Business - Khabarchhe

ઓરેકલમાં ફરી છટણી: સવારે ઉઠતા જ નોકરી જતી રહી; પહેલા 21,000 નોકરીઓ જઇ ચૂકી છે
ઓરેકલમાં છટણીનો વધુ એક તબક્કો શરૂ થયો છે. કર્મચારીઓને સવારે જાગતાની સાથે જ જાણ થઈ કે તેમની નોકરી જતી રહી છે. કંપનીએ ફરી એકવાર મોટા પાયે છટણી કરી છે; અગાઉ તેણે 21,000 જગ્યાઓ ઘટાડી હતી. મીડિયા અહેવાલો અનુસાર, કર્મચારીઓને વહેલી સવારે ઈમેલ દ્વારા જાણ કરવામાં આવી હતી કે સંસ્થામાં મોટા ફેરફારો થઈ રહ્યા છે અને તેમની જોબ ખતમ કરવામાં આવી રહી છે. છટણીનો આ તબક્કો સોમવારે શરૂ થયો હતો.

ઓરેકલ દ્વારા છૂટા કરાયેલા કર્મચારીઓએ સોશિયલ મીડિયા પર આ સમાચાર શેર કર્યા છે. લિંક્ડઈન (LinkedIn) તથા રેડિટ (Reddit) જેવા પ્લેટફોર્મ પર પોતાની નોકરી જવાની માહિતી શેર કરી છે. ઘણા લોકોએ કંપનીના તાજેતરના પગલાંની વિગતો આપતા વીડિયો પણ શેર કર્યા છે.

indiatoday.in

અત્યાર સુધી ઓરેકલે તરફથી કોઇ સત્ત્વાર માહિતી સામે આવી નથી કે,  છટણીના આ તાજેતરના તબક્કાથી કેટલા કર્મચારીઓને નોકરીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. પરંતુ, આ અગાઉના કંપનીએ જે છટણી કરી હતી, એ દરમિયાન 21,000 કર્મચારીઓને છૂટા કર્યા હતા.

ઓરેકલમાં આ છટણી એવા સમયે થઈ રહી છે જ્યારે કંપની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને ક્લાઉડ સેવાઓની વધતી જતી માંગને પહોંચી વળવા માટે તેના ડેટા સેન્ટર ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિસ્તાર કરી રહી છે. સાથે જ કંપની ખર્ચ ઘટાડવાનો અને તેના કર્મચારીઓના માળખામાં ફેરફાર કરવાનો પ્રયાસ કરી રહી છે. ઓરેકલના AI વ્યવસાય માટે જબરદસ્ત માંગ જોવા મળી રહી છે. કંપનીએ 30 અબજ ડોલરથી વધુ મૂલ્યના વધારાના AI ક્લાઉડ કરારો પર હસ્તાક્ષર કર્યા હોવાની જાણ કરી છે અને આવકમાં ખૂબ ફાયદો થવાની અપેક્ષા છે.

indiatoday.in

31 મે, 2026 સુધીમાં, ઓરેકલે તેના વૈશ્વિક કર્મચારીઓની સંખ્યામાં લગભગ 13 ટકાનો ઘટાડો કર્યો હતો, જેનાથી 21,000 કર્મચારીઓ પ્રભાવિત થયા હતા. કંપનીની વાર્ષિક ફાઇલિંગ મુજબ, કંપનીમાં લગભગ 1.41 લાખ કર્મચારી હતા અને એક વર્ષે પહેલા આ સંખ્યા 1,62,000 હતા.

આ ભારતીય કંપનીએ બ્રિટનમાં રૂ. 5,100 કરોડમાં 118 પેટ્રોલ પંપ ખરીદ્યા; શું ફાયદો થશે?
દેશના અગ્રણી બિઝનેસ સમૂહ, એસ્સાર ગ્રુપના રિટેલ યુનિટ, EET રિટેલે UKના ઇંધણ બજારમાં એક મોટો સોદો કર્યો છે. EET રિટેલે UKના અગ્રણી ફોરકોર્ટ ઓપરેટર, SGN રિટેલને હસ્તગત કરવા માટે એક મોટો કરાર કર્યો છે. જોકે, કંપનીએ આ સોદા વિશે કોઈ વિગતો જાહેર કરી નથી. ઉદ્યોગ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સોદાનું મૂલ્ય આશરે રૂ. 5,166 કરોડ (400 મિલિયન પાઉન્ડ) છે. આ મહત્વપૂર્ણ સોદા સાથે, એસ્સાર ગ્રુપ UKના ઊર્જા ક્ષેત્રમાં તેની પકડ મજબૂત કરી રહ્યું છે.

youtube.com

SGN રિટેલની સ્થાપના ગ્રેહામ પીકોક અને સુસાન ટોબેલ દ્વારા કરવામાં આવી હતી. આ વ્યવસાયિક સોદા હેઠળ, EET રિટેલ SGNનો 100 ટકા હિસ્સો હસ્તગત કરશે. આ સોદો EET રિટેલના નેટવર્કમાં 118 નવા ઉચ્ચ-ગુણવત્તાવાળા પેટ્રોલ પંપ ઉમેરશે. કંપની પહેલાથી જ 117 સાઇટ્સનું સંચાલન કરે છે. નવા 118 પેટ્રોલ પંપના સંપાદનથી તેનું કુલ નેટવર્ક 235 થશે. આનાથી EET રિટેલ UKનું બીજું સૌથી મોટું ફોરકોર્ટ ઓપરેટર બનશે જેમાં ડાયરેક્ટ રિફાઇનરી ઇન્ટિગ્રેશન હશે.

hindi.news18.com

આ સોદા સાથે, EET રિટેલની વાર્ષિક તેલ વેચાણ ક્ષમતા 65 કરોડ લિટરથી વધુ થશે. કંપનીનું લક્ષ્ય ફક્ત આટલા પૂરતું મર્યાદિત રાખવાનું નથી. એસ્સારની લાંબા ગાળાની યોજના 2031 સુધીમાં તેના નેટવર્કને 800 પેટ્રોલ પંપ સુધી વિસ્તૃત કરવાની છે, જે UKના ઇંધણ બજારમાં આશરે 9 ટકા બજાર હિસ્સો પ્રાપ્ત કરશે. ચેશાયરમાં એસ્સારની પ્રખ્યાત સ્ટેનલો રિફાઇનરીમાંથી આ તમામ રિટેલ આઉટલેટ્સને તેલ પૂરું પાડવામાં આવશે, જેનાથી આયાત પરની નિર્ભરતા ઓછી થશે.

uk.finance.yahoo.com

EET રિટેલના CEO અરવન રુઈયાએ જણાવ્યું હતું કે, UKમાં એક વિશાળ અને સંકલિત રિટેલ પ્લેટફોર્મ બનાવવું તેની નીતિનો એક ભાગ છે. છેલ્લા બે દાયકામાં, મોટી કંપનીઓએ રિફાઇનિંગમાં તેમના રોકાણમાં ખુબ મોટો ઘટાડો કર્યો હોવાથી UKનું ઇંધણ બજાર વિભાજિત થયું છે. હવે, સ્ટેનલો રિફાઇનરીથી રિટેલ સ્ટેશનો સુધી સીધું તેલ પહોંચાડવાથી સપ્લાય ચેઇનમાં મધ્યસ્થીઓ ઓછા થઇ જશે, જેનાથી UKના વાહનચાલકોને સ્પર્ધાત્મક અને સસ્તા ભાવે પેટ્રોલ અને ડીઝલ મળી રહેશે.

essar.com

આ સોદા માટે નાણાં રોકડ અને 250 મિલિયન પાઉન્ડની Senior Debt Facility દ્વારા પૂરા પાડવામાં આવી રહ્યા છે. આ ભંડોળની વ્યવસ્થા અગ્રણી વૈશ્વિક બેંકો દ્વારા કરવામાં આવી છે, જેમાં ફર્સ્ટ અબુ ધાબી બેંક, મેક્વેરી બેંક, મિઝરાહી ટેફાહોટ બેંક, નેટીક્સિસ, ઓકનોર્થ બેંક અને રોયલ બેંક ઓફ કેનેડાનો સમાવેશ થાય છે. EET ખાતે સ્ટ્રેટેજિક ટ્રાન્ઝેક્શનના વડા વિરલ ગાથાનીએ જણાવ્યું હતું કે, 4 ખંડોમાં ટોચની બેંકો તરફથી આ સમર્થન YKના રિટેલ બજાર અને અમારા સંકલિત વૃદ્ધિ મોડેલમાં વૈશ્વિક નાણાકીય સમુદાયના વિશ્વાસને દર્શાવે છે. આ સોદાની સીધી અસર દેશના અર્થતંત્ર અને વૈશ્વિક પ્રતિષ્ઠા પર પડશે.

essar.com

બ્રિટન જેવા બજારમાં 118 પેટ્રોલ પંપનું એક સાથે ટેકઓવર કરવું એ ભારતીય કોર્પોરેટ જગતની વધતી જતી તાકાત દર્શાવે છે. તે વૈશ્વિક સ્તરે સંદેશ આપે છે કે, ભારતીય કંપનીઓ માત્ર વિદેશી રોકાણ આકર્ષિત કરી રહી નથી પરંતુ વિકસિત દેશોના મુખ્ય ક્ષેત્રોમાં સોદાઓ માટે વાટાઘાટો કરવા માટે પણ સક્ષમ છે. આ સોદો દેશમાં વિદેશી ચલણના પ્રવાહમાં વધારો કરશે.

business-live.co.uk

આ સોદો ભારત અને બ્રિટન વચ્ચે આર્થિક ભાગીદારી અને વ્યાપારિક સંબંધોને મજબૂત બનાવશે. આ સોદાનો બીજો ફાયદો એ છે કે તેને 4 ખંડોની અગ્રણી આંતરરાષ્ટ્રીય બેંકો દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે. આનાથી ભારતીય કંપનીના વ્યાપારિક મોડેલમાં વિદેશી બેંકોનો વિશ્વાસ મજબૂત બન્યો છે.

સ્ટાર્ટઅપ શરૂ કરવા 75 લાખની નોકરી છોડી! AIએ ધંધાને બરબાદ કરી નાખ્યો; પૂણેની છોકરીનું દુઃખ છલકાયું
નોકરી છોડીને પોતાનો વ્યવસાય શરૂ કરવો એ બહારથી જેટલું રોમાંચક હોઈ શકે છે તેટલું જ અંદરથી મુશ્કેલભર્યું પણ હોઈ શકે છે. દર મહિને આવતી નિશ્ચિત માસિક આવક અચાનક બંધ થઈ જાય છે, તેની જગ્યા અનિશ્ચિતતા લઇ લે છે. પુણે સ્થિત ટેક ઉદ્યોગસાહસિક ખ્યાતિ ઠાકુરે હવે આ સફરનો પોતાનો અનુભવ શેર કર્યો છે.

ખ્યાતિએ સારી નોકરી અને લગભગ રૂ. 75 લાખનો પગાર છોડીને પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું. ફેબ્રુઆરી 2025માં, તેણે Fridayy નામનું એક AI ઉત્પાદન બનાવ્યું. ધ્યેય નાના વ્યવસાયોને ઓનલાઈન કામગીરીને સરળ બનાવવામાં મદદ કરવાનો હતો. પરંતુ તેને કદાચ ખ્યાલ ન હતો કે AI ટેકનોલોજીના ક્ષેત્રમાં પરિવર્તન તેના પ્રથમ ઉત્પાદન માટે સૌથી મોટો પડકાર ઉભો કરશે. ખ્યાતિના મતે, માત્ર 30 દિવસમાં, તેનું બનાવેલું પ્રોડક્ટ લગભગ બેકાર થઇ ગયું, અને ગ્રાહકો ઝડપથી દૂર થવા લાગ્યા. ત્યારપછી શરુ થઇ અસલી પરીક્ષા, ખ્યાતિએ માત્ર એક નવું ઉત્પાદન બનાવવું જ નહીં, પણ કંપનીને કઈ દિશામાં લઈ જવી તે પણ નક્કી કરવાનું હતું.

ખ્યાતિ ઠાકુર પાસે મજબૂત ટેક પૃષ્ઠભૂમિ છે. તેણે USની યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયામાંથી કોમ્પ્યુટર સાયન્સમાં માસ્ટર ડિગ્રી મેળવી. ત્યારપછી, તેણે સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. પુણેમાં રહેતી ખ્યાતિએ 2018થી 2025 સુધી વિવિધ મોટી કંપનીઓમાં કામ કર્યું. તેણે 2022થી 2025 સુધી ઇન્સ્પિરિટમાં સિનિયર સોફ્ટવેર એન્જિનિયર તરીકે પણ સેવા આપી. સારી નોકરી, નિશ્ચિત પગાર અને સુરક્ષિત કારકિર્દી હોવા છતાં, તેણે પોતાનું કંઈક બનાવવાનું નક્કી કર્યું. અહીંથી તેના જીવનમાં એક નવો વળાંક આવ્યો. તેણે નોકરી છોડી દીધી અને સ્ટાર્ટઅપની દુનિયામાં પ્રવેશ કર્યો, તેની પોતાની કંપની, Fridayyની સ્થાપના કરી.

zeenews.india.com

Fridayyનો વિચાર એકદમ સરળ હતો. ખ્યાતિ નાના વ્યવસાયોને એક એવું સાધન પૂરું પાડવા માંગતી હતી જે AIનો ઉપયોગ કરીને ઓનલાઈન કામગીરીને સરળ બનાવે. તેના ઉત્પાદન સાથે, નાના વ્યવસાયો ઓનલાઈન સ્ટોર્સ બનાવી શકે છે, પ્રોડક્ટ કેટલોગ બનાવી શકે છે અને માર્કેટિંગ સામગ્રી બનાવી શકે છે. ધ્યેય વિવિધ ઓનલાઈન માર્કેટપ્લેસ પર માલ વેચવા માટે AIનો ઉપયોગ કરવાનો પણ હતો. આનો અર્થ એ થયો કે નાના વ્યવસાયો માટે બહુવિધ લોકો અથવા એજન્સીઓની જરૂર પડે તેવા કાર્યને એક જ AI ટૂલ દ્વારા સરળ બનાવવામાં આવ્યું. શરૂઆતમાં, આ વિચાર કામ કરતો લાગતો હતો. ગ્રાહકો આવ્યા, અને કંપની વધવા લાગી. જોકે, ટેકની દુનિયામાં પરિસ્થિતિઓ ઝડપથી બદલાય છે.

ખ્યાતિએ પોતાની લિંક્ડઇન પોસ્ટમાં જણાવ્યું કે તેના પહેલા ઉત્પાદન માટે સૌથી મોટો આંચકો AIની ઝડપથી વિકસતી દુનિયાથી આવ્યો હતો. તેના મતે, ChatGPT અને Google AIમાં થયેલા ફેરફારોએ તેના ઉત્પાદનને માત્ર 30 દિવસમાં ગ્રાહકો માટે ઓછું સુસંગત બનાવ્યું. પરિણામે, તેના બધા ગ્રાહકો ચાલ્યા ગયા. આ એક નવા સ્ટાર્ટઅપ માટે એક મોટો ફટકો હતો. જો ગ્રાહકો એવી પ્રોડક્ટનો ઉપયોગ કરવાનું બંધ કરી દે જે કંપનીના ભવિષ્યનો પાયો બની શકે, તો સમગ્ર બિઝનેસ મોડેલ પર પ્રશ્નાર્થ ઊભો થાય છે. ખ્યાતિ પાસે હવે બે વિકલ્પો હતા, તેના પ્રયાસને છોડી દેવો અથવા નવેસરથી શરૂઆત કરો. તેણે બીજો રસ્તો પસંદ કર્યો.

ઉત્પાદન નિષ્ફળ ગયા પછી કંપનીને નવી દિશા આપવી સરળ નહોતી. ખ્યાતિના મતે, સાચો રસ્તો શોધવામાં તેને લગભગ 7 મહિના લાગ્યા. તે ફક્ત એક નવો વિચાર લાવવા વિશે નહોતું. તેને સમજવું પડ્યું કે બજારને ખરેખર શું જોઈએ છે, ગ્રાહકો કઈ સમસ્યાઓ માટે પૈસા ચૂકવવા તૈયાર છે અને કંપની તેના મર્યાદિત સંસાધનોથી શું બનાવી શકે છે. કદાચ આ 7 મહિના દરમિયાન સૌથી મોટો પડકાર ધીરજ જાળવવાનો હતો. કારણકે સ્ટાર્ટઅપ્સમાં રોજિંદો ખર્ચ થતો રહે છે, જ્યારે જરૂરી નથી કે નવી પ્રોડક્ટ તરત જ નવી આવક ઉત્પન્ન કરવાનું શરૂ કરે.

ખ્યાતિની વાર્તા અહીં જ પૂરી થઈ ન હતી. તેણે જણાવ્યું કે યોગ્ય દિશા મળ્યા પછી પણ, ખરેખર ઉપયોગી કંઈક બનાવવામાં બીજા 9 મહિના લાગ્યા. આનો અર્થ એ છે કે નવો રસ્તો શોધવામાં ફક્ત 7 મહિના અને તે જ રીતે ઉપયોગી ઉત્પાદન બનાવવામાં લગભગ 9 મહિના લાગ્યા. એકંદરે, આ યાત્રા 16 મહિનાની સખત મહેનતમાં ફેરવાઈ ગઈ. આ સમય દરમિયાન, કંપનીના પૈસા પણ ઝડપથી ખાલી થઈ ગયા. હવે, ખ્યાતિ કહે છે કે કંપનીને બજારમાં ઉભી રાખવા માટે તેની પાસે ખૂબ જ ઓછા પૈસા રહ્યા છે.

x.com/Khyatithakur3

નવું ઉત્પાદન બનાવ્યા પછી પણ, સમસ્યાઓનો અંત આવ્યો નહીં. ખ્યાતિ કહે છે કે B2B વેચાણ ચક્ર લગભગ 3 થી 4 મહિના લાંબો છે. આનો અર્થ એ છે કે ગ્રાહક તરીકે કંપનીને હસ્તગત કર્યા પછી પણ, સોદો પૂર્ણ થવામાં અને પૈસા આવવામાં ઘણો સમય લાગી શકે છે. સ્ટાર્ટઅપ્સ માટે આ પરિસ્થિતિ વધુ મુશ્કેલ બની જાય છે, કારણ કે તેમને કર્મચારીઓ, ટેકનોલોજી અને અન્ય ખર્ચાઓ માટે સતત પૈસાની જરૂર હોય છે. ખ્યાતિ હવે એવા રોકાણકારો શોધી રહી છે જે તેમના વિચાર અને નવા બિઝનેસ મોડેલને સમજે અને કંપનીમાં રોકાણ કરવા તૈયાર હોય.

પોતાનો અનુભવ શેર કરતાં ખ્યાતિએ નવા સ્ટાર્ટઅપ્સ શરુ કરનારાઓને કેટલીક પ્રામાણિક સલાહ આપી. તેણે કહ્યું કે, નવો વ્યવસાય શરૂ કરતી વખતે ઘણા દિવસે એવો અહેસાસ થાય કે, તેઓએ દર મહિને મળનારા પગારને છોડી દેવાની ભૂલ કેમ કરી. તેમના મતે, વ્યવસાયમાં એ દરેક વસ્તુ ખોટી હોય શકે છે કે જેની તમે કલ્પના કરી કે આ ખોટી છે. તેથી, કંઈક નવું શરૂ કરતા પહેલા પોતે જાતે મજબૂત આત્મવિશ્વાસ રાખવો ખુબ જરૂરી છે. તેમણે એમ પણ કહ્યું કે, લોકો ઘણીવાર કહે છે કે યોગ્ય સમયે કોઈ કામને છોડી દેવું એ સમજદારી છે. પરંતુ સ્ટાર્ટઅપમાં, તમને ક્યારેય એ ખબર નથી હોતી કે ક્યારે અટકી જવું અને ક્યારે છેલ્લે સુધી કોશિશ કરતા રહેવું.

આટલા લાંબા સંઘર્ષ છતાં, ખ્યાતિને તેના નિર્ણયનો અફસોસ નથી. તે કહે છે કે જો કાલે તેનું સ્ટાર્ટઅપ તૂટી પણ જાય તો તેને ખુશી થશે કે તેણે તેની અંદર પોતાનો જીવ રેડી દીધો હતો. આ યાત્રાએ તેને એવી ઘણી વસ્તુઓ શીખવી, જે કોઈ નોકરી ન શીખવી શકે. તેણે એક પ્રોડક્ટ બનાવ્યું, લોકો માટે રોજગારની તકો ઉભી કરી, અને એ સમજી કે કોઈ વ્યવસાયને શૂન્યમાંથી ઉભો કરવા માટે અસલી મુશ્કેલી શું હોય છે. તેની વાર્તાની ખાસ વાત એ છે કે, સફળતાની ચમક કરતાં નિષ્ફળતા પછી ફરીથી પાછા ઉભા માટે કેટલો સંઘર્ષ કરવો પડે છે.

AIની મદદથી ફ્રોડને ઝડપથી પકડી શકાય છે, પરંતુ સામે પક્ષે તેના ઉપયોગથી સાયબર હુમલા પણ થઈ શકે છે: નાણાં મંત્રી નિર્મલા સીતારમન
ભારતના ડેમોગ્રાફિક એડવાન્ટેજ (યુવા વસ્તીની તાકાત)ને એક સક્રિય અને અનસ્ટોપેબલ વાસ્તવિકતા ગણાવતા કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમને જણાવ્યું છે કે દેશની યુવા પેઢી નવી-નવી ટેક્નોલોજી અને ફાઇનાન્શિયલ ઇકોસિસ્ટમને નવો આકાર આપી રહી છે. 'ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026' (GFF 2026) ને સંબોધતા સીતારમને કહ્યું કે ભારતનો યુવા વર્ગ હવે નિરાશામાંથી બહાર આવી ચૂક્યો છે અને તે હવે તકો ઊભી થવાની રાહ જોઈને બેસી રહેતો નથી.

તેમણે ઉમેર્યું હતું કે, અમારા યુવાનો તકોની રાહ નથી જોતા, તેઓ પોતે જ નવા પ્લેટફોર્મનું નિર્માણ કરી રહ્યા છે. નાણાં મંત્રીએ માહિતી આપી હતી કે GFF 2026 માં આશરે 8,000 જેટલા સંસ્થાન/એન્ટિટી ભાગ લઈ રહ્યા છે, જેમાં 20% હિસ્સો ફિનટેક કંપનીઓનો અને 25% હિસ્સો નાણાકીય સંસ્થાઓનો છે.

ટેક્નોલોજીના ઝડપી વિકાસ પર ભાર મૂકતા સીતારમને નિયમનકારી સંસ્થાઓ વચ્ચે વધુ મજબૂત સમન્વયની હાકલ કરી હતી. તેમણે ચેતવણી આપી હતી કે નવી ક્રાંતિકારી ટેક્નોલોજી સમગ્ર સિસ્ટમ માટે જોખમો ઊભા કરી શકે છે અને જો ટેક્નોલોજી બદલાવાની ઝડપ વધુ હોય તો આ જોખમો પણ ખૂબ ઝડપથી ફેલાય છે.

આ અંગે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નું ઉદાહરણ આપતાં તેમણે કહ્યું કે, AI ની મદદથી ફ્રોડને ખૂબ ઝડપથી પકડી શકાય છે, પરંતુ સામે પક્ષે તેનો ઉપયોગ અત્યંત જટિલ સાયબર હુમલા કરવા માટે પણ થઈ શકે છે.

તે જ રીતે, ઇન્સ્ટન્ટ ટ્રાન્ઝેક્શનને કારણે સૉફ્ટવેરની ક્ષતિઓ, છેતરપિંડી અને માર્કેટ આંચકાઓ ખૂબ ઝડપથી ફેલાઈ શકે છે. જ્યારે ક્વોન્ટમ કમ્પ્યુટિંગ ક્ષેત્રે થતા સુધારાને કારણે પરંપરાગત સિક્યોરિટી સિસ્ટમ્સને અપગ્રેડ કરવી અનિવાર્ય બનશે. તેથી, ઇનોવેશનમાં અવરોધ ઊભો કર્યા વિના કે સુરક્ષા સાથે કોઈ સમજૂતી કર્યા વિના, નિયમો અને કાયદાઓ પણ ટેક્નોલોજીની ઝડપ સાથે બદલાવા જોઈએ.

સીતારમને ઓપરેશનલ મુશ્કેલીઓ અને જરૂરી સુરક્ષા માપદંડો વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે ઉદાહરણ આપતાં કહ્યું કે ઝડપ મેળવવાની લ્હાયમાં હ્યુમન ઓવરસાઇટ અને સિર્કિટ બ્રેકર્સ જેવા સુરક્ષા કવચનો બલિદાન ન આપવો જોઈએ.

સિસ્ટમમાં ઇનોવેશન સ્વતંત્ર હોવું જોઈએ, પરંતુ સાથે જ જો કોઈ ભૂલ થાય તો તેને સુધારી કે રોકી શકાય તેવી ક્ષમતા પણ સિસ્ટમમાં હોવી જોઈએ.

તેમણે કહ્યું કે, વધારે ઝડપની સાથે વધુ વિશ્વાસનું નિર્માણ થવું પણ એટલું જ જરૂરી છે. કાર્યક્ષમતા અને સુરક્ષાને એકબીજાના વિરોધી પરિબળો તરીકે ન જોવા જોઈએ. ગ્રાહકોનો વિશ્વાસ જીતવા યોગ્ય સુરક્ષા માળખું અનિવાર્ય છે અને સંસ્થાકીય માળખું એવું હોવું જોઈએ જ્યાં કાર્યક્ષમતા અને સુરક્ષા બંને એકબીજાને મજબૂત બનાવે.

આ ઉપરાંત, ટેક્નોલોજી ક્યાં મૂલ્ય ઉમેરે છે અને ક્યાં મોટું જોખમ ઊભું કરે છે તેનું મૂલ્યાંકન રેગ્યુલેટર્સે કરવું પડશે અને દરેક ઉપયોગ મુજબ સુરક્ષા નિયમો ઘડવા પડશે.

નાણાકીય, કોમ્પિટિશન, ડેટા અને સાયબર સિક્યોરિટી રેગ્યુલેટર્સની જવાબદારીઓ સ્પષ્ટપણે વ્યાખ્યાયિત હોવી જોઈએ અને તેમની વચ્ચે તાલમેલ માટે એક કાર્યક્ષમ સિસ્ટમ હોવી જોઈએ. કોઈપણ પ્રવૃત્તિ માત્ર ક્ષેત્રીય સીમાઓ ઓળંગતી હોવાને કારણે દેખરેખમાંથી છટકી જવી ન જોઈએ, તેમ કહીને તેમણે તમામ ટેક્નોલોજી પ્લેટફોર્મને યોગ્ય નિયમનકારી દેખરેખ હેઠળ રાખવા ટાંક્યું હતું.

નાણાં મંત્રી નિર્મલા સીતારમને ભારતના ટેક્નોલોજી ઇકોસિસ્ટમ માટે એક 'ફેડરેટેડ પ્લેટફોર્મ'ની વકીલાત કરી હતી. તેમણે કહ્યું કે વૈશ્વિક સ્તરે ભારતીય આઇટી અને ટેક્નોલોજી ઉદ્યોગનો એક વિશ્વસનીય અને મજબૂત સામૂહિક અવાજ હોવો જરૂરી છે. આવું પ્લેટફોર્મ ભારતીય ટેક્નોલોજી કંપનીઓને નવા વિદેશી બજારોમાં પ્રવેશવામાં, વિદેશી રેગ્યુલેટર્સ સાથે અગાઉથી સંવાદ સાધવામાં અને બૌદ્ધિક સંપદા વૈશ્વિક સ્તરે વ્યાપારીકરણ કરવામાં મદદરૂપ થઈ શકે છે.

સામૂહિક જોડાણથી સરહદ પારના નિયમનોમાં પણ ભારતીય કંપનીઓ માટે નવીનતા લાવવાની તકો જળવાઈ રહેશે. તેમણે યુરોપિયન યુનિયન (EU) ના નવા નિયમોનો ઉલ્લેખ કર્યો હતો, જ્યાં લોકો જ્યારે AI સિસ્ટમ સાથે વાતચીત કરે ત્યારે તેનું ડિસ્કલોઝર કરવું ફરજિયાત છે. તેમણે ચેતવણી આપી હતી કે આ નિયમોનું પાલન ન કરવા પર કંપનીના વાર્ષિક વૈશ્વિક ટર્નઓવરના 3% સુધીનો દંડ થઈ શકે છે, જે માત્ર સ્થાનિક આવક પર નહીં પરંતુ સમગ્ર વૈશ્વિક આવક પર આધારિત હોય છે.

તમામ ટોલ બૂથ ‘બેરિયર-ફ્રી’ થશે, ખર્ચ 10% ઘટ્યો, FASTagના સંપૂર્ણ અમલીકરણથી વાર્ષિક ₹25,000 કરોડનો ફાયદો થશેઃ નીતિન ગડકરી
ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ FASTagના પૂર્ણ અમલીકરણથી ભારત સરકારને વાર્ષિક ₹25,000 કરોડ સુધીનો મોટો આર્થિક લાભ થશે, તેમ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ શુક્રવારે જણાવ્યું હતું. મુંબઈ ખાતે યોજાયેલા ‘ગ્લોબલ ફિનટેક ફેસ્ટ’માં સંબોધન કરતા કેન્દ્રીય મંત્રીએ આ મહત્વપૂર્ણ માહિતી આપી હતી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે માર્ચ 2027 સુધીમાં દેશના તમામ નેશનલ હાઇવે પરના ટોલ બૂથને ‘બેરિયર-ફ્રી’ (બેરિયર વગરના) બનાવી દેવામાં આવશે.

ગડકરીએ જણાવ્યું હતું કે, જ્યારે આ સિસ્ટમ સંપૂર્ણપણે સક્રિય થઈ જશે, ત્યારે માત્ર અમારા મંત્રાલય દ્વારા જ FASTagના ઉપયોગથી ભારત સરકારને વાર્ષિક ₹20,000 થી ₹25,000 કરોડનો નફો મળશે. તેમણે ઉમેર્યું કે FASTag ની શરૂઆતથી ટોલ ટેક્સની આવકમાં 10% નો વધારો થયો છે, એટલે કે આવક ₹7,000 કરોડ વધીને હાલમાં ₹82,000 કરોડથી પણ વધુ થઈ ગઈ છે. હાલમાં જે બેરિયર-ફ્રી ટોલ સિસ્ટમનું પાયલોટ ટેસ્ટિંગ ચાલી રહ્યું છે, તેનાથી આવકમાં વધુ 10% અથવા ₹7,000 થી ₹8,000 કરોડનો વધારો થશે. આ ઉપરાંત, ટોલ બૂથ ચલાવવા માટે થતો ઓપરેશનલ ખર્ચ જે પહેલા 12% હતો, તે ઘટીને હવે માત્ર 2 થી 3% રહી ગયો છે.

કેન્દ્રીય મંત્રીના જણાવ્યા મુજબ, આ વર્ષના ડિસેમ્બરના અંત સુધીમાં 70% થી વધુ ટોલ બૂથ બેરિયર-ફ્રી થઈ જશે અને આવતા વર્ષના માર્ચ મહિના સુધીમાં આ આંકડો 100% સુધી પહોંચી જશે. FASTag ના કારણે વાહનચાલકોને પણ મોટો ફાયદો થઈ રહ્યો છે. ટોલ નાકા પર વાહનો લાઈનમાં અટવાઈ રહેવાની શક્યતા ઘટી જતાં લોકોના સમયની મોટી બચત થાય છે. વિવિધ અભ્યાસોનો હવાલો આપતાં ગડકરીએ નોંધ્યું હતું કે માત્ર ઈંધણની બચતથી જ વાર્ષિક ₹5,250 કરોડથી વધુ રકમ બચી રહી છે.

કાર્યક્રમમાં ઉપસ્થિત ટેક્નોલોજી નિષ્ણાતોને સંબોધતા ગડકરીએ તેમને ટ્રકોમાં થતા ઓવરલોડિંગને ચોક્કસપણે માપી શકાય તેવી ટેકનિકલ સિસ્ટમ વિકસાવવા હાકલ કરી હતી.

દરમિયાન, તેમણે સ્વીકાર્યું હતું કે દેશના માલસામાન હેરફેર  ક્ષેત્રમાં હજુ પણ પારદર્શિતાનો અભાવ છે અને સરકાર આ ક્ષેત્રમાં સુધારા લાવવા માટે કામ કરશે. આ અંગે વધુ વિગત આપતા તેમણે જણાવ્યું હતું કે આ ક્ષેત્રના એક ઓપરેટર સામે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) દ્વારા ગુનો પણ નોંધવામાં આવ્યો છે.

હવે SBI બેંક UPI પેમેન્ટના આધારે પણ આપશે લોન
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ધિરાણ માટે એક નવી સિસ્ટમ વિકસાવી રહી છે. આ સિસ્ટમ હેઠળ, UPI ટ્રાન્ઝેક્શન ડેટાના આધારે લોન પાત્રતાનું મૂલ્યાંકન કરવામાં આવશે. SBIના વરિષ્ઠ અધિકારી અને મેનેજિંગ ડિરેક્ટર અશ્વિની કુમાર તિવારીએ આ માહિતી આપી. ચાલો તેના વિશે તમને વધુ વિગતે માહિતી આપી દઈએ...

khabarfast.com

આ લોન સુવિધા નાના વ્યવસાયોને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી રહી છે. અશ્વિની કુમાર તિવારીએ જણાવ્યું કે જો નાના વ્યવસાયનું નિયમિત વેચાણ થઇ રહ્યું હોય અને ચુકવણી UPI દ્વારા કરવામાં આવે, તો આ ડિજિટલ વ્યવહારોનો ઉપયોગ વ્યવસાયના વેચાણના સૂચક તરીકે થઈ શકે છે. SBI GST નોંધણી વિના વ્યવસાયોની લોન પાત્રતાનું મૂલ્યાંકન કરવા માટે એક નવો UPI-આધારિત ઉકેલ વિકસાવી રહી છે.

navbharattimes.indiatimes.com

તિવારીએ જણાવ્યું હતું કે, બેંકે GST હેઠળ નોંધાયેલા વ્યવસાયોને લોન આપવાના પડકારનો ઉકેલ લાવ્યું છે અને આવા કિસ્સાઓમાં 10 મિનિટની અંદર લોનનું વિતરણ કરવામાં સક્ષમ છે. અહીં તમને બતાવી દઈએ કે, છેલ્લા 18 મહિનામાં, બેંકે GST અને PAN ડેટાનો ઉપયોગ કરીને રૂ. 1 લાખ કરોડની લોનનું વિતરણ કર્યું છે. જો કે, GST નંબર ન ધરાવતા વ્યવસાયોમાં મુશ્કેલીઓ છે, જેના કારણે વૈકલ્પિક ડેટા મહત્વપૂર્ણ બને છે.

thekanal.in

UPI ચુકવણીના મુદ્દા અંગે, તિવારીએ કહ્યું કે, ધિરાણ આપતી બેંક પાસે હંમેશા પૈસા ક્યાં જઈ રહ્યા છે તે અંગે સ્પષ્ટ માહિતી હોતી નથી. જોકે, પ્રાપ્ત કરનાર બેંક અને વ્યવહારને સરળ બનાવતી તૃતીય-પક્ષ ચુકવણી એપ્લિકેશન પાસે આ માહિતી હોય છે. તેમણે ઉમેર્યું કે ગ્રાહકની સંમતિથી, બેંક UPI ચુકવણીઓ અને ટેલિકોમ કંપનીઓના ડેટા જેવા અન્ય સ્ત્રોતોનો ઉપયોગ કરતા મોડેલ દ્વારા લોન પાત્રતાનું મૂલ્યાંકન કરી શકે છે. તિવારીએ કહ્યું કે, SBI નવા ડેટાના આધારે નાના વ્યવસાયોને લોન ઉપલબ્ધ કરાવવાની આશા રાખે છે. આ નાના વ્યવસાયો દ્વારા સામનો કરવામાં આવતા ક્રેડિટ-સંબંધિત પડકારોને દૂર કરવામાં મદદ કરશે.

news18marathi.com

જો આ સિસ્ટમ સફળ થાય, તો નાના દુકાનદારો, વેપારીઓ અને અન્ય નાના વ્યવસાયો જેમની પાસે GST નોંધણી નથી તેમને બેંકોમાંથી લોન મેળવવાનું સરળ બનાવી શકે છે. આનો સૌથી વધુ ફાયદો એવા વ્યવસાયીઓને થઈ શકે છે, જેમનો વ્યવસાય નિયમિત છે અને જેમનો UPI દ્વારા ડિજિટલ ચુકવણીનો સારો રેકોર્ડ છે.

ક્રૂડ ઓઇલ ટ્રાન્સફરના ત્રણેય માર્ગો કરાયા બંધ... શું તેલ માટે દુનિયામાં ફરી અંધાધૂંધી ફેલાશે?
વૈશ્વિક ઉર્જા સંકટ સતત વધતું જ રહ્યું છે, કારણ કે હોર્મુઝ સ્ટ્રેટ પહેલાથી જ પ્રભાવિત છે. અને હવે ઇરાકી પ્રદેશમાંથી અનેક ડ્રોન હુમલાઓ પછી સાઉદી અરેબિયાએ હવે તેની ક્રૂડ ઓઇલ પાઇપલાઇન અસ્થાયી રૂપે બંધ કરી દીધી છે. તેની સાથે જ, યમનના લાલ સમુદ્ર કિનારા પર 18 કલાકના ભીષણ હુમલા પછી હુતી બળવાખોરો બાબ અલ-મંડેબ સ્ટ્રેટ પર નિયંત્રણ મેળવવાની નજીક પહોંચી ગયા છે.

આ 3 માર્ગો વૈશ્વિક તેલ પુરવઠા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના 20 ટકા તેલની આયાત કરતું હતું, જ્યારે સાઉદી અરેબિયાની પાઇપલાઇન દરરોજ 40થી 50 લાખ બેરલ તેલ પૂરું પાડતી હતી. જ્યારે બાબ અલ-મંડેબથી પણ વિશ્વના કુલ દરિયાઈ તેલ અને ગેસ વેપારના આશરે 5 ટકાથી 12 ટકા ભાગ, અથવા દરરોજ 4 થી 5 મિલિયન બેરલ તેલની સપ્લાય થાય છે.

indiatoday.in

આનો અર્થ એ થયો કે, આ 3 માર્ગો દ્વારા આશરે 30 ટકા પુરવઠો પ્રભાવિત થશે, કારણ કે ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ અને બાબ અલ-મંડેબ દ્વારા તેલ પુરવઠાને નિયંત્રિત કરી શકે છે અને મધ્ય પૂર્વમાંથી તેલ અને ગેસને અટકાવી શકે છે.

જો આ 3 માર્ગો સંપૂર્ણપણે અવરોધિત થાય છે, તો વિશ્વનો આશરે 30 ટકા પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ જશે. આનો અર્થ એ પણ થઈ શકે છે કે યુરોપ, ભારત અને ચીન જેવા દેશોને ઉર્જા પુરવઠો ખુબ વધારે પ્રભાવિત થશે, અને જો આ લાંબા સમય સુધી ચાલુ રહેશે, તો વિશ્વ એક મોટા સંકટનો સામનો કરી શકે છે.

indianexpress.com

ઉદાહરણ તરીકે, પેટ્રોલ, ડીઝલ અને LPGના ભાવમાં તીવ્ર વધારો થશે. પુરવઠા શૃંખલામાં આ વિક્ષેપ આંતરરાષ્ટ્રીય બજારોમાંથી આયાત કરાયેલા માલના ખર્ચમાં ખુબ મોટો વધારો કરશે, અને આ દેશોમાં ભારતીય નિકાસને પણ અસર થશે. કાચા માલની કિંમતમાં વધારો થશે, જેના કારણે ઉત્પાદનના ભાવમાં વધારો થશે, જેના કારણે બજારમાં ખરીદ શક્તિ ઘટશે, અને ફુગાવો અર્થતંત્ર પર અસર કરશે.

શેરબજાર પણ બાકાત રહેશે નહીં. વધતા ભૌગોલિક રાજકીય તણાવથી ફુગાવો વધશે. કંપનીઓની કમાણીમાં પણ તીવ્ર ઘટાડો થઈ શકે છે, જેનાથી તેમના શેર પર અસર પડશે. પરિણામે, ભારતથી લઈને વૈશ્વિક સ્તરે બજારો મંદીનો સામનો કરી શકે છે. ચાલો સમજીએ કે કયો માર્ગ સૌથી વધારે મહત્વ ધરાવે છે...

english.mathrubhumi.com

પ્રથમ, સાઉદી અરેબિયાનું તેલ પશ્ચિમ તરફ તેના પૂર્વીય પ્રદેશ, અરબી દ્વીપકલ્પની અંદર, યાનબુ બંદર સુધી જાય છે. અહીંથી, તે લાલ સમુદ્રમાં જઈને મળે છે, જ્યાં તે ટેન્કરો દ્વારા આંતરરાષ્ટ્રીય બજારમાં સપ્લાય કરવામાં આવે છે. આ માર્ગ વિશ્વના કુલ તેલના માત્ર 4 થી 5 ટકા સપ્લાય કરે છે, પરંતુ તેની ખાસ વિશેષતા એ છે કે તે ઘણા દેશોને સપ્લાય કરે છે. હવે, આ માર્ગ બંધ થવાથી ઘણા યુરોપિયન દેશોને અસર થઈ શકે છે.

ભારત પર અસર એટલી ગંભીર નહીં હોય, કારણ કે ભારત પહેલાથી જ તેની મોટાભાગની તેલ જરૂરિયાતો અન્ય દેશો અથવા માર્ગો પરથી આયાત કરે છે. જો કે, એક અસર થશે, અખાતમાંથી આવતો તેલ પુરવઠો ઘટી જશે, કારણ કે હોર્મુઝ સ્ટ્રેટ પહેલાથી જ પ્રભાવિત છે, અને હવે આ બાયપાસ રૂટ પણ બંધ થઈ ગયો છે.

facebook.com

ઈરાન-સમર્થક યમન હવે 18 કલાકના ભયંકર હુમલા પછી લાલ સમુદ્ર કિનારા (બાબ અલ-મંડેબ સ્ટ્રેટ) પર નિયંત્રણ મેળવવાની નજીક છે. આ સ્ટ્રેટ લાલ સમુદ્રને એડેનના અખાત અને તેનાથી આગળ જોડે છે.

હૂતિઓના નિયંત્રણમાં હોવાથી, તેહરાન આ 29 કિલોમીટર પહોળા જળમાર્ગ પર નિયંત્રણ મેળવી શકે છે અને હોર્મુઝ સ્ટ્રેટ જેવી વ્યૂહરચના અપનાવીને, ગલ્ફ દેશોમાંથી હિંદ મહાસાગરમાં ઊર્જા નિકાસને અસરકારક રીતે અવરોધિત કરી શકે છે. આ મુદ્દો ભારત માટે ખાસ કરીને મહત્વપૂર્ણ છે, જે ક્રૂડ ઓઇલ અને અન્ય પેટ્રોકેમિકલ્સની આયાત તેમજ યુરોપ સુધી પહોંચવા માટે બાબ અલ-મંડેબ સ્ટ્રેટ પર આધાર રાખે છે. ઇંધણ, દવાઓ, મશીનરી અને અન્ય માલસામાનનું પરિવહન કરતા જહાજો નિયમિતપણે આ સ્ટ્રેટનો ઉપયોગ નેધરલેન્ડ્સમાં રોટરડેમ અને ફ્રાન્સમાં માર્સેલી જેવા મુખ્ય યુરોપિયન બંદરો સુધી પહોંચવા માટે કરે છે.

aajtak.in

આમ, બાબ અલ-મંડેબ પર કબજો કરવાથી ભારતને મહત્વપૂર્ણ તેલ પુરવઠો ખોરવાઈ શકે છે, જે US-ઈરાન યુદ્ધની શરૂઆતથી જ ગલ્ફ દેશોમાંથી પેટ્રોલિયમ શિપમેન્ટમાં ખુબ મોટી અડચણોનો સામનો કરી ચૂક્યું છે.

ભારતમાંથી પસાર થતા ક્રૂડ ઓઇલ અને પેટ્રોલિયમ ઉત્પાદનોનો પુરવઠો 2023માં 93 લાખ બેરલ પ્રતિ દિવસથી ઘટીને 2025ના પહેલા ભાગમાં આશરે 42 લાખ બેરલ પ્રતિ દિવસ થશે. તેલના ભાવ હાલમાં પ્રતિ બેરલ 100 ડૉલરની આસપાસ છે, પરંતુ જો અવરોધ ચાલુ રહેશે, તો તે કેટલા મોંઘા થઈ શકે છે તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે.

હવે જમીનનું પણ બનશે આધાર કાર્ડ, સરકારે DILRMP 3.0 યોજના માટે 565 કરોડ ફાળવ્યા, 'ભૂ-આધાર' નંબરથી છેતરપિંડી અટકશે
સરકારે દરેક માટે જમીન રેકોર્ડ જાળવવા માટે એક નવી યોજના શરૂ કરી છે. ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ્સ મોર્ડનાઇઝેશન પ્રોગ્રામ (DILRMP) દેશમાં ગ્રામીણથી શહેરી સુધીની બધી જમીન રેકોર્ડ કરશે. DILRMPના ત્રીજા તબક્કા માટેની સંપૂર્ણ માર્ગદર્શિકા ગુરુવારે બહાર પાડવામાં આવી.

etvbharat.com

2026-31 દરમિયાન DILRMP 3.0 યોજના માટે રૂ. 565.5 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. આ યોજનાનો હેતુ જમીન રેકોર્ડ, નકશા, નોંધણી અને સંબંધિત ડેટાને GIS-આધારિત ડિજિટલ ફ્રેમવર્કમાં એકીકૃત કરવાનો છે.

લોન્ચ દરમિયાન, કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, આ યોજના વ્યક્તિગત રેકોર્ડના ડિજિટાઇઝેશનથી આગળ વધીને એકીકૃત જમીન વ્યવસ્થાપન પ્રણાલી તરફ આગળ વધશે. તેમણે ઉમેર્યું હતું કે, આ યોજના ખેડૂતોને સંસ્થાકીય લોન સરળતાથી મેળવવામાં મદદ કરશે અને સરકારી કચેરીઓમાં વારંવાર જવાની જરૂરિયાતને દૂર કરશે. ચૌહાણે ભાર મૂક્યો હતો કે, જમીન ફક્ત જમીનનો ટુકડો નથી. તે આપણા ખેડૂતોનું ગૌરવ છે, આપણા પૂર્વજોનો આશીર્વાદ છે અને ભાવિ પેઢીઓની ઓળખ છે. ચાલો આ યોજના હેઠળ અમલમાં મુકવામાં આવનારા ફેરફારોનું અન્વેષણ કરી લઈએ...

facebook.com

લેન્ડ સ્ટેક એક એકીકૃત ડિજિટલ માળખું છે, જે GIS-આધારિત ડિજિટલ ઇન્ટરફેસ દ્વારા વિવિધ જમીન-સંબંધિત માહિતી, જેમ કે ભૂ-સંદર્ભિત કેડસ્ટ્રલ નકશા, અધિકારોના રેકોર્ડ, મિલકત નોંધણી અને સંબંધિત કોર્ટ કેસોને એકસાથે લાવશે. આ વિવિધ જમીન-સંબંધિત સિસ્ટમોના ઇન્ટરકનેક્શન અને ઇન્ટરઓપરેબિલિટીને સક્ષમ બનાવશે.

DILRMP 3.0 હેઠળ, દરેક રાજ્ય API દ્વારા જમીન-સંબંધિત ડેટાસેટ્સ અને સિસ્ટમોને એકીકૃત કરીને પોતાનો 'લેન્ડ સ્ટેક' વિકસાવી શકશે. આ રાજ્ય-સ્તરીય સ્ટેક્સ રાષ્ટ્રીય જમીન સ્ટેકનો આધાર બનાવશે, જે સંબંધિત અધિકારીઓને ઍક્સેસ અને નિયંત્રણ પ્રદાન કરશે.

jagran.com

આ યોજના હેઠળ, દેશના દરેક જમીનના ટુકડાને મિલકતોને સ્પષ્ટ રીતે ઓળખવા અને છેતરપિંડી દૂર કરવા માટે એક યુનિક 14-અંકનો ઓળખ નંબર સોંપવામાં આવશે.

પાસપોર્ટ સેવા કેન્દ્રોની જેમ, 75 ખૂબ જ ભીડભાડવાળી સબ-રજિસ્ટ્રાર ઓફિસોને ડિજિટલ અને સુધારેલી સુવિધાઓ સાથે સેવા કેન્દ્રો તરીકે આધુનિક બનાવવામાં આવશે.

facebook.com

વારસાના અધિકારોનું રક્ષણ કરવા અને પૂર્વજોની જમીન સંબંધિત વિવાદો ઘટાડવા માટે, જૂના જમીન અને મિલકત નોંધણી રેકોર્ડને વ્યવસ્થિત રીતે સ્કેન અને ડિજિટલી સાચવવામાં આવશે.

આ નોંધાયેલા દસ્તાવેજો અને મિલકત સંબંધિત જવાબદારીઓ અથવા લોન વિશે માહિતી પ્રદાન કરતું એક સુરક્ષિત ડિજિટલ પ્લેટફોર્મ જમીન માલિકી ચકાસણી, ભૂતકાળની ખરીદી અને વેચાણ ઇતિહાસ અને જરૂરી મિલકત સંબંધિત તપાસને સરળ બનાવશે.

livemint.com

રેવન્યુ કોર્ટ કેસ મેનેજમેન્ટ સિસ્ટમ (RCCMS)ને આધુનિક બનાવવામાં આવશે અને પેન્ડિંગ કેસ ઘટાડવા અને મ્યુટેશન કેસોના નિકાલને ઝડપી બનાવવા માટે જમીન રેકોર્ડ સાથે સીધી રીતે જોડવામાં આવશે.

hindi.news18.com

NAKSHA પાયલોટ પ્રોજેક્ટને ઝડપી બનાવીને, સચોટ અને GIS-સક્ષમ શહેરી જમીન રેકોર્ડ બનાવવામાં આવશે અને શહેરી મિલકત કાર્ડ (UrPro કાર્ડ) બહાર પાડવામાં આવશે.

શેર બજારમાં આજે મોટો કડાકો, 5 લાખ કરોડ સ્વાહા, આ 3 કારણ જવાબદાર
ભારતીય શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. નિફ્ટી 230 પોઈન્ટ અથવા 1% ઘટીને 23,255 પર ટ્રેડ કરી રહ્યો છે, જ્યારે BSE સેન્સેક્સ 0.87% અથવા 637 પોઈન્ટ ઘટીને 74,265.32 પર આવી ચૂક્યો છે. તમામ સૂચકાંકો પર દબાણ જોવા મળી રહ્યું છે, ખાસ કરીને મેટલ સેક્ટરમાં ભારે વેચવાલી જોવા મળી છે.

BSEના ટોચના 30 શેરોમાંથી માત્ર 8 શેરો સામાન્ય તેજી સાથે ટ્રેડ થઈ રહ્યા છે, જ્યારે બાકીના 22 શેરો ભારે ઘટાડા પર છે. બજાજ ફાઇનાન્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને ટાટા સ્ટીલના શેરોમાં 2%થી વધુનો ઘટાડો નોંધાયો છે. તો L&T, HDFC બેંક અને રિલાયન્સ જેવા દિગ્ગજ શેરોમાં પણ કડાકો જોવા મળી રહ્યો છે.

businesstoday.in

શેરબજાર પરના ભારે દબાણને કારણે રોકાણકારોને ભારે નુકસાન થયું છે. BSEનું માર્કેટ કેપિટલાઇઝેશન ₹483 લાખ કરોડથી ₹5 લાખ કરોડ ઘટીને ₹478 લાખ કરોડ પર આવી ચૂક્યું છે. આ ઉપરાંત, BSE પર લિસ્ટેડ 120 શેરોમાં આજે 'લોઅર સર્કિટ' લાગ્યું છે, જ્યારે 70 શેરો 'અપર સર્કિટ' પર કામકાજ કરી રહ્યા છે. 117 શેરો 52 સપ્તાહના નીચલા સ્તર પર છે અને 68 શેરો 52 સપ્તાહના ઉપલા સ્તરે છે. કુલ 3365 શેરોમાંથી 809 શેરો તેજી સાથે કામ કરી રહ્યો હતો અને 2376 શેરો ઘટાડા સાથે ટ્રેડ થયા હતા, જ્યારે 180 શેર અનચેન્જ હતા.

શેર બજારમાં આટલો મોટો ઘટાડો કેમ આવ્યો?

શેર બજારમાં ભારે ઘટાડાનું સૌથી ખાસ કારણ બ્રેન્ટ ક્રૂડ ઓઈલ છે, જેની કિંમત હવે વૈશ્વિક બજારમાં પ્રતિ બેરલ 108 ડોલર સુધી પહોંચી ચૂકી છે.

અમેરિકામાં મોંઘવારીના મજબૂત આંકડાઓ આવ્યા છે, જેથી ફેડરલ રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજદરમાં વધારાની અપેક્ષાઓ અને વધુ મજબૂત બનાવી છે.

વિદેશી રોકાણકારોએ જોરદાર વેચવાલી કરી છે. 10 સપ્ટેમ્બરના રોજ વિદેશી રોકાણકારોએ ₹438 કરોડના ભારતીય શેરો વેચ્યા હતા; જોકે, ઘરેલૂ રોકાણકારોએ ₹1026 કરોડના શેરોની ખરીદ્યા છે.

businesstoday.in

હિન્દુસ્તાન કોપર 4%ના ઘટાડા સાથે ₹508 પર ટ્રેડ થઈ રહ્યા છે. હિન્દુસ્તાન ઝિંકના શેરોમાં પણ 4%નો ઘટાડો થયો છે, જ્યારે લોઢા ડેવલપર્સના શેરોમાં 5%નો ઘટાડો નોંધાયો છે. કોચીન શિપયાર્ડ અને ગોદરેજ પ્રોપર્ટીઝના શેરમાં દરેકમાં 6%નો ઘટાડો થયો છે અને NACLના શેરમાં 4%નો ઘટાડો નોંધાયો છે. ડિક્સન ટેકના શેરમાં 3%થી વધુનો ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે મુથૂટ ફાઇનાન્સના શેરમાં લગભગ 4%નો ઘટાડો જોવા મળી રહ્યો છે.

નવા લેબર કોડમાં થઇ મોટી જાહેરાત... જો તમારો પગાર આટલો હશે તો તમને મળશે ખુબ વધારે બોનસ!
કેન્દ્ર સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા બે નવી સૂચનાઓ બહાર પાડવામાં આવી છે. આ સૂચનામાં સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે હવે દર મહિને રૂ. 21,000 સુધીનો પગાર મેળવતા તમામ કર્મચારીઓને અમુક ચોક્કસ શરતો હેઠળ બોનસ મળશે. નોકરીદાતાઓએ આ બોનસ ચૂકવવું જ પડશે.

બીજી બાજુ, દર મહિને રૂ. 21,000થી વધુ પગાર મેળવતા કર્મચારીઓ માટે આ બોનસ ફરજિયાત નથી. આનો અર્થ એ છે કે કંપનીઓ રૂ. 21,000થી વધુ પગાર મેળવતા કર્મચારીઓને બોનસ ચૂકવવા માટે બંધાયેલી નથી. ફક્ત રૂ. 21,000 સુધીનો પગાર મેળવતા કર્મચારીઓ જ આ બોનસનો લાભ મેળવી શકે છે.

નવા પગાર પંચના જાહેરનામામાં જણાવાયું છે કે, વેતન સંહિતા, 2019ની કલમ 26(1) અનુસાર, દર મહિને રૂ. 21,000થી ઓછો પગાર મેળવતા કર્મચારીઓને બોનસ મળી શકે છે, જો કે તેઓએ વર્ષમાં ઓછામાં ઓછા 30 દિવસ કામ કર્યું હોય.

પાત્ર કર્મચારીઓ માટે વાર્ષિક બોનસ તેમના પગારના ઓછામાં ઓછા 8.33 ટકા અને વધુમાં વધુ 20 ટકા હશે. આ બોનસની ગણતરી રૂ. 7,000 પ્રતિ માસ અથવા લાગુ લઘુત્તમ વેતન, જે પણ વધારે હોય તેના આધારે કરવામાં આવશે.

ધારો કે તમે દર મહિને રૂ. 15,000 કમાઓ છો પરંતુ એવા રાજ્યમાં કામ કરો છો જ્યાં તમારા કામ માટે લઘુત્તમ વેતન રૂ. 10,000 છે. નવા શ્રમ કાયદા હેઠળ, બોનસની ગણતરી રૂ. 10,000ના આધારે જ કરવામાં આવશે.

હવે, જો આ સૂત્રનો ઉપયોગ કરીને બોનસની ગણતરી કરવામાં આવે તો...

વાર્ષિક બોનસ-(લઘુત્તમ પગાર અથવા રૂ. 7,000)× 8.33 ટકા× 12 (એક વર્ષ) લાગુ પડશે. ચાલો ઉદાહરણનો ઉપયોગ કરીને સમજીએ કે કેટલું બોનસની મળશે.

ધારો કે કર્મચારીનો લઘુત્તમ પગાર રૂ. 12,000 છે, એટલે કે તે રૂ. 7,000ના મૂળ પગાર કરતાં વધી જાય, તો કર્મચારીનો વાર્ષિક બોનસ આ પ્રમાણે હશે: રૂ. 12,000× 8.33 ટકા× 12= રૂ. 11,995

આનો અર્થ એ થયો કે રૂ. 12,000નો લઘુત્તમ પગાર ધરાવતા કર્મચારીઓને ઓછામાં ઓછું રૂ. 11,995નું વાર્ષિક બોનસ મળશે.

વેતન સંહિતા, 2019ની કલમ 39(1) અનુસાર, કર્મચારીઓને ચૂકવવામાં આવતા બધા બોનસ એકાઉન્ટિંગ વર્ષના અંતના 8 મહિનાની અંદર તેમના બેંક ખાતામાં જમા કરીને ચૂકવવા આવશ્યક છે. જો નોકરીદાતા પૂરતા કારણો દર્શાવીને સમય વધારવા માટે અરજી કરે તો આ સમયગાળો બે વર્ષ સુધી લંબાવી શકાય છે. બોનસ ચુકવણી અધિનિયમ, 1965ની કલમ 19, એકાઉન્ટિંગ વર્ષના અંતથી 8 મહિનાની સમયમર્યાદા પણ નક્કી કરે છે.

IPO હજુ ઓપન પણ નથી થયો અને GMP 200ને પાર પહોંચી ગયું, આ IPO તગડો નફો અપાવશે!
આ વર્ષે IPO બજાર તેજીનો અનુભવ કરી રહ્યું છે. એક એકથી ચઢિયાતા ઇશ્યૂ ખુલી રહ્યા છે, અને તેમાંના ઘણાએ તેમના રોકાણકારોને ખુબ મોટું વળતર પણ આપ્યું છે. નવા IPOનો પ્રવાહ સતત ચાલુ રહ્યો છે, કેટલાક ખુલતા પહેલા જ મજબૂત કમાણીનો સંકેત આપે છે, જે ગ્રે માર્કેટમાં હલચલ મચાવે છે. આવો જ એક IPO ઇલેક્ટ્રિકલ કંપની કનોહરનો છે, જે 8 સપ્ટેમ્બરે ખુલવાનો છે, પરંતુ તેનો GMP પહેલાથી જ 200 રૂપિયાને વટાવી ગયો છે.

સોમવારથી શરૂ થતા અઠવાડિયામાં, એક કે બે નહીં, પરંતુ 12 IPO રોકાણકારોને IPO બજારમાં પૈસા કમાવવાની તક આપશે, જે બધા મુખ્ય બોર્ડ IPO છે. આમાંથી 6 IPO તો એક જ દિવસે ખુલવાના છે. એક ઇશ્યૂ 7 સપ્ટેમ્બરે ખુલશે, 3 IPO 8 સપ્ટેમ્બરે ખુલશે અને જ્યારે 6 IPO 9 સપ્ટેમ્બરે લોન્ચ થશે. એક કંપનીનો IPO 10 અને બીજીનો 11 સપ્ટેમ્બરે લોન્ચ થશે.

આવતા અઠવાડિયે આપણે જે IPO વિશે વાત કરી રહ્યા છીએ તે કનોહર ઇલેક્ટ્રિકલ્સનો IPO છે. આ કંપની ટ્રાન્સફોર્મરનું ઉત્પાદન કરે છે અને રેલ્વેથી લઈને નવીનીકરણીય ઉર્જા સુધીના ક્ષેત્રોમાં કાર્યરત છે. 1972માં સ્થાપિત, આ કંપની મંગળવાર, 8 સપ્ટેમ્બરના રોજ રિટેલ રોકાણકારો માટે તેનો IPO ખોલશે, અને 10 સપ્ટેમ્બર સુધી બોલી લગાવી શકાશે. ખુલતા પહેલા જ તે ગ્રે માર્કેટમાં મજબૂત લાભનો સંકેત આપી રહ્યો છે.

જો તમે IPO રોકાણનું આયોજન કરી રહ્યા છો, તો આ ઇશ્યૂની વિગતો જાણવી મહત્વપૂર્ણ છે. કનોહર ઇલેક્ટ્રિકલ્સ IPOનું કદ રૂ. 1,055.74 કરોડ છે, અને કંપની રૂ. 300 કરોડના નવા શેર બહાર પાડશે, જ્યારે રૂ. 755.74 કરોડના સ્ટોકનું વેચાણ OFS દ્વારા કરવામાં આવશે. કંપનીએ IPO પ્રાઇસ બેન્ડ રૂ. 601- રૂ. 632 નક્કી કર્યો છે.

કંપનીએ કનોહર ઇલેક્ટ્રિકલ્સ IPO માટે 23 શેરનો લોટ સાઈઝ નક્કી કર્યો છે, અને ઉપલા પ્રાઇસ બેન્ડના આધારે, રોકાણકારોએ ઓછામાં ઓછા આટલા શેર માટે બોલી લગાવવી પડશે અને ઓછામાં ઓછા રૂ. 14,536નું રોકાણ કરવું પડશે. 10 સપ્ટેમ્બરના રોજ બંધ થયા પછી, ફાળવણી 11 સપ્ટેમ્બરના રોજ થશે, જ્યારે શેર ક્રેડિટ અને રિફંડની પ્રક્રિયા 15 સપ્ટેમ્બરના રોજ થશે. BSE-NSE પર તેનું લિસ્ટિંગ 16 સપ્ટેમ્બરના રોજ થશે.

ખુલતા પહેલા જ, કનોહર ઇલેક્ટ્રિકલ્સ IPO પોતાના રોકાણકારોને નફો કરાવવાનો સંકેત આપી રહ્યું છે. હકીકતમાં, તેનું ગ્રે માર્કેટ પ્રીમિયમ પહેલાથી જ લગભગ 33 ટકા વધારે છે, અને આ ગણતરી કરીએ તો, દરેક શેર રૂ. 200થી વધુનો નફો દર્શાવે છે. જો શેર આ અંદાજિત GMP પર લિસ્ટેડ થાય છે, તો રૂ. 14,536નું રોકાણ કરનારાઓને તાત્કાલિક રૂ. 4,800નો ફાયદો થશે. મહત્તમ 13 લોટને ધ્યાનમાં લેતા, 299 શેર માટે રૂ. 1,88,968નું રોકાણ વધીને રૂ. 2,50,263 થશે, જેનો અર્થ છે એક ઝાટકે રૂ. 61,295નો ઝડપી નફો.

નોંધ: તમારે જો શેરબજાર અથવા IPOમાં તમારું નાણાકીય રોકાણ કરવું હોય તો તે પહેલા હંમેશા તમારા બજાર નિષ્ણાતની સલાહ લેવી આવશ્યક છે.

નાના વેપારીઓ માટે સરકારે 'કોર્પોરેટ મિત્ર' પહેલ શરુ કરી, સરળ થશે નિયમો અને પ્રક્રિયા
કેન્દ્ર સરકારે સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) માટે પાલન પ્રક્રિયાને સરળ બનાવવા માટે 'કોર્પોરેટ મિત્ર' પહેલ શરૂ કરી છે. તેનો ઉદ્દેશ્ય MSMEs માટે નિયમો અને કાનૂની પ્રક્રિયાઓને સમજવાનું સરળ બનાવવાનો છે, જેનાથી તેમના માટે વ્યવસાય કરવાનું સરળ બને. કોર્પોરેટ બાબતોના મંત્રાલયના સંયુક્ત સચિવ અનિતા શાહ અકેલાએ જણાવ્યું હતું કે આ પહેલનો ઉદ્દેશ પાલન પ્રક્રિયાને ભારે ભરખમ બનાવવાને બદલે વિશ્વાસ, પારદર્શિતા, જવાબદારી અને વ્યવસ્થિત વ્યવસાય વૃદ્ધિના રસ્તે બદલવાનો છે.

livemint.com

સરકારે 2026-27ના કેન્દ્રીય બજેટમાં 'કોર્પોરેટ મિત્ર' પહેલની જાહેરાત કરી હતી. આ પહેલ હેઠળ, MSMEsને વ્યવસાય અને નિયમનકારી પાલન સહાય પૂરી પાડવા માટે પ્રશિક્ષિત અને પ્રમાણિત પેરાપ્રોફેશનલ્સનું એક જૂથ બનાવવામાં આવશે. આ કાર્યક્રમમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI), ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા (ICSI) અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICoAI)ની કુશળતાને IIT મદ્રાસ, IIT મદ્રાસના પ્રમોટર અને SWAYAM Plusના ટેકનિકલ અને શૈક્ષણિક સમર્થન સાથે જોડવામાં આવી છે.

news4social.com

કોર્પોરેટ બાબતોના મંત્રાલયના જણાવ્યા અનુસાર, 'કોર્પોરેટ મિત્ર' લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ (LMS)ની શરૂઆત એ કાર્યક્રમ માટે વ્યવસ્થિત તાલીમ અને કૌશલ્ય વિકાસ તરફનું પ્રથમ પગલું છે. આ કોર્સનો પ્રાથમિક ઉદ્દેશ્ય પ્રમાણિત પેરાપ્રોફેશનલ્સ વિકસાવવાનો છે જે MSMEને ઓછા ખર્ચે અસરકારક વ્યાવસાયિક સહાય પૂરી પાડી શકે. આનાથી વ્યવસાય કરવામાં સરળતા રહેશે, રોજગારની તકો વધારશે અને સમાવેશી આર્થિક વિકાસને પ્રોત્સાહન આપશે. આ પહેલ ભારતના MSME ક્ષેત્રને મજબૂત અને સુવ્યવસ્થિત કરવાની સાથે સાથે વ્યવસાયોને ઔપચારિક અર્થતંત્રમાં એકીકૃત કરવામાં પણ મદદ કરશે.

govtschemes.in

'કોર્પોરેટ મિત્ર' કોર્સનો કુલ સમયગાળો 12 મહિનાનો છે અને તે બે તબક્કામાં પૂર્ણ થશે. પ્રથમ 6 મહિનામાં આશરે 150 કલાકનું શિક્ષણ હશે. રેકોર્ડ કરેલા વીડિયો લેક્ચર્સ દ્વારા તાલીમ આપવામાં આવશે. આ પછી ICAI, ICSI અને ICoAI સભ્યોની માલિકીની વ્યાવસાયિક કંપનીઓમાં 6 મહિનાની ઑન-ધ-જોબ તાલીમ આપવામાં આવશે, જેથી શીખનારાઓને કામ કરવાનો વ્યવહારુ અનુભવ મળી શકે.