હાઇબ્રિડ્સ (PHEVs)માં મોટી બેટરીઓ હોય છે અને તેને બહારથી પણ ચાર્જ કરી શકાય છે; જોકે, મોટાભાગના PHEVમાં, પેટ્રોલ એન્જિન જરૂર પડ્યે સીધા વ્હીલ્સને પણ ચલાવી શકે છે. તેનાથી વિપરીત, REEVમાં એન્જિન સીધા વ્હીલ્સ સાથે જોડાયેલું નથી; તે ફક્ત વીજળી ઉત્પન્ન કરે છે.

gujaratfirst.com

ભારતીય શહેરોમાં EV ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઝડપથી વિસ્તરી રહ્યું છે, પરંતુ નાના શહેરો અને હાઇવે પર પરિસ્થિતિ અત્યારે દરેક જગ્યાએ એક જેવી નથી. આ જ કારણ છે કે, ઘણા ગ્રાહકો શહેરના ઉપયોગ માટે EV ખરીદવા માંગે છે પરંતુ લાંબા અંતરની મુસાફરીને લઇને ચિંતિત રહે છે. REEV આ સમસ્યાનો ઉકેલ આપી શકે છે. તેમને મોટી બેટરીની જરૂર ન પણ પડે, કારણ કે જરૂર પડ્યે પેટ્રોલ એન્જિન વીજળી ઉત્પન્ન કરી શકે છે. કંપનીના દાવા અનુસાર, REEVની કુલ રેન્જ 1,100–1,200 કિલોમીટર સુધી પહોંચી શકે છે. તેની તુલનામાં, સામાન્ય BEVની રેન્જ સામાન્ય રીતે 500–600 કિલોમીટરની આસપાસ બતાવવામાં આવે છે. વાસ્તવિક રેન્જ મોડેલ અને ડ્રાઇવિંગ પરિસ્થિતિઓ પર નિર્ભર રહેશે.

REEV માટે સૌથી મોટો પડકાર તેની કિંમત હશે. તેમાં બેટરીની સાથે પેટ્રોલ એન્જિન, ફ્યુઅલ ટાંકી અને જનરેટરનો સમાવેશ થતો હોવાથી, તે સામાન્ય EV કરતા વધુ મોંઘા હોઈ શકે છે. જો કે, યોગ્ય કિંમત અને સરકાર તરફથી ટેક્સમાં રાહત મળી, તો REEV ભારતમાં EV અને હાઇબ્રિડ વચ્ચેના અંતરને દૂર કરવા માટે એક નવો વિકલ્પ બની શકે છે. ખાસ કરીને એવા ગ્રાહકો માટે કે જેઓ દરરોજ શહેરમાં ઇલેક્ટ્રિક મોડમાં વાહન ચલાવવા માંગે છે પરંતુ લાંબી મુસાફરી દરમિયાન ચાર્જિંગ સ્ટેશન શોધવાની ચિંતા કરવાનું પસંદ કરતા નથી.

200MP Leica કેમેરા અને 6000mAh બેટરી સાથે લોન્ચ થયો Xiaomi 18 Fold, જાણો કિંમત
Xiaomiએ ચીનમાં તેનો નવો પ્રીમિયમ ફોલ્ડેબલ સ્માર્ટફોન Xiaomi 18 Fold, લોન્ચ કર્યો છે. આ નવા ફોનની ખાસિયત તેની અલ્ટ્રા-સ્લિમ ડિઝાઇન છે. જ્યારે તેને સંપૂર્ણપણે ખોલવામાં આવે છે, ત્યારે તે ફક્ત 5.02mmનો રહી જાય છે, જ્યારે ફોલ્ડ કરવામાં આવે ત્યારે તે 10.68mm રહે છે. તેનું વજન 219 ગ્રામ છે. બ્રાન્ડે આમા XRING O3 ચિપસેટ અને શાનદાર Leica કેમેરા સેટઅપ આપ્યું છે. ચાલો  સ્પેશિફિકેશન અને અને કિંમત પર એક નજર કરીએ.

Xiaomi 18 Foldનું સ્પેશિફિકેશન અને કિંમત

Xiaomi 18 Foldમાં 7.58-ઇંચની આંતરિક ડિસ્પ્લે છે. તે 2364×1672 પિક્સેલના રિઝોલ્યુશન સાથે Pol-less LTPO OLED પેનલ છે, જે 120Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. આ ડિસ્પ્લેની પીક બ્રાઇટનેસ 4,000 nits સુધી છે, જ્યારે HBMમાં તે 2,200 nits સુધી જાય છે. સ્ક્રીનને સુરક્ષિત રાખવા માટે ડ્યુઅલ-લેયર UTG લગાવવામાં આવ્યું છે.

Xiaomi 18 ફોલ્ડ ફોનના બાહ્ય ભાગમાં 5.38-ઇંચ LTPO OLED ડિસ્પ્લે મળે છે. તેનું રિઝોલ્યુશન 1712×1168 પિક્સેલ અને 120Hz રિફ્રેશ રેટ છે. તેની પીક બ્રાઇટનેસ 4,000 nits અને HBM બ્રાઇટનેસ 2,200 nits સુધી છે. બાહ્ય સ્ક્રીન Xiaomi ડ્રેગન ક્રિસ્ટલ ગ્લાસ 3.0 દ્વારા સુરક્ષા આપવામાં આવી છે.

mi.com

પ્રદર્શન માટે Xiaomi 18 ફોલ્ડમાં કંપનીનું XRING O3 ચિપસેટ આપવામાં આવ્યું છે. ફોન LPDDR6 RAMનો ઉપયોગ કર કરવામાં આવ્યો છે, જે ખાસ કરીને 16GB+ 1TBવાળા ટોપ વેરિયન્ટમાં ઉપલબ્ધ છે. અન્ય વેરિયન્ટ્સ LPDDR5X RAM સાથે UFS 4.1 સ્ટોરેજ મળે છે.

ફોટોગ્રાફી માટે Xiaomi 18 Foldમાં Leica સાથે સહયોગથી તૈયાર કરવામાં આવેલો ટ્રિપલ રીઅર કેમેરા સેટઅપ છે. તેમાં 200MP Samsung HP5 મુખ્ય કેમેરા સાથે 1/1.56-ઇંચ સેન્સર શામેલ છે, જે 23mm ફોકલ લેન્થ અને OISને સપોર્ટ કરે છે. આ સાથે 50MP OV50D અલ્ટ્રા-વાઇડ કેમેરા આપવામાં આવ્યા છે, જેનું સેન્સર 1/2.88-ઇંચનું છે અને 17mm ફોકલ લેન્થ સાથે આવે છે. આટલું જ નહીં, ત્રીજો કેમેરા 50MP JN5 પેરિસ્કોપ ટેલિફોટો સેન્સર છે, જે 3.5x ઓપ્ટિકલ ઝૂમ અને 80mm ફોકલ લેન્થને સપોર્ટ કરે છે.

કેમેરા સેટઅપમાં Leica Optics અને Leica Summilux લેન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સેલ્ફી અને વીડિયો કોલ માટે ફોનની અંદર અને બહાર બને તરફ 16MP કેમેરા મળે છે. Xiaomi 18 Foldમાં 6,000mAhની મોટી બેટરી આપવામાં આવી છે. તેને ઝડપી ચાર્જ કરવા માટે ફોનમાં 67W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ મળે છે અને 50W વાયરલેસ ચાર્જિંગને પણ સપોર્ટ કરે છે.

mi.com

સોફ્ટવેરની વાત કરીએ તો, Xiaomi 18 ફોન Fold Android 17 પર આધારિત HyperOS 4 સાથે આવે છે. કનેક્ટિવિટી માટે તેમાં Wi-Fi 7, Bluetooth 6.0, NFC અને UWB જેવા વિકલ્પ મળે છે. ફોનમાં USB 3.2 Gen 2 પોર્ટ આપવામાં આવ્યું છે. અન્ય ફીચર્સમાં IPX8 રેટિંગ, IR બ્લાસ્ટર અને સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર શામેલ છે.

Xiaomi 18 Fold ની ડિઝાઇન તેની વિશિષ્ટ સુવિધાઓમાંની એક છે. ફોનને સંપૂર્ણપણે ખોલવામાં આવે છે, ત્યારે ફોનની જાડાઇ ફક્ત 5.02mm છે; જ્યારે ફોલ્ડ કરવામાં આવે છે, ત્યારે જાડાઈ 10.68mm થઈ જાય છે. તેનું વજન 219 ગ્રામ છે, જે મોટા ફોલ્ડેબલ ફોનને જોતા ખૂબ ઓછું છે.

ચીનમાં, Xiaomi 18 Foldની કિંમત 10,999 યુઆનથી શરૂ થાય છે. તેના 12GB + 256GB વેરિયન્ટની કિંમત 10,999 યુઆન, 12 GB + 512GB વેરિયન્ટની કિંમત 11,999 યુઆન અને 16GB + 512GB વેરિયન્ટની કિંમત 12,999 યુઆન છે. 16GB + 1TB વેરિઅન્ટની કિંમત 14,999 યુઆન છે, જેમાં LPDDR6 RAM મળે છે. તો, 15GB + 1TB LPDDR6 અને સીરામિક સ્પેશિયલ એડિશનની કિંમત 15,999 યુઆન છે.

mi.com

ભારતીય ચલણની દ્રષ્ટિએ જોઇએ તો શરૂઆતની કિંમત આશરે ₹1.54 લાખ છે, જ્યારે ટોપ વેરિયન્ટની કિંમત લગભગ ₹2.25 લાખ છે. જોકે, ભારતમાં લોન્ચ થયા પછી કિંમત અલગ હોઈ શકે છે. બ્રાન્ડે હજુ સુધી ફોનના ભારતમાં લોન્ચ અંગે વિગતો જાહેર કરી નથી.

માત્ર માઈલેજ જ નહીં, E20 પેટ્રોલ જૂના વાહનોમાં વધારી રહ્યું છે ઘસારો અને રિપેરિંગનો ખર્ચ: સર્વેમાં ખુલાસો
દેશભરમાં E20 (20 ટકા ઇથેનોલ મિશ્રિત) પેટ્રોલના રોલઆઉટ પછી, જૂના પેટ્રોલ વાહનોના માલિકો માઈલેજમાં ઘટાડો અનુભવી રહ્યા છે તે વાત હવે ચર્ચાનો વિષય નથી રહી, પરંતુ એક કડવી વાસ્તવિકતા બની ગઈ છે. જોકે, હવે માઈલેજ કરતાં પણ વધુ ચિંતાજનક પ્રશ્ન સામે આવી રહ્યો છે કે — શું E20 પેટ્રોલ ગુપ્ત રીતે જૂના વાહનોની મિકેનિકલ હેલ્થ એટલે કે તેના એન્જિન અને પાર્ટ્સને મોટું નુકસાન પહોંચાડી રહ્યું છે?

ગ્રાહક સગવડતા પ્લેટફોર્મ 'લોકલસર્કલ'ના એક નવા સર્વેક્ષણમાં આ વાત સાચી હોવાના ચોંકાવનારા સંકેતો મળ્યા છે. થોડા સમય પહેલા થોમસન રોઈટર્સના 'કોન્ટેક્સ્ટ'  એ સરકારી અને ઉદ્યોગના ડેટાના વિશ્લેષણના આધારે અહેવાલ આપ્યો હતો કે, ભારતમાં છેલ્લા 15 વર્ષમાં વેચાયેલા નવા પેટ્રોલ વાહનોમાંથી માત્ર 20 ટકા વાહનો જ E20 ઇંધણ સાથે સુસંગત છે.

આ સર્વેક્ષણમાં દેશના 305 જિલ્લાઓમાંથી 2023 પહેલા બનેલા પેટ્રોલ વાહનોના 44,000 થી વધુ માલિકોના જવાબો એકત્રિત કરવામાં આવ્યા હતા. સર્વે દર્શાવે છે કે વાહન ચાલકોની ચિંતા હવે માત્ર ઓછી માઈલેજ પૂરતી સીમિત નથી રહી. E20 પેટ્રોલના લાંબા સમયના વપરાશ પછી વાહનોમાં અસામાન્ય ઘસારો જોવા મળી રહ્યો છે અને વારંવાર રિપેરિંગની જરૂર પડી રહી છે.

સર્વે અનુસાર, 55 ટકા ઉત્તરદાતાઓએ જણાવ્યું કે વર્ષ 2025 ની શરૂઆતથી તેમની ગાડીઓમાં ઘસારો અથવા રિપેરિંગની જરૂરિયાત વધી ગઈ છે. આ આંકડો મે 2026 માં લોકલસર્કલ દ્વારા કરાયેલા સર્વેના 29 ટકાની સરખામણીએ માત્ર એક જ મહિનામાં નાટકીય રીતે વધી ગયો છે.

સમસ્યાની જાણ કરનારાઓ પૈકી 24 ટકા લોકોએ આ રિપેરિંગના વધારાને ‘મોટો’ (Major) ગણાવ્યો છે, જ્યારે અન્ય 21 ટકા લોકોએ તેને ‘મધ્યમ’ ગણાવ્યો છે. માત્ર 38 ટકા લોકો એવા હતા જેમણે કંઈ અસામાન્ય નોંધ્યું નથી.

જો મે મહિનાના સર્વેએ ચિંતાની ઘંટડી વગાડી હતી, તો જૂનના તારણો દર્શાવે છે કે હવે આ સમસ્યાની અવગણના કરવી અશક્ય છે.

શા માટે ઇથેનોલ જૂની ગાડીઓ માટે નુકસાનકારક છે?

સર્વેમાં દલીલ કરવામાં આવી છે કે આ ફરિયાદો પાછળ ઇથેનોલના રાસાયણિક ગુણધર્મો જવાબદાર છે. ઇથેનોલ હવામાંથી ભેજને ખૂબ ઝડપથી શોષી લે છે, જેના કારણે વાહનોની ફ્યુઅલ ટેન્ક (ઇંધણની ટાંકી), ઇન્જેક્ટર, પંપ અને ધાતુની ફ્યુઅલ લાઇન્સમાં કાટ લાગવાનું જોખમ ઘણું વધી જાય છે.

આ ઉપરાંત, તે રબરની પાઇપો (Hoses), સીલ, ઓ-રિંગ્સ (O-rings) અને પ્લાસ્ટિકના એવા ભાગોને ધીમે-ધીમે સડાવી કે બગાડી શકે છે જે ક્યારેય 20 ટકા ઇથેનોલના મિશ્રણને સહન કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા નહોતા. સમય જતાં, આ અસરોને કારણે ખાસ કરીને E5 અથવા E10 ઇંધણ માટે બનેલી જૂની ગાડીઓના મેન્ટેનન્સ અને સર્વિસિંગના બિલ ખૂબ મોટા આવી શકે છે.

માઈલેજ ઘટવાની ફરિયાદો પણ આકાશને આંબી રહી છે

એન્જિનના ઘસારાની સાથે-સાથે માઈલેજ ઘટવાની ફરિયાદો પણ સતત વધી રહી છે.

સર્વેક્ષણ મુજબ, 2023 પહેલાના પેટ્રોલ વાહનોના 66 ટકા માલિકોએ સ્વીકાર્યું છે કે વર્ષ 2025 ની શરૂઆતથી તેમની માઈલેજમાં 10 ટકાથી વધુનો ઘટાડો થયો છે. માત્ર એક મહિના પહેલા (મે મહિનામાં) આ આંકડો 45 ટકા હતો, એટલે કે એક જ મહિનામાં તેમાં 21 ટકાનો મોટો ઉછાળો આવ્યો છે.

આ ઘટાડાના વિગતવાર આંકડા જોઈએ તો, 23 ટકા લોકોએ 20 ટકાથી વધુ માઈલેજ ગુમાવી છે, અન્ય 23 ટકા લોકોએ 15 થી 20 ટકાનો ઘટાડો નોંધાવ્યો છે, જ્યારે 20 ટકા લોકોએ 10 થી 15 ટકા વચ્ચે માઈલેજ ઘટવાની વાત કહી છે.

ઘટાડાનું મુખ્ય કારણ: લોકલસર્કલ આ ઘટાડા માટે મુખ્યત્વે ઇથેનોલની ઓછી ઊર્જા ઘનતાને જવાબદાર ગણે છે. પેટ્રોલની સરખામણીએ ઇથેનોલમાં પ્રતિ લીટર નોંધપાત્ર રીતે ઓછી ઊર્જા હોય છે, જેના કારણે સમાન પરફોર્મન્સ મેળવવા માટે એન્જિને વધુ ઇંધણ બાળવું પડે છે. જૂના એન્જિનોમાં આજના આધુનિક E20 સુસંગત વાહનો જેવી એડેપ્ટિવ એન્જિન મેનેજમેન્ટ સિસ્ટમ હોતી નથી, જેથી તેઓ ઇંધણના બદલાયેલા ગુણધર્મો સાથે તાલમેલ મિલાવી શકતા નથી.

હવે આ વિવાદ લેબોરેટરીના અંદાજો વિરુદ્ધ ગ્રાઉન્ડ રિયાલિટી વચ્ચેનો બની ગયો છે. 'ઓટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઓફ ઇન્ડિયા' (ARAI) એવો અંદાજ લગાવ્યો હતો કે E20 ને કારણે માઈલેજમાં માત્ર 1 થી 6 ટકાનો જ ઘટાડો થવો જોઈએ. જોકે, લોકલસર્કલ નોંધે છે કે કેટલાક સ્વતંત્ર વાસ્તવિક અભ્યાસોમાં જૂના વાહનોમાં માઈલેજનું નુકસાન 8 થી 12 ટકાની નજીક જોવા મળ્યું છે. હવે ચિંતા માત્ર એ નથી કે એક લીટર પેટ્રોલમાં ગાડી કેટલા કિલોમીટર ચાલશે, પરંતુ ચિંતા એ છે કે વાહન પોતે કેટલા સમય સુધી ટકી શકશે.

આગામી સમયમાં મુશ્કેલીઓ હજુ વધશે?

વધુ ચિંતાજનક બાબત એ છે કે મે મહિનામાં સરકારે સત્તાવાર રીતે E22, E25, E27 અને E30 જેવા ઉચ્ચ ઇથેનોલ-પેટ્રોલ મિશ્રણો માટેના ઇંધણના ધોરણો જાહેર કર્યા છે. જોકે આ ઇંધણ હજી પેટ્રોલ પંપ પર ઉપલબ્ધ નથી, પરંતુ આ પગલાથી તેમના ભવિષ્યના રોલઆઉટ માટેનું તકનીકી માળખું તૈયાર થઈ ગયું છે. આ સંકેત આપે છે કે E20 કદાચ માત્ર એક શરૂઆત છે અને આગામી સમયમાં E30 પણ વાસ્તવિકતા બની શકે છે. ભવિષ્યમાં વાહનચાલકો પાસે E20 સિવાય અન્ય કોઈ સામાન્ય પેટ્રોલ પસંદ કરવાનો વિકલ્પ બચશે કે નહીં તે પણ હજુ અનિશ્ચિત છે.

ગડકરી નવું લાવ્યા, હવે ટ્રાફિક નિયમો તોડ્યા તો દંડ તો થશે જ પણ નેગેટિવ પોઈન્ટ પણ મળશે, જેનાથી...
ભારતમાં ડ્રાઇવિંગ લાઇસન્સ (DL) અને વાહન નોંધણી પ્રમાણપત્રો (RC) સંબંધિત નિયમો ટૂંક સમયમાં બદલાઈ શકે છે. માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય DL અને RC માટે ગ્રેડેડ પોઇન્ટ સિસ્ટમ લાગુ કરવાનું વિચારી રહ્યું છે. આનાથી વારંવાર ટ્રાફિક ઉલ્લંઘન કરનારાઓનું લાઇસન્સ સસ્પેન્ડ અથવા રદ થઈ શકે છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આ જાહેરાત કરી. તેમણે જણાવ્યું હતું કે, આ પ્રસ્તાવિત સિસ્ટમમાં ડ્રાઇવરોને પુરસ્કાર આપવાની જોગવાઈ પણ શામેલ હશે. આ પુરસ્કારો જવાબદારીપૂર્વક વાહન ચલાવનારા અને ચોખ્ખો અને સારો ડ્રાઇવિંગ રેકોર્ડ ધરાવતા લોકોને આપવામાં આવશે.

સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સ (SIAM)ના 66મા વાર્ષિક પરિષદ દરમિયાન, નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, મંત્રાલય એક એવી સિસ્ટમ વિકસાવી રહ્યું છે જે ટ્રાફિક ઉલ્લંઘનોને સીધા ડ્રાઇવિંગ લાઇસન્સ રેકોર્ડ સાથે જોડશે.

fortuneindia.com

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 'મારું મંત્રાલય ડ્રાઇવિંગ લાઇસન્સ અને વાહન નોંધણી પ્રમાણપત્રોમાં ગ્રેડેડ પોઇન્ટ સિસ્ટમ રજૂ કરવાની યોજના બનાવી રહ્યું છે.' આ પ્રસ્તાવિત સિસ્ટમ હેઠળ, ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ડ્રાઇવિંગ લાઇસન્સમાંથી પોઇન્ટ કાપવામાં આવશે. એકવાર દંડ ચોક્કસ મર્યાદા સુધી પહોંચી જાય, પછી વહીવટીતંત્ર લાઇસન્સ ધારક સામે કડક કાર્યવાહી કરી શકશે. ગડકરીએ જણાવ્યું હતું કે, 'દરેક ઉલ્લંઘન માટે ડ્રાઇવિંગ લાઇસન્સમાંથી પોઈન્ટ કાપવામાં આવશે. આ ઉપરાંત, ચોક્કસ મર્યાદા પછી, લાઇસન્સ સસ્પેન્ડ અથવા રદ પણ કરવામાં આવશે.'

પ્રસ્તાવિત સિસ્ટમ સજા અથવા દંડ સુધી મર્યાદિત નથી. ગડકરીએ જણાવ્યું હતું કે, સારા ડ્રાઇવિંગ રેકોર્ડ ધરાવતા ડ્રાઇવરોને લાભો પૂરા પાડી શકાય છે, જેમાં કદાચ વીમા કંપનીઓ તરફથી પ્રોત્સાહનોનો પણ સમાવેશ થાય છે. જો કે, આ સંભવિત પ્રોત્સાહનો વિશેની વિગતો હજુ સુધી પૂરી પાડવામાં આવી નથી.

newsonair.gov.in

પોઈન્ટ-આધારિત સિસ્ટમ ફક્ત એક જ ચલણ ચૂકવવાને બદલે સમગ્ર ડ્રાઇવિંગ રેકોર્ડનું સતત નિરીક્ષણ કરશે. સરળ શબ્દોમાં કહીએ તો, વારંવાર ઓવરસ્પીડિંગ, લાલ લાઇટ કૂદવા અથવા ખતરનાક ડ્રાઇવિંગ જેવા કિસ્સાઓને અલગ અલગ ઘટનાઓ તરીકે ગણવામાં આવશે નહીં, જેનાથી લાઇસન્સ સમીક્ષાની મંજૂરી મળશે.

https://twitter.com/NewsAlgebraIND/status/2095438141918527989

ગડકરીએ જણાવ્યું હતું કે, ભારતમાં માર્ગ સલામતી સુધારવાના પ્રયાસોમાં ડ્રાઇવરનું વર્તન સૌથી મોટો પડકાર રહે છે. તેમણે કહ્યું હતું કે, 'ડ્રાઇવરનું વર્તન એક મોટી સમસ્યા છે. અમે હવે તેને ઉકેલવા માટે ઘણા પગલાં લઈ રહ્યા છીએ.'

તેમણે એ પણ ભાર મૂક્યો હતો કે, જે લોકો વારંવાર ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરે છે તેમને તેમના ગેરવર્તણૂકના પરિણામો માટે જવાબદાર ઠેરવવા જોઈએ. તેમણે કહ્યું, 'આપણે સતત ભૂલો કરીએ અને પછી શીખીએ તે યોગ્ય રહેશે નહીં. આપણે એવા લોકો સાથે કડક રહેવાની જરૂર છે જ્યાં તેમની ભૂલો અકસ્માતો અને પરિણામો માટે જવાબદાર હોય.'

jagran.com

આ દરખાસ્તની ચર્ચા ભારત NCAP 2.0 સહિત અન્ય અનેક માર્ગ સલામતી પહેલો સાથે કરવામાં આવી હતી, જેને ગડકરીએ ઓક્ટોબર 2027 માટેની યોજના તરીકે વર્ણવી હતી. વાહન-સુરક્ષા મૂલ્યાંકન કાર્યક્રમનો આગામી તબક્કો ફક્ત ક્રેશ પ્રદર્શન પર જ નહીં પરંતુ સમગ્ર સલામતી શૃંખલા પર ધ્યાન કેન્દ્રિત કરવાની અપેક્ષા છે.

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પણ જાહેરાત કરી હતી કે, ખાનગી મોટરસાઇકલ માલિકોને બાઇક ટેક્સી સેવાઓ ચલાવવાની મંજૂરી આપવી જોઈએ. તેમણે રાજ્ય સરકારોને આ સેવાઓને કાયદેસર બનાવવા માટે પ્રોત્સાહિત કર્યા. તેમણે જણાવ્યું હતું કે, આ પહેલ આશરે 8 કરોડ લોકો માટે રોજગારની નવી તકો ઊભી કરી શકે છે.

ઇથેનોલના કારણે વાહનને નુકસાન થયું તો શું થશે, આ સર્વે સરકારનું ટેન્શન વધારશે
ભારતમાં ઇથેનોલ-મિશ્રિત પેટ્રોલ (E20 ઇંધણ)ને લગતો વિવાદ ચાલુ છે. તાજેતરના એક સર્વે મુજબ, જો પેટ્રોલ વાહન માલિકોને લાગે છે કે E20 પેટ્રોલના કારણે તેમના વાહનોને મોટું નુકસાન થયું છે, તો તેમાંથી લગભગ અડધા લોકો વળતર માંગવા માટે તૈયાર છે. સર્વેમાં ભાગ લીધેલા લોકોમાંથી લગભગ અડધા લોકો ગ્રાહક અદાલતમાં જવા અથવા કાનૂની કાર્યવાહી કરવા સંમત થયા હતા.

navbharattimes.indiatimes.com

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, લોકલસર્કલ્સે એક નવો સર્વે બહાર પાડ્યો. સર્વેમાં 316 જિલ્લાઓના 22,000થી વધુ પેટ્રોલ વાહન માલિકોના પ્રતિભાવો એકત્રિત કરવામાં આવ્યા હતા. તેમને પૂછવામાં આવ્યું હતું કે, જો તેમને લાગે કે 'ઇથેનોલ-મિશ્રિત પેટ્રોલ' (E20 પેટ્રોલ)ના કારણે તેમના વાહનોને મોટું નુકસાન પહોંચ્યું છે, તો તેઓ વળતર મેળવવા માટે શું પગલાં લેશે. સર્વેના પરિણામો અનુસાર, 31 ટકા લોકોએ કહ્યું કે, તેઓ કન્ઝયૂમર કોર્ટમાં જશે. 14 ટકા લોકોએ કહ્યું કે તેઓ ઉપલબ્ધ તમામ કાનૂની માર્ગોનો ઉપયોગ કરશે.

એકંદરે, 45 ટકા લોકોએ કહ્યું કે, તેઓ કાનૂની ઉપાય અપનાવશે. જ્યારે, 18 ટકા લોકોએ કહ્યું કે તેઓ વાહન ઉત્પાદન કરતી કંપની અને તેલ કંપની બંને પાસેથી વળતર માંગશે. 9 ટકા લોકોએ ફક્ત વાહન ઉત્પાદન કરતી કંપની પાસેથી જ વળતર માંગશે.

navbharattimes.indiatimes.com

આનો અર્થ એ થયો કે, 27 ટકા લોકો પહેલા વાહન ઉત્પાદક અથવા બળતણ કંપની પાસેથી સીધા વળતર માંગશે, જ્યારે 14 ટકા લોકોએ કહ્યું કે તેઓ આ બાબતને આગળ ધપાવશે નહીં, અને 14 ટકા  લોકો કંઈ નક્કી નથી કરી શક્યા.

આ લોકલસર્કલ સર્વે રાયપુર ગ્રાહક કમિશનના 14 જુલાઈના નિર્ણય પછી કરવામાં આવ્યો હતો, જેમાં મારુતિ સુઝુકી ગ્રાન્ડ વિટારાના માલિકે E20 પેટ્રોલનો ઉપયોગ કર્યા પછી વારંવાર એન્જિનમાં ખામી, કામગીરીમાં ઘટાડો, સ્ટોલ અને બળતણ કાર્યક્ષમતામાં ઘટાડો થવાની ફરિયાદ કરી હતી.

thelallantop.com

કમિશનએ મારુતિ સુઝુકી અને તેના ડીલરને ગ્રાહકને નવી કાર આપવા અથવા લગભગ રૂ. 20.5 લાખ પરત કરવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત, માનસિક ત્રાસ માટે રૂ. એક લાખનું વળતર આપવાનો આદેશ આપવામાં આવ્યો છે. મારુતિ સુઝુકીએ કમિશનના આ આદેશને પડકારવાનો નિર્ણય લીધો છે.

તાજેતરના સર્વે દર્શાવે છે કે, કમિશનના નિર્ણયથી વાહન માલિકોનો વિશ્વાસ વધ્યો છે કે જો તેઓ માને છે કે E20 બળતણથી તેમના વાહનોને નુકસાન થયું છે તો તેઓ કાનૂની ઉપાય અપનાવી શકે છે.

chinimandi.com

આ સર્વેમાં એવું પણ સૂચન કરવામાં આવ્યું હતું કે E20ની સાથે ઓછા ઇથેનોલવાળા પેટ્રોલ મિશ્રણો (જેમ કે E5 અથવા E10) ઉપલબ્ધ કરાવવામાં આવે, જેથી જૂના પેટ્રોલ વાહનોના માલિકો તેમના વાહનની ક્ષમતા માટે યોગ્ય ઇંધણ પસંદ કરી શકે. સરકારે પેટ્રોલ પંપ પર ફક્ત E20 ઇંધણનું વેચાણ ફરજિયાત બનાવ્યું છે, પરંતુ લોકો માંગ કરી રહ્યા છે કે પેટ્રોલ પંપ પર E5 અથવા E10 ઇંધણ પણ ઉપલબ્ધ કરાવવામાં આવે.